________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૭૧ તેમ અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તા તે મહાભાષ્યકાર પતંજલિ નહિ . પણ કોઈ ચરક નામના વૈદ્ય એવો મારો પણ મત છે.
બીજી તરફથી ફેંચ પંડિત પ્રોફેસર સી લેવીએ ચિનાઈ સાહિત્યમાંથી શોધી કાઢયું છે કે પ્રખ્યાત બૌદ્ધ રાજા કનિષ્કના વિશ્વાસપાત્ર વૈદ્યનું નામ ચરક હતું. અને જેકે કનિષ્કને સમય હજી તદ્દન ચેકસ નથી થયો, પણ ઈ. સ. ના પહેલા કે બહુ તે બીજા શતકમાં કનિષ્ક થઈ ગયા એ નિર્વિવાદ છે.
હવે જે કનિષ્કના સમકાલીન ચરક એ જ અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તા હોય તો તે એને સમય ઈ. સ. ૧૦૦ ની આસપાસમાં માનવો જોઈએ. અને જેકે પુરાવિદ કીથ તથા રાજગુરુ હેમરાજ શર્મા કહે છે તેમ કનિષ્કના સમકાલીન ચરકને જ પ્રતિસંસ્કર્તા ચરક માનવા માટે ચેખ પુરા કઈ નથી અને એકલા નામ ઉપર કાંઈ વિશ્વાસ ન મુકાય, છતાં વૈદ્યરાજ જાદવજી ત્રિ. આચાર્ય કહે છે તેમ જ્યાંસુધી બીજા ચરકનો પત્તો ન લાગે ત્યાંસુધી કનિષ્કના રાજવૈદ્યને પ્રતિસંસ્કર્તા માનવામાં કાંઈ વધે નથી.૪ અને બીજી રીતે ચરકસંહિતામાં મળી આવતા દાર્શનિક વિચારેને વૈશેષિકાદિ દર્શને સાથે સરખાવી જોતાં અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તાને સમય ઈ. સ. ૧૦૦ની આસપાસમાં
1. Indian Antiquary, Vol. XXXII, p. 381-89. ૨. મ. મ. ગૌ. ઝાકૃત “રાજપૂતાને કા ઇતિહાસ', ખ , પૃ. ૧૧૧
૩. History of Sanskrit Literature, p. 406 તથા કાશ્યપસંહિતાને ઉપદ્યાત, પૃ. ૯૬.
૪. સટીક ચરકસંહિતાની નિ. સા. પ્ર. વાળી ૧૯૩૫ ની આવૃત્તિને ઉપોદ્ધાત.