________________
પર ]
આયુર્વેદને ઈતિહાસ અંગે કર્યા, જે બ્રહ્મા પાસેથી પ્રજાપતિ ભણ્યા; એમની પાસેથી અશ્વિદેવો, અશ્વિ પાસેથી ઇન્દ્ર અને ઈન્દ્ર પાસેથી હું આયુર્વેદ ભણ્યો છું એમ ભગવાન કાશીરાજ દિવોદાસ ધન્વન્તરિ પોતાના ઓપધેનવ વગેરે સાત શિષ્યોને કહે છે, અને આ રિપે સુશ્રતને અગ્રેસર કરીને સાંભળે છે.” (gધુત . મ. ૧)
* ચરક અને સુકૃતમાં કહેલી આ પરંપરા બીજી વિદ્યાઓની પરંપરાને મળતી આવે છે. “વિદ્યાઓ માત્ર પરમપુરુષનું નિશ્વસિત છે,” “ઈશ્વરે જ સૃષ્ટિની પેઠે વિદ્યાઓને ઉત્પન્ન કરી છે”—એ વૈદિક માન્યતાને આ કથાઓમાં અનુવાદ છે. અર્થાત સ્વયંભૂ, પ્રજાપતિ, અશ્વિ, ઇન્દ્ર વગેરે દેવને અતિહાસિક વિચારમાં ગણવાની જરૂર નથી. પણ ભારદ્વાજ ઋષિની વાત જુદી છે. આયુર્વેદિક સાહિત્યમાં જેકે ભરદ્વાજની વિશેષ વાત નથી, પણ એ વૈદિક ઋષિ છે. અથર્વવેદના દશમા કાંડના એક સૂક્તના એ ઋષિ છે. આ એક સૂક્તમાં ઉપર આવી ગયેલું હાડકાંઓનું વર્ણન છે. અથર્વવેદમાં પણ આ કાંડ પ્રાચીનતર ( ૮ થી ૧૨ ) વિભાગમાં છે; એટલે વેદાંતર્ગત આયુર્વેદના પ્રતિનિધિ તરીકે ભરદ્વાજને માનીએ તો ભરદ્વાજ ઈન્દ્ર પાસે શીખ્યા અને ઋષિઓ ભરધાજ પાસેથી શીખ્યા એ કથા ઠીક બેસી જાય છે. વૈદિક વૈદ્યક પુનર્વસુ આત્રેય, ધન્વન્તરિ વગેરેને વારસામાં મળ્યું છે એ ઐતિહાસિક હકીકતને આ પરંપરાથા ટેકે આપે છે.
પુનર્વસુ આય–પુનર્વસુ આત્રેય વિશે જરા વિસ્તારથી વિચાર કરવો પડશે. આખા ચરકમાં સ્થળે સ્થળે અને પ્રત્યેક અધ્યાયના આરંભમાં “ભગવાન આત્રેય કહે છે. એ રીતે ઉલ્લેખ છે. અનેક સ્થળે અગ્નિવેશ પૂછે છે અને પુનર્વસુ આત્રેય ઉત્તર આપે છે એ રીતે સંવાદયોજના છે. સંવાદશિલીને ઉપનિષદોમાં ઘણો ઉપયોગ થયો છે. ત્રણેક સ્થળે સભાની પેઠે અનેક ઋષિઓની ચર્ચા