________________
૨૨ ]
આયુર્વેદને ઈતિહાસ પાણી છાંટતા હશે કે પીવા આપતા હશે. પાણીને વિશ્વભેષજ આ કારણથી કહ્યું હશે. વેદકાલીન વૈદ્ય
વેદના વખતમાં જ વૈદ્યક એક ધંધો ગણાતું હતું એમ સૂચવનારાં પ્રમાણ છે. “હું કવિ છું. મારા પિતા વૈદ્ય છે, અને માતા ખાંડનારી છે. એ રીતે અમે ધનની ઈચ્છાથી જુદું જુદું કામ કરીએ છીએ, ”. એ મંત્રમાં તથા અન્યત્ર પણ વઘક વેદના સમયમાંયે ધંધા તરીકે ચાલતું હોય એમ જણાય છે. યજુર્વેદમાં પુરુષમેધના બલિઓની ગણતરીમાં વૈદ્યનું પણ નામ છે.?
વૈદિક સમયમાં મંત્ર, જળ અને એવધિ વડે ઉપચાર કરનાર આથર્વણ વૈદ્ય કેવો હશે એ નીચેના વેદના મંત્રમાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે:
यत्रौषधीः समग्मत राजानः समिताविव । विप्रः स उच्यते भिषप्रक्षोहामीवचातनः ॥ ऋ. १०-९७
સમિતિમાં જેમ રાજાઓ એકઠા થાય છે તેમ જે વૈદ્ય પાસે ઓષધિઓ એકઠી થઈ હોય તે રાક્ષસોને હણનાર તથા રોગોને નાશ કરનાર વિપ્ર વૈદ્ય કહેવાય છે.
વૈદિક વિદ્યનું કર્તવ્ય આ મંત્ર બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આયુર્વેદિક ઉઘને આદર્શ આથી ઘણે આગળ વધે છે, અને એની સાધનસંપત્તિ પણ વિશાળ છે. વૈદિક ઔષધશાસ્ત્ર
વૈદિક સમયના વૈદ્યક વિશે આટલા સામાન્ય વિવેચનથી જ એટલું તો સ્પષ્ટ સમજાયું હશે કે આયુર્વેદના પ્રાચીનતમ ગ્રન્થમાં
૧. 8. ૯-૧૧૨-૨. ૨. 8. ૯-૧૨-૩. ૩. વ. ૩. ૩૦-૧૦; સૈ. ત્રા. ૩-૪-૪-૬.