________________
વેદમાં આયુર્વેદનાં ખીજો
[ ૩૧
ધાતુ શબ્દ વપરાયા છે, તેને જ આયુર્વેદિક ત્રિદેાષવાદનું મૂળ માનવું પડશે. છાં. . કહે છે કે cr ખાધેલું અન્ન ત્રણુરૂપે વહેંચાય છે. તેને સૌથી જાડા ભાગ છે તે મળરૂપ થઈ. જાય છે, જે મધ્યભાગ છે તેમાંથી માંસ થાય છે, તેને જે સૂક્ષ્મ ભાગ છે તે મનરૂપ થાય છે. એ જ રીતે પીધેલા પાણીમાંથી જે સ્થૂળ ભાગ તે. મૂત્રરૂપ થાય મધ્યભાગ તે લેાહીરૂપ થાય છે, જે સૂક્ષ્મ ભાગ તે પ્રાણરૂપ થાય છે.”
າ
જ્ઞાનેન્દ્રિયા અને કર્મેન્દ્રિયાની વાત આયુર્વેદમાં જેવી છે તેવી જ ઉપનિષદેામાં છે ( જુએ પ્રશ્નોપનિષદ ૪ ). એ જ રીતે પાંચ પ્રાણા અને એનાં કમેમાં ઔપનિષદ અને સાંખ્ય સાહિત્યમાંથી આયુર્વેદે લીધાં છે. ( મિસ્ત્રાળ પંચા સંવિવેશ । મુજ ). અન્નની પાચનક્રિયા થઈ તે શરીરના અવયવે! બંધાય છે અને શુક્ર એનું શ્રેષ્ઠ પરિણામ છે એટલું ઉપનિષામાં મળે છે. વળી, તત્રોમાં નાડીચક્રના જબરા વિસ્તાર છે. અંગ્રેજીમાં જેને nervous system કહે છે તેને જ તાંત્રિકાએ નાડીચક્ર કહેલું છે એમ આજે કવિરાજ ગણુનાથ સેન વગેરે વિદ્વાન માને છે. તાંત્રિક નાડીચક્રની પ્રત્યેક વિગતને system સાથે મેળ બેસાડવા જોકે મુશ્કેલ છે, છતાં કેટલીક
nervous
१. अन्नमशितं त्रेधा विधीयते । तस्य यः स्थविष्ठो धातुः तत्पुरीषं भवति, यो मध्यमस्तन्मांसं योऽणिष्ठस्तन्मनः । आपः पीतास्त्रेधा विधीयन्ते । तासां यः स्थविष्ठो धातुस्तन्मूत्रं भवति, यो मध्यमस्तल्लोहितं योऽणिष्ठस्त· સ્ત્રાળ છાં. ૩. ૬-૫–૧–૨.
૨. ઇન્દ્રિયોના ઉલ્લેખ અથવવેદમાં ( ૧૯-૯-૫) અને શતપથમાં મળે છે. અને પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન પાંચે પ્રાણાનાં નામ શતપથ (૧૪-૬-૯-૨૭) માં મળે છે તથા અથવેદ (૧૧-૧૦-૪ )માં એક સમાન સિવાય બાકી ચારનાં નામ મળે છે અને સમાનનું નામ ચત્તુ દ (વા. સં. ૨૨-૨૩)માં મળે છે,