________________
આયુર્વેદની સંહિતાઓ
नागराद्यमिदं चूर्ण कृष्णात्रेयेण पूजितम् । એ મૂળ ચરકના વચન ઉપર વૃન્દમાં ટીકા કરતાં ત્રેયઃ પુનઃ એમ કહે છે. આ બધું જોતાં કૃષ્ણત્રય અને પુનર્વસુ આત્રેય એક જ; પણ એથી ભિન્ન એક શાલાક્યતંત્રકાર કૃષ્ણાત્રેય થઈ ગયા હતા એમ માનવું યોગ્ય છે.
ભિક્ષુ આત્રેય–બૌદ્ધ જાતકોમાં એવી કથા છે કે ભગવાન બુદ્ધના સમયમાં આર્યાવર્તમાં બે મોટાં વિદ્યાલયો હતાં : (૧) પૂર્વમાં કાશી, અને (૨) પશ્ચિમમાં તક્ષશિલા. આ બન્ને વિદ્યાલયોમાં બધી વિદ્યાઓ (ારાવાનિ-વૈશિવન) શીખવવામાં આવતી. એ વખતે તક્ષશિલા વિદ્યાસ્થાન તરીકે બહુ પ્રખ્યાત હતું. તક્ષશિલાના વિદ્યાલયમાં ભગવાન બુદ્ધના સમયમાં કે તે પહેલાં તરતના સમયમાં વૈદ્યકવિદ્યાના મુખ્ય અધ્યાપક આત્રેય હતા. ત્રિપિટકમાં જેને ઉલેખ મળે છે એવા બુદ્ધના સમકાલીન રાજા પ્રદ્યોતના, રાજા બિંબિસારના તથા ભગવાન બુદ્ધના ચિકિત્સક જીવન કુમારભૃત્ય તક્ષશિલામાં આત્રેય પાસે જ વૈદ્યક શીખ્યા હતા એમ પણ બૌદ્ધ સાહિત્યમાંથી મળે છે. આ છવકના ગુરુ આય તે જ ચરકસંહિતાના મૂળ વક્તા પુનર્વસુ આય એમ હર્નલને મત છે. આ મત બરાબર હોય તે ઈ. સ. પૂર્વે ૬૦૦ની આસપાસમાં આત્રેય થઈ ગયા હોવા જોઈએ. પણ અન્ય વિદ્વાને તક્ષશિલાના આત્રેયને ભિક્ષુ આત્રેય કહે છે અને પુનર્વસુ આયથી ભિક્ષુ આત્રેય જુદા તથા અર્વાચીન છે એમ કરાવે છે. આ વિદ્વાને પુનર્વસુ આત્રેયને બુદ્ધ પહેલાં ઘણું વખત ઉપર મૂકે છે, પણ ચરકસંહિતામાં પુનર્વસુ આત્રેય સાથે ચર્ચા કરનાર તરીકે પારીક્ષિ મૌલ્ય વગેરે સાથે ભિક્ષુ આત્રેયનું પણ નામ છે. ( જુઓ રાજ ૪. . ૨૫, વન:પુરૂષીય અધ્યાય). ચરકના પહેલા અધ્યાયમાં વૈદક
1, og vil Rockbill's Life of Buddha, pp. 65-66.