________________
આર્યુવેદની સંહિતાઓ
[ $3
સહિતા અત્યારે અત્યંત ખંડિતરૂપમાં મળે છે. મતલબ કે ધન્વન્તરિના ઉપદેશના સંગ્રહ થઈ તે ઔષધેનવ, ઔરભ, પોકલાવત વગેરેની પેઠે સૌશ્રુતતંત્ર પણ પહેલાં રચાયેલું. એ જ વૃસુશ્રુત. પછી ઔપચેનવાદિ તંત્રો તદ્દન લુપ્ત થઈ ગયાં, જ્યારે સૌમ્રુતતત્રના ખંડિત ગ્રંથના પ્રતિસંસ્કાર થઈ તે સુશ્રુતસંહિતા થઈ. આ પ્રમાણે સુશ્રુતને પ્રતિસ ંસ્કાર વારંવાર થયા છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. સુશ્રુતમાં પેાતામાં જોકે આ પ્રતિસંસ્કારને સ્પષ્ટ નિર્દેશ નથી, પણ ઉપર દર્શાવ્યું છે તેમ ઉત્તરતંત્રના આરંભનાં વચનેામાં પ્રતિસંસ્કારનું સૂચન છે અને જૂના ટીકાકારા એ વાત સ્વીકારે છે. ડલ્સન તા સ્પષ્ટ કહે છે કે આમાં પ્રતિસ સ્કર્તા નાગાર્જુન જ છે. આ શબ્દોમાંથી સુશ્રુતના પ્રતિસ’સ્કર્તા તરીકે ખીજાં નામેા પણ ખેાલાતાં હશે એવા ધ્વનિ નીકળે છે, એમ અણુનાથ સેન કહે છે.
એ પછી પણ સુશ્રુતના પ્રતિસંસ્કાર થયા છે. હર્નલે તેા વૃદ્ધ વાગ્ભટે પણ સુશ્રુતને પ્રતિસસ્કાર કર્યાં છે એવું માન્યું છે. વળી, જેજ્જટ અને ચન્દ્રટે પણ સુશ્રુતનેા પ્રતિસંસ્કાર કર્યાં છે એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. ૩
૧. જીએ ‘ પ્રત્યક્ષરાારીર ' ના ઉપાધ્ધાત તથા ભાનુમતીસહિત સુશ્રુત સૂત્રસ્થાનના ઉપેદ્ઘાત, પૃ. ૫ તથા ૭.
૨. જુએ ‘સ્ટડીઝ ઇન ધી મેડિસન આફ્ એન્થટ ઇંડિયા,' પૃ. ૧૦૧, ૩, આ કથન માટે આધાર ચન્દ્રેટનું નીચેનું વચન છેઃ
सौश्रुते चन्द्रटेनेह भिषक्तीसटसूनुना ।
पाठशुद्धिः कृता तन्त्रे टीकामालोक्य जैज्जटीम् ॥
આ વચનને। અ` પાઠસશાધન કર્યુ. છે' એટલા જ થાય, વિલુપ્ત ગ્રન્થના આપૂર્ણ અને વિસ્તારના ત્યાગરૂપ પ્રતિસંસ્કાર કર્યો છે એવા ન થાય એમ શ્રી નવજી આચાય કહે છે, (જીએ ભાનુમતી સાથે સુ, સૂ. ના ઉપેાહ્યાત પુ. ૬, ટિ, ૨ )