________________
૪૨ ] -
આયુર્વેદને ઈતિહાસ રાક્ષસ, યાતુધાન, ભૂત વગેરેને એક પ્રકારની નિ પ્રાચીન માનતા; અને રાક્ષસો વગેરેના વળગાડથી માણસ રેગી થાય છે એવી માન્યતા આયુર્વેદમાં છે. “દેવ, અસુર, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, પિત, પિશાચ, નાગ, ગ્રહ વગેરેથી જેનું ચિત્ત દૂષિત થયું હોય તેના ગ્રહના ઉપશમન માટે શાન્તિકર્મ, બલિહરણ વગેરે ભૂતવિદ્યા” (. . ૧) છે.
છાંદોગ્ય ઉપનિષદ (૬-૧-૨-૪)માં વિદ્યાઓ ગણાવતાં ભૂતવિદ્યા ગણાવી છે, તે આયુર્વેદિક અર્થમાં જ હશે. આ ભૂતવિદ્યાને વદિક કાળમાં ઘણો પ્રચાર હોવાનો સંભવ છે. આ ભૂતવિદ્યાનું પાછલા કાળમાં પણ ઘણું જોર રહ્યું હતું એ બાળકોના રોગોનું નવ ગ્રહોની પીડારૂપે જે આયુર્વેદમાં વર્ણન કર્યું છે તે ઉપરથી સમજી શકાય છે.
છતાં ભૂતોના કે ભૂતપતિ દ્ધના વર્ણનમાં વેદમાં ક્યાંક એવા શબ્દો મળે છે, જેમાંથી રોગકર તત્ત્વ-કદાચ સૂક્ષ્મ જન્ત–અર્થ નીકળે. દા. ત. એક મંત્રમાં “જે માણસને અન્નમાં અને પાણી પીનારને તેનાં પાત્રોમાં વધે છે” એ રીતે સ્ત્રનું વર્ણન છે. તેમાં ખોરાક મારફત તથા પાણી મારફત ફાટી નીકળતા રોગોનું જ સૂચન હશે. પણ રાક્ષસ, ૮, પિશાચ વગેરેના વર્ણનમાં ગૂઢ રીતે કૃમિવર્ણન જ બધે વેદમાં છે એવું નથી. કૃમિવિજ્ઞાન
અથર્વવેદનાં ત્રણ કૃમિનિવારક સૂક્તો (સ. ૨. ૨-૩૧, ૨-૩૨ અને ૫–૨૩)માં સ્પષ્ટ કૃમિ શબ્દથી કૃમિઓનું વર્ણન કરેલું છે, જોકે એ જ વેદમાં અન્યત્ર (ક. ૩. ૯-૪-૧૬) કીટ શબ્દથી, બીજે વળી ( મ. . ૨-૨૫–૨ વગેરે) દુનમન શબ્દથી
૧. જુઓ સુકૃત ઉ. સ્થા. અ. ૨૭ થી ૩૧. २. येऽन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ।
તેષાં સઢયોગને વધવાનિ તમર વ. . ૧૬-૬૨