________________
૬૨ ]
આયુર્વેદને ઈતિહાસ શાલાક્યને તેમ જ પાર્વતક, છવક વગેરેમાંથી બાળરોગને વિષય લઈ એ બધાના સંગ્રહરૂ૫ ઉત્તરતંત્ર કેઈએ રચેલું છે. અર્થાત મૂળ પાંચ સ્થાન પૂરાં થયા પછી ઘણે વખતે છઠું સ્થાન રચાયું હશે. પાંચમા સ્થાનને અત પણ એવી રીતને છે કે જાણે ત્યાં જ ગ્રન્થની સમાપ્તિ થતી હેય. હવે આ ઉત્તરતંત્ર ઉમેરનારે માત્ર ઉત્તરતંત્ર જ ઉમેર્યું છે કે બાકીના પાંચસ્થાનમાં પણ સુધારવધારો કર્યો છે? આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ છે. સ્થળે સ્થળે ઉત્તરતંત્રમાં આ વિષય કહીશું એટલું તે ઉમેયુ જ છે. એટલે ઉત્તરતંત્ર સાથે ખાસ વિરોધ ન આવે એવો ફેરફાર પણ કર્યો હશે જ. પણ આ ઉત્તરતંત્ર કોણે ઉમેર્યું અને તે પહેલાં સુશ્રુતતંત્રને કોઈએ પ્રતિસંસ્કાર કર્યો હતો કે નહિ? વિજયરક્ષિત વગેરે ટીકાકારે વૃદ્ધસુકૃતના નામથી કેટલાક પાઠોને ઉદ્ધાર કરે છે અને આ પાઠ હાલની સુશ્રુતસંહિતામાં મળતા નથી. માટે હાલની સુશ્રુતસંહિતાના મૂળરૂપ વૃદ્ધસુકૃત અથવા વૃદ્ધસૌશ્રતંત્ર નામને શલ્યતંત્રને ગ્રંથ પહેલાં હતું એમ કવિરાજ ગણનાથ સેનને મત છે.
આ વૃદ્ધસુકૃત કે આદ્યસુશ્રુત સંહિતાને મોટો ભાગ ઘર બળી જવા જેવો હેઈ લુપ્ત કે ખંડિત થઈ ગયું હશે. અનેક ગ્રન્થ લુપ્ત થઈ ગયાના પુરાવા છે તેમ જ ભૂલકાશ્મય જેવી
१. बीजं चिकित्सितस्यैतत्समासेन प्रकीर्तितम् ।
सविंशमध्यायशतमस्य व्याख्या भविष्यति ॥ सु. सू. अ. १ ૨. વૃદ્ધસુકૃત અને સુશ્રત, વૃદ્ધાશ્મટ અને લધુવાગ્લટ એ રીતે જૂના કાળથી નામે પ્રચલિત છે. અહીં વૃદ્ધને અર્થ શું કરો ? રાજકીય ઇતિહાસમાં– ખાસ કરીને ગુજરાતના ઈતિહાસમાં મેટે (વૃત્ત) ભીમ એટલે ભીમ પહેલો અને લઘુમીમ અથવા બાલમૂલરાજ એટલે ભીમ બીજો તથા મૂળરાજ બીજો એવો અર્થ પ્રચલિત હતો. (જુઓ “પ્રબંધચિંતામણિ” ગુ. ભા, પૃ. ૨૦૪ અને “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ” વિ. ૨, પૃ. ૩૪૩.).