________________
[ ૮૫
આયુર્વેદની સંહિતાઓ કૌમારભૂત્ય (પાલિ “કુમારભચ્ચ”) સંશા માટે નવી દંતકથા જોડે અને વૈદકને ચમત્કાર દર્શાવવા માટે શસ્ત્રકર્મને ઉલ્લેખ કરે એ સ્વાભાવિક છે. એટલે મારા મતે આ વૃદ્ધ છવક ભગવાન બુદ્ધના સમકાલીન બૌદ્ધ ગ્રન્થક્ત છવક હેય એમાં કાંઈ અસંભવિત નથી.
કૌમારભૂત્યના આચાર્ય તરીકે જીવકને ઉલ્લેખ નાવનીતમાં મળે છે. એ ગમે તેમ છે, કૌમારભૂત્ય–બાલરગચિકિત્સા–ને મૂળ ઉપદેશ અને તેની કાંઈક રચના અગ્નિવેશતંત્રની સમસામયિક હવાને સંભવ સ્વીકાર્યા છતાં આ કાશ્યપસંહિતા તો વાયે પ્રતિસંસ્કત કરેલી છે અને વાસ્થને સમય નક્કી કરવાનું કાંઈ સાધન નથી. માત્ર એક વિચિત્રતા સેંધવા જેવી છે કે વૈદિક સંપ્રદાયના આ ગ્રન્થમાં કાળવિભાગના વર્ણનમાં ઉત્સર્પિણ, અવસર્પિણી જેવા જૈન પરિભાષાના શબ્દો મળે છે અને કૃતયુગના મનુષ્યનાં શરીરાદિને સાત રાત સુધી જ ગર્ભવાસ, અભેદ્ય અને અચ્છિા , હાડકાં વગરનું માથું, જન્મતાં જ સર્વ કર્મ કરવાની શક્તિ વગેરે અદ્ભુત કલ્પના છે. બીજું અવ્યક્તમાંથી અહંકાર વગેરે જે સેળ વિકારનું વર્ણન આ પ્રસ્થમાં છે તે સ્પષ્ટ રીતે સુકૃત પેઠે સાંખ્યકારિકાને અનુસરે છે.૩ ગ્રન્થને સમગ્ર રીતે જોતાં પણ ચરક અને સુશ્રુત પછી તરતમાં આ પ્રતિસંસ્કૃત ગ્રન્થ રચાય હેય એવો સંભવ મને લાગે છે.
ચરક-સુશ્રુત-ભેલનું પીપર્ય પૌવપર્યની બાબતમાં આયુર્વેદવિદ્વાનોના મોટા ભાગને એવો મત છે કે મૂળ અગ્નિવેશતંત્ર સૌશ્રુતતંત્ર કરતાં કાંઈક
૧. ઉપલી બૌદ્ધ થાની રચના પછી દોઢ હજાર વર્ષે રચાયેલા “ભેજપ્રબંધ'માંય ચમત્કાર દર્શાવવા પરીનું શસ્ત્રકર્મ કર્યાની કથા લખી છે.
૨. કાશ્યપ સંહિતા પૃ. ૪૪. ૩. એજન, પૃ. ૪૫.