________________
આયુર્વેદની સંહિતાઓ
[ ૫૯
છે, પણ તેમાં પ્રમુખ તે પુનર્વસુ આત્રેય જ હોય છે. બધી રીતે ચરકને જોતાં ભગવાન પુનર્વસુ આત્રેય આ ગ્રંથના મૂળ ઉપદેશક છે એમ સહેલાઈથી સમજી શકાય છે, પણ આખે ગ્રંથ આદિથી અંત સુધી પુનર્વસુ આત્રેયને નથી. અગ્નિવેશ વગેરેના વચને છોડી દઈએ તો પણ કેટલોક ભાગ આત્રેયનો નથી, કારણ કે ચરકમાં જ પ્રત્યેક સ્થાનના તથા અધ્યાયના અન્તમાં કિનારે તન્ને વરપ્રતિરે એવા શબ્દો છે.
મતલબ કે અગ્નિવેશે જે તત્ર રચેલું તેને ચરકે પ્રતિસંસ્કાર કરતાં જે ગ્રન્થ થયો તે આ ચરકસંહિતા. પણ અહીં પ્રતિસંસ્કાર એટલે શું એ સમજી લેવાની જરૂર છે. ચરકમાં જ દઢબલે કહ્યું છે કે –
विस्तारयति लेशोक्तं संक्षिपत्यतिविस्तरम् । संस्कर्ता कुरुते तन्त्रं पुराणं च पुनर्नवम् ॥
(ચરકસંહિતા, સિ. સ્થાન, અ. ૧૨, શ્લે. ૭૬) ટૂંકમાં કહેલું હોય તેને વિસ્તાર કરે અને અતિવિસ્તાર હોય ત્યાં સંક્ષેપ કરે, ટૂંકામાં પ્રતિસંસ્કર્તા જૂના તંત્રને ફરી નવું કરે છે.
આ શબ્દો બહુ સ્પષ્ટ છે. ટૂંકમાં કહેલને વિસ્તાર કરતાં જૂનાં વાક્યો રાખીને નવાં ઉમેર્યા હોવાને જ અર્થ થઈ શકે નહિ. તેમ સંક્ષેપ કરતાં પણ માત્ર વાક્યો કાઢી નાખવાથી ચાલે નહિ. સંબંધ મેળવવા માટે બધી રચના નવી જ કરવી પડે અને તેથી જૂનું તંત્ર, દઢબલ કહે છે તેમ, નવું જ થાય. આ વિચારસરણીથી જોઈએ તે અત્યારે મળે છે તે ચરકસંહિતા જ છે. અગ્નિવેશત એમાંથી કેટલો ભાગ હતું તે નક્કી થવું અશક્ય છે.
પણ ચરકસંહિતાને ઇતિહાસ આટલેથી અટકતો ન અગ્નિવેશતંત્રનો પ્રતિસંસ્કાર ચરકે કર્યો છે એમ કહેનાર દૃઢબલ પોતાના સ્પષ્ટ ઉમેરીને નિર્દેશ નીચેના શબ્દોમાં કર્યો છે –