________________
વેદમાં આયુર્વેદનાં બીજો શલ્યવિદ્દ કપાયેલાં હાડકાંને સાંધી દેવાની, ચેપાઈ ગયેલાં કે કપાવેલાં અંગને સમું કરવાની, છૂટાં પડી ગયેલાં માંસ અને મજજાને સ્વસ્થ કરવાની એક ઓષધિને પ્રાર્થના કરે છે (જુઓ 1. ૨. ૪–૧૨). એક સ્થળે (મ. ૨. ૧–૧૭) રક્તસ્ત્રાવ માટે પાટો બાંધવાનું તથા રેતીથી ભરેલી કોથળીથી દબાણ કરવાનું સૂચન દેખાય છે તે સરસ વૈદ્યક જ્ઞાન બતાવે છે. એક મંત્રમાં ત્રણને પકાવી અને તેમાંથી સ્ત્રાવ(પરુ )ને કાઢી નાખી માટી ઘણુગોનો નાશ કરે છે એવું કથન છે. ૧ આમાં મહાત્મા ગાંધીજી જેની ભલામણ કરે છે તે માટીના ઉપચારનું બીજ છે.
અપચી ઉપર વેધ અને છેદને પ્રવેગ સૂચવ્યું છે તે આયુવેદિક શલ્યતંત્રને માન્ય છે. આ રીતે વીંધવાની અને કાપવાની વાત આવે છે, એટલે કાંઈક શસ્ત્રકર્મ જરૂર થતું હોવું જોઈએ, પણ ઉપર કહ્યું છે તેમ ઝાઝે ભાગે વનસ્પતિ, પાણી અને મંત્રથી શસ્ત્રસાધ્ય રોગો, ખાસ કરીને અકસ્માત તથા યુદ્ધમાં હથિયારથી થતાં નુકસાને ઉપર ઉપચાર કરતા હશે એમ લાગે છે. પણ પં. હરિપ્રપન્નએ અથર્વવેદના :
वि ते भिननि मेहनं वि योनि वि गवीनिके। विमातरं च पुत्रं च विकुमारं जरायुणा ।
ભવ કરાયું પચતામ્! મ. ૨. ૧–૧૧–૫
એ મંત્રનું વિસ્તારથી વ્યાખ્યાન કરી એના એક કટકામાં જુદી જુદી શસ્ત્રક્રિયા કહી છે એવો અર્થ કર્યો છે. અશ્મીરીની, ગર્ભાશયગત ગુલ્મની, મૂત્રોત્સર્ગની, મૃત માતાના ઉદરમાંથી १. अरुस्राणमिदं महत् पृथिव्या अध्युतम् । तदास्रावस्य भेषजं तदु रोगमनीनशत् ॥
અ. ૨. ૨-૩-૫ २. विध्याम्यासां प्रथमा विध्याम्युत मध्यमाम् ।
इदं जघन्यामासामाच्छिनधि स्तुकामिव ||