________________
આયુર્વેદની સંહિતાઓ અને એવું માનતાં પં. હરિપ્રપન્નજીની અગ્નિવેશ અને ભેલ એક ગુરુના શિષ્ય હોવાની દલીલનું બળ તૂટી જાય છે.
ઈ. સ. પાંચમું શતક આ રીતે આયુર્વેદસંહિતાઓની અર્વાચીન મર્યાદા કરે છે. હરિશ્ચન્દ્રાદિ ટીકાકારોની ટીકાઓ રચાવાની શરૂઆત પાંચમા શતકમાં થઈ છે અને ચરકસુશ્રુત ઉપરથી વૃદ્ધ વાગભટ જેવા સંગ્રહગ્રન્થો રચાવાની શરૂઆત પણ એ જ શતકમાં થઈ છે. એ જોતાં ઈ. સ. પાંચમા શતકમાં ચરક-સુશ્રુતસંહિતાઓ પૂર્ણ હતી એમ જ માનવું યોગ્ય છે. આ દેશના પ્રાચીન સાહિત્યને અર્વાચીન કાળ તરફ ખેંચવાનું જેમનું વલણ ગણાય છે એવા પાશ્ચાત્ય પંડિતે પણ ઉપરની અર્વાચીન મર્યાદા સ્વીકારે છે.' અલબત્ત સંપૂર્ણ ટીકાઓ ૧૧ મા શતકની જ મળે છે, એટલે તે પહેલાના સૈકાઓને પાઠ ચોક્કસ નક્કી કરવાની મુશ્કેલી હોવા છતાં સંપૂર્ણ ગ્રન્થો ઈ. સ. પાંચમા શતકમાં હતા એ ચક્કસ છે.
ચરક-સુશ્રુતના સમય વિશે અહીં સુધી જે વિચાર કર્યો તેથી સ્પષ્ટ દેખાય છે કે એ ગ્રન્થના મૂળ ઉપદેશક ઈસ. પૂર્વે પાંચમા–છઠ્ઠા શતકમાં શતપથાદિ બ્રાહ્મણોના કાળમાં થઈ ગયા અને તે પછી તરતમાં કેઈક ગ્રન્થ રચાયા હશે, કદાચ સુત્રશૈલીમાં ૩ પણ એ કાળનું વૈદિક ભાષામાં કે સૂત્રમાં લખાયેલું કઈ સાહિત્ય જળવાયું નથી અને અત્યારે જે ગ્રન્થ છે તેમાંથી જૂન-નો ભાગ જુદો પાડી શકાય એમ નથી. મૂળ ઉપદેશના સમય
૧, રફ એફ. જી. મુલર કહે છે કે આયુર્વેદિક સંહિતાઓને પ્રથમ રચનાસમય લગભગ ઈ. સ. ની પહેલી સહસ્ત્રાબ્દીના મધ્યમાં મૂકી શકાય. (જુઓ જ, ૨. એ. સ. ૧૯૩૨, પૃ. ૭૮૪ થી ૮૧૪); આ. વિ, પુ. ૧૦, પુ, ૧૪૧.
૨, ડ૯લન જેવા ટીકાકારે પાઠચર્ચા કરી જ છે.
૩. ચરકસંહિતામાં સૂત્રકાર ઋષિઓને ઉલ્લેખ આવે છે. તે આ ગ્રન્થકારાને અનુલક્ષીને હશે.