________________ * * * * * * * આદર્શ મુનિ અર્થાત્ “ઇસ્વી સન પૂર્વનાં સૈકાઓનાં ભારતીય ઇતિહાસનાં સાધનોમાં આ લેખનું સ્થાન ઘણું મહત્વનું છે. પ્રાચીનતામાં અશોકની પછીનો આ બીજ લેખ છે. પહેલે નાના ઘાટન વેદિશ્રીને લેખ છે. પરંતુ મૈર્યકાળની પહેલાંના ઈતિહાસ કમ તથા જૈનધર્મના ઇતિહાસ માટે આજ સુધી જેટલા લેખો મળી આવ્યા છે, તે સર્વમાં આ અધિક મહત્ત્વનો છે. તે પુરાણના લેખનું સમર્થન કરે છે અને ઈ. સ. પૂર્વે 450 વર્ષ સુધીની રાજવંશાવળી સુધી લઈ જાય છે. આ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે ઓરિસ્સામાં જૈનધર્મ ઘણું કરીને નિર્વાણ સંવત ૧૦૦ની લગભગમાં શરૂ થયો, અને ત્યાંનો રાષ્ટ્રીય ધર્મ થઈ ગયે. એ ઈ. સ. પૂર્વે ૪પ૦ માં બિહાર અને ઓરિસાની એયતાનું સૌથી પ્રાચીન પ્રમાણ છે. તેના ઉપરથી સામા છક ઇતિહાસમાં આપણને વિશેષ અગત્યની વાત જાણવાની મળે છે તે એ છે કે ઈ. સ. પૂર્વે 172 માં ઓરિસ્સાની જનસંખ્યા ૩પ લાખની હતી.” (3) મથુરા (સં. પ્રાં.) ની પાસે કંકાલી ટીલા” એક ઘણું જ પુરાણું સ્થળ છે. ત્યાં કેટલીયે વાર ખેદકામ કરતાં જૈન શિલાલેખ તથા અનેક પ્રાચીન સ્તૂપો હાથ લાગ્યા છે. સર વિન્સેન્ટ રિમથ તે કાળ ઈસ્વી સન પૂર્વેને પહેલા સૈકાથી ઇસ્વી સનના બીજા સૈકા સુધી માને છે. 1 સૌથી ન લેખ વિ. સં. 1134 (ઈ. સ. ૧૦૭૭)નો છે. આ લેખથી મથુરામાંના લગભગ અગીઆર સૈકાઓના જૈનધર્મનું ઐતિહાસિક તારતમ્ય હાથ લાગે છે. આ લેખમાંના ઘણાજ પ્રાચીન 1 Jain Stupa and other antiquities of Mathura.