________________
૫૬ ]
આયુર્વેદનો ઈતિહાસ ચરક અને સુશ્રુત બનેની પરંપરા જુદી છે. વૈદ્યકની બે મોટી શાખાઓ કાયચિકિત્સા (Medicine) અને શસ્ત્રચિકિત્સા ( Surgery)ના અનુક્રમે પ્રતિનિધિરૂપ આ બે ગ્રન્થ છે. આ બે ગ્રન્થ જોતાં એમ લાગે છે કે એ મૂળરૂપ નહિ પણ મુખરૂપ છે. વેદ પછી અને આ બે સંહિતાઓ હાલમાં જેવી મળે છે તેવી રચાઈતે પહેલાં વૈદ્યને લગતું ઘણું વાડ્મય ઉત્પન્ન થયું હશે. જે અનેક ઉત્સાહી અને તીક્ષ્ણ બુદ્ધિશાળી ઋષિઓએ આયુર્વેદનાં વિવિધ અંગેની જાતે અવલોકન તથા પ્રયોગો વડે અભ્યાસ કર્યો હશે તેમાંથી કેટલાકે સૂત્રરૂપે ગ્રન્થ કર્યા હશે. જેમ પાણિનિ કે યાસ્ક પિતાની પહેલાંના અનેક સૂત્રકારેનો ઉલ્લેખ કરે છે તેમ ચરકમાં પણું સૂત્રકારેને અને અનેક શાસ્ત્રોને ઉલ્લેખ મળે છે. અને ગર્ભ કેવી રીતે બંધાય છે એ પ્રસંગમાં સૂત્રે જેવા કટકાઓ કુમારશિરા ભરદ્વાજ, બાલીકભિષફ કાંકાન, ભદ્રકાય, ભદ્રશૌનક, બડિશ, વૈદેહ જનક, મારીચિ કશ્યપ અને ધન્વન્તરિ એટલાનાં નામથી ઉતાર્યા છે. મીમાંસાસૂત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરેમાં આવી જ રીતે બીજાના મોં ઉતારેલા છે. પણ આ સૂત્રકારે પુનર્વસુ આત્રેયથી - પૂર્વના જ છે એમ નિશ્ચય કરવો મુશ્કેલ છે; સમકાલીન હોવાને પણ સંભવ છે. ચરકમાં જ સૂત્રસ્થાનના ત્રણ અધ્યાયમાં પુનર્વસુ આયના પ્રમુખપદ નીચે ઋષિવૈદ્યોની સભા મળી હોય એવું વર્ણન છે અને એમાં ભરદ્વાજ, કાંકાયન, ભદ્રકાય, બડિશ અને મારીચિ પોતપોતાના મત દર્શાવી ભાગ લે છે. અહીં જનક વૈદેહનું નામ છે, અન્યત્ર વૈદેહ નિમિનું નામ છે. અહીં ભકશૌનક છે, અન્યત્ર
૧. ઋષી મૂત્રવામિત્રયમાળા -વર વિ. ૩૫. ૮ विप्रतिपत्तिवादास्त्वत्र बहुविधाः सूत्रकाराणामृषीणां सन्ति सवषाम् ।
–૨a. . ૬ विविधानि हि शास्त्राणि प्रचरन्ति लोके। -चरक वि. अ. ८