________________
આયુર્વેદની સહિતા
[ ૮૩
કાશ્યપસહિતા અથવા વૃદ્ધજીવતંત્ર
કાશ્યપસ ંહિતા અથવા વૃદ્ધજીવકતત્ર નામના ચરક, સુશ્રુત અને ભેલના કાળના પણ ભેલ કરતાં પણ વધારે ખ ંડિત ગ્રન્થ નેપાળના રાજગુરુ પ`. હેમરાજ શર્માના ગ્રંથસંગ્રહમાં મળી આવ્યેા છે. એ ગ્રન્થની હાથપ્રતને લગતી વીગત એના લાંબા ઉપેદ્ધાતના આરંભમાં આપી છે. એ ગ્રન્થ ઈ. સ. ૧૯૩૮ માં વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાય વડે સંપાદિત થઈ ને ૨૪૦ પૃષ્ઠના ઉપેદ્ઘાત સાથે નિયસાગર પ્રેસમાં છપાઈ ને બહાર પડયો છે. જેમ ચરકસંહિતા તથા ભેલસંહિતા કાયચિકિત્સાપ્રધાન ગ્રંથા છે અને સુશ્રુતસ ંહિતા શક્યત ત્રપ્રધાન છે તેમ આ કાશ્યપસહિતા કૌમારભૃત્યતંત્ર છે,
કાશ્યપસહિતાના કર્તાએની પણ ચરક-સુશ્રુતના કર્તાઓ પેઠે પરંપરા છે. જેમ ચરકસંહિતાના મૂળ ઉપદેશક પુનર્વસુ આત્રેય છે, તેમ આ કાશ્યપસંહિતાના મૂળ ઉપદેશક મારીચ કશ્યપ છે. ચીકના પુત્ર જીવકે કશ્યપે રચેલા એ મેાટા તંત્રના સંક્ષેપ કર્યાં છે. પછી કલિયુગમાં એ તન્ત્ર નષ્ટ થઈ ગયું, પણ એ જીવકના જ વંશના વાસ્યે એને પ્રતિસંસ્કાર કર્યાં.૧ આ રીતે કાશ્યપસ ંહિતા પણ ઉપલબ્ધ ચરક-સુશ્રુત પેઠે પ્રતિસંસ્કૃત છે.
વળી આ ખંડિત સ`હિતામાં જર લખ્યું છે કે વૃદ્ધજીવકતંત્ર નષ્ટ થયેલું૩ એ જોતાં મૂળ ઉપદેશક કાશ્યપના તથા
ઉપાદ્લાત, પૃ. ૨૭-૨૮માં કાશ્યપ
૧. આ કાયપસંહિતાને સંહિતામાંથી ઉતારેલા ક્ષેાકેા,
૨. આ ગ્રન્થની જે એક જ પેથી પ, હેમરાજ શર્માને મળી છે તેમાં ૨૯મા પૃષ્ટથી શરૂ થાય છે અને ૨૬૪મા પૃષ્ઠ સુધી જ પાનાં છે. મતલખ કે આર્ભના દશ-બાર અધ્યાય નથી મળ્યા. છેવટના ખિલ ભાગના ૮૦ અધ્યાયમાંથી ૨૬ અધ્યાયેા જ મળ્યા છે અને વચ્ચે પણ ઘણાં પાનાં, લગભગ ૪૫ જેટલાં, તૂટે છે અને જે પાનાં છે તેમાંયે ઘણી પંક્તિ તૂટે છે. ( જીએ ઉપાદ્ધાત, પૃ. ૨૭ તથા ગ્રન્થના પૃ. ૧ ની .િ ૬) ૭. તત: જયુિને તન્ત્ર નæમેતવ્ય-જીયા । ઉપેાધાત પૂ, ૨૮