________________
૦૨]
આયુર્વેદને ઈતિહાસ વાતે અભુત રીતે મળી રહે છે. આ નાડીઓને ઉલ્લેખ ઉપનિષદમાં મળે છે. પ્રશ્નોપનિષદ કહે છે કે “હૃદયમાં આ આત્મા છે ત્યાં એક એક નાડીઓ છે, તેમાંથી દરેકની સે સે શાખાઓ છે અને એ પ્રત્યેકમાંથી બોતેર તેર હજાર પ્રતિશાખાઓ નીકળે છે. આ બધીમાં વ્યાનવાયુ ફરે છે” (પ્રશ્નોપનિષદ ૩). ટૂંકામાં પ્રાકતશારીર વિશે આયુર્વેદમાં જે થોડું વિવેચન છે તેનું બીજ વેદમાં, ખાસ કરીને ઉપનિષદમાં જ, મળે છે.૧ | વેદમાં રુધિરવાહિની માટે ધમની અને હિરા જેવા શબ્દો મળે છે. એ ઉપર ખેંચ્યું જ છે. પણ એટલા ઉપરથી શ્રી. વૈદ્ય પં. રામગોપાલ શાસ્ત્રી પેઠે વેદકાલીન ભિષક પરાકાષ્ઠાની ઉન્નતિએ પહોંચ્યો હતો અને સર્વ પ્રકારની રક્તસંચરણની વિધિ જાણતો હતો એમ કહેવું એ એતિહાસિક કથન નથી--ભક્તિ પ્રેરિત ઊર્મિવાક્ય છે. રગવિજ્ઞાન
રોગથી થતું દુઃખ એવું પ્રત્યક્ષ છે કે જંગલીમાં જંગલી મનુષ્ય પણ રેગી સ્થિતિ ઓળખી શકે, છતાં જંગલી માનસ ભૂતાવેશ જેવાં કારણે કપે એ સ્વાભાવિક છે. જેમ જેમ ચિત્ત કેળવાતું જાય, તેમ તેમ રોગનું સ્વરૂપ તથા તેનાં કારણ સ્પષ્ટ સમજાવા લાગે. આથર્વાણુ વૈદ્યનું રોગજ્ઞાન કેટલું વિસ્તૃત હતું એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ વેદોમાં કેટલાંક રેગનામે તથા એકબે રેગોનાં લક્ષણે સ્પષ્ટ મળે છે.
૧. અથર્વવેદ (૨-૧૭–૪ તથા ૨-૧૭-૫)ને વૈશ્વાનર તથા વિશ્વ ર શબ્દને પંડિતજીએ જઠરાગ્નિ અર્થ, કર્યો છે તે સાચો હોય તે પણ નામથી વિશેષ એ માત્રમાં કાંઈ નથી. સાયણે પણ વિશ્વન્સરને અર્થ જઠરાગ્નિ સૂચવ્યું છે.
૨. એથી વિરુદ્ધ આયુર્વેદમાં પણ રક્તસંવહન નથી એવા મત માટે જુઓ હદય ઉપર રેડ એફ. જી. મુલરનો “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૯૧ ના અંકામાં પ્રસિદ્ધ થયેલ લેખ, ખાસ પૃ. ૧૯૧-૧૯૨,