________________
આયુર્વેદની સહિતા
[ ૭૫
૧
ત્રુટિત છે. એની રચના ચરકસહિતાને મળતી છે, પણુ ચરક પેઠે એના બહુ પ્રતિસંસ્કાર થયા હોય એવું દેખાતું નથી. એ લાકપ્રિય નહાતી એ તે ચરક–સુશ્રુતને છેડીને ભેલાદિ કેમ ભાતા નથી ? ' એમ વાગ્ભટ્ટ કહે છે તેથી દેખાય છે, પણ કદાચ એ જ કારણથી એમાં કેટલાક જૂના અંશ જળવાઈ રહ્યો છે. ખરી રીતે તેા ચરકસંહિતામાંય કેટલોક જૂનેા અંશ છે જ, પણ ભેલસંહિતા ( પૃ. ૮૭, ૮૯ )માં પૃથિવીકાય, અપકાય, વાયુકાય, તેજ:કાય વગેરે શબ્દો આવે છે તે બૌદ્ધ પાલિગ્રન્થ દીધનિકાય ( ૧, પૃ. ૫૫)ના પથવીકાય, આપેાકાય, બ્રહ્મકાય, દેવકાય, વગેરે શબ્દોની યાદ આપે છે.
6
ભેલસંહિતા ત્રુટિત છે તેમ એમાં ચરક સુશ્રુતથી નવું ભાગ્યે જ છે; એટલુંજ નહિ, પણ ચરકસ ંહિતામાં કાયચિકિત્સાવિષયક જે સવિસ્તર માહિતી છે તે ભેલમાં નથી; છતાં મન માથાની અંદર રહે છે અને તે બગડવાથી ઉન્માદ થાય છે' (ચિ. સ્થાન અ. ૮) તેમ જ “ રસ ( એટલે લોહી ) હૃદયમાંથી નીકળી પાછું હૃદયમાં આવે છે” ( સૂ. અ. ૨૧) એ વૈદ્યક સિદ્ધાન્તનાં મહત્ત્વનાં કથા ભેલ જેટલા સ્પષ્ટ રૂપમાં ચરક-સુશ્રુતમાં નથી મળતાં.
r
આ બેલસ'હિતા મૂળ અગ્નિવેશતત્ર સાથે રચાયેલ દુરો અને એમાં જૂના અંશ છે, છતાં આખા ગ્રન્થ તેા સુશ્રુતના ઉત્તરતન્ત્ર
૧. ત્યાં માવાનાત્રેયઃ એ રીતે પ્રત્યેક અધ્યાયના આર્ભમાં વચન છે.
૨. આ બૌદ્ધ પારિભાષિક શબ્દોનું સામ્ય શ્રી ખી, એમ. બરુઆએ શેાધી કાઢયું છે. ( જીએ ઇંડિયન કલ્ચર, જુલાઈ ૧૯૩૬, તથા ‘આયુર્વેદવિજ્ઞાન', પુ. ૨૦, પૃ, ૧૯૫માં તેને અનુવાદ.)
.
૩, જુઓ વૈધ જાદવજી ત્રિ, આચાર્યનુ ૨૮મા નિ, ભા. વૈદ્ય સંમેલનમાં ભાષણ. ‘ આયુર્વેČવિજ્ઞાન', પુ. ૨૨, અ. ૨,