________________
વેદમાં આયુર્વેદનાં બીજે
[ ૨૫ છે કે આયુર્વેદના આચાર્યોને શરીરનાં બીજાં અંગોનું નહિ તે અસ્થિઓનું ઘણું જ્ઞાન તે વૈદિક ઋષિઓ પાસેથી મળ્યું હતું; અલબત્ત, આયુર્વેદિક આચાર્યોએ સુધારે વધારે તથા વ્યવસ્થા કરી છે એટલી વાત ખરી.
ઘોડાના અસ્થિપંજરનાં હાડકાં પણ યજુર્વેદસંહિતામાં એક સ્થળે ગયાં છે. અસ્થિઓ વિશે ઘણુ માહિતી વેદમાં સ્વાભાવિક છે. જે સાદી રીતે વૈદિક ઋષિઓ પશુઓનાં કે મનુષ્યનાં શરીરને કાપીને જોતા તે રીતે શરીરને સૌથી વધારે સ્થાયી તથા કઠણ ભાગ સહેલાઈથી દેખાય એ સમજી શકાય એવું છે. શરીરને બીજા ભાગે એવી સહેલાઈથી છૂટા પડી શકતા નથી તેમ તરત ધ્યાનમાં પણ આવતા નથી. છતાં મનુષ્ય શરીર વિશે વૈદિક ઋષિઓએ કેવી કલ્પના કરી છે તે જોઈએ.
એતરેય આરણ્યક (૧-૨-૨)માં મનુષ્યનું શરીર નીચે પ્રમાણે ૧૦૧ વસ્તુઓનું બનેલું કહ્યું છે. શરીરના કુલ ચાર ભાગ, દરેક ભાગમાં ૨૫ અવય અને વચલું શરીર ૧૦૧ મું. વળી, સાંખ્યાયન આરણ્યકમાં માથાનાં ત્રણ હાડકાં કહ્યાં છે, ડેકમાં ત્રણ પર્વ, આંગળીઓમાં ત્રણ સાંધાઓ અને અનુકમાં ૩૩ પૃષ્ટિ છે.
અસ્થિપંજરનો જે અભ્યાસ ડો. હર્બલે કર્યો છે તે બાકીને શરીરને કોઈ પાશ્ચાત્ય લેખકે અભ્યાસ કર્યો જાણ્યામાં નથી. પણ હમણાં પં. હરિપ્રપન્નજીએ સમગ્ર વૈદિક સાહિત્યનું ખૂબ મથન કરીને એમાં મળી આવતે શારીરજ્ઞાનને વિસ્તાર “રસોગસાગરના ઉપઘાતમાં પ્રકટ કર્યો છે. પંડિતજીએ હર્નલના મતનું કેટલીક બાબતમાં ખંડન પણ કર્યું છે, પણ અહીં એ બે વિદ્વાનોના
૧. વા. ઉં. ૨૫–૧ થી ૯.
૨. સુશ્રતમાંયે દરક આંગળીમાં ત્રણ ત્રણ સાંધા અને અંગૂડામાં બબ્બે સાંધા કહ્યા છે.
૩. સ. ૩. ૨-૩ થી ૬.