________________
૮૬ ] .
આયુર્વેદને ઈતિહાસ પ્રાચીન છે. પછી ચરકસંહિતાની રચના, ભાષાશૈલી વગેરેમાં પ્રાચીનતાની છાપ દેખાય છે, જ્યારે સુકૃતની રચનામાં વ્યવસ્થા તરી આવે છે, જે સુશ્રુતનો પ્રતિસંસ્કાર ચરકના પ્રતિસંસ્કાર પછી થયે છે એમ સૂચવે છે. અત્યારની ચરકસંહિતામાં ધન્વન્તરિમતને ઉલ્લેખ મળે છે; જ્યારે સુકૃતમાં ચરકનાં વચનો ઉતારેલાં છે. પ્રતિસંસ્કાર થયા પહેલાં ઘણું વર્ષોથી બેય તંત્ર વિદ્યમાન હોવાથી આ રીતે પ્રતિસંસ્કર્તાઓ દ્વારા પરસ્પર ઉલ્લેખ–ઉદ્ધાર સ્વાભાવિક છે. પં. હરિપ્રપન્નછ ચરકમાં સુશ્રોક્ત સિદ્ધાન્તો સ્વીકારેલા છે, માટે વર્તમાન ચરક સુશ્રતથી અર્વાચીન છે એમ કહે છે અને સુશ્રુતમાં ચરકમાંથી પાઠોને ઉદ્ધાર કર્યો છે એ વાત કબૂલ કરતા નથી. સુકૃતમાંથી ભેલ નામસહિત ઉતારા કરે છે અને અગ્નિવેશ તથા ભેલ એક ગુરુના શિષ્ય છે. માટે પણ સુશ્રતથી ચરક અર્વાચીન છે એવું તેઓ પ્રતિપાદન કરે છે. આથી ઊલટું, મ. ભ. કવિરાજ ગણનાથ સેન ચરકનાં કેટલાંક વચને સુપ્રતમાં સ્પષ્ટ ઉતારેલાં છે એ દર્શાવીને કહે છે સુશ્રુતસંહિતાને પ્રતિસંસ્કાર ચરકના પ્રતિસંસ્કાર પછી થયો છે. મને એ જ વાત સાચી લાગે છે. આયુર્વેદની આ પ્રાચીન સંહિતાઓના પૌવપર્યનો ક્રમ મને નીચે પ્રમાણે દેખાય છે : દહબલના પ્રતિસંસ્કાર અને ઉમેરા વગરની ચરકસંહિતા પ્રથમ સંહિતા, પછી ઉત્તરસ્થાન વગરની સુશ્રુતસંહિતા, પછી ઉત્તરસ્થાન, પછી ભલસંહિતા, પછી નાવનીતક અને છેલ્લા દઢબલ. દઢબલને સમયે લગભગ ઈ. સ. ૪૦૦ની આસપાસ. આ રીતે જોતાં ઉપલબ્ધ ભેલસંહિતા પણ, જોકે એના પ્રતિસંસ્કારને ઉલ્લેખ નથી મળતો છતાં, પ્રતિસંસ્કૃત હેવી જોઈએ
૧. જુઓ ચરક શા. ૬-૧૮ તથા ૮-૨૯; ચિ. ૫-૬૪ વગેર.
૨. “સિયોગસાગરને અંગ્રેજી ઉપદ્યાત, પૃ. ૭૦-૭૧; સંસ્કૃત ઉપોદ્દઘાત, પૃ. ૨૫.
૩. જુઓ “પ્રત્યક્ષશારીરને ઉપદ્દઘાત, પૃ. ૫૧.