________________
આયુર્વેદને ઈતિહાસ એબીરૂની પોતાની પહેલાં સે વર્ષે એક રસાયન વિદ્યાનિપુણ નાગાર્જુન થઈ ગયા હોવાનું કહે છે તે કાં તો કોઈ ત્રીજા નાગાર્જુન વિશે હોય કે એનો સમય જાણવામાં એબીરૂનીની ભૂલ થઈ હોય.
નાગાર્જુનના સમયને નિર્ણય આ રીતે એની અનેકતાથી ગૂંચવાઈ જાય છે. હર્નલ તે માધ્યમકવૃત્તિના કર્તા અને દંતકથા પ્રમાણે કનિષ્કના સમકાલીન નાગાર્જુનને જ પ્રતિસંસ્કર્તા માને છે અને એ રીતે એને ચરકના સમસામયિક ઠરાવે છે. મને તો માધ્યમકવૃત્તિકર્તા દાર્શનિક નાગાર્જુનને માત્ર નામના એક્યથી પ્રતિસંસ્કર્તા માનવા તે પં. હેમરાજ શર્મા પેઠે બેસતું નથી. બૌદ્ધ તેમ જ જૈન મૃતપરંપરામાં સાતવાહનના સમકાલીન નાગાર્જુનને રસશાસ્ત્રના વિદ્વાન માન્યા છે, તો એ પ્રતિસંસ્કૃત હોઈ શકે. હવે શાતવાહન નામ આદ્મવંશના ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું, એટલે કવિરાજ ગણનાથ સેન બુદ્ધજન્મ પછી બસે વર્ષ ઉપર નાગાર્જુનને મૂકે છે તે એની પ્રાચીનતમ મર્યાદા છે; પણ મને તે સુકૃતને પ્રતિસંસ્કારક ઈ. સ. બીજાથી ચોથા શતક વચ્ચે થયો હોય એમ સાંખ્યાદિ દર્શને સાથે સુશ્રતના દાર્શનિક વિચારને સરખાવતાં અને સાંખ્યકારિકામાંથી સુશ્રુતમાં સ્પષ્ટ ઉતારે કરે છે એ જોતાં લાગે છે, પછી એ નાગાર્જુન શાતવાહનના મિત્ર છે કે કઈ બીજા હે.
૧, બરાજતરંગિણી'માં નાગાર્જુનને કનિષ્કના સમકાલીન કહેલ છે. ૨. “સ્ટડીઝ ઇન ધી મેડિસિન ઓફ એક્યૂટ ઈંડિયા, ઉપે, પૃ. ૯.
૩. જુઓ “પ્રબંધચિંતામણિનું મારું ગુજરાતી ભાષાન્તર, પૂ. ૨૫૩થી ૨૫૫ તથા ૨૫૫ પૃષ્ઠની ટિ. ૨૮.
૪. જુઓ “આયુર્વેદનાં દશ નિક તથા સદ્દવૃત્ત સંબંધી પ્રકરણને અભ્યાસ', પૃ. ૫૮, ૧૯,