________________
પર ]
આયુર્વેદને ઈતિહાસ તેનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિમાં પડ્યા હતા. કોઈ રોગની કારણમીમાંસા વિચારી રહ્યા હતા, બીજા જુદા જુદા ઉપચારના પ્રયોગ કરી રહ્યા હતા, કેટલાક વળી શરીરનો વિગતવાર પરિચય મેળવી શસ્ત્રકર્મની વિદ્યા ધીમેધીમે ખેડવા મંડયા હતા.
આ વાક્યો લખવાં ઘણું સહેલાં છે, પણ કાંઈ ન હોય તેમાંથી કેવળ અનુભવની મદદ વડે જ આવી વિદ્યાઓ ખેડવી એ ઘણું અઘરું કામ છે. પહેલા પ્રયત્ન કરનારાઓ પાસે આજના વિદ્યાર્થીઓ પાસે છે તેવા ચરક-સુશ્રતના કે સર્જરી, મેડિસિન, મિડવીફરી વગેરેના ગ્રન્થ નહોતા. તેઓને તે પાથર્વણ ભિષક પાસેથી જે કાંઈ ડી માહિતી મળે તે મેળવી પછી તે સાક્ષાત પ્રકૃતિ અથવા જડચેતન સૃષ્ટિ પાસેથી જ્ઞાન મેળવવાનું હતું અને અતિશય બુદ્ધિશાળી અને સાહસિક માણસ જ આવી રીતે નવું જ્ઞાન મેળવી શકે છે. એકબે નહિ, પણ અનેક પેઢીના અનેક વૈદ્યોએ પરમ પ્રયત્ન કરીને જે જ્ઞાન એકઠું કર્યું અને તેની પ્રતિભાશાળી આચાર્યોએ જે વ્યવસ્થા કરી તે આપણે ચરકસંહિતામાં અને સુશ્રુતસંહિતામાં જોઈએ છીએ. અલબત્ત, ઉપર કહેલા વચલા કાળના વૈદ્યોના અપૂર્વ પ્રયત્નોની કયાંય નોંધ નથી. આયુર્વેદના સાચા ઉત્પાદકોનાં નામ પણ ભુલાઈ ગયાં છે. ફક્ત ચરકમાં સત્રકાર ઋષિઓને જે ઉલ્લેખ મળે છે તે ઉપર કહેલ ઇતિહાસનો સૂચક છે.
વૈદિક સમયમાં આયુર્વેદને જે વિકાસ થયો હતો તેની સંપૂર્ણ નહિ પણ સવિસ્તર સમાજના આપણે કરી. એથી આયુર્વેદના લગભગ સર્વ પ્રાચીન અંગોનો બીજવિન્યાસ વૈદિક કાળમાં જ થઈ ગયો હતો એ સ્પષ્ટ દેખાય છે. પણ ઝીણવટથી વિચાર કરતાં કોઈ કોઈ અંગને ઘણો ઓછો વિકાસ થયેલ દેખાશે, ત્યારે કોઈકને ઠીક ઠીક વિકાસ થયેલે દેખાશે. પહેલી જ નજરે જે ધ્યાન ખેંચે છે તે શારીરનું જ્ઞાન છે. અથર્વવેદ અને
ને આપજયા રાની
વૈશાએ મ