________________
આયુર્વેદની સંહિતાઓ
[૬૧ નથી. એમાં આયુર્વેદનાં આઠે અંગેનું વિવરણ છે. બીજું, ગ્રન્થના આરંભમાં અનુક્રમણિકા આપી છે. તેમાં “પાંચ સ્થાનમાં ૧૨૦ અધ્યાય છે એમ પહેલાં કહ્યું છે. તેમાં સત્રસ્થાનના અધ્યાય ૪૬, નિદાનના ૧૬, શારીરના ૧૦, ચિકિત્સિતના ૪૦, કપના ૮, એથી આગળ ૬૬.” “આ રીતે ૧૨૦ અધ્યાયે થયા અને એથી આગળ પોતાના નામથી જ પ્રખ્યાત ઉત્તરતંત્ર છે.” (સૂ. અ. ૩.). આ શબ્દ જરા વિચિત્ર છે, પણ પહેલા અધ્યાયમાં એથીયે વધારે વિચિત્ર વચન છે. શરૂઆતમાં આયુર્વેદનું સામાન્ય સ્વરૂપ કહી એક શ્લોકમાં કહ્યું છે કે “આ ટૂંકામાં ચિકિત્સાનું બીજ કહ્યું છે. ૧૨૦ અધ્યાયમાં હવે એનું વિવેચન થશે.૧” આ વચન સ્પષ્ટ છે. એનો અર્થ એટલો જ થાય કે સુશ્રુતમાં ૧૨૦ અધ્યાય હોવા જોઈએ. પછી તરત જ ગદ્યમાં આ લોકને અનુવાદ કરતાં કહે છે કે “તેમાં ૧૨૦ અધ્યાયે પાંચ સ્થાનમાં, તેમાં પણ સૂત્ર, નિદાન, શારીર, ચિકિત્સિત અને કલપસ્થાનમાં અર્થને અનુસરી વહેંચી નાખી બાકીના વિષયો ઉત્તરતંત્રમાં કહીશું.” આ વચનનો જ ત્રીજા અધ્યાયમાં અનુવાદ કર્યો છે. આ વચન ઉપર વિચાર કરતાં સ્પષ્ટ દેખાય છે કે પહેલાં પાંચ સ્થાનમાં વહેંચાયેલું ૧૨૦ અધ્યાયનું સૌશ્રુતતંત્ર હતું અને પાછળથી તેમાં ઉત્તરતંત્ર ૬૬ અષાનું ઉમેરાયું. ઉત્તરતંત્રને વિષય બીજા ગ્રન્થમાંથી લીધે છે એમ ઉત્તરતંત્રના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે : “૧૨૦ અધ્યાયમાં મેં જે વારંવાર કહ્યું હતું કે આ વાત ઉત્તરતંત્રમાં વિસ્તારથી કહીશ તે ઉત્તમ ઉતરતંત્ર હવે કહું છું. જેમાં વિદેહરાજાએ કહેલા શાલાક્યતંત્રમાં વર્ણવેલા બધા રંગે તથા (બીજાઓએ વિસ્તારથી જોયેલા) બાળવ્યાધિઓ તથા પરમઋષિઓએ કાયચિકિત્સાનાં છ તંત્રોમાં કહેલા ઉપસર્ગાદિ તથા આગન્તુક રોગે આ ઉત્તરતંત્રમાં કહ્યા છે.”
આ વચનથી કપષ્ટ સમજાય છે કે અગ્નિવેશ, ભેલ વગેરેનાં છ તંત્રો પ્રસિદ્ધ થયા પછી એમાંથી તથા વિદેહ વગેરેનાં તંત્રોમાંથી