________________
૬૦ ]
આયુર્વેદને ઈતિહાસ ચરકસંહિતાના ચિકિત્સાસ્થાનમાં ૧૭ અધ્યાય મળતા નથી તેમ જ કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાનના અધ્યાય મળતા નથી; તેથી આ મહાર્થતંત્રને સંપૂર્ણ કરવા માટે એ રીતે ખૂટતા ૪૧ અધ્યાયો આ દઢબલે રચ્યા છે.”
| (ચરકસંહિતા, ચિ. અ. ૩૦, લો. ૨૭૪-૭૫)
આ સ્પષ્ટ શબ્દો જોતાં હાલની ચરકસંહિતાના કુલ ૧૨૦ અધ્યાયોમાંથી એકતાળીસ એટલે ત્રીજો ભાગ દઢબલને છે અને બાકીના બે ભાગમાં એ પ્રતિસંસ્કર્તાએ વધારે ઘટાડે નહિ કર્યો હોય એમ નથી કહેવાતું.
વૈદ્ય પં. હરિપ્રપન્નછ દઢબલના આ શબ્દ માનવાની ના પાડે છે, પણ દઢબલના સ્પષ્ટ શબ્દ જોતાં એવી ના પાડવાનો કાંઈ અર્થ નથી. વળી, વિજયરક્ષિત વગેરે જૂના ટીકાકારે પણ ઉપર કહેલા અધ્યાયો દઢબલના છે એમ સ્વીકારે છે.
સુશ્રતને સંપ્રદાય – “દિવાદાસ ધન્વન્તરિએ સુકૃતાદિ સાત શિષ્યોને શલ્યતંત્રને મુખ્ય વિષય રાખીને ઉપદેશ આપે ” એમ સુકૃતમાં જ લખ્યું છે. ગ્રન્થમાં ‘ભગવાન ધન્વન્તરિ કહે છે એ રીતે સ્થળે સ્થળે ઉલેખ છે, છતાં સમગ્ર ગ્રંથ સુશ્રુતસંહિતા કહેવાય છે. સૌશ્રુતતંત્ર એમ પણ પાછળના ટીકાકારે ઉલ્લેખ કરે છે. અર્થાત ધન્વન્તરિએ શલ્યતંત્ર વિશે જે ઉપદેશ આપ્યો તેને સંગ્રહ કરી સુશ્રતે આ તંત્ર રચ્યું એમ પરંપરાથી મનાય છે. પણ વસ્તુસ્થિતિ એટલી સાદી નથી. હાલની સુશ્રુતસંહિતા કેવળ શલ્યતંત્ર
૧. કવિરાજ ગણનાથ સેન દઢબલને પણ પ્રતિસંસ્કર્તા જ કહે છે. ( જુઓ ભાનુમતી ટીકા સહિત સુકૃત સૂત્રસ્થાન, ૧૯૩૯, ઉપઘાત, પૃ. ૬)
૨. જુઓ “રસોગસાગર અને અંગ્રેજી ઉપોદ્દઘાત, ૫. ૭૦.
૩. આ વિષયની સવિસ્તર ચર્ચા માટે જુઓ ૧૯૨૩ની ભાવનગરની ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં “ચરકસંહિતામાં દઢબલને હાથ” નામનો મારો નિબંધ, જે આયુર્વેદવિજ્ઞાન” પુ. ૮, અં.૨ માં પણ છપાયો છે.