________________
૫૦ ] *
આયુર્વેદને ઈતિહાસ કોપથી જલદર થયાનું અતરેયબ્રાહ્મણક્ત હરિશ્ચન્દ્ર-આખ્યાન પ્રસિદ્ધ છે. સર્પના ઝેર ઉપર હળદરનું ચૂર્ણ ઘીમાં નાખીને પિવડાવવાનું કૌશિકસૂત્રમાં કહ્યું છે (૪-૨૮-૪). અલબત્ત, અ. વ.ના મંત્રોથી અભિમંત્રણ કરીને.
એક બીજા રોગ વિશે કૌશિકસૂત્રકારની સેંધથી એનું વૈદ્યક જ્ઞાન વેદ કરતાં વધારે છે એ સ્પષ્ટ દેખાશે. અથર્વવેદમાં રાજયશ્મા સાથે અજ્ઞાતયમાનો ઉલ્લેખ છે એ કહ્યું જ છે. આ અજ્ઞાતયમ્મા ક રોગ ? સૂત્રકાર અજ્ઞાતયશ્માને અર્થ “ગ્રામ્ય” વ્યાધિ કરે છે અને તેને ટીકાકાર “ગ્રામ્ય ' વ્યાધિ મિથુનસંગથી થાય છે, એમ કહે છે. જો એ ખુલાસો સાચો હોય તો કાઈક જાતને પાછળના ઉપદંશ જેવો વ્યાધિ અજ્ઞાતયશ્માથી વિવક્ષિત ગણાય.
પણ આટલાથીયે કૌશિકસૂત્રના કર્તાને વૈદ્યક સંબંધી આથર્વણ વૈદ્ય કરતાં વધારે જ્ઞાન છે એ તો સમજાય છે, અને કૌશિકસૂત્રને સમય જતાં એ સ્વાભાવિક છે; પરંતુ કૌશિકસૂત્રનું લક્ષ્ય વૈદ્યક નથી, પણ મંત્રવિદ્યા–અભિમંત્રણ છે. આ બાબતમાં કૌશિકસૂત્રને ટીકાકાર કેશવ કહે છે તે જરા ધ્યાનમાં લેવા જેવું છે. તે કહે છે : भेषजशान्तिभैषज्यशब्देनोच्यते। तत्र द्विविधा व्याधयः। आहारनिमित्ता अन्यजननपापनिमित्ताश्च । तत्राहारनिमित्तषु चरकवाहडकसुश्रुतेषु व्याध्युपशमनं भवति। अशुभनिमित्तेषु अथर्ववेदविहितेषु शान्तिकेषु व्याध्युपशमनं भवति । ૌ. સુ. મ. ૪ નં. ૨૫ ની ટીકા.
કેશવનું કથન સ્પષ્ટ છે. એના કહેવા પ્રમાણે આહારાદિ કારણથી જે રેગો થાય તેની ચિકિત્સા ઘેરણ પ્રમાણે આયુર્વેદને અનુસરી કરવી, પણ પૂર્વજન્મનાં પાપકર્મથી જે રોગો થાય તેની ચિકિત્સા અથર્વવેદક્ત શાન્તિકર્મોથી કરવી. કેશવનું આ કથન કૌશિકસૂત્રના કાળને લાગુ પાડવામાં વધે નથી. એ પહેલાં