________________
૪ ]
આયુર્વેદના ઇતિહાસ
છે,? પણ મેં અન્યત્ર વૃદ્ધ વાગ્ભટના અષ્ટીંગસ ંગ્રહના અમુક પાઠાને દઢબલના પાઠો સાથે સવિસ્તર સરખાવીને સાબિત કર્યુ છે કે દૃઢખલ અષ્ટાંગસ ંગ્રહકારની પહેલાં થઈ ગયા છે.૨ આ રીતે દૃઢખલના સમય પાંચમા શતક પહેલાં ઠરે છે. કવિરાજ ગણનાથ સેન ત્રીજા શતકમાં દૃઢબલને મૂકે છે, ૩ પણ નાવનીતકમાં દૃઢખલની અનુપૂર્તિ માંથી ઉતારા મળતા નથી, એ જોતાં દૃાખલના સમય ઈ. સ. ૪૦૦ની આસપાસમાં માનવા જોઈ એ એવા મારા
મત છે.
બેલસ હિતા—પુનર્વસુ આત્રેયના અગ્નિવેશાદિ છએ શિષ્યોએ ભિન્નભિન્ન તંત્રો રચ્યાં હતાં એમ ચરકસંહિતા ( મૂ. અ. ૧)માં લખ્યું છે, પણ તેમાં, ઉપર જોયું તેમ, એક અગ્નિવેશત ત્ર પ્રતિસ ંસ્કૃત રૂપમાં પણ સંપૂર્ણ મળે છે અને બાકીનાં સર્વાં નષ્ટ થઈ ગયાં છે એમ પહેલાં મનાતું હતું. પણ હલે તાંજોરના રાજકીય પુસ્તકાલયની હાથપ્રતાની નોંધ કરતાં એક ભેલસંહિતાની નોંધ કરી હતી.૪ બેસહિતાની એ હાથપ્રત ઈ. સ. ૧૬૫૦માં તેલગુલિપિમાં લખાયેલી છે. આ એક જ હાથપ્રત ઉપરથી કલકત્તા યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૨૧ માં એ ભેક્ષસંહિતા છપાવી નાખી છે. આ ગ્રન્થ
૧. સ્ટડીઝ ઇન ધી મેડિસિન આફ એન્ગ્યુ ઇંડિયા', ઉપેદ્ઘાત, પૃ. ૧૧ થી ૧૬,
૨. ‘ આયુર્વેદવિજ્ઞાન’, પુ. ૮, અં. ૨ માં “ ચરકસંહિતામાં દૃઢબલને હાથ' નામના મારા લેખ, પૃ. ૪૬, તથા ‘આયુર્વેદવિજ્ઞાન’, પુ, ૭, અ ૧૦ માં નાવનીતક ઉપર મારા લેખ.
૩. પ્રત્યક્ષશારીરને ઉપાદ્ઘાત, પૃ. ૫૧ થી ૫૩,
૪. એ પછી પૂર્વ તુસ્તાનમાંથી ભેલસહિતાની ઈ, સ, નવમા શતકની હાથપ્રતના એક કટકા હાથ લાગ્યા છે, જેને છપાયેલી પ્રત સાથે સરખાવતાં પાડફેર જોવામાં આવે છે,