________________
ધ૭૮ ] *
આયુર્વેદને ઈતિહાસ વૈદ્ય નામના સારસ્વત બ્રાહ્મણ હાલમાં પણ પંજાબમાં, સિન્ધમાં અને બંગાળમાં મળી આવે છે.
- હવે આ પાંચમાંથી બીજા કે ત્રીજા ધન્વન્તરિ, જે સુશ્રતના ઉપદેશક તે, કયારે થયા? દિતીય દ્વાપરમાં (ધાપરના અન્તમાં?) એમ પુરાણ કહે છે. દ્વાપરના અન્તમાં અથવા કલિની સંધ્યામાં જે મહાભારતનું યુદ્ધ થયું તેમાં ધન્વન્તરિસંપ્રદાયના જ વૈદ્યો શહરણનું કાર્ય કરતા હશે. એટલે મહાભારતના યુદ્ધને પાંચ હજાર વર્ષ થતાં તો ધન્વન્તરિ તે પહેલાં પાંચ વર્ષ થયા હોય એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. બીજી તરફથી મિલિન્દપ્રક્ષાદિ બૌદ્ધ સાહિત્યમાં અને પાણિનિસત્ર, વાર્તિક, પાતંજલ મહાભાષ્ય • આદિ ગ્રન્થમાં ધન્વન્તરિ સુશ્રુતને નામે લેખ મળે છે, માટે એ ગ્રન્થકારના સમયથી હજાર વર્ષ પહેલાં ધન્વન્તરિ સુશ્રુત થઈ ગયા એમ પણ તેઓ કહે છે.
ઉપર પ્રમાણે સાડાપાંચ હજાર અને સાડાત્રણ હજાર વર્ષ વચ્ચે ફેર ન ગણવો એ એતિહાસિક અનવેષણ તે ન જ ગણાય. અને પાણિનિમાં જેને નામોલ્લેખ હોય તે પાણિનિ પહેલાં હજાર વર્ષ પહેલાં થયું હોય એવું કેમ કહેવાય? સો વર્ષ પહેલાં હોય. વળી મહાભારતનું યુદ્ધ પાંચ હજાર વર્ષ પહેલાં થયું એવી જ્યોતિષીઓની માન્યતા પુરાણોનાં સ્પષ્ટ વચનની વિરુદ્ધ છે. પુરાણોનાં કથને પ્રમાણે મહાભારત યુદ્ધને ઈ. સ. પૂર્વે લગભગ ચૌદસે વર્ષ થયાં છે.
પણ કવિરાજ ગણનાથ સેનના ઉપર ઉતારેલા વિચારોના અંતર્વિરોધથી જ દેખાય છે તેમ ધન્વન્તરિ આદિ નામ ઉપરથી કોઈ પણ ગ્રન્થના સમયને નિર્ણય કરવાનો પ્રયત્ન જ છે. અનેક ગ્રન્થ શિવ-પાર્વતીને નામે ચઢેલા છે. ઘણું અર્વાચીન
૧. મહાભારતના સમયના વિચાર માટે જુઓ માર “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ. ૧૯૩૯, પૃ. ૬૦-૬૧.