________________
આયુર્વેદની સંહિતાઓ ગ્રન્થ (દા. ત. હારીતસંહિતા) પ્રાચીન ઋષિઓને નામે ચઢેલા છે. જુદા જુદા સમયે—હજાર દેઢ હજાર વર્ષના ગાળામાં રચાયેલાં પુરાણ વ્યાસને નામે ચઢેલાં છે. એટલે ઉપદેશક કે પ્રખ્યકર્તાના નામ ઉપરથી સમયને નિર્ણય ભારતીય ઇતિહાસમાં અશક્ય છે. ગ્રન્થના વસ્તુનું પૌર્વાપર્ય તપાસીને જ તેના સમયને એતિહાસિક નિર્ણય થઈ શકે એવી સ્થિતિ છે અને આત્રેયના સમયને વિચાર કરતાં જે કહ્યું છે તે જ ધન્વન્તરિના સમયને લાગુ પડે છે. હાલની સુશ્રુતસંહિતામાં શરીર જેવા જે જૂનામાં જૂના અંશે છે તે પણ અથર્વવેદ પછીના છે. વળી, આ ક્ત અસ્થિસંખ્યાની ધન્વન્તરિને ખબર છે, માટે એ આત્રેય પછી અને હર્નલના મત પ્રમાણે શતપથોક્ત અસ્થિગણનાના લેખકને સુશ્રુક્ત અસ્થિગણનાની અમુક માન્યતાઓની ખબર છે એ જોતાં શપથની અર્વાચીન મર્યાદા જે ઈ. સ. પૂર્વે છઠું શતક માનવામાં આવે તો ધન્વન્તરિને સમય એ જ શતકમાં આત્રેયના શિષ્ય અગ્નિવેશની સાથે મૂકવો જોઈએ એમ હર્નલ કહે છે તે ઠીક લાગે છે.
પણ હર્નલની કહેવાની મતલબ એવી નથી કે હાલની સુશ્રુતસંહિતા શતપથકાળની છે. સુપ્રતની સમગ્ર રચના વેદત્તરકાલીન છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે. ખરી રીતે ઉપલબ્ધ ચરકસંહિતા અને સુપ્રતસંહિતા બેય, ઉપર કહ્યું તેમ, પ્રતિસંસ્કૃત છે. પણું એ બેયના મૂળ ઉપદેશક શતપથના સમયમાં થઈ ગયા છે. વૈદિક સાહિત્યમાં જે વૈદ્યક અંશ છે તે આપણે પહેલાં જ છે, અને એમાંથી જ ધીમે ધીમે ચરક-સુશ્રતના વૈદ્યક જ્ઞાનનો વિકાસ થયું છે. એ જોતાં એના મૂળ ઉપદેશકને વૈદિક કાળના છેલ્લા ભાગમાં માનવા એ જ યોગ્ય છે.
૧. જુઓ. “સ્ટડીઝ ઈન ધી મેડિસિન ઓફ એશ્ય ઇડિયા ઉપધાત, પૃ. ૮ અને ૧૦૬ તથા કાશ્યપ સંહિતાનો ઉપદ્ઘાત, પૃ. 9 : .