________________
૫૪].
આયુર્વેદને ઈતિહાસ ૧૦૦થી ૩૦૦ની આસપાસ માનતાં એ વચ્ચેના લગભગ આઠ વર્ષના ગાળામાં આયુર્વેદ સંબંધી બધો શાસ્ત્રીય વિકાસ થયો છે. મારી કહેવાની મતલબ એ છે કે ચરક-સુકતમાં જે શાસ્ત્રીય જ્ઞાન જેવામાં આવે છે તે કાંઈ તે તે ગ્રન્થના કર્તાઓ આય– અગ્નિવેસ-ચરક અથવા કાશીરાજ-સુશ્રુત ગમે તેની પણ કોઈ એકની પૂંછ નથી.
છેક અથર્વવેદના સમયથી–ઘણું કરી ઈ. સ. પૂર્વે એક હજારથી એ વખતના વૈદ્ય વિએ વૈદ્યક જ્ઞાન મેળવવા માંડ્યું હતું, પણ ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતક સુધી એ જ્ઞાને કાંઈ વ્યવસ્થિત રૂપ પ્રાપ્ત કર્યું નથી. આપણું સૂત્રગ્રન્થોની, ખાસ કરીને કલ્પસૂત્ર અને ધર્મસૂત્રની, રચના ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી શરૂ થઈ છે એમ વિદ્વાની માન્યતા છે. એ અરસામાં જ વિદ્વાન વૈદ્યોએ પણ પિતપોતાના વૈદ્યક જ્ઞાનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો સંભવ છે.