________________
૨૮ ]
આયુર્વેદના ઇતિહાસ
અને શ્લેષ્માના સ્પષ્ટ ઉલ્લેખ શતપથમાં છે.૧ (શતપથ ૧૨-૯-૧-૩ અને ૭–૨–૧–૫)
મર્માંના સામાન્ય ઉલ્લેખ વેદમાં મળે છે (મ. વૈ. ૮-૩-૧૭), બાકી સુશ્રુતાક્ત ગણતરીને સંભવ જ નથી. ધમનીના મેાટી, મધ્યમ, અને નાની ( મરીી, મધ્યા, નિષ્ટિવા) એવા ભેદ પણ અથર્વવેદમાં કહ્યા છે. ( મ. વૈ. ૧–૧૭–૨ )
ઉપર વૈદિક સંહિતાઓમાંથી જે શારીરાયવવાચક શબ્દ ઉતાર્યાં છે, એ જ અથવા એના પર્યાય શતપથમાં તથા બીજી સંહિતા અને બ્રાહ્મણામાં પણ મળે છે.
અથવવેદના એક સૂક્તમાંથી ઉપર ઉતારેલા શારીરાવયવવાચક શબ્દોમાં કેટલાક ખાદ્ય અવયવના અને કેટલાક આભ્યન્તર અવયવના વાચક છે. એમાં ખાસ કાંઈ વ્યવસ્થા નથી, કારણ કે
૧, ૫. હરિપ્રપન્નજીએ ૬. વૈ ૯-૧૫-૬ માં આવેલા મયુ ને અય પિત્ત અને ૬ વૈ. ૬-૧૪-૧ માં આવેલા વાત ને અથ શ્લેષ્મા કર્યા છે. ખલાસ રાગનું નામ છે એમ બીજા વૈદિક ટીકાકારાનેા મત છે.
૨. રાતપંથ ૧૨-૯-૧ નાં ૩, ૬ અને ૧૨માં ઘણા શબ્દો છે. વા. સ. ૧૯-૮૧, ૨૦-૫ થી ૧૩, ૨૫-૧ થી ૯; મૈં. સા. ૩-૧૧-૮ અને ૯; તૈ. ત્રા. ૨-૬-૪. વિગતા માટે જુએ ‘રસયેાગસાગર' ના ઉપાદ્યાતમાં ૫, હરિપ્રપન્નજીએ આપેલેા કાઠે.
પંડિત હરિપ્રપન્નજીએ, ઉપર ખતાવ્યું છે તેમ, વેદમાંથી શારીરાવચત્રવાચક નવા શબ્દો કાઢયા છે; એટલું જ નહિ, પણ કેટલાક આયુર્વેદમાં વપરાતા શબ્દોના અર્થમાં રહેલા સદેહનું નિરાકરણ કરવા માટે પણ વૈદિક સાહિત્યને પુષ્કળ ઉપયાગ કર્યાં છે. આ માટે કલેામ, ધમની વગેરે શબ્દો ઉપરનું એમનું વિવરણ જોવા જેવું છે, વૈદિક સાહિત્યને આ રીતે આયુવેદિક સાહિત્યના પ્રકાશક તરીકે ઉપયોગ કરવાના હમણાં હમણાં ખીજા આયુવેદિક વિદ્યાના પણ પ્રયાસ કરે છે,