________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૪૩ વર્ણન કરેલું છે. આ વૈદિક સૂક્તોને ઊંડો અભ્યાસ કરી શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાયે પરોપજીવી (Parasites) કૃમિ વિશે વેદમાં શું મળે છે એનું સરસ તારણ કાઢ્યું છે. અથર્વવેદનાં આ સૂતોમાં કમિઓના બે ભેદ તથા અલગંડુ, અવસ્કવ, શલૂન વગેરે નામે આપ્યાં છે. એ નામથી કયા કમિ ઉપલક્ષિત છે એ લક્ષણવર્ણનના અભાવે સમજવું મુશ્કેલ હતું, પણ શ્રી ગિરીન્દ્રનાથે ઘણું અજવાળું પાડયું છે. તેઓ કહે છે તેમ પાછલા કાળના હિંદુ વૈદ્યો કરતાં વૈદિક ઋષિઓને આંતરડામાં રહેતા આંત્રકૃમિઓ વિશે વધારે જ્ઞાન હતું અને પ્રાચીન આયુર્વેદિક ગ્રન્થકારેએ આ વિષયના જ્ઞાનમાં વિશેષ ઉમેરે કર્યો નથી એમ દેખાય છે. અથર્વવેદમાં કૃમિને દૃષ્ટ અને અદષ્ટ એમ બે જાતના કહેલા છે. આયુર્વેદિક સાહિત્યમાં પણ આ બે વિભાગ મળે છે, પણ તેમાં અદષ્ટને અર્થ ન દેખાતાં એટલે અંદરના અને દષ્ટ એટલે બાહ્ય એવું મુખ્યત્વે વિવક્ષિત છે. કીડી વગેરેને ચરક બાહ્ય કૃમિ ગણે છે એ ઉપરથી પણ એમ જ લાગે છે. વેદમાં પણ દષ્ટ અને અદષ્ટને મુખ્ય અર્થ બાહ્ય અને આવ્યંતર એવો જ લાગે છે. છતાં સૂર્ય અદષ્ટ કૃમિને નાશ કરે છે માટે સૂર્યને અદષ્ટહદ્ કહ્યો છે (જ. ૧–૧૯૧–૯ અને . ૨. ૬-પર-૧) એ જોતાં કવચિત અદૃષ્ટ કૃમિથી સૂક્ષ્મ જન્તુ પણ વિવક્ષિત હશે એમ માનવાનું મન થઈ જાય છે.
આ દષ્ટ અને અદષ્ટ કૃમિઓ રેગ ઉત્પન્ન કરે છે એ વૈદિક ઋષિઓના જાણવામાં હતું. કૃમિઓ પર્વતમાં, વનસ્પતિમાં, પશુએના શરીરમાં અને પાણીમાં રહે છે ( . ૨. ૨-૩૧–૫) એની
૧. જુઓ “જર્નલ ઓફ આયુર્વેદ” ના નવેમ્બર ૧૯૨૭ના તથા તે પછીના અમુક અંકમાં શ્રી ગિરીન્દ્રનાથના “Human Parasites in the Atharva Veda' નામના લેખે તથા “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪ના વૈશાખના તથા પછીના અંકમાં તેનો અનુવાદ,