________________
૨૦ ]
6
આયુર્વેદના ઇતિહાસ માથાથી દૂધીય ઋષિએ અશ્વિનેાને મધુ 'તા ઉપદેશ કર્યાં એમ કહ્યું છે.? આ કથા બૃહદારણ્યક ઉપનિષદ (મધુપ્રમળ )માં પણ છે. પુરાણામાં સ્પ્રે યજ્ઞનું માથુ કાપી નાખ્યું અને અશ્વિદેવાએ પેાતાને યજ્ઞમાં ભાગ આપવાની શરતે પાછું સાંધી આપ્યું એવી કથા છે. આયુર્વેદિક સાહિત્યમાં વૃદ્ઘ ચ્યવન રસાયનપ્રયોગથી ફરી યુવાન થયા. ( સ્વ. વિ. અ. ૧) એ રીતે પહેલાં કહેલ વૈદિક મંત્રને અનુવાદ છે. અને અધિદેવેએ યજ્ઞનું માથુ શસ્ત્રચિકિત્સાથી કરી સાંધી આપ્યું માટે શક્યત્ર આયુર્વેદનાં આઠ આંગામાં ઉત્તમ છે, એ રીતે સુશ્રુતે પૌરાણિક કથાના શક્યતંત્રની પ્રશંસામાં ઉપયોગ કર્યાં છે. ( સુશ્રુત સૂ. ૩૬. ૨)
આંધળાને ફરી દેખતા કરી શકાય, લૂલાને ફરી ચાલતેા કરી શકાય, ઘેાડીનેા પગ ભાંગી ગયેા હોય તેા એને બદલે લેઢાનેા પગ નાખી શકાય, વૃદ્ધ માણસાને ફરી જુવાન કરી શકાય અને છેવટે કપાયેલું માથું પણ સાજું કરી શકાય, એ તા વૈદ્યક વિદ્યાના મેટા ચમકારા ગણાય. પણ આજનું મેટરની ઝડપે આગળ વધ્યે જતું પાશ્ચાત્ય વહું આ બધું કરી શકતું નથી અને વૈદિક કાળમાં આય વૈદ્યો આ ચમત્કારો કરી શકતા હોય એમ માનવાનું કાંઈ કારણ નથી. મંત્રો પોતે તથા સુશ્રુત વગેરે પણ દેવામાં—માણસામાં નહિ— આવી ચમત્કારિક શક્તિ માને છે; છતાં આવા વૈદ્યક સબંધી ચમકારા દેવાતે આરાપાય ત્યારે કાંઈક વૈદ્યક એ સમાજમાં ચાલતું હાય ખરું. એ વખતના વઘો કાંઈક શસ્ત્રચિકિત્સા પણ કરી શકતા હશે, વધારે નહિ તેા ધા ઉપર કાઈ વનસ્પતિનાં પાનની લૂગદી મૂકતા હશે, વહેતા ઘા ઉપર પાટાપીંડી કરતા હશે. અથવવેદના એક`મત્રમાં તે સ્પષ્ટ રીતે કપાયેલાં હાડને સાંધનારી ઔષિધને ઉલ્લેખ છે. બીજે પણ શસ્ત્રસાધ્ય રોગોમાં મત્રો સાથે આધિ
૧. . ૧૧૭–૨૨.
૨. . ૪–૧૨–૧.