________________
વેદમાં આયુર્વેદનાં બીજે
• [૫૧ અથર્વવેદના સમયમાં આ ભેદ હોવાનો સંભવ નથી. એ સમયે તે શાંતિ કર્મ અને વૈદ્યકકર્મ બેય આથર્વણ ભિષક જ કરતે એમ માનવું પડશે. પછી વૈદ્યકવિદ્યાને વિકાસ થયે, છતાં મંત્રવિદ્યાનું જોર તદ્દન નાશ ન પામ્યું. પૂર્વનાં અસકર્મને વ્યાધિનું એક કારણ માનવાનું ( જુઓ ચ. વિ. અ. ૩) તથા મુક્તિવ્યપાશ્રય પેઠે જ દેવવ્યાપાશ્રય ભવજને સ્થાન આપવાનું (જુઓ ચ. વિ. અ. ૮, ૮૭) આયુર્વેદાચાર્યોનું વલણ જોતાં કૌશિકના ટીકાકારનું ઉપલું કથન ઇતિહાસને અનુકૂલ છે એ કબૂલ કરવું પડશે. ચરકના શબ્દોમાં કહીએ તે દેવવ્યપાશ્રયચિકિત્સક તે કૌશિકસૂત્રને અનુસરી અભિમંત્રણ વગેરે કરનાર બ્રાહ્મણ અને યુક્તિવ્યપાશ્રયચિકિત્સક તે પુનર્વસુ આત્રેય અને તેના શિષ્ય. કૌશિકસૂત્રને સમય પુનર્વસુ આત્રેયના સમયથી બહુ દૂર નહિ હોય. પાછળથી આથર્વણ મંત્રવિદ્યાને પ્રચાર કમી થઈ ગયો, પણ આપણું લેકમાં મંત્રાદિની માન્યતા તે રહી જ અને કૌશિકસૂત્રના ટીકાકારના સમય સુધી અથવા આજ સુધી અમુક અંશે ચાલુ છે.
ઉપરના વિવરણમાંથી એવું અનુમાન પણ નીકળે કે કૌશિકસૂત્રના કર્તાને ચરક્ત વૈદ્યકની ખબર હશે અથવા ખબર હોવાનો સંભવ હતો, પણ તેનું કામ તે દૈવવ્યાપાશ્રયચિકિત્સા જ આથર્વણ મંત્રોના વિનિયોગદ્વારા દર્શાવવાનું હોવાથી એમાં વૈદ્યક સૂચને વિશેષ ન હોય એ સ્વાભાવિક છે.
ખરી રીતે એ કાળે આયુર્વેદનાં જુદાં જુદાં અંગેના અષણની બળવાન પ્રવૃત્તિ ચાલી રહી હતી એક માન્યા વગર છૂટકે નથી. અનેક શોધકે દેશભરમાં ફરી જુદા જુદા પ્રાન્તની વનસ્પતિઓ ઓળખવામાં તથા ગુણ-ઉપગ નક્કી કરવામાં પડ્યા હતા. બીજા વળી જુદાં જુદાં રેગલક્ષણે નેંધવાની તથા