________________
આયુર્વેદને ઈતિહાસ પછી અને નાવનીતક પહેલાં ઈ. સ. ૩૦૦ની આસપાસમાં રચાયેલ હોય એ મારે મત છે.'
હારીતસંહિતા–પુનર્વસુના શિષ્ય હારીતના નામ ઉપર ચઢેલી એક હારીતસંહિતા છપાઈ છે, પણ આ ગ્રન્થની ભાષા, રચના વગેરે તદ્દન અનાર્થ – પાછળના સંગ્રહગ્રન્થને મળતી આધુનિક છે. વળી ચક્રપાણિ, વિજયરક્ષિત આદિ ટીકાકારોએ હારીતના નામથી ઉતારેલાં વચનો આ હારીતસંહિતામાં નથી. ટૂંકમાં, છપાયેલી હારીતસંહિતાને અનાષ ઠરાવવામાં વિદ્વાનોને એકમત છે. ૩
ધન્વન્તરિ અને સુશ્રુતને સમય ચરકસંહિતાની ચર્ચા દઢબલના સમયનિર્ણય સાથે પૂરી કરી. હવે ઉપર જે સુકૃતની પરંપરા દર્શાવી છે તેના ધન્વન્તરિ આદિ આચાર્યોના સમયને વિચાર કરીએ. સુશ્રુતસંપ્રદાયના મૂળ ઉપદેશક કાશીરાજ ધન્વન્તરિ છે. મ. મ. કવિરાજ ગણનાથ સેન કહે છે કે કુલ પાંચ ધન્વન્તરિનાં નામે મળે છે. તેમાંથી હરિવંશ, મહાભારત, વિષ્ણુપુરાણ, ભાગવત, બ્રહ્માંડ વગેરે પુરાણમાં બે ધન્વન્તરિ વિશે કથા મળે છે. તેમાં સમુદ્રમન્થન વખતે વિષ્ણુને અવતાર થયે તે પહેલા ધન્વન્તરિ, એ વૃત્તાન્ત સત્યયુગને છે.
૧. સુપ્રતના ઉત્તરસ્થાનમાંથી જેલમાં અને જેલમાંથી નાવનીતકમાં ઉતારે કર્યો છે એનું હલે સાબિત કર્યું છે. જુઓ આયુર્વેદવિજ્ઞાન', પૃ. ૭, અં. ૧૦માં નાવનીતક ઉપર મારા લેખ.
૨. હારીતસંહિતા કલકત્તામાં ઈ. સ. ૧૮૮૭ માં તથા જયરામ રઘુનાથ દ્વિારા ગુજરાતી ભાષાન્તર સાથે મુંબઈમાં ઈ. સ. ૧૮૯૨માં છપાયેલ છે.
૩. જુઓ “પ્રત્યક્ષશારીરને તથા “કાશ્યપ સંહિતા ને ઉપદ્દઘાત.
૪. જુઓ ૧૯૩૯માં પ્રકાશિત “ભાનુમતી સહિત સુશ્રત સૂત્રસ્થાન' માં કવિરાજ ગણનાથ સેનને ઉદ્દઘાત.