________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[૪૯ ચિકિત્સક દેખાવા માંડ્યા, અને આગળ જતાં કાયચિકિત્સક અને શલ્યહર્તા જુદા પડ્યા.
કૌશિકસુત્ર–વૈદિક સમયને વિચાર પૂરો કર્યા પહેલાં કૌશિકસૂત્રમાં રહેલા વૈદ્યકનું ટૂંકું અવલોકન કરી લેવું જોઈએ. વેદોની રચનામાં ઊંડા ઊતરવાની અહીં જરૂર નથી, પણ એટલું કહેવું જોઈએ કે વેદના મંત્રોને ક્યાં ઉપગ-વિનિયોગ કરવો તેની સૂચનાઓનો સંગ્રહ કરનાર ગ્રન્થ જૂના વખતમાં લખાયા છે. વૈદિક સાહિત્યમાં આ ગ્રન્થનું સ્થાન છેલ્લું છે. અથર્વવેદ સંબંધી કોશિકસૂત્ર નામનો આવો જૂનો ગ્રંથ છે અને તેના સમર્થ સંપાદક ખુમફીડ કૌશિસૂત્રને પાછલા સૂત્રકાળમાં મૂકે છે એ જોતાં એને ઈ. સ. પૂર્વે ૩૦૦-૪૦૦ માં મૂકી શકાય એમ મને લાગે છે. અલબત્ત, આ કૌશિકસૂત્ર કાંઈ વૈદ્યક ગ્રન્થ નથી, એટલે એના ઉપરથી એ વખતના વૈદ્યક જ્ઞાનનું માપ ન નીકળે એ હકીકત ધ્યાનમાં રાખીને કૌશિકસૂત્રનું અવલોકન કરવાનું છે.
પહેલું તે અથર્વવેદને જેટલાં વનસ્પતિનામની ખબર છે તે બધાંની ખબર કૌશિકસૂત્રને હોવી જ જોઈએ, પણ બધાને ઉલ્લેખ ન મળે એ સંભવિત છે. સૂત્રમાંથી નામ તારવતાં પચાસેક નામ તો મને મળ્યાં, પણ વેદ કરતાં કૌશિકસૂત્રમાં આ વનસ્પતિઓ વિશે ઓછી માહિતી મળે છે; અને વેદમાં ન હોય એવાં નામે સૂત્રમાં શોધવાનો પ્રયત્ન જ વ્યર્થ છે, કારણ કે સૂત્રની સ્વતંત્ર પ્રવૃત્તિ જ નથી. પછી રોગોનાં નામમાં ઉદાવતને ઉલ્લેખ છે (૪૨૫–૧૯). મને ધ્યાન છે ત્યાંસુધી વૈદિક સાહિત્યમાં ઉદાવતને ઉલેખ નથી. દવાની બનાવટમાં ફાંટને ઉલ્લેખ છે (૪-૨૫–૧૮). અન્યત્ર જળો લગાડવાના રિવાજનું સૂચન છે. નસ્યનું પણ સૂચન છે (૪-૨૬-૮). વરુણગ્રહીતને ઉલ્લેખ છે ત્યાં તેને જલદરી અર્થ ટીકાકારે કર્યો છે તે બરાબર છે. વરુણના