________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૬૯ પાણિનિને પૂર્વકાલીન ઠરાવે છે, પણ એમાં કાંઈ અર્થ નથી. આ પાણિનીય સૂત્રમાં યજુર્વેદની કઠ અને ચરક નામની બે શાખાઓના પ્રવર્તક ઋષિઓનો ઉલ્લેખ છે. યજુર્વેદની ચરક, કઠ વગેરે શાખાઓ પ્રસિદ્ધ છે ( જુઓ ચરણબૂહ). બીજો મત એવો છે કે યોગસૂત્રકાર તથા વ્યાકરણમહાભાષ્યકાર પતંજલિ તે જ ચરક. જોકે વ્યાકરણના મહાભાષ્યમાં કે પાતંજલસૂત્રમાં અથવા એના વ્યાસભાગમાં કઈ સ્થળે પતંજલિ અને ચરકની એકતાનું પ્રતિપાદક કોઈ વચન નથી મળતું, પણ ચરકના ટીકાકાર ચક્રપાણિદત્ત ટીકાના આરંભમાં નીચે પ્રમાણે નમસ્કાર કરે છે :
पातञ्जलमहाभाष्यचरकप्रतिसंस्कृतैः।
मनोवाकायदोषाणां हर्बेऽहिपतये नमः ॥
પાતંજલસૂત્રવૃત્તિના કર્તા ભેજ તથા ગવાર્તિકના કર્તા વિજ્ઞાનભિક્ષુ પણ પતંજલિને જ ચરક માને છે. આ મતને અનુસરી મંજૂષામાં આHલક્ષણ દર્શાવતાં નાગેશભટ્ટ રતિ વર પતંગદિ: એમ કહે છે; અને ભાવમિશ્ર અહિપતિ–શેષ શી રીતે મુનિના પુત્ર થયા તથા ચરક કહેવાય એ વિશે લંબાણથી દંતકથા કહે છે (જુઓ ભાવપ્રકાશ, અ. ૧). કવિરાજ ગણનાથ સેન તો કેટલાંક પાતંજલ સૂત્રો સાથે કેટલાંક ચરકવચનનું સામ્ય જુએ છે તથા ચરકે યોગને મોક્ષસાધન કહ્યો છે તથા તેની ગણનામાં સાંખ્ય મતને અનુવાદ કર્યો છે એને પણ એની એક્તા પુરવાર કરવા માટે પ્રમાણ તરીકે આગળ ધરે છે, પણ એ તો ખોટું છે. સાંખ્યયોગની એ સમયના–મહાભારત સમયના સમગ્ર સાહિત્ય ઉપર પ્રબળ અસર દેખાય છે, પણ એટલા જ ઉપરથી સાંખ્યશાસ્ત્રકારે બધાં શાસ્ત્રો રહ્યાં છે એમ ન કહેવાય. ચરકમાં તો વૈશેષિક અને ન્યાયદર્શનની પણ વાતો છે. એ ગમે તેમ હય, પણ ભેજ, ચક્ર
૧. જુઓ માર “ આયુર્વેદનાં દાર્શનિક તથા સત્ત સંબંધી પ્રકરણોને અભ્યાસ.”