________________
૮૪ ]
આયુર્વેદને ઈતિહાસ છવકને ઘણા વિસ્તારથી પં. હેમરાજ શમએ વિચાર કર્યો છે, પણ એની બહુ જરૂર મને લાગતી નથી. એટલે પં. હેમરાજ શર્માએ પુષ્કળ ઊહાપોહ પછી જે નિર્ણય કર્યો છે તે જ અહીં ઉતારું છું.'
પં. હેમરાજ શમી કહે છે કે આયના સમકાલીન તરીકે મારીચ કાશ્યપને ઉલ્લેખ, વાવિદને આત્રેય અને કાશ્યપ બેયના સમકાલીન હેવાને ઉલ્લેખ, આત્રેયના અન્તવાસી તરીકે ભૂલને તથા ગાધારના રાજા નગ્નજિતને ઉલેખ, નગ્નજિત અને દારુવાહનું એજ્ય અને દારુવાહને કાશ્યપતંત્રમાં નિર્દેશ, ગાન્ધારરાજા નગ્નજિતને અતરેયબ્રાહ્મણમાં અને તેના પુત્ર સ્વજિતને શતપથબ્રાહ્મણમાં નિર્દેશ વગેરે ઉલ્લેખો પરસ્પર મેળવીને વિચાર કરતાં એમ લાગે છે કે મારીચ કાશ્યપ, પુનર્વસુ આત્રેય, ભેલ, નગ્નજિત દારુવાહ અને વાવિદ એ ભેષજયવિદ્યાના આચાર્યો ઐતરેય અને શતપથના કાળથી અર્વાચીન નથી અને થોડાઘણું એકબીજાની આગળપાછળ છે.
સામાન્ય રીતે ઉપર જુદી જ વિચારશ્રેણીથી ચરક અને સુશ્રુતના મૂળ ઉપદેશકને જે સમય નક્કી કર્યો છે તેની સાથે પં. હેમરાજ શર્માને- ઉપલે નિર્ણય અવિરુદ્ધ છે. વળી ૫. હેમરાજ શર્મા કહે છે કે બૌદ્ધ મહાવગ આદિ ગ્રન્થોમાં જેની કથા મળે છે તે છવક અને આ તંત્રના કર્તા વૃદ્ધજીવક ભિન્ન છે, કારણ કે બૌદ્ધ ગ્રન્થમાં એ છવકને, કુમારે પાળીને ઉછેર્યો માટે તેને કુમારભૂત્યસંશા મળી એમ કહેવું છે વળી એ કથામાં છવકને શસ્ત્રકર્મ કરનાર કહેલ છે, ત્યારે આ તંત્રકર્તા છવક કૌમારભૂત્ય (બાલકેના રેગોની ચિકિત્સા )ના વિદ્વાન છે. પણ બૌદ્ધ કથાઓનો સંગ્રહ કરનાર ભિક્ષુઓ આયુર્વેદીય પરિભાષાના જાણકાર ન હોવાથી
૧. કાશ્યપ સંહિતાને ઉદ્દઘાત, ૫. ૧૦૧,