________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૫૩ શતપથના સમયના વૈદ્યને શરીરનાં હાડકાંઓ સંબંધી ઘણું અને ઘણું ચોક્કસ જ્ઞાન છે. આ શારીરના જ્ઞાન સાથે ઓષધિઓના જ્ઞાનને સરખા. ચરક-સુશ્રુતની સરખામણીમાં વેદોમાં ઓષધિવિજ્ઞાન ઘણું અલ્પ છે. ચરક-સુશ્રુતમાં છસો સાતસે એવધિઓ છે, ત્યારે વેદમાં સવાસો ભાગ્યે જ છે. અને જેના નામે વેદમાં છે તેઓના ગુણ-ઉપયોગ વિશે પણ શાસ્ત્રીય વિવેચન કશું જ નથી. એ જ રીતે રોગ સંબંધી જ્ઞાન પણ વેદમાં ચરક-સુશ્રુત સાથે સરખાવતાં અતિ અલ્પ છે. અલબત્ત, વિશાળ વૈદિક સાહિત્યમાં આવેલાં વચનમાત્રને સંગ્રહ અશક્ય છે અને ઈતિહાસ માટે એવી જરૂર નથી, પણ વેદમાં બધું છે, પાછળથી વેદ કરતાં જ્ઞાન આગળ નથી વધ્યું પણ ઘટયું છે એવું માનનાર વર્ગની વાત જુદી છે. એમ જેઓ નથી માનતા તેઓને તે આટલા સામાન્ય અવકનથી વૈદિક વિદ્યની વિદ્યાસંપત્તિને સાચો ખ્યાલ આવી જશે.
અહીં એટલું કબૂલ કરવું જોઈએ કે વેદો કાંઈ વૈદ્યક પ્રત્યે નથી. એટલે તેમાં આવેલા છૂટક ઉલ્લેખ ઉપરથી એ સમયના વૈદ્યના જ્ઞાનનું સંપૂર્ણ માપ આપણને ન આવે. અથર્વવેદના છૂટક ઉલ્લેખેને જ જોતાં વેદકાળના છેલ્લા સમયને વૈદ્ય આયુર્વેદનાં આઠેય અંગેમાં કાંઈક કાંઈક કામ જરૂર કરતો હશે એમ માનવામાં વાંધો નથી. વૈદિક સાહિત્યમાં જેને ઉલ્લેખ ન મળે એવી પણ કઈ કઈ વનસ્પતિ અથર્વણુ વંદ્ય વાપરતા હોય અને જેનું સૂચન નથી મળતું એવી કોઈ કોઈ શસ્ત્રક્રિયા પણ કરતો હોવાનો સંભવ છે, પણ ચરક-સુશ્રુતકાલીન વૈદ્ય સાથે સરખાવવામાં આવે તે વેદકાલીન વૈદ્યનું જ્ઞાન ઘણું મર્યાદિત જ માનવું પડશે. પણ એ વૈદિક સમયના છેલ્લા ભાગને એટલે શતપથબ્રાહ્મણને પુરાવિદમાં બહુમાન્ય સમય ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ને ગણતાં એ સમયની અને ચરક-સુશ્રુતસંહિતાઓની પ્રતિસંસ્કૃત રચનાના સમયને ઈ. સ.