________________
૩૬ ]
આયુર્વેદને ઈતિહાસ જાયાન્ય શબ્દના અર્થ માટે આયુર્વેદિક પંડિતમાં ઘણે મતભેદ છે. ઝીમર સાયણને અનુસરે છે. ઝીમરની વિરુદ્ધ લુમફીડે જાયા નો અર્થ ફિરંગ-સીફિલિસ કર્યો છે અને પંડિતજી એને અનુસરે છે. રેથે નજલે (gout) અર્થ કર્યો છે, જ્યારે હીટની કયો રોગ વિવક્ષિત છે એ નક્કી જણાતું નથી એમ કહે છે. મેફડનલ અને કીથ પોતાનો મત આપતા જ નથી.૧
પક્ષીનાવાચઃ પતિ (સ. ૭-૭૬-૪) એ મંત્રનું પંડિતજીએ કરેલું વ્યાખ્યાન વાંચ્યા પછી પણ એ રોગ સીફિલિસ હોય એમ ખાતરી થતી નથી; એટલું જ નહિ, પણ સુશ્રોક્ત ઉપદંશ પણ આધુનિક સીફિલિસ–ફિરંગ હોય એમ લાગતું નથી. ઉપદંશના વર્ણનમાં અતિમૈથુનાદિ કારણથી પુરુષની જનનેંદ્રિય ઉપર ચાઠાં અને સોજો થવાનું વર્ણન સુશ્રુતમાં મળે છે, એટલી વાત સાચી; પણ એ ચાઠાંને ફિરંગજન્ય (સીફિલિટિક) ગણવા જેવો પુરાવો નથી દેખાતો. કેટલાક વળી કુષ્ઠના વર્ણનમાં ફિરંગનાં કેટલાંક લક્ષણો જુએ છે; પણ ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાય બી. એ., એમ. ડી., એફ. એ. એસ. બી. પેઠે મને પણ “ભાવપ્રકાશના સમય પહેલાં આ દેશમાં સીફિલિસ થતું હોય અથવા એ રોગનાં લક્ષણો કેઈએ બરાબર જોયાં હેય એ વિશે શંકા રહે છે.
અશ – વાજસનેયી સંહિતામાં એક જ મંત્રમાં બલાસ, અર્શ, ઉપચિત અને પાકા એ રીતે ચાર ગેને સાથે ઉલ્લેખ છે. આમાંથી અર્શ રાબ્દને તે અત્યારે પ્રચલિત અર્થ વેદમાં પણ વિવક્ષિત લાગે છે. ઉપસ્થિત એ અપચિત, અપચી
૧. “વેદિક ઈન્ડેકસ', ગં. ૧, પૃ. ૨૮૬.
૨. “હિસ્ટરી ઓફ ઈંડિયન મેડિસિન), ગં. ૧, પૃ. ૧૩૨ થી ૧૩૭ અને આયુર્વેદવિજ્ઞાન” પુ. ૨, પૃ. ૨૪૨ તથા ૫, ૧૦, પૃ. ૩૭૧,