________________
૭૦ ]
આયુર્વેદનો ઈતિહાસ પાણિના વખતથી પતંજલિ એ જ ચરક અને તે શેષનો અવતાર એવી માન્યતા પ્રચારમાં આવી છે અને લકે એ વાત શ્રદ્ધાથી માનતા આવ્યા છે; જેકે મહાભાષ્યના ભર્તુહરિ, કેટ, વામન,
જ્યાદિત્ય વગેરે ટીકાકારે મહાભાષ્યકાર પતંજલિની એમસૂત્રકાર પતંજલિ સાથે કે ચરક સાથે એકતા માનતા હોય એવો ઉલ્લેખ એમની ટીકાઓમાં કયાંય મળતો નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે વ્યાકરણમહાભાષ્યકાર પતંજલિને સમય ઈ. સ. પૂર્વે ૧૫૦ની આસપાસ નિશ્ચિત થઈ ચૂક્યો છે. માટે એ જ ચરક હોય તો એને સમય નકકી જ છે. પણ વેગસૂત્રકાર પતંજલિ અને વ્યાકરણ મહાભાષ્યકાર. પતંજલિ પણ એક નથી, કારણ કે યોગસૂત્રમાં વ્યાકરણ મહાભાષ્યકાર પછી કેટલેક વખતે પ્રચારમાં આવેલા બૌદ્ધ શૂન્યવાદવું તથા વિજ્ઞાનવાદનું ખંડન છે; માટે યોગસૂત્રકારને છેક ઈ. સ. ચોથા શતક પછી ઘણા પાશ્ચાત્ય તવિદ મૂકે છે. ૧
બીજી તરફથી ચરક એ જ મહાભાષ્યકાર પતંજલિ એવું માનવા માટે પણ કશે પ્રબલ પુરા નથી. પહેલું તે જે દઢબેલે અગ્નિવેશતંત્રને ચરકપ્રતિસંસ્કૃત કહ્યું છે તેણે પ્રતિસંસ્કર્તાનું નામ પતંજલિ નહિ પણ ચરક લખ્યું છે. વળી, ભટ્ટાર હરિશ્ચન્દ્ર જેવા ચરકના જૂના ટીકાકારે તથા વાગભટ જેવા જૂના વૈદ્યક ગ્રન્થકર્તાએ પતંજલિનું નહિ પણ ચરકનું નામ લખ્યું છે. અને એ બધા ઉપરથી વિદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્ય કહે છે?
. ?. mail Journal of the A. O. S. Vol. XXXTHİ 4151"att આપણાં દર્શનના સમય વિશે લેખ, તથા સભાષ્ય યોગસૂત્રના વુડના હા. એ. સિ. માં છપાયેલ ભાષાન્તરને ઉપદુધાત.
૨, સટીક ચરકસંહિતાની ૧૯૩૫ની નિ. સા. .ની આવૃત્તિને ઉપઘાત. .