________________
૧૮]
આયુર્વેદનો ઈતિહાસ ચન્દ્રભાગા (બિયાસ) નદીતટવાસી એવો કદાચ હય, પણ એ જ ગ્રન્થમાં અન્યત્ર હિમાલયની તળેટીમાં ( સૂ. અ. ૧ ), બીજે
સ્થળે રમણીય ચિત્રરથ વનમાં ( સૂ. અ. ૨૬ ) અને ત્રીજે સ્થળે પંચાલ દેશની કાંપિલ્ય રાજધાનીમાં (વિ. અ. ૩) પુનર્વસુ આત્રેયે ઉપદેશ કરતાં વિહાર કર્યો હોવાનું કહેલું છે; અને ભેલના ઉપર ઉતારેલા વચનમાં ગાન્ધાર દેશના રાજાના ગુરુ હોવાને ઉલ્લેખ છે, જે બૌદ્ધ પરંપરાને ટેકો આપે છે.
અગ્નિવેશતંત્ર-પુનર્વસુ આત્રેયને ઉપદેશ સાંભળી અગ્નિવેશ, ભેલ, જકર્ણ, પરાશર, હારીત અને ક્ષારપાણિ એ છ શિષ્યોએ જુદાં જુદાં તંત્રો રચ્યાં એમ ચરક ( સૂ. અ. ૧)માં કહ્યું છે, પણ હાલમાં તો અગ્નિવેશતંત્રની ચરકપ્રતિસંત આવૃત્તિ, જે ચરકસંહિતા નામથી પ્રખ્યાત છે તે જ મળે છે, પણ જૂના વખતમાં ચરકસંહિતાથી ભિન્ન પણ અગ્નિવેશતંત્ર પ્રચલિત હતું એમ ચક્રપાણિ, વિજયરક્ષિત, શ્રીકંઠ વગેરે ટીકાકારેના ઉલ્લેખ ઉપરથી જણાય છે. આ ટીકાકારોએ અગ્નિવેશના નામથી ઉદ્ધત કરેલા શ્લેકે હાલની ચરકસંહિતામાં નથી એ ઉપરથી ૧૧ મા ૧૨ મા શતકમાં અગ્નિવેશતંત્ર ત્રુટિત કે સમગ્ર વિદ્યમાન હોવાનો સંભવ કવિરાજ ગણનાથ સેન માને છે. અંજનનિદાનર નામના નાના ગ્રન્થના કત અગ્નિવેશ તો આ તત્રકારથી ભિન્ન અને અતિ અર્વાચીન જણાય છે. એણે સુશ્રુતમથી, કદાચ માધવમાંથી પણ, ઉતારો કર્યો છે. વળી ચક્રપાણિ, વિજયરક્ષિત વગેરે પ્રાચીન ટીકાકાર અંજનનિદાનથી અજાણ્યા છે અને એની ભાષા, રચના વગેરે અનાર્ષ–તદ્દન અર્વાચીન ઢબનાં છે.
| ચરકન સમય - વરરાજુ એ રીતે પાણિનીય સત્રમાં ચરકને નિર્દેશ છે; એ ઉપરથી કેટલાક અગ્નિવેશતંત્રના પ્રતિસંસ્કર્તાને
૧. જુઓ “પ્રત્યક્ષશારીર”નો ઉપદ્યાત. ૨. આ ગ્રંથ ભાષાટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાઈ ગયા છે.