________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૭૩ દઢબલને ઉલ્લેખ કરે છે. મતલબ કે ચરકસંહિતામાં ખૂટતા અધ્યાયે ઉમેરતી વખતે બાકીના ભાગને પણ દઢબલે પાઠશુદ્ધિ કહેવાય એ જે પુનઃસંસ્કાર કર્યો હશે તેને આ ટીકાકારે કાશ્મીર– પાઠ કહે છે. ટૂંકામાં દઢબલનું સ્થાન કાશ્મીરમાં માનવામાં હરકત નથી.
દઢબલના સમય માટે કવિરાજ ગણનાથ સેન આદિ આયુર્વેદ વિદ્વાનને એ મત છે કે ચરકસંહિતાની દઢબલે કરેલી અનુપૂર્તિમાંથી વાભેટે ઉતારા કર્યા છે, માટે દઢબલ વાગભટ પહેલાં થઈ ગયા. વૃદ્ધ વાલ્મટને સમય ચિનાઈ મુસાફર ઇત્સિંગ (ઈ. સ. ૬૭૫ થી ૬૮૫) પહેલાં માનવાને ઇતિહાસવિદેને મત છે. વળી આઠમા શતકમાં “માધવનિદાન’નું અરબીમાં ભાષાન્તર થયું છે અને “માધવનિદાનમાં વૃદ્ધ વાલ્મટમાંથી ઉતારા છે, એ જોતાં વાલ્મટને સાતમા શતકમાં માનવાને હર્બલને મત છે. પણ વરાહમિહિરે કાન્દપિક પ્રકરણમાં આપેલે એક પાઠ છે, જે વાલ્મટમાં મળતો હોવાથી મેં વાડ્મટને વરાહમિહિર પહેલાં એટલે પાંચમા શતકમાં માનેલ છે. ૩ અને જેકે હર્નલ જેવો વિદ્વાન અષ્ટાંગસંગ્રહકાર અને અષ્ટાંગહૃદયકારને ભિન્ન માને છે તથા દઢબલને અષ્ટાંગસંગ્રહકાર અને નિદાનકાર માધવ પછી અને અષ્ટાંગહૃદયકારની પૂર્વે એટલે ઈસ. આઠમા શતકમાં મૂકે
૧. જુઓ “પ્રત્યક્ષશારીર'નો ઉપદ્યાત.
૨. જુઓ 'સ્ટડીઝ ઇન ધી મેડિસિન એફ એયંટ ઇડિયા’ ઉઘાત, : પૃ. ૧૦ થી ૧૨ તથા “આયુર્વેદવિજ્ઞાન”પુ. ૮, અં. રમાં “ચરકસંહિતામાં દઢબલને હાથ” નામને મારા લેખ.
૩. “આયુર્વેદવિજ્ઞાન”, પુ. ૩, પૃ. ૩૫૮-૫૯,
૪. અષ્ટાંગસંગ્રહ અને અષ્ટાંગહૃદય બેયના કર્તા એક જ કે ભિન્ન એની ચર્ચા વાડ્મટના પ્રકરણમાં આગળ આવશે એટલે અહીં નથી કરી.