________________
અ૬].
આયુર્વેદનો ઈતિહાસ
જીવતો ગર્ભ કાઢવાની, જીવતી માતાના ઉદરમાંથી મૃત ગર્ભને બહાર કાઢવાની, આડા આવેલા ગર્ભને કાઢવાની તથા એરને કાઢવાની એટલી સુઝુક્ત શસ્ત્રયંત્રક્રિયા આ એક મંત્રમાં કહેલી છે એમ પંડિતજી કહે છે (જુઓ “રયોગસાગરને સંસ્કૃત ઉપઘાત, પૃ. ૨ થી ૭). આ પ્રમાણે અર્થે કરવામાં ચમત્કૃતિ જરૂર છે, પણ આ મંત્રના દ્રષ્ટાએ આટલી બધી ક્રિયાઓ આ એક મંત્રમાં કહેવા માગી હોય એ ગળે ઊતરતું નથી. વેદમાં સર્વ વિદ્યાઓ છે અને પાછળના ગ્રંથ વેદના વિવરણરૂપ જ છે એવું દઢ શ્રદ્ધાથી માનનારા જૂના કેટલાક ટીકાકારોએ બીજા કેટલાક મંત્રોમાંથી આ રીતે વિશાળ અર્થો કાઢયા છે ખરા, પણ વેદમાં અનેક વિદ્યાઓનાં બીજે છે અને એને વિકાસ પાછળથી થયો છે એ અતિહાસિક માન્યતા છે. આ લેખક પણ એ અતિહાસિક માન્યતા સ્વીકારે છે. વળી, ઉપરને અથર્વવેદનો મંત્ર જે સૂક્તમાં છે એ આખું સૂક્ત સુવાવડીના સુખપ્રસવ માટે છે, અને ઉપરના મંત્રમાં તથા તે પહેલાંના તથા પછીના મંત્રમાં એર પડવાની વાત મુખ્ય છે. પ્રસવ થઈ ગયા પછી ઓર ન પડતી હોય ત્યારે એર પાડવા માટે જે ક્રિયા એ વખતે થતી હશે એનું જ માત્ર સૂચન આ મંત્રમાં હોય એમ મને લાગે છે. અશ્મરીની શસ્ત્રચિકિત્સાને આ મંત્રમાંથી અર્થ કાઢવો એ તે પ્રકરણવિરુદ્ધ છે. મૂત્રમાર્ગમાં સળી નાખીને પેશાબ લાવવાનું સૂચન ઉપર કહ્યું છે તેમ ૩૫. 3. ૧-૩-૭ માં હોવાનું સંભવિત લાગે છે, કારણ કે ત્યાં મૂત્ર છૂટું કરવાનું જ પ્રકરણ છે; પણ . . ૧-૧૧ માં તો સુખપ્રસવનું જ પ્રકરણ છે. પ્રસૂતિતંત્ર
૩૪. ૧. ૧-૧૧ સૂક્તમાં સૂચિત કર્મ જે કઈ હેય તે પાછળના આયુર્વેદિક પ્રસુતિતંત્રનું બીજ છે એમ માનવામાં વધે નથી. આ સતને વિચાર ઉપર થઈ ગયો છે.