________________
૮].
આયુર્વેદને ઈતિહાસ દીઘાયુષ માટે રસાયની યોજના ચરક-સુશ્રુતમાં છે. વેદમાં મુખ્ય રસાયન દેવસ્તુતિ છે.
વાજીકરણ-અથર્વેદમાં વાજીકર ઓષધિને સ્પષ્ટ ઉલ્લેખ છે. અલબત્ત, ઓષધિનું નામ નથી આપ્યું, પણ “જેનું વીર્ય નષ્ટ થઈ ગયું છે એવા વરુણદેવ માટે ગધે જે ઓષધિને ખેદી હતી, ઉપસ્થને ઉત્તેજન આપનારી તે ઓષધિને હું ખોદું છું” એ શબ્દોમાં વાજીકરણ ગુણને સ્પષ્ટ નિર્દેશ છે. આ જ સૂક્તના પછીના મંત્રમાં એષધિ પેઠે મંત્રની વાજીકરણ શક્તિ સૂચવી છે. વાજીકરણને ઉપયોગ પ્રજોત્પતિ માટે થતો હશે એમ આ સુક્ત ઉપરથી તથા ગર્ભાધાન માટેના (મ. જે. ૫-૨૫) સુક્ત ઉપરથી દેખાય છે.
ટૂંકામાં આયુર્વેદનાં બધાં અંગોનું બીજ વેદમાં મળે છે એ નિઃસંદેહ છે. અલબત્ત, જેટલું આથર્વણુ વૈદ્ય જાણતા હશે તેટલું બધું વેદમાં મળી આવે એ આશા ખોટી છે. વેદે કાંઈ વૈદ્યકના ગ્રન્થ નથી. વળી, હજી વેદમાં વૈદાને લગતા જેટલા ઉલ્લેખો મળે છે તે બધાને વિગતવાર અભ્યાસ થયે નથી, પણ આથર્વણ વૈદ્યને વિકાસ થઈને જ આયુર્વેદના આચાર્યો થયા છે એ નિ:સંદેહ છે. આથર્વણ વૈદ્ય જ આયુર્વેદના આચાર્ય માટે ક્ષેત્ર તૈયાર કર્યું છે. પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિના કાળમાં કાયચિકિત્સક અને શલ્યહર વૈદ્ય તે જુદા હતા એ નક્કી જ છે, પણ શાલાક્ય ચિકિસક, કૌમારભૃત્ય અને ભૂતવિદ્યાભિ પણ જુદા હોવાનો સંભવ છે. પણ આથર્વ વેદ્ય તો સર્વ પ્રકારની ચિકિત્સા એક જ કરતો હશે. ખરી રીતે આથર્વણમંત્રવિદ્ વિપ્ર જ વૈદ્યક કરતો હશે. પછી જેમ જેમ વૈદ્યક જ્ઞાન વધતું ગયું તેમ તેમ મંત્રવિદ્દ ન હોય એવા १. यां स्वा गन्धर्वो अखनद् वरुणाय मृतभ्रजे। तां त्वा वयं खनामस्योषधि शेपहर्षणीम् ।
- અ. . ૪-૪-૧