Book Title: Updeshprasad Part 3
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002172/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ 3 दिवामि यागपवाद मापक करायामितिमिरा किला समका ભાષાંતર सतिमं रोदिदिवाम 31 मगास मियागं जानिमा योग दिवामणांमटीमा तिवा स्मरागादिन्यासम या बारमयाग एवाद दियालेवार मानिदिया बारमा दिया मलिनदियां वास्माममिनियम मासम्ममा कामंपक दिवारि सियतिराम सर्व एव गरिमानयिमयमिय विश्वकराणामितिमिराया दिया दिया मशपादनमा विविदाममियापि यादव या मासिक पाविमतिकरिनाममा नव संवत वर्षका ५ मा मात्रिका लिखिनादिनंदन॥ ॥ श्रीः ॥ VALE गिरिय माम निदिमयमिय स्ममिि दिवयापयमिमा वर्षका जैन जुड डीयो.. • અમદાવાદ-૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ IIIIIII આચાર્ય શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિરચિત ભાગ - 2 (સ્તંભ ૧૦ થી ૧૪, વ્યાખ્યાન ૧૩૬ થી ૨૧૦) શ્રાવકના ચાર ગુણવત, જિનપૂજા વિધિ, દેવદ્રવ્ય ભક્ષણના દોષ, જિનેશ્વરના પંચકલ્યાણકોનું વર્ણન, દીપોત્સવી પર્વ વૃષ્ટાંતયુક્ત વિવેચન સહિત ગૂર્જર અનુવાદક સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રકાશક જૈન બુક ડીપો ૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૨૩૫૬૧૫૪ પ્રાપ્તિસ્થાન જશવંતલાલ ગિરઘરલાલ શાહ જૈનપ્રકાશન મંદિર ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭ - પાંચ ભાગના સેટની કિંમત. પ્રથમવૃત્તિ રૂપિયા પાંચસો ઈ.સ. ૨૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ માણ સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોધન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ આકાશમાં સૂર્ય ઊગે છે અને ધ૨તી ૫૨ ૨હેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે અને આત્મામાં સદ્ગુણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર ! સદ્ગુણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઇએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઇ ચૂક્યો છે. સતત ક૨તા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ..... મુદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩૫૬૮૦૬ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર શંખેશ્વર તથા સૂરત Serving Jinshasan 099339 gyanmandir@kobatirth.org અજય સેવંતિલાલ જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ભોજનશાળા સામે, શંખેશ્વર-૩૮૪૨૪૬ ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ ચીકપેઠ, બેંગ્લોર-૫૬૦૦૫૩ (6 Page #4 -------------------------------------------------------------------------- ________________ (પ્રસ્તાવના અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે. જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આરાઘનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાઘનામાં જોડાતા નથી અને વિરાઘનાથી અટકતા નથી. બાળજીવોને આરાધનામાં જોડવા માટે ઘર્મનું બળ શું છે...ઘર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાઘનાથી અટકાવવા માટે વિરાઘનાનું ફળ બતાવવું પડે...પુણ્યબંઘનું આકર્ષણ જીવને ઘર્મમાં જોડે છે અને પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે અથવા પાપનો રસ ઓછો કરાવે છે. પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોઘદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોઘક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાઘકને તેમાંથી સાધનામાટેનું બળ મળે તેવો ગ્રંથ છે. આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દ્રષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજય લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ત્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દ્રઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી જૈન સમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે. પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદિ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની ગણતરીએ બઘા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પનું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બઘા પર્વો માટે સમજી લેવું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દ્રઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. સમક્તિ, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન છે આરાનું સ્વરૂપ; દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ; નવનિવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દ્રષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે. પ્રસ્તુત ભાગ ૩ માં ૭૫ વ્યાખ્યાનમાં શ્રાવકના ચાર શિક્ષાવ્રત ઉપર વિસ્તારથી વર્ણન કરેલ છે. તે ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે છે–(૧) સમાયિક (૨) દશાવકાશિક (૩) પૌષધોપવાસ, (૪) અતિથિસંવિભાગ. પ્રસંગોપાત્ત બાર વ્રતનું નિશ્ચય અને વ્યવહારથી વિવેચન, જિનભક્તિ, શત્રુંજય યાત્રાનું ફળ, સ્નાન તથા પૂજા વિધિ, દેવ દ્રવ્ય ભક્ષણના દોષ, ભગવાનના પંચકલ્યાણકોનું વર્ણન, પાંચમા આરાનું વર્ણન તથા દીપોત્સવી પર્વ વગેરે વિષયો ઉપર વિસ્તૃત વિવેચન કરેલ છે. એકંદરે આ ભાગમાં નાની મોટી ૧૦૦ કથાઓનો સમાવેશ કરેલો છે. ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દૃષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુધારી શકાય. પ્રકાશક જશવંતલાલ ગિરધરલાલ શાહ Sઈ 02 Page #6 -------------------------------------------------------------------------- ________________ له به ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૩ અનુક્રમણિકા (સ્તંભ ૧૦ થી ૧) (વ્યાખ્યાન ૧૩૬ થી ૨૧૦) વિષય પૃષ્ઠT વિષય પૃષ્ઠ સ્થાપનાચાર્યનું સ્વરૂપ (તંભ ૧૦ મુખવસ્ત્રિકાનું સ્વરૂપ વ્યાખ્યાન ૧૩૬ વ્યાખ્યાન ૧૪૪ અનર્થદંડ વિરમણ વ્રતનાં પાંચ સામાયિકનું ફળ અતિચાર ૧ | સામાયિકના મહિમા ઉપરશૂરસેન અને મહિસેનનું દ્રષ્ટાંત કેશરી ચોરની કથા વ્યાખ્યાન ૧૩૭ વ્યાખ્યાન ૧૪૫ અનર્થદંડનો ત્યાગ-કર્તવ્ય | બીજું શિક્ષાવ્રત-દેશાવકાસિક ચિત્રગુપ્તકુમારની કથા ૩ | સુમિત્રની કથા દ્રમકમુનિનો પ્રબંધ વ્યાખ્યાન ૧૪૬ વ્યાખ્યાન ૧૩૮ દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર ૨૪ પહેલું શિક્ષાવ્રત–સામાયિક | લોહજંઘની કથા સામાયિક ઉપર એક ડોશીનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૧૪૭ વ્યાખ્યાન ૧૩૯ | છ અઠ્ઠાઈ પર્વો સામાયિકનાં પાંચ અતિચાર પર્યુષણની અઠ્ઠાઈ આરાઘનાના મહણસિંહની કથા ૧૧ પાંચ સાઘનો વ્યાખ્યાન ૧૪૦ લક્ષ્મણા સાથ્વીની કથા સામાયિકના ભેદ ૧૦ | હીરવિજયસૂરિનો પ્રબંઘ ચાર ચોરની કથા વ્યાખ્યાન ૧૪૮ વ્યાખ્યાન ૧૪૧ અગિયાર વાર્ષિક ઘર્મકૃત્યો ઘર્મધ્યાનથી સામાયિક પ્રાપ્તિ | ત્રણ પ્રકારની યાત્રા ચંદ્રાવતંસ રાજાની કથા . વ્યાખ્યાન ૧૪૯ વ્યાખ્યાન ૧૪૨ | ત્રીજું શિક્ષાવ્રત–પૌષઘોપવાસ સામાયિકના બત્રીશ દોષ ૧૫ | છેલ્લા ઉદયન રાજર્ષિની કથા જટિલના મૂર્ખ શિષ્યની કથા ૧૬ વ્યાખ્યાન ૧૫૦ વ્યાખ્યાન ૧૪૩ પૌષઘવ્રતનું સ્વરૂપ સામાયિકના ઉપકરણો ૧૭. શંખ શ્રાવકની કથા ળ ૧૧ ૧૨ ૪૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠT વિષય પૃષ્ઠ સ્તંભ ૧૧) વ્યાખ્યાન ૧૧ પૌષઘવ્રતનું ફળ વ્યાખ્યાન ૧૫૧ મહાશતક શ્રેષ્ઠીની કથા પર્વારાઘનનો વિધિ વ્યાખ્યાન ૧૨ પૃથ્વીપાલ રાજાની કથા ચોથું શિક્ષાવ્રત–અતિથિ સંવિભાગ વ્યાખ્યાન ૧પ૦ અંબિકા શ્રાવિકાની કથા પર્વની આરાધના વ્યાખ્યાન ૧૬૩ સૂર્યયશાનું વૃત્તાંત અતિથિ સંવિભાગવત વ્યાખ્યાન ૧૫૩ વ્યાખ્યાન ૧૬૪ પ્રતિક્રમણના આઠ પર્યાય પ૩ | મુનિદાનનો પ્રભાવ પહેલા તથા બીજા પર્યાય ઉપર કથા ૫૪ | સંગમની કથા વ્યાખ્યાન ૧૫૪ વ્યાખ્યાન ૧૫ પ્રતિક્રમણના પર્યાય-ત્રીજો પરિહરણં પપ | અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર વ્યાખ્યાન ૧૫૫ | ચંપક શ્રેષ્ઠીની કથા પ્રતિક્રમણના પર્યાય ચોથો-વારણા પાંચમો નિવૃત્તિ સ્તંભ ૧૨ છઠ્ઠો નિંદા ૫૬-૫૭ વ્યાખ્યાન ૧૬૬ વ્યાખ્યાન ૧૫૬ | ગૃહસ્થોની ભોજનવિધિ પ્રતિક્રમણના પર્યાય-સાતમો– વ્યાખ્યાન ૧૬૭ ગર્તા ૫૮ | દાનની પ્રશંસા વ્યાખ્યાન ૧૫૭ કૃતપુણ્યની કથા પ્રતિક્રમણના પર્યાય-આઠમો - વ્યાખ્યાન ૧૬૮ શુદ્ધિ ભોજન વખતે મુનિને સંભારવા વ્યાખ્યાન ૧૫૮ ઘનાવહ શ્રેષ્ઠીની કથા ઇર્યાપથીકી પ્રતિક્રમણપૂર્વક પૌષઘ ૬૦ વ્યાખ્યાન ૧૧૯ અતિમુક્ત મુનિની કથા ૬૧ | દાનવિધિ વ્યાખ્યાન ૧૫૯ કુમારપાળ નૃપ કથા પૌષઘવ્રતના અતિચાર ૬૩ વ્યાખ્યાન ૧૭૦ નિંદમણિકારની કથા સાઘર્મીની સેવાનું ફળ વ્યાખ્યાન ૧૦ ભવનાથ પ્રભુનું દ્રષ્ટાંત પૌષઘવ્રત કરનારની સ્તુતિ ૬૪ દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત, શુભંકર શ્રેષ્ઠીની કથા 1િ સાગરચંદ્રની કથા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૧૧૯ વિષય પૃષ્ઠ | વિષય पृष्ठ વ્યાખ્યાન ૧૭૧ વ્યાખ્યાન ૧૮૧ પૌષધશાળા કરવાનું ફળ જિનભક્તિ ૧૧૩ આમરાજાની કથા સાંતુ મંત્રીની કથા ૮૯ | દશાર્ણભદ્રની કથા ૧૧૪ વ્યાખ્યાન ૧૭૨ વ્યાખ્યાન ૧૮૨ અકથ્ય ઘનનાં અનર્થકારી પરિણામ ૯૦ | જિનભક્તિનું ફળવિઘાન ૧૧૫ નાગશ્રીની કથા ૯૦ ભરતાદિકની કથા (શત્રુંજય તીર્થ વ્યાખ્યાન ૧૭૩ પરના ઉદ્ધારોનું વર્ણન) દાનની અનુમોદનાનું ફળ વ્યાખ્યાન ૧૮૩. દાનના અનુમોદક મૃગની કથા શત્રુંજયની યાત્રાનું ફળ ૧૧૮ વ્યાખ્યાન ૧૭૪ કુમારપાળ રાજાનો પ્રબંઘ ઉપયોગપૂર્વક ઘન કર્તવ્ય વ્યાખ્યાન ૧૮૪ મુનિદાનમાં બિંદુપાત ઉપર સ્નાનવિધિ ૧૨૨ ઘર્મઘોષનું દ્રષ્ટાંત જિનપૂજા વસ્ત્રઘારણ વિધિ ૧૨૪ વ્યાખ્યાન ૧૭૫ અલ્પદાનનું પણ મહાનફળ વ્યાખ્યાન ૧૮૫ મૂળદેવની કથા પુષ્પ વગેરે લાવવાનો વિધિ ૧૨૬ વ્યાખ્યાન ૧૭૬ કુમારપાલ રાજાના પૂર્વભવનું વૃત્તાંત ૧૨૮ નિશ્ચય અને વ્યવહારથી વ્યાખ્યાન ૧૮૭ બારવ્રતનું વિવેચન ૯૮ જિનચૈત્ય કરાવની વિધિ ૧૩૦ સંપ્રતિ રાજાની કથા, કુંતલાની કથા ૧૩૦ વ્યાખ્યાન ૧૭૭ બળાત્કારે ઘર્મ કર્તવ્ય ૧૦૧ વ્યાખ્યાન ૧૮૭ તેતલિપુત્રની કથા ૧૩૨ જિનપ્રતિમા જિનસારખી એકલવ્યનું દ્રષ્ટાંત ૧૩૩ વ્યાખ્યાન ૧૭૮ દેવદત્તની કથા ૧૩૪ મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ ૧૦૨ રત્નચૂડની કથા ૧૦૨ વ્યાખ્યાન ૧૮૮ દેવીઓ સમક્ષ જીવવઘ અકર્તવ્ય ૧૩૫ વ્યાખ્યાન ૧૭૯ યશોઘર રાજાની કથા વ્રતોના અલ્પ પાલનથી પણ સુખ ૧૦૬ ૧૩૬ પરદેશી રાજાની કથા ૧૦૭ વ્યાખ્યાન ૧૮૯ વ્યાખ્યાન ૧૮૦ | ચૈત્યશબ્દનો અર્થ ૧૩૯ શ્રાવકઘર્મનું સ્વરૂપ શäભવસૂરિની કથા ૧૪૨ કૂર્મીપુત્રની કથા ૧૧૦ વ્યાખ્યાન ૧૯૦ સ્થંભ ૧૩. | જિનપૂજા વિધિ ૧૪૩ 1 મધ્યમંગલા મંગલાચરણ ૧૧૩ | જિનદાસ શેઠની કથા ૧૪૫O ૧૦૧ ૧૧૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠT વિષય પુર ૧૪૭. ૧૪૭. ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૪ વિષય વ્યાખ્યાન ૧૯૧ જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય વિધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૧૯૨ દેવદ્રવ્ય ભક્ષણના દોષ શુભંકર શ્રેષ્ઠીની કથા દેવદીપક સંબંધી કથા ઋષભદત્ત શ્રેષ્ઠીની કથા વ્યાખ્યાન ૧૯૩ દેવદ્રવ્ય–ભક્ષણના દોષ સાગરશ્રેષ્ઠીની કથા વ્યાખ્યાન ૧૯૪ સાવદ્યવચનનું ફળ સાવદ્યાચાર્યની કથા વ્યાખ્યાન ૧૯૫ નવકારમંત્રનું ફળ નવકારના જાપ ઉપર કથા ૧૫૫ ૧૫૫ ૧૫૮ ૧૫૮ વ્યાખ્યાન ૨00 દીક્ષાકલ્યાણક ૧૭૬ વ્યાખ્યાન ૨૦૧ કેવળજ્ઞાન કલ્યાણક ૧૭૯ બુઢણ આહીરનું દ્રષ્ટાંત ૧૮૩ વ્યાખ્યાન ૨૦૨ સમવસરણ ૧૮૪ વ્યાખ્યાન ૨૦૩ ભગવંતની દેશના ૧૮૭ વ્યાખ્યાન ૨૦૪ યોગ્યતા પ્રમાણે વ્રત-પરિણમન ૧૯૧ શાલિના કણ સંબંધી પ્રબંધ ૧૯૧ વ્યાચાળ ૨૦પ નિર્વાણકલ્યાણક ૧૯૩ વ્યાખ્યાન ૨૦૬ કાળનું સ્વરૂપ ૧૯૬ (આવતી ચોવીશીમાં થનાર તીર્થંકરાદિ શલાકા પુરુષોનું વર્ણન) ૨૦૨ વ્યાખ્યાન ૨૦૭ ભાવી ચોથા આરાનું સ્વરૂપ ૨૦૨ વ્યાખ્યાન ૨૦૮ વર્તમાન પાંચમા આરાનું વર્ણન ૨૦૪ કલ્કીનું વર્ણન વ્યાખ્યાન ૨૦૯ ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન ૨૦૮ (આવતી ચોવીશીના તીર્થકરાદિનું વિશેષ વર્ણન) વ્યાખ્યાન ૨૧૦ દીપોત્સવી પર્વનું વર્ણન ૨૧૧ પરિશિષ્ટ કથાઓ તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા ૨૧૫ ૧૬૧ ૧૬૨ સ્તંભ ૧૪ ૨૦૬ ૧૬૫ વ્યાખ્યાન ૧૯૬ તીર્થંકરનામ કર્મના હેતુ (વીશસ્થાનકનું વર્ણન) વ્યાખ્યાન ૧૯૭ ચ્યવન કલ્યાણક વર્ણન વ્યાખ્યાન ૧૯૮ જન્મકલ્યાણકનું વર્ણન વ્યાખ્યાન ૧૯૯ ઇંદ્રકૃત જન્મોત્સવ ૧૬૭ ૧૬૯ ૧૭૨ જિત કરી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિચિત શા માસા હાજર ( રભ ૧છે વ્યાખ્યાન ૧૩૬ અનર્થદંડ વિરમણવ્રતના પાંચ અતિચાર અનર્થદંડ વિરમણ નામના આઠમા વ્રત સંબંધી ત્યાગ કરવા યોગ્ય પાંચ અતિચાર કહે છે. संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता । मौखर्यमथ कौकुच्यं, कंदर्पोऽनर्थदंडगाः॥१॥ ભાવાર્થ-બનિરંતર અઘિકરણો જોડેલાં તૈયાર રાખવાં, પોતાના ઉપભોગમાં જોઈએ તે કરતાં વિશેષ વસ્તુ તૈયાર રાખવી, મુખરપણું–અતિવાચાપણું કરવું, કુચેષ્ટા કરવી અને કામોત્પાદક વાણી બોલવી–એ પાંચ આઠમા વ્રતના અતિચાર છે. વિશેષાર્થ-એ પાંચ અતિચારનું સ્વરૂપ આ પ્રમાણે–(૧) જેનાથી આત્મા પૃથ્વી વગેરેમાં અધિકૃત થાય તે અધિકરણ કહેવાય. તેને સંયુક્ત એટલે બીજા અધિકરણો સાથે જોડી રાખવા. જેમકે ખાંડણીઆ સાથે સાંબેલું, હળ સાથે તેનું ફળું, ઘનુષ્યની સાથે બાણ, ગાડા સાથે ઘોંસરું, ઘંટીના એક પડ સાથે બીજું પડ અને કુહાડા સાથે હાથો-ઇત્યાદિ સંયુક્ત કરી રાખવાથી તે અનWક્રિયા કરવાને યોગ્ય થાય છે. તેને સજતૈયાર કરી રાખવાપણું તે સંયુક્તાધિકરણત્વ કહેવાય છે. તે વિષે આવશ્યક બ્રહવૃત્તિમાં કહ્યું છે કે, “શ્રાવકે ગાડાં આદિ અધિકરણો જોડી રાખવાં નહીં.” “આદિ' શબ્દથી વાંસલો, ફરસી વગેરે પણ તૈયાર રાખવાં નહીં, કારણ કે જો એ અધિકરણ જોડી રાખ્યાં ન હોય તો સુખપૂર્વક બીજાને પ્રતિષઘ કરી શકાય છે ના પાડી શકાય છે.) અગ્નિ પણ બીજાએ પોતાને ઘેર સળગાવી તૈયાર કર્યો હોય તેમાંથી લેવો, તથા ઘર, દુકાન વગેરેનો આરંભ અને પરગામ પ્રત્યે ગમન પોતે પ્રથમ કરવું નહીં. ચૌટામાંથી વને છેડે ઢાંક્યા વગર સર્વલોકોની દ્રષ્ટિ પડે તેમ શાકભાજી પણ લાવવા નહીં, કારણ કે તેમ કરવાથી પરંપરાએ પાપની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે कार्ये शुभेऽशुभे वाऽपि, प्रवृत्तिर्यैः कृतादितः । ज्ञेयास्ते तस्य कर्तारः, पश्चादप्युपचारतः॥४॥ શુભ કે અશુભ કાર્યમાં જેઓ પ્રથમ પ્રવૃત્તિ કરે છે તેઓ ત્યાર પછીનાં શુભાશુભ કાર્યનાં પણ કર્યા છે, એમ ઉપચારથી જાણવું.” આ પ્રમાણે હિંઢપ્રદાનરૂપ અનર્થદંડનો પ્રથમ અતિચાર જાણવો. (૨) ઉપભોગમાં–ઉપલક્ષણથી સ્નાન, ભોજન અને વસ્ત્ર વગેરે ભોગ્ય વસ્તુ જે અઘિક તૈયાર રાખવી તે પ્રમાદાચરણને લગતો બીજો અતિચાર છે. ભિાગ ૩-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ (૩) મુખર એટલે બહુ વાચાલ, તે સંબંધી ભાવ તે મૌખર્ય કહેવાય, અર્થાત્ અસંબદ્ધ બહુ પ્રલાપ કરવાપણું તે પાપોપદેશને લગતો ત્રીજો અતિચાર છે. તેવું અત્યંત વાચાળપણું હોવાથી વિચારવાની તક ઓછી મળે છે તેથી પાપોપદેશ થઈ જવાનો સંભવ છે. ૨ (૪) કુચેષ્ટા એટલે ભૃકુટિ, નેત્ર, નાસિકા, હાથપગ અને મુખના વિકાર વડે હાસ્ય ઉત્પન્ન થાય તેવી કુચેષ્ટાઓ કરવી કે જેથી બીજો ઉપહાસ્ય કરે અને પોતાની લઘુતા થાય તેવી ચેષ્ટા કરવી કે તેવું બોલવું તે પ્રમાદાચરણ સંબંધી ચોથો અતિચાર છે. (૫) કંદર્પ એટલે કામદેવ તેની ઉત્પત્તિના હેતુરૂપ વચનો બોલવા તે પાંચમો અતિચાર છે. ઉત્તમ આચારવાળા શ્રાવકે તેવું વચન બોલવું નહીં કે જેથી પોતાને યા બીજાને મોહની જાગૃતિ થાય. આ છેલ્લા બે અતિચાર પ્રમાદ સંબંધી છે. આ સંબંધમાં એક દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :શૂરસેન ને મહીંસેનનું દૃષ્ટાંત બંધુરા નામની નગરીમાં શૂરસેન અને મહીસેન નામે બે રાજપુત્રો હતા. તેઓ હમેશાં સદાચારવાલા અને પરસ્પર પ્રીતિવાલા થઈ સુખે રહેતા હતા. એક વખતે મહીસેનની જિલ્લા ઉપર અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ તેને અસાધ્ય ધારી છોડી દીધો. એ રોગથી તેની જિલ્લા એવી ગંધાવા લાગી કે જેથી કોઈ તેની પાસે રહી શકતું નહીં, માત્ર તેનો બંધુ શૂરસેન જ સ્નેહથી તેની પાસે રહેતો હતો. રોગની તીવ્ર વેદનાથી જ્યારે મહીસેન ‘અરે! અરે!' એવો પોકાર કરતો ત્યારે શૂરસેન કહેતો કે—“હે બંધુ! શાંત થા અને સર્વ જગતને તારવા સમર્થ, તેમજ જ્ઞાનઘ્યાનરૂપ અગ્નિથી આ ભવપ્રપંચ તથા કર્મજાલને ભસ્મ કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુનું સ્મરણ કર.'' બંધુના આવા ઉપદેશથી મહીસેને પંચપરમેષ્ઠીનું મનમાં ધ્યાન કરવા માંડ્યું. શૂરસેને પોતાના બંધુના જીવવાની આશા છોડી દીધી હતી, તેથી તેની પાસે પાપના અનેક નિયમો કરાવ્યા અને પ્રાસુક જલથી તેની જિલ્લા ઉપર જલસિંચન કરવા માંડ્યું. દૈવયોગે તે પ્રમાણે મંદમંદ જલ સિંચન કરવાથી તેનો રોગ મૂળમાંથી ગયો. તેણે જે જે પચખાણ લીઘા હતા તે તે પાળવા માંડ્યાં. એકદા ત્યાં શ્રી ભદ્રબાહુસ્વામી પધાર્યા. તેમનું આગમન સાંભળી તે બન્ને ભાઈ તેમને વંદન કરવા ગયા. દેશના સાંભળ્યા પછી શૂરસેને મહીસેનને રોગ થવાનું કારણ પૂછ્યું એટલે ગુરુ બોલ્યા— મણિપુર નગરમાં મદન નામના કોઈ સુભટને વીર અને ઘીર નામે બે ધર્મિષ્ઠ પુત્ર હતા. એક વખતે તે બન્ને વનમાં ફરવા ગયા. ત્યાં પોતાના મામા વસંત નામના મુનિને પૃથ્વી ઉપર બેસુધ પડેલા જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું, એટલે તેઓમાંથી કોઈએ કહ્યું કે—એક સર્પ, કાયોત્સર્ગે રહેલા આ મુનિને ડસીને રાફડામાં પેસી ગયો છે.’ મામાના સ્નેહથી લઘુબંધુ ઘીર બોલ્યો કે—‘અરે રાંક લોકો! તમે તે સર્પને નાસતાં મારી નાખ્યો કેમ નહીં?’ તે સાંભળી વીર બોલ્યો કે–‘હે ભ્રાતા! આમ બોલીને પૃથા કર્મ શા માટે બાંધે છે?’ ઘીરે કહ્યું કે—“મુનિને ડસનારા સર્પને મારવાથી તો ધર્મ જ થાય. કહ્યું છે કે ઃ दुष्टस्य दंडः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृद्धिः । अपक्षपातो रिपुराष्ट्रचिंता, पंचैव यज्ञा नृपपुंगवानां ॥ १ ॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૭] અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય “દુષ્ટને દંડ કરવો, સ્વજનની પૂજા કરવી, ન્યાયથી ભંડાર વઘારવો, કોઈનો પક્ષપાત કરવો નહીં અને શત્રુના દેશની ચિંતા રાખવી–એ પાંચ ઉત્તમ રાજાઓને માટે યજ્ઞ બરાબર છે. માટે આપણને ક્ષત્રિયોને તેમ કરવાથી કાંઈ દોષ લાગે નહીં.” વીર બોલ્યો-“હે બંધુ! આપણને જૈનને તે ઘટે નહીં. જૈનોને તો લાકડી ભાંગે નહીં, દૂઘનું પાત્ર ફુટે નહીં અને દૂઘ ઢોળાય નહીં; તેવી રીતે જીવનો વઘ થાય નહીં તેમ કરવું જોઈએ. જીવાનંદ વૈદ્યની જેમ જૈનોએ તો વચન પણ વિચારીને બોલવું જોઈએ.” આ પ્રમાણેનું પોતાના બંઘુનું વચન સત્ય માનીને તેમણે મુનિને યોગ્ય ઉપચાર વડે સજ કર્યા. અનુક્રમે તે બન્ને ક્ષત્રિયપુત્ર મૃત્યુ પામીને તમે બે ભાઈ થયા છો. ઘીરના જીવે તે ભવમાં બોલેલા અનર્થદંડરૂપ વાક્યની આલોચના કરેલી નહીં હોવાથી આ મહીસેન જિહાના રોગથી પીડિત થયો અને મુનિને ઉપચાર વડે જિવાડ્યા હતા તેથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી તારા પ્રયાસ વડે તે નીરોગી થયો. આ પ્રમાણેનો પૂર્વભવ સાંભળી બન્ને ભાઈઓને જાતિસ્મરણ થવાથી અનર્થદંડને મૂળમાંથી નિવારીને તે બન્ને જણે મુનિપણું ગ્રહણ કર્યું. આ શૂરસેન અને મહીસેનના દ્રષ્ટાંતથી પાપનું મૂળ જે અનર્થદંડ તેનો મૂળમાંથી ત્યાગ કરવો. વ્યાખ્યાન ૧૩૭ અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય अज्ञानमन्युदंभेभ्योऽनर्थदंडः प्रजायते । स चूर्यो व्रतवज्रेण चित्रगुप्तकुमारवत् ॥१॥ ભાવાર્થ-“અજ્ઞાન, ક્રોઘ અને દંભથી અનર્થદંડ થાય છે. તેને ચિત્રગુપ્તકુમારની જેમ વ્રતરૂપી વજવડે ચૂર્ણ કરી નાખવો.” આ શ્લોકનો ભાવાર્થ ચિત્રગુપ્તકુમારના સંબંઘથી જાણી લેવો જે નીચે પ્રમાણે છે ચિત્રગુપકુમારની કથા કોશલ દેશમાં જયશેખર નામે રાજા હતો. તેને પુરુષદા અને પુરુષસિંહ નામે બે પુત્રો હતા. સમાન ગુણ તથા શીલવાળા તે બન્નેને પરસ્પર મૈત્રી હતી. જાણે બે નેત્રો પાસે શીખેલું હોય તેવું તેમનું સખ્ય ઐક્યતા પામ્યું હતું. તે વિષે અર્થદીપિકામાં લખે છે કે पाण्योरुपकृतिं सत्त्वं, स्त्रिया भनशुनो बलम् । जिह्वाया दक्षतामणोः, सखितां शिक्षते सुधीः ॥१॥ ભાવાર્થ-“સબુદ્ધિવાળા પુરુષે બે હાથ પાસેથી ઉપકાર શીખવો, સ્ત્રી પાસેથી સત્ત્વ શીખવું, ભાગતા શ્વાન પાસેથી બળ કરતાં શીખવું, જિલ્લા પાસેથી ડહાપણ શીખવું અને બે નેત્ર પાસેથી મિત્રપણું શીખવું.” તે રાજાને વસુ નામે ગુરુ હતા. તેને ચિત્રગુપ્ત નામે એક કૌતુકપ્રિય પુત્ર હતો. એકદા જયશેખર રાજા અકસ્માતુ મૃત્યુ પામ્યો. એટલે અમાત્યોએ જ્યેષ્ઠ રાજપુત્ર પુરુષદત્તને રાજા કર્યો અને કનિષ્ઠ રાજપુત્ર પુરુષસિંહને યુવસજપદ ઉપર બેસાર્યો. એક વખતે રાજાએ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૦ રાજસભામાં કહ્યું કે–“આ સર્વ સમૃદ્ધિ કે જે મારા પિતાને શરણદાયક થઈ નહીં તે મને શરણભૂત કેમ થશે?” તે સાંભળી તેના ગુરુ બોલ્યા કે–“હે કુમાર! તમારા પિતાના શ્રેયને માટે સુવર્ણના પૂતળાના, ગાયોના, ભૂમિના, તેમજ શય્યા, ઉપાનહ, તિલ અને કન્યા વગેરેના દાન બ્રાહ્મણોને આપો; કારણ કે પુત્રે આપેલા દાનનું ફળ પિતાને પ્રાપ્ત થાય છે, એમ કૃતિમાં કહ્યું છે અને તે માટે જ લોકો પુત્રની ઇચ્છા કરે છે.” પછી રાજાએ સર્વ દર્શનવાળાઓને બોલાવી બોલાવીને તે દાન આપવા માંડ્યાં. જ્યારે જૈનમુનિઓને દાન માટે બોલાવ્યા ત્યારે તેઓ બોલ્યા કે-“હે રાજન! જીવઘાત કરનારા દાન મુનિઓને યોગ્ય નથી. તે વિષે વૃંદાવૃત્તિમાં કહ્યું છે કે – तथा हि येन जायंते, क्रोधलोभादयो भृशं । स्वर्णं रूप्यं न तद् देयं, चारित्रिभ्यश्चरित्रहृत् ॥१॥ જેનાથી ક્રોઘ, લોભ વગેરે વિશેષે ઉત્પન્ન થાય તેવું સુવર્ણ અને રૂપું ચારિત્રઘારીઓને આપવું નહીં, કારણ કે તે ચારિત્રને હરનારું છે.” વળી કહ્યું છે કે विभवो वीतसंगानां, वैदग्ध्यं कुलयोषितां ।। दाक्षिण्यं वणिजां प्रेम, वेश्यानाममृतं विषं ॥१॥ નિઃસંગ પુરુષોને વૈભવ વિષ સમાન છે, કુલીન સ્ત્રીઓને અતિ ચાતુર્ય વિષ સમાન છે, વ્યાપારીને દાક્ષિણ્યતા વિષ સમાન છે અને વેશ્યાઓને પ્રેમ વિષ સમાન છે. આ ચારે અમૃત સમાન છતાં તે તે અધિકારીપરત્વે વિષ જેવાં છે.” વળી હે રાજા! જે અપવિત્ર વસ્તુ ખાય છે અને શીંગડાં ખરીઓથી જંતુઓને મારે છે તેવા પશુ વગેરેનું દાન શ્રેયને માટે કેમ થાય? માટે જો દાન જ આપવું હોય તો એક અભયદાન આપવું તે જ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે कपिलानां सहस्रं तु, यो द्विजेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यात्, कलां नार्हति षोडशीं ॥१॥ જે બ્રાહ્મણોને એક હજાર કપિલા-ગાયો આપે અને એકને જીવિતદાન (અભયદાન) આપે તો તે ગોદાન જીવિતદાનની સોળમી કળાને પણ યોગ્ય થતું નથી.” વળી હે રાજા! એકે કરેલું જે ઘર્મ કે કર્મ, તેનું ફળ બીજાને મળતું જ નથી. જે કરે તેને જ મળે છે. કહ્યું છે કે एकस्मिन् भुक्तवत्यन्यः, साक्षादपि न तृप्यते । मृतस्य कल्पते यत्तु, तद्भस्मनि हुतोपमं ॥१॥ એક માણસ જમે અને બીજો કૃતિ પામે એવું સાક્ષાત્ પણ બનતું નથી તો જે મરેલાને માટે કહ્યું છે તે તો ભસ્મમાં (ઘી) હોમ્યા બરાબર જ છે.” કરેલું કર્મ તેના કર્તાને જ અનુસરે છે. જો એમ ન હોય તો કૃતનાશ (કરેલાનો નાશ) અને અકૃતાગમ (નહીં કરેલાનો આગમ) એ દોષ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે સાંભળી રાજા બોલ્યો-“મહારાજ! ત્યારે તમને શું શું આપીએ?” પછી મુનિઓએ એષણીય પ્રાસુક આહાર વગેરેનું સ્વરૂપ કહી બતાવ્યું. તે સાંભળી જૈનમુનિના ઘર્મમાં નિર્દોષપણું જાણી રાજા પુરુષદને પોતાના કનિષ્ઠબંદુને રાજ્ય ઉપર બેસાડીને સો રાજપુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અવધિજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જ્ઞાતિજનોને પ્રતિબોઘવા માટે ત્યાં આવ્યા. રાજા પુરુષસિંહની સાથે તેના પુરોહિતનો પુત્ર ચિત્રગુપ્ત તેમને વાંદવા માટે આવ્યો. ત્યાં Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૭] અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય દેશના સાંભળતાં કોઈ એક કઠિયારો પ્રતિબોધ પામ્યો. તે જોઈ જૈનધર્મનો અજ્ઞાત, મિથ્યાત્વને લીધે જૈનધર્મ ઉપર દ્વેષ કરનારો ચિત્રગુપ્ત રાજાના ભયથી દંભ વડે આ પ્રમાણે બોલ્યો કે—“આ કઠિયારાને ઘન્ય છે જેણે સર્વસ્વ છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું, જેથી હવે મહેનત વગર તેને અન્નાદિક મળશે. વળી રાજા વગેરેની વેઠથી પણ એ નિશ્ચિંત થઈ ગયો. અહો! મુનિવેષનો મહિમા કેવો છે!'' આવા તેના વ્યંગ ભરેલા વચનો સાંભળી ગુરુ બોલ્યા–અહો! અદ્યાપિ તને અનર્થદંડ મારે છે. ચિત્રગુપ્ત બોલ્યો–અનર્થદંડ એટલે શું? જ્ઞાની ગુરુએ કહ્યું કે—અજ્ઞાન, ક્રોધ અને દંભથી અનર્થદંડ થાય છે અને તેનું ફળ ભવોભવ કુયોનિમાં પડવારૂપ પ્રાપ્ત થાય છે. એ અનર્થદંડની વિડંબના સાંભળ. અનર્થદંડ ઉપર કથા—પૂર્વે ભદ્દિલપુરમાં જિનદત્ત શ્રેષ્ઠીને સેન નામે પુત્ર હતો. તે બાલવયમાં વૈરાગ્યવાન થયો. પિતાએ તેને વૈરાગ્યવૃત્તિ છોડાવવાને જારપુરુષોની ગોષ્ઠીમાં મૂક્યો. ત્યાં તેને રાજપુત્ર સાથે મૈત્રી થઈ. નીચ લોકોના સંગથી તે પાપ કરવામાં પરાયણ થયો. એક વખતે તેણે રાજપુત્રને કહ્યું કે—“હે મિત્ર! તારા વૃદ્ધ પિતાને મારીને સત્વર રાજ્ય કેમ લેતો નથી?’’ આ વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે રાજાને વાત કરી. રાજાએ તે વણિકપુત્રને કુમારને કુબુદ્ધિ આપનારો જાણી ‘વઘ કરવા યોગ્ય છે' એમ સુભટોને જણાવ્યું. સુભટોએ તેને બાંધીને મારી નાખ્યો. તે મૃત્યુ પામીને નારકી થયો. ત્યાંથી નીકળી અસંખ્ય કાલ સુધી ભમીને તું ચિત્રગુપ્ત નામે પુરોહિતપુત્ર થયો છે. ૫ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ થતાં ચિત્રગુપ્ત પ્રતિબોધ પામ્યો અને તેણે પેલા મુનિરૂપ કઠિયારાને નમન કર્યું. ત્યારે ગુરુ બોલ્યા—હે ચિત્રગુપ્ત! બીજી એક વાર્તા સાંભળ : દ્રમકમુનિનો પ્રબંધ–એક વખતે શ્રી વીરપ્રભુ પાસે કોઈ ભિખારીએ દીક્ષા લીઘી. તેણે શ્રી વીરપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે–‘હે સ્વામી! જ્ઞાનરૂપી સૂર્યના ઉદય વિના હું ચારિત્રમાર્ગને કેવી રીતે જોઈ શકીશ?’ પ્રભુએ તેને સંક્ષેપમાં ચૌદપૂર્વનું રહસ્ય કહ્યું કે−‘તું સર્વત્ર મનને વશ કર.’ તેણે તે વાત સ્વીકારી અને માસક્ષમણ જેવી ઉગ્ર તપસ્યા કરવા લાગ્યો. પારણના દિવસે કોઈ વખત તેને આહાર મળે નહીં અને લોકો તરફથી અપમાન થાય તો પણ તે ભગવંતનું વચન સંભારીને શુભ ધ્યાન ઘરવા લાગ્યો. એક વખતે રાજગૃહીના બજારમાંથી પસાર થતાં કોઈ અજ્ઞ લોકો તેની મશ્કરી કરતાં બોલ્યાં કે, ‘અહો! આ પુરુષે કેટલું બધું ધનાદિક છોડીને સંયમ લીધું છે કે જેથી તે પાખંડ કરીને લોકોને ફોગટ દબાવે છે!' આ વાક્ય અભયકુમારે સાંભળ્યું. એટલે તરત તેમણે લોકોને એકઠા કરીને કહ્યું કે—જે કોઈ ચક્ષુઇંદ્રિયનો વિષય છોડી દે તેને હું આ બહુમૂલ્યવાળું રત્ન આપું છું.’ તે વખતે કોઈ બાલ્યું નહીં. પુનઃ અભયકુમારે કહ્યું કે—‘જે કોઈ સ્પર્શઇંદ્રિયનો વિષય છોડે તેને આ બીજું રત્ન આપું છું.’ વળી કહ્યું કે—‘જે પાંચે ઇંદ્રિયોના વિષયને છોડીને તેને વશ કરે તેને હું આ પાંચ રત્નો આપું છું.' પણ કોઈએ તેનો પ્રત્યુત્તર આપ્યો નહીં. એવામાં તે મુનિ સન્મુખ આવતા હતા તેમને નમન કરીને અભયકુમારે કહ્યું કે–‘હે સ્વામી! તમે પાંચે ઇંદ્રિયોને જીતનારા છો, માટે આ પાંચે રત્ન તમે જ ગ્રહણ કરો.' મુનિ બોલ્યા—‘એ અર્થ (દ્રવ્ય) અનર્થને જ આપનાર છે, તેથી મેં શ્રી વીરપ્રભુની સમક્ષ યાવજ્જીવ સુધી તેનું પ્રત્યાખ્યાન કર્યું છે.' પછી અભયકુમારે લોકોને કહ્યું કે—‘અરે લોકો! આ મુનિનું નિઃસ્પૃહપણું જુઓ! તમે શું જોઈને તેમનું હાસ્ય કર્યું?” Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ પછી સર્વ લોકોએ મુનિને પ્રણામ કરીને ખમાવ્યા. તે મુનિ વીરભગવંતના વચનમાં તત્પર રહી પ્રાંતે કેવળજ્ઞાન મેળવીને મુક્તિને પ્રાપ્ત થયા. આ વૃત્તાંત સાંભળી ચિત્રગુપ્ત ગર્વ રહિત થઈ ગયો. પછી સર્વ અનર્થદંડને નિવારવાને માટે મુનિવ્રત લઈ પૂર્વકૃત પાપનો દુસ્તપ તપસ્યા વડે નાશ કરીને આ સંસારના પ્રપંચને ટાળી દીઘો અર્થાતુ સિદ્ધિપદને પામ્યો. તેથી પ્રમાદ, ક્રોધ, કપટ અને અજ્ઞાનથી તથા દુર્ગાન વગેરેથી પોતાના આત્મઘર્મને હણનાર અનર્થદંડનો ત્યાગ કરવો અને શ્રી જૈનધર્મને ભજવો. વ્યાખ્યાન ૧૩૮ પહેલું શિક્ષાવ્રત-સામાજિક હવે વારંવાર સેવવાયોગ્ય ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પહેલું સામાયિક નામે શિક્ષાવ્રત કહે છે मुहूर्तावधि सावधव्यापारपरिवर्जनम् । आद्यं शिक्षाव्रतं सामायिकं स्यात्समताजुषाम् ॥१॥ ભાવાર્થ-“એક મુહૂર્ત સુધી સાવદ્ય વ્યાપારને છોડી દેવો તે પહેલું સામાયિક નામે શિક્ષાવ્રત કહેવાય છે. તે સમતાને સેવનારા પુરુષોને પ્રાપ્ત થાય છે.” વિશેષાર્થ–મુહર્ત એટલે બે ઘડી સુધી સાવદ્ય એટલે પાપયુક્ત મન, વચન, કાયાની ચેષ્ટારૂપ વ્યાપારને છોડવો તે પહેલું શિક્ષાવ્રત. જે શીખવા યોગ્ય એટલે વારંવાર કરવા યોગ્ય તે શિક્ષાવ્રત કહેવાય છે.સમતા એટલે રાગદ્વેષના હેતુમાં મધ્યસ્થપણું. તે વિષે કહ્યું છે કે इतो रागमहांभोधिः, इतो द्वेषदवानलः । यस्तयोर्मध्यगः पंथाः, तत्साम्यमिति गीयते ॥१॥ “એક તરફ રાગરૂપી મોટો સમુદ્ર અને એક તરફ ટ્રેષરૂપી દાવાનળ–તે બન્નેના મધ્યનો જે માર્ગ તે સામ્ય–સમતા કહેવાય છે.” તેવી સમતાને ભજનારા જીવોને સામાયિક થાય છે. હવે સામાયિકના બીજા અર્થ કહે છે–સમ એટલે રાગદ્વેષ રહિત થતા સતા આય એટલે જ્ઞાનાદિકનો જે લાભ તે સામાયિક અથવા સમ એટલે પ્રતિક્ષણે જ્ઞાનાદિ અપૂર્વ પર્યાય કે જેઓએ ચિંતામણિ તથા કલ્પદ્રુમ વગેરેના પ્રભાવનો પણ તિરસ્કાર કરેલો છે અને જેઓ નિરુપમ સુખના હેતુરૂપ છે, તેઓની સાથે જે યોજાય તે સમાય કહેવાય અને તે સમાય જેનું પ્રયોજન છે તે સામાયિક કહેવાય છે. તે સામાયિક સાવદ્ય કર્મનો ત્યાગ કર્યા વિના થતું નથી. તે વિષે પરમ ઋષિઓએ કહ્યું છે કે-“સાવદ્ય યોગને છોડીને કરવા યોગ્ય એવું સામાયિક કેવળીઓએ પ્રશસ્ત (શ્રેષ્ઠ) કહેલું છે. તેવું સામાયિક ગૃહસ્થના શ્રેષ્ઠ ઘર્મરૂપ જાણી આત્માનું હિત કરનારા પુરુષોએ પરલોકને અર્થે કરવું જોઈએ.” તે સામાયિકનું ફળ એટલું મોટું છે કે જે કોઈથી ગણી શકાતું નથી. કહ્યું છે કે दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । इयरो पुण सामाइय, करेइ न पहूप्पए तस्स ॥१॥ “એક પુરુષ દિવસે દિવસે લાખ સુવર્ણનું દાન દે અને બીજો સામાયિક કરે તો સુવર્ણનું દાન સામાયિકની બરોબર ન થાય.” તે વિષે એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલું શિક્ષાવ્રત–સામાયિક સામાયિક ઉપર એક ડોશીનું દૃષ્ટાંત કોઈ નગરમાં એક ઘનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. તે દાતાર હોવાથી હમેશાં પાત્રાપાત્રનો વિચાર કર્યા વગર લક્ષ સુવર્ણનું દાન આપ્યા પછી પોતાના પલંગ ઉપરથી નીચે ઊતરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તે હમેશાં એક સામાયિક કરતી હતી. એક વખતે કોઈ કારણને લઈને તે ગૃહસ્થને દાન આપવામાં અને વૃદ્ધાને સામાયિક કરવામાં અંતરાય આવ્યો; તેથી બન્નેને ખેદ થયો. તે વૃદ્ધાનો ખેદ સાંભળી પેલા ગૃહસ્થે ગર્વથી કહ્યું કે—“અરે ડોશી! તું શેનો ખેદ કરે છે? એક વસ્ત્રનો કકડો લઈને હાથ વગેરેનું પ્રમાર્જન ન કર્યું તો તેથી શું જતું રહ્યું? તેમાં શું પુણ્ય થવાનું હતું? તે કામમાં દ્રવ્યનો ખર્ચ તો બિલકુલ જોવામાં આવતો નથી. જો એવી રીતે ધર્મ થતો હોય તો સર્વે હમેશાં તે જ કર્યા કરે; પછી કોઈ લક્ષ સુવર્ણનું દાન કરે જ નહીં.’’ તે સાંભળી વૃદ્ધા બોલી કે—“એવું કહો નહીં, કોઈ સુવર્ણમણિના પગથિયાવાળું દેરાસર કરાવે અને તેનું જે પુણ્ય મળે તેથી પણ સામાયિકમાં ઘણું પુણ્ય છે.' પછી ‘વળિસોવાળ’ એ ગાથા તેણે કહી સંભળાવી. વ્યાખ્યાન ૧૩૮] અનુક્રમે તે ગૃહસ્થ અંતકાલે આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી હસ્તી થયો અને તે વૃદ્ધ શ્રાવિકા સામાયિકના ધ્યાનથી મૃત્યુ પામીને તે જ ગામના રાજાની પુત્રી થઈ. અનુક્રમે તે હસ્તીને અટવીમાંથી રાજાએ પકડ્યો અને તેને પોતાનો પટ્ટહસ્તી કર્યો. એકદા રાજમાર્ગે ચાલ્યા જતાં તે હસ્તીએ પોતાનું ઘર વગેરે જોયું, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર પડી ગયો. તેને જોવા રાજપુત્રી ત્યાં આવી. તેને પણ પોતાનું ઘર વગેરે જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પોતાના ને હાથીના પૂર્વભવનું સર્વ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું. એટલે તેણે પોતાના બે હાથે હાથીને ઉઠાડવા માંડ્યો તો પણ તે ઊઠ્યો નહીં; એટલે રાજપુત્રી બોલી– उठ सिठि मम भंत कर, करि हुओ दाणवसेण । हुं सामाइय राजधुअ, बहुगुण समहिय तेण ॥ १ ॥ “હે શેઠ! ઊઠ, ભ્રાંતિ ન કર, તું દાનના પ્રભાવથી હસ્તી થયો છે અને હું સામાયિકના પ્રભાવથી રાજપુત્રી થઈ છું; કેમ કે દાન કરતાં સામાયિકનું પુણ્ય અધિક છે.’’ આવું રાજપુત્રીનું વચન સાંભળી હસ્તી સત્વર બેઠો થયો. તેથી રાજા વગેરેને મોટું આશ્ચર્ય ઊપજ્યું. પછી રાજાએ પૂછ્યું એટલે પુત્રીએ બન્નેના પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પેલો હસ્તી રાજપુત્રીના વચનથી પ્રતિબોઘ પામ્યો અને બે કાલ સામાયિક કરવા માટે પૃથ્વીની તરફ જ નીચી દૃષ્ટિ રાખી પોતાની ગુરુણીની સમીપે એક એક મુહૂર્ત સુધી સમતાથી રહેવા લાગ્યો. તે ભાવસામાયિકધારી હાથી સામાયિક લેવાને અને પૂર્ણ કરવાને વખતે પોતાની ગુરુણી જે રાજકન્યા તેને નમસ્કાર કરીને બેસવા તથા ઊઠવા લાગ્યો. પછી જાતિસ્મરણજ્ઞાન વડે ભક્ષ્યાભક્ષ્ય તથા પેયાપેય વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી સમાધિ વડે આયુષ્ય પૂર્ણ કરીને આઠમા સહસ્રાર દેવલોકમાં દેવતા થયો. “કોઈ ધનાઢ્ય હમેશાં યાચકોને સુવર્ણની ભૂમિના દાન આપીને પછી સૂએ અને કોઈ ભવિપ્રાણી દ૨૨ોજ સામાયિક કરે તેમાં સામાયિક કરનારને અધિક પુણ્ય થાય છે, એમ મુનિવરો કહે છે; તેથી સર્વ ભવિ પ્રાણીઓએ પુણ્યરૂપ સામાયિક અવશ્ય કરવું.' Page #17 -------------------------------------------------------------------------- ________________ . શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ વ્યાખ્યાન ૧૩૯ સામાયિકના પાંચ અતિચાર સામાયિક વ્રતમાં તજવા યોગ્ય પાંચ અતિચાર કહે છે– कायावाङ्मनसा दुष्ट- प्रणिधानमनादरः । स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकव्रते ॥१॥ ભાવાર્થ-મન, વચન અને કાયાથી દુષ્ટ આચરણ કરે તે ત્રણ, સામાયિકમાં આદર રાખે નહીં તે ચાર અને વ્રતના કાળ વગેરેનું સ્મરણ કરે નહીં તે પાંચ—એમ સામાયિક વ્રતના પાંચ અતિચાર કહ્યા છે. [સ્તંભ ૧૦ વિશેષાર્થ-કાયા, વાણી અને મન વડે દુષ્ટ પ્રણિધાન એટલે અનાભોગ વગેરેથી સાવદ્યયોગમાં પ્રવૃત્તિ કરવી, તેમાં શરીરના અવયવ–હાથ, પગ વગેરેનું વારંવાર હલાવવું, પ્રમાર્જ્ય વગર શરીર ખંજવાળવું, ભીંત વગેરેનું આલંબન લેવું અને પ્રમાર્જન કર્યા વગરની ભૂમિ ઉપર બેસવું ઇત્યાદિ કાયાનું દુષ્ટ પ્રણિધાન કહેવાય છે. વચનથી કઠોર ભાષણ કરવું, અથવા માર, રાંઘ, જા, આવ, બેસ, ઊભો રહે, આ દુકાન તથા ઘરની કૂંચી લે ઇત્યાદિ વચનો બોલવા તે વચન સંબંધી દુષ્ટ પ્રણિધાન કહેવાય છે. તે વિષે કહ્યું છે કે—જેણે સામાયિક લીધું હોય તેણે પ્રથમ બુદ્ધિએ વિચારીને સત્ય અને નિર્દોષ વચન બોલવું; અન્યથા સામાયિક થયું ન કહેવાય.’’ મન વડે ઘર તથા દુકાન પ્રમુખનું સાવદ્ય ચિંતવન કરવું તે મન સંબંઘી દુઃપ્રણિધાન કહેવાય છે. તે વિષે કહ્યું છે કે—‘જે શ્રાવક સામાયિક કરીને ગૃહકાર્ય ચિંતવે તે આર્ત્તધ્યાનવાળા શ્રાવકનું સામાયિક નિરર્થક થાય છે.'' એટલે કે જે શ્રાવક સામાયિક લઈને એવું ચિંતવે કે—આજે ઘરમાં ઘી, હીંગ, મીઠું અને ઈંધણા નથી અને સ્ત્રી આજકાલની તરુણ છે, તો કાલે ઘરનો નિર્વાહ શી રીતે થશે?” આ પ્રમાણે ચિંતવનારા શ્રાવકનું સામાયિક નિરર્થક થાય છે. આ મન સંબંઘી દુષ્ટ પ્રણિધાન સમજવું. એમ ત્રણ યોગ સંબંધી ત્રણ અતિચાર જાણવા. ચોથો અતિચાર અનાદર એટલે સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવો તે, અર્થાત્ નિયમિત વખતે સામાયિક કરવું નહીં અથવા લઈને તત્કાલ પારી દેવું. કહ્યું છે કે—“જે સામાયિક લઈને તત્કાલ પા૨ી દે અથવા યથેચ્છપણે કરે તેનું સામાયિક અનવસ્થિત સમજવું. તેવા અનાદરથી તેને શુદ્ધ સમજવું નહીં.’’ પાંચમો અતિચાર સામાયિકનું સ્મરણ ન થાય તે, જેમ કે મેં સામાયિક કર્યું છે કે નહીં? એવા પ્રબલ પ્રમાદથી સામાયિક સાંભરે નહીં તે પાંચમો અતિચાર કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે‘સામાયિકમાં વૃવિહં િિવષેમાં એ પાઠ પ્રમાણે દ્વિવિઘ ત્રિવિધે (મન, વચન, કાયા સંબંધી) પચખાણ કરાય છે; પણ મનનો રોધ કરવો અશક્ય હોવાથી મન સંબંઘી દુષ્ટ પ્રણિધાન થવાનો સંભવ છે અને તેથી લીધેલા વ્રતનો ભંગ થાય છે તેમજ વ્રતનો ભંગ થવાથી પ્રાયશ્ચિત્ત આવે છે માટે તેવું સામાયિક ન કરવું તે જ શ્રેષ્ઠ છે.” ગુરુ કહે છે કે—આવી શંકા કરવી નહીં, કારણ કે સામાયિકમાં મન વડે કરું નહીં, કરાવું નહીં, વચન વડે કરું નહીં, Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩૯] સામાયિકના પાંચ અતિચાર કરાવું નહીં અને કાયા વડે કરું નહીં, કરાવું નહીં એમ પ્રત્યાખ્યાનના છ ભાંગા છે. તેમાં અનાભોગ વગેરેથી તેમાંથી એકનો ભંગ થતાં પણ બાકીના ભાંગા અખંડ રહે છે તેથી તે વ્રતનો સર્વથા ભંગ થતો નથી. વળી મનના દુપ્રણિધાનની મિથ્યાદુષ્કત આપવા વડે જ શુદ્ધિ કહેલી છે, તેથી સામાયિક ન કરવું તે શ્રેષ્ઠ સમજવું નહીં, કેમ કે જો સામાયિક ન કરે તો પરિણામે સર્વવિરતિનો પણ અનાદર થવાનો પ્રસંગ આવે. વળી કોઈ એમ કહે છે કે “અવિધિએ કરેલા ઘર્માનુષ્ઠાનની અપેક્ષા ઘર્માનુષ્ઠાન ન કરવું તે જ સારું છે. પણ તે ઘટિત નથી. કહ્યું છે કે अविहिकया वरमकयं, उस्सुयसुअं भणंति गीयत्था । पायच्छित्तं जम्हा, अकये गुरुअं कये लहुअं॥१॥ અવિથિએ કરવા કરતાં ન કરવું સારું' એમ જે કહે છે તે “ઉત્સુત્ર વચન' છે એમ ગીતાર્થ કહે છે, કારણ કે ઘર્માનુષ્ઠાન ન કરવાથી ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રથમ કાંઈક અતિચાર સહિત ક્રિયા કરતાં કરતાં અભ્યાસથી કાળે કરીને અતિચાર રહિત અનુષ્ઠાન થઈ શકે છે. ઘનુર્વિદ્યા શીખનારા વગેરે પ્રથમથી સર્વ કળાના પારગામી હોતા નથી પણ અભ્યાસ કરવાથી તેઓ પ્રાયે કુશળ થઈ શકે છે. વળી એક વખત જલબિંદુ પડવાથી કાંઈ સરોવર પૂર્ણ ભરાતું નથી, ઘીમે ઘીમે ભરાય છે; તેથી સમ્યગૂ પ્રકારે મનની શુદ્ધિ વડે વારંવાર કર્યા કરવું. આગમમાં પણ કહ્યું છે કે जीवो पमाय बहुलो, बहुसोवि बहुविहेसु अत्थेसु । एएण कारणेणं, बहुसो सामाइयं कुजा ॥१॥ જીવ ઘણા પ્રકારના કાર્યોમાં પડેલો હોવાથી બહુ પ્રમાદી હોય છે, માટે તેણે બહુ વાર સામાયિક કરવું.” સામાયિકમાં રહેલો શ્રાવક પણ યતિ જેવો ગણાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે-“શ્રાવક સામાયિક કરવાથી મુનિના જેવો થાય છે, તેથી તે વારંવાર કર્યા કરવું.” આ સામાયિક વ્રત મહણસિંહની જેમ હમેશાં આરાઘવું. તેની કથા આ પ્રમાણે મહણસિંહની કથા - દિલ્લીમાં પિરોજશાહ બાદશાહ રાજ્યગાદી પર હતો ત્યારે ત્યાં મહણસિંહ નામે એક સાહુકાર રહેતો હતો. એક વખતે બાદશાહે દિલ્લીથી બીજે નગર જતાં મહણસિંહને પોતાની સાથે લીઘો. માર્ગમાં ચાલતાં સૂર્ય અસ્ત થવાનો સમય આવ્યો એટલે મહણસિંહ ઘોડા ઉપરથી ઊતરી, ભૂમિને પ્રમાજી પ્રતિક્રમણ કરવા રોકાયો. તે હમેશાં પ્રતિક્રમણ કરવાના ઉપકરણો સાથે રાખતો હતો. બાદશાહ આગળ ચાલતાં બીજે ગામ પહોંચ્યો. ત્યાં મહણસિંહ શ્રેષ્ઠીને સાથે જોયો નહીં એટલે તેને શોધવા એક માણસને મોકલ્યો. શ્રેષ્ઠી સામાયિક પૂરું કરી પારીને બાદશાહની પાસે આવ્યો. બાદશાહે પાછળ રહેવાનું કારણ પૂછ્યું. એટલે મહણસિંહે કહ્યું કે-“હે મહારાજા! જ્યારે સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે ત્યારે ગ્રામ, અરણ્ય, નદી, સ્થલ કે પર્વત ગમે તે સ્થાને તે બન્ને કાળે હું અવશ્ય પ્રતિક્રમણ કરું છું.” બાદશાહે કહ્યું કે–“હે શ્રેષ્ઠી! આપણે શત્રુઓ ઘણા છે તેથી કદી તેઓ ૧ ઉપયોગભ્રંશ. Page #19 -------------------------------------------------------------------------- ________________ - 7 ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તિંભ ૧૦ તમને તે કામ કરતાં એકલા દેખીને મારી નાંખે તો પછી શું કરો?” મહણસિંહે કહ્યું કે“જહાંપનાહ! ઘર્મ કરતાં જો મૃત્યુ થાય તો સ્વર્ગ જ મળે. તે માટે મેં આજે તે સ્થળે જ પ્રતિક્રમણ કર્યું.” મહણસિંહનું આ વચન સાંભળી બાદશાહ ઘણો ખુશી થયો અને એવો હુકમ કર્યો કે અરણ્યમાં, પર્વતમાં કે જ્યાં આ મહણસિંહ પ્રતિક્રમણ કરવા બેસે ત્યાં એક હજાર સુભટોના સૈન્ય તેની રક્ષા કરતા રહેવું.” એક વખત બાદશાહે દિલ્લી આવ્યા પછી કાંઈક દોષ ઊભો કરીને મહણસિંહના હાથપગમાં બેડી નાંખીને તેને કારાગૃહમાં નાખ્યો. ત્યાં તેને આખા દિવસની લાંઘણ થઈ તોપણ સાયંકાલે પ્રતિક્રમણ કરવા માટે રક્ષકોને બે સોનૈયા આપી બે ઘડી સુધી હાથમાંથી બેડી કઢાવી અને તેણે પ્રતિક્રમણ કર્યું. એવી રીતે એક માસ સુધીમાં સાઠ સોનૈયા ખર્ચીને તેણે હમેશાં પ્રતિક્રમણ કર્યું. આ વૃત્તાંત જાણી દિલ્હીપતિ તેના દ્રઢ નિયમથી ખુશી થયો અને તેને બંદીખાનામાંથી મુક્ત કરી સિરપાવ આપીને પૂર્વથી વિશેષ માન સાથે પોતાની પાસે રાખ્યો. “એવી રીતે મહણસિંહ ઘર્મ ઉપરની દ્રઢતાથી દિલ્હીપતિનો કોષાધ્યક્ષ થયો અને પિરોજશાહ બાદશાહની પાસે ઘણી પ્રશંસા પામ્યો, એ સર્વ તે જ નવમા સામાયિક વ્રતનું ફળ જાણવું.” વ્યાખ્યાન ૧૪૦ સામાયિકના ભેદ सामायिकं स्यात्त्रैविध्यं, सम्यक्त्वं च श्रुतं तथा । चारित्रं तृतीयं तच्च, गृहिकमनगारिकम् ॥१॥ ભાવાર્થ–“સામાયિક ત્રણ પ્રકારનું છે. સમક્તિ સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક. તેમાં ત્રીજું ચારિત્રસામાયિક બે પ્રકારનું છે : એક ગૃહિક એટલે શ્રાવકનું અને બીજું અનગારિક એટલે સાધુનું.” વિશેષાર્થ-પહેલું સમક્તિસામાયિક ઉપશમાદિક ભેદથી પાંચ પ્રકારનું છે. બીજું કૃત સામાયિક તે દ્વાદશાંગીરૂપ છે. ત્રીજું ચારિત્ર સામાયિક બે પ્રકારનું છે. તેમાં પહેલું ગૃહિક એટલે દેશવિરતિ સામાયિક દ્વાદશવ્રતના આરાઘનરૂપ છે અને બીજું જે અનગારિક સામાયિક તે સર્વસાવદ્યવર્જન તથા પંચમહાવ્રતરૂપ છે. તે સર્વવિરતિ ચારિત્ર સામાયિક સર્વદ્રવ્યવિષય સંબંધી છે. તે વિષે કહયું છે કે पढमंमि सव्वजीवा, बीए चरमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदिक्कदेसेण दव्वाणं ॥१॥ પહેલા વ્રતમાં સર્વ જીવ આવે છે, બીજા અને પાંચમા વ્રતમાં સર્વ () દ્રવ્ય આવે છે અને બાકીના એટલે ત્રીજા અને ચોથા વ્રતમાં તે દ્રવ્યનો એક દેશ આવે છે.” તેનો વિસ્તરાર્થ એવો છે કે–પહેલા મહાવ્રતમાં સર્વ સૂક્ષ્મ બાદર જીવનું પાલન કરવાનું હોવાથી તેમાં એક જીવદ્રવ્ય આવે છે. બીજા અને પાંચમા વ્રતમાં સર્વ દ્રવ્ય આવે છે તે આ પ્રમાણે–“આ પંચાસ્તિકાયાત્મક લોક કોણે જોયો છે? તે તો ખોટી વાત છે' એવાં વચન બોલવાના ત્યાગથી બીજા મહાવ્રતમાં છયે દ્રવ્યનો Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૦] સામાયિકના ભેદ ૧૧ સંબંઘ આવે છે. અને પાંચમા વ્રતમાં અતિ મૂચ્છ વડે એવું ચિંતવે કે હું સર્વલોકનો સ્વામી થાઉં તો ઠીક' એમ સર્વ દ્રવ્યવિષયક જે મૂર્છા તેના ત્યાગરૂપ પાંચમું પરિગ્રહવિરમણવ્રત હોવાથી તેમાં છયે દ્રવ્યનો સમાવેશ થાય છે. બાકીના બે મહાવ્રત દ્રવ્યના એક દેશભૂત છે. એટલે કે કાંઈ પણ દ્રવ્ય વગર આપ્યું રાખવું કે લેવું તે પુદ્ગલ દ્રવ્યનો એક દેશ થયો. તે અદત્તાદાનના વિરમણરૂપ ત્રીજું વ્રત છે. કોઈ સ્ત્રીનું રૂપ જોઈને તેનો તથા તેની સાથે રહેલા દ્રવ્ય સંબંઘી મોહનો ત્યાગ કરવો તે અબ્રહ્મવિરતિરૂપ ચોથું મહાવ્રત છે. તેમાં પણ દ્રવ્યનો એક દેશ આવે છે. અને આહારદ્રવ્યવિષયક છઠ્ઠ રાત્રિભોજન ત્યાગરૂપ વ્રત છે, તેમાં પણ દ્રવ્યનો એક દેશ જ છે. એવી રીતે ચારિત્રસામાયિક સર્વ દ્રવ્યવિષયી છે. તેમ શ્રુતસામાયિક પણ જ્ઞાનરૂપ હોવાથી સર્વ દ્રવ્યવિષયી છે. એવી રીતે સમકિત સામાયિક પણ સર્વ દ્રવ્યની શ્રદ્ધામય હોવાથી સર્વદ્રવ્યવિષયી થાય છે. એ સામાયિકને એક જીવ આ સંસારમાં પર્યટન કરતો સતી સંખ્યાત અસંખ્યાત વાર પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે सम्मत्तदेसविरया, पलीयस्स असंखभागमित्ताओ । अठ्ठभवाउ चरित्ते, अणंतकालं सुअं समए॥ દેશવિરતિ અને સમકિત ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેટલા ભવમાં લાભે છે. સર્વવિરતિ સંયમ આઠ ભવમાં લાભે છે અને અક્ષરાત્મક મૃત તો અનંતકાલ પર્યત પામે છે.” ભાવાર્થ એવો છે કે–સમકિત સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બન્ને ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેટલા પ્રમાણવાળા ભવમાં એક જીવ ઉત્કૃષ્ટથી પ્રાપ્ત કરે અને જઘન્યથી એક ભવમાં પ્રાપ્ત કરે. ચારિત્ર (સર્વવિરતિ) સામાયિક તો ઉત્કૃષ્ટ આઠ ભવમાં પ્રાપ્ત કરે, ત્યાર પછી સિદ્ધિને પામે અને જઘન્યથી મરુદેવા માતાની જેમ એક ભવમાં જ પ્રાપ્ત કરીને સિદ્ધિને પામે. સામાન્યથી શ્રુતસામાયિક અનંત ભવમાં પ્રાપ્ત થાય અને જઘન્યથી મરુદેવાની જેમ એક જ ભવમાં થાય. સ્વલ્પ શ્રતસામાયિકનો લાભ તો અભવ્યને પણ થાય છે અને તે રૈવેયક દેવતાના સ્થાન સુધી જાય છે. અંતરદ્વારમાં કહ્યું છે કે-કોઈ એક જીવ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી પતિત થઈને પાછો અનંતકાલ પછી પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટ અંતર જાણવું. સમકિતાદિ સામાયિકમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું જાણવું અને ઉત્કૃષ્ટ દેશે ઊણું અદ્ધ પગલપરાવર્તનું જે અંતર છે તે બહુ આશાતના કરનારા જીવન માટે સમજવું. કહ્યું છે કેતીર્થકર, પ્રવચન, સંઘ, શ્રુતજ્ઞાન, આચાર્ય, ગણધર અને લબ્ધિવાળા મહદ્ધિક મુનિની બહુ વાર આશાતના કરનાર જીવ અનંતસંસારી થાય છે, પરંતુ ત્યાર પછી પણ સમકિત સામાયિકના મહિમાથી પ્રાણી જરૂર સિદ્ધિપદને પામે છે. આ સંબંધમાં ચાર ચોરની કથા છે તે આ પ્રમાણે ચાર ચોરની કથા ક્ષિતિપ્રતિક્તિ નગરનો રહેવાસી કોઈ શ્રાવક પોતાનો નિર્વાહ કરવાને માટે ભીલ લોકોની પાળ (પલ્લી) માં આવીને વસ્યો હતો. પુણ્યયોગે ત્યાં રહેતા સતા તે કોટી ઘનનો સ્વામી થઈ ગયો. એક વખતે તે ભીલ લોકોના કુળના ચાર વૃદ્ધ પુરુષો તે શ્રાવકની સમૃદ્ધિ જોઈને વિચાર કરવા લાગ્યા કે–આ વણિકે આપણને લોભમાં નાખી છેતરીને ઘણું દ્રવ્ય એકઠું કર્યું છે, માટે રાત્રે તેના ઘરમાં ખાતર પાડી તેનું સર્વ દ્રવ્ય પાછું લઈ લઈએ, નહીં તો તે કપટી વણિક હવે બધું દ્રવ્ય લઈને પોતાના નગરમાં ચાલ્યો જશે. કહ્યું છે કે Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ पासा वेश्या अग्नि जळ, ठग ठक्कुर सोनार । ए दश न होय आपणा, मंकड वणिक बिलाड ॥१॥ પાસા, વેશ્યા, અગ્નિ, જલ, ઘૂર્ત, ઠાકોર, સોની, મર્કટ, વણિક અને માર્કાર–એ દશ આપણા થતા નથી.” આવો વિચાર કરી તે ખાતર પાડવાને તત્પર થયા. પેલો ગૃહસ્થ શ્રાવક પ્રતિદિન સાત આઠ સામાયિક કરતો હતો. તે દિવસે મધ્યરાત્રિ વીત્યા પછી તે પોતાની સ્ત્રી સાથે સામાયિક લઈને બેઠો હતો. તેવામાં પેલા ચોર ખાતર પાડવા આવ્યા. ખાતર પાડીને અંદર જોયું તો ગૃહપતિ જાગતો હતો, તે જોઈ તેઓ વિચારમાં પડ્યા કે તેની જાગૃતાવસ્થામાં ચોરી શી રીતે થશે? માટે હમણા રાહ જોઈએ. અહીં પેલા શ્રાવકે તેમને જોઈને વિચાર્યું કે-“દ્રવ્ય તો ઘણા ભવમાં મળશે, આ ભવમાં પણ દ્રવ્ય ઘણી વાર આવ્યું અને ગયું, પણ જો જ્ઞાનાદિ ભાવદ્રવ્યને ક્રોધાદિ ચોર હરી લેશે તો પછી શું કરીશ? માટે એ ભાવદ્રવ્ય બચાવવું તે જ શ્રેષ્ઠ છે; કેમકે જો ભાવઘન હોય તો બીજું સર્વ સુલભ છે.” આ પ્રમાણે વિચારીને તે શ્રાવક ઉપરાઉપરી સામાયિક કરવા લાગ્યો અને તેમાં વારંવાર નવકાર મંત્ર વગેરે ભણવા લાગ્યો. તે સાંભળી ચારે ચોરને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વે અસંખ્ય ભવ ઉપર જે ઘર્માનુષ્ઠાન કરેલું અને જે ભણેલું તે સર્વ સાંભરી આવ્યું. આથી તે ચારે વિચાર કરવા લાગ્યા કે-“પરધનની ઇચ્છા કરનારા એવા આપણને ધિક્કાર છે! ચોરી કરવાથી બાહ્ય પૌગલિક દ્રવ્ય આવે છે પણ ભાવાત્મક આત્મઘન–જ્ઞાનાદિક તો ચાલ્યું જાય છે, તે આ જીવ જોતો નથી. અહો! આ શ્રાવકને ઘન્ય છે કે જે આપણને જોતાં છતાં પણ પોતાનું લક્ષ છોડતો નથી." આ પ્રમાણે તેની પ્રશંસા કરતાં તેમણે સમકિત પ્રાપ્ત કર્યું અને ચોરી વગેરેનું પ્રત્યાખ્યાન કર્યું, તેથી તેમને દેશવિરતિપણું પ્રાપ્ત થયું. પછી વૈરાગ્યની વૃદ્ધિ થવાથી ખદ્ગ તથા ગણેશીઓ વગેરે મૂકી દઈ નવ પ્રકારના ભાવલોચના પરિણામી થયા, તેથી સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કર્યું. પછી અનુક્રમે શુકુલધ્યાન અને ક્ષપકશ્રેણી પામીને સયોગીકેવલી નામે તેરમા ગુણઠાણાને તેઓ પ્રાપ્ત થયા અર્થાત્ કેવલજ્ઞાન પામ્યા. - સૂર્યનો ઉદય થયો એટલે તેઓએ દ્રવ્યલોચ કર્યો અને સમીપ રહેલા દેવતાઓએ મુનિવેષ આપ્યો તે ગ્રહણ કર્યો. પેલો ગૃહસ્થ શ્રાવક તે સર્વદર્શી ચારે મુનિને નમીને વારંવાર તેમની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે મુનિઓએ બીજે વિહાર કર્યો, અને અનુક્રમે તેઓ મુક્તિને પ્રાપ્ત થયા. એવી રીતે એક ગૃહસ્થના સામાયિક ચિતને જોઈને ચાર ચોર મુમુક્ષ થયા સતા સામાયિકના ભાવને પ્રાપ્ત થયા અને છેવટે જ્ઞાનદ્રવ્યની પોટલી બાંઘી અવ્યયપુર (મુક્તિપુર)માં પહોંચી ગયા.” વ્યાખ્યાન ૧૪૧ ધર્મધ્યાનથી સામાયિક-પ્રાપ્તિ સામાયિક સર્વ ગુણનું પાત્ર છે અને તે અશુભ કર્મની હાનિથી પ્રાપ્ત થાય છે તે કહે છે. तदेव सर्वगुणस्थानं, पदार्थानां नभ इव । दुष्टकर्मविघातेन, सुध्यानतस्तथा भवेत् ॥१॥ ભાવાર્થ-“સર્વ પદાર્થોનું સ્થાન જેમ આકાશ છે તેમ સર્વ ગુણોનું સ્થાન સામાયિક છે. તે દુષ્ટ કર્મના ઘાતથી અને શુભ ધ્યાનથી પ્રાપ્ત થાય છે.” Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૧] ઘર્મધ્યાનથી સામાયિક-પ્રાપ્તિ ૧૩ વિશેષાર્થ–સામાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સર્વ ગુણોનું સ્થાન છે. કોની જેમ? તે કહે છે. સર્વ વસ્તુ–જેમ કે ઘડો, વસ્ત્ર, કાષ્ઠ વગેરેનું આધારસ્થાન આકાશ છે તેમ. જેમ સર્વ આઘેય વસ્તુ આકાશના આઘાર વડે સ્થિતિ કરે છે અને આકાશ વિના તે રહી શક્તી નથી તેમ જ્ઞાનદર્શનાદિ ગુણો સામાયિકને આઘારે રહેલા છે, તેઓ સામાયિક વિના રહી શક્તા નથી. તેવું સામાયિક શી રીતે પ્રાપ્ત થાય? તે કહે છે. અશુભ કર્મના ઘાતથી તે પ્રાપ્ત થાય છે એમ શ્રી જૈન સિદ્ધાંતમાં કહેલું છે. સામાયિકને ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મિથ્યાત્વમોહનીય કર્મના સર્વઘાતી સ્પર્ધક ઉઘાડા થયે સતે, દેશઘાતી સ્પર્ધક અનંતા ઊઘડવાથી અનંત ગુણની વૃદ્ધિ વડે સમયે સમયે વિશુદ્ધમાન થતાં થતાં શુભ શુભતર પરિણામવાલો પ્રાણી ભાવથી સામાયિક સૂત્ર કરેમિ ભંતેનો પ્રથમાક્ષર કકાર પ્રાપ્ત કરે છે. એવી રીતે અનંત ગુણની વૃદ્ધિ વડે સમયે સમયે વિશુદ્ધમાન થતાં રેકારાદિ અક્ષરોની પંક્તિને પામે છે. એવી રીતે ભાવથી સામાયિકનો લાભ ભવ્ય પ્રાણીને થાય છે. એમ કરતાં કરતાં “કરેમિ ભંતે સામાઇય' ઇત્યાદિ સમસ્ત સૂત્રને મેળવે છે. તે વિષે કહ્યું છે કે-“સામાયિકનો ઘાત કરનારી સર્વઘાતી ને દેશઘાતી કર્મપ્રકૃતિનું ઉદ્ઘાટન થયે સતે અનંતગુણની વૃદ્ધિ વડે વિશુદ્ધ એવા પ્રાણીને સામાયિકનો લાભ થાય છે.” આ સ્થાને ઘણું કહેવાનું છે તે સર્વ શ્રી વિશેષાવશ્યકથી જાણી લેવું. વળી સામાયિક શુભ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાન તે ઘર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં સામાયિકમાં ઘર્મધ્યાનનો વિશેષ પ્રચાર છે. તે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. (૧) પહેલું આજ્ઞાવિચય તે શ્રી વીતરાગ પ્રભુના વચનને યથાર્થપણે સહવા, કારણ કે શ્રી વીતરાગ પ્રભુના વચન, નિશ્ચય અને વ્યવહાર, નિત્ય અને અનિત્ય એવા સ્યાદ્વાદ પ્રકારથી સર્વોત્તમ અને અમૂલ્ય છે. તે વિષે ધ્યાનશતકની વૃત્તિમાં કહ્યું છે કે कल्पद्रुमः कल्पितमात्रदायी, चिंतामणिश्चिंतितमेव दत्ते । जिनेंद्रधर्मातिशयं विचिंत्य, द्वयं हि लोके लघुतामुपैति ॥४॥ કલ્પવૃક્ષ માત્ર કલ્પિત વસ્તુને આપે છે, ચિંતામણિ માત્ર ચિંતવેલી વસ્તુને જ આપે છે, પરંતુ શ્રી જિનેંદ્ર ઘર્મનો અતિશય ચિંતવતાં તે બન્ને-કલ્પવૃક્ષ અને ચિંતામણિ–તેની આગળ લઘુતાને પામે છે.” વળી કહ્યું છે કે स्वरूपपररूपाभ्यां, सदसद्पशालिषु ।। __यः स्थिरप्रत्ययो ध्यानं, तदाज्ञाविचयाह्वयं ॥१॥ “સ્વરૂપ અને પરરૂપ વડે સત્ અસત્ રૂપવાળા વસ્તુ ઘર્મમાં જે સ્થિર પ્રતીતિવાળું ધ્યાન તે આજ્ઞાવિચય નામે પહેલું ઘર્મધ્યાન કહેવાય છે.” (૨) ઘર્મધ્યાનનો બીજો ભેદ અપાયરિચય નામે છે, તે આ પ્રમાણે–આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતાં ઘણા અપાયો (ક) પ્રાપ્ત કર્યા છે. હે ચેતન! આત્માને સ્વાધીન એવા મુક્તિમાર્ગને છોડી દઈને તે જ તારા આત્માને હજારો અપાયમાં પાડ્યો છે. પણ આ આત્મા તત્ત્વતઃ અજ્ઞાનાદિકથી રહિત છે. વળી તે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યવાળો છે એટલે અનંત ચતુષ્ટયે યુક્ત છે; તેમ જ અનાદિ, અનંત, અક્ષર, અનક્ષર, અમલ, અરૂપી, અકર્મ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ અબંઘ, અનુદીરક, અયોગી, અભેદ્ય, અછેદ્ય, અકષાય, અદેહાત્મક, અતીંદ્રિય, અનાસ્ત્રવ, લોકાલોકજ્ઞાયક, સર્વ પ્રદેશે કર્મ પરમાણુઓથી વ્યતિરિક્ત, શુદ્ધચિદાનંદ, ચિન્મય, ચિમૂર્તિ અને ચિતિંડ છે. ઇત્યાદિ અનેક ગુણે યુક્ત એવા આત્માને પણ હે ચેતન! મોહાંઘકાર વડે પરવશ ચેતનવાળો કરીને તે કયા કયા અપાય નથી પમાડ્યા? આ પ્રમાણે આત્માની અને બીજાની અપાયપરંપરાને ચિંતવતા સતા યોગી પુરુષો અપાયવિજય નામના ઘર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. (૩) હવે વિપાકવિચય નામે ઘર્મધ્યાનનો ત્રીજો ભેદ કહે છે. અનંતજ્ઞાનાદિ ગુણે યુક્ત એવો જીવ પણ વિપાક એટલે કરેલાં કર્મનાં શુભાશુભ ફળને દ્રવ્ય ક્ષેત્રાદિક સામગ્રી વડે અનુભવે છે. તેમાં દ્રવ્યથી સ્ત્રી, પુષ્પ વગેરેના સુખનો જે સુંદર ઉપભોગ તે શુભ વિપાક જાણવો; અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને વિષ વગેરેથી થતાં અનિષ્ટ ફળને અશુભ વિપાક જાણવો. ક્ષેત્રથી મહેલમાં વસવાથી શુભ વિપાક અને સ્મશાનમાં વસવાથી અશુભ વિપાક જાણવો. કાળથી શીત વગેરેમાં રતિ થવાથી શુભ અને અરતિ થવાથી અશુભ વિપાક જાણવો. ભાવથી મનની પ્રસન્નતાથી શુભ અને રૌદ્ર પરિણામ વગેરેથી અશુભ વિપાક જાણવો. ભવથી દેવતામાં અને ભોગભૂમિમાં શુભ અને નરકાદિ ભૂમિમાં અશુભ વિપાક જાણવો. એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પ્રાણીઓને પૂર્વે બાંધેલાં કર્મ પોતપોતાનું ફળ આપે છે, તેથી સુખ દુઃખને પામીને જીવે હર્ષ કે ખેદ ઘરવો નહીં. આ પ્રમાણે સર્વ કર્મની પ્રકૃતિઓના વિપાકને વિચારવા, તે વિપાકવિચય નામે ત્રીજું ઘર્મધ્યાન કહેવાય છે. (૪) હવે સંસ્થાનવિજય નામે ચોથું ઘર્મધ્યાન કહે છે–ચૌદ રાજલોકના આકારનું ચિંતવન કરવું. જેમાં ઊર્ધ્વ, અઘો અને તિછલોકના સ્વરૂપનું ચિંતવન થાય છે. તેનું વિશેષ સ્વરૂપ લોકભાવનાથી જાણી લેવું. એ સર્વ લોકસ્થાનમાં આ જીવે જન્માદિકથી નહીં સ્પર્શ કરેલું એવું એકે સ્થાન નથી. ઇત્યાદિ ચિંતવન કરવું તે સંસ્થાનવિચય નામે ચોથું ઘર્મધ્યાન કહેવાય છે. આ ઘર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાન સુધી જાણવું. ચંદ્રાવતંસ રાજાની જેમ કષ્ટ પ્રાપ્ત થતાં પણ જે પુરુષ આ ઘર્મધ્યાનને નથી મૂકતો, તેને જ સામાયિક પ્રાપ્ત થાય છે. ચંદ્રાવત: રાજાની કથા વિશાલાપુરીમાં ચંદ્રાવતંસ નામે રાજા હતો. તે પરમ ઘર્મનિષ્ઠ થઈ રાજ્ય કરતો હતો. એક વખતે તે ચતુર્દશીને દિવસે પોતાના મહેલમાં કાયોત્સર્ગ કરીને રહ્યો હતો. તેણે મનમાં એવો અભિગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગ પારવો નહીં. રાજાની ભક્તિવંત એક દાસી સ્વામીને ઊભેલા જોઈ અંઘારું ન થવા માટે વારંવાર દીવામાં તેલ નાખવા લાગી જેથી દીવો બુઝાયો નહીં. રાત્રિના ચારે પહોર રાજાએ કાયોત્સર્ગમાં રહી ઘર્મધ્યાન ધ્યાયું. તે ઘર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે– सूत्रार्थसाधनमहाव्रतधारणैश्च, बंधप्रमोक्षगमनागमहेतुचिंता । पंचेंद्रियव्यपगमश्च दयालुता च, ध्यानं तु धर्ममिति तत्प्रवदंति तज्ज्ञा॥ “મહાવ્રતના ઘારણ કરવા વડે સૂત્રાર્થસાઘન સંબંધી વિચાર, કર્મના બંઘ અને મોક્ષનું ચિંતવન તથા ગતિ-આગતિના કારણોનું ચિંતવન, પંચેંદ્રિયપણાના વિનાશનો વિચાર અને પ્રાણીમાત્ર ઉપર દયાની વિચારણા તેને ધ્યાનના જાણવાવાળા મહાત્માઓ ઘર્મધ્યાન કહે છે.” Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૨] . સામાયિકના બત્રીશ દોષ ૧૫. આવા શુભ ધ્યાનમાં તત્પર રહી “જાવ નિયમ પવાસામિ” એ પાઠને અનુસારે ચિંતવેલા સમય સુધી ચંદ્રાવતંસ રાજાએ કાયોત્સર્ગ પાર્યો નહીં. જ્યારે સૂર્ય ઊગ્યો અને દીવો બુઝાઈ ગયો ત્યારે કાયોત્સર્ગ પાર્યો. તે વખતે રુધિરથી બન્ને પગ ભરાઈ ગયેલા હોવાથી પર્વતના શિખરની જેમ તૂટીને તે ભૂમિ ઉપર પડ્યો અને શુભ ધ્યાનથી મરણ પામીને સદ્ગતિને પ્રાપ્ત થયો. એ પ્રમાણે બે ઘડીનું સામાયિક ચિરકાળના કર્મને ભેદે છે અને ચંદ્રાવતંસ રાજાની જેમ વિશેષ કરવાથી તો વિશેષ ફળ થાય છે. જેમ જ માત્ર સ્પર્શ કરવાથી મલિનતાનો નાશ કરે છે અને દીપક કરવા માત્રથી ઘોર અંધકારને હણે છે.” વ્યાખ્યાન ૧૪૨ સામાયિકના બત્રીશ દોષ સામાયિક દોષ રહિત કરવું જોઈએ તે વિષે કહે છે द्वात्रिंशद्दोषनिर्मुक्तं, सामायिकमुपासकैः । विधिपूर्वमनुष्ठेयं, तेनैव फलमश्नुते ॥१॥ ભાવાર્થ-ઉપાસકો (શ્રાવકો)એ સામાયિક બત્રીશ દોષથી રહિત વિધિપૂર્વક કરવું, કારણ કે તેવી રીતે કરવાથી જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.” વિશેષાર્થ-સામાયિક બત્રીશ દોષ ટાળીને કરવું, તે બત્રીશ દોષમાં બાર કાયાના દોષ છે તે આ પ્રમાણે-૧ વસ્ત્ર વડે કે હાથ વગેરેથી પગ બાંધીને બેસે. ૨ આસનને આમતેમ હલાવે. ૩ કાગડાના ડોળાની જેમ દ્રષ્ટિ ફેરવ્યા કરે. ૪ કાયાથી પાપયુક્ત કાર્ય આચરે. ૫ પૂંજ્યા વગર સ્તંભ કે ભીંત વગેરેનો ટેકો લે. ૬ અંગોપાંગ સંકોચે અથવા વારંવાર લાંબા પ્રસારે. ૭ આળસ મરડે. ૮ હાથપગને આંગળાને વાંકા કરી ટાચકાં ફોડે. ૯ પ્રમાર્જન કર્યા વગર શરીરને ખણે. ૧૦ દેહનો મેલ ઉતારે. ૧૧ શરીરને ચંપાવવાની ઇચ્છા કરે. ૧૨ નિદ્રા વગેરેનું સેવન કરે. એ પ્રમાણે બાર કાયા સંબંધી દોષ જાણવા. હવે દશ વચન સંબંધી દોષ કહે છે–૧ સામાયિકમાં અપશબ્દ (ગાળ) બોલે. ૨ સહસાત્કારે ન બોલવાનું બોલી જાય. ૩ સાવદ્ય કામની આજ્ઞા આપે. ૪ મરજીમાં આવે તેમ બોલે. ૫ સૂત્રના આલાવાનો સંક્ષેપ કરીને બોલે. ૬ વચનથી કલહ કરે. ૭ વિકથા કરે. ૮ વચન દ્વારા હાસ્ય કરે. ૯ ઉઘાડે મુખે બોલે. ૧૦ અવિરતિ લોકોને “આવો, જાઓ' એમ કહે. એ દશ વચનસંબંધી દોષ છે. હવે દશ મન સંબંધી દોષ કહે છે–૧ વિવેક વગરના મન વડે સામાયિક કરે. ૨ યશકીર્તિની ઇચ્છા રાખે. ૩ ઘન, ભોજન અને વસ્ત્રાદિકની અભિલાષા કરે. ૪ મનમાં ગર્વ ઘરે. ૫ પરાભવ થતો જોઈ નિયાણું ચિંતવે. ૬ આજીવિકાદિકના ભયથી મનમાં બીએ. ૭ ઘર્મના ફળનો સંદેહ રાખે. ૮ રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોક રીતિથી કાળમાન પૂર્ણ કરે. ૯ “આ સામાયિકરૂપ કારાગાર (બંદીખાના)માંથી ક્યારે છૂટીશ?” એવો વિચાર કરે. ૧૦ સ્થાપનાજી કે ગુરુને અંઘકાર વગેરેમાં રાખી મન વડે લક્ષ્ય કર્યા વગર ઉદ્ધતપણાથી વા શૂન્ય મનથી સામાયિક કરે. આ દશ મન સંબંધી દોષ છે. એ પ્રમાણે કુલ બત્રીશ દોષથી રહિત એવું સામાયિક શ્રાવકોએ વિધિપૂર્વક કરવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૦ અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે તે આ પ્રમાણે–(૧) આ લોકને અર્થે તપસ્યા કે ક્રિયા વગેરે જે કાંઈ કરે તે વિષાનુષ્ઠાન જાણવું. માગધિકા વેશ્યાએ કુળવાળુકમુનિને ભ્રષ્ટ કરવા માટે કર્યું હતું તેની જેમ. (૨) પરલોકના સુખને અર્થે જે તપસ્યા ક્રિયા વગેરે કરે તે ગરલાનુષ્ઠાન જાણવું, વસુદેવના જીવ નંદિષેણની જેમ. (૩) ઉપયોગ વગર જે તપ, સામાયિક વગેરે કરે અથવા બીજાની ક્રિયા જોઈને સંમૂર્છાિમની જેમ કરે તે અન્યોન્યાનુષ્ઠાન જાણવું. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે“ગુરુના ઉપદેશ વિના જે કોઈ બીજાનું દેખીને અનુકરણ કરે તે જટિલના મૂર્ખ શિષ્યની જેમ હાસ્યને પાત્ર થાય છે.” જટિલના મૂર્ખ શિષ્યની કથા–વદ્ધમાન નગરમાં કોઈ ભરડા–જટિલનો એક શિષ્ય હતો. તે એક વખતે નગરમાં ભિક્ષા માગવા કોઈ સુતારને ઘેર ગયો. ત્યાં સુતાર એક વાંસને તેલ ચોપડી અગ્નિના તાપથી પાંશરો કરતો હતો. તે જોઈ પેલા જડબુદ્ધિ શિષ્ય સુતારને પૂછ્યું કે–“આ શું કરો છો?” સુતારે કહ્યું–‘વાંકા થઈ ગયેલા વાંસને પાંશરો કરીએ છીએ.” મૂર્ખ શિષ્ય વિચાર્યું કે–“મારા ગુરુ પણ વાયુના વિકારથી વાંકા થઈ ગયા છે. તેમને માટે આ ઉપાય સારો જણાય છે. સર્વને પાંશરા કરવાનો આ જ પ્રકાર હશે.” પછી ઘેર આવી ગુરુને તેલથી ચોળી અગ્નિમાં તપાવવા માંડ્યા. ત્યાં અગ્નિથી અત્યંત કષ્ટ પામી ગુરુ પોકાર કરવા લાગ્યા. તેમનું આક્રંદ સાંભળી ઘણા લોકો એકઠા થયા અને મહામહેનતે ગુરુને છોડાવ્યા. સર્વ લોકોએ મૂર્ખ શિષ્યનો તિરસ્કાર કર્યો. આનો ઉપનય એવો છે કે પોતાની બુદ્ધિએ વિચારી બુદ્ધિમાન પુરુષોએ કાર્ય કરવું, પણ અન્યોન્યાનુષ્ઠાન ન કરવું. (૪) ઉપયોગપૂર્વક અભ્યાસને અનુકૂળ એવી ક્રિયા કરવી તે તદ્ધતુઅનુષ્ઠાન, તે આનંદ શ્રાવક વગેરેની જેમ જાણવું અને (૫) મોક્ષને અર્થે યથાર્થ વિધિપૂર્વક જે તપક્રિયાદિ કરવું તે અમૃતાનુષ્ઠાન, તે વીતરાગસંયમી અર્જુનમાળી વગેરેની જેમ જાણવું, આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલા ત્રણ ત્યાગ કરવા યોગ્ય છે અને છેલ્લા બે સ્વીકારવા યોગ્ય છે. તેવી રીતે બીજા પણ અનુષ્ઠાનના ચાર પ્રકાર છે–(૧) જે પ્રીતિપૂર્વક અને રસ વડે કરાય અને અતિ રુચિથી વધે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. તે સરલસ્વભાવી જીવોને હમેશાં ક્રિયામાં થાય છે. (૨) બહુમાનથી ભવ્યજીવો પૂજ્ય ઉપરની પ્રીતિ વડે જે કરે તે ભત્યનુષ્ઠાન કહેવાય છે. પ્રીત્યનુષ્ઠાન ને ભજ્યનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે સ્ત્રીનું પાલન પ્રીતિથી થાય છે અને માતાની સેવા ભક્તિથી થાય છે. (૩) સૂત્રના વચનથી જે ક્રિયા કરવામાં આવે તે વચનાનુષ્ઠાન કહેવાય છે તે સર્વત્ર આગમને અનુસાર પ્રવૃત્તિ કરવારૂપ હોવાથી ચારિત્રઘારી સાધુને હોય છે, પાસસ્થાદિકને હોતું નથી. (૪) જે અભ્યાસના બળથી શ્રુતની અપેક્ષા વગર અને ફળની ઇચ્છા વગર જિનકલ્પીની જેમ યથાર્થ કરે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડના સંબંઘથી થાય છે તેની જેમ વચનાનુષ્ઠાન અને પછી જે ચક્રનું ભ્રમણ દંડના સંયોગ વિના કેવળ સંસ્કારમાત્રથી થાય છે તેની જેમ અસંગાનુષ્ઠાન, એટલે જે શ્રુત સંસ્કારથી ક્રિયાકાળે વચનની અપેક્ષા વગર થાય તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ યુક્તિથી બન્નેમાં ભેદ સમજવો. આ ચારે ભેદ અનુક્રમે વિશેષ વિશેષ શુદ્ધ છે. તે વિષે બૃહદ્ભાગ્યમાં કહ્યું છે Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૩] સામાયિકના ઉપકરણો ૧૭ કે—“પ્રથમ ભાવની સ્વલ્પતાથી પ્રાયે બાલાદિકને સંભવે છે, પછી ઉત્તરોત્તર નિશ્ચય શુદ્ધ યથાર્થ ક્રિયાની પ્રાપ્તિ હોય છે.’’ આ પ્રમાણે અનુષ્ઠાનનું સ્વરૂપ સાંભળીને તેને વિધિપૂર્વક આદરવું. તેમ કરવાથી જ આગળ વ્યાખ્યાનમાં કહેવાશે તેવું ફળ પ્રાપ્ત થાય છે, અન્યથા થતું નથી. “મન, વચન અને કાયાના દોષથી મુક્ત એવું જે અનુષ્ઠાન અહીં પ્રથમ કહેલું છે તે પ્રમાણે વિધિપૂર્વક નિર્દોષ સામાયિક હમેશાં કરવું કે જેથી તેની સફળતા થાય.’’ વ્યાખ્યાન ૧૪૩ સામાયિકના ઉપકરણો સામાયિકમાં ધર્મના ઉપકરણ કેટલાં જોઈએ તે કહે છે. धर्मोपकरणान्यत्र, पंचोक्तानि श्रुतोदधौ । तदालंब्य विधातव्यं, सामायिकं शुभास्तिकैः ॥१॥ ભાવાર્થ-શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધર્મના ઉપકરણ પાંચ કહેલા છે, તે ઉપકરણો લઈને ઉત્તમ આસ્તિક પુરુષોએ સામાયિક કરવું.” વિશેષાર્થ-સામાયિક કરવામાં ઘર્મના ઉપસ્તંભ(ટેકા)ને આપનારા અર્થાત્ ધર્મકાર્યમાં ઉપકાર કરનારા ઉપકરણો શાસ્ત્રરૂપી સમુદ્રમાં પાંચ કહેલા છે. શ્રી અનુયોગદ્વારની ચૂર્ણમાં કહ્યું છે કે “સામાયિક કરનારા શ્રમણોપાસક(શ્રાવક)ને પાંચ ધર્મોપકરણ કહ્યા છે, તે આ પ્રમાણે –પહેલું ઉપકરણ સ્થાપનાચાર્ય, બીજું મુહપત્તી, ત્રીજું જપમાળા (નવકારવાળી), ચોથું ચરવળો અને પાંચમું કટાસણું.’’ પ્રથમ સ્થાપનાચાર્યને સ્થાપીને સામાયિક કરવું. તે સ્થાપના દશ પ્રકારની થાય છે—‘૧ અક્ષ, ૨ વરાટક, ૩ કાષ્ઠ, ૪ પુસ્તક, અને પ ચિત્રામણ. આ પાંચ પ્રકારની સ્થાપનાના સદ્ભાવ અને અસદ્ભાવ એવા બે ભેદ છે. તેમ જ ઇત્વરા અને યાવત્કથિતા એવા પણ બે ભેદ છે.'' એમ આવશ્યક નિર્યુક્તિના વંદનાઘ્યયનમાં કહેલું છે. આ ગાથા વડે એમ જાણવું કે ગુરુને અભાવે સ્થાપનાચાર્યની આગળ વંદનાદિ કરવું, તેમાં મુખ્યવૃત્તિ વડે કર્તા તરીકે સાધુ કહેલા છે. તે વિષે કહ્યું છે કે, ‘“પંચમહાવ્રતધારી, પ્રમાદરહિત, માને કરી વર્જિત બુદ્ધિવાળા, મોક્ષાર્થી અને નિર્જરાના અર્થા એવા મુનિમહારાજ કૃતિકર્મમાં વંદનાના દાતા છે.” પરંતુ સાધુની જેમ શ્રાવકે પણ વંદના કરવી. અહીં કોઈ શંકા કરે કે, શાસ્ત્રમાં કોઈ ઠેકાણે શ્રાવકને પણ સ્થાપનાચાર્યની સ્થાપના કહી છે? તેના ઉત્તરમાં કહેવાનું કે શ્રી વ્યવહારસૂત્રની ચૂલિકામાં કહ્યું છે કે—“સિંહ નામનો શ્રાવક દ્રવ્યાધિકારે દિવ્ય ઋદ્ધિ અને પુષ્પનો શેખર વગેરે છોડી દઈ સ્થાપનાચાર્ય સ્થાપીને પૌષધશાળામાં સ્થિત થયો. પછી કર્યા છે આભૂષણો દૂર જેણે એવા તે શ્રાવકે ઈરિયાવહી પડિક્કમી, મુખવસ્ત્રિકા પડિલેહી અને ત્યાર પછી ચાર પ્રકારનો પૌષધ કર્યો.'' આવી રીતે સિંહ શ્રાવકે સ્થાપના પ્રગટપણે ગ્રહણ કરેલી છે. વળી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે “ગુરુને વિરહે સ્થાપના સ્થાપવી તે ગુરુના વચનના ઉપદર્શનને માટે છે. તે જિનને વિરહે જેમ જિનબિંબનું સેવન અને આમંત્રણ કરાય છે તે પ્રમાણે સમજવું.’ ભાગ ૩–૨) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૦ અહીં કોઈને શંકા થાય કે “મુનિનાં સામાયિક સંબંધી પ્રસ્તાવમાં ભંતે' એ શબ્દની વ્યાખ્યા કરતાં “ગુરુવિરહૃમિ' ઇત્યાદિ વાક્યો વડે ભાષ્યકાર મહારાજે સાધુને આશ્રયીને સ્થાપના કરવાનું કહેલું છે, શ્રાવકને આશ્રયીને કહેલું નથી.” તો એ શંકા કરનારને એટલું જ પૂછવું કે, શ્રાવક જ્યારે સામાયિક ઉચ્ચરે છે ત્યારે ભદંત (ભંતે) એ શબ્દ ભણે છે કે નહીં? જો ભણે છે તો સાધુની જેમ સાક્ષાત્ ગુરુને અભાવે તે પણ સ્થાપનાનું સ્થાપન કરે; કારણ કે ન્યાયનું તો બન્ને ઠેકાણે સમાનપણું છે. અને “ભંતે' એ પદ ભણવું નહીં એ પક્ષ તો દીક્ષા વખતે શ્રી જિનેશ્વર ભગવંતને જ ઘટે છે. તેમ વળી જ્યારે સર્વે જ્ઞાનક્રિયામાં પ્રવીણ એવા સાધુ સ્થાપના સ્થાપે તો પછી ગૃહકાર્યમાં વ્યગ્ર મનવાળો શ્રાવક તો વિશેષ પ્રકારે એમાં પ્રવૃત્તિ કરે જ. આ પ્રમાણે આગમપ્રમાણ દર્શાવીને હવે યુક્તિ દર્શાવીએ છીએ. જો સ્થાપનાચાર્ય વિના અનુષ્ઠાન કરીએ તો વંદનકનિયુક્તિમાં કહેવું છે કે _आयप्पमाणमित्तो, चउदिसि होइ उग्गहो गुरुणो। આત્મપ્રમાણ એટલે સાડાત્રણ હાથ પ્રમાણ ચારે દિશાએ ગુરુનો અવગ્રહ હોય.” તે અવગ્રહ ક્ષેત્રમાં ગુરુની આજ્ઞા વિના પેસવું નહીં, એમ પણ કહેલું છે તો એ વાક્ય શી રીતે ઘટશે? કારણ કે ગુરુને અભાવે અવગ્રહ ઘટતો નથી, જેમ ગામને અભાવે સીમની વ્યવસ્થા ન હોય તેમ. વળી શ્રી સમવાયાંગ સૂત્રમાં વાંદણાના પચીશ આવશ્યક કહ્યાં છે. તેમાં “guસ મેગ નિવરવમri” ઇત્યાદિ જે કહેલું છે તે પણ ગુરુ વિના કેવી રીતે કરવું? વળી કોઈ એમ કહે કે–“અમે તો ગુરુનું સ્થાપન હૃદયમાં કરીશું.” તેના જવાબમાં ગુરુ કહે છે કે “આ તમારું કહેવું ગઘેડાનાં શીંગડાનાં લાવણ્યનું વર્ણન કરવા જેવું (મિથ્યા) છે, કેમકે ગુરુ હૃદયમાં રહ્યા હોય તો વંદના કરનારની સાથે જ ગુરુનો સંચાર થયો, એટલે બે પ્રવેશ ને એક નિષ્ક્રમણમાં ગુરુ સાથે જ સંચર્યા, તેથી કોઈ પણ પ્રકારે ગુરુના મુખ આગળ નિર્ગમ અને પ્રવેશ કરવાનું ઘટમાન થાય નહીં, અને તે ન થતાં પચીશ આવશ્યક પૂરાં થશે નહીં અને તે જ્યારે પૂરાં નહીં થાય ત્યારે વંદનની શુદ્ધિ થશે નહીં; માટે ગુરુની સ્થાપના સ્થાપીને જ ક્રિયા કરવી એમ સિદ્ધ થાય છે.” બીજું ઉપકરણ મુખવસ્ત્રિકા રાખીને સામાયિક કરવું. તે વિષે શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે–“હે ગૌતમ! જે મુહપત્તી પડિલેહ્યા વિના વાંદણા આપે તેને ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે.” વળી શ્રી વ્યવહારચૂર્ણમાં કહ્યું છે કે-“પ્રાવરણ (ઓઢવાનું વસ્ત્ર) આભૂષણ વગેરે મૂકી, મુહપત્તી ગ્રહણ કરીને વસ્ત્ર તથા કાયાનું પ્રમાર્જન કરી પૌષઘાદિક આચરવાં.” વળી શ્રી આવશ્યક ચૂર્ણમાં કહ્યું છે કે-“જે સામાયિક કરે તે મુગટ ઉતારે અને કુંડલ, મુદ્રિકા, પુષ્પ, તાંબૂલ અને પ્રાવરણ વગેરે વોસિરાવે.” શ્રી નિશીથસૂત્રની ચૂર્ણના ચૌદમા ઉદ્દેશામાં પ્રાવરણનો અર્થ ‘ઉત્તરીય વસ્ત્ર’ કર્યો છે. અહીં ઉત્તરીય વસ્ત્ર મૂકવાથી શ્રાવકને મુખવસ્ત્રિકાનું ગ્રહણ કરવું એમ અર્થોપત્તિ વડે સૂચવે છે. શ્રી ઉપાસગદશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે-“એકદા તે કંડકોળિક શ્રમણોપાસક પૂર્વ અપરાત કાળે અશોક વનમાં જ્યાં પૃથ્વીશિલાપટ્ટ છે ત્યાં આવે, આવીને નામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્ર શિલાપટ્ટ ઉપર સ્થાપન કરે, કરીને શ્રમણ ભગવંત શ્રી વીરપરમાત્માની સમીપે ઘર્મતત્ત્વને આદરતો સતો વિચરે.” તે જ ઠેકાણે દેવની પરીક્ષા પછી કહ્યું છે કે-“તે કાળે તે સમયે ૧ બપોર અગાઉનો સમય. ૨ ઓઢવાનું વસ્ત્ર. Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૩] સામાયિકના ઉપકરણો ૧૯ પ્રભુ સમવસર્યા, તે વાત શ્રમણોપાસક કુંડકોળિકે સાંભળી. તત્કાળ તે પણ કામદેવ શ્રાવકની જેમ પ્રભુને વાંદવા નીકળ્યો, યાવત્ પર્યુપાસના કરવા લાગ્યો.'' કામદેવ શ્રાવક પૌષધ પાર્યા વિના જ વાંદવા નીકળેલો છે. તે વિષે તે જ સૂત્રમાં કહ્યું છે કે—શ્રી વીરપ્રભુને વાંદી ત્યાંથી પાછો વળીને પછી જ મારે પૌષધ પારવો ઘટે, એ જ નિશ્ચયે મને શ્રેયકારી છે એમ ધારે. ઇત્યાદિ’’ અહીં કુંડકોળિક શ્રાવકે પણ ઉત્તરીય વસ્ર મૂકીને મુખવન્નિકાદિવડે ધર્મક્રિયા કરી છે એમ સમજવું. જો એમ ન માનીએ તો તેને કામદેવની ઉપમા આપવાથી તે પ્રમાણે પોસહ પારવાનો અભિપ્રાય ન ઘટે અહીં વળી કોઈ વાદી કહેશે કે—“કૃષ્ણ વાસુદેવે કરેલી વંદણાનો સંબંધ જ્યાં કહેલો છે તેમાં મુખવન્નિકાથી વંદન કહ્યું નથી, તેમ વસ્ત્રના છેડાથી પણ કહ્યું નથી.” તેના ઉત્તરમાં કહે છે કે– શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે—તે લોકોત્તર ભાવઆવશ્યક કહેવાય કે જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તેને વિષે ચિત્ત, મન, લેશ્યા અને અધ્યવસાય રાખે, તેના અર્થમાં ઉપયુક્ત થાય, તેને વિષે અર્પિત કરણ કરે અને બીજે ઠામે મન જતું રોકે; તેવી રીતે બન્ને કાળ આવશ્યક કરે.'' અહીં ‘‘તબિગબરળે” એ પદની ચૂર્ણીમાં ચૂર્ણાકાર લખે છે કે—–‘જે તેના સાધનો (ઉપકરણો) શરીર, રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે તે દ્રવ્યક્રિયા કરવાને સ્થાને સ્થાપવા.” તે પદની વૃત્તિમાં વૃત્તિકાર લખે છે કે—તવર્પિત ઋરણ એટલે જે રજોહરણ–મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો જેણે આવશ્યકમાં યથાયોગ્ય વ્યાપારના નિયોગમાં અર્પણ કરેલા છે એવો, અર્થાત્ દ્રવ્યથી સ્વસ્થાને ઉપકરણોને સ્થાપિત કરનાર.' આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિએ કરેલી અનુયોગદ્વારની વૃત્તિમાં કહેલ છે અને મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિમાં પણ તે પ્રમાણે જ કહેલ છે. એટલે ચૂર્ણીમાં અને બન્ને વૃત્તિમાં ‘‘તદર્પિત કરણ’’ એ વિશેષણનું વ્યાખ્યાન સાધુ અને ગૃહસ્થ બન્નેના સંબંધમાં સરખી રીતે જ લાગુ પડે તેમ કરેલું છે. કોઈ પણ ઠેકાણે કેવળ શ્રાવકને આશ્રયીને સમસ્ત આવશ્યક ક્રિયાનો પાઠ જોવામાં આવતો નથી. વળી આવશ્યકચૂર્ણીમાં સામાયિકના અઘિકારે લખે છે કે—‘સાધુની સમીપથી રજોહરણ અથવા કટાસણું માગે` અથવા ઘેર ઉપધિ–રજોહરણ ન હોય તો તેને અભાવે વસ્રના ખંડ વડે ક્રિયા કરે.’' તથા વંદનક ભાષ્યમાં પણ કહ્યું છે કે−‘‘એવી રીતે સુશ્રાવક પણ દ્વાદશાવર્ત વંદન કરતો સતો મુખવસ્ત્રિકા મધ્યભાગે રાખીને સ્થાપિત પૂજ્યગુરુના ચરણયુગલની વંદના કરે.' આ પ્રમાણે અનેક સ્થાનકે શ્રાવકને રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરેનું ગ્રહણ કરવાનું કહેલું છે. તે વિષે વિશેષ યુક્તિ જાણવી હોય તો શ્રી કુલમંડનસૂરિએ લખેલા વિચારામૃતસંગ્રહ ગ્રંથથી જાણી લેવી. વળી શ્રાવકે સામાયિકમાં જપમાલા (નવકારવાળી) પણ રાખવી. પ્રતિક્રમણમાં છ પ્રકારનાં આવશ્યક કર્યા પછી અથવા સામાયિકમાં જપ કરવા માટે તે રાખવી યોગ્ય છે. ‘દંડ’ એ શબ્દ વડે પદભૂમિનું પ્રમાર્જન કરવાને માટે રજોહરણ દંડાસણ લેવું એવો અર્થ સમજવો. અથવા બહુશ્રુત જે અર્થ કરે તે પ્રમાણે સમજવો. તથા પાદપ્રોંછનક તે કટાસણું કાંબલનું કે સકલાતનું રાખવું. ઉપર કહેલા ધર્મનાં ઉપકરણોને અવલંબીને ઉત્તમ આસ્તિક શ્રાવકોએ સામાયિક કરવું. તે ઉપકરણોનું દાન કરવાથી પણ મોટું પુણ્ય ૧ આનું તાત્પર્ય સમજાતું નથી. ૨ પગ મૂકવાની ભૂમિ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ થાય છે. તે વિષે સાંભળવામાં આવ્યું છે કે-“શ્રી કુમારપાળ રાજા અઢારસો સાઘર્મી વ્યવહારીઓને ઘર્મનાં ઉપકરણો આપતા હતા.” એક વખતે કોઈ ચારણે એક વર્ણવાળા પાંચસો ઘોડાને જોઈ કોઈને પૂછ્યું કે “આ કોના ઘોડા છે?” તે પુરુષે કહ્યું કે-“શ્રી કુમારપાળ રાજાની પૌષઘશાળામાં મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો જે આપે છે અને જેઓ સાઘર્મીઓની સારસંભાળ કરે છે તેના આ ઘોડા છે, અને તેના નિર્વાહ માટે રાજાએ બાર ગામ આપ્યાં છે. તેની ઊપજમાંથી જે દ્રવ્ય આવે તે સર્વ ધર્મના ઉપકરણોની વૃદ્ધિ માટે અને સાથર્મીઓની સારસંભાળમાં વાપરવા માટે ઠરાવેલું છે.” તે સાંભળી ચારણે આ પ્રમાણે બિરુદ કહ્યું–“તે પાર્શ્વનાથ બહુ રૂડા છે કે જેના શાસનમાં કુમારપાળ રાજા જેવો રાજા થયો છે, જેને જોવાથી મુનિઓનો સમૂહ સદા હર્ષ પામે છે.” આ પ્રમાણે ઘર્મનું વર્ણન (પ્રશંસા) સાંભળી કુમારપાળે તેને એક લક્ષ દ્રવ્ય આપ્યું. “એ પ્રમાણે સમતારૂપ અમૃતના સ્વાદમાં તત્પર એવા કુમારપાળ રાજાએ ઘર્મનાં ઉપકરણોની વૃદ્ધિ માટે ઘણાં ગ્રામો અને અશ્વો આપ્યાં હતાં.” વ્યાખ્યાન ૧૪૪ સામાયિકનું ફળ देशसामायिकं श्राद्धो, वितन्वन् घटिकाद्वयम् । द्रव्यादीनां व्ययाभावादहो पुण्यं महद्भवेत् ॥१॥ ભાવાર્થ-બે ઘડીનું દેશસામાયિક આચરતા શ્રાવકને દ્રવ્યાદિકના ખર્ચ વિના પણ અહો! કેવું મોટું પુણ્ય થાય છે.” વિશેષાર્થ-શ્રાવક બે ઘડી (એક મુહૂર્ત)નું દેશસામાયિક કરતો તો મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. તે સામાયિક કેવી રીતે કરવું? તે કહે છે–પૂર્વોક્ત યુક્તિ વડે રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો લઈને ઇરિયાવહી પડિક્કમવી. તે વિષે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે “ઇરિયાવહી પડિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય અને ધ્યાનાદિક કરવું કહ્યું નહીં.” વળી શ્રી હરિભદ્રસૂરિએ રચેલી શ્રી દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“ઈર્યાપથિકી પડિકમ્યા સિવાય બીજું કાંઈ કરવું નહીં, કારણ કે તે પ્રમાણે કરેલ કાર્યમાં અશુદ્ધપણાની આપત્તિ છે.” તેથી પ્રથમ ઈર્યાપથિકી પડિક્કમીને સામાયિક કરવું. પંચાશકવૃત્તિમાં, નવપદપ્રકરણમાં, આવશ્યકનિર્યુક્તિના બીજા ખંડના પ્રાંત ભાગમાં અને શ્રાદ્ધદિનત્યસૂત્રમાં પ્રથમ કરેમિ ભંતે' ઇત્યાદિ સૂત્ર ભણીને પછી ઈર્યાપથિકી પડિક્કમવી એમ કહેલું છે. તે દેખીને શ્રી આર્યધર્મમાં વ્યામોહ (સંદેહ) કરવો નહીં, કારણ કે શ્રી ગણઘર મહારાજાઓની સમાચારીઓ પણ જુદી જુદી સાંભળીએ છીએ. તત્ત્વ તો બહુશ્રુતથી જાણવા યોગ્ય છે, પરંતુ બુદ્ધિમાન પુરુષોએ પૂર્વાચાર્યની પરંપરાએ ચાલ્યો આવેલ ન હોય તેવો પક્ષ પોતાની બુદ્ધિથી કલ્પના કરીને સ્વીકારવો નહીં. સામાયિક ગ્રહણ કરવાનો વિશેષ વિધિ શ્રી ઘર્મસંગ્રહ આદિ ગ્રંથોથી જાણી લેવો. એવી રીતે વિધિપૂર્વક સામાયિક આચરતો શ્રાવક દ્રવ્ય–વસ્ત્રાદિકના ખર્ચ વગર મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. તે ૧ અહીં પાર્શ્વનાથ શબ્દ જૈનોના દેવ સમજવા. Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૪] સામાયિકનું ફળ ૨૧ વિષે પૂજ્યપુરુષોએ કહ્યું છે કે–“બે ઘડી સમભાવે સામાયિક કરતો એવો શ્રાવક એટલા પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે. કેટલા પલ્યોપમનું? તે કહે છે–બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસો અને પચીશ પલ્યોપમ તથા ને ૬ પલ્યોપમ.” વળી કહ્યું છે કે-“જે કોઈ મોક્ષે ગયા, મોક્ષે જાય છે અને મોક્ષે જશે તે સર્વ સામાયિકના પ્રભાવથી જ ગયા છે એમ જાણવું.” તેમજ વળી કહ્યું છે કે “જેમાં હોમ નહીં, તપ નહીં અને દાન નહીં એવી અમૂલ્ય કરણી તે સામાયિક છે કે જે માત્ર સમતા વડે જ સિદ્ધ થાય છે.” તે વિષે એક કથા છે તે આ પ્રમાણે - સામાયિકના મહિમા ઉપર કેશરી ચોરની કથા શ્રીપુર નગરમાં પદ્મશ્રેષ્ઠીને કેશરી નામે એક પુત્ર હતો. તે નટ, વિટ અને અધર્મીઓની સંગતથી ચોરી કરવા લાગ્યો. લોકોની રાવ સાંભળી રાજાએ તેને પકડી મંગાવી શિખામણ દઈને છોડી મૂક્યો, તથાપિ તે ચોરીના વ્યસનમાં આસક્ત રહ્યો. એટલે રાજાએ તેના પિતાના વચનથી તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. માર્ગે જતાં તેણે વિચાર્યું કે-“આજે હું કોને ઘેર ચોરી કરીશ?” આવું વિચારી તે કોઈ સરોવરની પાળ ઉપરના વૃક્ષ ઉપર ચડ્યો. ત્યાંથી સર્વ દિશાઓમાં દ્રષ્ટિ કરી, એવામાં કોઈ સિદ્ધપુરુષને અકસ્માતું આકાશમાંથી ઊતરી, સરોવરને કિનારે પાદુકા ઉતારી અંદર જઈને સ્નાન કરતો જોયો. આ લાગ જોઈ તે કેશરી તેની પાદુકા પહેરી આકાશમાં ઊડી ગયો. પછી પોતાના નગરમાં આવી લોકોનું સર્વસ્વ ચોરવા લાગ્યો. રાજાના અંતઃપુરમાં પણ જવા લાગ્યો, તેથી રાજા પોતે બહુ ખેદ પામી હાથમાં ખગ લઈને સર્વ ઠેકાણે ચોરને શોઘવા લાગ્યો. વનમાં જતાં જેની દિવ્ય પૂજા કરેલી છે એવી ચંડિકાનો પ્રાસાદ રાજાએ જોયો. ત્યાં ચોરના આવવાનો સંભવ જાણી રાજા છાની રીતે સંતાઈ રહ્યો. તેવામાં પેલો ચોર ત્યાં આવી બન્ને પાદુકા ઉતારી દેવીને નમી બોલ્યો : “હે દેવી! આજ જો મને ઘણું ઘન મળશે તો હું તારી વિશેષ પૂજા કરીશ.” એમ કહી જેવો તે પાદુકા પહેરવા જાય છે તેવામાં રાજાએ એક પાદુકા લઈ લીધી. ચોર રાજાને ઉગ્ર શાસનવાળો જોઈ નાસવા લાગ્યો. નજીકમાં ગુપ્ત રહેલા રાજાના યોદ્ધાઓ પણ તેની પછવાડે દોડ્યા. ચોર ભયથી વિહલ થઈને વિચારવા લાગ્યો કે “અહો! આજે મારું પાપ ફળ્યું. તેવામાં સમીપ ભાગમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. એટલે તેણે મુનિને પોતાના ભવપર્યત કરેલા પાપના ત્યાગનો ઉપાય પૂછ્યો. મુનિએ કહ્યું કે तष्येद्वर्षशतैर्यश्च, एकपादस्थितो नरः । एकेन ध्यानयोगेन, कलां नार्हति षोडशीं॥ “કોઈ મનુષ્ય સો વર્ષ સુધી એક પગે ઊભો રહીને તપ કરે તોપણ તે તપ એક ધ્યાન યોગ (સામાયિક)ની સોળમી કળાને પણ યોગ્ય થાય નહીં.” પછી ગુરુના મુખથી સામાયિકનું સ્વરૂપ અને ફળ સાંભળી, સામાયિક લઈને તે ચોર પોતે પૂર્વે કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. “અહો! મેં નાસ્તિક બુદ્ધિથી મોટું પાપ કર્યું છે, મને ધિક્કાર છે.” આ પ્રમાણે શુભધ્યાનમાં આરૂઢ થવાથી ક્ષપકશ્રેણી માંડવા વડે તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવતાએ રજોહરણાદિ આપી તેનો મોટો ઉત્સવ કર્યો. રાજા તે ચોરને સમતાવાનુ–સંયમી થયેલો જોઈ આશ્ચર્ય પામી અનિમેષ દૃષ્ટિથી જોઈ રહ્યો. તે જોઈ જ્ઞાની મહારાજ બોલ્યા–હે રાજા! તું એમ વિચાર કરે છે કે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ આવા અન્યાય કરનારને કેવળજ્ઞાન ક્યાંથી હોય? પણ એ બધું સામાયિકના તાંડવનો આડંબર જાણવો, અર્થાત્ સામાયિકનું ફળ જાણવું. કહ્યું છે કે प्रतिहंति क्षणार्द्धेन, साम्यमालंब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटीभिः ॥१॥ “પુરુષ કોટી જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા વડે જેટલા કર્મને હણી શકે નહીં, તેટલા કર્મને સમતામય સામાયિકનું આલંબન કરનાર પુરુષ અદ્ઘક્ષણમાં હણી શકે છે.'' તે સાંભળી રાજા પણ પ્રતિદિન સાત આઠ સામાયિક કરવાનો અભિગ્રહ લઈ ઘેર આવ્યો. કેશરી મુનિ જ્ઞાન વડે પૃથ્વી પર વિહાર કરી અનેક જીવોને પ્રતિબોધ પમાડી અનુક્રમે મુક્તિને પ્રાપ્ત થયા. “સાત વ્યસનમાં આસક્ત અને સર્વને સંતાપ કરનારા ચોરને પણ નિર્વાણ આપનારું સામાયિક હમેશાં પ્રાજ્ઞ પુરુષોએ સેવવું.’’ વ્યાખ્યાન ૧૪૫ બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક दिखते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव- काशिकव्रतमुच्यते ॥ १ ॥ ભાવાર્થ-‘છઠ્ઠા દિગ્વિરમણવ્રતમાં જે દિશાનું પરિમાણ કરેલું હોય તેનો દિવસે અથવા રાત્રિએ સંક્ષેપ કરવો તે દશમું દેશાવકાશિક વ્રત કહેવાય છે.’’ વિશેષાર્થ–પહેલા ગુણવ્રતમાં દશે દિશાઓમાં જવાનું પરિમાણ જે બાંધેલું હોય તેનો દિવસે અથવા રાત્રે ઉપલક્ષણથી પહોર વગેરે માટે જે સંક્ષેપ કરવો તે દેશ અને તેમાં અવકાશ એટલે અવસ્થાન તે દેશાવકાશિક વ્રત કહેવાય. પ્રથમ દિવ્રતમાં યાવજ્જીવિત સુધી અથવા વર્ષ પ્રમુખની મર્યાદાએ સો યોજન વગેરેની જે છૂટ રાખી હોય તેમાંથી આ દેશાવકાશિક વ્રતમાં મુહૂર્ત, પહોર, દિવસ વગેરે ઇચ્છિત કાળ સુધી ઘટાડવામાં આવે છે અને તેટલા વખત સુધી ઘર, હાટ, શય્યા વગેરે વિભાગમાં આરંભને તજીને એક દેશની મર્યાદાએ રહેવાય છે તેને દેશાવકાશિક વ્રત કહે છે. દૃષ્ટિવિષ સર્પના વિષનો વિસ્તાર બાર યોજન સુધી હોય છે તેને વિદ્યાના બળથી ઊણો કરીને એક યોજન સુધી જેમ લાવી મૂકે છે, અથવા આખા શરીરમાં રહેલું વીંછીનું વિષ મંત્રના બળથી જેમ એક આંગળીમાં (ડંખમાં) લાવી મૂકે છે, એવી રીતે વિવેકી મનુષ્ય દિવ્રતમાં રાખેલા દિશાપરિમાણનો હમેશાં સંક્ષેપ કરવો. આ વ્રતથી બીજા સર્વ વ્રતોના નિયમોનો પણ પ્રતિદિન સંક્ષેપ કરાય છે. એથી જ પૂર્વે કહેલ ‘‘સચિત્તદવ” એ ગાથામાં બતાવેલા ૧૪ નિયમોને શ્રાવક પ્રાતઃકાળે ગ્રહણ કરે છે, સાયંકાળે તેનો સંકોચ કરે છે અને તેનું પચખાણ કરતાં ‘દેસાવગાસિયં પચ્ચક્ખામ’ એ પદથી ગુરુની સમક્ષ કબૂલ કરે છે. તે વિષે કહ્યું છે કે ‘‘દિશિપરિમાણ વ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેશાવકાશિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે તે દેશાવકાશિક વ્રત જાણવું.'' તેમાં પહેલા વ્રતનો સંક્ષેપ આ પ્રમાણે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વ્યાખ્યાન ૧૪૫] બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક સમજવો–“પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા ત્રસ જીવો સંબંધી જે આરંભ અને ઉપભોગ તે સર્વનો દશમા વ્રતમાં યથાશક્તિ સંક્ષેપ કરવો.” તેવી રીતે સર્વ વ્રતમાં યથાશક્તિ વર્જવું. શયન વખતે તો વિશેષે કરીને સર્વ હિંસા તથા મૃષાવાદ વગેરેનો સંક્ષેપ કરવો. આ વ્રત પાળવાથી સુમિત્રની જેમ ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થાય છે; તેની કથા આ પ્રમાણે | સુમિત્રની કથા ચંદ્રિકા નામની નગરીમાં પ્રજાપાલ નામે રાજા હતો. તેને સુમિત્ર નામે જૈનમંત્રી હતો. તે બન્નેને હમેશાં ઘર્મ વિષે વાદ થતો હતો. રાજાને ઘર્મ ઉપર શ્રદ્ધા નહોતી. એક વખતે રાજાએ મંત્રીને કહ્યું–“અરે પ્રધાન! તું દેવપૂજા વગેરેમાં વૃથા મોહ કેમ પામ્યો છે?” મંત્રી બોલ્યો-“હે રાજ! પૂર્વ ભવમાં સુકૃત કર્યા વિના તમે રાજા કેમ થયા અને અમે સેવક કેમ થયા? સર્વે એક સરખા કેમ નથી?” રાજા બોલ્યો-“એક પથ્થરની શિલાના બે કટકા કરીએ, પછી તેમાંથી એક કટકાનું દેવનું પ્રતિબિંબ ઘડાવીએ અને બીજા કટકાનું પગથિયું કરીએ, તે બન્નેમાં કોણે ઘર્મ અને કોણે પાપ કર્યું છે? માત્ર સ્થાનક ઉપરથી ન્યૂનતા અને વિશેષતા ગણાય છે.” મંત્રી બોલ્યો-“આ તમારો પક્ષ અયોગ્ય છે, કેમકે તેમાં ત્રસ જીવનો અભાવ હોવાથી તે યુક્તિ વગરનો છે. જો તેમાં ત્રસ જીવ હોય તો તે તો આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાર્જે છે. વળી તે પથ્થરમાં એકેન્દ્રિય જીવ હોય છે, તેમાંના એક ખંડમાં રહેલા જીવે પૂર્વે મોટું પુણ્ય કરેલું, તેથી તે દેવનું પ્રતિબિંબ થયો અને તે હજારો વર્ષ સુધી કાંઈ પણ તાડન, ઘર્ષણ અને નિભાડામાં પાકવું વગેરે તથા ચૂર્ણ (ચૂરો) થવા પ્રમુખ દુઃખને પામતો નથી; બીજા ખંડમાં રહેલા જીવે પૂર્વે પાપ કરેલ તેથી તે મોટું દુઃખ પામે છે. આ પ્રમાણે સર્વત્ર જાણી લેવું.” પ્રઘાનનાં આવાં વચન સાંભળી રાજાએ મંત્રીને કહ્યું–“પ્રત્યક્ષ ફળ જોયા વિના પુણ્ય ઉપર મને શ્રદ્ધા થતી નથી.” આ પ્રમાણે તેમને હમેશાં સંવાદ થયા કરતો હતો. એક વખતે મંત્રીએ પાખીની રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચખાણ કર્યા. તે જ રાત્રે રાજાએ કોઈ કાર્ય આવી પડવાથી તેને બોલાવવા પ્રતિહાર મોકલ્યો. મંત્રીએ પ્રતિહારને પોતાનો નિયમ જણાવ્યો. પ્રતિહારે આવીને તે વાત રાજાને જણાવી. રાજાએ અતિ રોષ કરી પ્રતિહારને પાછો મોકલી મંત્રી પાસેથી મંત્રીપદની મહોર છાપ મંગાવી. મંત્રીએ તત્કાળ તે પ્રતિહારને આપી દીધી. પ્રતિહાર કૌતુકથી તે મહોરછાપની મુદ્રિકા હાથમાં પહેરી પોતાની સાથેના પાળાઓની આગળ હસતો હસતો બોલ્યો કે-“અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” સેવકો “મંત્રીરાજ! ખમા, પઘારો” એમ બોલવા લાગ્યા. પછી તે પ્રતિહાર થોડો આગળ ચાલ્યો ત્યાં દૈવયોગે કોઈ દુષ્ટ સુભટોએ તેને મારી નાંખ્યો. આ ખબર રાજાએ જાણી એટલે તે વિચારમાં પડ્યો કે “જરૂર તે પ્રતિહારને મંત્રીએ જ મરાવી નાંખ્યો હશે, માટે હું જાતે જઈ એ મંત્રીને જ મારી નાંખું.” આવા વિચારથી રાજા ત્યાં આવ્યો. તેવામાં પ્રતિહારને હણનારા પેલા સુભટો જેને દીવીઓના પ્રકાશથી શોધીને પકડી લીઘેલા તેમજ બાંઘેલા તેઓ માર્ગમાં મળ્યા. રાજાએ તેમને પૂછ્યું–‘તમે ક્યાંથી આવ્યા હતા?” તેઓ બોલ્યા-“મહારાજ! અમને પેટભરાને શું પૂછો છો? તમારા વૈરી સૂર રાજાએ મંત્રીનો વઘ કરવા અમને મોકલ્યા હતા. અમે આ પ્રતિહારને મુદ્રિકા ઉપરથી મંત્રી જાણીને મારી નાંખ્યો છે.' પછી રાજાએ મંત્રીને ઘેર આવી મિથ્યા દુષ્કત આપી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ મંત્રીએ તે સુભટોને જીવતા છોડી મૂક્યા. રાજાએ કહ્યું–મંત્રીરાજ! આજે પુણ્યનું ફળ મેં પ્રત્યક્ષ જોયું.” પછી પુણ્યની પ્રશંસા કરી રાજાએ ગૃહસ્થઘર્મ અંગીકાર કર્યો. પ્રાંતે મંત્રી અને રાજા બન્ને પુણ્ય ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિપદને પામ્યા. સુમિત્ર મંત્રી દશમા વ્રતમાં ઉદ્યમવંત થઈ આ લોકમાં ઘર્મનું પૂર્ણ ફળ પામ્યો અને રાજા તેને જોઈ નાસ્તિકપણું છોડી પ્રતિબોઘ પામીને શુદ્ધ ઘર્મને પ્રાપ્ત થયો.” વ્યાખ્યાન ૧૪૬. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર હવે દેશાવકાશિક વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય પાંચ અતિચાર કહે છે प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा । शब्दरूपानुपातौ च, व्रते देशावकाशिके ॥१॥ ભાવાર્થ-“ચાકરને મોકલવો, અંદર કાંઈ અણાવવું, પુદગલ ફેંકવાં (કાંકરાદિ નાંખવા), શબ્દ કરવો અને રૂપ બતાવવું એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે.” વિશેષાર્થ-દિવ્રતમાં જે કાંઈ વિશેષ તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તે વિશેષપણું એવી રીતે છે કે–દિવ્રત ચાવજીવિત, વર્ષ અને ચાતુર્માસના પરિમાણવાળું હોય છે, અને આ દેશાવકાશિક વ્રત એક દિવસ, રાત્રિ, પહોર અને મુહૂર્ત (બે ઘડી) વગેરેના પરિમાણવાળું હોય છે. તે વ્રતમાં પાંચ અતિચાર લાગે છે તે આ પ્રમાણે (૧) પ્રેષ્ય એટલે આદેશ પ્રમાણે કરનારા નોકરનો પ્રયોગ કરવો એટલે ઘારેલ ક્ષેત્રની બહાર કોઈ પ્રયોજનને માટે સેવક વગેરેને મોકલવા, (પોતાની જાતે જવાથી તો વ્રતનો ભંગ થાય) તે પહેલો પ્રખ્યપ્રયોગ નામે અતિચાર. (૨) આનયન એટલે કોઈ સચેતનાદિ વસ્તુ નિયમિત ક્ષેત્રની બહાર હોય તેને સેવક વગેરેને મોકલી મંગાવવી તે આનયનપ્રયોગ નામે બીજો અતિચાર. (૩) પુદ્ ગલ એટલે પાષાણ કાષ્ઠ વગેરેના કકડાને નિયમિત કરેલા સ્થાનથી બહાર નાખી પોતાનું કાર્ય જણાવવું તે પુદ્ગલ પ્રક્ષેપ નામે ત્રીજો અતિચાર. (૪) નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાનું કાર્ય જણાવવા માટે વ્રતભંગના ભયથી સાક્ષાત્ જઈ બોલાવાય નહીં તેથી ઊંચે સ્વરે ખાંસી, ખોંખારા વગેરેથી પોતાના આત્માને જણાવવો એટલે પોતાની હાજરીની જાણ કરવી–એ શબ્દાનુપાત નામે ચોથો અતિચાર. (૫) એવી જ રીતે પોતાના રૂપને દર્શાવે અથવા નિઃશ્રેણી, અટારી, મેડી કે અગાશી ઉપર ચડી પરનું રૂપ જુએ તે રૂપાનુપાત નામે પાંચમો અતિચાર. આ વ્રત નિયમિત ભૂમિની બહાર ગમનાગમન વડે જીવનો વઘ ન થાય એવી બુદ્ધિથી ગ્રહણ કરાય છે. તે જીવવઘ પોતે કર્યો અથવા બીજા પાસે કરાવ્યો તેના ફળમાં કાંઈ વિશેષ નથી, પણ ઊલટો પોતે જાય તો તેમાં ઈર્યાપથિકીની શુદ્ધિ વગેરે ગુણ હોય અને સેવકોને મોકલવાથી તો તેનું નિપુણપણું ન હોવાથી, નિઃશુકપણું હોવાથી તેમજ ઈર્યાસમિતિનો અભાવ હોવાથી વિશેષ દોષ રહેલા છે માટે આનયન પ્રયોગ વગેરે અતિચાર લગાડવા કલ્પતા નથી. અહીં પહેલા બે અતિચાર “મારા વતનો ભંગ ન થાઓ” એમ વ્રતને જાળવવાની સાપેક્ષવૃત્તિએ અનાભોગ વગેરેથી પ્રવર્તેલા છે અને Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૬] દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર છેલ્લા ત્રણ અતિચાર માયાવીપણાથી અતિચારપણાને પામે છે. આ દશમું વ્રત નિરતિચારપણે પાળવા વિષે રાજાના ભંડારી ઘનદની કથા છે. તે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા નામની વૃત્તિમાં આપેલી છે ત્યાંથી જાણી લેવી. તેમ જ બીજી પવનંજયની કથા છે તે શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિમાંથી જાણી લેવી. જે પ્રાણી આ વ્રત ગ્રહણ કરતા નથી અને સર્વ ઠેકાણે જવાનું મોકળું રાખે છે તે મોટું દુઃખ પામે છે. જે ગુરુના વચનથી દેશાવકાશિક વ્રતને અંગીકાર કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરી લોહજંઘની જેમ વિપત્તિને તરી જાય છે. અને જે અશ્વ, વૃષભ, ઊંટ વગેરેના ઘણીઓ તે પ્રાણીઓને હમેશાં અપરિમિત ગતિવડે ચલાવે છે તેઓ પોતાનું હિત કરી શકતા નથી. લોહજંઘની કથા આ પ્રમાણે લોહજંઘની કથા એક વખતે ઉજ્જયિની (અવંતિ) નગરીમાં ચંડપ્રદ્યોત રાજાએ એવો પડહ વગડાવ્યો કે–“જે અભયકુમાર મંત્રીને બાંધીને લાવે તેને હું જે માગે તે આપું.” પડહ કોઈ વેશ્યાએ સ્વીકાર્યો અને પછી તે શ્રાવિકાનો કપટવેષ લઈ રાજગૃહી નગરીમાં આવી. ત્યાં અભયકુમારને પોતાને સ્થાને લાવી, ભોળવી તેને ચંદ્રહાસ મદિરા પાઈ દીઘી અને તેના કેફમાં તે મૂર્ણિત થયો એટલે તેને અવંતિએ લાવી ચંડપ્રદ્યોત પાસે હાજર કર્યો. રાજાએ તેને કારાગૃહમાં રખાવ્યો. પછી જ્યારે ચંડપ્રદ્યોતે તેને લાવવાનો વૃત્તાંત વેશ્યાના મુખથી સાંભળ્યો ત્યારે તેના પર નાખુશ થઈને બોલ્યો: ‘તું ઘર્મના છળથી એને પકડી લાવી તે સારું ન કર્યું.” રાજા ચંડપ્રદ્યોત પાસે અગ્નિભી રથ, શિવાદેવી નામે પરિણી સ્ત્રી, અનિલગ નામે હસ્તી અને લોહજંઘ નામે દૂત-એ ચાર રત્નો હતાં. તેમાં જે લોહજંઘ દૂત હતો તે પ્રતિદિન પચીશ યોજન જતો અને અનેક દેશોના રાજાઓના ગુહ્ય સમાચાર લાવીને પ્રગટ કરતો હતો. આથી સર્વ સામંત રાજાઓ ઉદ્વેગ પામ્યા અને તેને મારવાને માટે એકદા વિષમિશ્રિત પાથેય (ભાતું) આપ્યું. લોહજંઘ તે પાથેય લઈ અવંતિ તરફ પાછો વળ્યો. માર્ગમાં ભોજન કરવા બેઠો એટલે અપશુકનોએ તેને વારંવાર અટકાવ્યો, તેથી ખાઘા વિના અવંતિએ આવી તે વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને જણાવ્યો. રાજાએ અભયકુમારને પૂછ્યું એટલે અભયકુમાર બોલ્યો-“આ પાથેયની ગંઘ ઉપરથી એવો નિશ્ચય થાય છે કે–તેમાં દ્રષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયેલો છે. વિષ જાણવાનો પ્રકાર આ પ્રમાણે છે–વિષવાળું અન્ન જોઈને ચકોરપક્ષીનાં નેત્ર વિરામ પામે, કોકિલ ઉન્મત્ત થઈ મરી જાય અને ક્રૌંચપક્ષી તત્કાલ મદ પામે, તથા નોળિયાના રોમ વિકસ્વર થઈ જાય અને મયૂર ખુશી થાય; કારણ કે નોળિયા તથા મોરની દ્રષ્ટિએ પડવાથી વિષ તત્કાળ મંદ થઈ જાય છે. વળી વિષવાળું અન્ન જોઈ માર્જર ઉદ્વેગ પામે, વાનર વિષ્ટા કરવા માંડે, હંસની ગતિ અલિત થઈ જાય, કૂકડો રુદન કરે, ભમરો ઝેરી અન્ન સૂંઘીને વઘારે ગુંજારવ કરે, અને એના તથા પોપટ આક્રોશ કરવા માંડે.” આ પ્રમાણે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ તે પાથેય પલ્લવિત વનમાં મુકાવ્યું. ત્યાં તેમાંથી દૃષ્ટિવિષ સર્પ નીકળ્યો. તેની વિષમય દ્રષ્ટિથી આખું વન સુકાઈ ગયું. આ પ્રમાણે અનેક પ્રસંગમાં અભયકુમારની બુદ્ધિથી રાજાએ પ્રસન્ન થઈ વર આપ્યા. તે બધા વર એકઠા માગવા વડે અભયકુમાર પુનઃ ત્યાંથી મુક્ત થયો. ચાલતી વખતે અભયકુમારે વિનયથી કહ્યું–“તમને ઘર્મના છળ વિના, ઘોળા દિવસે, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ તમારા નગરમાંથી ‘હું ચંડપ્રદ્યોતન છું’ એવો પોકાર કરતાં લઈ જઉં તો જ હું અભયકુમાર ખરો.” આ પ્રમાણે કહી અભયકુમાર પોતાના નગ૨માં આવ્યો. કેટલાક દિવસ પછી બે વેશ્યાઓની પુત્રીઓને લઈ વણિકને વેષે તે પાછો ઉજ્જયિનીમાં આવ્યો અને રાજા ચંડપ્રદ્યોતના મહેલની સમીપે એક દુકાન ભાડે લીધી. રાજા તે વેશ્યાની પુત્રીઓને જોઈને વિલ થઈ ગયો. તેણે પોતાના આસ જનની મારફત તેના સંગની ઇચ્છા દર્શાવી. તે બન્ને સ્ત્રીઓએ જવાબમાં કહ્યું–‘અમારો વૃદ્ધ બંધુ તેના લઘુ બંધુના શરીરમાં ભૂત વળગેલું છે, તેથી તેના સુખને માટે કોઈ માંત્રિકને ઘેર જાય છે તે વખતે જો રાજા ગુપ્ત રીતે આવે તો અમારો સંગ થાય.’’ આ બાજુ અભયકુમારે પોતાના એક માણસને ગાંડો બનાવ્યો હતો અને તેનું પ્રદ્યોત એવું નામ પાડ્યું હતું. તે ગાંડો માણસ ‘હું રાજા પ્રદ્યોત છું' એમ કહેતો આમ-તેમ ભમતો હતો. અભયકુમાર લોકોની આગળ ‘આ ગાંડાને શી રીતે રાખવો?' એમ કહી તેને પકડવા દોડતો અને તેને માંત્રિકને ઘેર લઈ જવાને બહાને એક માંચા ઉપર બેસારી હમેશાં બજાર વચ્ચેથી લઈ જતો. તે વખતે ચૌટામાં ‘હું પ્રદ્યોત રાજા છું, મને આ બાંધીને લઈ જાય છે, માટે છોડાવો.' એમ તે ગાંડો ઊંચે સ્વરે બોલ્યા કરતો. લોકો તેને ગાંડો જાણીને તેની ઉપેક્ષા કરતા. હવે સંકેત પ્રમાણે પ્રદ્યોત રાજા એકલો ગુપ્ત રીતે અભયકુમારને ઘેર વેશ્યાની પુત્રીઓ પાસે આવ્યો. પછવાડેથી અભયકુમારે આવી પોતાના માણસો પાસે કામાંઘ હસ્તીની જેમ તેને પલંગ સાથે દૃઢ બંધાવ્યો અને થોળે દિવસે ‘હું પ્રદ્યોત રાજા છું, મને છોડાવો' એમ પોકારતા તેને લોકોની સમક્ષ રાજગૃહી નગરીમાં લઈ ગયો. ત્યાં મગધપતિએ તેને છોડી સન્માન કરીને હર્ષથી પાછો વિદાય કર્યો. પછી ઉજ્જયિનીના રાજાએ પોતાના રાજ્યમાં આવી લોહજંઘ દૂતને એવી શિખામણ આપી કે—તારે સ્વેચ્છાથી સર્વ દિશામાં ગમન કરવું નહીં કે જેથી શત્રુ તરફથી તને દુઃખ થાય. લોહબંધે તે પ્રમાણે સ્વીકાર્યું જેથી તે દુઃખ પામ્યો નહીં. આ કથાનો ઉપનય એવો છે કે—જેમ તે લોહજંઘે દિશામાં ગમન કરવામાં સંક્ષેપ કર્યો તો તે શત્રુ તરફથી વાદિક દુઃખને પામ્યો નહીં, તેમ શ્રાવક પણ એ વ્રત લેવાથી હિંસાદિ પાપકર્મે કરેલા ઉપદ્રવને પામતો નથી. “આ દશમા દેશાવકાશિક વ્રતને આચરવાથી પૂર્વે ઉપાર્જન કરેલાં ઘણાં પાપકર્મોનો પણ સંક્ષેપ થાય છે અને અનુક્રમે તે પુરુષ થોડા કાળમાં સૌભાગ્યલક્ષ્મી (મોક્ષલક્ષ્મી)ને ભજે છે.’' વ્યાખ્યાન ૧૪૭ છ અઠ્ઠાઈ પો સામાયિક પ્રમુખ શિક્ષાવ્રતને ધારણ કરનાર ભવ્યજીવોએ ષટ્ અષ્ટાહ્નિકા (છ અઠ્ઠાઈ) પર્વ અવશ્ય સેવવા જોઈએ, તે વિષે કહે છે— अष्टाह्निकाः षडेवोक्ताः, स्याद्वादाभयदोत्तमैः । તત્ત્વનું સમાર્થ, બાસેવ્યાઃ પરમાર્હનૈઃ ।।શા ભાવાર્થ-સ્યાદ્વાદ મતને કહેનારા અને અભયને આપનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહેલી છે, તેનું સ્વરૂપ બરાબર જાણીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.’’ વિશેષાર્થ-અઠ્ઠાઈ છ કહેવાય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે—એક અઠ્ઠાઈ ચૈત્ર માસમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ્યાખ્યાન ૧૪૭] છ અઠ્ઠાઈ પર્વો (ઓળીની), બીજી આષાઢ માસમાં, ત્રીજી પર્યુષણપર્વ સંબંઘી, ચોથી અશ્વિન માસમાં (ઓળીની), પાંચમી કાર્તિક માસમાં અને છઠ્ઠી ફાલ્ગન માસમાં–આ છ અઠ્ઠાઈમાં બે અઠ્ઠાઈ શાશ્વત છે એમ શ્રી ઉત્તરાધ્યયનની બૃહવૃત્તિમાં કહેલું છે. તે આ પ્રમાણે-“બે અઠ્ઠાઈ શાશ્વતી છે, એક ચૈત્ર માસમાં અને બીજી આશ્વિન માસમાં. એ બે શાશ્વતી અઠ્ઠાઈમાં સર્વ દેવતાઓ નંદીશ્વરદ્વીપની યાત્રા કરે છે અને વિદ્યાઘરો તથા મનુષ્યો પોતપોતાને સ્થાનકે યાત્રા કરે છે. તદુપરાંત ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ અને એક પર્યુષણની અઠ્ઠાઈ એમ ચાર અઠ્ઠાઈ તથા પ્રભુના જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણાદિક કલ્યાણકના દિવસો અશાશ્વત પર્વો છે.”દુષમકાલ તથા યુગલિયાઓના સમયમાં પણ દેવતાઓ ચૈત્ર અને આસો માસની અઠ્ઠાઈ હમેશાં સાચવે છે; તેથી તે શાશ્વત કહેવાય છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-“ત્યાં ઘણાં ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને કલ્પવાસી દેવતાઓ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈએ અને પર્યુષણપર્વે મોટો મહિમા કરે છે.” ચૈત્ર અને આસો માસની અઠ્ઠાઈમાં શ્રીપાલ અને મયણાસુંદરીની જેમ શ્રી સિદ્ધચક્રનું આરાઘન કરવું. બાહ્યથી મંત્રનું સ્વરૂપ નિર્ધારી મન વડે લલાટ વગેરે દશ સ્થાનકોમાં યંત્રની આકૃતિ સ્થાપીને ભાવથી તેનું ધ્યાન કરવું. સામાન્યથી સર્વે અઠ્ઠાઈઓમાં અમારી ઉદ્ઘોષણા કરાવવી, જિનમંદિરોમાં અઠ્ઠાઈ ઉત્સવ મોટા વિસ્તારથી કરવો અને ખાંડવું, દળવું, પીસવું, ખોદવું, વસ્ત્ર ઘોવાં અને સ્ત્રીસેવન કરવું વગેરે કાર્યો કરવાં નહીં અને કરાવવાં નહીં. તેમાં પણ પજુસણની અઠ્ઠાઈ તો પાંચ સાઘનો વડે આરાધવી. તે પાંચ સાઘન આ પ્રમાણે–પહેલું સાઘન અમારી ઘોષણા કરાવવી, બીજું સાઘર્મીવાત્સલ્ય કરવું, ત્રીજું પરસ્પર ખમાવવું, ચોથું અષ્ટમ તપ કરવું અને પાંચમું ચૈત્યપરિપાટી કરવી. તેમાં પહેલા સાધનનું વર્ણન આગળ કહેવાશે. બીજું સાઘન સાઘર્મીવાત્સલ્ય તે સર્વે સાઘર્મીઓની ભક્તિ કરવી અથવા યથાશક્તિ બને તેટલાની કરવી. પ્રાયે કરીને સરખા સાઘર્મીઓ મળવા દુર્લભ છે. કહ્યું છે કે-“સર્વ જીવો પરસ્પર પૂર્વના સંબંધી છે, તેથી તે તો વારંવાર મળે છે, પણ સાઘર્મી કોઈક જ ઠામે મળે છે.” સ્વામીવચ્છલના ફળ સંબંધી કહ્યું છે કે एगत्थ सव्वधम्मा, साहमिअवच्छलं तु एगत्थ । बुद्धितुलाए तुलिया, दोवी अ तुलाई भणियाइं ॥४॥ એક બાજુ સર્વ ઘર્મ ને એક બાજુ સ્વામીવચ્છળ મૂકી બુદ્ધિરૂપી ત્રાજવા વડે તોલીએ તો તે બન્ને સમાન થાય છે.” આ વિષે ભરતચક્રી, દંડવીર્ય, કુમારપાળ વગેરેનાં દૃષ્ટાંતો છે તે સ્વયમેવ જાણી લેવાં. ત્રીજું સાઘન પરસ્પર ખમાવવાનું છે. તે ઉપર એવી કથા છે કે–એક વખતે ચંદનબાળા સાધ્વી તથા મૃગાવતી સાધ્વી વીરપ્રભુને વાંદવા ગયા હતા. તે દિવસે સૂર્ય ચંદ્ર મૂળવિમાને પ્રભુને વાંદવા આવ્યા હતા. તેથી સૂર્યાસ્ત સમય થયા છતાં સમવસરણમાં દિવસવત્ પ્રકાશ હતો; પરંતુ દક્ષપણાથી–સૂર્યાસ્ત સમય જાણી એકદમ ચંદનબાલા ઉપાશ્રયે આવ્યા, ઈર્યાપથિકી પડિક્કમી નિદ્રાવશ થયા. પછી સૂર્ય, ચંદ્ર સ્વસ્થાને ગયા એટલે એકદમ અંઘકાર થઈ ગયો, તેથી રાત્રિ પડી જવાને લીઘે ભય પામીને મૃગાવતી તત્કાળ ઉપાશ્રયે આવ્યા અને ઈરિયાવહી પડિક્કમતાં ચંદના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ સાથ્વીને કહ્યું કે- હે ગુણીજી! મારો અપરાધ ક્ષમા કરો.” ચંદનબાલાએ કહ્યું કે– મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહીં.” મૃગાવતી બોલી કે હવે ફરી વાર આવું કરીશ નહીં.” એમ કહી તે ચંદનબાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તો પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંતઃકરણ વડે વારંવાર ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતો હતો, એટલે મૃગાવતીએ ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો, તેથી તેઓ જાગી ગયા. હાથ ઊંચો કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પનો વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે–આવા અંઘકારમાં તમે સર્પને શી રીતે જાણ્યો?” તેમણે કહ્યું કે-“આપના પસાયે.” એમ વિશેષ પૂછતાં તેને કેવળજ્ઞાન થયેલું જાણી મૃગાવતી સાથ્વીને ખમાવતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી એવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યા દુષ્કત આપવું. વળી ચંડપ્રદ્યોત રાજા પ્રત્યે જેમ ઉદયન રાજાએ ક્ષમાપન કર્યું હતું તેમ પર્યુષણ પર્વમાં અવશ્ય પરસ્પર ક્ષમાપન કરવું. બે જણમાં એક જણ ખમાવે અને બીજો ન ખમાવે તો તેમાં જે ખમાવે તે આરાધક, બીજો નહીં; તેથી પોતે તો ઉપશમવું જ જોઈએ. કોઈ ઠેકાણે બન્ને જણ આરાધક થાય છે અને કોઈ ઠેકાણે વૃથા મિચ્છા મિ દુક્કડં દેવાથી એક્ક આરાઘક થતા નથી. તે વિષે કુંભકાર અને ક્ષુલ્લક મુનિનું દ્રષ્ટાંત છે. “કોઈ લઘુશિષ્ય કાંકરા મારવા વડે કુંભારનાં વાસણો કાણાં કરતો હતો. કુંભકારે તેને વાર્યો એટલે તેણે મિથ્યા દુષ્કત આપ્યું; પણ તેનાથી ન નિવર્તતાં પાછો તેવી જ રીતે ભાંડ કાણાં કરવા લાગ્યો. પછી કુંભકારે કાંકરાવતી તેના કાન ચોળ્યા. ત્યારે લકે કહ્યું કે “હું પીડાઉ ' એટલે કુંભારે પણ વૃથા મિથ્યા દુષ્કત આપ્યું.” આવા પરસ્પરના મિચ્છા મિ દુક્કડ તે વૃથા સમજવા. હવે ચોથા સાઘન તરીકે પર્યુષણ પર્વમાં અષ્ટમ તપ અવશ્ય કરવું. પાક્ષિક તપમાં એક ઉપવાસ, ચોમાસી તપમાં છઠ્ઠ અને વાર્ષિક પર્વમાં અઠ્ઠમ કરવો, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે. જે અષ્ટમ તપ કરવાને અસમર્થ હોય તેમણે તે તપની પૂર્તિ કરવા માટે છ આંબેલ કરવા, જે છ આંબેલ કરવાને અશક્ત હોય તેણે નવ નીવિ કરવી, અથવા તેને બદલે બાર એકાસણાં કરવાં, અથવા ચોવીશ બેસણાં કરવાં, અથવા છ હજાર સ્વાધ્યાય કરવો, અથવા સાઠ નવકારવાળી (બાઘા પારાની) ગણવી. આ રીતિથી પણ તપની પૂર્તિ કરવી. જો તેમ ન કરે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે. આ પ્રસંગે નોકારસી પ્રમુખ તપનું ફળ દર્શાવે છે–નારકીનો જીવ એક સો વર્ષ સુધી અકામનિર્જરા વડે જેટલાં કર્મ ખપાવે તેટલાં પાપકર્મ એક નોકારસીના પચખાણથી ખપે છે, પોરસીના પચખાણથી એક હજાર વર્ષનાં પાપ દૂર થાય છે, સાદ્ધપોરસીના પચખાણથી દશ હજાર વર્ષનાં પાપ ટળે છે, પુરિમાદ્ધથી (પુરિમટ્ટથી) એક લાખ વર્ષનાં પાપકર્મ નાશ પામે છે, અચિત્ત જલયુક્ત એકાસણાથી દશ લાખ વર્ષનાં પાપ જાય છે, નીવિના તપથી કોટી વર્ષનાં પાપ જાય છે, એકલઠાણાથી દશ કોટી વર્ષનાં પાપ ટળે છે. એકદત્તીથી (દાતાએ એક વાર અન્ન આપ્યું હોય તેટલું જ ખાવાથી) સો કોટી વર્ષનાં પાપ જાય છે, આંબેલના તપથી એક હજાર કોટી વર્ષનાં પાપ જાય છે, ઉપવાસના તપથી દશ હજાર કોટી વર્ષનાં પાપ જાય છે, છઠ્ઠ તપ કરવાથી એક લાખ કોટી WWW.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૭] છ અઠ્ઠાઈ પર્વો ૨૯ વર્ષનાં પાપ પ્રલય થાય છે, અને અષ્ટમ તપથી દશ લાખ કોટી વર્ષનાં પાપ જાય છે. ત્યારથી આગળ એક એક ઉપવાસનો વઘારો કરી અનુક્રમે તેના ફળમાં દશગણો અંક વઘારવો. અષ્ટમ તપ કરવાથી નાગકેતુ તે જ ભવમાં પ્રત્યક્ષ ફળ પામ્યો હતો. તે સર્વ તપ શલ્ય રહિત કરવું. શલ્યવાળું તપ દુષ્કર કર્યું હોય તો પણ નિરર્થક જાણવું. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીની કથા-આજથી એંશીમી ચોવીશીમાં એક રાજાને ઘણા પુત્રો થયા પછી પુત્રીની ઇચ્છાથી સેંકડો માનતા કરવા વડે એક લક્ષ્મણા નામે પુત્રી થઈ, તે રાજાને બહુ વહાલી હતી. જ્યારે તે વરવા યોગ્ય થઈ ત્યારે રાજાએ સ્વયંવર કર્યો. તેમાં તે ઇચ્છિત વરને વરી, પરંતુ વિવાહવિધિ કરતાં ચોરીમાં જ તેનો સ્વામી મૃત્યુ પામ્યો. ત્યારથી તે સુશીલ સતીઓમાં શ્રેષ્ઠ ગણાતી સતી શ્રાવકઘર્મને સારી રીતે પાળવા લાગી. અન્યદા તે ચોવીશીના છેલ્લા તીર્થંકર પાસે તેણે દીક્ષા લીધી. એકદા તે લક્ષ્મણા સાધ્વી ચકવાચકવીનો સંયોગ જોઈ કામાતુર થઈ સતી વિચારવા લાગી, “અરિહંત પ્રભુએ શું જોઈને આ કર્મની મુનિને આજ્ઞા દીધી નહીં હોય? અથવા ભગવંત પોતે અવેદી છે તેથી તે વેદઘારીનું દુઃખ ક્યાંથી જાણે?” આવું ચિંતવતાં ક્ષણવારે પાછો તેનો પશ્ચાત્તાપ થયો. તેણે વિચાર્યું, “મેં માઠું ચિંતવન કર્યું, હવે હું કેવી રીતે તેની આલોયણા લઈશ? કેમ કે આ વાત મારાથી કહેવાશે નહીં તો શલ્ય રહી જશે અને શલ્ય રહેશે તો તેની શુદ્ધિ થશે નહીં.” આમ વિચારીને તે આલોયણા લેવા માટે ગુરુ પાસે જવા ઉજમાળ થઈ. જેવી ચાલવા લાગી તેવામાં અણચિંતવ્યો તેના પગમાં કાંટો વાગ્યો; તેથી તે અપશુકનથી ક્ષોભ પામી. પછી તેણે બીજાનું નામ દઈને ગુરુને પૂછ્યું કે–જે આવું દુધ્ધન ચિંતવે તેને શું પ્રાયશ્ચિત્ત આવે?” ગુરુએ પૂછવાનું કારણ જણાવવાનું કહેતાં તે કહી શકી નહીં, પરંતુ ગુરુ પાસેથી તેનું પ્રાયશ્ચિત્ત જાણીને પચાસ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. તે આ પ્રમાણે–“છ, અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નહિ કરે એમ દશ વર્ષ સુઘી તપ કર્યું, બે વર્ષ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર લીઘો, બે વર્ષ બ્રૂજેલા ચણાનો આહાર લીઘો, સોળ વર્ષ માસખમણ કર્યા અને વીશ વર્ષ આંબેલ તપ કર્યું. એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ તપ કર્યું.” આવી રીતે આકરું તપ કર્યું તો પણ દંભ રાખવાથી તેની શુદ્ધિ ન થઈ અને તે આર્તધ્યાનથી મૃત્યુ પામી. ત્યાર પછી દાસી પ્રમુખના અસંખ્ય ભવમાં મહાદુઃખ ભોગવી શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં સિદ્ધિપદને પામશે. તે વિષે કહ્યું છે કે-“પરાક્રમ વડે ઘોર એવું તીવ્ર તપ એક સહસ્ત્ર દિવ્ય* વર્ષ સુધી આચરે, પણ જો તે સશલ્ય હોય તો તે નિષ્ફળ જાય છે.” વાર્ષિક પ્રતિક્રમણમાં એક હજાર અને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ જાણવો. પ્રત્યેક ચતુર્વિશતિ સ્તવે “ચંદેસુ નિમ્મલયરા” સુઘી પચીશ શ્વાસોચ્છવાસ ગણવા. એવા ચાળીશ લોગસ્સ એક નવકારે અધિક ગણવાથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થાય છે. અહીં પદસમાન શ્વાસોચ્છવાસ સમજવો. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસોચ્છવાસનો એટલે ૨૦ લોગસ્સનો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ત્રણસો શ્વાસોચ્છવાસનો એટલે ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ જાણવો. હવે કાયોત્સર્ગમાં એક શ્વાસોચ્છવાસમાં દેવતાનું કેટલું આયુષ્ય બાંધે તે કહે છે– ૧ આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર. ૨ દેવતાઈ હજારો વર્ષ એટલે કે ઘણા વર્ષો સુઘી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ लक्खदुग सहस्स पणचत्त, चउसया अठ्ठ चेव पलियाई । किंचुणा चउभागा, सुराउ बंधो इगुसासो॥१॥ બે લાખ, પિસ્તાળીસ હજાર, ચાર સો અને આઠ પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા ચાર ભાગ જેટલું એક શ્વાસોશ્વાસમાં દેવગતિનું આયુષ્ય બાંધે. આખા નવકારના આઠ શ્વાસોશ્વાસમાં ઓગણીશ લાખ, ત્રેસઠ હજાર, બસો ને સડસઠ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંઘે; અને એક લોગસ્સના પચીશ શ્વાસોશ્વાસમાં એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસો અને દશ પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે. આયુષ્ય બાંઘવાનો ક્રમ એવો છે કે–જે દેવલોકમાં દેવતાઓનું આયુષ્ય એટલા પલ્યોપમનું હોય, તે દેવલોકમાં તે ઉત્પન્ન થાય. પર્યુષણ પર્વમાં પાંચમા સાધન તરીકે ચૈત્યપરિપાટી કરવી અને ચૈત્યપૂજા વગેરેથી શાસનની ઉન્નતિ કરવી. તે વિષે શાસ્ત્રોમાં એક કથા જાણીતી છે વજસ્વામીની કથા–એકદા વજસ્વામી મોટો દુકાળ પડવાથી આખા સંઘને પટ ઉપર બેસારી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. ત્યાંનો રાજા બૌદ્ધ હતો. તેણે જિનચૈત્યમાં પૂજા માટે પુષ્પ આપવાની અટકાયત કરી હતી. તેવામાં પર્યુષણ પર્વ આવ્યા એટલે શ્રાવકોએ પુષ્પને માટે ગુરુને વિનંતિ કરી. ગુરુ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરીનગરીએ જઈ, પોતાના પિતાના મિત્ર કોઈ માળીને પુષ્પ તૈયાર કરવાની આજ્ઞા કરીને પોતે હેમવંત પર્વત ઉપર શ્રીદેવીના ભુવનમાં ગયા. ત્યાં શ્રીદેવીએ એક મહાપ આપ્યું છે અને હુતાશન વનમાંથી વિશ લાખ પુષ્પો લઈ, (પૂર્વભવના મિત્ર) જંભક દેવતાએ વિફર્વેલા વિમાનમાં બેસી, મહોત્સવ સહિત સુભિક્ષાપુરીએ આવી, શ્રી જૈનશાસનની પ્રભાવના કરી. તે જોઈ બૌદ્ધરાજા આશ્ચર્ય પામ્યો અને તે પણ શ્રાવક થયો. અઠ્ઠાઈ પર્વમાં અમારી પ્રવર્તન કરવું. જેમ શ્રી કુમારપાળ અને સંપ્રતિ રાજા વગેરેએ કર્યું હતું તેમ. આઘુનિક કાળે (ગ્રંથકર્તાના સમયે) પણ શ્રી હીર ગુરુના ઉપદેશથી અકબર બાદશાહે પોતાના બઘા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવી હતી. તેની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે શ્રી હીરવિજયસૂરિનો પ્રબંધ એક વખતે અકબર બાદશાહે પોતાના પ્રઘાનો વગેરેની પાસેથી શ્રી હીરસૂરિનું વર્ણન સાંભળી પોતાના નામનું ફરમાન મોકલીને બહુમાન સાથે સૂરિને દિલ્લી બોલાવ્યા. સંવત્ ૧૬૩૯ ના વર્ષમાં જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ સૂરિરાજ મોટા માન સાથે ગંઘાર નગરથી ત્યાં આવ્યા. બાદશાહને મળ્યા એટલે તેમણે આદરથી બોલાવ્યા. પછી યોગ્ય અવસરે સૂરિએ એવો ઘર્મોપદેશ આપ્યો કે જેથી પૂર્વે આગ્રાથી અજમેર સુધીના રસ્તામાં પ્રત્યેક કોશે કૂવા સહિત મીનારા કરી, તે પ્રત્યેક મીનારે પોતાનું શિકાર કરવાનું કળાકૌશલ્ય પ્રગટ કરવાને માટે હરિણના સેંકડો શગડાં જેણે આરોપણ કરેલાં તેવો હિંસક બાદશાહ પણ દયાળુ થઈ ગયો. અન્યદા બાદશાહે સૂરિવર્યને કહ્યું: “મહારાજ! દર્શનની ઉત્કંઠાથી મેં આપને દૂર દેશથી અહીં બોલાવ્યા છે, પરંતુ આપ તો મારું કાંઈ પણ લેતા નથી તો મારી પાસેથી જે કાંઈ આપને યોગ્ય લાગે તે માગી લો.' સૂરિએ વિચાર કરીને તેના આખા દેશમાં પર્યુષણ પર્વની અઠ્ઠાઈના આઠે ૧ પાંચ સાધનો પૈકી આ સાધન પહેલું કહ્યું છે તેનું વિવરણ હવે કરે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૭] છ અઠ્ઠાઈ પર્વો ૩૧ દિવસ અમારી પ્રવર્તન અને બંદીવાનને છોડી મૂકવાનું માગી લીધું. સૂરિરાજના ગુણથી મનમાં ચમત્કાર પામેલા બાદશાહે “મારા તરફથી તેમાં ચાર દિવસ અધિક થાઓ” એમ કહી પોતાના તાબાના સર્વ દેશમાં શ્રાવણ માસની કૃષ્ણ દશમીથી આરંભીને ભાદ્રપદની શુક્લ છઠ્ઠ સુઘી બાર દિવસ અમારી પ્રવર્તાવવાને સુવર્ણ રત્નમય, પોતાના નામની મહોરછાપવાળા છ ફરમાન સત્વર ગુરુને અર્પણ કર્યા. તેમાં એક ગુજરાત દેશનું, બીજું માલવ દેશનું, ત્રીજું અજમેર પ્રાંતનું, ચોથું દિલ્લી તથા ફત્તેહપુરનું, પાંચમું લાહોર તથા મુલતાનનું અને છઠું પાંચે દેશ સંબંધી સાધારણ ગુરુની પાસે રાખવાનું–એમ છ ફરમાન કરી આપ્યાં અને તે દેશમાં તેણે અમારી પડહ વગડાવ્યો. પછી શ્રીગુરુ પાસેથી ઊઠી અનેક ગાઉના પ્રમાણવાળા ડાબર નામના સરોવરને કિનારે જઈને સાધુઓની સમક્ષ દેશાંતરના લોકોએ ભેટ કરેલાં વિવિઘ જાતિનાં સંખ્યાબંઘ પક્ષીઓને છોડી મૂક્યાં, તેમ જ કારાગૃહમાં પૂરેલા ઘણા લોકોનાં બંઘન પણ તોડાવી નાંખ્યાં (છોડી મૂક્યા). પછી શ્રી હીરવિજયસૂરિએ બાદશાહની પ્રાર્થનાથી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકાના કરનારા, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જાણ અને પશ્ચિમ દિશાના લોકપાળ વરુણનું વરદાન મેળવનાર ઉપાધ્યાયજી શ્રી શાંતિચંદ્રજીને ઘર્મ સંભળાવવા માટે ત્યાં રાખ્યા અને પોતે વિહાર કર્યો. શ્રી શાંતિચંદ્રગણિએ સ્વોપજ્ઞ એવા કૃપારસકોશ નામના શાસ્ત્રરૂપ જળથી સિંચન કરેલી દયારૂપ વેલ બાદશાહના હૃદયમાં વૃદ્ધિ પામી. એકદા કોઈ વ્યવહારીએ બાદશાહની આગળ આમળાનાં ફળ જેવડાં બે મુક્તાફળ ભેટ ઘર્યો. તેનું સન્માન કરીને રાજાએ પોતાના કોશાધ્યક્ષ અને ચામર વીંઝનાર એવા બારહજારી નામના મનસબદારને તે બે મુક્તાફળ મૂકવા આપ્યાં. હજારીએ ઘેર આવીને તે મુક્તાફળ પોતાની સ્ત્રીને આપ્યાં. તે વખતે તે સ્ત્રી સ્નાન કરવા બેસતી હતી, તેથી તેણે વસ્ત્રને છેડે બાંધીને સ્નાન કર્યું. પછી તે બાદશાહનાં છે એમ જાણી તેણે પોતાના ઇષ્ટ સ્થલમાં તેને સાચવીને મૂક્યાં. ત્યાર પછી કેટલાક દિવસે દૈવયોગે તે સ્ત્રી વ્યાધિગ્રસ્ત થઈને મૃત્યુ પામી. અન્યદા બાદશાહે હજારી પાસે તે મોતી માગ્યાં એટલે તેણે કહ્યું કે–સ્વામી! મારે ઘેરથી લઈ આવું. રાજાએ આજ્ઞા આપી એટલે તેણે ઘેર આવી સર્વ ઠેકાણે શોઘ કરી, પણ કોઈ ઠેકાણેથી તે મળ્યાં નહીં. એટલે તે અત્યંત ચિંતાતુર થઈ બાદશાહ પાસે જવા ચાલ્યો. તે અતિ નિસ્તેજપણે ચાલ્યો જતો હતો તેવામાં તેના પુણ્યના ઉદયથી માર્ગમાં શાંતિચંદ્ર ઉપાધ્યાય મળ્યા. તેઓએ તેને ચિંતાનું કારણ પૂછ્યું, એટલે જેણે જીવવાની પણ આશા મૂકી દીધી છે એવા તેણે જે હકીકત બની હતી તે ગુરુ પાસે જણાવી. વાચકે કહ્યું કે- તું પાછો ઘેર જા અને પ્રથમ જે ઠેકાણે જેને તેં આપ્યાં હતાં તેની પાસેથી તે માગી લે, તને મળશે.” હજારી આશ્ચર્ય પામી તત્કાળ ઘેર ગયો. ત્યાં સ્નાન કરવાની તૈયારી કરતી પોતાની સ્ત્રીને તેણે જોઈ. એટલે તેની પાસેથી તેણે બે મુક્તાફળ માગ્યાં. તેણે પોતાના વસ્ત્રના છેડાની ગાંઠેથી છોડીને તે આપ્યાં. હજારી આશ્ચર્ય પામી બાદશાહની પાસે આવ્યો અને મુક્તાફળ બાદશાહની આગળ મૂકી પોતે ચામર વીંઝવા લાગ્યો, પણ તેં અત્યંત આશ્ચર્યમાં મગ્ન થયેલો હોવાથી જડ જેવો બની ગયો હતો. બાદશાહે તેની તેવી સ્થિતિ જોઈને પૂછ્યું કે–“આજે તું ચિત્રમાં આલેખ્યો હોય તેવો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ કેમ દેખાય છે?” બહુ આગ્રહ કરીને પૂછવાથી તેણે મોતીના સંબંઘમાં બનેલી સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળી બાદશાહે કહ્યું કે– તેમાં શું આશ્ચર્ય છે? તે તો બીજા પરવરદિગાર છે.” બીજે દિવસે પ્રાતઃકાલે ઉપાધ્યાયજી બાદશાહને ઘર્મ સંભળાવવા માટે બાદશાહે કચેરીમાં ઢળાવેલી સુવર્ણની પાટ ઉપર આવીને બેઠા. એટલે બાદશાહે ઉપાધ્યાયને પ્રણામ કરીને વિજ્ઞતિ કરી કે હે પૂજ્ય! મને પણ કાંઈક આશ્ચર્ય બતાવો.” ગુરુ બોલ્યા કે કાલે સવારે ગુલાબવાડીમાં આવજો.” બીજે દિવસે પ્રાતઃકાળે બાદશાહ ત્યાં ગયો. ઉપાધ્યાયજી પણ ત્યાં આવ્યા. બન્ને પરસ્પર ઘર્મગોષ્ઠી કરવા લાગ્યા. તેવામાં અકસ્માતુ બાદશાહી નોબતનો ડંકો થયો. તે સાંભળી બાદશાહે સંભ્રાંત થઈને પોતાના સેવકોને પૂછ્યું કે–“મારા હુકમ વિના બાર ગાઉ સુધીમાં કોઈની પણ નોબત વાગતી નથી તો આ શું થયું? તપાસ કરો.” સેવકોએ તપાસ કરી બાદશાહને જણાવ્યું કે–જહાંપનાહ! આપના પિતા હુમાયુ બાદશાહ મોટી સેના સહિત આપને મળવા આવે છે.” સેવકો વાત કહેતા હતા તેવામાં તો હુમાયુ બાદશાહ ત્યાં આવી પોતાના પુત્ર અકબરને ભેટી ઊભા રહ્યા અને અકબરના સર્વ માણસોને મેવા તથા મીઠાઈ ભરેલા રૂપાના થાળ આપ્યા. પછી અકબરને પણ શિરપાવ સાથે મોટું સન્માન આપી હુમાયુ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને ક્ષણવારમાં તો અદ્રશ્ય થઈ ગયા. અકબર આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે-“આ ઇંદ્રજાળ તો જણાતી નથી, કારણ કે અમને આપેલી આ સર્વ વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે, માટે જરૂર આ સર્વ ચેષ્ટિત ગુરુએ કરેલું જણાય છે.” એમ વિચારી નમસ્કાર કરીને સ્તુતિ કરી. એક વખતે અકબર બાદશાહે અટકદેશના રાજાને જીતવા જતાં એક દિવસમાં બત્રીશ કોશની મજલ કરી. પછી પોતાના ખાસ માણસો જે સાથે આવેલા તેમની નામ સાથે હાજરી લેવા માંડી. તેમાં શાંતિચંદ્ર ઉપાધ્યાયનું નામ પણ આવ્યું. તે સાંભળી બાદશાહે વિચાર્યું કે–અહો! વાહન અને ઉપાનહાદિ વિના આ ઉપાધ્યાયજી ઘણું કષ્ટ પામ્યા હશે. આવું વિચારી તેમને તેડવાને માણસો મોકલ્યા. માણસોએ આવી ગુરુને કહ્યું કે–આપને બાદશાહ બોલાવે છે. તે વખતે રાજસેવકોએ ઉપાધ્યાયજીને એવી સ્થિતિમાં જોયા કે તેમના પગ સૂજી ગયા હતા તેથી આગળ એક પગલું પણ ચાલવાને અશક્ત હતા. ઉલખામાં રહેલા પ્રાસુક જળ વડે વસ્ત્રનો છેડો ભીનો કરી છાતી ઉપર મૂક્યો હતો અને બે શિષ્યો તેમની વૈયાવચ્ચ કરતા હતા. સેવકોએ બાદશાહ પાસે જઈને ગુરુની એવી સ્થિતિ જણાવી. તે સાંભળી બાદશાહે ગુરુને તેડવાને સુખપાલ મોકલ્યું. ત્યારે ગુરુ એક કાષ્ઠની વળી મંગાવી તેની ઉપર બેઠા અને વળીના બે છેડા બે શિષ્યોની કાંઘ ઉપર મુકાવીને ચાલ્યા. તેવી અવસ્થાએ આવતા ઉપાધ્યાયજીને જોઈ બાદશાહ વિચારમાં પડ્યો કે-“અહો! આ ગુરુના ભક્તને ઘન્ય છે કે જેઓ તેમની આજ્ઞા હોવાથી મહા કષ્ટ વેઠીને મને અનુસરે છે. નહીં તો તેઓને મારી પાસેથી કાંઈ પ્રાપ્તિની અભિલાષા નથી. અહો! આવા મહા સમર્થની આ અદ્ભુત ક્ષમા છે.” પછી બાદશાહ અકબરે પોતાની જાતે સન્મુખ જઈ ગુરુના ચરણને ચક્ષુથી સ્પર્શ કર્યો અને હાથ જોડીને કહ્યું કેસ્વામી! આજથી આપે મારી સાથે મોટી મજલ કરવી નહીં; પછવાડે હળવે હળવે આવવું.” ત્યાંથી આગળ ચાલી અનુક્રમે બાદશાહે અટક દેશના રાજાના નગર ઉપર ઘેરો ઘાલ્યો. ત્યાં બાર વર્ષ સુધી લશ્કરનો પડાવ રાખ્યો, તો પણ તેનો કિલ્લો અકબરને તાબે થયો નહીં. એક Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૮] અગિયાર વાર્ષિક ઘર્મકૃત્યો વખતે મુસલમાનો, કાઝીઓ, મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે–“હે અકબર બાદશાહ! તું હમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે.” બાદશાહે આ વૃત્તાંત ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસે કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમ જ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” ગુરુનાં આવાં વચન સાંભળી બાદશાહે પડદની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષેઘ કર્યો અને પ્રાતઃકાળે તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક પ્લેચ્છો કહેવા લાગ્યા કે–આ કાફર હિંદુ અકબરને શત્રના હાથમાં સોંપી દેશે.” અહીં વાચકેંદ્ર ગુરુએ કિલ્લા પાસે આવી એક ફંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીધી, બીજી ફેકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે–“હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના કરનું ચૌદ કોટી દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે-“તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો, તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો, તેમ જ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે–આપનો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બધા રવિવાર, ૧૨ સંક્રાંતિઓની ૧૨ તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઇદના દિવસો, મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યાં. વાચકેંદ્ર ગુરુમહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટશું કર્યું. એવી રીતે સૌભાગ્યલક્ષ્મી વગેરેના સુખની ઇચ્છાવાળા ભાવિક પુરુષોએ અઠ્ઠાઈ પર્વોમાં ઘર્મની વૃદ્ધિને માટે વિવિઘ પ્રકારે શાસનની ઉન્નતિ કરવી.” વ્યાખ્યાન ૧૪૮ અગિયાર વાર્ષિક ધર્મકૃત્યો અઠ્ઠાઈ પર્વના આરાઘકોએ વાર્ષિક કૃત્યો પણ અવશ્ય કરવા જોઈએ તે વિષે કહે છે संघार्चादिसुकृत्यानि, प्रतिवर्ष विवेकिना । यथाविधि विधेयानि, एकादशमितानि च ॥१॥ ભાવાર્થ-“વિવેકી શ્રાવકે પ્રત્યેક વર્ષે સંઘપૂજા વગેરે અગિયાર પ્રકારનાં સુત્ય વિઘિયુક્ત જરૂર કરવા.” વિશેષાર્થ–તે અગિયાર કર્યો પૂર્વસૂરિઓએ કહેલી ગાથાઓ અનુસાર દર્શાવીએ છીએ“૧ સંઘપૂજા, ૨ સાધર્મિક ભક્તિ, ૩ યાત્રાત્રિક, ૪ જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિજાગરણ, ૮ સિદ્ધાંતપૂજા, ૯ ઉદ્યાપન (ઉજમણું), ૧૦ તીર્થપ્રભાવના અને ૧૧ શોધિ (પાપની વિશુદ્ધિ, પ્રાયશ્ચિત્ત) આ અગિયાર વાર્ષિક કૃત્ય છે.” (ભાગ ૩-૩) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ (૧) સંઘપૂજા–પ્રતિવર્ષ જઘન્યપણે એક વાર પણ સંઘપૂજા કરવી. સંઘપૂજા એટલે સાધુસાધ્વીને નિર્દોષ આહાર તથા પુસ્તકાદિનું દાન આપવું અને શ્રાવક-શ્રાવિકાને યથાશક્તિ ભક્તિપૂર્વક પહેરામણી વગેરે કરવું. સંઘપૂજા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારની છે. સર્વ દર્શન તથા સર્વ સંઘને પહેરામણી કરવી તે ઉત્કૃષ્ટ સંઘપૂજા, સૂત્રની નોકારવાળીઓ આપવી તે જઘન્ય સંઘપૂજા અને બાકીની સર્વ પ્રકારની મધ્યમ સંઘપૂજા જાણવી. જો અધિક ખર્ચ કરવાને અશક્ત હોય તો છેવટે તેણે સાધુ સાધ્વીને સૂત્રની આંટી, મુહપત્તી વગેરે અને બે ત્રણ શ્રાવક શ્રાવિકાને સોપારી પ્રમુખ આપીને પણ પ્રતિવર્ષ સંઘપૂજારૂપ કૃત્ય ભક્તિ વડે સફળ કરવું. અતિ નિર્ધન હોય તેને પુણિયાશ્રાવકની જેમ તેવી રીતે ભક્તિ કરવાથી પણ સંઘપૂજાનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. તે વિષે કહ્યું છે કે– संपत्ती नियमः शक्तौ, सहनं यौवने व्रतं । दारिऽ दानमप्यल्पं, महालाभाय जायते ॥४॥ સંપત્તિમાં નિયમ, શક્તિ છતાં સહનશીલતા, યૌવનાવસ્થામાં વ્રત અને દરિયાવસ્થામાં અલ્પ પણ દાન-એ મહાલાભને અર્થે થાય છે.” (૨) સાધર્મિક ભક્તિ-પ્રતિવર્ષ સાઘર્મીઓને નિમંત્રણ કરી, વિશિષ્ટ આસને બેસાડી વસ્ત્રાદિકનું દાન કરવું અને જો કોઈ સહઘર્મી આપત્તિમાં આવી પડ્યો હોય તો તેને પોતાનું ઘન ખર્ચીને ઉદ્ધાર કરવો. કહ્યું છે કે, न कयं दीणुद्धरणं, न कयं साहमिआण वच्छल्लं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥ જે પ્રાણીએ દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાઘર્મીનું વાત્સલ્ય કર્યું નહીં, અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ઘાર્યા નહીં, તે પોતાને જન્મ હારી ગયો છે એમ સમજવું.” શ્રાવકના જેવી શ્રાવિકાની પણ ભક્તિ કરવી, ન્યૂનાધિક કરવી નહીં. શ્રાવિકા પણ જ્ઞાન, દર્શન, ચારિત્રવાળી સુશીલા હોય તો તે સઘવા હોય કે વિઘવા હોય તેને સાઘર્મી તરીકે માનવી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“હે ગુરુમહારાજ! લૌકિકમાં ને લોકોત્તરમાં સ્ત્રીઓને તો દોષવાળી કહેલી છે. કહ્યું છે કે अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः॥१॥ અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિલોભ, અપવિત્રપણું અને નિર્દયપણું–એટલા તો સ્ત્રીઓમાં સ્વાભાવિક દોષ હોય છે.” એ વિષે સુકુમાલિકા, સૂરિકાંતા, કપિલા, અભયા, નુપૂરપંડિતા અને નાગશ્રી પ્રમુખનાં દ્રષ્ટાંતો પોતાની મેળે જાણી લેવાં. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે, अणंताओ पावरासीओ, जया उदयमागया ।। तया इत्थितणं पत्तं, सम्मं जाणाहि गोयमा !॥१॥ હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, એમ સમ્યક્ પ્રકારે જાણવું.” તે વિષે રસાધ્વીનો સંબંધ જાણવો. આ પ્રમાણે સર્વત્ર સ્ત્રીઓની નિંદા દ્રષ્ટિએ પડે છે, તો તેવી સ્ત્રીઓનું દાન, માન અને વાત્સલ્ય કરવું કેમ ઘટે?” Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વ્યાખ્યાન ૧૪૮] અગિયાર વાર્ષિક ઘર્મકૃત્યો ગુરુમહારાજ તેનો ઉત્તર આપે છે કે-“હે શિષ્ય! તારે એકાંતે એમ જાણવું નહીં કે સ્ત્રીઓ જ દોષથી ભરેલી છે. કેટલાક પુરુષો પણ તેવા હોય છે. અક્કાઈ રાઠોડ જેવા મહાક્રૂર આશયવાળા, નાસ્તિક અને દેવગુરુને પણ ઠગનારા ઘણા પુરુષો જોવામાં આવે છે. તેવી રીતે કેટલીક સ્ત્રીઓમાં પણ ઘણા દોષ જોવામાં આવે છે, તથાપિ કેટલીક સ્ત્રીઓમાં ઘણા ગુણ પણ હોય છે. જેવી કે સુલસા, રેવતી, કલાવતી, મદનરેખા વગેરે. કેટલીક શ્રાવિકાઓ એવી ઉત્તમ હતી કે જેમની શ્રી તીર્થકરોએ પણ પ્રશંસા કરેલી છે, તેથી તેવી શ્રાવિકાઓનું માતાની જેમ, બહેનની જેમ અને પોતાની પુત્રીની જેમ વાત્સલ્ય કરવું તે યુક્ત છે. વઘારે કહેવાથી સર્યું. આટલું બસ છે.” (૩) યાત્રા-પ્રત્યેક વર્ષ જઘન્યથી એકેક પણ યાત્રા કરવી. યાત્રા ત્રણ પ્રકારની કહી છે अष्टाह्निकाभिधामेकां, रथयात्रामथापरां । तृतीया तीर्थयात्रा चे-त्याहुर्यात्रास्त्रिधा बुधाः॥१॥ “એક અઠ્ઠાઈઉત્સવ યાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે.” સર્વ અઠ્ઠાઈ પર્વોમાં સર્વ ચૈત્યપૂજા વગેરે મહાન ઉત્સવ કરવો તે પ્રથમ યાત્રા. બીજી રથયાત્રા તે કુમારપાળ રાજાએ આ પ્રમાણે કરેલી હતી ચૈત્ર માસની શુક્લ અષ્ટમીએ ચોથે પહોરે મહા સંપત્તિયુક્ત તેમજ હર્ષ સહિત મળેલા લોકોએ કરેલા જય જય શબ્દ સાથે શ્રી જિનેશ્વરનો સુવર્ણરથ તૈયાર કરવામાં આવ્યો. તે રથ ચાલતો ત્યારે મેરુપર્વત જેવો શોભતો હતો. તે રથની ઉપર સુવર્ણના મોટા દંડવાળી ધ્વજા હતી. અંદર છત્ર હતું અને બાજુમાં રહેલી ચામરની શ્રેણીઓથી તે દીપતો હતો. તેવા રથમાં સ્નાન વિલેપન કરી પુષ્પ ચડાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપના કરી. પછી તે રથ સમસ્ત મહાજને કુમારપાળ રાજાના રાજદ્વાર પાસે મોટી ઋદ્ધિ સહિત લાવીને સ્થાપિત કર્યો. તે વખતે વાજિંત્રોના શબ્દો દશે દિશાઓને પૂરી રહ્યા હતા અને મનોહર તાનમાનથી સ્ત્રીઓનો સમૂહ નૃત્ય કરતો હતો. પછી તે રથને વાજતે ગાજતે સામંત તથા પ્રધાનો રાજમંદિરમાં લઈ ગયા. ત્યાં કુમારપાળે રથમાં રહેલી પ્રતિમાની પટવસ્ત્ર તથા સુવર્ણનાં અલંકારાદિક વડે પોતે જાતે પૂજા કરી અને વિવિધ પ્રકારનાં નૃત્ય કરાવ્યાં. પછી તે રાત્રિ ત્યાં નિર્ગમન કરી, પ્રભાતે રાજા રથ સહિત નગરની બહાર નીકળ્યા. ત્યાં ધ્વજા સહિત વસ્ત્રનો મનોહર તંબુ રચેલો હતો તેના મંડપમાં રથ રાખ્યો. ત્યાં રાજાએ રથમાં રહેલી જિનપ્રતિમાની પૂજા રચી અને ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારી. પછી હાથી જોડેલા તે રથને આ નગરમાં ફેરવી ઠામે ઠામે મંડપમાં વિસ્તારવાળી રચના કરાવી તે ઉત્સવને દીપાવ્યો.” આ પ્રમાણે રથયાત્રા જાણવી. હવે ત્રીજી તીર્થયાત્રા તે તીર્થોની યાત્રા કરવી. શ્રી શત્રુંજય, રેવતાચલ અને સમેતશિખર વગેરે તીર્થો છે. તેમ જ શ્રી તીર્થકરનાં જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ તીર્થ ગણાય છે. ઘણા ભવ્ય પ્રાણીઓને શુભ ભાવના સંપાદક થઈને ભવસાગરથી તારે છે, તેથી તે તીર્થ કહેવાય છે. તેવા તીર્થોમાં દર્શનાદિની શુદ્ધિને માટે વિધિપૂર્વક યાત્રા કરવી. જેમ શ્રી સિદ્ધસેન દિવાકર વડે પ્રતિબોધ પમાડાયેલા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજયની યાત્રાર્થે સંઘ કાઢ્યો હતો. તે સંઘમાં એક સો ને ઓગણોતેર સુવર્ણનાં અને પાંચસો ચંદન તથા હાથીદાંત વગેરેનાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ દેવાલયો હતો. શ્રી સિદ્ધસેન વગેરે પાંચ હજાર આચાર્યો હતો, તેમ જ ચૌદ મુગટબંઘ રાજાઓ, સિત્તેર લાખ શ્રાવકોનાં કુટુંબ, એક કોટી દશ લાખ અને નવ હજાર ગાડાંઓ, અઢાર લાખ ઘોડાઓ, છોંતેરસો હાથીઓ અને તેના પ્રમાણમાં ઊંટ અને બળદો વગેરે પણ હતા. કુમારપાળ રાજાના સંઘમાં સુવર્ણ રત્નમય અઢારસો ને ચુમોતેર દેવાલયો હતાં. આભૂ સંઘપતિના સંઘમાં સાતસો જિનમંદિર હતાં અને તેની યાત્રામાં બાર કરોડ સોનૈયાનો ખર્ચ થયો હતો. સાહુકાર પેથડને તીર્થનું દર્શન થતાં અગિયાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેના સંઘમાં બાવન દેવાલય અને સાત લાખ મનુષ્યો હતાં. મંત્રી વસ્તુપાળની સાડાબાર યાત્રા પ્રસિદ્ધ છે. (૪) સ્નાત્ર મહોત્સવ-ચૈત્યમાં પર્વ દિવસે સ્નાત્રમહોત્સવ પણ ભારે ઠાઠમાઠથી કરવો જોઈએ. જો પ્રત્યેક પર્વ દિવસે તેવો મહોત્સવ કરવાને અશક્ત હોય તો તેણે પ્રત્યેક વર્ષે એક વાર તો મહોત્સવ જરૂર કરવો. એમ સંભળાય છે કે શાહ પેથડ શ્રાવકે શ્રી રૈવતગિરિ ઉપર સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ વડે ઇંદ્રમાળા પહેરી હતી અને શત્રુંજયથી ગિરનાર પર્વત એક સુવર્ણનો ધ્વજ ચડાવ્યો હતો. તે પછી તેના પુત્ર શાહ ઝાંઝણે રેશમી વસ્ત્રનો તેવો ધ્વજ ચડાવ્યો હતો. (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષે માળા પહેરવી યોગ્ય છે; તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા પણ ગ્રહણ કરવી. એક વખતે રૈવતગિરિ ઉપર શ્વેતાંબરી અને દિગંબરી સંઘ વચ્ચે વિવાદ થતાં વૃદ્ધ પુરુષોએ એવો ઠરાવ કર્યો કે “જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ.” તે સમયે સાહકાર પેથડે છપ્પન ઘડી સુવર્ણ વડે ઇંદ્રમાળા પહેરી અને ચાર ઘડી સુવર્ણ યાચકોને દાનમાં આપી તીર્થને પોતાનું કર્યું. એવી રીતે શુભ વિધિ વડે પ્રતિ વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. (૬) મહાપૂજા પ્રત્યેક વર્ષે વા પ્રતિપર્વે ચૈત્યમાં મહાપૂજા કરવી. (૭) રાત્રિજાગરણ-પ્રતિવર્ષ રાત્રિજાગરણ કરવું. તે તીર્થદર્શન સમયે, કલ્યાણકના દિવસોએ અને ગુરુના નિર્વાણાદિ પ્રસંગે કરવું. તેમાં શ્રી વીતરાગનાં ગુણગાન અને નૃત્ય વગેરે ઉત્સવો કરવા. (૮) સિદ્ધાંતપૂજા-પ્રતિદિવસે શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી. જો પ્રતિદિવસ કરવા અશક્તિ હોય તો પ્રતિમાસે કે પ્રતિવર્ષે તેવી ભક્તિ અવશ્ય કરવી. (૯) ઉદ્યાપન-નવપદ સંબંધી એટલે સિદ્ધચક્ર સંબંધી તથા એકાદશી, પંચમી અને રોહિણી વગેરે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિના આરાઘનભૂત વિવિઘ તપ સંબંઘી ઉદ્યાપન (ઉજમણાં) કરવાં. જઘન્યથી દર વર્ષ એક એક ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું. કહ્યું છે કે उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणं । फलोपरोपोऽक्षयपात्रमस्तके, तांबूलदानं कृतभोजनोपरि ॥१॥ “તપસ્યાનું જે ઉદ્યાપન કરવું તે જિનમંદિર ઉપર કળશ ચડાવવો, અક્ષયપાત્ર ઉપર ફળ આરોપવું અને ભોજન કરાવીને તાંબૂલ આપવું તેના જેવું છે.” સર્વત્ર શુક્લ પંચમી વગેરે વિવિઘ તપના ઉજમણામાં ઉપવાસની સંખ્યાના પ્રમાણમાં નાણું (દ્રવ્ય), વર્તુલિકા, નાળિયેર અને મોદક વગેરે વિવિઘ વસ્તુ મૂકી શાસ્ત્રસંપ્રદાય પ્રમાણે ઉદ્યાપન કરવું. (૧૦) તીર્થપ્રભાવના-તીર્થની પ્રભાવના નિમિત્તે શ્રી ગુરુમહારાજનો પ્રવેશોત્સવ તથા Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૯] ત્રીજું શિક્ષાવ્રત–પૌષઘોપવાસ પ્રભાવના વગેરે જઘન્યપણે પણ પ્રતિવર્ષ એક એક વાર કરવાં. તેમાં શ્રી ગુરુના પ્રવેશોત્સવમાં સર્વ પ્રકારના મોટા આડંબર સાથે ચતુર્વિધ સંઘે સન્મુખ જવું અને શ્રીગુરુનો તથા સંઘનો સત્કાર યથાશક્તિ કરવો. તે પ્રસંગે શ્રી ઉવવાઈ સૂત્રમાં શ્રી વીરપ્રભુને વાંદવા જતાં કોણિક રાજાએ કરેલો મહોત્સવ જેવો વર્ણવ્યો છે તેવો મહોત્સવ કરવો; અથવા પરદેશી રાજા, ઉદાયન રાજા અને દશાર્ણભદ્ર રાજાના જેવો મહોત્સવ કરવો. સાહુકાર પેથડે શ્રી ધર્મધોષસૂરિના પ્રવેશોત્સવમાં સત્યાવીશ હજાર ટંક દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. આ સંબંધમાં સંવેગી સાધુનો પ્રવેશોત્સવ કરવો અનુચિત છે એમ ન કહેવું, કારણ કે વ્યવહારભાષ્યમાં સાધુના પ્રતિમા વહનના અધિકા૨માં કહ્યું છે કે—‘સાધુ સંપૂર્ણ પદ્મિમા વહી રહ્યા પછી એકાએક નગરમાં પ્રવેશ ન કરે, પણ નજીકમાં આવીને કોઈ સાધુ કે શ્રાવકને પોતાના દર્શન આપે અથવા સંદેશો પહોંચાડે, જેથી નગરનો રાજા, મંત્રી કે ગ્રામાધિકારી મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવે; તેને અભાવે શ્રાવકનો સંઘ પ્રવેશોત્સવાદિ બહુમાન કરે.' કારણ કે શાસનની પ્રભાવના કરવાથી તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપ ફળ થાય છે. (૧૧) પ્રાયશ્ચિત્ત-ગુરુનો યોગ હોય તો જઘન્યપણે પ્રતિવર્ષ એક વાર તો જરૂર ગુરુ પાસે આલોચના કરવી. કહ્યું છે કે “જંબૂદ્વીપમાં જેટલાં વેલુઓનાં રજકણ છે તે બધાં રત્ન થઈ જાય અને તેટલાં રત્ન કોઈ પ્રાણી સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોયણા કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.’’ વળી કહ્યું છે કે ‘‘જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સુવર્ણના થઈ જાય અને તેને કોઈ સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોયણા કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.’’ ત્યારે આલોયણા વિના ઘણા દિવસોનાં ઉપાર્જિત પાપની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોચના કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રમાણે જો કરે તો તે જ ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે. જો એમ ન હોય તો દૃઢપ્રહારી વગેરેની તે જ ભવે સિદ્ધિ કેમ થાય? ‘‘વિવેકી શ્રાવકો પ્રતિવર્ષ ઉપર કહેલી અગિયાર કરણી કરે છે, અને તે વડે થયેલી પુણ્યની પુષ્ટિથી તેઓ કૃતાર્થ થઈને જિનધર્મમાં ત૫૨૫ણે આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે.’’ વ્યાખ્યાન ૧૪૯ ત્રીજું શિક્ષાવ્રત–પૌષધોપવાસ હવે તૃતીય શિક્ષાવ્રત પૌષઘોપવાસ વિષે કહે છે. વાર્ષિક અગિયાર ધર્મકૃત્યો કરનાર શ્રાવકે પર્વદિવસે પૌષધ અવશ્ય કરવો જોઈએ ये पौषधोपवासेन तिष्ठंति पर्ववासरे । अंतिम इव राजर्षिर्धन्यास्ते गृहिणोऽपि हि ॥१॥ ભાવાર્થ—જે પર્વદિવસે પોસહપૂર્વક ઉપવાસ કરીને રહે છે તે ગૃહસ્થ છતાં પણ છેલ્લા રાજર્ષિની જેમ ધન્ય છે.’’ ૩૭ છેલ્લા ઉદયન રાજર્ષિની કથા સિંધુસૌવીર દેશમાં વીતભયાદિ ૩૬૩ નગરનો અધિપતિ ઉદયન નામે રાજા હતો. તેને પ્રભાવતી નામે પટરાણી હતી અને અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 ખિંભ ૧૦ ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામે એક સોની રહેતો હતો, તે જે કોઈ સ્વરૂપવતી કન્યા વિષે સાંભળે તેને પાંચસો સોનામહોર આપીને પરણતો હતો. એવી રીતે તેને પાંચસો સ્ત્રીઓ થઈ હતી. તે સ્ત્રીઓની સાથે તે એક સ્તંભવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. તે સોનીને નાગિલ નામે એક શ્રાવક મિત્ર હતો. એકદા પંચશૈલ દ્વીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઇંદ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપે જતી હતી. ત્યાં માર્ગમાં તેમનો સ્વામી વિદ્યુમ્ભાળી દેવ ચ્યવી ગયો એટલે હાસા અને પ્રહાસા નામની તે બે દેવીઓ ઊંચા મહેલ ઉપર રહેલા કુમારનંદી સોનીને અત્યંત કામી જોઈ ત્યાં ઊતરી. તે સુંદર દેવીઓને જોઈ કુમારનંદી તત્કાળ મોહ પામ્યો. તેમને આલિંગન કરવાની ઇચ્છાથી તે બોલ્યો કે તમે બન્ને કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?” તેઓ બોલી–“અમે તમારે માટે જ આવેલી છીએ.” આવો ઉત્તર સાંભળી હર્ષિત થઈને સોનીએ પ્રાર્થના કરી, એટલે તેઓ બોલી કે “તમે પંચશૈલ દ્વીપે આવજો, ત્યાં આપણો સંયોગ થશે.” એમ કહી તેઓ ઊડીને આકાશમાર્ગે ચાલી ગઈ. કુમારનંદીએ રાજાને સુવર્ણ આપીને એવો પડહ વગડાવ્યો કે “જે મને પંચશૈલદ્વીપે લઈ જશે તેને એક કોટી દ્રવ્ય મળશે.” એવો પડહ સાંભળી કોઈ વૃદ્ધ ખલાસીએ પડહ છવ્યો અને કોટી દ્રવ્ય લીધું. પછી તેણે વહાણ તૈયાર કર્યું એટલે સોની તેની સાથે વહાણમાં બેસીને ચાલ્યો. વૃદ્ધ ખલાસીએ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી કહ્યું કે–“જો, સમુદ્રને કાંઠે આ વડ જણાય છે તે પંચશૈલ પર્વતમાં ઊગેલો છે, તેથી જ્યારે આ વહાણ તેની નીચે થઈને ચાલે તે વખતે તું તેની શાખાને વળગી રહેજે. રાત્રે ત્યાં ભારંડ પક્ષીઓ આવશે. તેઓ જ્યારે સૂઈ રહે ત્યારે તેમાંથી કોઈના પગ સાથે વસ્ત્ર વડે તારું શરીર બાંધી દ્રઢ મુષ્ટિથી તેને વળગી રહેજે, એટલે પ્રાતઃકાળે તે પક્ષી ઊડીને તને પંચશીલદ્વીપ ઉપર લઈ જશે, પણ જો તું વડની શાખાને વળગીશ નહીં તો આ વહાણની જેમ તું પણ મહા આવર્તમાં પડી વિનાશ પામીશ.” સોનીએ તેના કહ્યા પ્રમાણે કર્યું અને ભારંડપક્ષી તેને પંચશૈલ ઉપર લઈ ગયું. અનુક્રમે તે હાસા અને પ્રહાસાના જોવામાં આવ્યો એટલે સોનીએ ભોગ માટે પ્રાર્થના કરી. દેવીઓ બોલી કે “ભદ્ર! આ અંગથી અમારો સંગ થાય નહીં, તેથી તું અગ્નિમાં પ્રવેશ કરીને અથવા બીજી રીતે નિયાણું બાંધીને મરણ પામે અને આ પંચૌલ દ્વિીપનો સ્વામી થાય તો અમે તારો સંગ કરીએ.” કુમારનંદી વિચારમાં પડ્યો કે “અરે! હું તો ઉભયભ્રષ્ટ થયો.” આમ ચિંતા કરતા એવા તે સોનીને દેવીઓએ પોતાની વિદ્યાના બળથી તેના નગરમાં મૂકી દીધો. દેવાંગનાના અંગથી મોહ પામેલા કુમારનંદીએ ત્યાં પહોંચ્યા પછી તરત જ અગ્નિમાં પડીને મરણ પામવાની તૈયારી કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે કહ્યું-મિત્ર! આમ બાલમરણ કરવું તને યોગ્ય નથી. તેવા મરણથી જીવની દુર્ગતિ થાય છે. એ પ્રમાણે વારતાં છતાં પણ તે નિયાણું બાંધીને અગ્નિશરણ થયો અને પંચશેલ દ્વીપનો સ્વામી બન્યો. તે જોઈને વૈરાગ્ય પામવાથી નાગિલ શ્રાવક દીક્ષા લઈ, મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયો. અન્યદા નંદીશ્વર દ્વીપની યાત્રા માટે દેવતાઓ જતા હતા તેમની આગળ ગાયન કરવાની આજ્ઞા થતાં હાસા પ્રહાસા નૃત્ય કરવા આગળ આવી અને પોતાના સ્વામી એટલે કુમારનંદીના જીવ વિદ્યુમ્ભાળી દેવને કહ્યું કે “તમે ઢોલ વગાડો.” તેણે અભિમાનથી ઢોલ વગાડ્યો નહીં, એટલે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વ્યાખ્યાન ૧૪૯]. ત્રીજું શિક્ષાવ્રત-પૌષથોપવાસ પૂર્વના દુષ્કર્મથી ઢોલ તેના કંઠમાં આવીને વળગ્યો. ત્યારે દેવીઓ બોલી–પ્રાણેશ! શરમાઓ નહીં, આપણા કુળને ઉચિત કામ કરો.' પછી વિદ્યુમ્ભાળી દેવે ઢોલ વગાડવા માંડ્યો અને દેવીઓ ગાયન કરવા લાગી. એ પ્રમાણે દેવતાઓની આગળ ચાલ્યા. તે સમયે તે વિદ્યુમ્ભાળીનો પૂર્વ ભવનો મિત્ર નાગિલ દેવતા પણ યાત્રાર્થે જતો હતો. તેણે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના મિત્ર વિદ્યુમ્ભાળીને જોઈને ઓળખ્યો; એટલે તેણે તેને બોલાવ્યો કે “ભદ્ર! તું મને ઓળખે છે?” તે બોલ્યો-“હે તેજસ્વી દેવ! હું તમને ઓળખતો નથી કે તમે કોણ છો?” પછી તેણે પોતાનું પૂર્વભવનું શ્રાવકનું રૂપ બતાવીને પોતાનું તથા તેના પૂર્વભવનું સ્વરૂપ અને જે ઘર્મથી પોતાને દેવપણું પ્રાપ્ત થયું તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી કુમારનંદી બોલ્યો-“હે મિત્ર! હવે હું શું કરું?” અય્યત દેવે કહ્યું– મિત્ર! ગૃહસ્થપણે ચિત્રશાળામાં કાયોત્સર્ગે રહેલા ભાવસાઘુ શ્રી વીર ભગવંતની પ્રતિમા તું કરાવ, તેથી તેને બોધિબીજ ઉત્પન્ન થશે.” તેનું કહેવું અંગીકાર કરી તેણે ગૃહમાં કાયોત્સર્ગ કરીને રહેલા શ્રી વીરપ્રભુને જોયા. પછી હિમવંતગિરિએ જઈ ગોશીર્ષ ચંદન લાવી, તે વડે જેવી જોઈ હતી તેવી વીરપ્રભુની કાષ્ઠમય મૂર્તિ અલંકાર સહિત તેણે કરાવી. પછી જાતિવંત ચંદનની એક પેટી કરાવી, કપિલ કેવળી પાસે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને તે પેટીમાં મૂકી. તે સમયે કોઈ મુસાફરનું વહાણ સમુદ્રમાં ઉત્પાત યોગ છ માસથી ભમ્યા કરતું હતું. કુમારનંદી દેવે તે જોઈ તેની પીડા દૂર કરીને પ્રતિમાની પેટી તેને આપી કહ્યું કે-“અહીંથી વીતભય પાટણ જઈ, આ પેટી બતાવીને એવી આઘોષણા કરજે કે “આમાં પરમાત્માની પ્રતિમા છે તેને ગ્રહણ કરો.” ” દેવ આ પ્રમાણે કહીને ગયા પછી તે પ્રતિમાના પ્રભાવથી પેલો શેઠ વીતભય પાટણે નિર્વિધ્ર પહોંચ્યો. ત્યાં જઈને તેણે દેવના કહ્યા પ્રમાણે ઉદ્ઘોષણા કરી; એટલે નગરનો રાજા, બ્રાહ્મણો, તાપસો વગેરે અનેક એકઠા થયા. તેઓએ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને તે પેટી ઉઘાડવા માંડી પણ ઊઘડી નહીં; તેમ કરતાં મધ્યાહ્નકાળ થયો, એટલે રાણીએ ભોજન માટે રાજાને બોલાવવા દાસીને મોકલી. રાજાએ બધો વૃત્તાંત કહેવરાવ્યો, એટલે રાણી પ્રભાવતી ત્યાં આવી. તેણે વિચાર્યું કે આમાં પરમાત્મા જે દેવાધિદેવ તેની પ્રતિમા છે, એમ કહેવામાં આવે છે તો દેવાધિદેવ તો અરિહંત છે, બીજા બ્રહ્માદિક દેવતા નથી; તેથી અરિહંતના સ્મરણથી પેટી ઊઘડવી જોઈએ. આમ વિચારી તે સંપુટની ચંદનાદિકથી પૂજા કરીને તે આ પ્રમાણે બોલી प्रातिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषणः । देयान्मे दर्शनं देवाधिदेवोऽर्हन् ! त्रिकालवित् ॥१॥ ભાવાર્થ-“અષ્ટ પ્રાતિહાર્ય વડે યુક્ત, રાગાદિ દૂષણને અત્યંતપણે દૂર કરનાર અને ત્રિકાલજ્ઞાની એવા હે દેવાધિદેવ શ્રી અરિહંત ભગવાન!મને દર્શન આપો.” એટલું કહેતાં જ તે સંપુટ ઊઘડી જઈ જિનપ્રતિમા સ્વતઃ પ્રકટ થઈ. પછી પ્રભાવતી રાણી પ્રતિમાને પોતાના ચૈત્યગૃહમાં સ્થાપીને તેની ત્રિકાળ પૂજા કરવા લાગી. એક વખતે દ્રવ્યપૂજા કર્યા પછી રાણી પ્રસન્નચિત્તે ભગવંતની આગળ નૃત્ય કરતી હતી અને રાજા વીણા વગાડતો હતો. તે વખતે રાજાએ મસ્તક વગરનું રાણીનું ઘડ નાચતું જોયું. તે અનિષ્ટ જોઈ રાજા ક્ષોભ પામતાં તેના હાથમાંથી વીણા પડી ગઈ. તે સમયે રાણી ક્રોઘ કરીને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ બોલી–પ્રાણેશ! આ શું થયું?” રાજાએ તેના આગ્રહથી યથાર્થ વાત કહી બતાવી, એટલે તે બોલી કે “આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય અલ્પ જણાય છે. વળી એક વખતે રાણીએ દેવપૂજાને યોગ્ય શ્વેત વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં. ભાવી વિઘને લીધે રાણીએ તે વસ્ત્ર રાતાં દીઠાં. તે પૂજાને અયોગ્ય જાણી ક્રોઘથી રાણીએ દર્પણ વડે દાસી ઉપર પ્રહાર કર્યો. દાસી મરણ પામી. પછી તે જ વસ્ત્રને શ્વેત જોઈ રાણીએ ચિંતવ્યું કે “મને ધિક્કાર છે, મારું પ્રથમ વ્રત ખંડિત થયું. આ પાપનો ક્ષય કરવા માટે હું દીક્ષા લઉં. પૂજાનાં વસ્ત્રનો વર્ણ વિપર્યય જોવાથી જરૂર હવે મારું આયુષ્ય અલ્પ જ છે.” પછી સ્વામીની આજ્ઞાથી તે વ્રત લેવામાં ઉત્સુક થઈ. તે સમયે રાજાએ કહ્યું–દેવી, તમે દેવપણું પામો તો મને આવીને પ્રતિબોઘ કરજો.' પ્રભાવતી રાણી ચારિત્ર લઈ સારી રીતે પાળી છેવટે અનશન કરીને સૌઘર્મ દેવલોકે દેવતા થઈ. અહીં રાણીએ દીક્ષા લીધા પછી દેવદત્તા નામે કુબ્બા દાસી પેલી મૂર્તિની પૂજા દરરોજ કરવા લાગી. ' હવે દેવ થયેલ પ્રભાવતી તાપસનું રૂપ ઘારણ કરી રાજાની સભામાં આવી દરરોજ એક દિવ્ય અમૃતફળની રાજાને ભેટ ઘરવા લાગ્યો. રાજા તે ફળના સ્વાદથી મોહ પામી ગયો. તેથી એક દિવસ તેણે તાપસને કહ્યું કે “હે મુનિ! આવાં ફળ કયા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? તે સ્થાન મને બતાવો.” તાપસે કહ્યું કે “મારા આશ્રમે આવો તો બતાવું.” રાજા વેગથી તે તાપસની સાથે ચાલ્યો. દેવતાએ આગળ જઈ તેવાં દિવ્ય ફળથી ભરપૂર એક આરામ (ઉદ્યાન) વિકુવ્ય. રાજાએ તે જોઈને વિચાર્યું કે હું આ તાપસનો ભક્ત છું; તેથી તેઓ મારી ફળ ખાવાની ઇચ્છા પૂરી થવા દેશે, મને રોકશે નહીં.” આવું વિચારી રાજા વાનરની જેમ ફળો લેવા દોડ્યો, એટલે અનેક તાપસો દોડી આવી ક્રોધથી લાકડીઓ વડે તેને મારવા લાગ્યા, તેથી રાજા તસ્કરની જેમ ત્યાંથી ભાગ્યો. નાસતાં નાસતાં માર્ગમાં સાઘુઓને જોયા; એટલે રાજાએ તેમનું શરણ લીધું. સાઘુઓએ તેને આશ્વાસન આપ્યું, એટલે રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! ક્રૂર તાપસોએ મને છેતર્યો. તેવામાં તેને બોઘ કરવા માટે આવેલા પ્રભાવતી દેવે પ્રત્યક્ષ થઈ પોતે વિદુર્વેલું સ્વરૂપ કહી બતાવ્યું અને સ્વસ્થાને ગયો. રાજા જૈન ઘર્મમાં એકચિત્તવાળો થઈ પોતાના નગર તરફ જવા ચાલ્યો, ત્યાં તો તેણે પોતાને રાજસભામાં બેઠેલો જોયો. હવે તે અરસામાં ગાંઘાર નામે એક શ્રાવક શાશ્વત પ્રતિમાને વાંદવાની ઇચ્છાએ વૈતાઢ્યગિરિના મૂળમાં જઈ તપ કરતો હતો. તેની ઉપર શાસનદેવી સંતુષ્ટ થઈ, એટલે તેનું વાંછિત તેણે પૂર્ણ કર્યું. ઉપરાંત તેણે પ્રસન્ન થઈને એકસો આઠ વાંછિતદાયક ગુટિકા તેને આપી. તેમાંથી એક ગુટિકા મુખમાં નાંખી તેણે ચિંતવ્યું કે “હું વીતભય નગરમાં દેવાધિદેવની મૂર્તિને વાંદવા જાઉં.” એમ ચિંતવતાં જ તે મૂર્તિની નજીક દેવતાએ તેને પહોંચાડ્યો. તેની પૂજા કરીને તે ત્યાં સુખે રહ્યો. અન્યદા તે બુદ્ધિમાન ગાંધાર શ્રાવકે પોતાનું મૃત્યુ નજીક જાણી પોતાની સાઘર્મી દેવદત્તા નામની કુન્જા દાસીને તે ગુટિકાઓ આપી અને પોતે દીક્ષા લીધી. દેવદત્તા સુંદર રૂપની ઇચ્છા રાખતી હતી, તેથી તેણે એક ગુટિકા મુખમાં રાખીને દિવ્ય રૂ૫નું ચિંતવન કર્યું, એટલે તે તત્કાળ દિવ્ય આકૃતિવાળી થઈ ગઈ, તેથી રાજાએ તેનું નામ સુવર્ણીગુલી પાડ્યું. પુનઃ તેણે એક ગુટિકા મુખમાં રાખીને ચિંતવ્યું કે “યોગ્ય વર મળ્યા સિવાય આ રૂપ વૃથા છે અને આ રાજા તો મારા પિતા Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪૯] ત્રીજું શિક્ષાવ્રત–પૌષથોપવાસ ૪૧ તુલ્ય છે, તેથી ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાઓ.” આવું ચિંતવતાં જ પેલી દેવીએ ચંડપ્રદ્યોત રાજા પાસે જઈને તેની આગળ દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું એટલે તેણે તેની માગણી કરવા માટે પોતાના દૂતને તેની પાસે મોકલ્યો. દૂતે ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, એટલે દેવદત્તાએ કહ્યું કે “રાજા અહીં આવશે ત્યારે અમારા બન્નેનું વાંછિત પૂર્ણ થશે.” દૂતે તે વાત ચંડપ્રદ્યોત રાજાને જણાવી, એટલે ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ નામના હાથી ઉપર બેસી તે જ રાત્રે ત્યાં આવ્યો. ઉદ્યાનમાં તેઓ બન્ને એકઠા થયા. રાજા બોલ્યો કે “હે પ્રિયા! તમે અવંતિનગરીમાં ચાલો.' કુન્જા બોલી કે “આ જિનપ્રતિમા વિના હું જીવી શકું નહીં; તેથી આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને તમે અહીં લાવો, એટલે તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા આપણે સાથે લઈ જઈશું.અવંતિપતિએ તે વાત કબૂલ કરી અને પોતાના નગરમાં જઈ જાતિવંત ચંદન કાષ્ઠની શ્રી વીરપ્રભુની તેવી જ મૂર્તિ કરાવી; તેમ જ પાંચસો મુનિઓના પરિવારવાળા કપિલ મુનિની પ્રાર્થના કરીને તે મૂર્તિની વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ સાથે લઈ, હાથી ઉપર ચડીને ચંડપ્રદ્યોત વીતભયપુરે ગયો અને તે સુંદર મૂર્તિ દેવદત્તા દાસીને આપી. તે ચૈત્યગૃહમાં તે નવીન મૂર્તિ સ્થાપી મૂલમૂર્તિ ત્યાંથી લઈને તે ચંડપ્રદ્યોતની સાથે અવંતિએ આનંદથી આવી. અહીં ઉદયન રાજા પ્રાતઃકાળે દેવાલયમાં દર્શન કરવા ગયો. જિનેશ્વરને નમીને સન્મુખ જોયું તો તેમના પર ચડાવેલી પુષ્પમાળા પ્લાન થયેલી જોઈ. તે જોતાં જ રાજા ચિંતવવા લાગ્યો કે પ્રતિમા જરૂર બીજી લાગે છે; જો અસલ મૂર્તિ હોય તો તેની માળા પ્લાન થાય નહીં. વળી સ્તંભ ઉપર રહેલી દેવતાની પૂતળી જેવી દાસી પણ અહીં જોવામાં આવતી નથી. વળી ગ્રીષ્મ ઋતુમાં દુર્લભ એવો મરુદેશના જળ જેવો હાથીનો મદ આ સ્થાને પડેલો જોવામાં આવે છે; તેથી જરૂર અહીં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર ચડીને આવ્યો હશે એમ જણાય છે અને પ્રતિમા તથા દાસીને લઈ ગયો સંભવે છે. આમ ચિંતવતાં ઉદયન રાજાને ઘણો કોપ ચડ્યો તેથી તત્કાળ દશ મુગટબંઘ રાજાઓને સાથે લઈ મોટા સૈન્ય સાથે તેણે અવંતિ ઉપર ચડાઈ કરી. બન્નેની વચ્ચે પરસ્પર મોટો સંગ્રામ થયો. છેવટે ઉદયને બાણો વડે ચંડપ્રદ્યોત રાજાને હાથી ઉપરથી નીચે પાડી હાથ વડે પકડીને બાંધી લીધો અને તેના લલાટ ઉપર તપાવેલા લોઢાની શલાકાથી “આ મારી દાસીનો પતિ છે.' એવા અક્ષરો લખ્યા. પછી તેને બંદીખાને નખાવીને ઉદયન રાજા પ્રદ્યોતના દરબારમાં જ્યાં જિનાલય હતું ત્યાં ગયો. ત્યાં મૂળ પ્રતિમાજીને જોઈ, નમી, સ્તુતિ કરીને ત્યાંથી ઉપાડવા ઉપક્રમ કર્યો, પણ પ્રતિમા તે સ્થાનથી ચલિત થઈ નહીં. ત્યારે રાજાએ કહ્યું કે “હે નાથ! મેં શો અપરાઘ કર્યો છે કે જેથી તમે મારી સાથે આવતા નથી?” તે સમયે તેનો અધિષ્ઠાયક દેવ બોલ્યો-“હે રાજા! તારું નગર રજની વૃષ્ટિથી સ્થલરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહીં, માટે તું શોક ન કરીશ.” તે સાંભળી ઉદયન રાજા અવંતિથી પાછો ફર્યો. માર્ગે ચાલતાં અંતરાલે ચાતુર્માસ આવ્યો, એટલે રાજાએ તે સ્થાને છાવણી નાખી. દશ રાજાઓના જુદા જુદા પડાવ હોવાથી તે સ્થાને દશપુર નગર વસ્યું. અન્યદા પર્યુષણ પર્વ આવતાં ઉદયન રાજાએ પોસહ લીઘો હતો તેથી તે દિવસે રસોઇયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું કે “આજે તમે શું જમશો?” તે સાંભળી અવંતિપતિ લોભ પામી વિચારમાં પડ્યો કે “કોઈ દિવસ નહીં ને આજે રસોઇયો મને જમવાનું પૂછે છે તેથી તેનું કાંઈક કારણ હશે!” આવું Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૦ વિચારી તેણે કહ્યું- હે પાચક! આજે પૂછવાનો શો હેતુ છે?” પાચક બોલ્યો-“સ્વામી! આજે પર્યુષણ પર્વ છે, તેથી મારા સ્વામી ઉદયન રાજાએ ઉપવાસ કર્યો છે, એટલે તમારે માટે જ આજે રસોઈ કરવાની છે.” ચંડપ્રદ્યોત બોલ્યો- હે પાચક! તે પર્વદિવસની વાત યાદ અપાવી તે સારું કર્યું, મારે પણ આજે ઉપવાસ છે.” રસોઇયાએ તે વાત ઉદયન રાજાને કરી, એટલે રાજાએ વિચાર્યું કે ચંડપ્રદ્યોત ઉપવાસી હોવાથી મારો સાઘર્મી થયો, તેથી તે જો બંદીખાને હોય તો મારું પર્યુષણ પર્વ શુદ્ધ ન ગણાય.” આવું વિચારી તેણે ચંડપ્રદ્યોતને બંદીખાનામાંથી બહાર કઢાવી ખમાવ્યો અને તેના લલાટમાં કરેલા અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણ રત્નમય પટ્ટ બંઘાવી તેને અવંતિદેશ પાછો આપ્યો. પછી ચંડપ્રદ્યોત પોતાને સ્થાને ગયો. - વર્ષાકાલ વીત્યા પછી ઉદયન રાજા પોતાની નગરીમાં આવ્યો. તેણે મૂળ પ્રતિમાની પૂજાના નિર્વાહ માટે બાર હજાર ગામ આપ્યાં અને પ્રભાવતી દેવની આજ્ઞાથી તે નવી મૂર્તિની ભાવથી પૂજા કરવા લાગ્યો. એક વખતે રાજા પોતાના પૌષધાગારમાં પોસહ લઈને રહ્યો. મધ્ય રાત્રે શુભ ધ્યાન ધ્યાતાં તેના મનમાં આવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે “જે રાજા વગેરેએ શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા અને બીજા સમ્યક્ત્વાદિ વ્રત લીધેલાં છે તેઓને ઘન્ય છે, તેઓ વંદન કરવા યોગ્ય છે. જો પ્રભુ અહીં પઘારીને મને પવિત્ર કરે તો હું પણ તેમના ચરણકમળમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.” ભગવંત તેના આવા અધ્યવસાય જાણીને ત્યાં પધાર્યા. ઉદયન રાજા કોણિક રાજાની જેમ મોટા ઉત્સવ સાથે તેમને વંદન કરવા નીકળ્યો. વિધિપૂર્વક પ્રભુની દેશના સાંભળી ઘેર આવ્યો. ઘેર આવીને વિચાર્યું કે “અહો! આ રાજ્ય અંતે નરક આપનારું છે, તેથી તે મારા પુત્ર અભિચિને તો ન આપવું.” આવું વિચારી પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. પછી કેશી રાજાએ જેનો નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા ઉદયન રાજાએ ભગવંત પાસે દીક્ષા લીધી. વ્રત લેવાના દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદયન રાજર્ષિએ પોતાના દેહને શોષવી નાખ્યો. - નિરંતર નીરસ આહાર કરવાથી અન્યદા તે રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થયો. તે કોઈ વૈદ્યના જોવામાં આવતાં વૈદ્ય કહ્યું કે “તમે દઘિનું ભક્ષણ કરી તમારા દેહની રક્ષા કરો.” મુનિ સ્વદેહમાં નિઃસ્પૃહ હતા, તે છતાં દથિ લેવા માટે ગવેષણા કરવા લાગ્યા. અન્યદા વિહાર કરતાં કરતાં વીતભયનગર આવી ચડ્યા. ત્યાં મંત્રીએ મુનિ પરના દ્વેષથી કેશી રાજાને જણાવ્યું કે “હે રાજ! આ તમારા મામા તપસ્યાથી કંટાળી તમારું રાજ્ય લેવા આવ્યા છે, માટે તેમનો વિશ્વાસ કરશો નહીં.' કેશીએ કહ્યું કે–“આ રાજ્ય તેમનું જ છે, ભલે સુખેથી લે.” મંત્રી બોલ્યો–“રાજ્ય કોઈનું આપ્યું મળતું નથી, પુણ્યથી મળે છે; તો પુણ્યથી મળેલું રાજ્ય શા માટે પાછું આપવું? તેથી હે રાજા! એ મુનિને કોઈ પ્રકારે વિષ આપો.” મંત્રીની પ્રેરણાથી કેશીએ પોતાના ઉપકારી મામાને કોઈ પશુપાલિકા (ગોવાલણી) પાસે વિષસંયુક્ત દધિ અપાવ્યું. તે વિષ સંહરી લઈ કોઈ દેવતાએ ઉદયન મુનિને જણાવ્યું કે “તમને વિષસંયુક્ત દધિ મળશે, માટે તમે દધિ ખાશો નહીં અને દધિની સ્પૃહા પણ કરશો નહીં.” મુનિએ તે દિવસથી દહીં ખાવું છોડી દીધું, એટલે રોગ વઘવા લાગ્યો; તેથી પુનઃ રોગ દૂર કરવા દધિ લીધું. પેલા દેવતાએ પાછું વિષ હરી લીધું. એમ ત્રણ વખત દેવતાએ Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૦] પૌષઘવ્રતનું સ્વરૂપ ૪૩ વિષ હરણ કર્યું. એક વખતે દેવતા પ્રમાદથી વિષ હરી શક્યો નહીં એટલે મુનિએ વિષ સહિત દધિનું ભોજન કર્યું, તેથી વિશ્વની અસર શરીરમાં વ્યાપી ગઈ. તે જાણી મુનિએ અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસ અનશન પાળી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી, મૃત્યુ પામીને ઉદયન રાજર્ષિ મોક્ષે ગયા. તે પછી પેલા દેવતાએ ક્રોઘ કરીને કેશીરાજાના વીતભયનગરને રજની વૃષ્ટિવડે પૂરી દીધું. અહીં પિતાએ વ્રત લીધા પછી તેના પુત્ર અભિચિએ ચિંતવ્યું કે “અહો! મારા પિતાએ મને છોડી પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, તેથી પિતાના એવા વિવેકને ધિક્કાર છે!' આમ વિચારી કેશીની સેવા કરવી તજી દઈને પિતાએ કરેલા અપમાનથી કંટાળી અભિચિ કોણિક રાજા પાસે આવ્યો. ત્યાં શ્રી વીર ભગવંતની વાણીથી પ્રતિબોધ પામી શ્રાવકઘર્મ પાળવા લાગ્યો, પરંતુ પોતાના પિતા ઉદયન સાથેનું વૈર તર્યું નહીં. અંતકાલે પાક્ષિક અનશન લઈ પૂર્વોક્ત પાપ આલોવ્યા વગર મૃત્યુ પામીને ભુવનપતિ દેવતા થયો. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી એવીને અભિચિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષે જશે. શ્રી વીર પ્રભુના નિર્વાણથી સોળસો ને ઓગણોતેર વર્ષ જ્યારે જશે ત્યારે કુમારપાળ રાજા તે પ્રતિમાને ઘૂળના દટ્ટણમાંથી બહાર કાઢશે અને પૂર્વની જેમ તેની પૂજા કરશે. જેમ ઉદયન રાજાએ પર્વના દિવસોએ સર્વ સાવદ્ય કર્મ છોડી નિષ્કામ ભક્તિ વડે શુભ યોગ સંયુક્ત ઘર્મ ગ્રહણ કર્યો હતો, તેવી રીતે વ્રતઘારી ગૃહસ્થોએ પણ નિરિચ્છભાવે ઘર્મ ગ્રહણ કરવો.” વ્યાખ્યાન ૧૫૦ પૌષધવ્રતનું સ્વરૂપ पोषं धर्मस्य धत्ते यत्तद्भवेत्पौषधव्रतम् । तच्चतुर्धा समाख्यातं, आहारपौषधादिकम् ॥१॥ ભાવાર્થ-“જેથી ઘર્મની પુષ્ટિ થાય તે પૌષઘવ્રત કહેવાય છે. તે આહારપૌષધ વગેરે ચાર ભેદવાળું છે.” વિશેષાર્થ-“પુષ્ય પુષ્ટી” પુષ્ય ઘાતુનો અર્થ પુષ્ટિ કરવી એવો થાય છે. “ઘર્મસ્ય પોષ– પુષ્ટ ઘારયતીતિ પૌષઘમ ” ઘર્મની પુષ્ટિને ઘારણ કરે તે પૌષઘ કહેવાય છે. તે અષ્ટમી વગેરે પર્વ દિવસોનું નિયમિત અનુષ્ઠાન છે. તેના ચાર પ્રકાર કહેલા છે. તે પ્રત્યેકના પણ બે બે પ્રકાર છે. તે વિષે શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં તથા તેની ચૂર્ણમાં પણ આ પ્રમાણે પાઠ છે– (૧)આહારપોસહ બે પ્રકારે છે, દેશથી અને સર્વથી. અમુક વિગઇનો ત્યાગ કરવો અથવા આંબેલ કે એકાસણું કરવું તે દેશથી આહારપોસહ કહેવાય છે અને રાત્રિદિવસના મળીને આઠે પહોર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહારપોસહ કહેવાય છે. (૨) શરીરસત્કાર પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. અમુક સ્નાનવિલેપન ન કરવું તે દેશથી અને સ્નાન, મર્દન, વિલેપન તથા પુષ્પાદિકનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પોસહ જાણવો. (૩) બ્રહ્મચર્ય પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. દિવસે અથવા રાત્રિએ મૈથુનનો ત્યાગ કરવો, અથવા એક વાર, બે વાર વગેરે પરિમાણ બાંઘવું તે દેશથી અને દિવસે અને Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૦ રાત્રિએ આઠે પહોર બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પોસહ જાણવો. (૪) અવ્યાપાર પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. અમુક વ્યાપાર હું નહીં કરું એમ ઘારવું તે દેશથી અને હળ, ગાડાં, ઘર વગેરે સર્વ પ્રકારનો વ્યાપાર છોડી દેવો તે સર્વથી અવ્યાપાર પોસહ જાણવો.” અહીં જો દેશથી પૌષધ કરે તો સામાયિક કરે વા ન પણ કરે, પણ જો સર્વથી પોસહ કરે તો સામાયિક અવશ્ય કરે. જો ન કરે તો તેનું ફળ ન મળે. સર્વથી પોસહ ચૈત્યગૃહમાં, સાઘુની સમીપે અથવા ઘરે કે પૌષધશાળામાં જઈને કરવો. ત્યાં જઈ, આભૂષણાદિ દૂર કરી, પોસહ અંગીકાર કરીને પુસ્તક વાંચવા અથવા શુભ ધ્યાન ધ્યાવવું. શ્રાવકપ્રજ્ઞતિની વૃત્તિમાં પણ એ સર્વ કહેલું છે. તેમ જ પૌષઘસૂત્રમાં પણ “હરેમિ ભંતે! પોસહં હારપોસહં તેતો સવ્યો ” - ઇત્યાદિ ચારે ભેદથી પોસહ કહેલ છે. અહીં પોષઘ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. તે આહાર વગેરે ચારે પ્રકારના પોસહના દેશથી તથા સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણતાં એંશી ભાંગા થાય છે. તેમાં હાલ આહારપોસહ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોઘ જોવામાં આવતો નથી; તેમ જ સાઘુ અને ઉપઘાન વહન કરનાર શ્રાવકો પણ આહાર ગ્રહણ કરે છે. બાકીના ત્રણ પોસઠ તો સર્વથી જ ગ્રહણ કરવા; કેમ કે જો સર્વથી ન લે તો “સવિઝનો પવરવામિ' એવો પાઠ સંભવે નહીં. અહીં કોઈ શંકા કરે કે નિર્દોષ દેહસત્કાર અને નિર્દોષ વ્યાપાર કરવામાં શો દોષ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે તે બન્ને ક્રિયા દેહની શોભાના તથા લોભાદિકના હેતુભૂત છે અને સામાયિકમાં તે બન્ને (દેહવિભૂષા અને લોભ)નો નિષેધ કરેલો છે અને સમર્થપણાને અભાવે ઘર્મક્રિયાનો નિર્વાહ કરવા માટે સાધુની જેમ આહાર તો સ્વીકારવા યોગ્ય છે. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે “જો દેશથી આહારપોસહ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચખાણ પારી “વિસ્મહી’ કહીને ઉપાશ્રયમાંથી નીકળે અને ઈર્યાસમિતિ વડે ઘરે જઈ, ઇરિયાવહી પડિક્કમી, ગમણાગમણે આલોવી, ચૈત્યવંદન કરે. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસે. પાત્રને પ્રમાઈ યોગ્ય ભોજન પીરસાવે. પીરસ્યા પછી નવકાર ભણી, પચખાણ સંભારી, વદન પ્રમાજી સબડકા કે બચકા બોલાવ્યા સિવાય, વિલંબ કર્યા વગર, છાંડ્યા (એઠું મૂક્યા) સિવાય, મન, વચન અને કાયગતિએ યુક્ત થઈ સાધુની પેઠે ભોજન કરે. ભોજન કર્યા પછી પ્રાસુક જળ વડે મુખશુદ્ધિ કરી નવકાર સંભારીને ઊઠે. પછી ચૈત્યવંદન કરી, પચખાણ ઘારી પુનઃ પૌષથશાલામાં આવે અને સ્વાધ્યાય ધ્યાન કરે.” શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણમાં પણ આ પ્રમાણે કહ્યું છે, પણ આ સામાયિક અને પૌષઘની એકત્રતાની અપેક્ષાએ છે; કારણ કે મુહૂર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષઘને આશ્રયીને શ્રી નિશીથ ભાષ્યમાં એમ પણ કહેવું છે કે “દિકૃદંપ સો મુંને” “તેને ઉદ્દેશીને કર્યું હોય તો પણ પૌષઘવાળો શ્રાવક ખાય.” નિશીથ ચૂર્ણમાં પણ કહ્યું છે કે “જેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યા છતાં પણ ખાય.” નિર્વિવાદ વૃત્તિએ તો સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્કૃષ્ટ પૌષધ છે. તે શંખ શ્રાવકની જેમ કરવો. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫. વ્યાખ્યાન ૧૫૦] પૌષઘવ્રતનું સ્વરૂપ શંખ શ્રાવકની કથા શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલી નામે બે શ્રાવક રહેતા હતા. તેઓ શ્રી વીર ભગવંતને નમી પાછા વળ્યા ત્યારે શંખે પુખલીને કહ્યું કે “તમે સારું ભોજન વગેરે તૈયાર કરાવો, તે જમીને પછી આપણે પાક્ષિક પોસહ લઈને રહીશું.” પુખલીને આમ કહ્યા પછી શંખે ઘેર આવીને વિચાર્યું કે-“આજે તો જમ્યા વગર જ પૌષઘવ્રત કરવું ઠીક છે, કારણ કે તેનું ફળ મોટું છે.” આમ વિચારી પોતાની ભાર્યાને કહી પૌષઘશાલામાં જઈને એકાકીપણે શરીર ઉપરથી અલંકારાદિ ઉતારી, શરીરસત્કારનો ત્યાગ કરી, પૌષઘ લઈ દર્ભના સંથારા ઉપર બેસી, શુભ ધ્યાન ધ્યાવવા લાગ્યો. અહીં પુખલી શ્રાવકે ભોજનાદિ સર્વ તૈયાર કરાવ્યું. ભોજન તૈયાર થયું એટલે તે શંખને આમંત્રણ કરવા ગયો. શંખની સ્ત્રી ઉત્પલા પુખલી શ્રાવકને આવતાં જોઈ ઊભી થઈ અને તેનું સન્માન કર્યું. પછી તે સ્ત્રીના કહેવા પ્રમાણે શંખ શ્રાવક પૌષધશાલામાં છે એમ જાણી પુખલી ત્યાં આવ્યો અને ઈર્યાપથિકી પડિક્કમીને ભોજન માટે શંખને નિમંત્રણ કર્યું. શંખે કહ્યું- “મારે તેમાંથી કાંઈ કલ્પતું નથી, તમે તમારી ઇચ્છાથી જેમ ગમે તેમ કરો. તે ભોજનાદિ ક્રિયા મારી આજ્ઞાથી કાંઈ કરવાની નથી.” તે સાંભળી પુખલી શ્રાવક પાછો ફર્યો અને તે વૃત્તાંત બીજાઓને જણાવ્યું. અહીં શંખ શ્રાવક રાત્રે ઘર્મજાગરણમાં ચિંતવવા લાગ્યો કે-હું તમને–શ્રી વીરપ્રભુને નમીને પછી પૌષઘ પૂર્ણ કરીશ અર્થાત્ પછી પારીશ.' પ્રભાત થતાં તે શ્રી વિરપ્રભુ પાસે જઈ નમીને બેઠો, એટલામાં ત્યાં પુખલી શ્રાવક પણ આવ્યો. તે પ્રભુને નમીને શંખને ઠપકો આપવા લાગ્યો કે “હે શંખ! તમે ગઈ કાલે સારું કામ કર્યું નહીં. તે સમયે ભગવંતે કહ્યું- હે પુખલી! તમે શંખની નિંદા કરો નહીં. એ ગઈ રાત્રે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.” તે અવસરે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે “સ્વામી! જાગરિકા કેટલા પ્રકારની છે?” પ્રભુ બોલ્યા- “ગૌતમ! જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા, તે કેવળી ભગવંતને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છvસ્થ અનગારી (મુનિ)ને હોય છે, અને ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે.” પછી શંખે ક્રોધાદિકનું ફળ પૂછ્યું, એટલે પ્રભુ બોલ્યા-“હે શંખ! ક્રોઘ માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.” તે સાંભળી પુખલી વગેરે શ્રાવકો શંખને વારંવાર ખમાવવા લાગ્યા. શંખ શ્રાવક પૌષધ વગેરે વ્રતો પાળી સૌઘર્મ દેવલોકે અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રને વિષે જન્મ લઈ મોક્ષે જશે. આ સર્વ કથા શ્રી વિવાહપ્રજ્ઞતિ (ભગવતી) સૂત્રના બારમાં શતકમાંથી લખેલ છે. પાંચમા અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષઘ વ્રત વખાણેલું છે; તેથી તે વ્રત પર્વના દિવસોએ હર્ષપૂર્વક વિશેષે ઘારણ કરવું.” इत्युपदेशप्रासादवृत्तौ व्याख्यानहेतवे । पंचदशभिरस्राभिः स्तंभोऽयं दशमो मतः॥१॥ દશમ સ્તંભ સમાપ્ત || ૧ સારી રીતે ઘર્મધ્યાનમાં પ્રવર્તેલો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શિતલ ૧૧) વ્યાખ્યાન ૧૫૧ પર્વારાધનનો વિધિ चतुर्दश्यष्टमीराकोदिष्टापर्वसु पौषधः । विधेयः सौधस्थेनेत्थं पर्वाण्याराधयेद् गृही ॥१॥ ભાવાર્થ-“ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યાદિ પર્વમાં ગૃહસ્થ પૌષઘવ્રત કરવું અને તેમ કરીને પર્વનું આરાઘન કરવું.” વિશેષાર્થ-ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યા એ પર્વ કહેવાય છે. તે પર્વમાં ગૃહસ્થ પોસહ કરવો. તે વિષે કહ્યું છે કે-“જો સર્વ દિવસોમાં ઘર્મક્રિયા કરી શકાય તો તેથી વિશેષ લાભ થાય છે; પણ કદી જો સર્વ દિવસોમાં ઘર્મક્રિયા કરી ન શકાય તો પર્વને દિવસે તો અવશ્ય ઘર્મક્રિયા કરવી.” વળી કહ્યું છે કે–“આઠમ, ચૌદશ વગેરે પર્વતિથિઓએ તો સર્વ ચૈત્ય તથા સાધુઓને અવશ્ય વાંદવાં. બીજી તિથિઓએ યથાશક્તિ વાંદવાં.” વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિએ રચેલી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે सर्वेष्वपि तपोयोगः, प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पंचदश्यां च, नियतः पौषधं वसेत् ॥४॥ સર્વ કાળપર્વમાં તપનો યોગ શ્રેષ્ઠ છે, પણ આઠમે અને પૂનમે તો અવશ્ય કરીને પોસહ ગ્રહણ કરવો.” જેમ વિજયાદશમી (દશેરા), દીપોત્સવી (દિવાળી) વગેરે લૌકિક પર્વમાં માણસો પોશાક તથા ખાનપાન વિશેષ રીતે કરે છે તેવી રીતે શ્રાવકે ઘર્મના (પર્વના) દિવસો જરૂર પાળવા. એક માસમાં આઠમ, ચૌદશ વગેરે પર્વના દિવસ છે આવે છે અને એક પખવાડિયામાં ત્રણ આવે છે, તે અવશ્ય કરીને પાળવા. પવણીના સંબંઘમાં કહ્યું છે કે-“બીજ પાળવાથી અણુવ્રત અને મહાવ્રતરૂપ બે પ્રકારનો ઘર્મ આરાધ્યાય છે, પાંચમ પાળવાથી પાંચ જ્ઞાન પમાય છે, આઠમથી આઠ કર્મ ખપે છે, એકાદશીથી એકાદશ અંગ પ્રાપ્ત થાય છે, અને ચૌદશ આરાધ્ય ચૌદ પૂર્વનો લાભ થાય છે.” એ પાંચ પર્વ છે તેમાં પૂર્ણિમા તથા અમાવાસ્યા મેળવવાથી ૭ પર્વ થાય છે. - શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે– ભગવંત! બીજ વગેરે પાંચ પર્વણીએ કરેલ ઘર્માનુષ્ઠાનનું શું ફળ થાય?” પ્રભુએ કહ્યું- હે ગૌતમ! પ્રાયે આ જીવ પર્વણીઓને દિવસે પરભવનું આયુકર્મ ઉપાર્જે છે. એટલે એક ભવમાં આયુષ્ય બાંઘવાનો કાળ એક વખત અને અંતર્મુહૂર્તનો જ હોય છે. દરેક જીવ પોતપોતાના આયુષ્યને પાછલે ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે અને તે કદી પણ ચલાયમાન થતું નથી. જેમ શ્રેણિક રાજાએ પૂર્વે ગર્ભિણી મૃગલીને મારતાં ગર્ભ પડ્યો એથી પોતાના બળનું વર્ણન કરતાં નારકીનું આયુષ્ય બાંધ્યું હતું, તે કોઈ પણ રીતે છૂટી શક્યું નહીં; એ પ્રમાણે સમજવું. ૧ પ્રથમ પૂર્ણિમાએ ચોમાસી પ્રતિક્રમણ થતું હોવાથી તેને પર્વણીમાં ગણેલ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ વ્યાખ્યાન ૧૫૧] પર્વારાઘનનો વિધિ અન્યમતિના શાસ્ત્રમાં પણ પર્વના દિવસોમાં સ્નાનમૈથુનાદિનો નિષેધ કરેલો છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेंद्र! रविसंक्रांति पर्व च ॥१॥ तैलस्त्रीमांससंभोगी, पर्वस्वेतेषु वै पुमान् । વિમૂત્રમોનનું નામ, પ્રથાતિ નરવં મૃતઃારા. હે રાજેંદ્ર! ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્યની સંક્રાંતિના દિવસો એ પર્વણીઓ છે. તે દિવસે તૈલ ચોળીને સ્નાન, સ્ત્રી સેવા અને માંસનો ભોગ કરે તો તે પુરુષ મૃત્યુ પામ્યા પછી વિમૂત્રભોજન નામના નરકમાં જાય છે” અવસરે કરેલું ઘર્મકાર્ય મોટા ફળને આપે છે, તેથી મુખ્ય રીતે પર્વના દિવસોમાં અહોરાત્રનો પોસહ કરવો. જો તે કરવા અશક્ત હોય તો રાત્રિપૌષઘ કરવો. આ પ્રમાણે પર્વની આરાઘના શ્રાવકે કરવી જોઈએ. તે ઉપર પૃથ્વીપાલ રાજાનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે પૃથ્વીપાલ રાજાની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અનુપમ રૂપવાલો પૃથ્વીપાલ રાજા હતો. તે એક વખતે વનમાં મૃગયા રમવા ગયો. ત્યાં કોઈ એક વૃક્ષ ઉપર મયૂર પક્ષીને જોઈ ઘનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને તેના પ્રાણ લેવા માટે બાણ છોડ્યું. બાણ લાગવાથી મયૂરપક્ષી તત્કાળ પૃથ્વી ઉપર પડ્યો. તેને પૃથ્વી પર તરફડતો અને આક્રંદ કરતો જોઈ રાજાને વિચાર આવ્યો કે “અરે! આ જીવને મેં તેના ક્રીડારસમાંથી અકસ્માતુ વિરસ કર્યો. તેની જેમ મારાથી અધિક બળવાળો કોઈ નર કે વ્યાધ્ર આવી મને ઘણા પ્રહાર કરીને વેદના ઉપજાવે તો તે વખતે તેને કોણ નિવારે? માટે મારા જેવા પાપીને ધિક્કાર છે.” આમ વિચારી પૃથ્વી પર તરફડતા મયૂર પક્ષી પાસે જઈ રાજાએ તેને ખૂંપેલું તીર હળવેથી કાઢી નાખ્યું અને તે મોરને પ્રેમથી પંપાળી તેની ક્ષમા માંગવા લાગ્યો. વેદનામાં પણ રાજાએ તેને નમ્ર વચન કહ્યાં, તેથી કાંઈક શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે મયૂર ક્ષણવારમાં મૃત્યુ પામ્યો અને વિશાલપુર નગરમાં મનુષ્યપણે અવતર્યો. પૃથ્વીપાલ રાજાએ ત્યાંથી આગળ ચાલતાં માર્ગમાં દ્રવ્યથી એક શિલાપટ્ટ ઉપર બેઠેલા અને ભાવથી અધ્યાત્મરૂપ શિલાપટ્ટ ઉપર બેઠેલા કોઈ મુનિરાજને દીઠા, એટલે તે તેમની પાસે મુગટ સહિત જઈને બેઠો. તે સમયે મુનિ બોલ્યા धर्मस्य जननी जीव-दया मान्या सुरैरपि । तस्मात्तद्वैरिणी हिंसां नाद्रियते सुधीर्नरः॥१॥ “ઘર્મની માતા જીવદયા છે જે દેવતાને પણ માનવા યોગ્ય છે, તેથી ઉત્તમ બુદ્ધિમાન પુરુષો જીવદયાની વૈરિણી હિંસાનો આદર કરતા નથી.” આ શ્લોક સાંભળી રાજાએ વિચાર્યું કે–મેં જે દુષ્કૃત્ય કર્યું છે તે આ મુનિએ દીઠું નથી તો પણ તેમણે કહી દીધું. વળી એમણે કહેલો ઘર્મ પણ ૧ જે નરકમાં વિણ અને મૂત્રનું જ ભોજન કરવું પડે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ શ્રેષ્ઠ જ છે.” આવી બુદ્ધિ રાજાને ઉત્પન્ન થઈ, તેથી મુનિરાજે વિશેષ ઘર્મદેશના આપી. પછી તે પૂજ્યપાદ મુનિની પાસે શ્રાવકવ્રત અંગીકાર કરીને તે પોતાના નગરમાં આવ્યો અને પોતાના ઘરમાં રહેલા મચ્છજાલ વગેરે હિંસાનાં તમામ અધિકરણો બાળી નખાવ્યાં. પર્વને દિવસે તૈલી (ઘાંચી) તલ પીલે નહી અને ઘોબી વસ્ત્ર ઘોડે નહીં, તેવી સર્વત્ર પ્રવૃત્તિ કરાવી. એ પ્રકારે પર્વનો મહિમા કરવાથી અનેક જીવો ઘર્મને પ્રાપ્ત થયા. ઘણા કાળ પર્યત એ પ્રમાણે ઘર્મ આચરી પૃથ્વીપાળ રાજા મૃત્યુ પામીને વિશાલપુર નગરમાં શાળિભદ્ર શેઠની જેવો સુનંદ નામે વ્યાપારી થયો. તે જન્મમાં પણ નાની વયમાં જ પૂર્વના અભ્યાસથી તે જૈનધર્મ પામ્યો અને સર્વ પર્વ દિવસોમાં પૌષઘવ્રત કરવા લાગ્યો. હવે પેલો મયૂરનો જીવ જે વિશાલપુરમાં ઉત્પન્ન થયો હતો તે ત્યાંના રાજાનો સેવક થયો હતો. એકદા આ સુનંદ વ્યાપારી તેના જોવામાં આવ્યો, તેને જોતાં જ તેના અંતઃકરણમાં કોપ ઉત્પન્ન થયો, તેથી તે તેને મારી નાખવાની ઇચ્છા કરવા લાગ્યો. એક સમયે રાજાની રાણીના વક્ષસ્થલનો અમૂલ્ય હાર છાની રીતે ચોરી લઈ પર્વદિવસે પોસહ કરીને એકલા બેઠેલા સુનંદ શ્રાવકના કંઠમાં તેણે કપટથી પહેરાવી દીધો અને પછી તે રાજાની પાસે આવીને બેઠો. અહીં રાણી પોતાનો હાર ગુમ થયેલો જાણી શોક કરવા લાગી અને ખાનપાનાદિ પણ તજી દીઘાં. રાજાએ પોતાના હજારો સેવકોને પુરમાં લોકોના ઘરમાં તપાસ કરવા મોકલ્યા. એ વખતે પેલો મયૂરનો જીવ રાજાના બીજા સેવકોને સાથે લઈ પૌષધશાલામાં ગયો અને ત્યાં પોસહ લઈને બેઠેલા સુનંદના કંઠમાં તે હાર બતાવ્યો. રાજસેવકો સુનંદને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને પૂછ્યું; પણ તેણે સાવદ્ય ઉત્તર આપ્યો નહીં. રાજાએ તેને મારી નાખવા માટે વઘસ્થાને મોકલ્યો. રાજાની આજ્ઞા લઈને પેલો મયૂરનો જીવ હાથમાં ખગ લઈ તેને મારવા આવ્યો, પરંતુ તેના શરીર ઉપર વિકરાળ ખગનો ઘા કરતાં ખર્ગના હજારો કટકા થઈ ગયા. સુનંદે પૂર્વભવમાં હિંસાના અધિકરણો ભાંગી નાખ્યા હતા અને બાળી નાખ્યા હતા, તે પુણ્યથી આ ભવમાં તે ખગના સહસ્ત્ર કટકો સ્વયમેવ થઈ ગયા. બીજા સેવકોના શસ્ત્રો પણ નષ્ટ થઈ ગયાં, તેથી સર્વ રાજસેવકો શસ્ત્ર રહિત થઈ મનમાં ભય પામતા સતા રાજાની પાસે આવ્યા અને એ વૃત્તાંત રાજાને જણાવ્યો. રાજા વિસ્મય પામી દ્વેષ રહિત થઈ ત્યાં આવ્યો એટલે પેલા સેવકે રાજાને કહ્યું કે-“સ્વામી! આ ધૂર્ત વણિકે મંત્રને પ્રયોગથી તમારા સેવકોને બહુ દુઃખી કર્યા છે, તેથી તે અવશ્ય વઘ કરવાને લાયક છે.” તે સાંભળી રાજા બોલ્યો-“આવતી કાલે તે સર્વ કરવામાં આવશે, અત્યારે તો તેને છોડી દો અને તેને ઠેકાણે મૂકી આવો.” બીજે દિવસે સુનંદ પૌષધ પારી રાજાની પાસે ગયો અને કહ્યું કે-“હે સ્વામી! અમે શ્રાવક છીએ, તેથી ચોરી કરીએ નહીં, બાકી ઘર્મના પસાયથી આવા હાર મારે ઘેર ઘણા છે, તે જોવા આપ પધારો.” રાજા તરત જ તેને ઘેર ગયો. ત્યાં તેના ઘરની સંપત્તિ જોઈ ચક્તિ થઈ ગયો. પછી તે શ્રાવકને રાજાએ પૂછ્યું કે–ત્યારે આ કેમ બન્યું?' શ્રાવક બોલ્યો-“હું શ્રાવક જૈન છું, તેથી બીજાની હિંસા કરું નહીં ને કરાવું પણ નહીં.” રાજાએ કહ્યું કે તમે કાલે કેમ કાંઈ બોલ્યા નહીં?” સુનંદે કહ્યું કે-“આઠમ વગેરે પર્વના દિવસે પોસહ લઈને રહેલા અમારે સાવદ્ય બોલવું કલ્યું નહીં.” આ પ્રમાણેનો તેનો નિયમ અને તેમાં દ્રઢતા જાણી રાજાએ તેની બહુ પ્રશંસા કરી અને પ્રસન્ન થઈને પોતાના મહેલમાં આવ્યો. Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૧] પર્વારાઘનનો વિધિ ૪૯ અન્યદા સુનંદ શ્રાવકે ગૃહનો ભાર પોતાના પુત્ર ઉપર નાખી દીક્ષા લીધી અને શુભ ધ્યાન વડે કેવલજ્ઞાન પામી ફરી વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. રાજા પરિવાર સહિત તેમને વાંદવા ગયો. વાંદીને પાસે બેઠો. ત્યાં પેલો મયૂરનો જીવ રાજસેવક તેની ઉપર કોપ કરી દુષ્ટ ધ્યાન ઘરવા લાગ્યો. તે સમયે જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને નીચેનો શ્લોક બોલ્યા __ मयूरः प्राग्भवेऽभूत्त्वं मन्मुक्तबाणतो हतः । सांप्रतं मानुजं लब्ध्वा, मुश्च दौष्ट्यं भवप्रदम् ॥१॥ “તું પૂર્વભવે મયૂર હતો અને મારા મૂકેલા બાણથી મરણ પામ્યો હતો. હવે તું મનુષ્યજન્મ પામ્યો છે તો સંસારને આપનારી દુષ્ટતા છોડી દે.” આ શ્લોક સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પ્રતિબોઘ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી અને પોતે પૂર્વે કરેલો સર્વ દંભ જણાવી દીધો. | વિશાલનગરનો રાજા પણ કેવલજ્ઞાનીના ઉપદેશથી પૌષઘવ્રત વડે પર્વના દિવસોની આરાઘના કરવા લાગ્યો. કેવલી ભગવંતે અન્યત્ર વિહાર કર્યો. પછી અનુક્રમે મોક્ષને પ્રાપ્ત થયા. જે પ્રાણી હર્ષપૂર્વક પૌષઘવ્રત વડે સર્વ પર્વોની આરાધના કરે છે અને ચિત્તમાંથી ઘર્મપર્વોને તજતો નથી તે સર્વ સંપત્તિઓ વડે યુક્ત થાય છે. વ્યાખ્યાન ૧૫૨ પર્વની આરાધના सर्वारंभपरित्यागात्पाक्षिकादिषु पर्वसु । विधेयः पौषधोऽजस्रमिव सूर्ययशा नृपः॥१॥ ભાવાર્થ-“પાક્ષિક (ચતુર્દશી) પર્વ વગેરેમાં સર્વ આરંભનો ત્યાગ કરી સૂર્યયશા રાજાની જેમ હિંમેશા પૌષઘવ્રત અંગીકાર કરવું.” સૂર્યપશાનું વૃત્તાંત ઉપર કહેલા શ્લોકનો સંબંઘ શ્રી ઋષભદેવ પ્રભુના રાજ્યની સ્થિતિના સમયનો છે. પૂર્વે ઇંદ્રની આજ્ઞાથી ભગવંતની રાયસ્થિતિને અર્થે કુબેરે એક રાત્રિ અને દિવસમાં વિનીતા નામે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી નગરી બનાવી હતી. તેની ફરતો સુવર્ણનો કિલ્લો રચ્યો હતો. તેની મધ્યે ભગવંતને માટે એકવીશ અટારી (માળ)નું એક મંદિર કર્યું હતું. તે નગરમાં ભરતચક્રીની પછી તેના સવા કરોડ પુત્રોમાં મોટો સૂર્યયશા નામે પુત્ર રાજ્ય કરતો હતો. તેને સવાલક્ષ પુત્ર હતા અને દશ હજાર મુગટબદ્ધ રાજાઓનો તે અધિપતિ હતો. તે પોતાનું વિશાલ રાજ્ય નીતિથી પાળતો હતો અને દરરોજ પ્રાતઃકાળમાં પોતાની સેનાસહિત શક્રાવતાર નામના શ્રી ઋષભદેવ પ્રભુના પ્રાસાદે સ્તવ-સ્તુતિ મંગલ કરતો હતો. તેમ જ પાક્ષિક વગેરે પર્વને દિવસે દશ હજાર રાજાઓ અને બીજા સ્વજનોથી પરવય સતો તે પરિપૂર્ણ (આઠ પહોરનો અને ચારે પ્રકારનો સર્વથી) પૌષઘ કરતો હતો. તે દિવસે પોતે કાંઈ આરંભ કરતો નહીં તેમ બીજાની પાસે કરાવતો પણ નહીં. . ભાગ ૩–ો. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ એક વખતે સૌધર્મેદ્રે પોતાની સભામાં બેઠાબેઠા અવધિજ્ઞાન વડે સૂર્યયશાનું પર્વ સંબંઘી ધર્મારાધનમાં સ્થિરપણું જાણી વારંવાર મન વડે જ તેની પ્રશંસા કરી મસ્તક ધુણાવ્યું. તે જોઈ ઇંદ્રની આગળ રંભા, ઉર્વશી વગેરે ગંધર્વાઓ મધુર ગાન, તાન અને હાવભાવપૂર્વક નૃત્ય કરતી હતી તેમણે ઇંદ્રને પૂછ્યું–‘હે સ્વામી! મર્ત્યલોકના જરાથી જર્જરિત એવા મનુષ્યના મસ્તકની જેમ તમે મસ્તક કેમ ઘુણાવ્યું? અમારા કળાકૌશલ્યમાં કે વાજિંત્રના તાલમાં ભૂલ પડવાથી તો તેમ નથી થયું? હે દેવ! આખી સભાને થયેલો આ સંદેહ ઇષ્ટવાક્ય વડે દૂર કરી અમારા મનને શલ્યરહિત કરો.’’ ઇંદ્ર બોલ્યા—“મર્ત્યલોકમાં ભરતચક્રીના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાની એવી ધર્મદૃઢતા છે કે તેવી બીજા કોઈમાં જણાતી નથી; પરંતુ તેવા ગુણીજનને જ તે ઘટે છે. તેની ધર્મદૃઢતા જોઈને મેં અહીં બેઠા ભાવથી વંદના કરવારૂપે માથું નમાવ્યું છે, પણ માથું ધુણાવ્યું નથી. કહ્યું છે કે—‘દિગ્ગજ, કૂર્મ, કુલપર્વત અને શેષનાગે ઘારણ કરી રાખેલી આ પૃથ્વી કદી ચલાયમાન થાય, પણ નિર્મળ અને દૃઢ હૃદયવાળા પુરુષો જે અંગીકાર કરે તેને યુગાંતે પણ છોડતા નથી.’ વળી એ સૂર્યયશાના પરિચયથી બીજા પણ ઘણા જીવો પર્વના આરાઘનમાં તત્પર થયા છે. કહ્યું છે કે– सुंदरजणसंसग्गी, सीलदरिद्दं कुणइ सिलढुं । जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेइ ॥ १॥ શીલ રહિત એવો માણસ હોય પણ જો ઉત્તમ જનનો સંસર્ગ કરે તો તે શીલવાળો થાય છે. જેમ મેરુપર્વત ઉપર ઊગેલું ઘાસ પણ સુવર્ણપણાને પામે છે તેમ.'’ આ પ્રમાણે સૌધર્મ ઇંદ્રે કરેલું તેનું વર્ણન સાંભળીને રંભા અને ઉર્વશી બોલી–‘હે સ્વામી! ઘાન્યના કીડા અને માત્ર અન્ન ઉપર જીવનારા મનુષ્યની આટલી બધી પ્રશંસા શું કરો છો? જ્યાં સુધી તેમણે અમારું મુખ જોયું નથી ત્યાં સુધી જ તેમની ધર્મ વિષે દૃઢતા છે.’ આ પ્રમાણે કહી તે બન્ને પ્રતિજ્ઞા લઈને મર્ત્યલોકમાં આવી અને શક્રાવતાર નામના જિનમંદિરમાં જઈને હાથમાં વીણા લઈ મધુર સ્વરે જિનેશ્વર ભગવંતના ગુણોનું ગાન કરવા લાગી. તેમણે સપ્ત સ્વરમય એવું સંગીત ગાયું કે જે સાંભળી પોતાની જાતિના સ્વરની ભ્રાંતિથી પક્ષીઓ પણ ત્યાં સાંભળવા આવ્યાં. કહ્યું કે—‘‘મયૂર ષડ્ઝ સ્વર બોલે છે, કૂકડો ઋષભ સ્વર વહે છે, હંસ ગાંધાર સ્વર ઉચ્ચારે છે, ગવૈલક મધ્યમ સ્વર બોલે છે, વસંતઋતુમાં પુષ્પ વિકસ્વર થવાને સમયે કોકિલા પંચમ સ્વર બોલે છે, સારસ ધૈવત બોલે છે અને હાથી સાતમો નિષાદ સ્વર બોલે છે.’ એવી રીતે જુદી જુદી પક્ષીઓની જાતિમાં રહેલા સ્વરો તેમના કલાકૌશલ્યથી એકી સાથે પ્રગટ થઈ ગયા. તે કેમ બન્યું? તેના ઉત્તરમાં સ્વરોની ઉત્પત્તિના સ્થાન બતાવે છે. ‘કંઠમાંથી ષડ્જ સ્વર ઉત્પન્ન થાય છે, હૃદયમાંથી ઋષભ ઉદ્ભવે છે, નાસિકામાંથી ગાંધાર પ્રગટે છે, નાભિમાંથી મધ્યમ થાય છે, ઉરસ્થળ અને કંઠમાંથી પંચમ થાય છે, લલાટમાંથી ધૈવત થાય છે અને સર્વ સંઘિમાંથી નિષાદ ઉદ્ભવે છે. આ પ્રમાણે સાતે સ્વરોની ઉત્પત્તિ છે.’’ ૫૦ શ્રી આદીશ્વરનો પૌત્ર સૂર્યયશા રાજા પાક્ષિક પૌષધ પૂર્ણ કરીને પ્રાતઃકાલે પરિવાર સહિત પ્રભુને નમવા માટે શક્રાવતાર ચૈત્યે આવ્યો. દૂરથી તીર્થને જોઈ વાહનમાંથી ઊતર્યો અને છત્ર, ચામર અને મુગટ દૂર મૂકી ઉપાનહ (જોડા) રહિત ચરણ વડે ચાલવા લાગ્યો. તે વખતે દૂર ચૈત્યમાં થતા સંગીતને સાંભળતાં જ અશ્વ, હસ્તી, પાયદલ અને બીજા રાજા પ્રમુખ સર્વે સૂર્યયશા રાજાને Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧પ૨] પર્વની આરાધના છોડી સત્વર ત્યાં દોડી ગયા. કહ્યું છે કે “જે સુખી જનને સુખનું છે, દુખીજવને વિનોદરૂપ છે, શ્રવણ અને હૃદયને હરનાર છે, કામદેવનો અગ્ર દૂત છે, નવનવા રસનો કરનાર છે અને નાયિકાને વલ્લભ છે, એવો પાંચમો ઉપવેદ “નાદ” આ જગતમાં જય પામે છે.” પછી રાજા પણ અનુક્રમે ત્યાં આવ્યા અને જિનેશ્વર ભગવંતને નમીને બહાર આવ્યા. તે સમયે આ બન્ને અપ્સરાઓનું સંગીત, સ્મિત, નૃત્ય, વેષ, લાવણ્ય અને અનુપમ રૂપ તેના જોવામાં આવ્યું. પોતાની કાંતિથી સૂર્યના બિંબનો પણ તિરસ્કાર કરતી તે બાલાનું વિશેષ વર્ણન શું કરવું! ઇદ્ર પણ તેના રૂપ ગુણને જોઈને અસંખ્યકાળે પણ તૃતિ પામતો નથી. આવું ઉત્તમ તેમનું સૌંદર્ય જોઈ રાજા મંડળની બહાર દ્રવ્યથી ભૂમિ પર અને ભાવથી તેમના ગુણોની સ્તુતિમાં સ્થિત થયો. પછી તે સુંદરીઓનાં અવસરોચિત કરેલાં નૃત્યગીતરૂપ અમૃતરસનું કર્ણપુટ વડે પાન કરી, પોતાના મંત્રીને મુખે તેમના જાતિ કુળ પુછાવ્યાં. તે અપ્સરાઓ બોલી–“અમે બન્ને વિદ્યાધરોની પુત્રીઓ છીએ. અદ્યાપિ કુમારિકા છીએ. અમારી સદ્ગશ અને અમારા વચન પ્રમાણે વર્તનાર પતિને શોધવા અમે બન્ને તીર્થે તીર્થો અને નગરે નગરે પર્યટન કરીએ છીએ, પણ અમને હજુ સુધી તેવો યોગ્ય પતિ જોવામાં આવ્યો નથી; તેથી હવે અમે સ્વસ્થાને જઈશું.” ત્યારે મંત્રી બોલ્યો-“આ અમારા સ્વામી સૂર્યયશા કે જે મરુદેવીના પુત્ર ઋષભદેવ પ્રભુના પૌત્ર થાય છે તેના જેવો કોઈ ત્રિભુવનમાં નથી. તેની સાથે જ તમે વિવાહ કરો અને તમારા વિરહના દાહને શાંત કરો. અમારા સ્વામી સત્ય પ્રતિજ્ઞાવાળા અને સુજ્ઞ છે. તે રાજા કદી પણ તમારા બન્નેના વાક્યનું ઉલ્લંઘન કરશે નહીં.” મંત્રીનાં આવાં વચન સાંભળી તે બોલી–તે અમારું વાક્ય ઉલ્લંઘન કરશે નહીં તેનું કોણ સાક્ષી?” મંત્રી બોલ્યો– તે વિષે હું જામીન છું.” ત્યારે તે બોલી કે વચન આપો.” પછી રાજાએ વચન આપ્યું અને શ્રી યુગાદીશ પ્રભુની સમક્ષ તે બન્નેનું પાણિગ્રહણ કરી તે બન્નેને લઈને રાજા ઘરે આવ્યો. તે વિદ્યાઘરીઓ સુંદરાવાસમાં સુખે રહેવા લાગી અને રાજા પણ હમેશાં અભિનવ કલાના અવલોકન વડે પ્રસન્ન થવા લાગ્યો. એકદા તેમની સાથે રાજા પોતાના સુંદરાવાસમાં બેઠો હતો તેવામાં માર્ગે થતી પડદની ઘોષણા તેમના સાંભળવામાં આવી. તે સાંભળી વિદ્યાધરીઓએ રાજાને પૂછ્યું-“સ્વામી! આ શેનો ધ્વનિ સંભળાય છે?” રાજા બોલ્યો-“સુંદરીઓ! આવતી કાલે અષ્ટમીનો પર્વ દિવસ છે; તેથી તે દિવસે અનેક પ્રકારના દળણ, ખંડન, પેષણ, રંઘન, અબ્રહ્મસેવન, જ્ઞાતિભોજન, તિલ તથા એરંડી વગેરેનું પાલન, રાત્રિભોજન, વૃક્ષછેદન, ભૂમિવિદારણ, ઇંટ તથા ચૂનો પકાવવા માટે અગ્નિ-પ્રવાલન, વાક્ષાલન, વાસી ભોજનનું રાખવું, શાળિ તથા ચણા સેકવા અને શાકપત્ર ખરીદવા વગેરે કોઈ જાતના પાપવ્યાપાર કોઈ કરશે નહીં તેમ કરાવશે પણ નહીં. બાલક સિવાય સર્વ લોકો પ્રાયે ઉપવાસ કરશે. તેઓ તેમજ દશ હજાર રાજાઓ જેઓ કાલે પૌષઘ લેનારા છે તેઓ હમેશાં સુખમગ્ર હોવાથી પર્વ દિવસને શી રીતે જાણી શકે? તેથી પર્વને આગલે દિવસે એટલે સાતમ, તેરસ વગેરે તિથિએ મારી આજ્ઞાથી હમેશાં પડહની ઉદ્ઘોષણા થાય છે અને હું પણ પર્વ દિવસે પૌષધ ગ્રહણ કરું છું.” કર્ણમાં સીસા રેડવા જેવાં રાજાનાં વચનો સાંભળી તે બન્ને વિદ્યાઘરીઓ મૂચ્છ પામી ગઈ પછી રાજાએ શીતલ જલ તથા ચંદનના સિંચનથી તેમને સજ્જ કરી એટલે તેઓ બોલી–“હે Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ સ્વામી! એક ક્ષણમાત્ર પણ તમારો વિરહ અમને કોટીકલ્પ જેવો થાય છે, તેથી તમે પૌષધ લો ત્યારે આઠ પહોર સુધીનો તમારો વિરહ અમે સહન કરી શકીશું નહીં, માટે જો અમારા અંગના સુખની અભિલાષા હોય તો પર્વે પૌષધ કરવાનું છોડી દો.’’ રાજા બોલ્યો-‘પ્રાણાંતે પણ હું એ છોડીશ નહીં. સાંસારિક સુખમાં શું મહત્ત્વ છે? ઇંદ્રાદિકનું પદ મળવું સુલભ છે, પણ ધર્મ પ્રાપ્ત થવો એ અત્યંત દુર્લભ છે.’’ તે બન્ને બોલી—“હે સ્વામી! ત્યારે તમે અમને પાણિગ્રહણ વખતે જે વચન આપ્યું હતું તે વચન ગયું?’ રાજા બોલ્યો—‘પ્રિયાઓ! ઘન તથા રાજ્યાદિ સર્વ તમારા વચનથી છોડી દઉં, પણ ધર્મ તો છોડીશ નહીં, કેમ કે તે તો આત્માનો ખજાનો છે.’’ તે બોલી ‘‘પ્રિય! તમારું વચન જવાથી તમારા વચનની સાથે અમે અમારું અંગ ચિતામાં ભસ્મ કરીશું.'' રાજા ક્રોધ કરી બોલ્યો—“અરે! જરૂર તમે ચંડાલ કુલમાં ઉત્પન્ન થયેલી લાગો છો; કેમકે જે કુલવાન હોય તે ધર્મને વિષે અંતરાય કરે નહીં. તમે ચિતામાં પ્રવેશ કરવાનું શા માટે સ્વીકારો છો? બીજું જે ગમે તે માગી લો, હું આપવા તૈયાર છું.” તે બન્ને બોલી—‘પ્રાણનાથ! અમે અત્યંત સ્નેહથી અમારા સ્વામીને તપસ્યાથી કાયક્લેશ ન થાઓ એવા ઇરાદાથી આ પ્રમાણે કહ્યું હતું, તેમાં તમારે ક્રોધ કરવાનો અવસર નથી. બાકી તો પિતાના વચનનું ઉલ્લંઘન કરીને નીકળેલી અમો બન્નેના પૂર્વકર્મના સંબંધથી તમે પતિ થયા છો અને તમે શ્રી જિનેશ્વર ભગવંતની સમક્ષ અમારું વાક્ય અન્યથા કરવું નહીં એવી પ્રતિજ્ઞા લીધેલી છે, તેથી અમે હમેશાં અભંગસુખ માગીએ છીએ. અન્યથા તો અમે બાલ્યાવસ્થાથી પાળેલા શીલથી ને પિતાના રાજ્યથી બન્નેથી ભ્રષ્ટ થઈ; તો હવે તમારા રાજ્યાદિકને અમે શું કરીએ? હવે જો અમારાં વચનથી તમે પર્વનો ભંગ કરી શકો તેમ ન હો તો આ જિનગૃહ પાડી નાખો.’ આ વચન સાંભળતાં જ રાજાને મૂર્છા આવી અને તે પૃથ્વી પર પડી ગયો. જ્યારે સેવકોએ શીતળ ઉપચારથી તેને સચેત કર્યો ત્યારે તે બોલ્યો−અરે અધમ સ્ત્રીઓ ! મેં મોહને વશ થઈ મણિની શંકાએ કાચનો કટકો લીધો. હવે જે થયું તે ખરું, પણ તમે એક ધર્મના લોપ સિવાય બીજું જે જોઈએ તે યથેચ્છ રીતે માગી લો, કે જે આપીને હું મારા વાક્યદાનનો અટ્ટણી થાઉં.” તે વિદ્યાધરીઓ બોલી–‘જો તમારે વાક્ય પાળવાનું પ્રયોજન હોય તો તમારા પુત્રનું મસ્તક છેદીને આપો.’’ રાજા બોલ્યો‘ભદ્રે ! પારકા જીવને કેમ માગો છો? એ પુત્ર તો મારા દેહથી ઉત્પન્ન થયો છે, તો મારું જ મસ્તક ગ્રહણ કરો.’’ આ પ્રમાણે કહી રાજાએ વેગથી પોતાના મસ્તક ઉપર ખડ્ગનો પ્રહાર કર્યો. એટલે તેઓએ ખડ્ગની ઘારા સ્તંભિત કરી દીઘી. રાજા નવું નવું ખડ્ગ લઈ કંઠ ઉપર પ્રહાર કરવા લાગ્યો. તેવામાં તે બન્ને અંતર્ધ્યાન થઈ ગઈ. રાજા વિસ્મય પામી વિચાર કરવા લાગ્યો કે—“અહો! આ શું થયું?’’ તેવામાં તે બન્નેએ પ્રગટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને પૂર્વનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને કહ્યું કે‘તમારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ પામ્યું છે.’ ઇત્યાદિ પ્રશંસા કરી સ્વર્ગમાં જઈને ઇંદ્રની સભામાં પણ તેમણે સૂર્યયશાની પ્રશંસા કરી. અન્યદા સૂર્યયશા અરિસાભુવનમાં પોતાના પિતાની જેમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. એમની વિશેષ હકીકત જાણવી હોય તો શત્રુંજય માહાત્મ્યમાંથી જાણી લેવી. અમે તો જેવું સાંભળ્યું તેવું અહીં લખેલું છે. “પાક્ષિક વગેરે તિથિમાં કરેલો પૌષધધર્મ સૂર્યયશા રાજાની જેમ આ લોક અને પરલોકમાં સુખ આપે છે અને તેથી પ્રાણી નિષ્કલંક કાંતિનો સંચય કરે છે.’’ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ3 વ્યાખ્યાન ૧૫૩] પ્રતિક્રમણના પર્યાયો વ્યાખ્યાન ૧૫૩ પ્રતિક્રમણના પર્યાયો પૌષઘમાં પ્રતિક્રમણ કરવું જોઈએ તે વિષે કહે છે पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिभिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्यं तत्पौषधे मुदा ॥१॥ ભાવાર્થ-“સૂરિમહારાજાઓએ વિચારીને કરેલા એવા જે પ્રતિક્રમણ’ શબ્દના આઠ પર્યાય છે તે પ્રતિક્રમણ શ્રાવકે પૌષઘવ્રતમાં હર્ષથી કરવું.” વિશેષાર્થ–“તિ એટલે પાછું, મUT એટલે ચાલવું. અર્થાત્ પાપથી પાછા ઓસરવું તેનું નામ “પ્રતિક્રમણ' કહેવાય છે. કહ્યું છે કે स्वस्थानाद्यत्परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ ભાવાર્થ-“પ્રમાદને વશ થયા થકા જે પોતાના સ્થાનથી પરસ્થાન પ્રત્યે જવાયું હોય, ત્યાંથી પાછા ફરી વાર ત્યાં જ (પોતાના સ્થાનમાં જ) ક્રમણ-ગમન કરવું તે “પ્રતિક્રમણ” કહેવાય છે.” અથવા પ્રતિકૂળ એવું ક્રમણ એટલે રાગાદિકથી વિરુદ્ધ ગમન કરવું તે “પ્રતિક્રમણ' કહેવાય છે. તે વિષે કહ્યું છે કે क्षायोपशमिकाद्भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थं, प्रतिकूलगमात् स्मृतः॥ ભાવાર્થ-“ક્ષાયોપશમિક ભાવથી ઔદયિક ભાવમાં ગયેલાનું જે પાછું પ્રતિકૂલ ગમન થવું, અર્થાત્ ક્ષયોપશમ ભાવમાં આવવું તેથી પણ એ અર્થ સિદ્ધ થાય છે.” અહીં કોઈ શંકા કરે કે “પ્રતિક્રમણ તો અતીત–પૂર્વકાળના પાપને પડિકમવારૂપ છે. કહ્યું છે કે–“અતીત કાળ સંબંઘી હું પ્રતિક્રમું , વર્તમાન કાળે સંવરું છું અને અનાગત કાળે પાપ ન કરવાનું પચખાણ કરું છું, એટલે નવું પાપ ન કરવાનું પ્રત્યાખ્યાન કરું છું.” તો અહીં ત્રણે કાળનું પ્રતિક્રમણ કેમ કહ્યું?” તેના સમાઘાનમાં કહે છે-“અહીં પ્રતિક્રમણ શબ્દ સામાન્યથી માત્ર અશુભ યોગની નિવૃત્તિ એ અર્થમાં છે; તેથી અતીત કાળ સંબંધી પાપની નિંદા દ્વારા અશુભ યોગની નિવૃત્તિ, વર્તમાન કાળે સંવર દ્વારા અશુભ યોગની નિવૃત્તિ અને અનાગત કાળ સંબંધી પ્રત્યાખાન દ્વારા અશુભ યોગની નિવૃત્તિ સમજવી.” પ્રતિક્રમણ દૈવસિક વગેરે પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. તેમાં ઉત્સર્ગે દૈવસિક પ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહેલો છે. જ્યારે સૂર્ય અડઘો આથમતો હોય તે વખતે ગીતાર્થ પ્રતિક્રમણ સૂત્ર (શ્રમણ સૂત્ર૧) કહે. આ વચન પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજવો. પ્રતિક્રમણ સંપૂર્ણ થાય તે વખતે બે ત્રણ તારા આકાશમાં ઊગેલા દેખાય, એમ પણ કહેલું છે. રાત્રિપ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહેલો છે–“આવશ્યક કરવાને સમયે આચાર્યો નિદ્રાનો મોક્ષ કરે છે અર્થાત્ નિદ્રા તજી દે છે. પછી પ્રતિક્રમણની ક્રિયા એવે વખતે શરૂ કરે છે કે પ્રભાતે ૧ શ્રાવકે અહીં વંદિત્તા સૂત્ર સમજવું. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૧ પ્રતિલેખન કર્યા પછી તરત જ સૂર્ય ઊગે.” ઉત્સર્ગથી બતાવેલા ઉક્તકાળે પ્રતિક્રમણ ક્રિયા કરવાથી યોગ્ય સમયે કૃષિ કરનારા ખેડૂતની જેમ મોટું ફળ પ્રાપ્ત થાય છે. અપવાદથી તો યોગશાસ્ત્રની વૃત્તિમાં લખે છે કે “દેવની પ્રતિક્રમણ મધ્યાહ્ન પછી અર્ધ રાત્રિ સુધી થઈ શકે છે અને રાઈ પ્રતિક્રમણ અર્ધ રાત્રિથી માંડી મધ્યાહ્ન સુધી થઈ શકે છે.” આ પ્રતિક્રમણ શબ્દના ભદ્રબાહુ વગેરે સૂરિઓએ આઠ પર્યાય કહેલા છે. તેનાં નામ આગળ કહેવામાં આવશે. તે આઠ પર્યાય નિશ્ચયપૂર્વક ઘારી રાખીને તેવું પ્રતિક્રમણ પૌષઘવ્રતમાં શ્રાવકે હર્ષથી કરવું. તે વિષે ચૂલની પિતા શ્રાવકની કથા સાતમા અંગ શ્રી ઉપાસક દશાંગ સૂત્રથી જાણી લેવી. તે વિષે કહ્યું છે કે “જે પ્રતિક્રમણયુક્ત પોસહ કરે છે તે ગૃહસ્થને ધન્ય છે અને ચૂલનીપિતાની જેમ જે પાળે છે તેને વિશેષ ઘન્ય છે.” હવે પ્રતિક્રમણનાં આઠ પર્યાયનામ કહે છે. ૧ પ્રતિક્રમણ, ૨ પ્રતિચરણા, ૩ પરિહરણા, ૪ વારણા, ૫ નિવૃત્તિ, ૬ નિંદા, ૭ ગર્તા અને ૮ શોધિ. (૧) પ્રતિક્રમણ એ પહેલું પર્યાયનામ આ પ્રમાણે સિદ્ધ થાય છે. પ્રતિક્રમણ એ શબ્દમાં પ્રતિ એ ઉપસર્ગ પ્રતીપ (ઊલટું) વગેરે અર્થમાં પ્રવર્તે છે. ક્રમણ એ શબ્દમાં ક્રમ્ એ ઘાતુ પાદવિક્ષેપ એટલે ડગલાં ભરવાં એ અર્થમાં છે; તેને અનટુ પ્રત્યય આવવાથી પ્રતિક્રમણ એ શબ્દ સિદ્ધ થાય , છે. તેનો અર્થ એવો થાય છે કે પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે પગલું ભરવું તે પ્રતિક્રમણ. તેનો આશય એવો છે કે શુભ યોગમાંથી અશુભ યોગમાં ગયેલાએ પાછું શુભ યોગમાં આવવું તે પ્રતિક્રમણ. તેનો ભાવાર્થ નીચેના દ્રષ્ટાંત ઉપરથી જાણી શકાય તેમ છે. તે દ્રષ્ટાંત આ પ્રમાણે કોઈ રાજાએ પોતાના શહેરની બહાર મહેલ બાંઘવાની ઇચ્છાથી કોઈ એક ક્ષેત્રની ભૂમિને અસ્થિપ્રમુખ શલ્ય કાઢી, શુદ્ધ કરાવી તે ઉપર મહેલ માટે દોરી છંટાવી. પછી ત્યાં રક્ષકોને રાખીને તેમને રાજાએ એવી આજ્ઞા કરી કે “જો કોઈ પણ માણસ આ ભૂમિમાં પ્રવેશ કરે તો તેને તમારે મારી નાખવો, પણ જો તે તરત તે જ પગલે પાછો ફરે તો તેને છોડી મૂકવો.” આવી આજ્ઞા કરી રાજા શહેરમાં આવ્યો. અન્યદા કોઈ બે ગામડીઆ માણસ તે ભૂમિમાં પેસી ગયા. તરત જ પેલા રક્ષકોએ તેમને જોઈને પૂછ્યું-“અરે! તમે અહીં કેમ પેઠા? એટલે તેમાંથી એક માણસ જે વૃષ્ટ હતો તે બોલ્યો–એમાં શો દોષ છે” તેમ બોલતાં જ તેને રાજસેવકે મારી નાખ્યો. તે જોઈ બીજો માણસ ભય પામ્યો; એટલે તે તત્કાળ રક્ષકની આજ્ઞા પ્રમાણે તે જ પગલે પાછો વળ્યો, તેથી તે સુખી થયો. આ પ્રમાણેના દ્રષ્ટાંતથી દ્રવ્ય પ્રતિક્રમણ સમજવું. હવે ભાવ પ્રતિક્રમણ ઉપર તે દ્રષ્ટાંતનો ઉપનય ઘટાવે છે–જે રાજા તે શ્રી તીર્થકર સમજવા. મહેલ કરવાનું સ્થળ તે સંયમ સમજવું. જે બે ગામડીઆ માણસ તે કુસાધુ સમજવા કે જેઓ રાગદ્વેષને આધીન થયેલા હતા. તે બન્નેમાં જે પ્રમાદના દોષથી અસંયમને પ્રાપ્ત થયા છતાં પાછો વળ્યો તે શુભ ફળને પામ્યો અને યાવત્ તે નિર્વાણ સુખને ભાગી થયો અને જે પાછો ન વળ્યો તે દુઃખનો ભાગી થયો. આ પ્રમાણે ઉપનયરૂપ દ્રષ્ટાંતથી પ્રતિક્રમણ શબ્દનો અર્થ જાણી લેવો. (૨) બીજું પર્યાયનામ “પ્રતિચરણા' છે તેનો શબ્દાર્થ એવો છે કે પ્રતિ એટલે વારંવાર તે તે ભાવમાં ચરણં–ગમન–સેવન એટલે ગમન કરવું વા સેવન કરવું તે પ્રતિચરણા કહેવાય છે. તે Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૪] પ્રતિક્રમણના પર્યાય પપ પ્રતિચરણા અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા બે ભેદવાળી છે. તેમાં મિથ્યાત્વાદિકનું સેવન તે અપ્રશસ્ત પ્રતિચરણા અને ત્રણ રત્ન-જ્ઞાન, દર્શન ને ચારિત્ર–નું સેવન તે પ્રશસ્ત પ્રતિચરણા. તે વિષે એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કોઈ વણિક પોતાની સ્ત્રીને “તું આ રત્નાદિકથી ભરેલા મહેલની સંભાળ રાખજે” એમ કહી દેશાંતર ગયો. તે સ્ત્રી પોતાના શરીરની વિભૂષા વગેરેમાં જ તલ્લીન રહી, તેથી તેણે મહેલની બિલકુલ સંભાળ રાખી નહીં. દેવયોગે મહેલની એક દિવાલમાં પીપળાનો અંકુર ફૂટ્યો અને તે એટલો બધો વૃદ્ધિ પામ્યો કે જેથી તે દિવાલ તૂટી જવાથી આખો મહેલ વિશીર્ણ થઈ ગયો; તો પણ તે સ્ત્રીએ તેની સારવાર કરી નહીં. કેટલેક દહાડે પેલો વણિક ઘેર આવ્યો; એટલે મહેલની તેવી સ્થિતિ જોઈને તેણે પેલી સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી. પછી મહેલ પડાવીને નવો કરાવ્યો અને બીજી સ્ત્રી પરણ્યો. કેટલેક દિવસે પાછો અગાઉ પ્રમાણે તે નવી સ્ત્રીને તે મહેલની ભલામણ કરીને વિદેશ ગયો. તે સ્ત્રી ત્રિકાલ મહેલની સંભાળ રાખવા લાગી. પેલો વણિક વિદેશથી આવી મહેલને સારો રાખેલો જોઈ ખુશી થયો અને તે સ્ત્રીને પોતાના સર્વસ્વની માલિક કરી. આ દ્રવ્ય પ્રતિચરણા જાણવી. ભાવથી તેનો ઉપનય એવો છે કે–વણિકને સ્થાને ગુરુમહારાજ સમજવા. જે મહેલ તે સંયમ સમજવું કે જે નિત્ય સંભાળ લેવા યોગ્ય છે. વણિકરૂપ ગુરુની આજ્ઞા પ્રમાણે જે સાધુ સાતાદિ ગારવમાં લીન થયો થકી કુંડરીકની જેમ તે સંયમરૂપ મહેલની બરાબર સંભાળ રાખતો નથી તે વણિકની પ્રથમ સ્ત્રીની જેમ દુઃખી થાય છે અને જે સાઘુ તે સંયમરૂપ પ્રાસાદને બરાબર જાળવી રાખે છે તે બીજી સ્ત્રીની જેમ નિર્વાણ સુખનો ભોગી થાય છે. વ્યાખ્યાન ૧૫૪ પ્રતિક્રમણના પર્યાય (૩) પરિહરણ એટલે સર્વ પ્રકારે વર્જવું તે. વર્જન અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારે છે. જ્ઞાનાદિકનું ત્યજવું તે અપ્રશસ્ત અને ક્રોધાદિકનું ત્યજવું તે પ્રશસ્ત. આ પ્રતિક્રમણનું ત્રીજું પર્યાયનામ છે. તે વિષે દૂઘની કાવડનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કોઈ એક કુલપુત્ર હતો. તેને બે બહેનો હતી. તે બન્ને બહેનોને એક એક યુવાન પુત્ર હતો. તે બન્ને મામાની પુત્રીને પરણવા માટે એક સાથે આવ્યા. મામાએ તેમને કહ્યું, “તમારા બન્નેમાં જે દક્ષ હશે તેને હું મારી પુત્રી આપીશ.” પછી તેણે તેઓને ગોકુલ (નેહડા) માંથી દૂઘ લાવવા માટે બે કાવડ આપીને મોકલ્યા. તેઓ ત્યાંથી દૂધ વડે બે બે ઘડા ભરીને પાછા વળ્યા. પાછા આવવાના બે માર્ગ હતા, તેમાં એક સરલ માર્ગ હતો તે ઘણો લાંબો હતો અને બીજો વિષમ હતો તે ટૂંકો હતો. બન્નેમાંથી એક જણ લાંબા અને પર્વતાદિક વિનાના સરલ માર્ગે ચાલ્યો તે દૂઘના કુંભ ભાંગ્યા વગર ક્ષેમકુશલ આવ્યો અને બીજો લાભ લેવાને ઉત્સુક થઈ નજીકના વિકટ માર્ગે ચાલ્યો, તે દૂઘના ઘડા ભાંગીને આવ્યો. મામાએ કુશળક્ષેમ આવેલા ભાણેજને પોતાની પુત્રી આપી. આ દ્રવ્યપરિહરણા સમજવી. ભાવથી તેનો ઉપનય આ પ્રમાણે છે-કુલપુત્રને સ્થાને જિનેશ્વર ભગવંત સમજવા. દૂઘ તે ચારિત્ર, કન્યા તે મુક્તિ અને ગોકુલને સ્થાને માનુષ જન્મ સમજવો. Page #65 -------------------------------------------------------------------------- ________________ પક શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૧ સમ ને વિષમ બે માર્ગ તે સ્થવિરકલ્પ ને જિનકલ્પ સમજવા. તેમાં વિષમ માર્ગે ચાલનાર એટલે જિનકલ્પી થવા ઇચ્છનાર સાધુ સહસ્ત્રમલ્લ દિગંબરની જેમ ચારિત્રરૂપ દૂઘને રાખી શક્તા નથી અને તેથી તે પોતાનું વાંછિત મેળવી શકતા નથી; તેમને મુક્તિ દુષ્માપ્ય છે. જે સ્થવિરકલ્પી છે તે હળવે હળવે સુગમ માર્ગે ચાલી ચારિત્રરૂપ દૂઘનું રક્ષણ કરી પ્રાંતે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. વ્યાખ્યાન ૧૫૫ પ્રતિક્રમણના પર્યાય (૪) પ્રતિક્રમણનું ચોથું પર્યાયી નામ ધારણા છે. જેમાં નિવારવામાં આવે તે વારણા કહેવાય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક રાજાએ શત્રુરાજાનું સૈન્ય પોતા પર ચડી આવતું જાણીને તળાવ વગેરે જળાશયો તથા પુષ્પ, ફળ વગેરે સર્વ વસ્તુઓમાં ઝેર ભેળવી દીધું. આ ખબર શત્રુ રાજાને પડી, એટલે તેણે ઘોષણા કરાવીને બથા સૈન્યને તે રાજ્યની સર્વ વસ્તુનો ઉપભોગ કરતાં નિવાર્યું, તથાપિ જેમણે પોતાના રાજાનું વાક્ય માન્યું નહીં તેઓ વિષપ્રયોગથી મૃત્યુ પામ્યા અને જેઓએ તેનું વાક્ય માન્યું તેઓ સુખી થયા. ઉપરના દ્રષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે કે વિષસમાન વિષયો જાણવા. નિવારનાર રાજાને ગુરુ સમાન જાણવો. તેના સૈનિકો તે ભવ્ય પ્રાણીઓ સમજવા. જેઓ ગુરુવાક્યથી વિષયથી વિમુખ રહ્યા તેઓ તરી ગયા અને જેઓએ ગુરુવાક્યનો અનાદર કર્યો તેઓ દુઃખી થયા. (૫) પ્રતિક્રમણનું પાંચમું પર્યાયનામ નિવૃત્તિ છે. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. સમિતિ અને ગુતિ વગેરેથી નિવૃત્તિ તે અપ્રશસ્ત અને પ્રમાદ વગેરેથી નિવૃત્તિ તે પ્રશસ્ત જાણવી. તે ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક નગરમાં ત્યાંના રાજાની પુત્રી અને કોઈ ચિત્રકારની પુત્રી બન્ને સખીઓ હતી. તે બન્નેએ એવો સંકેત કર્યો કે આપણે એક જ પતિને વરવું. એકદા કોઈ પુરુષ મઘુર ગાયન કરતો હતો, તે સાંભળી તે બન્ને સખીઓ તેના ઉપર મોહ પામી તેની સાથે ચાલી. માર્ગે જતાં રાજપુત્રીએ એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ એવો હતો કે “હે આમ્રવૃક્ષ! આ કરેણના વૃક્ષ તો આજે ભલે પ્રફુલ્લિત થાય, પણ તારે આ અધિક માસમાં પ્રફુલ્લિત થવું ઘટે નહીં, કારણ કે જે નીચ હોય તે જ આડંબર કરે છે, ઉત્તમ હોય તે અકાળે આડંબર કરતાં નથી. તે સાંભળી રાજપુત્રીએ વિચાર્યું કે-“આ ગાથામાં વસંતે આમ્રવૃક્ષને ઉપાલંભ આપેલો છે કે કરેણના વૃક્ષો અધમ છે તે તો પ્રફુલ્લિત થાય, પણ હે આમ્ર! તારે આ અધિક માસમાં પ્રફુલ્લિત થવું ન ઘટે; કારણ કે તું ઉત્તમ વૃક્ષ છે. તેં શું અધિક માસની ઘોષણા સાંભળી નથી? આ ઉપરથી મારે વિચારવા યોગ્ય છે કે આ ચિતારાની પુત્રી તો આવી રીતે જેવાતેવા પુરુષની સંગાથે ચાલી જાય, પણ તને રાજપુત્રીને તેમ કરવું ઘટે છે? નથી ઘટતું.” આમ વિચારીને “હું મારાં આભૂષણનો ડાબલો ભૂલી ગઈ છું તે લઈ આવું' એમ કહી પાછી વળી અને પોતાના પિતાના પ્રસાદથી કોઈ રાજપુત્રને પરણીને સુખી થઈ અને ચિત્રકારની પુત્રી પેલા ઘૂર્ત ગાયકને વરીને પરિણામે દુઃખી થઈ. આનો ઉપનય એવો છે કે તે કન્યાઓને સ્થાને મુનિઓ જાણવા. જે ધૂર્ત ગાયક તે વિષયો Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૫] પ્રતિક્રમણના પર્યાય પ૭ સમજવા. ગાથા સંભળાવનાર તે ઉપાધ્યાય સમજવા. તે સાંભળીને ઉપદેશનું તત્ત્વ સમજી અસંયમથી નિવૃત્ત થનારા મુનિ રાજપુત્રીની જેમ સુગતિનું ભાજન થાય છે અને બીજા તેથી વિપરીત વર્તનારા દુર્ગતિનું ભાજન થાય છે. (૬) પ્રતિક્રમણનું છઠું પર્યાયનામ નિંદા છે; એટલે આત્માની સાક્ષીએ આત્માની નિંદા કરવી છે. તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર છે. અસંયમાદિકની નિંદા તે પ્રશસ્ત છે અને સંયમાદિકની નિંદા તે અપ્રશસ્ત છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે કોઈ રાજાએ પોતાનું સભાસ્થાન ચિત્ર વગરનું હોવાથી તેને ચિત્રિત કરવા માટે કેટલાક ચિત્રકારોને બોલાવીને તેની દિવાલો સરખે ભાગે વહેંચી આપી. તે ચિત્રકારોમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેની પુત્રી તેને માટે હમેશાં ત્યાં ભાત લાવતી હતી. એક વખતે તે માર્ગે આવતી હતી ત્યાં રાજા તોફાની ઘોડા ઉપર બેસીને રાજમાર્ગે ચાલ્યો જતો હતો, તેથી ભય પામીને તે મહા મુશ્કેલીએ બચીને પોતાના પિતાની પાસે આવી. તેને આવેલી દીઠી એટલે તેના પિતા દેહચિંતા માટે ગયો, તેવામાં રાજા ત્યાં જ ચિત્રો જોવા આવ્યો. તે ચિત્રમાં મયૂરનું પીણું ચીતરેલ તેને ભ્રાંતિથી સત્ય જાણી લેવા ગયો, એટલે તેના હાથનો નખ ભાંગ્યો. તે જોઈ તે ચિત્રકારની પુત્રી બોલી–“મૂર્ણરૂપ માંચાનો ચોથો પાયો હવે મળ્યો.” તે સાંભળી રાજાએ તેને પૂછ્યું–તે શી રીતે?” ચિત્રકારની પુત્રી બોલી–પ્રથમ પાયો ચૌટામાં તોફાની ઘોડો દોડાવનાર, બીજો પાયો મારો પિતા કે જે ભોજન જોઈને દેહચિંતાએ ગયો, ત્રીજો પાયો આ ચીતરેલા મયૂરપીંછને ભ્રમથી પકડનાર તમે અને ચોથો પાયો આ ગામનો રાજા કે જેણે યુવાન, વૃદ્ધ અને બાળક સર્વ ચિત્રકારોને દિવાલના સરખા ભાગ વહેંચી આપ્યા છે. તે સાંભળી રાજા તેની બુદ્ધિ જોઈ હર્ષ પામ્યો અને તે ચિત્રકારની પુત્રીને પરણ્યો. એકદા રાજા તેના વાસગૃહમાં રાત્રે સૂતો હતો. તે વખતે રાજાની આજ્ઞાથી દાસીએ રાણીને કોઈ વાર્તા કહેવા જણાવ્યું. રાજા કાંઈક નિદ્રિત થયા, એટલે રાણીએ વાર્તા શરૂ કરી કોઈ ગૃહસ્થને એક પુત્રી હતી. તેને વરવા માટે તેના માતા, પિતા અને ભાઈએ વચન આપેલા જુદા જુદા ત્રણ વરો એક સાથે આવ્યા. દૈવયોગે તે પુત્રી રાત્રે સર્પના દંશથી મૃત્યુ પામી. ત્યારે પેલા ત્રણ વરમાંથી એક વર તો તેની સાથે બળી મૂઓ, બીજો વર તેની પાછળ સદા ઉપવાસ કરી સ્મશાનમાં જ બેઠો અને ત્રીજાએ કોઈ દેવતાનું આરાધન કરી સંજીવની વિદ્યા મેળવીને તેને પાછી સજીવન કરી. આટલી કથા કહીને રાણીએ પૂછ્યું- હે દાસી! કહે, તે કન્યા કોને આપવી યોગ્ય?” દાસી બોલી–તે તમે જ કહો.' રાણીએ કહ્યું “આજે તો મને નિદ્રા આવે છે, તેથી હું સૂઈ જઈશ, આવતી કાલે કહીશ.” રાજા જાગતો હતો તે તેની વાર્તાના ઉત્તરમાં આસક્ત થઈ ગયો, તેથી બીજે દિવસે પણ તે જ રાણીને વારો આપ્યો. યોગ્ય અવસરે દાસીએ ગઈ કાલની વાર્તાનો ઉત્તર પૂછો; એટલે રાણી બોલી–“જે સાથે બળી મૂઓ ને પાછો સાથે જીવતો થયો તે તો તેનો ભાઈ થાય, જેણે તેને જિવાડી તે તેનો પિતા થાય અને જે ઉપવાસ કરીને ત્યાં જ રહ્યો તે તેનો પતિ થાય.” દાસીએ બીજી વાર્તા કહેવા કહ્યું, એટલે રાણી બોલી–“એક હાથના પ્રમાણવાળા પ્રાસાદમાં ચાર હાથના દેવ રહેલા છે.' દાસી બોલી – તે કેવી રીતે સંભવે? રાણીએ કહ્યું–તે કાલે કહીશ.” તે Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ જાણવાના કૌતુકથી રાજાએ તેને ત્રીજે દિવસે પણ વારો આપ્યો. રાત્રે રાણીએ ઉત્તર આપ્યો કે “એક હાથના દેવાલયમાં ચાર હાથના દેવ રહે તે ચતુર્ભુજ દેવ સમજવા. ચાર હાથ ઊંચા સમજવા નહીં.” આ પ્રમાણે નવી નવી વાર્તાઓ કહીને તે ચતુર રાણીએ રાજાને છ માસ સુધી પોતાના વાસગૃહમાં બોલાવ્યા. આથી તેની સપત્નીઓ ઈર્ષા વડે તેનાં છિદ્રો જોવા લાગી. નવી રાણી હમેશાં સંધ્યાકાળે પોતાના ઓરડામાં પેસી પોતાની પૂર્વાવસ્થાના પોતાના પિતા તરફથી મળેલાં લૂગડાં પોતે પહેરતી અને રાજ્યના વસ્ત્રાભૂષણ આગળ મૂકી પોતાના આત્માની નિંદા કરતી કે “હે જીવ! આ તારી મૂળ સંપત્તિ છે, તું એક કારીગરની પુત્રી છે, તને રાજાએ સ્વીકારી તેથી તું ગર્વ કરીશ નહીં.” આ પ્રમાણે કરતી તેની સપત્નીઓના જોવામાં આવતાં તેઓએ રાજાને કહ્યું–‘તમારી નવી રાણી હમેશાં કાંઈક કામણ કરે છે.” રાજાએ એકાંતે રહી તે સર્વ જોયું અને સાંભળ્યું તેથી તે ઘણો ખુશી થયો અને તેને પોતાની પટ્ટરાણી કરી. આ વાર્તાનો ભાવાર્થ એવો છે કે મુનિએ આત્મનિંદા કરવી. સાગરચંદ્રાચાર્ય વગેરેની જેમ ગર્વ કરવો નહીં. એવો ગર્વ કરનારા સાગરચંદ્ર મુનિને કાલિકાચાર્યે ઘણે કષ્ટ પ્રતિબોધ્યા હતા. વ્યાખ્યાન ૧૫૬ પ્રતિક્રમણના પર્યાય (૭) પ્રતિક્રમણનું સાતમું પર્યાયનામ ગર્તા છે, તે પણ પૂર્વની જેમ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદવાળું છે. તેમાં દ્રવ્યગર્લા વિષે એક દૃષ્ટાંત છે. તે નીચે પ્રમાણે કોઈ વૃદ્ધ ઉપાધ્યાયને તરુણ સ્ત્રી હતી. તે નર્મદા નદીની સામેના તટ ઉપર રહેનારા કોઈ ગોવાળીઆની સાથે આસક્ત થઈ હતી, તેથી હમેશાં રાત્રે ઘડા વડે નર્મદા ઊતરીને તે ગોપની પાસે જતી હતી. તે કુલટા એવી માયાવી હતી કે દિવસે હું કાગડાના શબ્દથી ભય પામું છું' એમ પોતાના વૃદ્ધ પતિને કહેતી હતી; તેથી વૃદ્ધ ઉપાધ્યાય જ્યારે તે સ્ત્રી દિવસે કાગડાને બલિ આપતી ત્યારે તેની રક્ષા માટે પોતાના વિદ્યાર્થીઓને મોકલતા હતા. કોઈ વાર પાઠકજી તેને કહેતા કે અમુક પુરુષને બોલાવ, ત્યારે તે કહેતી કે હું અન્ય પુરુષ સાથે બોલી જાણતી નથી; એટલે પાઠકજી પોતે તે પુરુષને બોલાવતા. તે સ્ત્રીની આવી ચેષ્ટા જોઈ કોઈ એક ચતુર વિદ્યાર્થીએ વિચાર્યું કે સરલતાનું લક્ષણ આટલું બધું હોય નહીં, માટે આ સ્ત્રી જરૂર વધારે પડતો ડોળ કરે છે. કહ્યું છે કે अत्याचारमनाचारमत्यार्जवमनार्जवम् । अतिशौचमशौचं च, षड्विधं कूटलक्षणम् ॥१॥ જ્યાં અતિઆચાર બતાવવામાં આવતો હોય ત્યાં અનાચાર હોય છે, જ્યાં અતિસરલતા બતાવવામાં આવતી હોય ત્યાં સરલતા હોતી નથી અને જ્યાં અતિપવિત્રતા બતાવવામાં આવે છે ત્યાં પવિત્રતા હોતી નથી; એટલે અતિઆચાર, અનાચાર, અતિસરલતા, અસરલતા, અતિપવિત્રતા અને અપવિત્રતા એ છયે કૂટ (માઠાં અથવા ખોટાં) લક્ષણ છે.” આ પ્રમાણે વિચારી તે વિદ્યાર્થી તેની ચર્ચા જોવા લાગ્યો. એક વખતે તે સ્ત્રી રાત્રે નર્મદા ઊતરતી હતી, તેવામાં નઠારે આરે ઊતરતા ચોર લોકોને મગરે પકડ્યા. તે જોઈ તે સ્ત્રીએ કહ્યું-“અરે પુરુષો! તમે એવે નઠારે આરે શા માટે Page #68 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૭] પ્રતિક્રમણના પર્યાય પ૯ ઊતર્યા? હજુ પણ તે મગરની આંખો ઢાંકી દો એટલે તે તમને છોડી દેશે.” તેનાં આવાં વચન સાંભળી પેલા છાત્રે વિચાર્યું કે–“અહો! આ સ્ત્રીની હિંમત તો જુઓ! આ બઘી ચેષ્ટા પ્રત્યક્ષ જોઈને તે વિદ્યાર્થી ઘેર આવ્યો. બીજે દિવસે જ્યારે તે કાગડાને બલિ આપતાં ભય પામવાનો ડોળ કરવા લાગી ત્યારે તે વિદ્યાર્થી બોલ્યો दिवा बिभेति काकेभ्यो, रात्रौ तरति नर्मदाम् । कुतीर्थान्यपि जानासि, जलजंत्वक्षिरोधनम् ॥१॥ “દિવસે કાગડાથી બીએ છે ને રાત્રે નર્મદા તરે છે, સારા અને નઠારા આરા જાણે છે અને જળજંતુની આંખો મીંચવાનો ઉપાય પણ જાણે છે.” આ પ્રમાણે સાંભળી તે સ્ત્રી બોલી–“શું કરીએ? અહીં તારા જેવા યુવાન પુરુષ મારી ઇચ્છા કરતા નથી, તેથી ત્યાં જવું પડે છે. વિદ્યાર્થી બોલ્યો- હું શું કરું? તારા પતિનો મને ભય લાગે છે.” પછી તે સ્ત્રી પોતાના પાઠક પતિને મારી એક પેટીમાં નાંખી તેને મૂકી દેવા વનમાં ગઈ. ત્યાં વનમાં કોઈ વ્યંતરીએ તે પેટી તેના મસ્તક સાથે ખંભિત કરી દીધી. પછી તે વનમાં ભમવા લાગી અને ઉપરથી માંસ તેની ઉપર ગળવા લાગ્યું. આવી અસહ્ય પીડાથી પીડિત અને ક્ષઘાતુર થઈ સતી તે ઘેર ઘેર આત્મનિંદા કરતી કહેવા લાગી કે-“પતિને હણનારી આ નીચ સ્ત્રીને ભિક્ષા આપો.” એવી રીતે તેણે ઘણો કાળ નિર્ગમન કર્યો. એક વખતે કોઈ સાધ્વીને પગે લાગવા જતાં તેના મસ્તક ઉપરથી પેટી પડી ગઈ, એટલે તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. આ દ્રષ્ટાંત ઉપરથી ઉત્તમ પ્રાણીઓએ નિરંતર પોતાનાં દુષ્ટકૃત્યની ગર્તા કરવી જોઈએ. તેમ કરવાથી પાપનો બોજ હળવો બને છે અને આત્મા વિશુદ્ધ બને છે. વ્યાખ્યાન ૧૫૭ પ્રતિક્રમણના પર્યાય (૮) પ્રતિક્રમણનું આઠમું પર્યાયનામ શુદ્ધિ છે. શુદ્ધિનો અર્થ નિર્મળ કરવું એવો થાય છે. તેના પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ છે. જ્ઞાનાદિકની શુદ્ધિ તે પ્રશસ્ત અને અજ્ઞાન અથવા ક્રોઘાદિકની સ્પષ્ટતા તે અપ્રશસ્ત. તેમાં પણ ક્રોઘાદિ રૂપ મળને દૂર કરી આત્માને નિર્મળ કરવો એ પ્રશસ્ત શુદ્ધિ છે. શુદ્ધિ વિષે વસ્ત્રનું અને વૈદ્યનું એમ બે દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે - શ્રેણિકરાજાએ બે વસ્ત્ર કોઈ રજકને ઘોવા માટે આપ્યાં હતાં. તેવામાં કૌમુદી મહોત્સવ આવતાં તે રજકે પોતાની બે સ્ત્રીઓને તે પહેરાવ્યાં. શ્રેણિકરાજાએ મહોત્સવમાં તે વસ્ત્રો જોવાથી ઓળખ્યાં, એટલે એંઘાણી રાખવા માટે તે વસ્ત્ર ઉપર તાંબૂલ છાંટ્યું. રજકે તે તાંબૂલના ડાઘને ખારા વગેરેથી દૂર કરી પ્રાતઃકાળે તે વસ્ત્ર રાજા પાસે જઈને આપ્યાં. રાજાએ રજકને પૂછ્યું-“આ વસ્ત્રની શુદ્ધિ વિષે જે બન્યું હોય તે યથાર્થ કહે.” એટલે રજકે યથાર્થ કહી દીધું; તેથી રાજાએ તેનો સત્કાર કર્યો. આ દ્રવ્યશુદ્ધિ જાણવી. એ પ્રમાણે સાધુ અને શ્રાવકે જે અતિચાર લાગ્યા હોય તેની ઉપાસકદશાંગ સૂત્રમાં કહેલ સુરદેવ તથા ચુલ્લશતક શ્રાવકની જેમ તત્કાળ શુદ્ધિ કરવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૧ સુરદેવ શ્રાવકના સંબંધમાં એવી વાર્તા છે કે વારાણસી નગરીનો નિવાસી સુરદેવ શ્રાવક એક વખતે પૌષધશાલામાં પોસહ લઈને રહેલો હતો. ત્યાં કોઈ દેવતાએ આવીને કહ્યું કે-“જો તું જૈનઘર્મનો ત્યાગ કરીશ નહીં તો તારા શરીરમાં એક સાથે મહારોગો ઉત્પન્ન કરીશ.” દેવતાનાં આવાં ભયકારી વચનથી તે પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થઈ ગયો. પછી શ્રી વીરપ્રભુની પાસે જઈ, તેની આલોચના કરી અને પ્રતિક્રમણ કરી નિર્મળ થઈ સૌઘર્મ દેવલોકે ગયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આ ભાવશુદ્ધિ જાણવી. શુદ્ધિ વિષે બીજું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ રાજાએ પોતાની ઉપર શત્રનું સૈન્ય ચડી આવવાથી તેનો નાશ કરવા માટે કોઈ વૈદ્ય પાસેથી વિષ મંગાવ્યું. વૈદ્ય જવના દાણા જેટલું વિષ લઈને રાજા પાસે આવ્યો. રાજા તેટલું જ વિષ જોઈ તેના ઉપર કોપાયમાન થયો. વૈદ્ય બોલ્યો-“મહારાજા! કોપ કરો નહીં, આ સહસ્ત્રઘાતી વિષ છે.” પછી તેની પરીક્ષા કરવા એક મરેલા હાથીનું રૂંવાડું ઉપાડી તેમાં તે મૂક્યું, એટલે તે હાથીનું આખું શરીર વિષમય થઈ ગયું. વૈદ્ય જણાવ્યું કે જે આ હાથીનું ભક્ષણ કરશે અથવા સ્પર્શ કરશે તે સર્વ વિષમય થઈ જશે. રાજાએ પૂછ્યું-“આ વિષ ઉતારવાનું ઔષઘ પણ છે?” વૈદ્ય કહ્યું–હા છે.” પછી તેવા ઔષઘનો એક જવમાત્ર ભાગ મૂકવાથી તે હસ્તી નિર્વિષ થઈ ગયો. આ પ્રમાણે વૈદ્યની જેમ સાઘુએ પણ આલોચનારૂપ ઔષઘ વડે અતિચારરૂપ વિષને ઉતારી શુદ્ધિ કરવી. આ પ્રતિક્રમણના આઠ પર્યાય શ્રી હરિભદ્રસૂરિએ કરેલી શ્રી આવશ્યકસૂત્રની ટીકાને આઘારે (કર્તા કહે છે) મેં લખ્યા છે; તેથી તેને યથાર્થ રીતે જાણીને ક્રિયા કરવી. વ્યાખ્યાન ૧૫૮ ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક પૌષધ प्रतिक्रमणश्रुतस्कंधमिर्यापथिकं तथा । प्रतिक्रम्य क्रियाः सर्वा, विधेयाः पौषधादिकाः॥१॥ ભાવાર્થ-“પ્રતિક્રમણશ્રુતસ્કંઘ જે ઈર્યાપથિક તે પડિક્કમીને પૌષઘ વગેરે સર્વ ક્રિયાઓ કરવી.'' વિશેષાર્થ-ઈર્યાપથિકનું બીજું નામ પ્રતિક્રમણશ્રુતસ્કંઘ એવું છે. તે પડિક્કમીને સર્વ ક્રિયાઓ કરવી. તે વિષે શ્રી વિવાહચૂલિકામાં કહ્યું છે કે “વસ્ત્ર તથા આભૂષણ વગેરે મૂકી દઈ ઇર્યાવહી પડિક્કમવાપૂર્વક મુહપત્તી પડિલેહીને પછી ચાર પ્રકારનો પૌષધ કરે.” શ્રી આવશ્યકચૂર્ણમાં પણ કહ્યું છે કે “ત્યાં ઢટ્ટર નામે શ્રાવક દેહચિંતા કરીને ઉપાશ્રયે આવે છે. આવીને દૂરથી જ ત્રણ નિસીહિ કહી, ગૃહવ્યાપારનો ત્રિવિશે નિષેઘ કરી મોટે સ્વરે ઈર્યાપથિકી પડિક્કમ છે.” તથા શ્રી ભગવતી સૂત્રમાં પણ પુખલી શ્રાવકના અધિકારમાં કહેલું છે, તેથી પોસહ લેતાં પ્રથમ ઈર્યાપથિકી પડિક્કમવી જોઈએ. ઇરિયાવહીમાં પાંચસો ને ત્રેસઠ પ્રકારના જીવોને મિથ્યા દુષ્કૃત અપાય છે. તે જીવોની સંખ્યા આ પ્રમાણે છે–સાત પ્રકારના નારકીના પર્યાય અને અપર્યાપા એમ બે બે ભેદ ગણતાં ચૌદ પ્રકાર Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૮] ઇર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક પૌષધ થાય છે. પાંચ પ્રકારના સ્થાવર જીવના પર્યાયા, અપર્યાપ્તા, સૂક્ષ્મ અને બાદર એમ ચાર ભેદ વડે વિશ પ્રકાર થાય છે. પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાપ્ત ને અપર્યાપ્ત એમ બે ભેદ છે. વિલેંદ્રિય તે બેઇંદ્રિય, તેઇદ્રિય ને ચૌરેંદ્રિય જીવના પર્યાય અને અપર્યાપ્તા એમ બે બે ભેદ હોવાથી છ ભેદ થાય છે. જલચર, સ્થલચર, ખેચર, ઉરઃ૫રિસર્પ અને ભુજપરિસર્પ–એ પાંચ પ્રકારના તિર્યંચ પંચંદ્રિયના સંજ્ઞી ને અસંજ્ઞી તથા પર્યાપ્ત ને અપર્યાપ્તા એમ ચાર ચાર ભેદ હોવાથી વીશ ભેદ થાય છે. એકંદર સ્થાવરથી માંડીને અડતાળીશ ભેદ તિર્યંચના થાય છે. પંદર કર્મભૂમિના અને ત્રીશ અકર્મભૂમિના તથા છપ્પન અંતરદ્વીપના, એવી રીતે બધા મળીને એકસો ને એક ભેદ મનુષ્યના થાય છે. તેમાં ગર્ભજના પર્યાય અને અપર્યાપ્તા એવા બે ભેદ હોવાથી બસો ને બે ભેદ થાય છે. તેમાં ૧૦૧ ક્ષેત્રમાં સંમૂર્ણિમ અપર્યાયાના એકસો ને એક ભેદ મેળવવાથી મનુષ્યના ત્રણસો ને ત્રણ ભેદ થાય છે. ભુવનપતિના દશ, વ્યંતર ને વાણવ્યંતરના સોળ, ચર અને સ્થિર ભેદે જ્યોતિષીના દશ, વૈમાનિકના બાર, રૈવેયકના નવ, અનુત્તરના પાંચ, લોકાંતિકના નવ, કિલ્વેિષીકના ત્રણ, પાંચ ભરત અને પાંચ એરવતના મળી દશ, વૈતાઢ્ય પર રહેનારા તિર્યકર્જુભકના દશ અને પરમાઘાર્મિકના પંદર, એમ કુલ મળીને દેવતાના નવાણું ભેદ છે; તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદ ગણતાં એકસો ને અઠ્ઠાણું ભેદ થાય છે. એકંદરે ચારે ગતિના ગણતાં બઘા મળીને પાંચસો ને ત્રેસઠ ભેદ થાય છે. (૧૪+૪૮+૩૦૩+૧૯૮૫૬૩) પ૬૩ જીવભેદને અભિહયા વગેરે દશ પદ વડે ગુણતાં પ૬૩૦, તેને રાગદ્વેષે ગુણતાં ૧૧૨૬૦, તેને ત્રણ યોગ વડે ગુણતાં ૩૩૭૮૦, તેને ત્રણ કરણ વડે ગુણતાં ૧૦૧૩૪૦, તેને ત્રણ કાળ આશ્રયી ગુણતાં ૩૦૪૦૨૦ ભેદ થાય છે. તેમને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્માની સાક્ષીએ ગુણતાં અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો ને વિશ થાય છે. તે વિષે કહ્યું છે કે “અઢાર લાખ, ચોવીશ હજાર, એકસો ને વીસ એટલું ઇર્ષાવહીના મિચ્છા મિ દુક્કડનું પ્રમાણ સૂત્રમાં કહ્યું છે.” - ઈર્યાપથિકી પડિક્કમતાં ત્રણ વાર પગ મૂકવાની ભૂમિ પ્રમાર્જીને સમ્યક પ્રકારના મન વડે અતિમુક્ત મુનિની જેમ ઇર્યાવહી પડિક્કમવી. તે અતિમુક્ત મુનિની કથા આ પ્રમાણે અતિમુક્ત મુનિની કથા પોલાસપુર નામના નગરમાં વિજય રાજા અને શ્રીદેવી રાણીને અતિમુક્ત નામે પુત્ર હતો. તે છ વર્ષનો થયો તેવામાં એક વખતે શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે ગોચરીએ જતા હતા. તેમને જોઈને તે પુત્રે પૂછ્યું- તમે કોણ છો? અને કેમ ફરો છો?' ગૌતમ ગણઘરે કહ્યું-“વત્સ! અમે સાધુ છીએ અને ભિક્ષા માટે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું- 'ભગવન્! ચાલો પઘારો, હું તમને ભિક્ષા અપાવું. આ પ્રમાણે કહી ભગવંતને આંગળીએ પકડી રાજકુમાર પોતાને ઘેર તેડી લાવ્યો. મુનિને આવેલા જોઈ શ્રીદેવી રાણી બહુ ખુશી થયા અને તેમને પ્રતિલાભિત કર્યા. બાળ છતાં બુદ્ધિથી અબાળ એવા તે કુમારે ફરીથી ગૌતમસ્વામીને પૂછ્યું-“ભગવન્! આપ ક્યાં રહો છો?” ગણઘર બોલ્યા- ભદ્ર! અમે શ્રી વીરપરમાત્મા જે અમારા ગુરુ છે તેમની પાસે રહીએ છીએ.” કુમાર ( ૧ સંમૂર્ણિમ મનુષ્ય પંચેંદ્રિય અપર્યાપણામાં જ મરણ પામે છે, તેથી તેનો એક જ ભેદ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ બોલ્યો-“શું તમારે પણ બીજા ગુરુ છે? ચાલો, તમારી સાથે હું તેમની પાસે આવું.” ગણઘર બોલ્યા–“યથાસુખ દેવાનુપ્રિય (હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો). પછી તે અતિમુક્ત કુમાર ભગવંતની પાસે આવ્યો. ભગવંતને નમસ્કાર કરી, ઘર્મ સાંભળી પાછો ઘેર આવી માતાપિતાને કહેવા લાગ્યો-“હે માતાપિતા! હું આ સંસારથી નિર્વેદ (ખેદ) પામ્યો છું, માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપો.” માતાપિતા બોલ્યા-“વત્સ! તું બાળક છે, દીક્ષા કેવી હોય તે તું શું જાણે?” કુમાર બોલ્યો-“માતાપિતા! જે હું જાણું છું તે નથી જાણતો, જે નથી જાણતો તે જાણું છું.” માતાપિતાએ કહ્યું- તે કેવી રીતે?” કુમાર બોલ્યો-જે હું જાણું છું તે એ કે “જે જન્મ્યો તે અવશ્ય કરવાનો પણ હું નથી જાણતો કે તે ક્યાં અને કેવી રીતે મરશે?” તેમ જ હું નથી જાણતો કે “કેવા કર્મથી જીવ નરકાદિકમાં ઉત્પન્ન થાય છે?” પણ હું જાણું છું કે “જીવ પોતાનાં કરેલાં કર્મ વડે જ જુદી જુદી ગતિને પામે છે. આ પ્રમાણે અનેક યુક્તિથી કુમારે માતાપિતાને સમજાવ્યા. પછી માતાપિતાએ કરેલા મહોત્સવ વડે અતિમુક્તકુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને શિક્ષણ આપવા માટે સ્થવિરોને સોંપ્યો. એક વખતે અતિમુક્ત મુનિ સ્થવિર સાથે ચંડિલ ગયા હતા. માર્ગમાં પ્રથમ મેઘવૃષ્ટિ થવાથી બાળકો ખાડામાં ભરાયેલા જળ ઉપર ખાખરાનાં પાંદડાંનાં નાવડાં કરી તરાવતાં હતાં અને મારી નાવ તરે છે' એમ બોલતાં હતાં. તે જોઈ અતિમુક્ત મુનિએ પણ પોતાનું પાત્ર પાણીમાં મૂકી તરાવતા સતા કહ્યું કે “જુઓ, આ મારી નાવ પણ તરે છે.” તે જોઈ સ્થવિરે તેને તેમ કરતાં વાર્યા. પછી કેટલાક સાધુઓએ શ્રી વીરપ્રભુને કહ્યું કે “ભગવન્! આ છ વર્ષનો બાળક જીવરક્ષા કરવાનું શી રીતે જાણી શકે? હમણા તો તે ષકાય જીવનું ઉપમર્દન કરે છે.” શ્રી વિરપ્રભુ બોલ્યા–“હે મુનિઓ! તમે તે બાળકની હીલના કરશો નહીં, તેને સમજાવીને ભણાવો, તે તમારા પહેલાં કેવળી થશે.” આ પ્રમાણે સાંભળીને સર્વ મુનિઓએ તે બાળસાધુને સમજાવ્યા. પઠન કરતા એવા તે બાળમુનિ થોડા સમયમાં એકાદશાંગી ભણી ગયા. એક વખતે માર્ગમાં પૂર્વની જેમ બાળકોને નાવની ક્રિીડા કરતાં જોઈ પોતાની પૂર્વે કરેલી ક્રીડાને નિંદતા થકા સમવસરણમાં આવ્યા. ત્યાં ઈર્યાપથિકી પડિક્કમતાં–તેના અર્થની ભાવના કરતાં ‘દગમટ્ટી' એ પદ વડે પોતે કરેલ સચિત્ત પાણી અને વૃત્તિકાની વિરાધનાને સંભારી સંભારી ગર્તા કરવા લાગ્યા. તે વખતે શુક્લધ્યાનના વશપણાથી તત્કાળ ઘાતકર્મને ખપાવી કેવળી થયા. દેવતાઓ તેમનો મહોત્સવ કરવા આવ્યા. તે સમયે શ્રી વીરપ્રભુએ કહ્યું–“અહો વિરો! જુઓ, આ નવ વર્ષનો બાળક કેવળી થયો.” પછી સર્વેએ મળી તેમને વંદના કરી. શ્રી અંતગડસૂત્રમાં અને ભગવતીજીમાં જેનું વર્ણન કરેલ છે તે આ મુનિ સંભળાય છે અને અનુત્તરોપપાતિકસૂત્રમાં જે અતિમુક્તમુનિ કહેલ છે તે યાદવ ચરિત્રમાં વર્ણવેલ છે તે અતિમુક્ત હશે એમ લાગે છે. “અતિમુક્ત મુનિએ છ વર્ષની વયે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી અને નવ વર્ષની વય થતાં ઈર્યાપથિકનો અર્થ વિચારતાં તેમને કેવળજ્ઞાન થયું, તેમ જ સિદ્ધિસુખને પામ્યા.” Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫૯] પૌષથવ્રતના અતિચાર વ્યાખ્યાન ૧૫૯ પૌષધવ્રતના અતિચાર उत्सर्गादानसंस्ताराः अनवेक्ष्याप्रमार्ण्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥१॥ ભાવાર્થ-૧ ત્યજવું, ૨ લેવું, ૩ સંથારો કરવો—તેમાં બરાબર જુએ નહીં અને પ્રમા” નહીં, ૪ ક્રિયામાં આદર ન રાખવો અને ૫ ક્રિયાના સમયને સંભારવો નહીં—એ પૌષધવ્રતના પાંચ અતિચાર છે.’’ 3333 વિશેષાર્થ-ઉત્સર્ગ એટલે લઘુનીતિ વડીનીતિ વગેરેનો ત્યાગ કરવામાં જુએ નહીં એટલે જીવજંતુથી આકુલ એવી ભૂમિને તપાસે નહીં, તેમ જ રજોહરણ વગેરેથી પ્રમાર્જે નહીં, એટલે વિશુદ્ધિને માટે પ્રતિલેખના કરે નહીં; તે સમયે તે કાર્યમાં પ્રતિલેખના-પ્રમાર્જના કરવી જોઈએ તે ન કરવાથી અતિચાર લાગે તે પ્રથમ અતિચાર જાણવો. ૬૩ આદાન એટલે લેવું–ઉપલક્ષણથી મૂકવું અર્થાત્ દંડ, પાટ, પાટલા વગેરે લેવા તથા મૂકવામાં બરાબર જોવું અને પૂંજવું જોઈએ; જો તેમ ન કરે તો અતિચાર લાગે તે બીજો અતિચાર જાણવો. પૌષધવ્રત લેનારાએ રાત્રિએ ડાભ, ઘાસ, કાંબલ કે વસ્ત્ર વગેરેથી સંથારો કરવો જોઈએ; તે ક૨વામાં જુએ નહીં, કે પૂંજે નહીં તો તેથી અતિચાર લાગે તે ત્રીજો અતિચાર જાણવો. પૌષધવ્રત લેવામાં અનાદર કરે અને તે વ્રત સંબંધી ક્રિયાને યોગ્ય અવસરે સંભારે નહીં તેથી અતિચાર લાગે તે ચોથો અને પાંચમો અતિચાર જાણવો. બીજા ગ્રંથમાં પાંચમો અતિચાર જુદી રીતે કહેલો છે તે આ પ્રમાણે—પૌષઘવ્રતમાં વિધિવિપરીત વર્તવું—એટલે પૌષધવ્રત લઈને તેને બરાબર ન પાળવું. અર્થાત્ આહાર પૌષધ કર્યો સતે ક્ષુધાતૃષાદિકની પીડાથી એવું વિચારે કે “આ પોસહ પૂરો થશે એટલે હું મારે માટે અમુક અમુક આહારાદિક કરાવીને ખાઈશ.” આ પ્રમાણે વિચારવાથી જે અતિચાર લાગે તે પાંચમો અતિચાર જાણવો. સાતિચાર પૌષઘવ્રત ઉપર નંદમણિકાર શ્રેષ્ઠીની કથા શ્રી જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયન ઉપરથી અહીં કિંચિત્ માત્ર લખીએ છીએ. નંદ મણિકારની કથા રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકનો નિવાસી દર્દુરાંક નામે દેવ સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરીને સ્વર્ગે ગયો. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે ‘આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી?' પ્રભુ બોલ્યા—“રાજગૃહી નગરીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી હતો. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેણે અષ્ટમતપયુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળરહિત કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી. એટલે તેણે ચિંતવ્યું કે ‘જેઓ પોતાના દ્રવ્યથી વાવો કે કૂવાઓ કરાવે છે તેઓને ધન્ય છે.’ પોસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ અન્યદા શ્રેણિક રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી એક વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યાં. ઘણા લોકો તેના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યો. અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સોળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યોએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચારો કર્યા, પણ તે બઘા નિષ્ફળ ગયા. છેવટે તે નંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યો અને તે નંદવામિકામાં જ ગર્ભજ દેડકો થયો. તેમાં ક્રીડા કરતાં તે દર્દીને ઘણા લોકોનાં મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો-“અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતોની વિરાધના કરી. હવે તે વ્રત પાછાં આ ભવમાં સ્વીકારું.” આવો વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધો કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું અને પાણી પણ નંદાપુષ્કરણીમાં નાહવાથી ઘણા લોકોના પસીન વગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું.” આ પ્રમાણે વર્તવાનો તેણે નિશ્ચય કર્યો, તેવામાં લોકોનાં મુખથી શ્રી વિરપ્રભુનું આગમન સાંભળી પોતે વંદના કરવા માટે ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજાના અશ્વના ડાબા પગ નીચે દબાયો; તેથી તરત જ એકાંતે જઈ નમુસ્કુર્ણ ઇત્યાદિ સ્તુતિ વડે ઘર્માચાર્યને નમી, સર્વ પાપને આલોવી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામે દેવતા થયો, તે દેવ અહીં આવ્યો હતો. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ભવનો ક્ષય કરીને મોક્ષે જશે.” પૂર્વે આ ગ્રંથમાં દાંક દેવનું જે વૃત્તાંત લખેલું છે તે ચરિત્ર ગ્રંથને અનુસારે જાણવું. “નંદમણિકાર શ્રેષ્ઠી વ્રતભંગ વડે દેડકાનો અવતાર પામી તેમાં જાતિસ્મરણ પ્રાપ્ત કરી, પૂર્વપાપની આલોચના કરીને દરાંક નામે દેવતા થયો.” વ્યાખ્યાન ૧૬૦. પૌષધવ્રત કરનારની સ્તુતિ धर्मपौषधमाराध्य, सम्यक् सागरचंद्रमाः । समाधिना विपन्नोऽभूत्, त्रिदिवे त्रिदिवोत्तमः॥१॥ ભાવાર્થ-“સાગરચંદ્ર સમ્યક પ્રકારે પૌષઘવ્રતની આરાધના કરી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગમાં ઉત્તમ દેવતા થયા હતા.” સાગરચંદ્રની કથા દ્વારાવતીમાં બળદેવના પુત્ર નિષદને સાગરચંદ્ર નામે પુત્ર થયો હતો. તે નગરમાં રહેનારા ઘનસેન રાજાની કમલામેલા નામે પુત્રી ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી હતી. એક વખતે નારદ નભસેનને ઘેર જઈ ચડ્યા. તે વખતે નભસેનનું ચિત્ત વિવાહકાર્યમાં વ્યગ્ર હતું, તેથી તેણે નારદનું સન્માનાદિ કાંઈ કર્યું નહીં; આથી નારદને ક્રોઘ થયો. એટલે ત્યાંથી સાગરચંદ્ર પાસે આવીને કહ્યું કે ઘનસેનની પુત્રી કમલામેલાના જેવું સ્વરૂપ ત્રિભુવનમાં કોઈ કન્યાનું નથી.” તે સાંભળી સાગરચંદ્ર બોલ્યો– તે કન્યા કોઈને અપાઈ ચૂકી છે?” નારદે કહ્યું-“અપાઈ ચૂકી છે, પણ હજુ સુધી પરણાવી નથી.” તે સાંભળી તે દિવસથી સાગરચંદ્ર કમલામેલાનું નામ જ જપવા લાગ્યો. ત્યાંથી નારદઋષિ કમલાની પાસે આવ્યા. કમલાએ પૂછ્યું–કાંઈ પણ આશ્ચર્ય જોવામાં આવ્યું હોય તો Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૧] પૌષઘવ્રતનું ફળ ૬૫ કહો.’ નારદે કહ્યું–‘મેં સાગરચંદ્રમાં સુરૂપ જોયું અને નભસેનમાં કુરૂપ જોયું.' તે . સાંભળતાં જ કમલામેલા સાગરચંદ્રની રાગી થઈ અને હમેશાં તેનું જ ધ્યાન કરવા લાગી. એક વખતે શાંબકુમાર સાગરચંદ્રને ચિંતાસાગરમાં મગ્ન થયેલ જોઈ તેની પછવાડે આવી બે હાથ વડે તેની આંખો બંધ કરી ઊભો રહ્યો. સાગરચંદ્રે કહ્યું-‘કોણ કમલામેલા?” શાંબે કહ્યું–‘હું તો કમલામેળક છું, અર્થાત્ કમલાને મેળવી આપનાર છું.' સ્વર ઉપરથી શાંબને ઓળખી સાગરચંદ્રે કહ્યું-‘ભદ્ર! એ વાત સત્ય છે; કમલપત્ર સમાન દીર્ઘ લોચનવાળી એ કમલામેલાને તું જ મેળવી આપીશ. એ કાર્યમાં તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી.' પછી શાંબકુમારે તેમ કરવા વચનથી બંધાઈ ગયેલ હોવાથી તેણે પ્રધુમ્ર પાસેથી વચનના છળ વડે પ્રજ્ઞપ્તિ વિદ્યા માગી લીઘી. પછી જ્યારે કમલામેલાના લગ્નનો દિવસ આવ્યો ત્યારે શાંબે તેનું પ્રજ્ઞતિ વિદ્યા વડે આકર્ષણ કર્યું અને ઘણા યાદવો સહિત તે કન્યાને ઉદ્યાનમાં લઈ ગયો. ત્યાં સાગરચંદ્રની સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. કન્યાના પિતાના અને શ્વસુરના પક્ષવાળાઓ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેમણે ‘તેને કોઈ વિદ્યાધર હરી ગયો છે અને ઉદ્યાનમાં છે’ એમ જાણ્યું; એટલે તેઓએ કૃષ્ણની પાસે આવી ફરિયાદ કરી. કૃષ્ણ ક્રોધાયમાન થઈને સૈન્ય સહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શાંબે વૈક્રિયલબ્ધિથી અનેક રૂપ કરીને કૃષ્ણની સાથે મોટું યુદ્ધ કર્યું. છેવટે શાંબ મૂળરૂપ કરીને કૃષ્ણને ચરણે પડ્યો અને બધી વાત કરી. પછી કૃષ્ણે એ કન્યા સાગરચંદ્રને આપી. ત્યારથી નભસેન સાગરચંદ્ર ઉપર દ્વેષ રાખી તેનાં છળ શોધવા લાગ્યો. અન્યદા સાગરચંદ્રે શ્રીનેમિપ્રભુની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા અને વૈરાગ્યવંત થયો. એકદા પર્વદિવસે તે પૌષધવ્રત લઈ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યો હતો, તેવામાં દૈવયોગે નભસેન ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. તેણે સાગરચંદ્રને દીઠો. એટલે તત્કાળ તે પાપીએ અંગારાથી ભરેલી એક ઠીબ તેના માથા ઉપર મૂકી. આ ઉપસર્ગ સહન કરતાં સાગરચંદ્રની કાયા બળી ગઈ પણ તે શુભધ્યાન ચૂક્યો નહીં. મૃત્યુ પામીને તે આઠમા દેવલોકમાં દેવતા થયો. “ભાવનારૂપ જળથી સિંચન થયેલા તેના હૃદયમાં દુષ્કૃતરૂપ અગ્નિ પેસી શક્યો નહીં; તેથી ધર્મરૂપ સમુદ્રના કલ્લોલ વડે વૃદ્ધિ પામતો સાગરચંદ્ર આઠમા દેવલોકમાં દેવ સંબંધી સુખ પામ્યો.’ - વ્યાખ્યાન ૧૬૧ પૌષધવ્રતનું ફળ विधेयः सर्वपापानां, मथनायैव ઔષધઃ । સંઘઃ તત્વસૌ શુછ્યા, મહાશતશ્રેષ્ઠિવત્ શા ભાવાર્થ-‘સર્વ પાપનું મથન કરવાને માટે પૌષઘવ્રત અવશ્ય કરવા યોગ્ય છે. એ વ્રત શુદ્ધિ વડે ક૨વાથી મહાશતક શ્રેષ્ઠીની જેમ તત્કાળ ફળે છે.’’ વિશેષાર્થ–પૌષધ સર્વ પાપાસ્રવનો નિરોધ કરવાના હેતુભૂત છે. તે વ્રત બરાબર પાળવાથી અગિયાર વ્રત સારી રીતે પાળેલાં ગણાય છે. તે પૌષધ જો શુદ્ધિ સહિત એટલે યોગશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને ધ્યાનશુદ્ઘિ વગેરે યુક્ત કરવામાં આવે તો તત્કાળ ફળ આપે છે. ભાગ ૩-૫] Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૧ ધ્યાનશુદ્ધિનું લક્ષણ આ પ્રમાણે છે नेत्रद्वंद्वे श्रवणयुगले नासिकाग्रे ललाटे । वक्त्रे नाभौ शिरसि हृदये तालवे भ्रूयुगांते॥ ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे । तेष्वेकस्मिन् विगतविषयं चित्तमालंबनीयम् ॥१॥ “બે નેત્રમાં, બે કાનમાં, નાસિકાના અગ્રભાગે, લલાટમાં, મુખ ઉપર, નાભિ ઉપર, મસ્તક ઉપર, હૃદય ઉપર, તાળવે અને બે ભૃકુટિમાં–એટલાં સ્થાનો આ દેહમાં ધ્યાન કરવાનાં વિદ્વાનોએ હેલાં છે. તેમાંથી કોઈ પણ એકની અંદર બીજા વિષયથી દૂર કરીને ચિત્તને જોડી દેવું, અર્થાત્ ચિત્ત વડે તેમાંના કોઈ પણ એક સ્થાનનું આલંબન કરી મનને સ્થિર કરવું.” આ પ્રમાણે ધ્યાનના સ્થાનમાં ચિત્તને સ્થાપન કરી એકાસને પૌષધવ્રત કરીને બેસવું. પૌષઘવ્રતના ફળ વિષે કહેલું છે કે “કંચનમણિનાં પગથિયાવાળું, હજારો સ્તંભ વડે ઉન્નત અને સુવર્ણના તળીઓવાળું દેરાસર કરાવે, તેનાથી પણ તપસંયમનું ફળ અધિક છે.” એક મુહૂર્ત માત્ર સામાયિકમાં “વાળવોદિરો” એ ગાથામાં કહ્યો છે તેટલો લાભ પ્રાપ્ત થાય છે. તે ગાથા અગાઉ સામાયિકના સંબંધમાં કહી ગયા છીએ. તેથી ત્રીશ મુહૂર્તના પ્રમાણવાળા અહોરાત્રના પૌષધથી ત્રીશગણો લાભ બાહ્યવૃત્તિથી થાય છે. તે આ પ્રમાણે–સત્યાવીસસો ને સિત્યોતેર કરોડ, સિત્યોતેર લાખ, સિત્યોતેર હજાર, સાતસો ને સિત્યોતેર અને ૬ (૨૭૭૭૭૭૭૭૭૭૭ ) એટલા પલ્યોપમના દેવગતિના આયુષ્યનો બંઘ એક પૌષઘથી થાય છે. સૂક્ષ્મ રીતે જોતાં તેથી અધિક પણ થાય છે. આવું પૌષઘવ્રત આરાઘના કરનારને મહાશતક શ્રેષ્ઠીની જેમ તાત્કાલિક ફળ આપે છે. તેની કથા આ પ્રમાણે મહાશતક શ્રેષ્ઠીની કથા રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને તે સ્ત્રીઓ હતી. તેમાં રેવતી નામે એક સ્ત્રી બહુ કનિષ્ઠ હતી. તે બાર ગોલની માલિક હતી. બીજી સ્ત્રીઓ એક એક ગોકુલની માલિક હતી. રેવતી બાર કોટિ સુવર્ણની સ્વામિની હતી અને બીજી બાર સ્ત્રીઓ એક એક કોટિ સુવર્ણની સ્વામિની હતી. મહાશતક શેઠ પણ અનેક કોટિ સુવર્ણ અને અનેક ગોકુલનો અધિપતિ હતો. એકદા મહાશતક શેઠે શ્રી વિરપ્રભુની દેશના સાંભળી, પ્રતિબોધ પામી બાર વ્રત અંગીકાર કર્યા. ચૌદ વર્ષ શ્રાવક ઘર્મનું આરાધન કર્યા પછી ઉપાસક પ્રતિમાને વહન કરતાં તે શેઠને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રેવતી હમેશાં પોતાની પત્નીઓ ઉપર દ્વેષ રાખતી હતી. અનુક્રમે પોતાની સર્વ શોક્યોને ઝેર વગેરે પ્રયોગથી મારી નાંખીને પોતે સર્વસ્વની માલિક થઈ અને નિત્ય મદ્યમાંસનું સેવન કરવા લાગી. એક વખતે પોતાના શરીરમાં તીવ્ર કામોત્પત્તિ કરવા માટે સેવકની પાસે કોઈ તરતના જન્મેલા બાળકને મંગાવી, તેની હિંસા કરાવીને તેના માંસને સંસ્કાર કરાવી તેણે ભક્ષણ કર્યું અને તે ઉપર મદિરાનું પાન કર્યું; આથી તે અતિશય કામપીડિત થઈ. પછી પૌષધશાળામાં જ્યાં પોતાનો સ્વામી પૌષઘવ્રત લઈને રહેલો છે ત્યાં ગઈ અને પોતાનો કેશપાશ છૂટો મૂકી, સ્તન, સાથલ, Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૨] ચોથું શિક્ષાવ્રત-અતિથિસંવિભાગ ૬૭ ઉદર, જઘન અને દાંત વગેરે અંગને કાંઈક દર્શાવતી સતી નિર્લજ્જ થઈને કામક્રીડાતુરપણે કહેવા લાગી—“હે સ્વામી! આ પૌષઘવ્રત છોડી દો; મારી સાથે કામક્રીડા કરો. ઘર્મનું ફળ ભોગનો સંયોગ અને તેનો અવિયોગ જ છે.” આ પ્રમાણે અનુકૂળ ઉપસર્ગ થતાં પણ જેનું મન અચલ છે એવા શ્રેષ્ઠીએ કહ્યું-“હે પાપિણી!ઘર્મના ફળને અઘર્મમાં કેમ જોડે છે? અહીંથી દૂર જા. વળી સાંભળ, તું આજથી સાતમે દિવસે મૃત્યુ પામી પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષને આઉખે ઉત્પન્ન થઈશ.” આ પ્રમાણે સાંભળી તે વિલખી થઈને પોતાને સ્થાને ચાલી ગઈ અને સાત દિવસ પછી મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થઈ. મહાશતક શ્રેષ્ઠી વિશ વર્ષ સુધી શ્રાવકઘર્મ પાળી, પ્રાંતે સંખના કરી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકે દેવતા થયો. આ કથા વર્ધમાનદેશનામાંથી વિસ્તારથી જાણી લેવી. “મહાશતક શ્રેષ્ઠીએ પૌષઘાદિ વ્રત કરવા વડે ત્રીજું જ્ઞાન પ્રાપ્ત કરી આ જન્મમાં જ તેનું શુભ ફળ પ્રાપ્ત કર્યું અને બીજા જન્મમાં પ્રથમ દેવલોકને પ્રાપ્ત કરી, અનુક્રમે કેવળજ્ઞાન મેળવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષરૂપ ફળને પામશે.” વ્યાખ્યાન ૧૬૨ ચોથું શિક્ષાવ્રત-અતિથિસંવિભાગ सदा चान्नादि संप्राप्ते, साधूनां दानपूर्वकम् । भुज्यते यत्तदतिथि-संविभागाभिधं व्रतम् ॥१॥ ભાવાર્થ-“હમેશાં અન્નાદિકની સામગ્રી પ્રાપ્ત થતાં જે ગૃહસ્થ સાધુઓને દાન દેવાપૂર્વક તેનો ઉપભોગ કરે તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવ્રત છે.” વિશેષાર્થ-અતિથિનું સ્વરૂપ આ પ્રમાણે– तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः॥४॥ “જે મહાત્માએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ કહેવાય છે; બાકીના અભ્યાગત કહેવાય છે.” એવા અતિથિને “સમ્' એટલે આઘાકર્માદિ બેતાળીશ દોષથી રહિત, “વિ’ એટલે વિશિષ્ટ એવો “મા” એટલે પશ્ચાતુકર્મ (પાછું ફરી કરવું ન પડે) વગેરે દોષ ટાળીને અન્નનો અંશ જે આપવો તે સંવિભાગ કહેવાય છે; તે નામનું વ્રત તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. તેનો વિધિ શ્રી આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં આ પ્રમાણે કહેલ છે કે સમાચારીયુક્ત શ્રાવકે તો ચોક્કસપણે પોસહ પારી, સાધુને અન્નદાન આપીને પછી પચખાણ પારવું. બીજાઓ માટે એવો નિયમ નથી, તેથી તે દાન આપીને પચખાણ પારે અથવા પચખાણ પારીને પછી દાન આપે.” શ્રાવક જ્યારે ભોજનની વેળા થાય ત્યારે ભક્તિપૂર્વક સાધુને નિમંત્રણ કરી તેમને લઈને ઘેર આવે અને જો મુનિ સ્વેચ્છાએ ઘેર આવ્યા હોય તો તેમને જોતાં જ તેમની સામે જવા વગેરે વિનય કરે. પછી બાલ, વૃદ્ધ, તપસ્વી કે ગ્લાન વગેરે મુનિને વિનય સહિત અને સ્પર્ધા, મહત્તા, મત્સર, સ્નેહ, લ, ભય, દાક્ષિણ્ય, પ્રત્યુપકારની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર અને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ પશ્ચાત્તાપ વગેરે દાનદોષોથી વર્જિત એવું દાન, એકાંત આત્માને તારવાની બુદ્ધિથી પોતે પોતાને હાથે પાત્ર લઈને આપે અથવા પડખે ઊભા રહી પોતાની સ્રીપ્રમુખ દ્વારા દાન આપે. (ગૃહસ્થને વર્જવા યોગ્ય જે દોષો છે તે પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથોથી જાણી લેવા.) તે પ્રમાણે દાન આપ્યા પછી વંદના કરીને પોતાના ઘરના દ્વાર સુધી અથવા છેટે સુઘી પાછળ જઈને પાછો વળે. જો સાધુનો અભાવ હોય તો વાદળ વિના વૃષ્ટિની જેમ કદી અકસ્માત્ સાધુનું આવવું થાય ત્યારે હર્ષભેર અંબિકા શ્રાવિકા વગેરેની જેમ દાન આપવું. તેની કથા નીચે પ્રમાણે– અંબિકા શ્રાવિકાની કથા ગિરનાર પર્વતની નજીક આવેલા એક શહેરમાં દેવભટ્ટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવિલા નામે સ્ત્રીથકી સોમભટ્ટ નામે પુત્ર થયો હતો. તેને અંબિકા નામે સ્ત્રી હતી. તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થઈ હતી. તેથી તેને સ્વભાવે જ દાનધર્મ ઉપર વિશેષ પ્રીતિ હતી. તે દંપતીને સિદ્ધ અને બુદ્ધ નામે બે પુત્ર થયા હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ કોઈ માસક્ષપણી સાધુને ભક્તિપૂર્વક આનંદથી અન્ન વહોરાવ્યું. તેને દાન આપતી જોઈ તેની કોઈ પાડોશણ ગાઢ સ્વરથી કહેવા લાગી—અરે! આજે શ્રાદ્ધને દિવસે અંબિકાએ મલિન સાધુને પહેલું દાન આપ્યું; તેથી શ્રાદ્ધનું અન્ન તથા ઘર બન્ને અપવિત્ર કર્યા.' આ પ્રમાણે તે નઠારી પાડોશણ વધારે બડબડવા લાગી. તે જ કારણથી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સારા પાડોશમાં નિવાસ કરવો.’’ જેમ કે– स्वामिवञ्चकलुब्धानामृषिस्त्रीबालघातिनाम् । इच्छन्नात्महितं धीमान्, प्रातिवेश्मकतां त्यजेत् ॥१॥ અર્થ—“સ્વામીને ઠગનાર, લુબ્ધ અને મુનિ, સ્ત્રી તથા બાળકની હત્યા કરનારના પાડોશમાં આત્મહિત ઇચ્છનાર બુદ્ધિમાન પુરુષે રહેવું નહીં.'' હવે અંબિકાની સાસુ જે બહાર ગઈ હતી તે થોડી વારમાં આવી. તેની આગળ પેલી પાડોશણે તે બધી હકીકત કહી દીધી. તે સાંભળી સાસુએ ક્રોધ કરી પોતાના પુત્ર સોમભટ્ટને તે વિષે કહ્યું. સોમભટ્ટ અંબિકા ઉપર ધસી આવ્યો અને બોલ્યો—‘અરે પાપિણી! તેં આ શું કર્યું? હજુ કુળદેવતાની પૂજા કરી નથી તેમ પિતૃઓને પિંડ પણ આપ્યા નથી, તે પહેલાં મલિન સાધુને દાન કેમ આપ્યું? જા, મારા ઘરમાંથી બહાર નીકળ.’ અંબિકા પોતાના બે પુત્ર સિદ્ધ તથા બુદ્ધને લઈ ઘરના બીજા દ્વારથી નીકળી ગઈ. કોઈ ઠેકાણે સ્થાન ન મળવાથી તે નગરની બહાર ચાલી. માર્ગે ચાલતાં થાકી ગયેલા બન્ને પુત્રોને તૃષા લાગી. તેમણે વારંવાર જળ માગવા માંડ્યું, પણ જળ મળ્યું નહીં. આગળ જતાં એક સુકાયેલ સરોવર હતું, તે અંબિકાના શિયળના માહાત્મ્યથી જળ વડે ભરાઈ ગયું અને એક શુષ્ક થયેલ આમ્રવૃક્ષ ફળવાળું થઈ ગયું. અંબિકાએ પુત્રોને જળ પાઈ હાથમાં આમ્રફળ આપ્યાં અને તેની શીતળ છાયા નીચે વિસામો ખાવા બેઠી. અહીં અંબિકાની સાસુ ઘરમાં ગઈ. અંદર જુએ છે તો મુનિને દાન આપવા લીધેલાં પાત્રો સુવર્ણનાં, ભાત મોતીના દાણા અને ભોજન ઉપર શિખા ચડેલી વગેરે જોવામાં આવ્યું. તે જોઈ હર્ષ પામતી તે પુત્રને કહેવા લાગી−‘વત્સ! અંબિકા વધૂ ખરેખરી પતિવ્રતા છે, માટે તેની પાછળ જઈ તેને પાછી લઈ આવ.' સોમભટ્ટ પણ તેનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈ પશ્ચાત્તાપ કરતો Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ 5૮ ગયો વ્યાખ્યાન ૧૬૩] અતિથિસંવિભાગ વ્રત પાછળ ચાલ્યો. દૂરથી પતિને આવતો જોઈ અંબિકા ભય પામીને પુત્ર સાથે નજીકમાં એક કૂવો હતો તેમાં પડી. શ્રી નેમિપ્રભુનું શરણ ગ્રહણ કરીને મૃત્યુ પામવાથી તે કોહંડ વિમાનને વિષે મોટી સમૃદ્ધિવાળી અંબિકા નામે દેવી થઈ. તે વિષે પૂર્વ પૂજ્યોએ કહેલું છે કે “સારા અધ્યવસાયે પ્રાણ તજીને અંબિકા દેવી થઈ.” બીજા વળી એમ કહે છે કે “ગિરનારના શિખર ઉપરથી ઝંપાપાત કરી મૃત્યુ પામીને તે સૌઘર્મ દેવલોકની નીચે ચાર યોજન કોહંડ નામે વિમાન છે તેમાં અંબિકા નામે મહર્બિક દેવી થઈ. તે દેવીને ચાર ભુજા છે, દક્ષિણ બે હાથમાં આંબાની લૂમ ઘારણ કરેલી છે અને ડાબા હાથમાં બે પુત્ર અને અંકુશ રાખેલા છે.” અંબિકાનો પતિ સોમભટ્ટ પણ પોતાની સ્ત્રીને કૂવામાં પડેલી જોઈ લોકાપવાદથી ભય પામી “જેનું શરણ મારી સ્ત્રીએ કર્યું તેનું શરણ મને પણ હજો” એમ કહી તે જ કૂવામાં પડ્યો. તે મૃત્યુ પામીને તે જ વિમાનમાં અંબિકાના વાહનરૂપ સિંહ થયો. “જે દેવીને મુનિદાનના પ્રભાવથી પીતળનાં પાત્રો સુવર્ણનાં થઈ ગયાં, પોતાનો દેહ પણ સુવર્ણ સરખી કાંતિવાળો થઈ ગયો અને જે પરભવમાં દેવી થઈ, તે પ્રભુની ભક્ત અંબિકા દેવીને હું નમન કરું છું.” વ્યાખ્યાન ૧૩. અતિથિસંવિભાગ પ્રત હજુ ચોથું શિક્ષાવ્રત અતિથિસંવિભાગ જ વર્ણવે છે. अतिथिभ्योऽशनावासवासः पात्रादिवस्तुनः । यत्प्रदानं तदतिथिसंविभागवतं भवेत् ॥४॥ ભાવાર્થ_“અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે.” વિશેષાર્થ-જેમને સંસારી તિથિપર્વોત્સવ નથી તે અતિથિ કહેવાય છે, અથવા હીરા, માણેક, સુવર્ણ, ઘન અને ઘાન્યમાં જેને લોભ નથી તે અતિથિ કહેવાય છે. આવા અતિથિ મુખ્યપણે ચારિત્રઘારી મુનિ કહેવાય છે. તેમને અન્ન, વસ્ત્ર, નિવાસ અને પાત્ર વગેરેનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. શ્રાદ્ધસમાચારીમાં લખે છે કે “જ્યાં સાઘુઓનું આવાગમન હોય, જ્યાં જિનમંદિર હોય અને જ્યાં ડાહ્યા સાઘર્મી બંધુ રહેતા હોય ત્યાં શ્રાવકે નિવાસ કરવો.” શ્રાવકને પ્રભાતે દેવગુરુને પ્રણામ કર્યા વિના જળપાન પણ કહ્યું નહીં અને ભોજન વખતે ઉપાશ્રય જઈ ગુરુને નિમંત્રી ભક્તિપૂર્વક નિર્દોષ અન્નદાન આપે, પણ અનાદરથી આપે નહીં. કહ્યું છે કે अनादरो विलंबश्च, वैमुखं विप्रियं वचः । पश्चात्तापश्च दातुः स्यात्, दानदूषणपंचकं ॥१॥ અનાદર, વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું અને પશ્ચાત્તાપ કરવો–એ પાંચ દાતા સંબંઘી દાનનાં દૂષણો છે.” તથા– आनंदाश्रूणि रोमांच-बहुमानं प्रियं वचः । તથાનુમોના પાત્રે, નમૂષUપંચમ્ શા Page #79 -------------------------------------------------------------------------- ________________ છo શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૧ આનંદના અશ્રુ આવે, રોમાંચ ખડા થાય, બહુમાન કરે, પ્રિય વચન બોલે અને સુપાત્રની અનુમોદના કરે–એ પાંચ દાનનાં આભૂષણ છે.” આત્માને તારવાની બુદ્ધિથી દાન આપીને પછી જમવું તે દેવભોજન છે અને તે સિવાયનું પ્રેતભોજન છે. દાનમાં પણ જે સુપાત્રદાન છે તે મોટાં ફળને આપનારું છે. કહ્યું છે કે दानं धर्मपुरोविष्णुः तच्च पात्रे प्रतिष्ठितम् । मौक्तिकं जायते स्वाति-वारि शुक्तिगतं यथा ॥१॥ “ઘર્મમાં દાનઘર્મ મહાતેજસ્વી છે; તે જો સુપાત્રે આપ્યું હોય તો સ્વાતિનક્ષત્રનું છીપમાં પડેલું જળ જેમ મોતી થાય છે તેમ તે સફળ થાય છે.” વળી કહ્યું છે કે केसिं च होइ वित्तं, चित्तं केसि पि उभयमन्नेसिं । चित्तं वित्तं च पत्तं च, तिन्नि पुन्हेहिं लभ्भंति ॥१॥ કોઈને વિત્ત (ઘન) હોય, કોઈને ચિત્ત હોય અને કોઈને તે બન્ને વાનાં હોય; પણ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણ વાનાં તો પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે.” તે ઉપર એક દ્રષ્ટાંત છે કે-કોઈ દાનથી પરાક્ષુખ એવો રાજા મોટા અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં મઘના બિંદુ જેમાંથી ગળી રહ્યા છે અને માખીઓનો બણબણાટ થઈ રહ્યો છે એવો મધપૂડો તેના જોવામાં આવ્યો. તે જોઈ રાજાએ ત્યાં આવી ચડેલા પંડિતોને પૂછ્યું કે “આ મઘપૂડો કેમ રડે છે?” એટલે તેમાંથી એક પંડિત રાજાને પ્રતિબોઘ પમાડવાના હેતુથી બોલ્યો-“રાજ! જ્યારે પાત્ર મળે છે ત્યારે વિત્ત હોતું નથી અને જ્યારે વિત્ત હોય છે ત્યારે સારું પાત્ર મળતું નથી; આવી ચિંતામાં પડેલો મઘપૂડો અશ્રુપાત કરી રુદન કરે છે એમ મને લાગે છે.” આ વચન સાંભળ્યાં ત્યારથી તે રાજા સત્પાત્રને દાન આપવામાં તત્પર થયો. કર્ણરાજા ઘણો દાતાર હતો. દાન કરવાથી મોક્ષ વગેરે સુખ મળે છે એવું માની તે હમેશાં પ્રભાતે સો ભાર સુવર્ણ આપીને પછી સિંહાસનથી ઊઠતો હતો. એક વખતે રાજા કર્ણને સત્પાત્રને દાન આપવાની ઇચ્છા થઈ. તે દિવસે પ્રભાતે કોઈ બે ચારણ કે જેમાં એક શ્રાવક હતો અને એક મિથ્યાત્વ ઘર્મથી વાસિત હતો તે પ્રથમ આવ્યા. તેમને જોઈ કણે વિચાર્યું કે આજે મારે પ્રથમ સત્પાત્રને દાન આપવું છે; કારણ કે તેથી સદ્ગતિ મળે છે. કહ્યું છે કે __ अन्नदातुरधस्तीर्थंकरोऽपि कुरुते करं । । तच्च दानं भवेत् पात्रदत्तं बहुफलं यतः॥१॥ “અન્ન આપનારના હાથ નીચે તીર્થંકર પણ હાથ ઘરે છે. તેવું દાન જો પાત્રને આપેલું હોય તો તે મહાફળ આપે છે.” આવા વિચારથી પાત્રની પરીક્ષા કરવા માટે કર્ણ દાન આપ્યું નહીં. એટલામાં તેમાંથી એક ચારણ બોલ્યો पत्तं परिख्खह किं करह, दिजओ मग्गंताह । वरसंतह किं अंबुदह, जोई समविसमाह ॥१॥ હે રાજા કર્ણ! પાત્રની પરીક્ષા શું કરો છો? જે માગવા આવે તેને આપો; વરસાદ વરસે છે તે શું સારું સ્થાન કે નઠારું સ્થાન જોઈને વરસે છે?” તે સાંભળી કણે કહ્યું Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૪] મુનિદાનનો પ્રભાવ वरसो वरसो अंबुदह, वरसीडां फळ जोय । धंतुरे विष इक्षु रस, एवडो अंतर होय ॥ १ ॥ ‘વરસાદ ભલે જ્યાં ત્યાં વરસો, પણ તેનાં ફળ જુઓ. ધંતૂરાને વિષે વિષ થાય છે અને શેલડીમાં અમૃત જેવો રસ થાય છે. એટલું અંતર કુપાત્ર ને સુપાત્ર દાનમાં સમજવું.’’ સર્વ દાનમાં અન્નનું દાન અતિ મોટું છે. કહ્યું છે કે– સર્વેષાં ચૈવ ભૂતાના—મન્ત્રઃ પ્રાણાઃ પ્રતિષ્ઠિતાઃ | तेनान्नदो विशां श्रेष्ठः, प्राणदाता स्मृतो बुधैः ॥ १ ॥ ‘સર્વ પ્રાણીઓના પ્રાણ અન્ન વડે જ રહેલા છે તેથી અન્નદાન કરનાર પૃથ્વીમાં શ્રેષ્ઠ છે અને તેને વિદ્વાનો પ્રાણદાતા કહે છે.’’ વળી ‘“પ્રાણીઓના પ્રાણ અન્ન છે, અન્ન તે જ અનેક સુખનો સાગર છે; તેથી અન્નદાન જેવું કોઈ બીજું દાન થયું નથી અને થશે પણ નહીં.’’ ‘પાત્રમાં સર્વથી ઉત્તમ પાત્ર મુનિ છે, મધ્યમ પાત્ર ઉત્તમ શ્રાવક છે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ છે.” સત્પાત્રનો યોગ થાય તો તેને આપીને પછી જમવું, અને જો તેવો યોગ ન થાય તો ભોજન વખતે ઘરની બહાર આવી દિશાવલોકન' કરીને પછી જમવું. આ પ્રમાણે અતિથિને આપેલું સ્વલ્પ દાન પણ ચંદનબાલા, શ્રેયાંસ અને નયસારની જેમ બહુ ફળને આપનારું થાય છે. જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ રત્નના યોગે તત્કાળ મોક્ષ મળે છે, તેમ જ શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણના યોગે પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. ૭૧ વ્યાખ્યાન ૧૪ મુનિદાનનો પ્રભાવ पश्य संगमको नाम, संपदं वत्सपालकः चमत्कारकरीं પ્રાય, मुनिदानप्रभावतः॥१॥ ભાવાર્થ—“જુઓ, મુનિદાનના પ્રભાવથી સંગમક નામે વત્સપાલ (ગોવાળ) ચમત્કાર પમાડે તેવી સંપત્તિને પામ્યો હતો.’’ સંગમની કથા રાજગૃહ નગરની નજીક આવેલા એક શાલિ નામના ગ્રામમાં ઘન્યા નામે એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેને સંગમ નામે એક પુત્ર હતો. આ પુત્ર ગામની ગાયોને અને વાછરડાઓને ચારતો હતો. એક દિવસ પર્વદિવસ આવવાથી સર્વત્ર ખીરના ભોજન જમતાં લોકોને જોઈ એ ગરીબ બાળકે પોતાની માતા પાસે આવી ખીરની યાચના કરી, એટલે માતાએ કહ્યું–‘વત્સ! આપણા ઘરમાં ખીર નથી.’ તો પણ બાળક હઠ કરી વારંવાર માગવા લાગ્યો અને રડવા લાગ્યો. પુત્રની ઇચ્છા પાર ન પડવાથી માતાએ પણ રુદન કરવા માંડ્યું. તેને રુદન કરતી જોઈ આસપાસની પાડોશણો ભેગી થઈ અને તેને રોવાનું કારણ પૂછ્યું. તેણે બધી હકીકત પાડોશણોને જણાવી. ૧ ભાગ્યયોગે કોઈ મુનિ અકસ્માત્ આવી ચડે તો લાભ મળી જાય; તેટલા માટે ચારે તરફ જોવું. ૨ મહાવીરસ્વામીના ૨૭ ભવ પૈકીના પહેલે ભવે જેમણે મુનિદાન આપ્યું હતું તે નયસાર. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૧ પાડોશણોને દયા આવી, એટલે દૂધ વગેરે ખીરની બધી સામગ્રી તેઓએ લાવી આપી. ધન્યાએ ખીર બનાવી, તેનો થાળ ભરી પુત્રને આપ્યો અને પોતે કોઈ કાર્યપ્રસંગે ઘરની બહાર ગઈ. ૭૨ ખીરનો થાળ જોઈ તે પુણ્યવાન બાળકને વિચાર થયો કે ‘જો આ અવસરે કોઈ મુનિ આવે તો તેમને વહોરાવીને પછી બાકીની ખીર હું જમું તો ઠીક.' દૈવયોગે તેવામાં કોઈ માસના ઉપવાસવાળા મુનિ તેને ઘેર આવી ચડ્યા. સંગમે મુનિને જોતાં જ તેમની સ્તુતિ કરતાં ઉલ્લાસથી ખીરનો થાળ ઉપાડી ‘હું તરી ગયો’ એવી બુદ્ધિ વડે બઘી ખીર મુનિને વહોરાવી દીધી. દયાળુ મુનિએ તે ક્ષીર વડે પારણું કર્યું. મુનિ ગયા પછી ધન્યા આવી. તેને મુનિ સંબંધી કાંઈ ખબર નહોતી, તેથી તેણે જાણ્યું કે પુત્ર બધી ખીર ખાઈ ગયો જણાય છે, તેથી ફરી વાર તેણે ખીર પીરસી. સંગમે કંઠ સુધી તે ખાઘી; પણ તેને પચી નહીં, તેથી રાત્રિએ વિષૅચિકા થવાથી તે મૃત્યુ પામ્યો. મુનિદાનના પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગોભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામે સ્ત્રીના ઉદરમાં અવતર્યો. તે સમયે ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાલિનું ક્ષેત્ર જોયું. પૂર્ણ સમય થતાં પુત્રરત્નનો પ્રસવ થયો. ગોભદ્ર શેઠે સ્વપ્નને અનુસારે તેનું નામ શાલિભદ્ર પાડ્યું. પાંચ ધાત્રીઓ વડે લાલનપાલન કરાતો તે પુત્ર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો. પિતાએ તેને સર્વ કળાઓનો અભ્યાસ કરાવ્યો. શાલિભદ્ર યુવાન થયો, એટલે ગોભદ્રે શેઠે મોટા ઉત્સવથી તેને મોટા શેઠીઆઓની બત્રીશ કન્યાઓ પરણાવી. દેવીઓની સાથે ઇંદ્રની જેમ શાલિભદ્ર તે સ્ત્રીઓ સાથે વિલાસ કરવા લાગ્યો. રમણીઓના વિલાસમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દિવસના અંતરની પણ ખબર પડતી નહોતી. એક વખત શ્રી વીરપ્રભુની દેશના સાંભળી ગોભદ્ર શેઠને વૈરાગ્ય થયો, તેથી શ્રી વીરપ્રભુના ચરણમાં ચારિત્ર અંગીકાર કરી અનશન કરીને સ્વર્ગે ગયા. ત્યાં અવધિજ્ઞાન વડે જોઈને ગોભદ્ર દેવે પુત્રવાત્સલ્યને લીધે તેમ જ તેના પુણ્યના આકર્ષણથી કલ્પવૃક્ષની જેમ પ્રતિદિવસ દિવ્ય વસ્ત્ર, અલંકાર અને સુગંધી પદાર્થો સ્ત્રીસહિત પુત્રને અર્પણ કરવા માંડ્યા. ઘર સંબંધથી ઉચિત સર્વ કાર્ય તો ભદ્રામાતા કરતા હતા એટલે શાલિભદ્ર તો કેવલ ભોગસુખને જ અનુભવવા લાગ્યો. એક દિવસે કેટલાક રત્નકંબલના વ્યાપારીઓ રાજગૃહ નગરમાં આવ્યા. તેઓએ રત્નકંબલ વેચવા માટે શ્રેણિક રાજાને બતાવ્યાં; પણ તે મૂલ્યમાં અતિ મોંઘાં હોવાથી શ્રેણિકે લીધાં નહીં. પછી તે વ્યાપારીઓ ફરતાં ફરતાં શાલિભદ્રને ઘેર આવ્યા. ત્યાં ગોભદ્ર શેઠની સ્ત્રી ભદ્રાએ મોં-માગ્યું મૂલ્ય આપી તે ખરીદ કર્યા. આ વૃત્તાંત જાણી ચેલણા રાણીએ શ્રેણિક પાસે એક રત્નકંબલની માગણી કરી. પછી શ્રેણિકે તે વ્યાપારીઓને બોલાવી એક રત્નકંબલ વેચાતું માગ્યું. વ્યાપારીઓ બોલ્યા—‘ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલ ખરીદી લીધાં છે, હવે અમારી પાસે એક પણ નથી.’ તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણિક રાજાએ એક રત્નકંબલ મૂલ્યથી લેવા માટે એક સેવકને ભદ્રા પાસે મોકલ્યો. તેણે જઈ ભદ્રા પાસે તેની માગણી કરી. ભદ્રા બોલી–‘હે સેવક! તે સોળ રત્નકંબલના બત્રીશ ટુકડા કરી મારા પુત્રની સ્ત્રીઓએ તે વડે પગ લૂંછી ફેંકી દીધાં છે. જો રાજાને ૧ બત્રીશ સ્ત્રીઓ અને શાલિભદ્ર માટે ૩૩-૩૩ પેટી વસ્ત્ર, અલંકાર ને સુગંધી પદાર્થોની દ૨૨ોજ મોકલતા હતા એટલે કુલ નવ્વાણું પેટીઓ રોજ મોકલતા હતાં. ૨ એકેક રત્નકંબલનું મૂલ્ય સવાલાખ સોનૈયા—તેવાં ૧૬ રત્નકંબલ હતાં તે બધાં ખરીદ્યાં. . Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૪] મુનિદાનનો પ્રભાવ ૭૩ તેની જરૂર હોય તો તે તેમને પૂછીને આ નાખી દીધેલા ટુકડા લઈ જા.” સેવકે જઈને શ્રેણિક રાજાને તે પ્રમાણે કહ્યું. તે સાંભળી રાજા અતિ આશ્ચર્ય પામ્યો અને તે શેઠના પુત્રને જોવાની ઇચ્છા કરી. તેની માતા ભદ્રાને બોલાવીને કહ્યું- ભદ્ર! તમારા પુત્રને દેખાડો, મારે જોવાની ઇચ્છા છે.” ભદ્રા બોલી–“રાજેંદ્ર! મારો પુત્ર માખણના જેવો સુકોમલ છે. તે કદી પણ ઘરની બહાર નીકળ્યો નથી, ઘરમાં જ ક્રીડા કરે છે; માટે આપ કૃપા કરી મારે ઘેર પધારવાનો અનુગ્રહ કરો.” આમંત્રણ સ્વીકારી શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યો. ત્યાં તેના ઘરનો વૈભવ જોતાં જ રાજા વિસ્મય પામી ગયો. ઘરમાં પેસતાં અનુક્રમે પહેલી, બીજી અને ત્રીજી ભૂમિકામાં ગયો. ત્યાં નવરંગિત અભિનવ દેખાવો નજરે પડ્યા. પછી ચોથી ભૂમિકામાં જઈ સિંહાસન ઉપર બેઠા; એટલે ભદ્રા સાતમી ભૂમિકામાં જ્યાં પોતાનો પુત્ર રહેતો હતો ત્યાં જઈને કહેવા લાગી—“પુત્ર! આપણે ઘેર શ્રેણિક આવેલ છે, માટે તું જાતે આવીને તેમને જો.” શાલિભદ્ર જાણ્યું કે શ્રેણિક નામની કાંઈક વસ્તુ હશે; તેથી તે બોલ્યો-“માતા! તમે તેનું જે કહે તે મૂલ્ય આપીને તેને ઘરના ખૂણામાં મૂકી દો.' ભદ્રા બોલી-વત્સ! શ્રેણિક નામે કાંઈ ખરીદવા યોગ્ય વસ્તુ નથી, પણ તે તો આપણા સ્વામી શ્રેણિક રાજા છે.' તે સાંભળી શાલિભદ્ર વિચારમાં પડ્યો-“શું મારી ઉપર પણ બીજો કોઈ રાજા છે? હું પરાધીન છું? તો મને ખરું સુખ નથી. અરે! આવા સંસારસુખને ધિક્કાર છે!” એમ સંવેગ ઘરતો શાલિભદ્ર માતાના આગ્રહથી પોતાની સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિક પાસે આવ્યો અને વિનયથી રાજાને નમન કર્યું. રાજા શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસારી કુશળતા પૂછી. રાજાના ઉત્સંગમાં બેઠેલા શાલિભદ્રને અગ્નિના સંયોગથી મીણના પિંડની જેમ ઓગળી જતો જોઈ ભદ્રાએ રાજાને કહ્યું–‘દેવ! મારા પુત્રને છોડી દો. તે મનુષ્ય છે, પરંતુ મનુષ્યના સમૂહની ગંધ પણ સહન કરી શકતો નથી; કારણ કે દિવ્ય ભૂમિમાં ગયેલા તેના પિતા ત્યાંથી દિવ્ય વસ્ત્ર, અલંકાર અને ચંદન પુષ્પાદિ દિવ્ય પદાર્થો મોકલે છે, તેનો તે ભોક્તા છે.” પછી રાજાએ તેને છોડી દીધો, એટલે શાલિભદ્ર સાતમી ભૂમિએ ગયો. ભદ્રાએ આગ્રહ કરી શ્રેણિક રાજાને ભોજનનું આમંત્રણ કર્યું. સ્નાનનો સમય થતાં રાજા શાલિભદ્રના ઘરની વારિકામાં સ્નાન કરવા ગયો. ત્યાં રાજાના હાથની આંગળીમાંથી મુદ્રિકા વાપિકાના જળમાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગ્યો, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા કરી કે વાપિકાનું જળ દૂર કરી રાજાની મુદ્રિકા શોધી આપ.' દાસીએ તેમ કર્યું, એટલે પોતાની મુદ્રિકા બીજાં દિવ્ય આભરણોના મધ્યમાં જાણે કોલસા જેવી હોય તેવી દેખાવા લાગી. રાજાએ કહ્યું-“આ શું?” એટલે દાસી બોલી–“સ્વામી! એ નિર્માલ્ય છે. હમેશાં અમારા સ્વામી શાલિભદ્ર સ્ત્રીઓ સહિત સ્નાન કરતી વખતે પોતાનાં આભરણો આ વાપિકામાં નાખી દે છે અને નવાં ઘારણ કરે છે.” તે સાંભળી રાજા શ્રેણિકે ચિંતવ્યું કે હું પણ ઘન્ય છું કે જેના નગરમાં આવા ઘનાક્યો વસે છે.” પછી રાજાએ પરિવાર સહિત ત્યાં ભોજન કર્યું. ભદ્રાએ વસ્ત્રાભૂષણથી સત્કાર કરેલા રાજા પોતાના મહેલમાં આવ્યા. અહીં શાલિભદ્રને સંસારનાં અનિત્ય સુખ તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. તે સમયે તેના ઘર્મમિત્રે આવીને જણાવ્યું કે “હે મિત્ર! આ નગરમાં ચતુર્નાનઘારી ઘર્મઘોષ નામે મુનીશ્વર Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ આવેલા છે. તે સાંભળી શાલિભદ્ર ઉત્સુક થઈ ગુરુ પાસે ગયો અને નમસ્કાર કરી અવગ્રહ ઘારીને બેઠો. તે સમયે મુનિરાજની દેશના આ પ્રમાણે સાંભળી– ज्ञानविज्ञानलावण्यरूपवर्णवपुर्बलं । क्षीयमाणं खलस्नेह इव याति दिने दिने ॥१॥ “જ્ઞાન, વિજ્ઞાન, લાવણ્ય, રૂપ, વર્ણ અને શરીરનું બળ ખળ પુરુષના સ્નેહની જેમ દિવસે દિવસે ક્ષય પામતું જાય છે.” આવી દેશના સાંભળી શાલિભદ્ર ગુરુને પૂછ્યું- હે ભગવન્! કેવાં કર્મ કરવાથી આપણી ઉપર બીજો સ્વામી ન થાય?” ગુરુ બોલ્યા- ભદ્ર! આ જિનદીક્ષાના પ્રભાવથી બીજા જન્મમાં પ્રાણી સર્વ જગતનો સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું-“પ્રભુ! જો તેમ હોય તો હું પણ ઘરે જઈ, મારી માતાની રજા લઈ, તમારી પાસે આવી વ્રત ગ્રહણ કરીશ.” ગુરુએ કહ્યું–‘વત્સ! પ્રમાદી થઈશ નહીં.” આ પ્રમાણે શિક્ષા આપેલા શાલિભદ્ર ઘેર આવી ભદ્રાને વિજ્ઞપ્તિ કરી–“માતા! આજે મેં શ્રી ઘર્મઘોષ મુનિના મુખથી અનાદિ દુઃખમાંથી છોડાવનાર અને પરમાનંદયુક્ત સ્વાભાવિક સુખને આપનાર શ્રી જિનઘર્મ સાંભળ્યો. આ સંસારમાં સારરૂપ તે જ છે, માટે તમારી આજ્ઞાથી હું દીક્ષા લઈશ.' માતા બોલી–“વત્સ! તને વ્રત લેવાની વાસના થઈ તે યુક્ત છે, પણ કેશનો લોચ, ભૂમિ ઉપર શયન, સુડતાળીશ દોષ રહિત આહાર, પંચ મહાવ્રતનો ભાર અને પરીષહો સહન કરવા-ઇત્યાદિ ક્રિયા કરવાને તું સમર્થ કેમ થઈશ?” શાલિભદ્ર કહ્યું–માતા! તેની ચિંતા ન કરે, ચિંતામણિરત્ન સમાન ચારિત્રરત્ન મને મળ્યું છે તેને હું કાગડાને ઉડાડવારૂપ ભોગવિલાસ માટે ફેંકી દઉં તો મારા જેવો મૂર્ખ બીજો કોણ કહેવાય? પણ હું તેમ કરીશ નહીં.” આવું પુત્રનું સામર્થ્ય જાણી ભદ્રાએ કહ્યું-વત્સ! જો વ્રત લેવાની ઇચ્છા હોય તો પ્રથમ થોડે થોડે પુષ્પશપ્યા, સ્ત્રીભોગ વગેરે તરતો જા, તેમ કરવાથી વ્રત પાળવાનો અભ્યાસ થશે.” આ પ્રમાણે માતાની આજ્ઞા સાંભળી શાલિભદ્ર હમેશાં એક સ્ત્રી સહિત એકેક પુષ્પશઠા તજવા માંડી. તે જ નગરમાં શાલિભદ્રની નાની બહેન સુભદ્રા ઘન્ય નામે શ્રેષ્ઠીને પરણાવેલી હતી. તે એક દિવસ પોતાના પતિને સ્નાન કરાવતી હતી. તે વખતે તેને પોતાના ભાઈના દીક્ષા લેવાના વિચારથી રડવું આવ્યું એટલે ઘન્યની પીઠ પર આંસુના ટીપાં પડ્યાં. ઘળે પૂછ્યું- હે સુભે! કેમ રુદન કરે છે?” તે ગદ્ગદ્ સ્વરે બોલી– નાથ! મારા ભાઈ શાલિભદ્ર વ્રત લેવાની ઇચ્છાથી દિવસે દિવસે એક એક શય્યા સાથે એકેક સ્ત્રી છોડે છે, તેથી મને દુઃખ લાગવાથી હું રુદન કરું છું.” તે સાંભળી ઘન્ય કહ્યું- તારો ભાઈ સત્ત્વહીન અને શિયાળની જેમ ભીરુ જણાય છે કે જેથી એક સાથે સર્વ વૈભવ છોડી શકતો નથી.” તેણે કહ્યું–સ્વામીનાથ! કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. વૈભવ છોડી વ્રત લેવું જો સહેલું હોય તો તમે કેમ લેતા નથી?” આ પ્રમાણે ઘન્યને તેની બીજી સ્ત્રીઓએ પણ હાસ્યમાં કહ્યું, એટલે ઘન્ય બોલ્યો-“મારા પુણ્યથી જ તમે બધી મળીને મને અનુમતિ આપો છો, તેથી હું હવે સત્વર વ્રત ગ્રહણ કરીશ.” તે સાંભળી સ્ત્રીઓ બોલી–હે નાથ! અમે તો હાસ્યમાં કહેલું છે, તેથી રીસ ન કરો.” ઘન્ય બોલ્યો-“મને રસ નથી, પણ સ્ત્રી ઘન વગેરે સર્વ પદાર્થ અનિત્ય છે, તેથી તેને છોડી દઈને હું દીક્ષાનો આશ્રય કરીશ.” સ્ત્રીઓએ કહ્યું–“સ્વામી! ત્યારે અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.' ઘજે તેમનું વચન અંગીકાર કર્યું. Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૫] અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર ૭પ તે સમયે શ્રી વિરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. એ ખબર જાણી ઘન્ય પોતાની સ્ત્રીઓ સહિત જગદ્ગુરુની પાસે ગયો અને સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વૃત્તાંત સાંભળી શાલિભદ્ર પણ વીરપરમાત્માના ચરણમાં આવ્યો અને સંસારના ભયથી તેમની પાસે દીક્ષા લીધી. (બન્નેએ સાથે દીક્ષા લીધાનું પણ અન્યત્ર કહેલ છે) ઘન્ય અને શાલિભદ્ર ગીતાર્થ મુનિ પાસે અભ્યાસ કરી બહુશ્રુત થયા અને એક, બે, ત્રણ અને ચાર ચાર માસના ઉપવાસ સતત કરવાથી તે બન્નેના શરીર માંસ તથા રુધિર રહિત થઈ ગયા. એકદા ત્રણ ભુવનમાં સૂર્ય સમાન શ્રી વીરપ્રભુની સાથે વિહાર કરતાં તે બન્ને મુનિ રાજગૃહ નગરે આવ્યા. માસક્ષપણને પારણે ભિક્ષા માટે જવા તેમણે પ્રભુની આજ્ઞા માગી, એટલે પ્રભુએ કહ્યું-“આજે તમારું પારણું શાલિભદ્રની માતાને હાથે થશે.” “હું ઇચ્છું છું' એમ કહી શાલિભદ્ર મુનિ ઘન્યને સાથે લઈ ભદ્રાને ઘેર ગયા. તપસ્યાથી કૃશ થયેલ તે બન્ને મુનિ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. ભદ્રાએ પણ શ્રી વીરપ્રભુ, ઘન્ય અને શાલિભદ્રને વાંદવા જવાની વ્યાકુલતામાં એ બન્ને મુનિઓને આવ્યા જાણ્યા નહીં. બન્ને મુનિ ક્ષણવાર ત્યાં ઊભા રહી પાછા વળ્યા અને નગરના દરવાજા પાસે આવ્યા. ત્યાં શાલિભદ્રની પૂર્વજન્મની માતા ઘન્યા દધિ વેચવા ગામમાં જતી હતી તે મળી. શાલિભદ્રને જોતાં જ તેના સ્તનમાંથી દૂઘની ઘારા છૂટી. તત્કાળ તેણે તેમને વાંદીને દધિ વહોરાવ્યું. બન્ને મુનિએ શ્રી વીરપ્રભુની પાસે જઈ ગોચરી આલોવી. પછી શાલિભદ્ર પ્રભુને પૂછ્યુંસ્વામી! આજે મારી માતાને હાથે પારણું કેમ ન થયું?” સર્વજ્ઞ પ્રભુએ તેમને પૂર્વભવની માતાનો સર્વ સંબંઘ કહ્યો. પછી બન્ને મુનિ દધિ વડે પારણું કરી, પ્રભુની રજા લઈ, પૂર્ણ વૈરાગ્ય વડે વૈભારગિરિ ઉપર ગયા અને એક શિલાતલને પડિલેહી તેની ઉપર પાદપોપગમન અનશન કર્યું. અહીં ભદ્રા અને શ્રેણિક શ્રી વિરપ્રભુને વાંદવા આવ્યા. ભદ્રાએ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું–“સ્વામી! તે બે મુનિ ક્યાં ગયા છે? મારે ઘેર ભિક્ષા માટે કેમ ન આવ્યા?” પ્રભુએ કહ્યું– ભદ્ર! તારે ઘેર આવ્યા હતા, પણ તેં ઓળખ્યા નહીં. પછી તે પૂર્વભવની માતાએ આપેલી ભિક્ષા લઈ, આહાર કરીને વૈભારગિરિ ઉપર ગયા છે અને અનશન કર્યું છે.” તત્કાળ ભદ્રા શ્રેણિકની સાથે ત્યાં ગઈ. તેમને નિશ્ચલ રહેલા જોઈને ભદ્રા બોલી–પુત્ર! મને ધિક્કાર છે કે મેં તમને ઘેર આવ્યા છતાં ઓળખ્યા નહીં.' એમ કહી તે વિલાપ કરવા લાગી; એટલે શ્રેણિકે તેને સમજાવી. તે બન્ને મુનિ અનશન પાળીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયા અને ત્યાંથી મોક્ષે જશે. “અહો! તે દાનના સૌભાગ્યને હું સ્તવું છું કે જેથી વશ થયેલી સ્વર્ગની ભોગલક્ષ્મી અભિસારિકા (નાયિકા)ની જેમ શાલિભદ્રને મનુષ્યના ભાવમાં પણ પ્રાપ્ત થઈને ભજતી હતી.” વ્યાખ્યાન ૧૫ અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર सचित्ते क्षेपणं तेन, पिधानं काललंघनम् । मत्सरोऽन्यापदेशश्च, तुर्यशिक्षाव्रते स्मृताः॥१॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૧ ભાવાર્થ-“સચિત્ત વસ્તુ ઉપર આહાર મૂકવો, સચિત્ત વસ્તુથી તેને ઢાંકવો, યોગ્ય કાલનું ઉલ્લંઘન કરવું, મત્સરભાવ ઘારણ કરવો અને બીજાનો વ્યપદેશ કરવો (પોતાનું છતાં પારકું કહેવું)–એ પાંચ ચોથા શિક્ષાવ્રતના અતિચાર છે.” વિશેષાર્થ-સચિત્ત એટલે સજીવ એવી પૃથ્વી વનસ્પતિ વગેરેની ઉપર આપવા યોગ્ય અન્નપાનને અદાનબુદ્ધિએ અથવા અનાભોગે કે સહસાત્કારે મૂકી દેવું–એ પહેલો અતિચાર છે. તેમ જ સચિત્ત એટલે સૂરણ, કંદ, પત્ર, પુષ્પ, ફળ વગેરેથી અદાનબુદ્ધિએ દેવા યોગ્ય આહારને ઢાંકવો તે બીજો અતિચાર છે. કાળ એટલે સાઘુને ભિક્ષા યોગ્ય સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ ભિક્ષા લેવા માટે સાધુને યોગ્ય જે કાળ હોય તેનું ઉલ્લંઘન કરે, તે સમય વીત્યા પછી સાધુને આમંત્રણ કરવા જાય અથવા સાથે આવ્યા ન હોય તો પણ પૌષઘવૃત્તિએ ભોજન કરે તે ત્રીજો અતિચાર છે. મત્સર એટલે કોપ. માગવાથી કોપ કરે અથવા છતી વસ્તુ માગ્યા છતાં ન આપે અથવા “આ ક્ષુદ્ર મનુષ્ય દાન આપ્યું, તો શું હું તેનાથી હીન છું કે ન આપું?” એવા મત્સરથી દાન આપે. અહીં બીજાની ઉન્નતિ સહન ન કરી શકવારૂપ મત્સર (ઈર્ષાભાવ) સમજવો, તે ચોથો અતિચાર છે. અન્ય એટલે બીજા સંબંધી વ્યપદેશ એટલે મિષ (બહાનું) કરે. જેમ કે “આ ગોળ ખાંડ પ્રમુખ પારકું છે, તેથી હું કેમ આપું?” એવો ખોટો મિષ કરે તે અન્યાપદેશ કહેવાય છે. (અપદેશ શબ્દ કારણ, મિષ અને લક્ષ અર્થમાં પ્રવર્તે છે, એમ અનેકાર્થ સંગ્રહમાં કહેલ છે.) એ પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચાર ચોથા શિક્ષાવ્રતના કહેલા છે. આ અતિચાર અનાભોગ વગેરેથી એટલે અજાણપણા વગેરેથી થાય છે; પણ જો જાણીને કરે તો વ્રતનો ભંગ થાય છે. અતિચાર સહિત દાન આપવા વિષે ચંપકશ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે ચંપક શ્રેષ્ઠીની કથા ઘન્યપુર નગરમાં ચંપક નામે શ્રેષ્ઠી હતો. તે ચારે પર્વમાં પૌષધ કરી તેને પારણે હમેશાં અતિથિસંવિભાગ કરતો હતો. તે સંપૂર્ણ પોસહને પારીને ગુરુને વિજ્ઞપ્તિ કરતો કે “સ્વામી! મારે ઘેર ભાત પાણીનો લાભ આપશો. પછી પોતાને ઘેર જઈ પોતાને માટે ભોજનાદિક કરાવતો હતો. જ્યારે ગોચરીનો સમય થાય ત્યારે પાછો ઉપાશ્રયે જઈ સાઘુને નિમંત્રણ કરતો. તેના નિમંત્રણથી સાથુ પણ બીજા કોઈ સાધુ કે શ્રાવકની સાથે તેને ઘેર જતા, કારણ કે સાધુને એકલા વિહાર કરવો કે એકલા કોઈ પણ સ્થાનકે જવું ઉચિત નથી. સાઘુ ઘેર આવતા એટલે તેમને અચિત્ત તથા નિર્દોષ અન્નપાનાદિ અને વસ્ત્ર, કંબલ કે ઔષઘાદિ જેનો ખપ હોય તે ચંપકશેઠ વિનયથી આપતો હતો. સાધુ તેને ફરીથી રાંઘવું ન પડે તેવો ભય રાખી તેના ઘરેથી અલ્પ વસ્તુ વહોરતા હતા. (સાધુનો એવો આચાર જ છે, નહીં તો પશ્ચાતુકર્માદિ દોષ લાગે છે.) પછી તે વંદના કરી સાધુને વિદાય કરતો અને તેમની પાછળ કેટલાંક પગલાં વળાવવા જતો. ત્યાર પછી પોતે ભોજન લેતો હતો. તેમાં પણ “જે વસ્તુ સાધુને આપવામાં આવી ન હોય તે શ્રાવકે ખાવી નહીં' એવો આચાર હોવાથી તે પ્રમાણે વર્તતો હતો. જો કે ગામમાં સાધુ ન હોય તો ભોજનવેળાએ તે ગૃહદ્વારે જઈ અવલોકન કરતો અને એવું ચિંતવતો કે “જો અકસ્માત્ આ કાળે કોઈ સાધુ આવી જાય તો હું તરી જાઉં.' (આ પ્રમાણે પૌષધને પારણે કરવાનો વિધિ છે.) ચંપકશ્રેષ્ઠી એ પ્રમાણે સર્વદા દાન આપતો હતો. Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૫] અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર એક વખતે એવું બન્યું કે ચંપકશેઠ કોઈ ભિક્ષા માટે ફરતા મુનિને જોઈ હર્ષથી બોલાવી લાવ્યો. મુનિને ઘી આપવા ઉદ્યમવંત થયો. ભાવથી અખંડ ધારા વડે મુનિના પાત્રમાં ઘી રેડવા માંડ્યું. આથી તેણે અનુત્તર વિમાનની સંપત્તિ ઉપાર્જન કરી. મુનિએ તેને પુણ્યનો લાભ થતો જોઈ ઘીની ઘારા પડવા દીઘી, નિષેધ કર્યો નહીં. મુનિએ ના કહી નહીં, એટલે ચંપકશેઠે મનમાં ચિંતવ્યું કે ‘અહો! આ મુનિ લોભી લાગે છે, પોતે એકલા છે અને આટલું બધું ઘી શું કરશે?' આવા ચિંતવનથી જે ક્રમ વડે તે દેવગતિ ઉપાર્જન કરવા ચડ્યો હતો તે ક્રમ વડે તેને પાછો પડતો જોઈ જ્ઞાની મુનિ બોલ્યા-‘મુગ્ધ! આટલે ઊંચે જઈ પાછો પડ નહીં.' ચંપકશેઠે કહ્યું-‘ભગવન્! હું તો અહીં જ છું, ક્યાંથી પડું છું? આમ અસંબંધ કેમ બોલો છો?’ પછી મુનિ પાત્રને ખેંચી લઈ તેને બારમા દેવલોકમાં સ્થાપી બોલ્યા–‘શ્રાવક! દાન આપવામાં અન્ય વિકલ્પ કરવાથી તે દૂષિત થઈ જાય છે, માટે નિર્વિકલ્પપણે દાન આપવું. લોકમાં પણ શુકન અને સ્વપ્નનાં ફળ વિકલ્પથી દૂષિત થાય છે.’ તે સાંભળી ચંપકશેઠે પોતાનું પાપ આલોચ્યું અને અંતે મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. તે માટે કહ્યું છે કે— सातिचारेण यद्दानं, तद्दानं स्वल्पसौख्यदम् । मत्वेति विधिना श्राद्धैर्वितीर्यं भावधार्मिकैः ॥ १ ॥ ભાવાર્થ—જે અતિચાર સહિત દાન છે તે અલ્પસુખને આપનારું છે, એમ જાણીને ભાવિક અને ધાર્મિક એવા શ્રાવકોએ વિધિપૂર્વક દાન કરવું.” इत्युपदेशप्रासादटीकेयं लिखिता મા | पंचदशभिरस्त्राभिः स्तंभश्चैकादशः स्तुतः ॥ १ ॥ 60 ભાવાર્થ-આ પ્રમાણે ઉપદેશપ્રાસાદની ટીકા મેં લખેલી છે, અને પંદર જુદા જુદા પ્રબંધોરૂપ અસ્રો (હાંશો) વડે આ અગિયારમો સ્તંભ સ્તવેલો છે (પૂર્ણ કરેલો છે).’’ अब्दाहर्मितज्ञातेषु, शताग्रं पंचषष्ठीतम् प्रेमादिविजयादिना नित्यं व्याख्यानहेतवे ॥ ભાવાર્થ—“વર્ષના દિવસ જેટલા દૃષ્ટાંતોમાંથી એકસો ને પાંસઠ વ્યાખ્યાન પ્રેમવિજયાદિ મુનિને નિરંતર વ્યાખ્યાન કરવા માટે કહેવામાં આવ્યા છે.’’ || એકાદશ સ્તંભ સમાપ્ત | 7506 Page #87 -------------------------------------------------------------------------- ________________ (રdલ ૧૨) વ્યાખ્યાન ૧૬ ગૃહસ્થોની ભોજનવિધિ भुक्तिकाले गृहस्थेन, द्वारं नैव पिधीयते । बालादीन् भोजयित्वातु, शस्यते भोजनं सदा ॥१॥ ભાવાર્થ-“ભોજન વખતે ગૃહસ્થ ઘરનું દ્વાર બંઘ કરવું નહીં અને બાલ, વૃદ્ધ, ગ્લાન વગેરેને જમાડીને હમેશાં ભોજન કરવું તે પ્રશંસનીય છે.” વિશેષાર્થ–ભોજન વખતે ગૃહસ્થ ઘરનું દ્વાર બંધ કરવું નહીં, કારણ કે જો ગૃહસ્થનું દ્વાર બંધ હોય તો તે બંઘ દેખી ભિક્ષુકપ્રમુખ નિરાશ થઈ પાછા જાય છે. આગમમાં પણ કહ્યું છે કે नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ । अणुकंपा जिणंदेहिं, सड्डाणं नत्थि वारिया ॥१॥ શ્રાવક ભોજન કરતી વખતે પોતાના ઘરનું દ્વાર બંઘ કરે નહીં, કારણ કે પ્રભુએ શ્રાવકોને અનુકંપાદાન કરવાનો નિષેઘ કરેલો નથી.” વળી પાંચમા અંગ શ્રી વિવાહપન્નત્તિ સૂત્રમાં તંગિકગિરિના શ્રાવકના વર્ણન પ્રસંગે કહ્યું છે કે તે શ્રાવકો “મંગુગલુવારા’’ છે. એ વિશેષણનો એવો અર્થ થાય છે કે ‘ભિક્ષુક વગેરેના પ્રવેશ માટે તે શ્રાવકો સર્વદા પોતાનાં ઘરનાં દ્વાર ઉઘાડાં રાખે છે, જેથી ભિક્ષુક નિરાશ થઈ પાછા ચાલ્યા જતા નથી. દ્વાર બંધ કરીને તેઓ ઘર્મની નિંદા કરાવતાં નથી.” ભોજન વખતે દ્વાર બંઘ કરવાં તે મહતુ પુરુષોનું લક્ષણ નથી. શ્રી જિનેશ્વર ભગવંતે પણ સાંવત્સરિક દાનથી દીન લોકોનો ઉદ્ધાર કરેલો છે. વિક્રમના સમયથી તેરસો ને પંદરમે વર્ષે જ્યારે મોટો દુકાળ પડ્યો ત્યારે કચ્છદેશમાં ભદ્રેશ્વર નગરના રહેવાસી શ્રીમાળી સાહુકાર જગડુશાહે એક સો ને બાર દાનશાળાઓ ઉઘાડીને દાન આપ્યું હતું. કહ્યું છે કે “તે દુર્ભિક્ષમાં હમ્મીરને બાર હજાર મૂડા, વિશળદેવને આઠ હજાર મૂડા અને દિલ્લીના બાદશાહને એકવીશ હજાર મૂડા ઘાન્ય જગડુશાહે આપ્યું હતું.” સમૃદ્ધિવાળા ગૃહસ્થ ભોજન સમયે દયાદાન વિશેષે કરવું અને નિર્ધનને યથાશક્તિ દાન આપવું. કહ્યું છે કે कुकिंभरी न कस्कोऽत्र, बह्वाधाराः पुमान् पुमान् । ततस्तत्कालमायातान्, भोजयेद् बांधवादिकान् ॥१॥ ભાવાર્થ-“પોતાનું પેટ ભરનાર તો કયો પુરુષ નથી? પણ જે પુરુષ ઘણાના આઘારરૂપ હોય છે તે જ પુરુષ કહેવાય છે, તેથી ભોજનકાળે આવેલા બાંઘવપ્રમુખને અવશ્ય ભોજન આપવું.” તે ઉપર એક કથા છે કે ચિત્રકૂટમાં ચિત્રાંગદ નામે એક રાજા હતો. એક વખતે તેના કિલ્લા ઉપર શત્રુના સૈન્ય ઘેરો નાખ્યો હતો. તે વખતે નગરમાં શત્રુઓના પ્રવેશનો ભય છતાં પણ તે ઘાર્મિક રાજા ભોજન વખતે દરવાજા ઉઘાડા રાખતો હતો. પ્રારંભમાં શ્લોકના ત્રીજા પાદમાં “બાળક પ્રમુખને જમાડીને પછી જમવું' એમ કહ્યું છે તેમાં પ્રમુખ (વગેરે) શબ્દથી બાળ, ગ્લાન, વૃદ્ધ, માતાપિતા, પુત્રવધૂ, સેવકવર્ગ અને ગાય પ્રમુખને Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ વ્યાખ્યાન ૧૬૬] ગૃહસ્થોની ભોજનવિધિ ભોજન અથવા ચારાપાણી વગેરે ઉચિત પ્રમાણમાં આપીને, પછી નવકાર ગણીને તથા પચખાણ સંભારીને ભોજન લેવું. ભોજન કરવાના સમયનું ઉલ્લંઘન કરવું નહીં. કહ્યું છે કે याममध्ये न भोक्तव्यं, यामयुग्मं नो लंघयेत् । याममध्ये रसोत्पत्तिः, यामयुग्मे बलक्षयम् ॥१॥ એક પહોરની અંદર જમવું નહીં અને બે પહોરનું ઉલ્લંઘન કરવું નહીં, કારણ કે પહેલા પહોરમાં જમે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર સુધી ન જમે તો બળનો ક્ષય થાય છે.” વળી યોગ્ય સમયે જમવું, તેમાં પણ ચાલતી ઋતુને યોગ્ય એવો આહાર લેવો. તે વિષે કહ્યું છે કે-“શરઋતુમાં જે જળ પિવાયું, પોષ અને માઘ માસમાં જે ખવાયું અને જ્યેષ્ઠ અને અશાડ માસમાં જે સુવાયું તેનાથી જ મનુષ્ય જીવે છે.” વળી કહ્યું છે કે-“વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરઋતુમાં જળ અમૃત છે, હેમંતઋતુમાં ગાયનું દૂધ અમૃત છે, શિશિરઋતુમાં આમળાનો રસ અમૃત છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મઋતુમાં ગોળ અમૃત છે.” સર્વ ભોજન લોલુપતા વગર કરવું. તે વિષે કહ્યું છે કે क्षणमात्रसुखस्यार्थे, लोल्यं कुर्वन्ति नो बुधाः । कंठनाडीमतिक्रांतं, सर्वं तदशनं समं ॥१॥ “પ્રાજ્ઞપુરુષો ક્ષણમાત્રના સુખને માટે ભોજનની લોલુપતા કરતા નથી, કારણ કે કંઠની નાડી અતિક્રમ્યા પછી તો સર્વ ભોજન સરખું જ છે.” જમવા માટે જીવવું નથી, પણ જીવવા માટે જમવાનું છે. આ દેહથી આત્માર્થ સાધવો છે, તેમાં સાથ આપે તે માટે દેહને ખોરાક આપવો છે. માટે સાદું ભોજન કરવું અને તે પણ પ્રમાણસર કરવું. અધિક ભોજન પણ કરવું નહીં. અધિક ભોજન કરવાથી અજીર્ણ, વમન, વિરેચન વગેરે રોગ સુલભ થાય છે. કહ્યું છે કે–“હે જીભ! જમવાનું અને બોલવાનું પ્રમાણ તું જાણી લે; કારણ કે અતિ આહાર કરવાનું અને અતિ બોલવાનું પરિણામ દાણ આવે છે.” વળી કહ્યું છે કે“હિતકારી, મિત અને પક્વ ભોજન કરનાર, ડાબે પડખે સૂનાર, હમેશાં ચાલવાની ટેવવાળો, દસ્ત પેશાબને નહીં રોકનાર અને સ્ત્રીને વિષે મનને વશ રાખનાર એવો પુરુષ સર્વ રોગોને જીતે છે.” વળી કહ્યું છે કે-“આકાશમાં (અગાસીમાં), તડકામાં, અંઘકારવાળી જગ્યામાં, ઝાડની નીચે, સ્મશાનમાં, પોતાના આસન ઉપર જ બેઠા બેઠા, તર્જની આંગળીને ઊંચી કરીને, ડાબી નાસિકા વહેતી હોય ત્યારે, કેવળ ભૂમિ ઉપર બેસીને અને જોડા પહેરીને કદી પણ જમવું નહીં; તેમ જ ટાટું થઈ ગયેલું ભોજનાદિ ફરી ઊનું કરાવીને ખાવું નહીં.” શ્રી જિનદત્તસૂરિ વિરચિત વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે “૧. એક જ વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર માથે વીંટી રાખીને, અપવિત્રપણે અને અતિ લોલુપતા રાખીને સુજ્ઞ પુરુષે ભોજન કરવું નહીં. ૨. વળી મળમૂત્રાદિ વડે અપવિત્ર થયેલું, ગર્ભાદિ હત્યાના કરનારાએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ અડકેલું અને ગાય, શ્વાન કે પક્ષીઓએ બોટેલું વા સુંઘેલું ભોજન જમવું નહીં. ૩. વળી જળ પીવા વિષે લખેલું છે કે ભોજનની પહેલાં જળ પીવું તે વિષ તુલ્ય છે, ભોજનને અંતે જળ પીવું તે શિલા જેવું છે અને મધ્યે જળ પીવું તે અમૃત જેવું છે. ૪. ભોજન કર્યા પછી સર્વ રસ ભરેલા હાથ વડે Page #89 -------------------------------------------------------------------------- ________________ -- — ૮૦. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૨ માણસે પ્રતિદિન જળનો એક ચળું (ઘડો) પીવો. ૫. જમીને ઊઠ્યા પછી જળથી આર્ટ એવા હાથ વડે બે લમણાને, બીજા હાથને કે નેત્રને સ્પર્શ કરવો નહીં, પણ ઢીંચણ ઉપર જ તે હાથ ફેરવવો તે શ્રેયકારી છે. ૬. ભોજન કર્યા પછી ડાબે પડખે બે ઘડી નિદ્રા વગર શયન કરવું અથવા સો ડગલાં ચાલવું. ૭. વળી ભોજન સમયે અગ્નિ, નૈઋત્ય ને દક્ષિણ દિશા, સંધ્યાકાળ, સૂર્યચંદ્રના ગ્રહણની વેળા અને પોતાના સ્વજનાદિકનું શબ પડ્યું હોય તે વખત વર્જિત કરવો. ૮. ભોજનમાં, મૈથુનમાં, સ્નાન કરવામાં, વમનમાં, દાતણ કરવામાં, મલોત્સર્ગ વખતે અને પેશાબ કરતાં બુદ્ધિમાન પુરુષે મૌન રાખવું. ૯, ભોજન કર્યા પછી નવકાર મંત્રનું સ્મરણ કરીને ઊઠવું.” આ પ્રમાણે વિધિથી કરેલું ભોજન પ્રશંસનીય છે. તેથી તેવા જ વિધિથી શુદ્ધ આત્માવાળા ગૃહસ્થ ભોજન કરવું અને પોતાના આત્માને સેંકડો પ્રકાર વડે ગૃહીઘર્મને વિષે આરોપણ કરવો. વ્યાખ્યાન ૧૬૭ દાનની પ્રશંસા पूर्वकर्मादिभिर्दोषैर्मुक्तं कल्प्यं शुभाशनम् । साधूनां पात्रसात्कृत्य भोक्तव्यं कृतपुण्यवत् ॥१॥ ભાવાર્થ-“પૂર્વકર્માદિ દોષથી રહિત અને કહ્યું તેવું ઉત્તમ ભોજન સાધુઓના પાત્રમાં આપીને પછી કૃતપુણ્યની જેમ ભોજન કરવું.” કૃતપુણ્યની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તે નગરમાં ઘનશ્વર નામે સાર્થવાહ રહેતો હતો. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેને કૃતપુણ્ય નામે એક પુત્ર થયો હતો. માતાપિતાએ ઘન્યા નામની એક ગૃહસ્થની પુત્રી સાથે તેને પરણાવ્યો હતો, પરંતુ યૌવનવય છતાં તપુણ્યને પુરુષોના સમાગમને લીધે વિષયથી વિમુખ દેખીને તેના માતાપિતાએ ચિંતવ્યું કે કદી આ પુત્ર દીક્ષા લેશે તો પછી આપણી શી ગતિ થશે?” આવું વિચારી તેમણે પુત્રને ભોગરસિક પુરુષોની સંગતિમાં મૂક્યો. ત્યાં જારપુરુષોના સંયોગથી કૃતપુણ્ય વ્યસની થઈ ગયો. છેવટે એક વેશ્યામાં તે એવો આસક્ત થઈ ગયો કે તે માતાપિતાને પણ ભૂલી ગયો. માતાપિતા તેના ઉપયોગ માટે હંમેશાં ઘન મોકલવા લાગ્યા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં કૃતપુણ્યના એક ક્ષણની જેમ બાર વર્ષ ચાલ્યા ગયાં. માતાપિતાએ તેને વારંવાર તેડાવ્યો, પણ તે ઘરે આવ્યો નહીં. છેવટે વેશ્યાને ઘેર ઘન મોકલતાં તેનું સર્વ ઘન નષ્ટ થઈ ગયું અને એકદા અકસ્માતુ તીવ્ર જ્વર આવવાથી કૃતપુણ્યનાં માતાપિતા પણ મૃત્યુ પામી ગયાં. માત્ર કૃતપુણ્યની સ્ત્રી ઘન્યા એકલી રહી. એક વખતે વેશ્યાની માતા કુટ્ટિનીની આજ્ઞાથી તેની કોઈ દાસી કૃતપુણ્યને ઘેર ઘન લેવાને ગઈ. ત્યાં જીર્ણ થઈને પડી ગયેલા ઘરમાં એકલી ઘન્યાને દીઠી. અનુમાન વડે આ કૃતપુણ્યની સ્ત્રી હશે એવું ઘારી દાસીએ કહ્યું-સુંદરી! તારી પાસેથી તારા સ્વામી ઘન મગાવે છે, અને તે માટે જ મોકલી છે.” ઘન્યા બોલી-“બાઈ! હું મંદભાગી છું. મારી પાસે ઘન ક્યાં છે કે હું મોકલું? મારા સાસુ અને સસરા તો સ્વર્ગવાસી થયાં છે; તો પણ મારા પિતાએ આપેલું એક અંગભૂષણ (મંગળસૂત્ર) મારી પાસે છે તે તું લઈ જા અને મારા પતિને ખુશ કર.” એમ કહી તે આભૂષણ તેણે Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૭] દાનની પ્રશંસા ૮૧ દાસીને આપ્યું. દાસી તે આભૂષણ લઈ વેશ્યાને ઘેર આવી અને કૃતપુણ્યને તેના ઘરની સ્થિતિ જણાવી તે આભૂષણ આપ્યું. તેણે તે વેશ્યાને આપ્યું. આ ઉપરથી કુટ્ટિનીએ તેને નિર્ધન થયેલો જાણી તેનું અપમાન કરવા માંડ્યું. કુટ્ટિનીની આજ્ઞાથી તેના સેવકો પણ કૃતપુણ્યની સામે રજ ઉડાવવા લાગ્યા. તે જોઈ અનંગસેના નામે વેશ્યાપુત્રીએ પોતાની માતા(અક્કા)ને કહ્યું- હે માતા! આપણે આ પુરુષનું ઘણું ઘન ખાઈ ગયા છીએ, તો હમણા તેની આવી વિડંબના કેમ કરો છો? અક્કા બોલી–“પુત્રી! આપણો એવો જ કુલાચાર છે.” આવો તેમનો વાર્તાલાપ સાંભળી કૃતપુણ્ય મનમાં કચવાતો સતો ત્યાંથી નીકળી પોતાના ઘર તરફ જવા ચાલ્યો. પતિને દૂરથી આવતો જોઈ ઘન્યાએ ઊભા થઈ, સામા આવી આસન આપવા આદિથી યોગ્ય સત્કાર કર્યો. પછી પોતાના ઘરનો સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યો. તે સાંભળી તપુણ્ય ચિંતવવા લાગ્યો–“અહો! મારા જીવિતને ધિક્કાર છે. મેં મારા માતાપિતાને દુઃખસાગરમાં ફેંકી દીઘાં અને પૂર્વે સંચય કરેલા સર્વ ઘનનો પણ વિનાશ કર્યો. આ પ્રમાણે પોતાના પતિને પશ્ચાત્તાપ કરતાં જોઈ ઘન્યાએ તેને સંતોષ પમાડ્યો અને કહ્યું–“સ્વામીનાથ! જે ભાવી હોય તે થાય છે. કહ્યું છે કે गते शोको न कर्त्तव्यो, भविष्यन्नैव चिंतयेत् । વર્તમાન વેતન, વયંતિ વિયક્ષTદા ગઈ વસ્તુનો શોક કરવો નહીં અને ભવિષ્યની ચિંતા કરવી નહીં. વિચક્ષણ પુરુષો વર્તમાનકાલ વડે જ પ્રવર્તે છે.” આવાં પ્રિયાનાં વચન સાંભળી કૃતપુણ્ય સ્વસ્થ થયો. પછી પત્નીએ આપેલા દ્રવ્ય વડે વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે વિલાસસુખ ભોગવતાં ઘન્યાને એક પુત્ર થયો. એક વખતે કૃતપુણ્ય લોકોના મુખથી એવું સાંભળ્યું કે “ઘનેશ્વરના પુત્ર તપુયે પોતાના કુળને કલંકિત કર્યું. પોતાના પિતાનું ઘન વેશ્યાના ફંદમાં પડીને ખાડામાં નાખી દીધું. તેનું કાંઈ પણ ઘન સુકૃતમાં ગયું નહીં.” આવી લોકવાણી સાંભળી કૃતપુયે પોતાની સ્ત્રીને કહ્યું—“પ્રિયા! હાલમાં કોઈ સાર્થવાહ અહીં આવેલ છે. તેની સાથે અનેક દેશ જોવા અને ઘન ઉપાર્જન કરવા માટે હું જવા ઇચ્છું છું.” આવાં વચન સાંભળી કુલીન સ્ત્રી ઘન્યા બોલી–સ્વામી! આમ કાંઈ પણ લીઘા વિના ખાલી જવું આપને ઉચિત નથી.” પછી કાંઈક કરિયાણું લાવી આપી તે સાર્થની સાથે પતિને જવા કહ્યું અને કોઈ દેવાલયમાં જઈ, મોદકનું ભાતું સાથે આપી એક ખાટલા ઉપર તેને સુવાડી ઘન્યા ઘેર આવી. આ અરસામાં એવું બન્યું કે તે નગરમાં ઘનદ નામનો કોઈ મોટો ગૃહસ્થ રહેતો હતો. તેને ચાર સ્ત્રીઓ હતી અને રૂપવતી નામે તેની વૃદ્ધ માતા હતી. તે ઘનદ અકસ્માતુ કોઈ તીવ્ર વ્યાધિ થવાથી મૃત્યુ પામ્યો. તે વખતે તેની માતા રૂપવતીએ ચારે વધૂઓને કહ્યું-“તમારો પતિ પુત્ર-વગરનો મૃત્યુ પામ્યો છે એમ જો આપણા રાજાના સાંભળવામાં આવશે તો તે આપણું સર્વ ઘન લઈ લેશે; તેથી તમારે આ વખતે બિલકુલ રુદન કરવું નહીં, ગુપ્ત રીતે આ શબને ભૂમિમાં ક્ષેપવી દેવું અને જ્યાં સુધી તમને પુત્ર થાય ત્યાં સુધી બીજો પુરુષ સેવવો.” ચારે સ્ત્રીઓએ તેમ કરવા કબૂલ કર્યું. એટલે રૂપવતી ચારે વધૂઓને લઈને કોઈ યોગ્ય પુરુષને શોધવા નીકળી. ત્યાં દેવાલયમાં સૂતેલો કૃતપુણ્ય તેમના જોવામાં આવ્યો, એટલે તેને સૂતો ને સૂતો ઉપાડી ઘરમાં લઈ આવ્યા. ભાગ ૩-૬) Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૨ કૃતપુણ્ય જાગી ઊઠ્યો, એટલે રૂપવતી તેના કંઠે વળગી રોવા લાગી અને બોલી–“વત્સ! તારી માતાને છોડી તું આટલા બધા દિવસ ક્યાં હતો? હમણા તારો જ્યેષ્ઠ બંધુ મૃત્યુ પામ્યો છે; તેથી હે પુત્ર! હવે તારે બીજે ક્યાંય જવું નહીં. તું સ્વેચ્છાથી તારા બંધુની સ્ત્રીઓ સાથે ભોગ ભોગવ.” કૃતપુણ્ય વિચારમાં પડ્યો કે “આ શું? પણ હવે જે ભાવી હોય તે થાઓ. અત્યારે તો આ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું છે તે ભોગવું.” આવું ચિંતવી તે બોલ્યો-“માતા! હું બધું ભૂલી ગયો હતો. હમણા પુણ્યયોગે મને માતાનું દર્શન થયું છે તો તમારી આજ્ઞા હું માથે ચડાવું છું.” પછી તે ચારે સ્ત્રીઓની સાથે અનેક પ્રકારનાં સુખ ભોગવવા લાગ્યો. તેમ કરતાં ત્યાં બાર વર્ષ વીતી ગયાં. અનુક્રમે ચારે સ્ત્રીઓને પુત્ર થયા. અન્યદા પેલી વૃદ્ધ રૂપવતીએ પોતાની વહુઓને કહ્યું-“હવે તમારે સર્વને પુત્ર થયા છે; માટે જે સ્થાનેથી આ પુરુષને લાવ્યા છો ત્યાં તેને પાછો મૂકી દો. પરપુરુષનો વઘારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.” સ્ત્રીઓને એ વાત અનિષ્ટ હતી, પણ સાસુના ભયથી તેમ કરવા કબૂલ કર્યું. પછી તે સ્ત્રીઓએ કૃતપુણ્યને એક માંચા ઉપર સુવાર્યો અને સ્નેહને લીધે એકેક બહુમૂલ્ય રત્ન નાખીને ચાર મોદક તેના વસ્ત્રને છેડે બાંધ્યા, અને તેને નિદ્રામાં જ પૂર્વના સ્થાને મૂકી આવી. દૈવયોગે પેલો સાર્થવાહ તે જ દિવસે ત્યાં આવીને ઊતર્યો. પતિને આવેલો જાણી તેની પૂર્વપ્રિયા ઘન્યા ત્યાં આવી. તેણે પૂર્વની જેમ પતિને સૂતેલો જોયો. થોડી વારે તે જાગ્રત થયો; એટલે પુત્ર સહિત પોતાની પત્નીને જોઈ તે ચિંતવવા લાગ્યો-“અહો! સ્વપ્નની જેવું આ શું? આ તો મોટું આશ્ચર્ય થયું છે. મને અહીં કોઈ દેવતાએ કે મનુષ્ય મૂકેલો જણાય છે. પછી પત્નીનાં વચનથી તે પોતાને ઘેર આવ્યો. પ્રિયાએ હસતાં હસતાં પૂછ્યું–પ્રાણેશ! વિદેશમાં જઈને શું કમાઈ આવ્યા?” કૃતપુણ્ય લક્ઝથી મૌન ઘરી રહ્યો. પછી પુત્રને પેલામાંથી એક મોદક આપ્યો. પુત્ર તે લઈને નિશાળે ગયો. ત્યાં મોદક ખાતાં તેમાંથી રત્ન નીકળ્યું. કોઈ કંદોઈએ તે જળકાંત રત્ન છે એમ જાણી થોડીક સુખડી આપી તેને ઠગીને લઈ લીધું અને પોતાને ઘેર લઈ ગયો. કૃતપુણ્ય પણ બાકીના મોદકમાંથી રત્ન નીકળતાં સુખી થયો. આ અરસામાં એક દિવસે શ્રેણિક રાજાનો સેચનક નામનો હાથી ગંગાનદીમાં જળ પીવા ગયેલ ત્યાં તેને કોઈ જળજંતુએ પકડ્યો. શ્રેણિક રાજાને સેવકે તે ખબર આપી; એટલે રાજાએ અભયકુમારને કહ્યું. બુદ્ધિમાન અભયકુમારે હાથીને છોડાવવા જળકાંત મણિની શોધ કોશાગારમાં કરાવી; પણ તેમાં તેવો મણિ મળ્યો નહીં. પછી નગરમાં પડતું વગડાવ્યો કે “જે કોઈ જળકાંત મણિ લાવશે તેને અર્થે રાજ્ય સહિત રાજપુત્રી આપવામાં આવશે.” તે વખતે પેલા કંદોઈએ પડહ ગ્રહણ કર્યો અને નળકાંતમણિ રાજાને આપ્યો. અભયકુમારે તે મણિ ગંગામાં હાથીની પાસે મૂક્યો; એટલે તેના સંયોગથી જળના બે વિભાગ થઈ ગયા. તેથી પેલો જળજંતુ હાથીને છોડી નાસી ગયો અને હસ્તી છૂટો થયો. શ્રેણિક રાજા સેચનક ઉપર ચડી રાજમહેલમાં આવ્યા. પછી એકાંતે અભયકુમારને કહ્યું કે “આ કંદોઈને રાજપુત્રી શી રીતે અપાય?” અભયકુમારે કહ્યું–જેનું આ રત્ન છે તે પુરુષને હું શોધી કાઢીશ.” પછી અભયકુમારે તે કંદોઈને બોલાવીને પૂછ્યું-“સત્ય કહે, આ રત્ન તને ક્યાંથી મળ્યું? જો સત્ય નહીં કહે તો તારી ઉપર કોરડાના પ્રહાર પડશે, જેથી તું મરણ પામીશ.” કંદોઈએ ભયથી સર્વ વાત ખરેખરી જણાવી દીઘી; એટલે શ્રેણિક રાજાએ કૃતપુણ્યને બોલાવી, Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૭] દાનની પ્રશંસા ૮૩ અર્ધ રાજ્ય સાથે પોતાની પુત્રી મનોરમા આપી અને કંદોઈને પણ કાંઈક દ્રવ્ય આપી તેનું સન્માન કર્યું. એકદા કૃતપુણ્યે અભયકુમારને બાર વર્ષ પહેલાં જે વાર્તા બની હતી, તે જણાવી કહ્યું કે ‘મંત્રીરાજ! આ નગરીમાં મારી ચાર પુત્રો સહિત ચાર પત્નીઓ રહે છે. તેમને હું દીઠે ઓળખું છું, પણ તેમના નિવાસગૃહને હું જાણતો નથી.' અભયકુમારે કહ્યું–‘તેમને હું શોધી આપીશ.' પછી મંત્રીએ પ્રવેશ કરવાના અને નીકળવાના બે જુદા જુદા દ્વારવાળો એક પ્રાસાદ કરાવ્યો. તેની મધ્યમાં કૃતપુણ્યના જેવી આકૃતિવાળી લેપની યક્ષપ્રતિમા સ્થાપિત કરી. પછી નગરમાં એવો પડહ વગડાવ્યો કે ‘“શહેરની પુત્રવાળી તમામ સ્ત્રીઓએ પોતાના પુત્રો સહિત આ યક્ષની પ્રતિમાને નમન કરવા આવવું.” તત્કાળ નગરની સ્ત્રીઓ પોતપોતાના પુત્રો લઈ યક્ષના દર્શન માટે આવવા લાગી અને એક દ્વારથી પ્રવેશ કરી બીજે દ્વારે નીકળવા લાગી. આ સમયે પેલી રૂપવતી વૃદ્ધા પણ પુત્ર સહિત ચાર વધૂઓને લઈ યક્ષપ્રતિમાને નમવા આવી. તેમને ઓળખી કૃતપુણ્યે અભયને કહ્યું, તેવામાં તો પેલા ચાર પુત્રો યક્ષની આકૃતિ જોઈ પોતાના પિતા છે એમ જાણી ‘હે તાત! હે તાત!’ એમ કહેવા લાગ્યા અને કોઈ તેના ઉદરને વળગી પડ્યો ને કોઈ તેની દાઢી મૂછ પકડવા લાગ્યો. તે સમયે અભયે કહ્યું ‘હે કૃતપુણ્ય! આ તારા પુત્રો અને આ તારી પત્નીઓ.’ પછી અભયકુમાર રૂપવતીને ઘેર ગયા અને તેનું સર્વસ્વ મૃતપુણ્યને આપ્યું. ત્યાર બાદ અનંગસેના વેશ્યાપુત્રીને પણ ત્યાં બોલાવી. એવી રીતે કૃતપુણ્યને સાત સ્ત્રીઓ થઈ. એક વખતે જગબંધુ શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. કૃતપુણ્ય જગદીશને વાંદવા ગયો. સર્વજ્ઞ પ્રભુની ધર્મદેશના સાંભળી પછી કૃતપુણ્યે અંજલિ જોડીને પ્રભુને પૂછ્યું–‘ભગવન્! મારે કયા કર્મના ઉદયથી સંપત્તિ અને વિપત્તિ વચ્ચે વચ્ચે પ્રાપ્ત થઈ?’ પ્રભુ બોલ્યા-‘કૃતપુણ્ય! તારો પૂર્વભવ સાંભળ ઃ— શ્રીપુર નગરમાં એક નિર્ધન ગોવાળનો પુત્ર રહેતો હતો. એક દિવસે ઘેરઘેર ખીરનાં ભોજન થતાં જોઈ તેણે પોતાની માતા પાસે તેની યાચના કરી. ગરીબ માતાના ઘરમાં ખીર બની શકે તેમ ન હોવાથી તે રુદન કરવા લાગી. તેને રડતી જોઈ પાડોશની દયાળુ સ્ત્રીઓએ દૂધ વગેરે ખીરની સામગ્રી તેને લાવી આપી. તે વડે ગરીબ માતાએ ખીર રાંઘી પુત્રને પીરસી અને પોતે કોઈ કાર્ય માટે બહાર ગઈ. તેવામાં માસખમણને પા૨ણે કોઈ બે મુનિ ત્યાં આવી ચડ્યા. તેમને જોઈ ઉલ્લાસથી તે ગોપાલપુત્રે ખીરનો એક ભાગ આપ્યો; તે થોડો જાણીને પછી બીજો ભાગ આપ્યો; વળી તેવી જ રીતે ત્રીજો ભાગ પણ આપ્યો. એ પ્રમાણે ત્રણ વાર ખીર આપી. કાળયોગે મૃત્યુ પામી તે વત્સપાલનો પુત્ર અહીં તું થયેલ છું. પૂર્વભવે તેં ત્રણ વાર રહી રહીને દાન આપ્યું, તેથી તને આ ભવમાં આંતરે આંતરે સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થયેલ છે.’’ આ પ્રમાણે પૂર્વભવ સાંભળી કૃતપુણ્યને જાતિસ્મરણજ્ઞાન થયું, એટલે તેણે પોતાનો પૂર્વભવ જોયો. તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જ્યેષ્ઠ પુત્રને ગૃહનો ભાર આપી તેણે દીક્ષા લીધી અને તીવ્ર તપ તપી તે પાંચમા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈને છેવટે મોક્ષે જશે. “શ્રાવકે સ્વશક્તિ અનુસાર મુનિઓને વિલંબ વિના શીઘ્ર દાન આપવું; કારણ કે વત્સપાળનો જીવ કૃતપુણ્ય દાનના પ્રભાવે અપૂર્વ સંપત્તિ પામ્યો અને અનુક્રમે મોક્ષે જશે.'' Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૨. વ્યાખ્યાન ૧૬૮ ભોજન વખતે મુનિને સંભારવા भोजनसमयेऽवश्यं, संस्मार्या मुनिसत्तमाः । ततो भोजनमश्नीयाद्, धनावहाख्यश्रेष्ठिवत् ॥१॥ ભાવાર્થ-“ભોજન વખતે ઉત્તમ મુનિઓને અવશ્ય સંભારવા અને તે પછી ઘનાવહ શ્રેષ્ઠીની જેમ ભોજન લેવું.” ધનાવહ શ્રેષ્ઠીની કથા - એક વખત પ્રથમ તીર્થંકરના જીવ ઘનાવહ સાર્થવાદે ઘણા સાર્થની સાથે ગ્રીષ્મ ઋતુમાં પ્રયાણ કર્યું. માર્ગમાં મોટી મેઘવૃષ્ટિ થવાથી બઘી પૃથ્વી કાદવથી આકુળ થઈ ગઈ; તેથી માર્ગમાં કોઈ જગ્યાએ પડાવ કરીને સાર્થવાહ રહ્યો. તેની સાથે ઘર્મઘોષસૂરિ આવેલા હતા. તેઓ પણ ત્યાં યોગ્ય સ્થળે રહ્યા. સાર્થના લોકો ખોરાકી ખૂટી જવાથી વનમાંથી મૂળ, ફળ લાવી ખાઈને તાપસની જેમ રહેવા લાગ્યા. એક વખતે ઘનાવહ શ્રેષ્ઠી સર્વને સંભારી ભોજન કરવા બેઠા. તેવામાં તેને સૂરિનું સ્મરણ થઈ આવ્યું. ઘનાવહે ચિંતવ્યું કે “અહો! મને ધિક્કાર છે. આજે પંદર દિવસ થયાં મેં સૂરિજીને બિલકુલ સંભાર્યા નથી. એ મુનીશ્વર અમાસુક, અપક્વ અને તેમને ઉદ્દેશીને કરેલું વહોરતા નથી; તેથી એમનો નિર્વાહ કેવી રીતે ચાલતો હશે?” આમ વિચારી તત્કાળ સૂરિ પાસે જઈ વંદના કરીને કહ્યું–“સ્વામી! આજે પ્રસન્ન થઈને મારી સાથે મુનિઓને વહોરવા મોકલો.' સૂરિએ ઘનાવણની સાથે બે મુનિને મોકલ્યા. શ્રેષ્ઠીએ તેમને નિર્દોષ એવું પુષ્કળ ઘી ઘણા હર્ષથી વહોરાવ્યું. સર્વ મુનિઓએ તે વડે માસક્ષપણનું પારણું કર્યું. તે પુણ્યથી ઘનાવહ શ્રેષ્ઠીએ તેરમે ભવે તીર્થંકર પદનો નિર્ધાર કર્યો. “વૈદ્ય લોકો ઘીને આયુષ્ય કહે છે તે ખોટું નથી, કેમ કે તેના દાનથી ધનાવહ સાર્થવાહે પોતાનું આયુષ્ય શાશ્વત કર્યું.” ત્યાંથી ઘનાવહ યુગલિયામાં ઉત્પન્ન થઈ સૌઘર્મ દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવી મહાબલ નામે વિદ્યાઘરેંદ્ર થયો. ત્યાંથી લલિતાંગ દેવ થયો. ત્યાંથી ચવી વજજંઘ રાજા થયો. પાછો ફરી વાર યુગલિક થયો. ત્યાંથી પહેલે દેવલોકે ગયો. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં જીવાનંદ નામે વૈદ્ય થયો. તેને ચાર મિત્રો હતા. એકદા તેઓ વૈદ્યને ઘેર બેઠા હતા, તેવામાં કોઈ સાધુને કુષ્ઠરોગી જોઈ તેઓએ વૈદ્યને કહ્યું–“આ મુનિની ચિકિત્સા કરો.” વૈદ્ય કહ્યું–મારી પાસે લક્ષપાક તેલ છે, બાકી રત્નકંબલ અને ગોશીષચંદન તમે લાવી આપો તો હું ચિકિત્સા કરું.” પછી તે પાંચે મળીને કોઈ વણિકની દુકાને ગયા અને તે વસ્તુઓ તેની પાસે માગી. તે વણિકે તે મૂલ્ય વિના આપી. તે પુણ્યથી તે વણિક તે જ ભવે સિદ્ધિપદને પામ્યો. અહીં પાંચે મિત્રો મળીને મુનિ પાસે ગયા. પ્રથમ લક્ષપાક તેલ વડે મુનિના અંગને મર્દન કર્યું. પછી રત્નકંબલથી તેમને આચ્છાદિત કર્યા, એટલે શરીરમાંથી તમામ કૃમિઓ નીકળી તે રત્નકંબલમાં ભરાઈ ગયા. પછી ગોશીષચંદનનો લેપ કર્યો. એવી રીતે ત્રણ વાર કરવાથી બઘા કૃમિઓ નીકળી ગયા અને મુનિનો રોગ મૂળમાંથી નષ્ટ થયો. પેલા કીડાઓ તેમણે મૃતગાયના કલેવરમાં મૂક્યા. “દયાળુ પુરુષો તે કીડાઓને પણ નિરાશ કેમ કરે?” Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬૮] ભોજન વખતે મુનિને સંભારવા ૮૫ પછી રત્નકંબલ ને વધેલું ગોશીષચંદન એ બે વસ્તુઓ વેચી તેથી ઉત્પન્ન થયેલા દ્રવ્ય વડે અતિ ઉન્નત જિનપ્રાસાદ કરાવ્યો. આયુક્ષયે કાળ કરીને તે પાંચે જણા બારમા દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈદ્યનો જીવ ચક્રવર્તી થયો અને બીજા ચાર બાહુ, સુબાહુ, પીઠ ને મહાપીઠ નામે ચક્રીના અનુજ બંધુઓ થયા. પછી તે સર્વે સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. ત્યાંથી આવી ઘનાવહનો જીવ ઋષભપ્રભુ થયા, બાહુનો જીવ ભરત થયો, સુબાહુનો જીવ બાહુબલ થયો અને પીઠ તથા મહાપીઠના જીવ બ્રાહ્મી અને સુંદરી થયા. પૂર્વભવમાં દંભયુક્ત તપસ્યા કરવાથી તેઓ સ્ત્રીપણાને પામ્યા. આ દૃષ્ટાંતનું વિશેષ વર્ણન જાણવું હોય તો પ્રાચીન આચાર્યના રચેલા અઢાર હજાર શ્લોકના પ્રમાણવાળા દર્શનરત્નાકર નામના ગ્રંથમાંથી જાણી લેવું. એવી રીતે વિધિ સહિત એક વાર દાન આપવાથી ઘનાવહ સાર્થવાહ તેરમે ભવે ઉજ્વળ તીર્થંકરપદને પામ્યા.” વ્યાખ્યાન ૧૬૯ દાનવિધિ હવે જૈન રાજાઓનો દાનવિધિ કહે છે राजपिंड न गृहंति, आद्यांतिमजिनर्षयः । भूपास्तदा वितन्वंति, श्राद्धादिभक्तिमन्वहं ॥१॥ ભાવાર્થ-“પહેલા અને છેલ્લા તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી, તેથી તે વખતના જૈન રાજાઓ હમેશાં શ્રાવક વગેરેની ભક્તિ કરે છે.” આ હકીકતને શ્રી કુમારપાળ રાજાની કથા વડે દ્રઢ કરે છે. કુમારપાળ નૃપ કથા એક વખતે શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની પાસે “મુનિઓને રાજપિંડ કલ્પતો નથી' તે વિષે વર્ણન કર્યું. તે સાંભળી રાજાએ આચાર્યને પૂછ્યું-“ભગવન્! જો મારા ઘરનું અન્ન જૈનમુનિ સ્વીકારે નહીં તો પછી મારા બાર વ્રત પૂરા શી રીતે થાય? અને હું ઉત્તમ શ્રાવક કેમ થઈ શકું? માટે આપ ગુરુમહારાજા મારા ઘરનો આહાર સ્વીકારો.” આચાર્ય બોલ્યા હે સોલંકી નરેશ! પહેલા અને છેલ્લા તીર્થંકરના મુનિઓને રાજપિંડ કલ્પતો નથી; પણ હે રાજા! તમારે શ્રાવક વગેરેનું પોષણ કરવું. પૂર્વે પણ શ્રી નાભિરાજાના પુત્ર ઋષભદેવ જ્યારે અષ્ટાપદ ગિરિ ઉપર સમવસર્યા, ત્યારે ભારતે પાંચસો ગાડાં વિવિઘ જાતનાં પકવાનોના ભરી પ્રભુને આમંત્રણ કર્યું હતું. પ્રભુએ તેનો નિષેઘ કર્યો, એટલે ભરતને બહુ ખેદ થયો. તે અવસરે ઇંદ્ર પ્રભુને પૂછ્યું– ભગવન્! અવગ્રહ કેટલા પ્રકારનો છે?” પ્રભુ બોલ્યા-ઇંદ્ર! અવગ્રહના પાંચ પ્રકાર છે–દેવેંદ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપત્યવગ્રહ, સાગરિકાવગ્રહ અને સાઘર્મિકાવગ્રહ. અહીં રાજાવગ્રહમાં ભરતચક્રીને ગ્રહણ કરવા, ગૃહપત્યવગ્રહમાં મંડલિક રાજા લેવા, સાગારિકાવગ્રહમાં જેની વસ્તી વાપરીએ તે શય્યાતર લેવો અને સાઘર્મિકાવગ્રહમાં સાઘર્મિક એટલે સંયમી લેવો. એ પાંચ અવગ્રહોમાં ઉત્તરોત્તર અવગ્રહથી પૂર્વપૂર્વનો બાઘ સમજવો. જેમ રાજાવગ્રહ વડે ઇંદ્રાવગ્રહ ૧. અર્થાત્ મુનિઓએ રાજાને ત્યાંથી આહાર લેવો નહીં. ૨. પ્રતિબંધ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ બાધિત થાય છે, અર્થાત્ રાજાનો અવગ્રહ લેવાથી ઇંદ્રના અવગ્રહનું પ્રયોજન થોડું રહે છે.” આવાં વચન સાંભળી ઇંદ્ર બોલ્યા- “જે આ મુનિઓ મારા અવગ્રહમાં વિચરે છે તેમને મેં અવગ્રહની આજ્ઞા આપેલી છે.” પછી ભરતે ચિંતવ્યું કે “હું પણ મુનિઓને અવગ્રહની અનુજ્ઞા આપું, એટલાથી જ મારી કૃતાર્થતા થાઓ.” એમ વિચારી ભરતે પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી. પછી લાવેલાં પકવાનો વિષે ભરતે ઇંદ્રને પૂછ્યું. એટલે ઇંદ્રે કહ્યું- હે ભરત! તમે જે આ પાંચસો ગાડાં ભાત પાણી લાવ્યા છો તે વડે તમારાથી અધિક ગુણવાળા શ્રાવકોની પૂજા (ભક્તિ) કરો.” એટલે ભારતે શ્રાવકોને બોલાવીને કહ્યું-“તમારે હમેશાં મારે ઘેર ભોજન કરવું, કૃષિ વગેરે કાંઈ કરવું નહીં અને મારા ઘર પાસે આવીને મને કહેવું કે जितो भवान् वर्द्धते भीः, तस्मान्मा हन मा हन. “તું જિતાયો છે, ભય વધે છે; માટે હણીશ નહીં, હરીશ નહીં.” ” ભરતના કહેવા પ્રમાણે તે શ્રાવકો કરવા લાગ્યા. અહીં ભરત સુખમાં મગ્ન થયો હતો, પરંતુ હમેશાં તે શ્રાવકોનાં પૂર્વોક્ત વચન સાંભળ્યા પછી વિચારતો કે “હું કોનાથી જિતાયો છું?” અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. વળી “ભય વધે છે એટલે તેઓનાથી જ ભય વધે છે તેથી આત્માને હણવો નહીં, આવું ચિંતવી ભાવ વડે નિઃસ્પૃહ એવા દેવગુરુની તે સ્તુતિ કરતો હતો. આ પ્રમાણે નિરંતર ચાલવાથી ભોજન કરનારા લોકોની સંખ્યા વધી જવાથી રસોઈયા રાંઘવામાં કાયર થઈ ગયા. એટલે તેઓએ ભરત રાજા પાસે આવીને કહ્યું-“આ જમનારાઓમાં કોણ શ્રાવક છે અને કોણ શ્રાવક નથી તે જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભરતે કહ્યું– તેમને શ્રાવકનાં બાર વ્રત પૂછીને પછી ભોજન આપવું. પછી તેમને ઓળખવાને માટે રાજાએ કાકિણી રત્ન વડે ત્રણ ત્રણ લીટા તેમના શરીર પર કર્યા અને તેવા ચિતવાળા, તથા બાર વ્રતરૂપ બાર તિલક કરનારા અને ભરતે કરેલા ચાર વેદને જાણનારા જે હોય તેને શ્રાવક જાણવા એમ બધે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પાછા છ માસ થયા એટલે જે બીજા નવા શ્રાવકો થયા તેને પણ તેવી જ રીતે કાકિણી રત્ન વડે લાંછન કરવા લાગ્યા. ભરતચક્રી પછી તેમના પુત્ર આદિત્યયશાએ શ્રાવકોને ઓળખવાને માટે સુવર્ણની યજ્ઞોપવીત પહેરાવી. તે પછી મહાયશા વગેરે જે રાજાઓ થયા તેમણે પ્રથમ રૂપાની યજ્ઞોપવીત કરાવી અને પછી કેટલાક વિચિત્ર પસૂત્ર વગેરેની યજ્ઞોપવીત કરાવી. ત્યારથી યજ્ઞોપવીતની પ્રસિદ્ધિ થઈ, તે અદ્યાપિ ચાલે છે. ઇત્યાદિ સર્વ સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની આગળ જણાવીને કહ્યું- હે રાજા! તમારે બારમા વ્રતમાં સાઘર્મીવાત્સલ્ય કરવું યોગ્ય છે. પછી કુમારપાળે જ્યાં સુધી પોતાની આજ્ઞા ચાલતી હતી ત્યાં સુધી રહેનારા શ્રાવકોના ઉપરથી તમામ કર માફ કર્યો, જે કર વડે પ્રતિવર્ષ બોંતેર લાખ દ્રવ્ય ઉપાર્જન થતું હતું. વળી તેણે સાઘર્મી બંધુઓના ઉદ્ધાર માટે ચૌદ કોટી દ્રવ્યનો વ્યય કર્યો. પારણાને દિવસે પોતે કરાવેલા શ્રી ત્રિભુવનપાળવિહાર નામના પ્રાસાદમાં સ્નાત્રમહોત્સવના અવસરે જે સાઘર્મીઓ એકઠા થતા તેઓની સાથે કુમારપાળ ભોજન કરતા હતા. ભોજન વખતે હમેશાં દીન, દુઃખી, અજ્ઞાત અને ક્ષુદાન્તોને અનુકંપાદાન દેવા માટે પડહ વગડાવતા અને તેમને Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૦] સાઘર્મીની સેવાનું ફળ અન્નદાન આપીને પછી ભોજન લેતા હતા. તેમણે ઘણી દાનશાળાઓ સ્થાપી હતી. કહ્યું છે કે “રાજા કુમારપાળ ઘી, ભાત, મગ, માંડા, શાક, વડાં, વડી અને તીખા વઘારીયા પદાર્થો વગેરે શ્રાવકોને સત્કારપૂર્વક જમાડતા હતા, દુઃખી શ્રાવકોના કુટુંબને શ્રેષ્ઠ વસ્ત્રો આપતા હતા અને જૈનઘર્મને વિષે રહીને તેમણે અનેક દાનશાળાઓ સ્થાપી હતી.” “આવી રીતે શ્રાવકના બારમા વ્રતમાં ઊંચે પ્રકારે સાઘર્મિક ભક્તિને વિસ્તારતા એવા કુમારપાળ રાજાએ સંપ્રતિ રાજા અને ભરતાદિક રાજાઓનું સ્મરણ કરાવ્યું હતું.” વ્યાખ્યાન ૧૭૦ સાધર્મીની સેવાનું ફળ साधर्मिवत्सले पुण्यं, यद्भवेत्तद्वचोऽतिगम् । धन्यास्ते गृहिणोऽवश्यं, तत्कृत्वानंति प्रत्यहं ॥१॥ ભાવાર્થ-“સાઘર્મીવાત્સલ્ય કરવામાં જે પુણ્ય થાય છે તે વચનથી કહી શકાય તેવું નથી. જે ગૃહસ્થો હમેશાં સાઘર્મીવાત્સલ્ય કરીને જમે છે તેઓને ઘન્ય છે.” વિશેષાર્થ-સાઘર્મીવાત્સલ્ય એટલે પોતાના પુત્રાદિકના જન્મોત્સવમાં અથવા વિવાહ પ્રમુખ બીજા પ્રસંગોમાં સાઘર્મીઓને નિમંત્રણ કરી વિશિષ્ટ ભોજન આપી તાંબૂલનું દાન આપવું અને કોઈ સાથ આપત્તિમાં મગ્ન થયેલ હોય તો તેનો પોતાના ઘનનો વ્યય કરી ઉદ્ધાર કરવો. કહ્યું છે કે न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाणवच्छलं ।। हिययंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥१॥ જેણે દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાઘર્મીવાત્સલ્ય કર્યું નહીં અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ઘાર્યા નહીં તે પોતાનો જન્મ હારી ગયો.” વળી ઘર્મમાં સિદાતા લોકોને તે તે પ્રકારે સ્થિરતા કરાવવી. જેઓ ઘર્મમાં પ્રમાદી થયા હોય તેમને ઘર્મ સંભારી આપવો. જેઓ અકાર્યમાં પ્રવર્તતા હોય તેઓને તેમાંથી વારવા અને શુભકાર્યમાં પ્રવર્તવાની પ્રેરણા વારંવાર કરવી. કહ્યું છે કે–“પ્રમાદીને ઘર્મકાર્ય સંભારી આપવું તે સારણા, અનાચારમાં પ્રવર્તતાને વારવા તે વારણા, ઘર્મથી ભ્રષ્ટ થયેલાને તેના અકાર્યનું માઠું ફળ સમજાવવું તે ચોયણા અને નિષ્ફર થઈ ગયેલાને ધિક્કાર આપવો તે પડિચોયણા સમજવી.” તેમજ પાંચ પ્રકારના સ્વાધ્યાય વગેરેમાં પણ જેનો જેમ ઘટે તેમ વિનિયોગ કરવો. ઘર્માનુષ્ઠાન વિશેષે થઈ શકવા માટે સાઘારણ પૌષધશાલા વગેરે સ્થાન કરાવવા તથા શ્રાવકોની જેમ પુણ્યવાન ગૃહસ્થ શ્રાવિકાઓનું પણ વાત્સલ્ય કરવું. જે શ્રાવકોનો વૈભવ અંતરાયકર્મના દોષથી ક્ષય પામ્યો હોય તેવા શ્રાવકોને પુનઃ ઘનાટ્ય કરવા. સાંભળીએ છીએ કે થરાદના નિવાસી શ્રીમાળી આભૂ નામના સંઘપતિએ ત્રણસો ને સાઠ સાધર્મીઓને પોતાના જેવા ઘનાટ્ય કર્યા હતા. સાહિત્યમાં કહ્યું છે કે “તે હેમગિરિ અથવા રજતાદ્રિ શા કામના કે જેણે પોતાનાં આશ્રિત વૃક્ષોને પોતારૂપ કર્યા નહીં? અમે તો એક મલયાચળને જ માન આપીએ છીએ કે જેનાં આશ્રિત એવાં આમ્ર, નિંબ અને બીજાં કટુવૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે.” સાઘર્મી વાત્સલ્યથી તીર્થકર નામકર્મ બંઘાય છે, તે વિષે શ્રી સંભવનાથ પ્રભુનું દ્રષ્ટાંત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સંભ ૧૨ શ્રી સંભવનાથ પ્રભુનું દ્રષ્ટાંત-શ્રી સંભવનાથ પ્રભુએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડના એરવત ક્ષેત્રમાં ક્ષમાપુરી નગરીને વિષે વિમલવાહન નામે રાજા થઈ, મોટો દુકાળ પડતાં, સાઘર્મી જનોને ભોજન આપવા વડે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. પછી તે દીક્ષા લઈ આનત દેવલોકે દેવતા થઈ સંભવ નામે તીર્થંકર થયા હતા. તેઓ ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ અવતર્યા, તે વખતે મોટો દુષ્કાલ હતો, પણ તેમના જન્મથી તે જ દિવસે સર્વ તરફથી ઘાન્ય આવી પહોંચ્યું અને નવા ઘાન્યનો સંભવ થયો તેથી તેમનું નામ સંભવ એવું પાડ્યું. ઇત્યાદિ દ્રષ્ટાંતોથી સાઘર્મીવાત્સલ્યનું પુણ્ય વચનથી કહી શકાય તેવું નથી, તેથી જે ગૃહસ્થો પ્રતિદિવસ તે આચરીને પછી ભોજન કરે છે તેઓને ઘન્ય છે. તે વિષે ભરતચક્રીના વંશમાં થયેલા ત્રણ ખંડના અધિપતિ દંડવીર્યની કથા છે. તે આ પ્રમાણે - શ્રી દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત-રાજા દંડવીર્ય હમેશાં પ્રથમ સાઘર્મિકને ભોજન કરાવીને પછી જમતો હતો. એક વખતે તેની પરીક્ષા કરવા માટે ઇંદ્ર પૂર્વે વર્ણવ્યા છે તેવા કોટીગમે શ્રાવકો તીર્થયાત્રા કરીને આવતા વિદુર્વેને દંડવીર્યને બતાવ્યા. રાજાએ ભક્તિપૂર્વક તેમને નિમંત્રણ કરીને જમાડવા માંડ્યા. ભોજન કરાવતાં કરાવતાં સૂર્ય અસ્ત થઈ ગયો. બીજે દિવસે પણ એમ થયું. એમ કરતાં રાજા દંડવીર્યને આઠ ઉપવાસ થયા; તથાપિ તેનો ભક્તિભાવ ઓછો થયો નહીં પણ ઊલટો વૃદ્ધિ પામ્યો. રાજાની એવી શુદ્ધ વૃત્તિ જોઈ ઇંદ્ર સંતુષ્ટ થયા; તેથી તેણે તેમને દિવ્ય ઘનુષ્ય, બાણ, રથ, હાર અને બે કુંડલ આપ્યાં. તે સાથે શત્રુંજયની યાત્રા કરવા અને તીર્થનો ઉદ્ધાર કરવા આજ્ઞા આપી. રાજા દંડવીર્ય પણ તેમ કર્યું. આ વિષે વિશેષ જાણવું હોય તો શત્રુંજયમાહાભ્યમાંથી જાણી લેવું. આ વિષય ઉપર શુભંકર શ્રેષ્ઠીની બીજી કથા પણ સંભળાય છે તે આ પ્રમાણે શુભંકર શ્રેષ્ઠીની કથા–શુભંકર શ્રેષ્ઠી પોતાના જન્મમાં એક લાખ જ્ઞાતિબંધુઓને ભોજન, એક લાખ કન્યાદાન, એક લાખ ગોદાન અને એક લાખ બ્રાહ્મણોને ભોજન એમ ચાર લાખ પૂરાં કરી મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને પોતાના ઘરની ભૂમિમાં જ્યાં દ્રવ્ય દાટેલું હતું ત્યાં સર્પ થયો. પછી દરરોજ પોતાના પુત્રાદિકને તે બીવરાવવા લાગ્યો. તેના ઘરની પડખે ઘર્મદાસ નામે એક શ્રાવક હતો. તે શુભંકર શ્રેષ્ઠી જેવો ઘનવાન નહોતો. તેથી વર્ષમાં એક વાર એક મુનિ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને ભાવપૂર્વક દાન આપતો હતો. તે પુણ્યથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એક દિવસે શુભંકર શ્રેષ્ઠીના પુત્રોએ પોતાને સર્પ બીવરાવે છે એ વાત ઘર્મદાસને જણાવી. તેથી ઘર્મદાસે તે પુત્રોને કહ્યું–‘એ સર્પ તમારો પિતા છે. તેણે પૂર્વભવે લક્ષ જ્ઞાતિભોજન વગેરે કરી ષકાયનો આરંભ કરેલો છે. જ્ઞાતિભોજન કરાવતાં અનેક પત્રાવળીઓના ઢગલા ઉકરડા ઉપર થયા, તેમાં દ્વીંદ્રિય વગેરે અનેક જીવોની વિરાઘના થયેલી છે. એ પ્રમાણે ચારે લાખનું દાન કરતાં તેણે મહાપાપ ઉપાર્જન કરેલું છે તે તમે સ્વયમેવ સમજી લેજો. તે પાપથી આ ભવમાં તે સર્પ થયેલ છે; તેમ જ વળી તેણે મારાં ઘર્મકૃત્યોની નિંદા કરી છે તેથી એ દુર્લભબોથી જીવ છે. અહીંથી મૃત્યુ પામીને તે નરકે જશે.' આવાં ઘર્મદાસનાં વચન સાંભળી શુભંકર શ્રેષ્ઠીના પુત્રો પ્રતિબોઘ પામ્યા અને શ્રાવક થયા. ઘર્મદાસ તે જ ભવે મુક્તિને પામ્યા. પોતાના ત્રીજા ભવમાં શ્રી સંભવનાથનો જીવ, શ્રી દંડવીર્ય રાજા અને ઘર્મદાસ સાઘર્મી બંઘુઓની સેવાથી પરમ સુખના સ્થાનને પ્રાપ્ત થયા.” Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૧] પૌષઘશાળા કરવાનું ફળ વ્યાખ્યાન ૧૭૧ પૌષધશાળા કરવાનું ફળ पुण्याय कुर्वते धर्मशालादि ये जनाः सदा । तेषां स्याद्विपुलं पुण्यमामभूमिपतेरिव ॥४॥ ભાવાર્થ-“જેઓ હમેશાં પુણ્યપ્રાપ્તિને માટે ઘર્મશાળા વગેરે કરે છે તેઓને આમ રાજાની જેમ ઘણું પુણ્ય થાય છે.” આમ રાજાની કથા ગોપગિરિને વિષે શ્રી બપ્પભટ્ટસૂરિના પ્રતિબોઘથી શ્રી આમરાજાએ એક સહસ્ત્ર સ્તંભવાળી પૌષધશાળા કરાવી હતી. તે પૌષધશાળાને સાઘુ અને શ્રાવકોની સુગમતાને માટે પ્રવેશ અને નિર્ગમનાં ત્રણ ઉત્તમ દ્વાર કરાવ્યાં હતાં. તેમાં દૂર ભાગે પટ્ટશાલમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે સાત મંડલીની વેળા જણાવવા માટે મધ્યસ્તંભે એક મોટી ઘંટા બાંધી હતી; જેનો ટંકારવ તે તે વેળાએ થતો હતો. તે શાલામાં ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા એક વ્યાખ્યાનમંડપ કરવામાં આવ્યો હતો. તે જ્યોતિરૂપ મણિમય શિલાઓથી આચ્છાદિત હતો અને ચંદ્રકાંત મણિથી તેનું તળિયું બાંધેલું હતું, તેથી બાર સૂર્યના જેવું તેજ પડતું હતું; એટલે રાત્રે પણ સર્વ અંઘકાર હણાવાથી પુસ્તકના અક્ષર વાંચી શકાતા હતા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર જીવોની અવિરાઘના થવા માટે તેણે મહાતેજસ્વી ઉપાશ્રય કરાવ્યો હતો. સાં મંત્રીની કથા આ વિષે બીજી પણ એક દ્રષ્ટાંતરૂપ કથા છે. પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સર્વ વ્યાપારનો ઉપરી અધિકારી, પાંચ હજાર અશ્વોનો સ્વામી શ્રીમાળી જ્ઞાતિનો સાંત નામે મંત્રી હતો. તે સ્યાદ્વાદરત્નાકરગ્રંથના કર્તા શ્રી વાદિદેવસૂરિનો ભક્ત હતો. તેણે ચોરાશી હજાર ટંકારવ દ્રવ્ય ખર્ચીને રાજમહેલના જેવું એક અપૂર્વ ઘર કરાવ્યું. તેની સુંદર શોભા જોવા લોકોના ટોળેટોળાં આવવા લાગ્યાં. એક વખતે તેણે પોતાનું ઘર ગુરુને બતાવ્યું, પણ ગુરુએ તેની શ્લાઘા કરી નહીં; ત્યારે મંત્રીએ તેનું કારણ પૂછ્યું, એટલે સૌભાગ્યનિધાન નામના ક્ષુલ્લકે કહ્યું લંડની વેષ જૂન્દી, નમઃ પ્રમાર્ગની ! पंचैते यत्र विद्यन्ते, तेन नो वर्ण्यते गृहं ॥१॥ જેમાં ખાંડણીઓ, ઘંટી, ચૂલો, પાણીઆરું અને સાવરણી એ પાંચ વાના હોય છે તેવું આ ઘર છે, માટે તેની પ્રશંસા કરવી નહીં.” વળી “સુઘરી, કાગડા, ચકલાપ્રમુખ અનેક પક્ષીઓ પણ યત્નથી પોતાનું ઘર તો કરે છે, તેમાં કાંઈ તેને પુણ્ય થતું નથી.” માટે મંત્રીરાજ! જો આવી પૌષઘશાલા હોય તો ઉત્તમ વાત કહેવાય; કારણ કે તે ઘર્મની હેતુરૂપ છે અને બીજાં ઘર તો પાપનાં હેતુરૂપ છે; તેથી ગુરુજીએ પ્રશંસા કરી નહીં. વળી હે મંત્રી! ઘર, સરોવર, વિવાહાદિ પ્રસંગ અને યુદ્ધ એ સર્વ આરંભથી થાય છે, માટે તે સર્વની પ્રશંસા કરવી મુનિને યોગ્ય નથી.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ વિચાર્યું કે “સાઘુઓને વસતિદાન કરવાથી મોટું પુણ્ય થાય છે. પૂર્વે પણ જયંતી શ્રાવિકા, વંકચૂલ અને અવંતિસુકમાલ વગેરે વસતિદાન કરવાથી ઇચ્છિત સ્થાનને Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ પ્રાપ્ત થયેલાં છે. વળી મેઘકુમાર એક ક્ષુદ્ર જીવ (સસલા)ને સ્થાન આપવાથી મોટા સુખને પામ્યો છે. તો આ મુનિઓ તો સર્વ જીવોને અભય આપનારા છે તેમને વસતિદાન કરવાથી મોટું ફળ થાય જ એમાં સંશય નથી; અને જેઓ મુનિઓને આશ્રય આપતા નથી તેઓ નમુચિ પ્રધાનની જેમ દુઃખી થાય છે.’’ આ પ્રમાણે વિચારી મંત્રીએ પોતાનું તે નિર્દોષ ઘર ઘર્મનિમિત્તે અર્પણ કર્યું. આધાકર્મી આહારની જેમ મુનિનિમિત્તે કરેલ ઉપાશ્રય પણ મુનિઓને કલ્પતો નથી; આમાં તેવો કાંઈ પણ દોષ નથી. આ પ્રમાણે તે સ્થાન મુનિઓને અર્પણ કરી મંત્રીએ બીજી પણ ધર્મશાળાઓ કરાવી. જે સર્વસિદ્ધિરૂપ સ્ત્રીની વરમાળા જેવી પૌષધશાળા કરાવે છે તે સમ્યક્ત્વરૂપ બીજની વિશાળ અને નિર્મળ એવી લક્ષ્મી પ્રાપ્ત કરે છે.’’ 02 900 વ્યાખ્યાન ૧૭૨ અકલ્પ્ય દાનનાં અનર્થકારી પરિણામ સાધુને અકલ્પતું દાન આપવું નહીં. એથી પુણ્યને બદલે પાપ બંધાય છે. કહ્યું છે કે– त्यक्तुं योग्यं विषैर्मिश्रं, कुत्सितं भक्ष्यवर्जितं । क्रोधकैतवदुर्मत्या, दत्तं જ્ઞાનમનર્થમ્ ॥ ભાવાર્થ-‘ત્યાગ કરવા યોગ્ય, ઝેર સાથે મળેલું, કોહી ગયેલું, અભક્ષ્ય અને ક્રોધ, કપટ કે દુર્મતિથી આપેલું દાન અનર્થ કરનારું છે.'' તે વિષે નાગશ્રીની કથા છે તે આ પ્રમાણે— નાગશ્રીની કથા ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ સહોદર બંધુ હતા. તેમને નાગશ્રી, યજ્ઞશ્રી અને ભૂતશ્રી નામે અનુક્રમે ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણ ભાઈઓના ગૃહવ્યવહારની સ્થિતિ એવી હતી કે વારાફરતી એક એક દિવસ સર્વે એક એકને ઘેર ભોજન કરવા જતા. એક વખત નાગશ્રીનો વારો આવતાં તેણે અજાણતાં કડવી તુંબડીનું શાક રાંધ્યું અને તેને હિંગ વગેરે દ્રવ્યથી સારી રીતે વધાર્યું. પછી તેમાંથી તેણે જરા ચાખી જોયું તો તે કડવું લાગ્યું; એટલે તેમાં થયેલ દ્રવ્યનો ખર્ચ સંભારી કોઈ પાત્રમાં જુદું રાખી મૂક્યું અને બીજા ભોજનથી ભર્તા વગેરેને જમાડ્યા. તેવામાં ધર્મઘોષસૂરિના શિષ્ય ધર્મરુચિ નામે મુનિ માસક્ષપણને પારણે તે નાગશ્રીને ઘેર આવ્યા. નાગશ્રીએ ‘આ શાકમાં થયેલો દ્રવ્યનો ખર્ચ વૃથા ન થાઓ' એવું વિચારી તે કડવું શાક તે મુનિને વહોરાવ્યું. તે લઈ મુનિ ગુરુ પાસે આવ્યા. ‘અહો! આ સ્ત્રીની બુદ્ધિને ધિક્કાર છે! જેને ઘેર તપના તેજથી કાંચનિગિર જેવા મુનિવર આવ્યા તેમને તેણે ઉકરડા જેવા ગણ્યા. કલ્પવૃક્ષ, સૂર્ય, કામકુંભ અને પુણ્યોદધિ જેવા મુનિને એ પાપી સ્ત્રીએ આકડો, રાહુ, કુંભારનો કુંભ અને ખાબોચિયા જેવા ગણ્યા.' ધર્મરુચિ મુનિએ તે આહાર ગુરુને બતાવ્યો. જ્ઞાની ગુરુએ તે આહાર અયોગ્ય (વિષમિશ્રિત) જાણી કહ્યું–‘હે શિષ્ય! આ આહાર કોઈ શુદ્ધ સ્થળે પરઠવી દે.' ગુરુની આજ્ઞાથી ધર્મરુચિ મુનિ વનમાં ગયા. ત્યાં હાથમાં રાખેલા પાત્રમાંથી કોઈ સ્થળે એક બિંદુ પડી ગયું. તે બિંદુના સ્વાદથી આકર્ષાઈ ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ, પરંતુ તેનો સ્વાદ લેતાં જ હજારો કીડીઓ મરી ગઈ તે જોઈને તે મુનિએ વિચાર્યું કે ‘એક બિંદુ આટલું પ્રાણઘાતક છે તો આ સમગ્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૩] દાનની અનુમોદનાનું ફળ ૯૧ આહાર કેટલા જીવોને ભસ્મપ્રાય કરશે? માટે હવે હું બીજા જીવોને સુખ કરું કે મારી જિલ્લાને સુખ કરું? જો હું બીજા જીવોને અભય આપું છું અને આ આહાર વાપરું છું તો મારી આ જિંદગીનો તો અંત થાય છે, પણ તે સાથે ભવ(સંસા૨)નો પણ અંત થવા સંભવ છે; નહીં તો ઊલટી ભવની વૃદ્ધિ થશે. અથવા જિનાજ્ઞા પાળવી કે મારા જીવને પાળવો? અહો! જિનાજ્ઞા પાળવી જ યોગ્ય છે. વળી મારા ગુરુની પણ આજ્ઞા છે કે ‘શુદ્ધ સ્થળે જઈને આ આહારને પરઠવી દેવો;' તો મારા ઉદરના જેવું બીજું સ્થળ ક્યાંય પણ જોવામાં આવતું નથી. અરે જીવ! પૂર્વે તેં અનેક જીવોવાળાં દ્રવ્યથી મધુર એવા મઘુપ્રમુખ અભક્ષ આહાર કરેલા છે. આ આહાર દ્રવ્યથી દુષ્ટ છે, પણ પરિણામે જીવદયાના રસરૂપ હોવાથી વિશિષ્ટ છે; તેથી હે જીવ! તું પોતે જ તે ખાઈ જા. આ પ્રમાણે ચિંતવી ધર્મરુચિ મુનિએ સર્પ જેમ રાફડામાં પેસે તેમ અદીન મન વડે તે આહારને પોતાના કોઠામાં ક્ષેપવી દીધો. પછી અનશન કરી તે મહામુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા. ધર્મઘોષસૂરિએ આ વાર્તા જ્ઞાનથી જાણી લોકોની સમક્ષ તે નાગશ્રીની નિંદા કરી. તે વાત જાણી સ્વજનોએ નાગશ્રીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. સર્વ સ્થળે ભમતી નાગશ્રી અરણ્યમાં દાવાનલમાં દગ્ધ થઈ મરણ પામીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. પછી સાતે નારકીમાં બે બે વાર ગઈ. પછી અનંતો કાળ ભવભ્રમણ કરી અનુક્રમે પાંડવોની સ્ત્રી દ્રૌપદી થઈ. આ વિષે વિશેષ વૃત્તાંત શ્રી જ્ઞાતાસૂત્રથી જાણી લેવો. “ત્યાગ કરવા યોગ્ય એવું ભોજન મુનિને આપવાથી નાગશ્રી અનંતકાળ સંસારમાં ભમી, તેથી શ્રાવકોએ ક્રોઘાદિ દોષ છોડી સુપાત્રને નિરંતર દાન આપવું.’’ 500 વ્યાખ્યાન ૧૭૩ દાનની અનુમોદનાનું ફળ દાન અનુમોદના કરનારને પણ ફળ આપે છે તે વિષે કહે છે– फलं यच्छति दातारं, दानं नात्रास्ति संशयः । फलं तुल्यं ददात्येतत्, आश्चर्यं त्वनुमोदकं ॥ १ ॥ ભાવાર્થ-દાન દાતારને ફળ આપે છે તેમાં તો કાંઈ સંશય જ નથી, પણ તે અનુમોદના કરનારને પણ તુલ્ય ફળ આપે છે, એ આશ્ચર્ય છે.’’ તે વિષે બલભદ્રમુનિ વગેરેનો પ્રબંધ છે તે આ પ્રમાણે દાનના અનુમોદક મૃગની કથા એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ ગિરનારના ઉદ્યાનમાં સમવસર્યા. એ ખબર જાણી કૃષ્ણ વાસુદેવ બલદેવની સાથે ત્યાં વાંદવા ગયા. જિનેશ્વરને વાંદી વૈરાગ્યયુક્ત દેશના સાંભળી કૃષ્ણે પ્રભુને પૂછ્યું “હે પ્રભુ! સ્વર્ગના જેવી આ દ્વારિકા નગરીનું ભાવિકાળે શું થશે?’' જિનેશ્વર બોલ્યા—“મદિરાપાન કરવાથી અંધ થયેલા તમારા બે પુત્રો શાંબ અને પ્રદ્યુમ્નથી કોપ પામેલા દ્વૈપાયનથી આ નગરીનો વિનાશ થશે અને ત્યાર પછી જરાકુમારે છોડેલા બાણથી ડાબા પગમાં વિંઘાયેલા તમે કાળ કરી ત્રીજી નારકીમાં ઉત્પન્ન થશો.’’ પ્રભુનાં આવાં વચન સાંભળી જરાકુમારે ચિંતવ્યું કે ‘હું ભાઈનો હણનાર ન થાઉં' એમ વિચારી તે જંગલમાં ચાલી નીકળ્યો. શ્રીકૃષ્ણ ‘હું Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ ૯૨ નરકે જઈશ!’ એવું આર્તધ્યાન કરવા લાગ્યા. તે જોઈ પ્રભુ બોલ્યા—હૈ અચ્યુત! તમે આવતી ચોવીશીમાં અમમ નામે બારમા તીર્થંકર થશો.’’ તે સાંભળી કૃષ્ણ હર્ષ પામી પોતાની નગરીમાં આવ્યા અને તત્કાળ નગરીની અંદર જેટલી મદિરા હતી તે તમામ બહાર કઢાવી ફેંકાવી દીધી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન કુમાર વનમાં ક્રીડા કરવા દૂર ગયા હતા. ફરતાં ફરતાં ગિરનાર પહોંચી ગયા. ત્યાં ગિરનાર પર્વતની ગુફાઓમાં નાંખેલી પેલી મદિરાની ગંધ આવી; તેથી ચિરકાળે દેખવાથી અતિ લુબ્ધ થયેલા યાદવકુમારોએ ત્યાં જઈ તે મદિરાનું પાન કર્યું. પછી મદથી વિકળ બની તેઓ યથેચ્છ ભમવા લાગ્યા. તેવામાં દ્વૈપાયન તપસ્વી તેમના જોવામાં આવ્યા; એટલે તે ઉન્મત્ત થયેલા કુમારોએ ગાઢ પ્રહાર વડે તેમને કૂટી નાખ્યા. તે વખતે ક્રોધાયમાન થયેલા દ્વૈપાયને તત્કાળ નિયાણું કર્યું કે ‘જો મારું તપ પ્રમાણભૂત હોય તો હું યાદવોની દ્વારાવતી પુરીનો દાહ કરનાર થાઉં.’’ આ વૃત્તાંત તે કુમારોએ કૃષ્ણ અને બલરામ પાસે જઈને કહ્યો. તે સાંભળી કૃષ્ણ અને બલરામ દ્વૈપાયનની પાસે જઈ કહેવા લાગ્યા—‘હે મુનિ! આવું ભયંકર નિયાણું કૃપા કરીને નિષ્ફળ કરો.’ દ્વૈપાયને કહ્યું–‘‘તે વૃથા થશે નહીં, પણ તમને બેને જવા દઈશ. તે સિવાય બીજા કોઈને પણ છોડીશ નહીં. હવે વિશેષ તમારે મને કાંઈ કહેવું નહીં.'' પછી કૃષ્ણે દ્વારિકામાં આવી પડહ વગડાવ્યો કે ‘હે લોકો! દ્વૈપાયન તાપસે કોપથી આપણી નગરીનો પ્રલય કરવો નિર્ધાર્યો છે, માટે તમે જિનઘ્યાનમાં એક ચિત્તવાળા થજો.'' લોકોએ તેમ કરવા માંડ્યું. તે પ્રસંગે શ્રી નેમિનાથ પ્રભુએ દેશના આપી કે ‘“સંઘ્યાકાળના વાદલનો રંગ, હસ્તીના કાન, દર્ભના અગ્રભાગે રહેલું જલબિંદુ, સમુદ્રનાં મોજાં અને ઇંદ્રધનુષ જેવું આ સાંસારિક દ્રવ્ય, યૌવન અને રાજ્યસુખ સર્વ ચપલ છે.’’ શ્રી નેમિપ્રભુની આવી દેશના સાંભળી કેટલાય લોકોએ દીક્ષા અંગીકાર કરી. દ્વૈપાયનઋષિ મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવ થયો. પૂર્વના રોષથી તે દ્વારિકા નગરીને ઉપદ્રવ ક૨વા આવ્યો, પણ કૃષ્ણની આજ્ઞાથી લોકો આંબેલ વગેરે તપ કરતા હતા, તેથી તે તેમનો પરાભવ કરવા સમર્થ થઈ શક્યો નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયાં. અન્યદા સર્વ લોકો લૌકિક પર્વને દિવસે ધર્મકાર્યમાં પ્રમાદી થઈ ગયા. તે અવસરનો લાભ લઈ દુરાત્મા હૈપાયને સંવર્તક પવન વડે નગરીમાં તૃણકાષ્ઠ ક્ષેપવી તેને સળગાવી. તે વખતે બહારગામ ગયેલા યાદવોને પણ તેણે લાવી લાવીને તેમાં નાંખ્યા. તે સમયે બલરામ અને કૃષ્ણ સંભ્રમ પામી રોહિણી, દેવકી અને વસુદેવ એ ત્રણને રથમાં બેસારી નગરીના દરવાજા પાસે આવ્યા. ત્યાં રથના ઘોડા એક ડગલું પણ આગળ ચાલી શક્યા નહીં, એટલે કૃષ્ણ અને બલરામ પોતે રથ ખેંચવા લાગ્યા. તે વખતે દ્વૈપાયન દેવે કહ્યું–‘હે રામકૃષ્ણ ! તમે વૃથા પ્રયાસ શા માટે કરો છો? તમારા બે સિવાય કોઈને હું છોડીશ નહીં.’ એટલું કહેતાંમાં જ નગરીનો જાજ્વલ્યમાન થતો દરવાજો ૨થ ઉપર તૂટી પડ્યો અને રથમાં બેઠેલા ત્રણે જણ મૃત્યુ પામ્યા. તેઓ શ્રી જિનેશ્વરના ધ્યાનમાં લીન હોવાથી દેવપણાને પામ્યા. કૃષ્ણ અને બલરામે નગરીમાંથી નીકળી કોઈ પર્વતના શિખર ઉપર ચડી તે નગરીને છ માસ સુધી બળતી જોઈ. પછી તે બન્ને પાંડુપુત્રની પાંડુમથુરા નગરીએ જવા ઉત્સુક થયા. અનુક્રમે ચાલતાં ચાલતાં તેઓ કૌશાંબી નગરીના વનમાં આવ્યા. ત્યાં એક વડના વૃક્ષ નીચે શિલા ઉપર બન્ને વિશ્રામ લેવા બેઠા. તે વખતે ઘણી તૃષા લાગવાથી કૃષ્ણે પોતાના બંધુ પાસે જળ માંગ્યું, એટલે Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૩] દાનની અનુમોદનાનું ફળ ૯૩ બળભદ્ર કૃષ્ણને ત્યાં મૂકી જળાશયે પાણી લેવા ગયા. અહીં કૃષ્ણ પીતાંબર ઓઢી ઢીંચણ ઉપર વામ ચરણ મૂકી વૃક્ષની નીચે સૂઈ ગયા. તે અવસરે પેલો જરાકુમાર જંગલમાં ફરતો ફરતો તે તરફ આવી ચડ્યો. કૃષ્ણના પગમાં આંખ જેવું ચિત્ર હતું. તે દૂરથી જરાકુમારને હરણની આંખ જેવું દેખાયું એટલે તેણે શિકાર કરવા માટે તીક્ષ્ય બાણ છોડ્યું, તેનાથી કૃષ્ણનો વામ ચરણ વિંધાઈ ગયો; તેથી તત્કાળ જાગૃત થઈ કૃષ્ણ જોરથી ચીસ પાડી અને કહ્યું–“અહો! કયા દુરાત્માએ આ કૃત્ય કર્યું?” મનુષ્યનો અવાજ સાંભળી જરાકુમાર પાસે આવ્યો તો પોતાના ભાઈ કૃષ્ણને દીઠા એટલે પોતાના આત્માને નિંદતો અને નેત્રમાંથી અશ્રુ પાડતો બંઘુના ચરણમાં પડી રુદન કરવા લાગ્યો. કૃષ્ણ બોલ્યા–“ભાઈ! શા માટે રુદન કરે છે? ભગવંતે જે કહ્યું હતું તે થયું છે તો તેમાં શો શોક કરવો? હવે તો હે બાંઘવ! મારું આ કૌસ્તુભ રત્ન લઈ તું પાંડવો પાસે જા અને તે પાંડવોને આપી દ્વારિકાના દાહ વગેરેનો સર્વ વૃત્તાંત નિવેદન કરજે. આ કૌસ્તુભરત્નની એંધાણીથી તેમને ખરેખરો નિશ્ચય થશે. જો તું અહીંથી નહીં જાય તો હમણા જ બલભદ્ર આવી ભાતૃપ્રેમથી ગુસ્સામાં આવી તને હણી નાખશે.” તે સાંભળી જરાકુમાર કૌસ્તુભ લઈ પાંડુમથુરા તરફ ચાલ્યો. તેના ગયા પછી કૃષ્ણ ચિંતવ્યું કે “ગજસુકુમાલ અને ઢંઢણકુમાર વગેરેને ધન્ય છે કે જેઓ મોહને વશ કરી પરમાનંદને પ્રાપ્ત થઈ ગયા.” પછી જ્યારે પ્રાણાંત સમય આવ્યો ત્યારે કૃષ્ણને નરકને યોગ્ય વેશ્યા ઉત્પન્ન થઈ; તેથી તેણે ચિંતવ્યું કે “અહો! મારી સુંદર નગરીને બાળનાર એ પાપી વૈરીને હું કોઈ રીતે જોઉં તો તેને મારીને યમરાજનો અતિથિ કરી દઉં.” આવું ચિંતવતાં મૃત્યુ પામીને તે ત્રીજી નરકે ગયા. અહીં બળભદ્ર કમળના પત્રમાં જળ લઈ વડ નીચે આવ્યા. ત્યાં મૃત્યુ પામેલા કૃષ્ણને સંબોધીને કહ્યું–બંધુ! ઊઠો, આ શીતળ જળ પીઓ.” આ પ્રમાણે ઘણી વાર કહેતાં છતાં પણ પ્રત્યુત્તર મળ્યો નહીં, એટલે શરીર ઉપરથી વસ્ત્ર લઈ લીધું; ત્યાં તો વામ ચરણે વિંઘાઈ મૃત્યુ પામેલા તેને જોઈ બળભદ્ર વિલાપ કરવા લાગ્યા. પછી મોહથી કૃષ્ણનું મૃત શરીર ઢંઘ ઉપર લઈ આમ તેમ છ માસ સુધી ભમ્યા. તે અવસરે બલરામનો મિત્ર સિદ્ધાર્થ નામે દેવતા તેને બોઘ કરવા માટે આવ્યો. તે એક ખેડૂતનું રૂપ લઈ બલરામની આગળ શિલા ઉપર કમળનાં બીજ વાવવા લાગ્યો. તે જોઈ બલરામ બોલ્યા–“અરે મૂર્ખ! આ શિલા ઉપર કમળ શી રીતે ઊગશે?” ખેડૂત બોલ્યો-“અરે ભાઈ! તારા અંઘ ઉપરનું શબ જો જીવશે તો આ શિલા ઉપર કમળ પણ ઊગશે.” તેનું એ વચન અવગણી બલરામ મોહથી શબ લઈને આગળ ચાલ્યા. ત્યાં માર્ગમાં દગ્ધ થયેલા વૃક્ષને સિંચન કરતો એક પુરુષ તેમના જોવામાં આવ્યો. બલરામે તેને કહ્યું–“અરે મૂઢ! દગ્ધ થઈ ગયેલ વૃક્ષને સિંચન કરવાથી શું તે કદી પલ્લવિત થશે?” પેલાએ કહ્યું-“આ મૃત શરીર જો જીવતું થશે તો તે પણ થશે.” તે સાંભળી બલરામે વિચાર્યું કે “જરૂર આ મારો બંધુ નિશ્ચેષ્ટ હોવાથી મૃત્યુ પામેલ છે.' તત્કાળ દેવતાએ પ્રગટ થઈને કહ્યું–“હે બંધુ! હું તમારો સિદ્ધાર્થ નામનો મિત્ર છું. તમને બોઘ કરવા માટે જ આ સર્વ મેં રચેલું હતું. આ કૃષ્ણને જરાકુમારે જ મારી નાખેલ છે.” પછી બઘો પૂર્વ વૃત્તાંત દેવે કહી સંભળાવ્યો. તે જાણી બળભદ્દે મોહ છોડી દઈને કૃષ્ણના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ તે સમયે બલભદ્રને દીક્ષા લેવામાં ઉત્સુક જાણી શ્રી નેમિનાથે એક ચારણમુનિને ત્યાં મોકલ્યા. તેમની પાસે બલભદ્ર સંયમ ગ્રહણ કર્યું. પછી તુંગિકા પર્વત ઉપર જઈ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ એવું બન્યું કે બલરામમુનિ માસક્ષપણને પારણે કોઈ નગરમાં ભિક્ષા લેવા જતા હતા, ત્યાં નગરમાં પેસતાં કૂવાના કાંઠા ઉપર કોઈ સ્ત્રી બાળકને સાથે લઈ જળ ભરવા આવેલી, તે બલરામ મુનિનું સ્વરૂપ જોઈ મોહ પામી ગઈ. તેનાં નેત્ર બલરામ ઉપર હોવાથી તેણે જળ ભરવાની રજ્જુ ઘડાને બદલે બાળકના ગળામાં નાખી. આ પ્રમાણે અનુચિત કાર્ય કરતી તે સ્ત્રીને જોઈ બલરામમુનિએ તેને સાવઘાન કરી અને મનમાં ચિંતવ્યું કે “આવો અનર્થ કરનાર મારા રૂપને ધિક્કાર છે! આજથી મારે નગરમાં ભિક્ષા લેવા માટે જવું નહીં. વનમાં કાષ્ઠ લેનારા વગેરે આવે તેમની પાસેથી જે મળે તે આહાર લેવો.” એક વખતે કાષ્ઠવાહકોએ પોતપોતાના રાજાઓને કહ્યું કે “વનમાં કોઈ પુરુષ મોટી તપસ્યા કરે છે. તે સાંભળી તે રાજાઓએ ચિંતવ્યું કે “તે પુરુષ તપસ્યા કરીને આપણાં રાજ્ય લઈ લેશે, માટે ચાલો તેને હણી નાખીએ.” એમ વિચારી તેઓ પોતપોતાનું સૈન્ય લઈ મુનિને મારવા માટે તેમની સમીપે આવ્યા. તે સમયે બલરામનો મિત્ર પેલો સિદ્ધાર્થ દેવ વૈયાવચ્ચ કરવા માટે ત્યાં આવ્યો હતો, તેણે હજારો સિંહ વિકુવ્યંતેથી તે રાજાઓ ભય પામી, મુનિને નમી પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લોકોમાં તેમનું નૃસિંહ એ નામ પ્રસિદ્ધ થયું. બલરામ મુનિના સ્વાધ્યાયને સાંભળીને અનેક વાઘ, સર્પ, સિંહ, મૃગ વગેરે પ્રાણીઓ સમકિત તથા શ્રાવકવ્રતને પ્રાપ્ત થયા. તેમાંનો કોઈ એક મૃગ રામઋષિનો પૂર્વભવનો મિત્ર હતો, તેને જાતિસ્મરણશાન થવાથી તે નજીકમાં કોઈ પણ સાર્થવાહ વગેરે આવેલા હોય ત્યારે મુનિને ત્યાં લઈ જઈ અશનાદિ પ્રાપ્ત કરાવવા વડે વૈયાવૃત્ય કરવા લાગ્યો. તે સંજ્ઞાથી મુનિને બધી સૂચના કરતો હતો. એવી રીતે રામમુનિએ સો વર્ષ સુઘી તીવ્ર તપ કર્યું. તે વિષે કહ્યું છે કે “સાઠ માસખમણ અને ચાર ચોમાસી તપ જેમણે કરેલાં છે એવા બલભદ્ર મુનિને હું નમું છું.” એક વખતે કોઈ કાષ્ઠઇચ્છક રથકાર તે વનમાં આવી અરધા કાપેલા વૃક્ષને તેમ જ રહેવા દઈ મધ્યાહ્ન કાળ થવાથી ભોજન કરવા માટે બેસવા તૈયાર થયો. તે સમયે પેલા મૃગે તેને જોઈ ગુરુને સંજ્ઞાથી જણાવ્યું. એટલે માસક્ષપણને પારણે બલભદ્ર મુનિ મૃગે દર્શાવેલા માર્ગે ત્યાં આવ્યા. પેલા રથકારે મુનિને જોઈ ભાવશુદ્ધિથી દાન આપ્યું અને મનમાં ચિંતવવા લાગ્યો કે “હું ઘન્ય છું, હું કૃતપુણ્ય છું.” તે સમયે તે મૃગ ઊંચું મુખ કરી રામને અને રથકારને જોઈ વિચારવા લાગ્યો કે–“અરે! હું અઘન્ય છું, તિર્યંચયોનિમાં ઉત્પન્ન થઈ દૂષિત થયો છું તેથી હું દીક્ષા લેવા કે સાધુને ભિક્ષા આપવા સમર્થ નથી. હું એક જ મંદભાગ્ય છું. પશુપણાથી હણાયેલા મને ધિક્કાર છે!” આવું ચિંતવન કરતાં, તે રામ, રથકાર અને મૃગ ત્રણેની ઉપર પવનના વેગથી પ્રેરાયેલ તે અર્થ કાપેલ વૃક્ષ તૂટી પડ્યું. તેથી ત્રણે મૃત્યુ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવપણાને પામેલા બલરામ અવધિજ્ઞાન વડે પોતાના બંધુના સ્નેહને સંભારી તરત જ તેને મળવા માટે જવા ઉત્સુક થયા; પરંતુ તેમના કલ્પના પુસ્તકમાં લખેલા પાંચ સભાને યોગ્ય આવશ્યક દેવકૃત્ય કરતાં વ્યાશી હજાર વર્ષ વીતી ગયાં. ત્યાર પછી શીધ્રપણે ત્રીજી નરકે આવી Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૪]. ઉપયોગપૂર્વક દાન કર્તવ્ય ૯૫ તેઓ કૃષ્ણને ત્યાંથી લઈ જવા માટે ખેંચવા લાગ્યા. કૃષ્ણે કહ્યું-“હે બંધુ! મને અહીં જ રહેવા દો, આકર્ષણ કરો નહી, તમારા સ્પર્શથી ઊલટો હું અતિ દુઃખ પામું છું, પરંતુ લોકમાં આપણા બન્નેનો યશ દેવતાઓ ને મનુષ્યો ગાય તેમ કરો.” પછી બળભદ્ર દેવે પાછી પૂર્વ સ્થળે જ યાદવોથી ભરપૂર કૃત્રિમ દ્વારિકા નગરી રચી અને લોકોનું વાંછિત પૂરવા માંડ્યું. તે દ્વારિકા સમુદ્રના પૂરમાં તણાઈ ગઈ. એવી રીતે સાત વાર સમુદ્રમાં દ્વારિકાને ડુબાવી; તેથી લોકોમાં તેમનો મોટો મહિમા પ્રસર્યો. બ્રાહ્મણોના શાસ્ત્રમાં કૃષ્ણાવતારને અડતાળીસસો વર્ષ થયાં એમ કહે છે, તે પણ ઉપરનો પ્રકાર સત્ય હોય તો બને તેવું છે. જૈનશાસ્ત્રમાં તો તેને અત્યારે ક્યાશી હજાર વર્ષ થયાં એમ વૃદ્ધ પુરુષો કહે છે. દાતાર દાન આપે છે તે વખતે જે અનુમોદના કરે છે અથવા જે શુભ હૃદયથી પ્રશંસા કરે છે, તે સારંગ (મૃગ)ની જેમ દાતારના જેટલો લાભ મેળવે છે, એમ તત્ત્વવેત્તાઓ કહે છે.” વ્યાખ્યાન ૧૭૪ ઉપયોગપૂર્વક દાન કર્તવ્ય મુનિને આહારદાન આપતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કે કોઈ પ્રવાહી પદાર્થના ટીપાં કે કણ ભોંય પર ન પડે. તે વિષે કહ્યું છે કે घृतादिवस्तुनो बिंदुर्भूमौ क्षरति नो यथा । तथा दानं प्रदातव्यं, साधूनां तच्च कल्पते ॥१॥ ભાવાર્થ-“મુનિઓને એવી રીતે દાન આપવું કે જે આપતાં ઘી વગેરે વસ્તુનું બિંદુ પૃથ્વી ઉપર ખરી પડે નહીં, તેવું દાન સાઘુઓને કહ્યું છે.” તે વિષે એક દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– મુનિદાનમાં બિંદુપાત ઉપર ધર્મઘોષમંત્રીનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં ઘર્મઘોષ નામે મંત્રી હતો. તેની સ્ત્રીઓ ત્યાંના નગરશેઠ સુજાતશ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈ મોહ પામી હતી, તેથી એકદા તે મંત્રીની એક સ્ત્રી પોતાના મનના વિકારોની તૃપ્તિ માટે સુજાતશેઠનો વેષ લઈને દાસીઓની સાથે ક્રીડા કરતી હતી. તે જોઈ ઘર્મઘોષ મંત્રી પરમાર્થ (ખરી વાતો જાણ્યા વિના તે શેઠ ઉપર દ્વેષ કરવા લાગ્યો. એક વખતે તેણે શેઠના નામથી એક ફૂટ લેખ લખ્યો, તેમાં એટલું દર્શાવ્યું કે સુજાતશેઠ વિક્રમ રાજાને લખે છે કે-“અમારી આ વિજ્ઞતિ ધ્યાનમાં લઈ તમારે અહીં સત્વર આવવું. હું અમારા રાજાને પ્રપંચથી મારી તમને રાજ્ય અપાવીશ.” આવો ફૂટ લેખ પોતે લખી, ગુપ્તચર મારફત પકડાયેલો કહીને પોતાના રાજાને બતાવ્યો. રાજાએ ક્રોઘથી સુજાત શેઠને મારી નાખવા માટે કાંઈક મિષ કરીને તેને ચંદ્રધ્વજ રાજા પાસે મોકલ્યો અને તેની સાથે એક લેખ લખી આપ્યો. ચંદ્રધ્વજ રાજા તે લેખ વાંચી, સુજાત શેઠને નિર્દોષ જાણી વિચારવા લાગ્યો કે “અહો! ચંપાપતિએ આવું અયોગ્ય કાર્ય મને કેમ બતાવ્યું? આ શ્રેષ્ઠી તો નિઃસ્પૃહ જણાય છે.” પછી તે વાતનો નિશ્ચય કરીને તેણે તે સુજાતશેઠને મારી નાખવાને બદલે પોતાની પુત્રી પરણાવી. નવોઢા (મુગ્ધા) સ્ત્રીના સંયોગથી (વૃદ્ધ) શ્રેષ્ઠી રોગી થઈ ગયો. શેઠને રોગી જોઈ તેની Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ પત્ની આત્મનિંદા કરવા લાગી. તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો તે સ્ત્રી! શોક શા માટે કરે છે? એમાં તારો દોષ નથી, મારા કર્મો જ દોષ છે.” તે સાંભળી તેને વૈરાગ્યે થયો. દીક્ષા લઈ અનશન વડે મૃત્યુ પામી તે દેવી થઈ. ત્યાંથી અહીં આવી તેણે સુજાતશ્રેષ્ઠીને કહ્યું- હે શ્રેષ્ઠી! તમારાં ઘર્મવચનને અંગીકાર કરી હું આવા પદને પ્રાપ્ત થઈ છું, તેથી હવે કાંઈ કાર્ય હોય તો કહો.” સુજાતે કહ્યું-“મારું કલંક ઉતારો.” પછી તે દેવીએ શ્રેષ્ઠીને વિમાનમાં બેસારી ચંપાનગરીના ઉપવનમાં મૂક્યા અને ચંપાનગરી ઉપર શિલા વિકર્વી ચંપાપતિને ઉદ્યાનમાં બોલાવ્યો. અને દેવીએ પૂર્વનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી રાજા સુજાતશેઠને નમ્યો અને ક્ષમા માંગી. પછી રાજાએ ક્રોઘથી ઘર્મઘોષ મંત્રીને દેશપાર કર્યો અને સુજાતશેઠને મોટા ઉત્સવ સાથે નગરપ્રવેશ કરાવ્યો. અનુક્રમે સુજાતશ્રેષ્ઠીએ દીક્ષા લીધી. ઘર્મઘોષ મંત્રી કોઈ સારા મુનિઓના સંયોગથી દીક્ષા લઈ રૂડું ચારિત્ર પાળતા પૃથ્વીપુર નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયો. વરદત્ત સંતુષ્ટ થઈ પંચામૃતનું દાન દેવા ઉદ્યમવંત થયો. દાન આપતાં તેમાંથી ઘી અને દૂઘનું એકાદ બિંદુ પૃથ્વી ઉપર પડી ગયું. એટલે મુનિ તે આહારને મહાઆરંભકારી હોવાથી અકથ્ય જાણી આહાર લીધા વિના પાછા ચાલ્યા ગયા. વરદત્ત પશ્ચાત્તાપ કરવા લાગ્યો; એટલામાં જે પેલું બિંદુ પડ્યું હતું તેની ઉપર એક માખી આવીને બેઠી. તે માખીનું ભક્ષણ કરવા ગરોળી આવી, તેને મારવાને કાકીડો આવ્યો, તેનો વઘ કરવા બિલાડો ઘસી આવ્યો, તેની હિંસા કરવા કોઈનો ઘરનો પાળેલો શ્વાન આવ્યો, તેને મારવા શેરીનો શ્વાન આવ્યો, શેરીના શ્વાનને પાળેલા શ્વાનના સ્વામીએ માર્યો, તેને મારતાં જોઈ શેરીના લોકોએ આવી તેના શ્વાનને માર્યો, તેથી કોપને અંગે શ્વાનનો સ્વામી શેરીના લોકોને મારવા આવ્યો, એટલે તેમાંથી તો ગાળાગાળી અને મુષ્ટામુષ્ટિ વગેરે યુદ્ધ થઈ પડ્યું. આ બધું જોઈ વરદત્તે વિચાર્યું કે “અહો! આવો મહાઅનર્થ જ્ઞાન વડે જાણીને જ તે મુનિએ મારો આહાર સ્વીકાર્યો નહીં હોય. અહો! આવા પ્રશંસા કરવા યોગ્ય તે મુનિના જ્ઞાનધ્યાનને ઘન્ય છે.” આવું ચિંતવી તે મંત્રી વૈરાગ્ય વડે સ્વયંબુદ્ધ થયો. જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી તેને પૂર્વભવે અધ્યયન કરેલ સર્વ સૂત્રાદિનું સ્મરણ થઈ આવ્યું. દેવતાએ આપેલો મુનિવેષ ગ્રહણ કરી તે મુનિ પૃથ્વીને પવિત્ર કરતા વિચારવા લાગ્યા. આ વિષે વિશેષ જાણવું હોય તો ઉપદેશમાલાની કર્ણિકાટીકાથી જાણી લેવું. “દૂઘ, ઘી કે સાકર વગેરે રસપદાર્થનું બિંદુ પૃથ્વી ઉપર પ્રમાદથી પડે નહીં તેવી રીતે શ્રાવકે મુનિને આહાર આપવો અને મુનિઓએ ઘર્મઘોષ મુનિએ જેમ આહાર ન લીધો તેમ ન લેવો.” વ્યાખ્યાન ૧૭૫ અલ્પદાનનું પણ મહાન ફળ अल्पमपि क्षितौ क्षिप्तं, वटबीजं प्रवर्द्धते । जलयोगात्तथा दानात्, पुण्यवृक्षोऽपि वर्द्धते ॥१॥ ભાવાર્થ-જેમ અલ્પ (નાનું) એવું પણ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી જળના યોગ વડે બહુ વધી પડે છે, તેમ સુપાત્રે દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ અત્યંત વધે છે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૫] અલ્પદાનનું પણ મહાન ફળ ૯૭ વિશેષાર્થ–વડનું બીજ અલ્પ એટલે તલના દાણાના ત્રીજા ભાગ જેટલું હોય છે, તે જળદાન (સિંચન) વડે જેમ મોટું વડનું વૃક્ષ થઈ પડે છે તેમ દાનથી પુણ્યરૂપી વૃક્ષ પણ વધે છે. તે વિષે મૂળદેવની કથા છે તે આ પ્રમાણે— મૂળદેવની કથા કૌશલ્યા નગરીમાં ધનદેવ અને ઘનશ્રીનો પુત્ર મૂળદેવ નામે હતો. તે કળાપાત્ર હતો પણ વ્યસનથી દૂષિત હતો; તેથી તેના પિતાએ તિરસ્કાર કરીને તેને ઘર બહાર કાઢી મૂક્યો હતો. અનેક દેશોમાં અટન કરતો મૂળદેવ એકદા કોઈ શહેરની નજીક રહેલા દેવાલયમાં કોઈ કાપડીની સાથે સૂતો હતો. તે બન્નેને રાત્રે સંપૂર્ણ ચંદ્રમંડળનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. પ્રાતઃકાળે પેલા કાપડીએ પોતાના ગુરુ પાસે જઈ તે સ્વપ્નની વાર્તા કહી. ગુરુએ તેનું ફળ કહ્યું–“હે શિષ્ય! આજે કોઈ તને ઘી ગોળથી પરિપૂર્ણ એવો માંડો (લાડવો) આપશે.’’ કહ્યું છે કે– सा सा संपद्यते बुद्धिः, सा मति सा च भावना । सहायास्तादृशा ज्ञेया, यादृशी भवितव्यता ॥ १ ॥ ‘જેવી ભવિતવ્યતા હોય છે તેવી બુદ્ધિ થાય છે, તેવી મતિ થાય છે, તેવી ભાવના થાય છે અને સહાયક પણ તેવા જ પ્રાપ્ત થાય છે. મૂળદેવ તે કાપડીના ગુરુને અન્ન જાણી શહેરમાં કોઈ પ્રવીણ સ્વપ્નપાઠકની પાસે ગયો અને વિનયપૂર્વક સ્વપ્નનું ફળ પૂછ્યું. સ્વપ્નપાઠકે કહ્યું-‘મૂળદેવ! તમને આજથી સાત દિવસની અંદર રાજ્ય મળશે.’ આ પ્રમાણે કહીને તેણે પોતાની પુત્રી તેની સાથે પરણાવી. મૂળદેવે જણાવ્યું કે ‘મને જ્યારે રાજ્ય મળશે ત્યારે હું તમારી પુત્રીને તેડાવીશ.' પછી નગરમાં ભમતાં તેને કોઈ ગૃહસ્થને ઘેરથી અડદ મળ્યા. તે લઈ જંગલમાં જઈ ભોજન કરવા બેઠો, તેવામાં કોઈ માસોપવાસી મુનિ અચાનક ત્યાં આવી ચડ્યા. મૂળદેવે ઘણા હર્ષથી તે મુનિને અડદ વહોરાવ્યા. તેના મહિમાથી આકાશવાણી થઈ કે ‘તું અર્ધા શ્લોકમાં જે માગીશ તે મળશે.’ એટલે તેણે અર્ધો શ્લોક એ પ્રમાણે કહ્યો— गणियं च देवदत्तं, दंति सहस्सं च रज्जं च । હે દેવ! તમે પ્રસન્ન થયા હો તો મને દેવદત્તા ગણિકા, એક હજાર હાથી અને રાજ્ય આપો. દેવે ‘તથાસ્તુ’ કહ્યું. અનુક્રમે સાતમો દિવસ આવતાં કોઈ રાજા અપુત્રપણે મૃત્યુ પામ્યો, એટલે તેના મંત્રીઓએ પાંચ દિવ્ય કર્યા, અને તે પ્રકારે મૂળદેવ રાજ્ય પામ્યો. આ ખબર પેલા કાપડીને પડી, એટલે તે વારંવાર પેલા દેવાલયમાં જઈને તેવા સ્વપ્નાને માટે સૂવા લાગ્યો, પણ તેવું સ્વપ્નું ફરીને ક્યાંથી આવે? (આ દૃષ્ટાંત મનુષ્યભવની દુર્લભતા ઉપર પણ છે.) અહીં મૂળદેવે રાજ્ય મેળવી દાનાદિ ધર્મ કરી આત્મધર્મને સંપૂર્ણ રીતે સાધ્યો. માત્ર અડદના થોડા દાણાના દાનના પ્રભાવથી મૂળદેવ રાજ્યસુખ પામ્યો. માટે અલ્પદાનનું પણ અચિંત્ય ફળ સમજવું. પ્રસ્તુત શ્લોકના ભાવાર્થ ઉ૫૨ નયસાર અને ચંદનબાલા વગેરેની કથાઓ પણ છે; તેમજ આ અવસર્પિણીમાં પહેલા દાનધર્મના પ્રવર્તક શ્રેયાંસકુમા૨ની કથા પણ તેને લગતી છે. આ સર્વ કથાઓ દાનકુલક નામના પ્રકરણમાં વર્ણવેલી છે ત્યાંથી જાણી લેવી. ભાગ ૩-૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ اے શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન, કીર્તિદાન અને અનુકંપા-દાન એમ પાંચ પ્રકારનાં દાન છે. સુપાત્રમાં પુણ્યબુદ્ધિથી આપવું તે સુપાત્રદાન; કોઈ પ્રાણીને મૃત્યુથી બચાવવો–ભયથી મુક્ત કરવો તે અભયદાન; માતા, પિતા, પુત્ર, વધૂ, સેવક અને રાજા વગેરેને આપવું તે ઉચિતદાન; કીર્તિને માટે યાચક વગેરેને આપવું તે કીર્તિદાન અને દીન-દુઃખીને આપવું તે અનુકંપાદાન. આ પાંચ દાનોમાં સુપાત્રદાન એક જ સર્વોત્તમ છે એમ વારંવાર કહેવાનું શું કારણ?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે “એ પાંચ દાનોમાં પહેલા બે દાન મોક્ષ આપનારાં છે, તેમાં અભયદાન સર્વ વ્રતોની આદિમાં કહેલું છે અને સુપાત્રદાન સર્વ વ્રતોને અંતે કહેલું છે. બીજા ત્રણ દાન સાંસારિક સુખને આપનારાં છે, તેથી તેમજ પહેલા અને છેલ્લા તીર્થકર સુપાત્રદાન આપવાથી જ સુખી થયા છે તેથી સુપાત્રદાન સર્વોત્તમ કહેલું છે.” “અલ્પ દાનના માહાસ્યથી મૂળદેવ, નયસાર, ચંદનબાળા, શ્રેયાંસકુમાર અને ઘન સાર્થવાહ (શ્રી ઋષભદેવ ભગવંતનો જીવ) વગેરે મહાન ફળને પામ્યા છે; તેથી છેલ્લું અતિથિસંવિભાગ વ્રત સર્વ શ્રાવકોએ અંગીકાર કરવું.” વ્યાખ્યાન ૧૭૬ નિશ્ચય અને વ્યવહારનયથી બાર વ્રતનું વિવેચન एकैकं व्रतमप्येषु, द्विद्विभेदेन साधितम् । तद्विज्ञाय सुधीश्राद्ध, रुचिः कार्या व्रतादरे ॥१॥ ભાવાર્થ-“એ બાર વ્રતોમાંના એક એક વ્રત નિશ્ચય અને વ્યવહાર એવા બે બે ભેદથી કહેલાં છે, તે બરાબર જાણીને બુદ્ધિવાળા શ્રાવકોએ તે વ્રતોને આદરવા રુચિ કરવી.” વિશેષાર્થ–એ બાર વ્રતોમાં એક એક વ્રત બે બે પ્રકારે નિશ્ચય અને વ્યવહારનયે કરી કહેલાં છે તે આ પ્રમાણે– જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુઘાદિ વેદનાથી પોતા સમાન જાણી તેની હિંસા કરે નહીં એ વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે; અને આ પોતાનો જીવ અન્ય જીવની હિંસા કરવા વડે કર્મ બાંધી દુઃખ પામે છે, તેથી પોતાના આત્માને કર્માદિકનો વિયોગ પમાડવો યોગ્ય છે. વળી આ જીવ અનેક સ્વાભાવિક ગુણવાળો છે, તેથી હિંસાદિ વડે કર્મ ગ્રહણ કરવાનો તેનો ઘર્મ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિંસાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરવાનો નિશ્ચય કરવો, એ નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસા વ્રત છે. લોકનિંદિત એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું એ વ્યવહારથી બીજું વ્રત છે અને મુનીશ્વર-ત્રિકાળજ્ઞાની ભગવંતે કહેલ જીવ અજીવનું સ્વરૂપ અજ્ઞાન વડે વિપરીત કહેવું અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પોતાની કહેવી તે જ ખરેખરું મૃષાવાદ છે; તેનાથી જે વિરમવું તે નિશ્ચયનયથી બીજું વ્રત છે. આ વ્રત સિવાય બીજા વ્રતોની વિરાઘના કરે તેનું ચારિત્ર જાય છે. પણ જ્ઞાન તથા દર્શન એ બે રહે છે; પરંતુ નિશ્ચય મૃષાવાદથી વિરાશિત થતાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ૧. અભયદાનનો સમાવેશ પ્રથમ અહિંસા અણુવ્રતમાં થાય છે. ૨. સુપાત્રદાનનો સમાવેશ બારમા અતિથિસંવિભાગવતમાં થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૬] નિશ્ચય અને વ્યવહારનયથી બાર વ્રતનું વિવેચન ૯ ત્રણે જાય છે. આગમમાં પણ કહેલ છે કે “એક સાઘુએ મૈથુનવિરમણ વ્રત ભાંગ્યું છે અને એક બીજું વ્રત ભાંગ્યું છે, તો તેમાં પહેલો સાઘુ આલોચના વગેરેથી શુદ્ધ થાય છે, પણ બીજો સ્યાદ્વાદમાર્ગનો ઉત્થાપક હોવાથી આલોચનાદિક વડે શુદ્ધ થતો નથી.” જે અદત્ત (આપ્યા વિના) પારકી વસ્તુ ઘનાદિક ન લેવાનું પ્રત્યાખ્યાન કરે તે વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણવ્રત છે અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત અંતઃકરણમાં પુણ્યતત્ત્વના બેંતાળીશ ભેદ પ્રાપ્ત કરવાની ઇચ્છાએ ઘર્મકાર્ય કરે છે અને પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષય, આઠ કર્મની વર્ગણા વગેરે પરવસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા કરતો નથી–તેનો નિયમ કરે છે તેને નિશ્ચયથી ત્રીજું વ્રત છે. શ્રાવકોને સ્વદારસંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ તથા સાઘુને સર્વ સ્ત્રીઓનો ત્યાગ એ વ્યવહારથી ચોથું વ્રત છે અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાનો ત્યાગ એ નિશ્ચયથી ચોથું વ્રત છે. અહીં એટલું સમજવું કે બાહ્યથી સ્ત્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લોલુપતા હોય અને તેનું પ્રત્યાખ્યાન ન કરે તો તેને વિષય સંબંધી કર્મનો બંઘ થયા કરે છે. શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું તે અને મુનિઓને સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો તે વ્યવહારથી પાંચમું વ્રત છે અને ભાવકર્મ જે રાગ-દ્વેષ તથા દ્રવ્યકર્મ જે અજ્ઞાન (આઠ પ્રકારના કમ) તથા દેહ અને ઇંદ્રિયનો ત્યાગ તે નિશ્ચયથી પાંચમું વ્રત છે; કર્માદિ પરવસ્તુ પર મૂચ્છનો ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વ્રત થાય છે; કારણ કે શાસ્ત્રકારે મૂર્છાને જ પરિગ્રહ કહેલો છે. “પૂછી રાહો કુત્તો” રૂત્ય િવવનાત્. છ દિશાએ જવા આવવાનું પરિમાણ કરવું એ વ્યવહારથી છ વ્રત છે અને નરકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણી તે પ્રત્યે ઉદાસી ભાવ રાખવો અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેય ભાવ રાખવો એ નિશ્ચયથી છઠું વ્રત છે. પ્રથમ કહેવા પ્રમાણે ભોગોપભોગ વ્રતમાં સર્વ ભોગ્ય વસ્તુનું પરિમાણ કરવું એ વ્યવહારથી સાતમું વ્રત છે, તથા વ્યવહારનયને મતે કર્મનો કર્તા અને ભોક્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કર્મનું કર્તાપણું કર્મને જ છે; કારણ કે મન, વચન, કાયાના યોગ જ કર્મના કર્તા છે, તેમ ભોક્તાપણું પણ યોગમાં જ રહેલું છે. અજ્ઞાને કરીને જીવનો ઉપયોગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાઘનમાં ભળે છે. પરમાર્થવૃત્તિએ તો જીવ કર્મના પુગળોથી ભિન્ન જ છે અને જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોક્તા છે. પુગળો જડ, ચળ અને તુચ્છ છે. વળી જગતના અનેક જીવોએ તે ભોગવી ભોગવીને ઉચ્છિષ્ટ થયેલા ભોજનની જેમ મૂકી દીધેલા છે તેવાં પુગળો ભોગપભોગપણે ગ્રહણ કરવાનો જીવનો ઘર્મ નથી–આ પ્રમાણે જે ચિંતન કરવું તે નિશ્ચયથી સાતમું વ્રત છે. પ્રયોજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું તે વ્યવહારને આશ્રયીને આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંઘના હેતુ છે અને જેથી કર્મનો બંઘ થાય છે તેને આત્મીય ભાવથી જાણી તેનું નિવારણ કરવું તે નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે. આરંભના કાર્ય છોડી જે સામાયિક કરવું તે વ્યવહારથી નવમું સામાયિક વ્રત છે અને જ્ઞાનાદિ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૨ મૂળ સત્તાઘર્મ વડે સર્વ જીવોને સરખા જાણી સર્વને વિષે સમતા પરિણામ રાખવા તે નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી તે વ્યવહારથી દશમું દેશાવકાશિક વ્રત છે અને શ્રુતજ્ઞાન વડે પદ્રવ્યનું સ્વરૂપ ઓળખી પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું તે નિશ્ચયથી દશમું દેશાવકાશિક વ્રત છે. અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છોડી સ્વાધ્યાય ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારથી અગિયારમું પૌષઘવ્રત છે અને આત્માના સ્વગુણનું જ્ઞાનધ્યાનાદિ વડે પોષણ કરવું તે નિશ્ચયથી અગિયારમું પૌષઘવ્રત છે. પૌષધના પારણે અથવા હમેશાં અતિથિસંવિભાગ કરી (સાધુને દાન દઈ) ભોજન કરવું તે વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ દ્રત છે અને આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન, પાઠન, શ્રવણ અને શ્રાવણ (સંભળાવવું) વગેરે કરવું તે નિશ્ચયથી બારમું અતિથિસંવિભાગ વ્રત છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર બન્ને ભેદે કરી યુક્ત બાર વ્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકોને મોક્ષ આપનારાં થાય છે અને નિશ્ચય વિના એકલા વ્યવહારથી અંગીકાર કરેલાં બાર વ્રત સ્વર્ગસુખને આપનારાં થાય છે, મોક્ષને આપનારાં થતાં નથી; કારણ કે વ્યવહારચારિત્ર અને સાધુ શ્રાવકના વ્રત અભવ્ય પ્રાણીઓને પણ પ્રાપ્ત થાય છે, તેથી કાંઈ નિર્જરા થતી નથી; માટે નિશ્ચયનય સહિત જ તે વ્રતોનું પાલન કરવું શ્રેષ્ઠ છે. તે વિષે કહ્યું છે કે निच्छयनय मग्गमुक्खो, ववहारो पुन्नकारणो वुत्तो । पढमो संवरहेउ, आसवहेउ बीओ भणिओ॥ નિશ્ચયનય મોક્ષમાર્ગ છે અને વ્યવહારનયને પુણ્યનું કારણ કહેલું છે. પહેલો નય સંવરનો હેતુ છે અને બીજો નય આસ્ટવનો હેતુ છે.” નિશ્ચયનય જ્ઞાનસત્તારૂપ હોવાથી મોક્ષમાર્ગ છે અને વ્યવહારનય પુણ્યનો હેતુ હોવાથી તેના વડે શુભ અશુભ કર્મનો આસ્રવ થાય છે. અશુભ વ્યવહારથી પાપનો આસ્રવ થાય છે. - અહીં શિષ્ય શંકા કરે છે કે “જ્યારે અનંતર ગાથામાં વ્યવહારનય આમ્રવના હેતુરૂપ કહેલો છે તો અમે તેને ગ્રહણ કરીશું નહીં.” તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે-“હે શિષ્ય! વ્યવહાર વિના નિશ્ચયનયનું જ્ઞાન થતું નથી, અથવા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ થાય છે. આગમમાં કહ્યું છે કે “જો જિનમતને અંગીકાર કરવા ઇચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયને છોડશો નહીં, કારણ કે એક વિના શાસન લોપાય છે અને બીજા વિના ઉચ્ચભાવ લોપાય છે.” વળી વ્યવહારનય છોડવાથી સર્વ નિમિત્તકારણ નિષ્ફળ થાય છે; જ્યારે નિમિત્તકારણ નિષ્ફળ થયું તો પછી ઉપાદાનકારણની સિદ્ધિ પણ શી રીતે થાય? એથી તે બન્ને નય પ્રમાણ કરવા યોગ્ય છે. “નિશ્ચયનયની સાથે બીજો (વ્યવહાર) નય પણ પ્રમાણરૂપ છે. નિશ્ચયનય સુવર્ણના અલંકાર જેવો છે અને વ્યવહારનય સાંઘા મેળવનાર લાખ વગેરે પદાર્થના જેવો છે. અહીં ઉપનય પોતાની મેળે કરી લેવો.” Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૭] બળાત્કારે ધર્મ કર્તવ્ય ૧૦૧ એવી રીતે બાર વ્રતોમાંનાં દરેક વ્રત વ્યવહાર અને નિશ્ચય એવા બે પ્રકારે જાણી શ્રાવકોએ એ વ્રતો ગ્રહણ કરવામાં રુચિ કરવી એ તત્ત્વ છે. આ સર્વ વિષય આગમસાર ગ્રંથમાંથી ઉત્ત્તરીને અહીં લખેલો છે.'' 3G વ્યાખ્યાન ૧૭૭ બળાત્કારે ધર્મ કર્તવ્ય આ બાર વ્રત બળાત્કારે પણ શ્રાવકને આપવાં જોઈએ. કહ્યું છે કે– प्रसह्येनाप्यसौ धर्मः, श्रावकानां प्रदीयते । यथा पोटिलदेवेन, बोधितस्तेतलेः सुतः ॥ १॥ ભાવાર્થ-આ બાર વ્રતગ્રહણરૂપ ધર્મ શ્રાવકોને બળાત્કારે પણ આપવો. જેમ પોટિલદેવે તેતલિપુત્રને બલાત્કારે પણ પ્રતિબોધ કર્યો હતો તેમ.’’ તેતલિપુત્રની કથા ત્રિવલ્લી નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને તેતલિપુત્ર નામે મંત્રી હતો. તે ત્યાંના નગરશેઠની પુત્રી ઉપર મોહ પામ્યો. તે પુત્રીનું નામ પોટિલા હતું. તેને તે મંત્રી પરણ્યો. કનકરથ રાજા રાજ્યમાં અત્યંત લુબ્ધ હોવાથી પોતાને જે જે પુત્ર થાય તેને મારી નાખતો હતો. એક સમયે રાજાની કમલાવતી નામે રાણી સગર્ભા થઈ. તેણે પોતાની વિશ્વાસુ દાસીને તેતલિપુત્ર મંત્રી પાસે મોકલીને કહેવરાવ્યું કે ‘જો મને પુત્ર થાય તો કોઈ પણ રીતે તમે તેની રક્ષા કરજો.’ રાણીનું વાક્ય બુદ્ધિમાન મંત્રીએ સ્વીકાર્યું. કેટલોક કાળ ગયા પછી દૈવયોગે પોટિલા અને કમલાવતીએ સાથે પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. એટલે મંત્રીએ વિશ્વાસુ માણસ મોકલી કમલાવતીના પુત્રનું અને પોતાની પુત્રીનું પરાવર્તન કરાવ્યું. રાજાએ રાણીના પરિજનને પૂછ્યું, એટલે તેમણે ‘પુત્રીનો જન્મ થયો છે' એમ કહ્યું. મંત્રીએ રાજકુમારનું કનકધ્વજ એવું નામ પાડ્યું. અનુક્રમે રાજા કનકરથ મૃત્યુ પામતાં મંત્રી અને રાણી કમલાવતીએ મળીને તે પુત્રનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. કનકધ્વજ કૃતજ્ઞ હોવાથી તેણે રાજ્યના સર્વ કાર્યમાં મંત્રીને જ મુખ્ય કર્યો. અન્યદા દૈવયોગે તેતલિપુત્ર મંત્રીને તેની પોટિલા સ્ત્રી ઉપર કોઈ કારણને લઈને અપ્રીતિ ઉત્પન્ન થઈ, તેથી પોટિલાએ કોઈ સાધ્વીને પતિના વશીકરણ વિષે પૂછ્યું. સાધ્વીએ ધર્મદેશના આપીને તેને પ્રતિબોધિત કરી, એટલે તેણે દીક્ષા લેવાની અભિલાષી થઈને પતિ પાસે આશા માગી. પતિએ કહ્યું–‘જો તું દીક્ષા લઈને સ્વર્ગે જાય તો ત્યાંથી મને બોધ આપવા આવવાનું કબૂલ કરે તો હું તને વ્રત લેવાની આજ્ઞા આપું.' પોટિલાએ તે કબૂલ કર્યું. પોટિલા દીક્ષા લીધા પછી કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. અવધિજ્ઞાન વડે પૂર્વભવ જાણી પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તેણે મંત્રીને વ્રત લેવાની પ્રેરણા કરવા માંડી, પરંતુ વિષયમાં લોલુપ એવા મંત્રીએ શ્રાવક અને સાધુના બન્ને ધર્મમાંથી એકે ધર્મની ઇચ્છા કરી નહીં. દેવ થયેલા પોટિલાના જીવે વિચાર્યું કે કોઈ પણ પ્રકારના કષ્ટમાં પડ્યા વિના મંત્રી બોઘ પામશે નહીં, એવું ધારી તેણે એક વખતે રાજાનો તેના પર કોપ બતાવ્યો. જ્યારે મંત્રી રાજાને નમવા ગયો ત્યારે રાજાએ તેને મુખ બતાવ્યું નહીં. અને ભયંકર અપમાન કર્યું. તેથી મંત્રીનું સ્વમાન ઘવાયું. આથી મંત્રી અત્યંત ખેદ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૨ પામી નગરથી બહાર નીકળ્યો અને મૃત્યુ પામવા માટે તેણે તાલપુટ વિષ ખાવું, પણ દેવપ્રભાવથી તે તેને અમૃતરૂપ થઈ ગયું. પછી તેણે મરણ પામવા માટે જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, ગળેફાંસો, ગિરિપાત, વૃક્ષપાત અને શસ્ત્રાઘાત વગેરે મૃત્યુના સર્વ પ્રકાર કર્યો, પણ દેવપ્રભાવથી તે બઘા નિરર્થક થયા. એક વખતે તે ચાલ્યો જતો હતો ત્યાં પછવાડે ઉન્મત્ત હસ્તી દોડ્યો આવતો દીઠો, તેથી આકુળ-વ્યાકુળ થઈને તે કોઈ ખાડામાં પડી ગયો અને મૂચ્છિત થયો. ક્ષણવારે ચૈતન્ય આવતાં તે બોલ્યો કે “અરે પોટિલા! તું ક્યાં છે? હું કોને શરણે જાઉં?” તે વખતે કૃપા વડે પોટિલા દેવે પ્રગટ થઈને કહ્યું–“અરે તેતલિપુત્ર! મેં ઘણા પ્રયત્નથી તને બોઘ કર્યો પણ તું સમજ્યો નહીં, તેથી આ બધું વિકુર્તીને બતાવ્યું છે.' મંત્રી બોલ્યો-“હે દેવ! મેં અજ્ઞાનથી કાંઈ જાણ્યું નહીં, પણ હવે થોડો વખત શ્રાવકઘર્મ પાળી પછી મુનિપણાનો આશ્રય કરીશ; પરંતુ તે કોઈ પણ રીતે રાજાને મારા પર પ્રસન્ન કર.” દેવતાએ તેમ કર્યું, તેથી રાજાએ સંતુષ્ટ થઈ મંત્રીની સામે આવી પોતાનો અપરાઘ ખમાવ્યો. પછી બુદ્ધિમાન મંત્રી પોતાને ઘેર જઈ, દાનાદિ ઘર્મયુક્ત શ્રાવકનાં બાર વ્રત પાળવા લાગ્યો. એકદા તેણે ગુરુ પાસે જઈ પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુ બોલ્યા–“તું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. તે ગુરુની દેશનાથી પ્રતિબોઘ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે ચૌદ પૂર્વઘારી થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી એવી તેતલિપુત્ર નામે તું મંત્રી થયો છે.” તે સાંભળી મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલા પૂર્વનું સ્મરણ કરી તેણે શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામી અવ્યયપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયો. ઉત્તમ મુનિવરો અનેક યુક્તિઓથી ઉપાસકોને પ્રતિબોઘ કરે છે. જગતમાં સૂર્યની કાંતિ જેવો ઉદ્યોત કરનારા પુરુષો પોટિલાની જેમ શ્લાઘા કરવા યોગ્ય છે.” વ્યાખ્યાન ૧૭૮ મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ यथाऽन्यायपुरे रत्न-चूडो न मूढतां गतः । मोहादिबंधने तद्वत्, धर्मधीनहि लुभ्यते ॥१॥ ભાવાર્થ-જેમ અન્યાયપુરમાં રત્નચૂડ મૂંઝાયો નહીં, તેમ ઘર્મબુદ્ધિવાળા પુરુષો મોહાદિકના બંઘનમાં લોભાતા નથી.” રત્નચૂડની કથા આ ભરતક્ષેત્રને વિષે તામલિપ્તિ નામની નગરીમાં રત્નાકર નામે શ્રેષ્ઠી હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેમને રત્નચૂડ નામે એક પુત્ર થયો હતો. તે યુવાન પુત્ર નગરના ઉપવન વગેરેમાં સ્વેચ્છાથી વિહાર કરતો હતો. એક વખતે રાજમાર્ગે જતાં સન્મુખ આવતી સૌભાગ્યમંજરી નામની વેશ્યા રચૂડના ખભા સાથે અથડાઈ; તેથી મનમાં કચવાઈને તે બોલી–“અરે! આવા વિશાલ રાજમાર્ગમાં પણ મને સન્મુખ આવતી તું જોતો નથી? આટલો બધો લક્ષ્મીમદ કરવો તને ઘટિત નથી. કારણ કે Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૮] મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ ૧૦૩ पित्रोपार्जितवित्तेन, विलासं कुरुते न कः । सः श्लाघ्यो यः स्वयं लक्ष्मी-मुपायं विलसत्यहो॥१॥ પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી કોણ વિલાસ ન કરે? પણ જે સ્વોપાર્જિત દ્રવ્યથી વિલાસ કરે તે પુરુષ જ પ્રશંસાને પાત્ર છે.” આ પ્રમાણે કહી વેશ્યા સ્વસ્થાને ચાલી ગઈ. તે સાંભળી રત્નચૂડે મનમાં વિચાર્યું કે–“આ વેશ્યાનું વચન મારે સત્ય કરવું. આ પ્રમાણે વિચાર કરતો અને મનમાં ખેદ પામતો રત્નચૂડ ઘેર આવ્યો. પુત્રનું ખિન્ન વદન જોઈ તેના પિતાએ પૂછ્યું–“હે વત્સ! તારે શી ખોટ છે કે જેથી તારું મુખ સખેદ અને નિસ્તેજ જણાય છે? જે તારી ઇચ્છા હોય તે કહે, હું તારી ઇચ્છા ક્ષણમાત્રમાં પૂરી કરીશ.” રત્નચૂડ બોલ્યો-“પિતાજી! તમારા ઉપાર્જન કરેલા દ્રવ્યથી મારે સુખ જોઈતું નથી, તેથી તમારી આજ્ઞા મેળવી સ્વભુજાથી દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતરે જવા ઇચ્છું છું.” પિતાએ કહ્યું-“વત્સ! તું માખણ જેવા કોમળ શરીરવાળો છે. તું દેશાંતરમાં જઈને શું કરીશ? કહ્યું છે કે इंद्रियाणि वशे यस्य, स्त्रीभिर्यो न विलुभ्यते । वक्तुं यश्च विजानाति, याति देशांतराणि सः॥१॥ જેને ઇંદ્રિયો વશ હોય, જે સ્ત્રીઓથી લુબ્ધ થાય તેમ ન હોય અને જે બોલવામાં પ્રવીણ થયેલ હોય તે જ દેશાંતરમાં જઈ શકે છે.” હે પુત્ર!મેં જે લક્ષ્મી ઉપાર્જન કરી છે તે તારે માટે જ છે.” આ પ્રમાણે કહ્યા છતાં પણ રત્નચૂડે આગ્રહ છોડ્યો નહીં એટલે તેના પિતાએ આજ્ઞા આપી. તત્કાળ રત્નચૂડ ઘણા વહાણોમાં વિવિધ પ્રકારના બહુ કિંમતી કરિયાણા ભરી તૈયાર થયો. જતી વખતે શ્રેષ્ઠીએ આ પ્રમાણે શિખામણ આપી-“વત્સ! તું કદી પણ અન્યાયનગર(અનીતિપુર)માં જઈશ નહીં, કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે, અવિચારી નામે મંત્રી છે, ગૃહીતભક્ષક નામે નગરશેઠ છે, યમઘંટા નામે વેશ્યા છે અને બીજા ઘુતકાર, ચોર, પારદારિક (વ્યભિચારી) વગેરે અનેક ઠગ લોકો ત્યાં રહે છે, તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે ત્યાં જાય છે તેનું સર્વસ્વ ત્યાંના લોકો હરી લે છે, તેથી તે નગર છોડીને બીજે ગમે ત્યાં તું સ્વેચ્છાએ જજે.” આ પ્રમાણે પિતાની શિખામણ સ્વીકારી શુભ દિવસે માંગલિક ઉપચાર કરી રત્નચૂડ વહાણમાં બેસી ચાલ્યો. અનેક ગામ, નગર, દ્વીપ વગેરેમાં પર્યટન કરતો રત્નચૂડ ભવિતવ્યતાના યોગે અનીતિપુરે જ આવી ચડ્યો. નગરમાં વસનારા ઘૂર્ત લોકો તેના વહાણને આવતું જોઈ હર્ષ પામ્યાં અને તેની સન્મુખ આવ્યા. તેમને જોઈ રત્નચૂડ શંકા પામ્યો. પછી બંદરને કાંઠે આવ્યો એટલે તેણે કોઈ પુરુષને પૂછ્યું-“ભદ્ર! આ દીપનું નામ શું?” તે પુરુષે કહ્યું–“ચિત્રકૂટ નામે આ દ્વીપ છે અને આ અનીતિપુર નામનું નગર છે.” તે સાંભળી રત્નચૂડ વિચાર કરવા લાગ્યો કે “પિતાએ જે સ્થળે જવાની ના કહી હતી તે જ સ્થળે હું દૈવયોગે આવી ચડ્યો, આ વાત સારી થઈ નહીં, પણ મારા વાંછિતનો લાભ મને અહીં થશે એમ જણાય છે.” કહ્યું છે કે प्रशस्तशकुना यत्रा-नुकूलपवनस्तथा । उत्साहो मनसश्चैतत्, सर्व लाभस्य सूचकं ॥१॥ જે સ્થળે જતાં સારાં શુકન થાય, અનુકૂળ પવન વાય અને મનમાં ઉત્સાહ આવે એ સર્વ લાભને સૂચવે છે” આવું વિચારી રત્નચૂડ વહાણમાંથી ઊતર્યો અને બંદર પર ઉતારો કર્યો. તેવામાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ નગરમાંથી ચાર વણિક વેપારીઓ આવ્યા. તેઓએ ખુશીખબર પૂછીને કહ્યું–“તમારું સર્વ કરિયાણું અમે લઈશું અને જ્યારે તમે પોતાને નગર જવા ઇચ્છશો ત્યારે તમે કહેશો તે વસ્તુ તમારા વહાણમાં ભરી આપીશું.’' રત્નચૂડે તે કબૂલ કર્યું એટલે તે ધૂર્ત વણિકો તેનું સર્વ કરિયાણું વહેંચીને પોતપોતાને ઘેર લઈ ગયા. પછી રત્નચૂડ પરિવાર સહિત વસ્ત્રાદિકનો આડંબર કરી અનીતિપુર જોવા ચાલ્યો. માર્ગમાં કોઈ કારીગરે સુવર્ણ અને રૂપાથી સુશોભિત એવા બે ઉપાનહ (મોજડી) તેને ભેટ કર્યા. તેને તાંબૂલ આપી શ્રેષ્ઠીપુત્રે કહ્યું–‘તને હું ખુશી કરીશ.’’ પછી તે આગળ ચાલ્યો, ત્યાં કોઈ કાણો ઘૂર્ત મળ્યો. તેણે રત્નચૂડને કહ્યું–“હે શ્રેષ્ઠીપુત્ર! મેં એક હજાર દ્રવ્યમાં મારું એક નેત્ર તારા પિતાને ઘેર ગીરો મૂકેલું છે તે હું તારી પાસેથી લઈશ, માટે આ તમારું દ્રવ્ય લઈ લો.’’ રત્નચૂડ વિચારવા લાગ્યો કે અહો! આ અઘટતું બોલે છે, તથાપિ આ પ્રાપ્ત થયેલું દ્રવ્ય તો સ્વાધીન કરું. પછી તેને યોગ્ય ઉત્તર આપીશ.’’ આમ ચિંતવી તેણે તેનું દ્રવ્ય ગ્રહણ કર્યું અને કહ્યું–“તું મારે ઉતારે આવજે.’ એમ કહી રત્નચૂડ આગળ ચાલ્યો. તેને આવતો જોઈ ચાર ઠગારા પરસ્પર વાતો કરવા લાગ્યા. એક બોલ્યો—“સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગાનદીની રેતીના કણની સંખ્યા તો જ્ઞાની પુરુષ જાણી શકે છે, પણ સ્ત્રીઓનું હૃદય કોઈ જાણી શકતું નથી.'' બીજો બોલ્યો–સ્ત્રીઓના હૃદયને જાણનારા ઘણા પુરુષો છે પણ સમુદ્રના જળનું પ્રમાણ ને રેતીના કણની સંખ્યા જાણનાર કોઈ નથી.’' ત્રીજો બોલ્યો કે—‘પૂર્વાચાર્યોએ જે કહેલું છે તે અસત્ય નથી, તે સર્વ બાબત સર્વજ્ઞ પુરુષો જાણે છે.’' એટલે ચોથો બોલ્યો કે—આ શ્રેષ્ઠીપુત્ર સર્વ જાણે છે.’’ તે સાંભળી બીજા બોલી ઊઠ્યા કે “ગંગાનદી તો અહીંથી દૂર છે, પણ આ સમુદ્રના જળનું પ્રમાણ તો તું શ્રેષ્ઠીપુત્રની પાસે કરાવ.” આ પ્રમાણે હઠ કરી તેઓએ રત્નચૂડને ઉત્સાહિત કર્યો, એટલે રત્નચૂડે તે વાત અંગીકાર કરી. પછી તે ધૂર્તોએ રત્નચૂડ સાથે એવો કરાર કર્યો કે “જો તમે સમુદ્રના જળનું પ્રમાણ કરી આપો તો અમારી લક્ષ્મી તમારે આધીન છે અને નહીં તો અમે ચારે જણ તમારી લક્ષ્મી લઈ લઈશું.’’ રત્નચૂડ તે વાત કબૂલ કરી આગળ ચાલ્યો. રત્નચૂડે ચિંતવ્યું કે “આ બધા કાર્યોનો નિર્વાહ શી રીતે થશે? માટે અનેક નરરત્નોના ચિત્તને રંજન કરવામાં ચતુર એવી વેશ્યાને ઘેર જાઉં.' આવું વિચારી તે રણઘંટા વેશ્યાને ઘેર ગયો. વેશ્યાએ બહુમાનપૂર્વક અભ્યુત્થાન, અત્યંગ, ઉદ્ઘર્તન, સ્નાન અને ભોજનાદિ ક્રિયા કરી. જ્યારે સંધ્યાકાળ થયો ત્યારે રત્નચૂડ તેની સાથે વાસગૃહમાં જઈ મનોહર શય્યા ઉપર બેઠો. પછી એ ચતુર નાયિકા ચતુર પુરુષને યોગ્ય એવી ગોષ્ઠી કરવા લાગી. એટલે શ્રેષ્ઠીપુત્રે પોતાની વાર્તા ચલાવી કે “અરે પ્રિયા! તું આ તારા નગરની સર્વ ચેષ્ટા જાણે છે તો મારે આજે માર્ગમાં જે વિવાદો થયેલા છે તેના ઉત્તર કહે. મારી એ ચિંતા દૂર થયા પછી હે સુંદરી! હું તારી સાથે રંગભોગની વાર્તા કરીશ.'' વેશ્યા બોલી—‘પ્રિય! સાંભળો. દૈવયોગે જે કોઈ ગૃહસ્થ અહીં આવી ચઢે છે તેનું સર્વસ્વ અહીંના ધૂર્ત લોકો ઠગી લે છે. એ દ્રવ્યનો એક ભાગ રાજાને, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો ભાગ કોટવાળને, પાંચમો ભાગ પુરોહિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને આપે છે. અહીંના સર્વ લોકો અનાચારપ્રિય છે, તો તેમના ઘરમાં રહીને મારાથી શું થઈ શકે? તથાપિ હું તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં બેસીને તમે તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળજો.’’આ પ્રમાણે કહી રત્નચૂડને સ્ત્રીનો વેશ પહેરાવીને તે ચતુરા પોતાની અક્કા પાસે લઈ ગઈ. માતાની Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૮] મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ ૧૦૫ સમીપે પ્રણામ કરીને તે બેઠી, એટલે તેની માતા બોલી– વત્સ! આ કોની પુત્રી છે? તે બોલી–માતા! આ રૂપવતી નામે શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી છે. તે મને મળવા આવી છે.” આ સમયે જેઓએ રત્નચૂડનું સર્વ કરિયાણું લઈ લીધું હતું તે ઘૂર્ત વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા. તેઓએ બઘો વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુટ્ટિની બોલી–“આમાં તમારા સર્વ મનોરથો વ્યર્થ જશે, કાંઈ પણ લાભ થશે નહીં, કારણ કે તેની ઇષ્ટ વસ્તુથી વહાણ પૂરી આપવું તમે કબૂલ કરેલું છે, તો ઇચ્છા તો અનેક પ્રકારની થઈ શકે છે, તેથી તે કદી મચ્છરના અસ્થિથી વહાણ પૂરી આપવા કહેશે તો પછી તમે શું કરશો?” તેઓ બોલ્યા- તેનામાં તે બુદ્ધિ ક્યાંથી હોય? કારણ કે તે બાળક છે વળી પ્રથમ વયમાં છે.” કુટ્ટિની બોલી–“કોઈ બાળક છતાં બુદ્ધિમાન હોય છે અને કોઈ વૃદ્ધ છતાં મૂર્ખ હોય છે. તે સાંભળી તેઓ ચારે સ્વસ્થાને ગયા. થોડી વારે પેલો કારીગર હસતે મુખે આવી વેશ્યાને કહેવા લાગ્યો-“આ નગરમાં કોઈ શ્રેષ્ઠીપુત્ર આવેલો છે. તેને મેં બે શ્રેષ્ઠ ઉપાનહ ભેટ કર્યા છે. તેણે મને કહ્યું છે કે “હું તને ખુશી કરીશ.' તેથી જ્યારે હું તેનું સર્વસ્વ લઈ લઈશ ત્યારે જ ખુશી થઈશ.” તે સાંભળી અક્કા બોલી–“અરે કારીગર! કદી જો તને તે એવું પૂછશે કે “રાજાને ત્યાં પુત્રજન્મ થયો તેથી તું ખુશી છે કે નહીં?” કહે, ત્યારે તું શું કરીશ? અને પછી તારી શી ગતિ થશે?” આ પ્રમાણે સાંભળી તે પણ ચાલ્યો ગયો. પછી પેલો કાણો જુગારી આવ્યો. તેણે પણ પોતાની ધૂર્તતાની હકીક્ત વેશ્યા પાસે જણાવી. તે સાંભળી યમઘંટા હસીને બોલી–તેં તેને ઘન આપ્યું તે સારું કર્યું નહીં.' કાણો બોલ્યો-“કેમ?” ત્યારે ફરી અક્કા બોલી–“તે જો બીજા કોઈનું નેત્ર તારી આગળ મૂકશે ત્યારે તો તું એમ કહીશ કે “એ નેત્ર મારું નથી.” પણ તે સાંભળી તે તને એમ કહેશે કે “તેં જે એક નેત્ર મારા પિતાને ત્યાં ગીરો મૂક્યું છે તેની જોડનું બીજું નેત્ર તારી પાસે છે તે લાવ, એટલે બન્ને કાંટામાં મૂકીએ. જો તોલમાં સરખાં થાય તો આ નેત્ર તારે ગ્રહણ કરવું, નહીં તો નહીં.” આમ કહેશે તો પછી તું શું કરીશ?” ઘુતકાર બોલ્યો-“આવી બુદ્ધિની કુશળતા તમારામાં જ છે, તેનામાં નથી; તેથી તેનું સર્વસ્વ મારા હાથમાં આવેલું જ હું સમજું છું.” આ પ્રમાણે કહી તે ચાલ્યો ગયો. થોડીવાર પછી પેલા ચાર ધૂર્તોએ આવી પોતાની કથા કહી સંભળાવી. તે સાંભળી યમઘંટા બોલી–“આ પ્રપંચમાં તમને કાંઈ લાભ થાય એવું મારા જોવામાં આવતું નથી; કારણ કે તે એમ બોલશે કે “હું સમુદ્રના જળનું પ્રમાણ કરી આપું, પણ તમારે પ્રથમ તેમાં મળતી નદીઓનું જળ જુદું કરી દેવું પડશે. તો પછી તેમ કરવાને તમે અશક્ત છો, એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ હારી બેસશો.” તે સાંભળી તે ધૂર્તલોકો પ્લાન મુખ કરી પોતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રેષ્ઠીપુત્ર રત્નચૂડ આ બઘા યુક્તિવાળા ઉત્તર સાંભળી તે ચિત્તમાં ઠસાવી ત્યાંથી ઊઠીને રણઘંટા વેશ્યાપુત્રીની સાથે તેના ઘરમાં ગયો અને તેની આજ્ઞા લઈ પોતાને સ્થાને આવ્યો. પછી અક્કાએ બતાવેલી યુક્તિઓથી તેણે સર્વ કાર્ય સાઘવા માંડ્યાં. પેલા કરિયાણું લઈ જનારા વેપારી પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ઘૂર્ત પાસેથી તેણે બળાત્કારે ચાર લાખ દ્રવ્ય લીધું. આ વૃત્તાંત સાંભળી તે નગરનો રાજા આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું-“આ પુરુષનું માહાત્મ અદ્ભુત છે કે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ જેણે આ ધૂર્તનગરના લોકો પાસેથી પણ દ્રવ્ય લીધું.” આ પ્રમાણે વિસ્મય પામેલા રાજાએ રત્નચૂડને બોલાવીને કહ્યું- હે ભદ્ર! હું તારી ઉપર સંતુષ્ટ થયો છું, તેથી તારી જે ઇચ્છા હોય તે કહે.” રત્નચૂડે રાજા પાસે રણઘંટા ગણિકા માગી. રાજાએ આજ્ઞા આપવાથી તે તેની સ્ત્રી થઈને રહી. આ પ્રમાણે લાભ મેળવી રત્નચૂડ કરિયાણાથી વહાણ ભરીને પોતાની નગરીએ આવ્યો અને માતાપિતાના ચરણમાં પ્રણામ કરી સર્વ વૃત્તાંત પિતાને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠીના મનમાં અધિક હર્ષ થયો. રત્નચૂડની ખ્યાતિ સાંભળી સૌભાગ્યમંજરી વેશ્યા તેને જોવા આવી. રત્નચૂડે તે વેશ્યાને કહ્યું– ભદ્ર! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને આ લક્ષ્મી સંપાદન કરેલી છે.' પછી રાજાની આજ્ઞા મેળવીને સૌભાગ્યમંજરી પણ રત્નચૂડની પત્ની થઈ. ત્યારપછી રત્નચૂડ બીજી પણ ઘણી સ્ત્રીઓ પરણી સ્વોપાર્જિત દ્રવ્ય વડે દાન અને ઉપભોગ કરવા લાગ્યો. ચિરકાળ સાંસારિક ભોગ ભોગવી, પોતાના પુત્રોને ગૃહભાર સોંપી, સદ્ગુરુની પાસે અહિંસામૂળ જિનધર્મ સાંભળી, વૈરાગ્ય પામીને રત્નચૂડે દીક્ષા ગ્રહણ કરી અને રૂડી રીતે દીક્ષા પાળી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. અનુક્રમે તે મહાનંદપદને પામશે. આ કથાનો ઉપનય આ પ્રમાણે છે-“વણિકપુત્ર રત્નચૂડ તે ભવ્યજીવ સમજવો. તેના પિતા તે ઘર્મદાયક ગુરુ જાણવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાઘર્મિકનાં વચનો સમજવાં; તેથી થયેલા ઉત્સાહથી તે પુણ્યલક્ષ્મીનો સંચય કરવા ઉદ્યમવંત થયો. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુદત્ત ચારિત્ર સમજવું. અનીતિપુરે જવાનો નિષેધ કર્યો તે અનીતિમાર્ગે જવાનો નિષેધ સમજવો. વહાણ તે સંયમ જાણવું, તેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગથી અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ જાણવી. અન્યાયપ્રિય રાજા તે મોહ સમજવો. કરિયાણાને ખરીદ કરનારા ચાર વણિક તે ચાર કષાય સમજવા. પ્રાણીને સુમતિ આપનારી પૂર્વે કરેલાં કર્મની પરિણતિ તે અક્કા સમજવી. તેના પ્રભાવથી પ્રાણી સર્વ અશુભને ઉલ્લંઘન કરી, રત્નચૂડ જન્મભૂમિએ આવ્યો તેમ ઘર્મમાર્ગમાં પાછો આવે છે એમ સમજવું.” આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોએ યથાયોગ્ય ઉપનય ઉતારવો. આ પ્રબંઘનો ઉપનય વિચારી અજ્ઞાન વડે થયેલા વિકારભાવને છોડી જીવ પુનઃ ઘર્મમાર્ગે આવે છે, અને તે માર્ગે ગમન કરવા વડે મનુષ્યજન્મને સફળ કરે છે.” વ્યાખ્યાન ૧૭૯ વ્રતોના અલ્પ પાલનથી પણ સુખ શ્રાવકના આ બાર વ્રતો અલ્પકાળ ઘારણ કર્યા હોય તો પણ તે સુખ આપે છે. કહ્યું છે કે अल्पकालं धृतान्येतद्, व्रतानि सौख्यदानि हि । अतः प्रदेशिवद् ग्राह्या-ण्येतानि तत्त्ववेतृभिः॥१॥ ભાવાર્થ-“આ વ્રત અલ્પકાળ સુધી ગ્રહણ કર્યા હોય તો પણ સુખને આપનારાં થાય છે, તેથી પરદેશી રાજાની પેઠે તત્ત્વવેત્તાઓએ આ વ્રત (અવશ્ય) ઘારણ કરવાં.” ; Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્રતોના અલ્પ પાલનથી પણ સુખ પરદેશી રાજાની કથા એકદા આમલકલ્પ નામના ઉદ્યાનમાં શ્રી વીરપ્રભુ સમવસર્યા. તે સમયે નવા ઉત્પન્ન થયેલા સૂર્યાભદેવે સ્વર્ગમાંથી આવી વીરપ્રભુને નમી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે—‘હે સ્વામી! ગૌતમ વગેરેને નવીન નાટક દેખાડવા મને આજ્ઞા આપો.' આ પ્રમાણે તેણે ત્રણ વાર વિજ્ઞપ્તિ કરી, તથાપિ સ્વામી મૌન ધરી રહ્યા. એટલે તેણે તે કાર્યમાં સંમતિ માની લીધી; કારણ કે ‘નિષેધે અનુજ્ઞા’ એવું વચન છે. પછી ઈશાનિર્દેશામાં જઈ તે દેવતાએ પોતાની બે ભુજામાંથી ૧૦૮ દેવ અને ૧૦૮ દેવીઓ વિકુર્તી બત્રીશ પ્રકારનાં નાટક દેખાડ્યાં. પછી તે મહાન્ ઋદ્ધિવાળો સૂર્યાભદેવ વિદ્યુતની જેમ ઉત્પતીને પોતાને સ્વર્ગે ચાલ્યો ગયો. વ્યાખ્યાન ૧૭૯] તે વખતે બીજા લોકોને પ્રતિબોધ પમાડવાની ઇચ્છાએ ગૌતમે શ્રી વીરપ્રભુને પૂછ્યું–‘આ દેવતા કોણ હતો? અને તેને આટલી બઘી સમૃદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ?' ત્યારે જ્ઞાતપુત્ર શ્રી વીરપ્રભુ બોલ્યા-‘હે ગૌતમ! શ્વેતાંબી નગરીમાં પ્રદેશી નામે એક નાસ્તિક રાજા હતો. તેને સૂર્યકાંતા નામે સ્ત્રી અને સૂર્યકાંત નામે પુત્ર હતો, તથા ચિત્ર નામે પ્રધાન હતો. એક વખતે તે મંત્રી રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયો હતો. ત્યાં કેશી નામે ગણઘર પધારેલા હોવાથી તે તેમને વાંદવા ગયો અને તે ચતુર્લાની મુનિ પાસે ગૃહસ્થઘર્મ (બાર વ્રત) અંગીકાર કરી, શ્વેતાંબી નગરીએ પધારવાની વિજ્ઞપ્તિ કરીને તે પાછો શ્વેતાંબીએ આવ્યો. કેશી ગણધર વિહાર કરતાં કરતાં અનુક્રમે શ્વેતાંબી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલક પાસેથી ગુરુનું આગમન જાણી મંત્રીએ વિચાર્યું કે ‘હું મંત્રી છતાં મારા સ્વામી (રાજા) નરકે જાય તે યોગ્ય ન કહેવાય, માટે આજે કાંઈ મિષ કરીને હું રાજાને ગુરુની વાણી સંભળાવું અને તેમ કરીને રાજાનો અટ્ટણી થાઉં.' આવો વિચાર કરી ચિત્રમંત્રી ઘોડા ખેલાવવાનો મિષ કરી પ્રદેશી રાજાને જ્યાં સૂરિ હતા તે પ્રદેશમાં લઈ ગયો. રાજા શાંત થઈ વૃક્ષની છાયા નીચે બેઠો. એટલે દૂરથી ગુરુની દેશના સાંભળવામાં આવી. તે સાંભળી રાજાએ ઉદ્વેગ પામી મુખ મરડી મંત્રી પ્રત્યે કહ્યું–‘આર્ત્ત જનની જેમ આ શું આરડે છે?” મંત્રી બોલ્યો-‘રાજન્! ત્યાં જવાથી તેનો નિશ્ચય થશે.’ પછી રાજાને તેમની સમીપે લઈ ગયો. એટલે રાજાએ આ પ્રમાણે દેશના સાંભળી— ૧૦૭ नानायुक्त्यर्थपेशलं । असद्वासनया जन्म, हारयंति मुधा हहा ॥ १ ॥ मूढास्तत्त्वमजानाना, 66 ‘નાના પ્રકારની યુક્તિઓવાળા અને અર્થથી કોમળ એવા તત્ત્વને નહીં જાણનારા પ્રાણીઓ ખોટી વાસનાઓ વડે પોતાનો મનુષ્યજન્મ વ્યર્થ ગુમાવી દે છે, એ મોટા ખેદની વાત છે.’ ઇત્યાદિ વાક્યો સાંભળી રાજાએ ઘોડા પર બેઠા બેઠા જ સૂરિવર્યને કહ્યું “હે વ્રતધારી! પરલોક, પાપ, પુણ્ય અને જીવ છે જ નહીં; કારણ કે મારા પિતા ઘણા પાપી હતા. તે પાપ કરીને નરકે ગયા હોય તો તેને હું ઘણો વહાલો હતો, તેથી ત્યાંથી આવીને મને કેમ કહે નહીં કે ‘પુત્ર! તારે પાપ ક૨વું નહીં, પાપથી નરકમાં દુઃખ ખમવું પડે છે.' તેથી પરલોક અને પાપ છે જ નહીં એમ સિદ્ધ થાય છે. (૧) વળી મારી માતા ઘણી દયાળુ હતી, તે સ્વર્ગે ગઈ હોવી જોઈએ; તો તે આવીને મને સ્વર્ગનું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ સુખ કેમ કહેતી નથી? તેમ ‘હે પુત્ર! તારે પુણ્ય કરવું' એવી ભલામણ કેમ કરતી નથી? એ ઉપરથી સિદ્ધ થાય છે કે પરલોક નથી અને પુણ્ય પણ નથી. (૨) વળી કોઈ એક ચોરને મેં લોઢાની કોઠીમાં ઘાલ્યો હતો, તે તેમાં મૂંઝાઈને મરી ગયો. પછી કોઠી જોતાં તેમાં કોઈ ઠેકાણે છિદ્ર જોવામાં આવ્યું નહીં, તો તેનો જીવ ક્યાંથી નીકળી ગયો? (૩) વળી તેના મૃતશરીરમાં કીડા પડેલા જોવામાં આવ્યા અને તેમને પેસવાનું છિદ્ર જોવામાં આવ્યું નહીં, તેથી પ્રવેશ કરનાર કે નીકળનાર કોઈ જીવ છે જ નહીં. (૪) વળી બધા જીવ સરખા નથી તેનું શું કારણ? એમ તમે કહેશો; પણ કોઈનું બાણ દૂર જાય છે અને કોઈનું બાણ નજીક પડે છે. તેવી રીતે બધા જીવ સરખા નથી, પણ તેમાં કાંઈ કર્મનું કારણ નથી. (૫) વળી હે આચાર્ય! મેં એક ચોરને જીવતો તુલાએ ચડાવ્યો અને મરણ પામ્યા પછી પણ ચડાવ્યો તો ભાર સરખો થયો; તેથી જો જીવ હોય તો જીવતાં ભારે અને મરણ પામ્યા પછી હલકો કેમ ન થયો? તેથી જીવ સંબંધી ચિંતા કરવી એ વૃથા છે. (૬) વળી હૈ આચાર્ય! એક ચોરના મેં કકડેકકડા કરી જોયા, તથાપિ તેના શરીરના કોઈ પ્રદેશમાં જીવ જોવામાં આવ્યો નહીં. (૭) વળી હે પ્રભુ! જેમ ઘડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ જોવામાં આવે છે તેમ જીવ હોય તો તે કેમ જોવામાં આવતો નથી? (૮) વળી કુંથુવાના અને હાથીના શ૨ી૨માં સરખો જીવ હોય તો તે કુંથવાનું શરી૨ નાનું કેમ? અને હાથીનું શરીર મોટું કેમ? (૯) વળી હે સૂરિરાજ! અમારા કુળક્રમથી જે નાસ્તિક મત ચાલ્યો આવે છે તે મારાથી કેમ છોડી દેવાય? (૧૦)’ આ પ્રમાણે પ્રદેશી રાજાના પ્રશ્નો સાંભળી ગુરુમહારાજાએ ઉત્તર આપ્યો કે—“હે રાજા! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જોઈ હોય અને તે પુરુષને બાંધીને કોટવાળને મારવા સોંપ્યો હોય તે વખતે તે પુરુષ કહે કે ‘હે રાજા! મને મારા પુત્રને મળવા માટે ઘેર જવા દો' તો તમે તેનું વચન માનશો?’’ પ્રદેશી રાજા બોલ્યો—‘હે આચાર્ય! એવા અપરાધીનું વચન કેમ મનાય?' ગુરુ બોલ્યા– ‘ત્યારે નરકમાં રહેલા પરમાધામીઓ તને મળવા આવવા માટે તારા પિતાને શી રીતે છોડે? (૧) વળી સાંભળ, હે રાજા! સંડાસમાં રહેલો અંત્યજ (ચંડાળ), સભામાં બેસીને નાયિકાઓનું ગાયન સાંભળતાં અને પુષ્પમાળા ધારણ કરતાં એવા તને બોલાવે તો તું શું તેની પાસે જાય?” રાજાએ કહ્યું–‘આચાર્ય મહારાજ! તેવે વખતે એવો આનંદ છોડીને તેની પાસે શી રીતે જવાય?’ ગુરુ બોલ્યા−‘ત્યારે સભા સદૃશ સ્વર્ગલોકમાં રહેલી તારી માતા જે પ્રબળ સુખ ભોગવતાં હોય તે સંડાસ જેવા આ મનુષ્યલોકમાં તને મળવા કે સમજાવવા શી રીતે આવે? (૨) વળી સાંભળ, ભોંયરામાં શંખ વગાડે ત્યારે તેનો નાદ બહાર સંભળાય છે, પણ તે સ્વરને નીકળવાનું છદ્ર જોવામાં આવતું નથી; તેવી રીતે લોઢાની કોઠીમાંના જીવની ગતિ પણ જાણી લેવી. (૩) વળી લોઢાનો ગોળો અગ્નિમાં મૂકવાથી તે અગ્નિમય થઈ જાય છે, પણ તેમાં અગ્નિ Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭૯] વ્રતોના અલા પાલનથી પણ સુખ ૧૦૯ પેસવાનું છિદ્ર જોવામાં આવતું નથી; તેવી રીતે તે ચોરના શરીરમાં કીડાઓના પ્રવેશ વિષે પણ જાણી લેવું. (૪) કોમળ બાળક અને કઠિન યુવાન તેઓ બન્ને અનુક્રમે બાણ છોડે તો તે નજીક અને દૂર જાય તો તેના કોમળ અને કઠિન દેહનો તફાવત સમજવો કે જે દેહ પૂર્વકર્મ વડે જ પ્રાપ્ત થયેલ છે. (૫). જેમ વાયુથી ભરેલી ઘમણ ભારે થતી નથી અને વાયુથી રહિત ઘમણ તોલમાં હલકી થતી નથી, તેમ તુલા ઉપર આરુઢ કરેલા ચોરના જીવ સહિત અને જીવ રહિત દેહ માટે સમજવું. (૬) હે રાજા! જેમ અરણીના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, પણ તેના ખંડ ખંડ કરીને જોતાં તે જોવામાં આવતો નથી, તેમ આ શરીરની અંદર પણ જીવ રહેલો છે, પણ તે શરીરના ખંડ ખંડ કરવાથી જોવામાં આવતો નથી. તેને સર્વજ્ઞ જ જોઈ શકે છે. (૭) જેમ વાયુથી પત્ર હલે છે, પણ વાયુ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી, તેમ જીવપ્રદેશના યોગે શરીર હાલે છે, પણ જીવ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. (૮). જેમ મોટા ઘરમાં મૂકેલો દીપક આખા ઘરમાં પ્રકાશ કરે છે અને નાની હાંડલીમાં મૂક્યો હોય તો તે તેટલામાં જ પ્રકાશ કરે છે; એવી રીતે જીવ પણ જેવું નાનું મોટું શરીર પામે છે તેવો નાનો મોટો થઈને રહે છે. (૯) વળી તું કહે છે કે કુળક્રમાગત આવેલો નાસ્તિક મત કેમ છોડું? પણ હે રાજા! જે પરંપરાએ આવેલી અધર્મબુદ્ધિને છોડે નહીં તે લોહને વહેનારા વેપારીની જેમ વિપત્તિઓનું સ્થાન થાય છે. તે કથા આ પ્રમાણે છે-કોઈ ચાર મિત્રો લાભ મેળવવા માટે દેશાંતરે જતા હતા. ત્યાં માર્ગમાં પ્રથમ લોઢાની ખાણ આવી, તેમાંથી તેઓએ લોઢું લીધું. ત્યાંથી આગળ ચાલ્યા એટલે રૂપાની ખાણ તેમના જોવામાં આવી, તેથી ત્રણ જણાએ તો લોઢું નાખી દઈને રૂપું લીધું પણ ચોથા માણસે કદાગ્રહથી લોઢું છોડ્યું નહીં. આગળ ચાલતાં સુવર્ણની ખાણ આવી, એટલે પેલા ત્રણ પુરુષોએ તો રૂપું છોડી સુવર્ણ લીધું, તથાપિ ચોથાએ તો લોઢું છોડ્યું નહીં. આગળ ચાલતાં રત્નોની ખાણ આવી, એટલે ત્રણ મિત્રોએ તો સુવર્ણ નાખી દઈ રત્નો લીધાં પણ ચોથાએ લોઢું છોડ્યું નહીં. પરિણામે ત્રણ મિત્રો સુખી થયા અને ચોથો દુરાગ્રહી મિત્ર જન્મ સુઘી દરિદ્રી રહેવાથી દુઃખી થયો. આ પ્રમાણે લોઢાના ભારને વહન કરનાર દુરાગ્રહીની જેમ પરંપરાએ ચાલ્યા આવતા મિથ્યાત્વને નહીં છોડનાર પુરુષો દુઃખી થાય છે. (૧૦)” આ પ્રમાણે પોતાના પ્રશ્નોના ઉત્તર અશ્વ ઉપર બેઠાં બેઠાં સાંભળી પ્રદેશ રાજા ઘર્મ પામ્યો. પછી અશ્વથી ઊતરી ગુરુને વિનયપૂર્વક નમીને કહ્યું- હે મહારાજ! પ્રભાતે તમને નમીને હું મારો અવિનય ખમાવીશ.” બીજે દિવસે પ્રભાતકાળે કોણિક રાજાની જેમ પ્રદેશી રાજાએ મોટા ઉત્સવથી આવી ગુરુને વંદના કરી અને તેમની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. પછી ગુરુએ કહ્યું-“હે રાજા! પુષ્પફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈ હમણા ઘર્મ પ્રાપ્ત કરીને તમારે અદાતા થવું નહીં, એટલે કે સુકાઈ ગયેલા વનની જેમ અરમણીય થવું નહીં, કેમકે તેમ થવાથી અમને અંતરાય લાગે અને ઘર્મની નિંદા થાય.” પ્રદેશી રાજા બોલ્યો-“હે સ્વામી! હું મારા સાત હજાર ગામની ઉપજના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ વડે મારા રાજ્યના સૈન્ય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ તથા વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતઃપુરનો નિર્વાહ કરીશ, ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટિ કરીશ અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ઘર્મકાર્ય કરીશ.” આ પ્રમાણે ઘર્મને સ્વીકારી પ્રદેશી રાજા ઘેર આવ્યો અને તે શ્રમણોપાસક થઈને રહ્યો. કામભોગમાં અનાસક્ત એવા રાજાને જાણી તેની રાણી સૂર્યકાંતા તેને મારી નાખવાનો ઉપાય ચિંતવવા લાગી. તેણે પોતાના પુત્ર સૂર્યકાંતને કહ્યું કે “તારા પિતા દેશ, મુલક અને રાજ્યની બિલકુલ ચિંતા કરતા નથી, તે શ્રાવક થઈને ફરતા ફરે છે; તેથી શસ્ત્ર, મંત્ર, વિષ કે અગ્નિના પ્રયોગથી તું તેને મારી નાખીને રાજ્ય લઈ લે. કોહેલા પાનને કાઢી નાખવું એ ન્યાય છે. આ પ્રમાણેનાં પોતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ઘરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાર્યું કે “આ પુત્ર નમાલો છે, આને મેં ગુપ્ત ભેદ (વિચાર) કહી નાખ્યો, પણ આ જરૂર મંત્રભેદ કરશે.” એવું ચિંતવી તેણે છળ શોધી ભોજનમાં વિષ નાખીને પ્રદેશી રાજાને ભોજન કરાવ્યું. તેનાથી રાજાને અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. એ કૃત્ય પોતાની રાણીનું છે એમ તેના જાણવામાં આવ્યું, તથાપિ તેણે તેના પર કોપ કર્યો નહીં. સ્વયમેવ પૌષઘાગારમાં જઈ, દર્ભના સંથારા ઉપર પૂર્વાભિમુખે બેસી, શક્રસ્તવ (નમુત્થણં) ભણી, મનમાં પોતાના ઘર્માચાર્યને સંભારી, જાવજીવ સુઘી સર્વ પાપસ્થાનોને વોસિરાવી, સમાધિ વડે કાળઘર્મ પામ્યો: હે ગૌતમ! ત્યારી મરીને તે પરદેશી રાજા પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.” માત્ર ઓગણચાળીશ દિવસ શ્રાવકવ્રત પાળવાથી સાડાબાર લાખ યોજનાના વિસ્તારવાળા વિમાનને વિષે તે મહર્દિક દેવતા થયો. તેણે પ્રદેશ રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠ કરી તેરમા છઠ્ઠને પારણે સંથારો કર્યો હતો. “દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પોતાને સમકિત પ્રાપ્ત થવાના પૂર્વવૃત્તાંતને જાણી તે સૂર્યાભદેવ પૃથ્વી પર આવ્યો અને ભગવંત પાસે નાટક કર્યું. અનુક્રમે દેવગતિમાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈને મોક્ષે જશે.” વ્યાખ્યાન ૧૮૦ શ્રાવક ધર્મનું સ્વરૂપ હજુ શ્રાવક ઘર્મનું વર્ણન કરે છે. गृहेऽपि संवसन् कश्चित्, श्रावको निःस्पृहाग्रणीः । कूर्मापुत्र इवाप्नोति, केवलज्ञानमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-બકોઈ શ્રાવક ઘરમાં રહેતાં છતાં પણ જો નિઃસ્પૃહના અગ્રેસરપણે વર્તે તો, કૂર્મપુત્રની જેમ, તે ઘરમાં પણ ઉજ્જવલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.” કુર્માપુત્રની કથા દુર્ગમપુરમાં દ્રોણ નામે રાજા હતો. તેને કુમાદેવી નામે રાણી હતી. તેમને દુર્લભકુમાર નામે પુત્ર થયો હતો. તે રાજ્ય અને યૌવનના મદથી બીજા ઘણા કુમારોને દડાની જેમ આકાશમાં ઉછાળી હમેશાં ક્રીડા કરતો હતો. એક વખતે તે નગરના ઉદ્યાનમાં કોઈ એક કેવળી સમવસર્યા. Page #120 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૦] શ્રાવક ધર્મનું સ્વરૂપ ૧૧૧ તેમને તે વનની ભદ્રમુખી નામે યક્ષિણીએ પૂછ્યું–‘મારા પૂર્વભવના સ્વામીની શી ગતિ થઈ છે?’ જ્ઞાની બોલ્યા—‘તારા પૂર્વ ભવનો સ્વામી આ નગરના રાજાનો પુત્ર થયો છે.' તે સાંભળી પૂર્વભવના રૂપથી લોભાઈને તે યક્ષિણી કુમારને પોતાના ભુવનમાં લઈ ગઈ. દેવીએ પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેઓ પરસ્પર પ્રેમી થયા. યક્ષિણીએ પોતાની શક્તિથી તેના દેહને સુગંધી કરી પોતાના ભોગને યોગ્ય કર્યો. દુર્લભકુમારના માતાપિતાએ ગુરુના જ્ઞાનથી તેની શોધ મેળવી. પછી અનુક્રમે તેમણે દીક્ષા ગ્રહણ કરી. યક્ષિણીએ અવધિજ્ઞાન વડે પોતાના પતિનું આયુષ્ય થોડું જાણી તેને તે જ વનમાં કેવળીની પાસે મૂકી દીધો. ત્યાં કેવળીના મુખથી તેણે આ પ્રમાણે દેશના સાંભળી—‘જેમ લીંબડાનો કીડો લીંબડાના કડવા રસને પણ મધુર જાણે છે, તેમ સિદ્ધિના સુખથી અજાણ એવા પ્રાણીઓ સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે.” આવી દેશના સાંભળી સભામાં રહેલા પોતાના માતાપિતાને કંઠે વળગી દુર્લભકુમાર વિલાપ કરવા લાગ્યો. એટલે ગુરુએ પ્રતિબોધ આપ્યો કે “જે મનુષ્ય દુર્લભ એવો મનુષ્યભવ પામીને ધર્મને વિષે પ્રમાદ કરે છે તે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ફેંકી દે છે.’” ઇત્યાદિ દેશના સાંભળવાથી દેવીને સમકિત પ્રાપ્ત થયું અને કુમારે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે કુમાર અને તેનાં માતાપિતા મહાશુક્ર નામે દેવલોકે દેવતા થયાં. ,, પેલી યક્ષિણી ત્યાંથી ચવીને ભ્રમર રાજાની વેશાલિકા નામે રાણી થઈ. ત્યાં તે દંપતી ધર્મિષ્ઠ થઈને સ્વર્ગે ગયાં. દુર્લભકુમારનો જીવ દેવલોકમાંથી ચવીને રાજગૃહી નગરીમાં મહીંદ્ર નામના રાજાની કૂર્મા રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. શુભ દિવસે શુભ લગ્નમાં તેનો જન્મ થયો. દોહદને અનુસારે તેનું ધર્મદેવ એવું નામ પાડ્યું. તે પૂર્વભવે બાળકોને પોટલાની જેમ બાંધી આકાશમાં ઉછાળી કંદુક ક્રીડા કરતો હતો, તેથી આ ભવમાં તેનું શરીર બે હાથના પ્રમાણવાળું વામન થયું અને લોકમાં કૂર્મપુત્ર એવું નામ પ્રખ્યાત થયું. કૂર્માંપુત્રને યૌવન વયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતી હતી, તથાપિ તે મનથી વિરક્ત હતો. એક વખતે કોઈ મુનિના મુખથી સિદ્ધાંતના પાઠ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપી ઇંઘનને બાળી નાખીને તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તે મહાશયે વિચાર્યું કે ‘‘જો હું હમણા ચારિત્રને ગ્રહણ કરીશ તો મારા માતાપિતા શોકથી મૃત્યુ પામશે, માટે તેમને પ્રતિબોધ કરવા અજ્ઞાતવૃત્તિએ (કેવળજ્ઞાન થયાનું ન જાણે તેમ) ગૃહવાસમાં રહેવું યોગ્ય છે.’’ આ પ્રમાણે વિચારી તે ગૃહવાસમાં રહ્યા. તેમને માટે કહેલું છે કે “કૂર્માપુત્રના જેવો બીજો કોણ ધન્ય છે કે જે માતાપિતાને પ્રતિબોધ પમાડવાને અર્થે કેવળી થયા છતાં પણ ન્યાયવૃત્તિથી ગૃહવાસમાં રહ્યા હોય?’’ આ અરસામાં બાકીના ચારે જીવો સ્વર્ગથી ચવીને વૈતાઢ્ય પર્વત ઉપર ખેચર થયા. તેઓએ સાંસારિક સુખ ભોગવી કોઈ ચારણમુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ મહાવિદેહક્ષેત્રને વિષે જિનેશ્વરને વાંદવા ગયા. ત્યાં પ્રભુ દેશના આપતા હતા તેમને વંદના કરીને તેઓ બેઠા. તે વખતે સભામાં બેઠેલા ચક્રવર્તીએ વૈતાઢ્યથી આવેલા તે ચાર મુનિઓ સંબંધી ૧. દુર્લભકુમારના પૂર્વભવના માતા-પિતા અને ભ્રમર રાજા અને વેશાલિકા રાણી—આ ચારે જીવ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ હકીકત પ્રભુના મુખથી જાણીને પ્રશ્ન કર્યો કે હે સ્વામી! એક સાથે ઉત્કૃષ્ટા વિહાર કરતા એવા જિનેશ્વર ભગવંત કેટલા હોય છે?” પ્રભુ બોલ્યા—હે ચક્રવર્તી! આ મનુષ્યક્ષેત્રને વિષે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. એક એક મહાવિદેહમાં બત્રીશ બત્રીશ વિજય છે, તેથી બત્રીશને પાંચગુણા કરીએ ત્યારે એકસો સાઠ વિજય થાય, તેમાં પાંચ ભરત અને પાંચ એરવતક્ષેત્ર મેળવતાં એકસો ને સિત્તેર ક્ષેત્રો થાય છે. ઉત્કૃષ્ટ કાળે એ સર્વ ક્ષેત્રોમાં મળીને એક સાથે ૧૭૦ જિનેશ્વર ભગવંત વિચરતા હોય છે.’ ચક્રવર્તીએ પુનઃ પૂછ્યું–‘સ્વામી ! હાલ ભરતક્ષેત્રને વિષે કોઈ ચક્રવર્તી કે કેવળી છે કે નહીં?’ પ્રભુ બોલ્યા-‘હે ચક્રવર્તી! ભરતક્ષેત્રમાં અધુના કૂર્માપુત્ર નામે એક કેવળી ગૃહવાસમાં રહેલા છે, તે પોતાના માતાપિતાને પ્રતિબોધ કરવા માટે જ ગૃહસ્થાવાસમાં રહ્યા છે.’ પછી તે ચાર ચારણ મુનિઓએ પૂછ્યું–‘ભગવન્! અમને કેવળજ્ઞાન ક્યાં થશે?' જિનેશ્વર બોલ્યા—‘કૂર્માપુત્રની સમીપે તમને કેવળજ્ઞાન થશે.' એ પ્રમાણે સાંભળી ચારે વિદ્યાધર મુનિ કૂર્માપુત્રની પાસે આવ્યા અને ત્યાં મૌન ધરીને રહ્યા; એટલે કૂર્માપુત્ર કેવળીએ તેમને કહ્યું–‘તમે ભગવંતના વચનથી અહીં આવ્યા છો, પણ તમે તમારા પૂર્વભવનું સ્વરૂપ આ પ્રમાણે અનુભવ્યું છે.' એમ કહી તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ તેમને જાતિસ્મરણ થયું અને તત્કાળ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા, તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ પાછળ જિનેશ્વર ભગવંતની પાસે આવી કેવલી હોવાથી વાંદ્યા વગર બેઠા. એટલે ઇંદ્રે પૂછ્યું-‘ભગવન્! આ ચારે મુનિ આપને વાંદ્યા વગર કેમ બેઠા?” પ્રભુ બોલ્યા—તેઓ કૂર્માપુત્રના મુખથી સ્વાનુભૂત પૂર્વભવનું સ્વરૂપ જાણી કેવળી થયા છે.’ પુનઃ ઇંદ્રે પૂછ્યું–‘ભગવન્! તે કૂર્માપુત્ર ક્યારે દીક્ષા લેશે?’ પ્રભુ બોલ્યા–‘આજથી સાતમે દિવસે તે દ્રવ્યથી સંયમ સ્વીકારશે.’ અહીં કૂર્માપુત્ર સાતમે દિવસે માતાપિતાને પ્રબોઘી પોતે લોચ કર્યો અને મુનિવેશ સ્વીકાર્યો. દેવતાઓએ સુવર્ણકમળ રચ્યું. તેની ઉપર બેસી ઘર્મદેશનાથી અનેક જીવોને પ્રતિબોધ પમાડી તેઓ અનુક્રમે સિદ્ધિસુખને પ્રાપ્ત થયા. સિદ્ધાંતમાં કહ્યું છે કે જઘન્યથી બે હાથ પ્રમાણવાળો પુરુષ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો પુરુષ સિદ્ધિને પામે છે. ‘‘સુવર્ણ, રૂપું, મણિ અને રત્નોથી ભરપૂર, નૃત્ય, ગીત અને યુવતીઓથી રમણીય એવા ભુવનમાં પણ જેનું મન લુબ્ધ થયું નહીં તેવા ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાની થયેલા કૂર્માપુત્રની અમે સ્તુતિ કરીએ છીએ.’’ || દ્વાદશ સ્તંભ સમાપ્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્તંભ ૧૩) ગ્રંથ મધ્યમંગલ મંગલાચરણ (જિનસ્તુતિ) " उत्कृष्टकाले विजयेष्वभूवन्, षष्ट्युत्तराश्चंद्रशतारिहंताः । दिक्क्षेत्रजाः कालत्रिकेण गुण्या, विंशत्यरिघ्नाश्च शतानि सप्त ॥१॥ सीमंधराद्या विहरंति ये च, विदेहजा विंशतितीर्थनाथाः । कल्याणकानि वृषभादिकानां विंशत्यथाग्रैकशतानि चात्र ॥२॥ श्रीवारिषेणो वृषभाननश्च, चंद्राननार्हत्प्रभुवर्द्धमानः । एतच्चतुःशाश्वतमूर्त्तयश्च, संत्यूर्ध्वलोकादिषु ताः स्तवीमि ॥३॥ एतज्जिनव्यूहमनंतरोक्तं, शत्रुंजयास्तु सहस्रकूटे | न्यस्तं स्तुतं तत्प्रददातु नित्यं ज्ञानं समाध्युद्यममुत्तमं मे ॥४॥ ભાવાર્થ “ઉત્કૃષ્ટ કાલને† વિષે પાંચ મહાવિદેહક્ષેત્રના ૧૬ વિજયમાં એક સો ને સાઠ તીર્થંકરો થાય છે તેમને, તથા પાંચ ભરત અને પાંચ એરાવત મળી દશ ક્ષેત્રમાં થતી દશ ચોવીશીના બસો ને ચાળીશ જિન થાય તેને ત્રણે કાળની ત્રણ ત્રણ ચોવીશી લેવા માટે ત્રણગુણા કરવાથી સાતસો ને વીશ જિનેશ્વર થાય છે તેમને, તથા મહાવિદેહ ક્ષેત્રને વિષે સીમંધર સ્વામી વગેરે જે વીશ તીર્થંકરો હાલ વિચરે છે તેમને, અને ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરોના એકસો ને વીશ કલ્યાણક છે તેમને, તેમ જ શ્રી વારિપેણ, શ્રી વૃષભાનન, શ્રી ચંદ્રાનન અને શ્રી વર્ધમાન પ્રભુ એ ચાર નામવાળી શાશ્ર્વત મૂર્તિઓ ઊર્ધ્વ લોક વગેરેમાં શાશ્રુતા સિદ્ધાયતનમાં રહેલી છે તેમને સ્તવું છું. આ ત્રણ શ્લોકમાં કહેલો ૧૦૨૪ જિનેશ્વરનો સમૂહ શત્રુંજય ગિરિ ઉપરના સહસ્રકૂટમાં સ્થાપિત કરેલો છે તે મને જ્ઞાન, સમાધિ અને ઉત્તમ ઉદ્યમ આપો.” (આ ૧૦૨૪ તીર્થંકરોની નામાવળી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલ છે.) પૂર્વના બાર સ્તંભોમાં સમ્યક્ત્વ અને બાર વ્રતો વર્ણવેલાં છે. તેવાં સમકિત અને વ્રતવાળો પુરુષ જિનભક્તિમાં તત્પર હોય છે, તેથી એ સંબંધથી આવેલા શ્રી જિનભક્તિના ફળને હવે હું સ્તવું છું (કહું છું). ભાગ ૩-૮ Jain Education international વ્યાખ્યાન ૧૮૧ જિનભક્તિ श्रीवीरजगदाधारं, स्तुवंति प्रत्यहं नरः । तेऽर्थवादं वितन्वंति, विश्वे दशार्णभद्रवत् ॥ १॥ ૧ જ્યારે મનુષ્યક્ષેત્રમાં મનુષ્યો સર્વથી વિશેષ સંખ્યામાં હોય ત્યારે ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે. શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ કાળ હતો. તે વખતે પાંચ મહાવિદેહમાં ૧૬૦ પ્રભુ વિચરતા હતા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૩ ભાવાર્થ-“જગતના આઘારરૂપ શ્રી વિરપ્રભુને જે પુરુષો હમેશાં સ્તવે છે તેઓ દશાર્ણભદ્રની જેમ આ વિશ્વમાં પોતાના અર્થવાદ (યશ)ને વિસ્તારે છે.” દશાર્ણભદ્રની કથા દશાર્ણ નામના દેશમાં દશાર્ણનગરને વિષે દશાર્ણભદ્ર નામે રાજા હતો. તે પાંચસો રાણીઓની સાથે પોતાના અંતઃપુરમાં સુખવિલાસ ભોગવતો હતો. એક વખતે સેવકે આવીને સંધ્યાકાળે જણાવ્યું કે “હે સ્વામી! પ્રાતઃકાળે વિશ્વના સ્વામી શ્રી વીરપરમાત્મા આપણા ઉદ્યાનમાં પધારશે.” તે સાંભળી રાજા રોમાંચિત થઈને બોલ્યો-“પૂર્વે પ્રભુને કોઈએ વાંદ્યા નથી તેવી રીતે પ્રભાતે હું વંદના કરીશ.” આ પ્રમાણે અહંકારથી પૂર્ણ થઈ પ્રાતઃકાળે સુવર્ણની, રૂપાની અને દાંતની પાંચસો પાલખીઓમાં અંતઃપુરીઓને બેસાડી મોટી ઋદ્ધિ સહિત તે શ્રી વિરપ્રભુને વાંદવા માટે નીકળ્યો. તેની સાથે અઢાર હજાર હાથીઓ, ચોવીશ લાખ ઘોડા, એકવીશ હજાર રથ અને એકાણું કરોડ પેદલ, એક હજાર સુખપાલ અને સોળ હજાર ધ્વજાઓ હતી. આવા મોટા આડંબર સાથે સમવસરણ સમીપે આવી, હસ્તી ઉપરથી ઊતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક તેણે પ્રભુને વંદના કરી. એ અવસરે સૌઘર્મ દેઢે અવધિજ્ઞાન વડે તે વાત જાણી, તે રાજાનું અભિમાન ઉતારવા સારુ, શ્રી વીરપ્રભુને વંદના કરવા માટે આવતાં, પોતાની દિવ્ય ઋદ્ધિ વિકુર્તી. પાંચસો ને બાર બાર કુંભસ્થળવાળા ચોસઠ હજાર હાથીઓ વિદુર્થી. તેના દરેક મસ્તકમાં આઠ આઠ દંકૂશળ, પ્રત્યેક દંકૂશળે આઠ આઠ વાવો, પ્રત્યેક વાવમાં આઠ આઠ કમળો, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીઓ અને પ્રત્યેક પાંખડીઓ બત્રીશ બત્રીશ નાટકો વિદુર્થી. દરેક કમળની મધ્યમાં કર્ણિકાના ભાગ ઉપર એક એક ઇંદ્રપ્રાસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઇંદ્ર પોતે બેઠો. આવી મહાન સમૃદ્ધિ સાથે ઇંદ્ર પ્રભુને વાંદવા આવ્યો. પૂર્વાચાર્યોએ દરેક હસ્તીનાં મુખાદિકની સંખ્યા આ પ્રમાણે કહેલી છે–દરેક હાથીને પાંચસો ને બાર મુખ, ચાર હજાર અને છન્નુ દંકૂશળ, બત્રીશ હજાર સાતસો ને અડસઠ વારિકાઓ, બે લાખ બાસઠ હજાર એકસો ને ચુંમાળીશ કમળો, તેટલા જ તે કમળોની કર્ણિકા ઉપર પ્રાસાદો અને વિશ લાખ સત્તાણું હજાર એકસો ને બાવન ઇંદ્રાણીઓ તથા છવીસસો એકવીશ ક્રોડ ને ચુંમાળીશ લાખ કમળની પાંખડીઓ-આ પ્રમાણે એક હસ્તી માટે સમજી લેવું. તેવા ૬૪૦૦૦ હાથી હોવાથી તે પરના ઇંદ્ર વગેરેની સર્વ સંખ્યા પોતાની મેળે ગણી લેવી; અને તેમાં રહેલા ઇંદ્રાણીઓની સંખ્યા તેર હજાર ચારસો ને એકવીશ ક્રોડ સિત્યોતેર લાખ અને અઠ્યાવીશ હજારની જાણવી. એક એક નાટકમાં સરખે સરખાં રૂપ, શૃંગાર અને નાટ્યનાં ઉપકરણોવાળાં એકસો ને આઠ આઠ દિવ્ય-કુમારો અને એકસો ને આઠ આઠ દિવ્ય કન્યાઓ જાણવી. આવી મોટી ઋદ્ધિ સહિત આવીને ઇંદ્ર પૃથ્વી પર મસ્તક નમાવી પ્રભુના ચરણમાં વંદના કરી. દશાર્ણભદ્રરાજા ઇંદ્રની આવી સમૃદ્ધિ જોઈ આશ્ચર્યથી ચિંતવન કરવા લાગ્યો કે “અહો! ઇંદ્રની સમૃદ્ધિનો વિસ્તાર કેવો છે? તેની આગળ મારી સમૃદ્ધિ તો તુચ્છ છે, તેથી મેં વૃથા અહંકાર કર્યો. ઇંદ્રના એક હાથી જેટલી પણ મારી સંપત્તિ નથી. અહો! આ ઇંદ્ર જરૂર મારા અભિમાનરૂપ મુખને લપડાક લગાવીને વાંકું કરી દીધું છે, માટે હવે હું અંતરની સમૃદ્ધિ પ્રગટ કરું અને તે વડે ૧ કમળની પાંખડીઓની અને ઇંદ્રાણીઓની સંખ્યા કેમ બની તે સમજાતું નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૨] શ્રી જિનભક્તિનું ફળવિઘાન ૧૧૫ પુનઃ શ્રી જિનેશ્વરને વંદન કરું તો પછી ઇંદ્ર શું કરવાનો છે? તેની બાહ્ય સમૃદ્ધિને મારા અંતરંગ બળથી હણી નાખું, કેમકે અવિરતિ ગુણસ્થાનકે રહેલો આ ઇંદ્ર કદાપિ પણ આ ભવમાં સંયમસમૃદ્ધિમય આત્માએ કરી પ્રભુને વાંદવા સમર્થ નથી, તેથી તે પોતાની સમૃદ્ધિ વડે મને વાંદે–સ્તવે એમ કરું.” આવો વિચાર કરી પ્રભુની દેશનાથી અંતરમાં પ્રતિબોધ પામેલા દશાર્ણભદ્ર રાજાએ રાજ્યસંપત્તિ વગેરેને ક્ષણવિનશ્વર માની તત્કાળ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જોઈ વિસ્મય પામેલા ઇંદ્રે તે રાજર્ષિને વંદના કરીને કહ્યું–“હે મહાસત્ત્વ! તમે આવા પરાક્રમથી મને જીતી લીધો છે, તો બીજાઓની તો તમારી પાસે શી વિસાત છે? હું તમને વારંવાર ખમાવું છું. આ તમારો મૂચ્છનો ત્યાગ કોઈ અદ્ભુત છે. હું તો વિષયલંપટ છું, જેથી તમને જીતવા સમર્થ નથી. તમે તો નિઃસ્પૃહ અને માયારહિત છો. તમે મને ઘર્મઆશિષ આપો કે જેથી આગામી ભવે અલ્પ કાળમાં મારા સંસારનો પાર આવી જાય.” આ પ્રમાણે દશાર્ણ રાજર્ષિની સ્તુતિ કરીને ઇંદ્ર સ્વર્ગે ગયા. દશાર્ણ મુનિ પણ ઘણા પ્રકારનાં તપ કરી કર્મ ખપાવીને મોક્ષે ગયા. “એવી રીતે જે અંતરની સમૃદ્ધિવાળો સુશ્રાવક અહંકાર છોડી ભક્તિપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરે છે તે જ આ જગતમાં ઉત્તમ છે.” વ્યાખ્યાન ૧૮૨ શ્રી જિનભક્તિનું ફળવિધાન नरत्वं प्राप्य दुःप्राप्यं, कुर्वन्ति भरतादिवत् । तीर्थंकरार्चनं भक्तिं, तेषां स्यात् शाश्वतं यशः॥१॥ ભાવાર્થ-“જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરી ભરતાદિકની જેમ તીર્થકર ભગવંતની પૂજા અને ભક્તિ કરે છે તેમને શાશ્વત (અક્ષય) કીર્તિ પ્રાપ્ત થાય છે.” અહીં ભરત એટલે શ્રીયુગાદિ પ્રભુના પુત્ર સમજવા અને આદિ શબ્દથી સગર રાજા વગેરેનું ગ્રહણ કરવું. ભરતાદિકની કથા (શત્રુંજય તીર્થ પરના ઉદ્ધારોનું વર્ણન) (૧) શ્રી વિનીતા નગરીના ઉદ્યાનમાં એક વખતે ભરત ચક્રીએ પ્રથમ તીર્થકરને નમી આ પ્રમાણે પૂછ્યું-“હે સ્વામી! પૂર્વે જે તીર્થમાં તમે નવાણું પૂર્વ સુધી સમવસર્યા છો તે તીર્થ શું શાશ્વત છે?” પ્રભુએ કહ્યું-“હે ભરત! એ સિદ્ધાચલ ગિરિ પહેલા આરામાં એંશી યોજન, બીજા આરામાં સિત્તેર યોજન, ત્રીજા આરામાં સાઠ યોજન, ચોથા આરામાં પચાસ યોજન, પાંચમાં આરામાં બાર યોજન અને છઠ્ઠા આરામાં સાત હાથના પ્રમાણવાળો થાય છે; તેથી એ તીર્થ શાશ્વતપ્રાય છે. અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં તેની હાનિ વૃદ્ધિ થયા કરે છે.” આ પ્રમાણે સાંભળી ભરત ચક્રી સંઘ લઈ મોટા ઉત્સવ સાથે તે તીર્થે ગયા અને ત્યાં ઇંદ્રના વચનથી તે પહેલા સંઘપતિએ રત્નસુવર્ણમય ચોરાશી મંડપોથી અલંકૃત રૈલોક્યવિભ્રમ નામે એક પ્રાસાદ કરાવ્યો. તે એક કોશ ઊંચો, દોઢ કોશ વિસ્તીર્ણ અને હજાર ઘનુષ પહોળો હતો. પછી તેમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ સુવર્ણરત્નમય શ્રી જિનબિંબ સ્થાપિત કર્યું. એવી રીતે ભરતે એ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો. (૨) ત્યાર પછી અનુક્રમે શ્રી ઋષભદેવના સંતાનમાં ભરતેશ્વરના રાજ્યને વિષે આદિત્યયશા, મહાયશા અને અતિબલ વગેરે ત્રિખંડના ભોક્તાઓ થયા અને ભરતની જેમ ઘણા રાજાઓ સંઘપતિ થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા થયા. ઇક્ષ્વાકુકુળમાં બીજા પણ ઘણા રાજાઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે. પચાસ લાખ કોટિ સાગરોપમ સુધી સર્વાર્થસિદ્ધિએ અંતરિત ચૌદ લાખ વગેરે શ્રેણી† વડે વસુદેવહિંડક નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે અસંખ્ય રાજાઓ આ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા છે. ભરતચક્રી પછી છ કોટિ પૂર્વ ગયા પછી આઠમે પાટે દંડવીર્ય રાજા થયો. તેણે સંઘપતિ થઈ શત્રુંજયતીર્થે બીજો ઉદ્ધાર કર્યો. (૩) અનુક્રમે ભરત વગેરે સાત પાટ થઈ ગયા પછી આ આઠમો રાજા પણ દર્પણભુવનમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત થયો. તે પછી એકસો સાગરોપમ ગયે સતે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રીજિનેશ્વરના મુખથી સિદ્ધિગિરિનું વર્ણન સાંભળી ઈશાનઇંદ્રે તે તીર્થે ત્રીજો ઉદ્ધાર કર્યો. (૪) તે પછી એક કોટિ સાગરોપમ ગયા પછી માછેંદ્રે ચોથો ઉદ્ધાર કર્યો. (૫) તે પછી દશ કોટિ સાગરોપમ ગયા પછી બ્રહ્મદ્રે પાંચમો ઉદ્ધાર કર્યો. (૬) અને તે પછી એક કોટી સાગરોપમ ગયા પછી ભુવનપતિ ચમરેંદ્રે છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૧૧૬ (૭) શ્રી આદિનાથ પ્રભુ થયા પછી પચાસ લાખ કોટિ સાગરોપમ જતાં શ્રી સગરચક્રી થયા. તેણે ઇંદ્રના વાક્યથી પડતો સમય જાણી ભરતે કરાવેલ મણિમય બિંબને ભૂમિમાં ભંડાર્યું અને તેણે સાતમો ઉદ્ધાર કર્યો. (૮) તે પછી અભિનંદન સ્વામીના મુખથી તીર્થનું વર્ણન સાંભળી વ્યંતરેંદ્રે આઠમો ઉદ્ધાર કર્યો. (૯) તે પછી શ્રી ચંદ્રપ્રભુના વારામાં ચંદ્રયશા રાજાએ નવમો ઉદ્ધાર કર્યો. (૧૦) તે પછી શાંતિનાથના પુત્ર ચક્રાયુધ્ધે દશમો ઉદ્ધાર કર્યો. (૧૧) પછી મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રે અગિયારમો ઉદ્ધાર કર્યો. (૧૨) તે પછી નેમિનાથના વખતમાં પાંડવો થયા. તેઓએ અઢાર અક્ષૌહિણી સેના સાથે લઈ કૌરવો સાથે ઘોર યુદ્ધ કરી મહાપાપ ઉપાર્જન કર્યું. પછી તેમની માતા કુંતીએ તેમને કહ્યું–‘હે પુત્રો! તમે ગોત્રદ્રોહ કર્યો છે તેથી તમને મહાપાપ લાગ્યું છે, માટે શ્રી શત્રુંજયતીર્થે જઈ જિનપૂજા વગેરે કરી તે પાપને દૂર કરો.' તે સાંભળી પાંડવોએ અમૂલ્ય કાષ્ઠમય પ્રાસાદ કરાવી તેમાં લેપ્યમય બિંબ સ્થાપીને બારમો ઉદ્ધાર કર્યો. (૧૩) તે પછી શ્રી વીરપ્રભુના નિર્વાણથી ચારસો ને સિત્તેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા. તેણે સિદ્ધાચળના સંઘપતિનું બિરુદ ધારણ કર્યું હતું. તે પછી વિક્રમ સંવત ૧૦૮ માં જાવડ શેઠે તેરમો ઉદ્ધાર કર્યો. (૧૪) પાંડવો અને જાવડશેઠની વચ્ચે બે ક્રોડ પંચાણુ લાખ અને પંચોતેર હજાર સંઘપતિ થયા. તે પછી સંવત ૧૨૧૩ ના વર્ષમાં શ્રીમાળી બાહડદેવે ચૌદમો ઉદ્ધાર કર્યો. (૧૫) સંવત ૧૩૭૧ ના વર્ષમાં શ્રી રત્નાકરસૂરિના ભક્ત ઓસવાલ શ્રેષ્ઠી સમરાશા કે જે બાદશાહના પ્રધાન હતા તેણે પંદરમો ઉદ્ધાર કર્યો. (૧૬) સમરાશા શેઠે નવ લાખ બંદીવાનોને સોનૈયાઓ આપીને મુકાવ્યા હતા. સંવત ૧૫૮૭ ના વર્ષમાં બાદશાહ બહાદુરશાહને માન્ય શેઠ કરમાશાહે સોળમો ઉદ્ઘાર કર્યો. તે સાંપ્રતકાળે ભવ્યજીવોથી વંદાય છે. (૧૭) હવે છેલ્લો ઉદ્ધાર દુપ્પસહસૂરિના શ્રાવક વિમલવાહન રાજા કરશે. ૧ ચૌદ લાખ મોક્ષે ને એક સર્વાર્થસિદ્ધે, પાછા ચૌદ લાખ મોક્ષે ને એક સર્વાર્થસિદ્ધે એ પ્રમાણે જુદી જુદી ઘણી શ્રેણીઓ વસુદેવહિંડીમાં તથા સિદ્ધદંડિકામાં બતાવેલી છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વ્યાખ્યાન ૧૮૨] શ્રી જિનભક્તિનું ફળવિઘાન એકદા શ્રી નાગપુરમાં પુનડ નામના શ્રાવકે આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી કે “ઘર્મના સ્થાનમાં સ્થાપિત કરેલી લક્ષ્મી શાશ્વત થાય છે. વળી વિશેષ કરીને તીર્થયાત્રાનું પુણ્ય મોટું છે. કહ્યું છે કે–આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, ઊંચે પ્રકારે સંઘનું વાત્સલ્ય, દર્શન (સમકિત)ની નિર્મળતા, સ્નેહીજનનું હિત, પ્રાચીન ચૈત્યોનાં દર્શન, તીર્થની ઉન્નતિ ને પ્રભાવની વૃદ્ધિ, જિનવચનની માન્યતા, તીર્થકરગોત્રનો બંઘ, સિદ્ધિનું સામીપ્ય અને દેવ તથા મનુષ્યની પદવીનો લાભ–એ સર્વ તીર્થયાત્રાનાં ફળ છે.” આવી દેશના સાંભળી સંવત ૧૨૭૫ ના વર્ષમાં તે પુનડશેઠ નાગપુર (નાગોર)થી સંઘ લઈ યાત્રા માટે નીકળ્યો. તેના સંઘમાં અઢારસો મોટાં ગાડાં, એક હજાર સેજપાલ, ચારસો વહેલ, પાંચસો વાજિંત્ર અને ઘણાં દેવાલ હતાં. સ્થાને સ્થાને ઉત્સવ કરતો તે સંઘ ઘોળકા પાસે આવ્યો; એટલે વસ્તુપાલ મંત્રી તે સંઘની સામે આવ્યો અને જે દિશામાં સંઘની રજ પવનથી ઊડે તે દિશા તરફ ચાલવા લાગ્યો, ત્યારે સંઘના લોકોએ કહ્યું-મંત્રીશ! આ તરફ રજ ઊડે છે, માટે આ તરફ પઘારો.” મંત્રી બોલ્યો-“આવી પવિત્ર રજનો સ્પર્શ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તે વિષે કહ્યું છે કે श्रीतीर्थपांथरजसा विरजीभवंति, तीर्थेषु बंभ्रमणतो न भवेष्वटंति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदःस्युः, पूज्या भवंति जगदीशमथार्चयंतः॥ શ્રી તીર્થયાત્રાએ જતા સંઘના પગની રજ લાગવાથી પુરુષો કર્મરૂપી રજથી રહિત થાય છે, તીર્થમાં પરિભ્રમણ કરવાથી પ્રાણીને સંસારમાં ભ્રમણ કરવું પડતું નથી, તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી સંપત્તિ સ્થિર થાય છે અને જગત્પતિ જિનરાજને પૂજવાથી જગતમાં પૂજ્ય થાય છે.” - આ પ્રમાણે કહેતો મંત્રી વસ્તુપાલ આગળ ચાલ્યો. સંઘે સરોવરને તીરે પડાવ કર્યો. મંત્રીશે સંઘપતિને ગાઢ આલિંગન કરીને કહ્યું- હે શ્રાવકવર્ય! કાલે પ્રાતઃકાળે તમારે સંઘસહિત મારે ઘરે ભોજન કરવા પઘારવું.” સંઘવીએ તે વાત કબૂલ કરી. બીજે દિવસે પ્રાત:કાળે સર્વ સંઘ વસ્તુપાલને ઘેર જમવા ગયો. તે વખતે મંત્રી વસ્તુપાલે પોતાની જાતે સર્વના ચરણ પખાલી તિલક કર્યા. તેમ કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો. તે વખતે તેમના નાના ભાઈ તેજપાલે કહ્યું- હે દેવ! હું બીજા માણસો પાસે આ પ્રમાણે જ ભક્તિ કરાવીશ, માટે તમે ભોજન કરી લો; કેમકે બહુ મોડું થયું છે, તેથી તમને પરિતાપ થશે.” મંત્રી બોલ્યા. “તેજપાલ! એવું ન કહો, આવો અવસર તો પૂરા પુણ્યથી મળે છે. માટે મને મારા હાથે જ સાઘર્મિક ભક્તિ કરવા દો.” તે વખતે ગુરુશ્રીએ આ પ્રમાણે કહેવરાવ્યું– यस्मिन् कुले यः पुरुषप्रधानः, स एव यत्नेन संरक्षणीयः । तस्मिन् विनष्टे सकलं विनष्टं, न नाभिभंगे शकटा वहति ॥१॥ જે કુળમાં જે પુરુષ પ્રઘાન હોય તેનું યત્નથી સંરક્ષણ કરવું; કારણ કે જો તે પુરુષ વિનાશ પામે તો સઘળું કુળ વિનાશ પામી જાય છે. જેમકે ઘરી ભાગી જાય તો ગાડું ચાલી શકતું નથી.” તે સાંભળી મંત્રીએ ગુરુને આ પ્રમાણે કહેવરાવ્યું अद्य मे फलवती पितुराशा, मातुराशाऽप्यंकुरिता अद्य । यद्युगादिजिनयात्रिकलोकं, યાયામશેષમરિવન્નઃ આશા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ | સ્તંભ ૧૩ આજે યુગાદિ પ્રભુની યાત્રાએ જનારા સર્વ યાત્રિકોને હું અખિન્નપણે સેવા કરવા વડે પ્રસન્ન કરું છું, તેથી આજે મારા પિતાની આશા સફળ થઈ અને મારી માતાની આશાને પણ અંકુર ઊગી નીકળ્યા એમ હું સમજું છું.” આ પ્રમાણે નિરભિમાન ભક્તિ વડે રંજિત કરેલો સંઘ ત્યાંથી નીકળી અનુક્રમે જિનયાત્રા કરવા ગયો અને સારી રીતે યાત્રા કરી. આ પ્રમાણે બીજાં પણ ઘણાં વૃત્તાંતો છે, તે પૂર્વ શાથી જાણી લેવાં. “ભરતાદિક રાજાઓએ અને બીજા શ્રાવકોએ તથા સુરાસુરના પતિ ઇદોએ જેવી રીતે એ મહાતીર્થની ભક્તિ કરેલી છે, તેવી રીતે બીજા શ્રાવકોએ પણ સ્વાત્મશુદ્ધિને માટે ભક્તિ કરવી.” વ્યાખ્યાન ૧૮૩ શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ अन्यतीर्थेषु यद्यात्रा-सहस्त्रैः पुण्यमाप्यते । तदेकयात्रया पुण्यं, शत्रुजयगिरौ भवेत् ॥१॥ ભાવાર્થ-“બીજાં તીર્થોમાં હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શ્રી શત્રુંજયગિરિની એક યાત્રા કરવાથી થાય છે.” વિશેષાર્થ–બીજાં તીર્થ એટલે નંદીશ્વર વગેરે તીર્થો જાણવાં. યાદવવંશી શ્રી અતિમુક્ત કેવળીએ કૃષ્ણને પૂજ્ય એવા નારદની આગળ કહ્યું છે કે जं किंचि नाम तिथ्थं, सग्गे पायालि तिरियलोगंमि । तं सव्वमेव दिऎ, पुंडरिओ वंदिए संते॥१॥ શ્રી પુંડરીક તીર્થને વાંદવાથી સ્વર્ગ, પાતાલ અને તિચ્છ લોકનાં સર્વ તીર્થો જોયાં (વાંદ્યાં) એમ સમજવું.” બીજા મહાપુરુષોએ પણ કહ્યું છે કે “નંદીશ્વરની યાત્રાથી જે પુણ્ય થાય છે તેથી બમણું પુણ્ય કુંડલગિરિની યાત્રાથી થાય છે, ત્રણગણું પુણ્ય સૂચકદ્વીપની યાત્રાથી થાય છે અને ચોગણું પુણ્ય ગજદંતાની યાત્રાથી થાય છે. તેથી બમણું પુણ્ય જંબૂવૃક્ષ પરનાં ચૈત્યોની યાત્રાથી, તેથી છગણું પુણ્ય ઘાતકીખંડમાં રહેલા ઘાતકી વૃક્ષ પરના જિનેશ્વરદેવને પૂજવાથી, તેથી બાવીશગણું પુણ્ય પુષ્કરવરદ્વીપાર્થના જિનબિંબોની પૂજાથી અને સોગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા પર રહેલા જિનેશ્વરદેવની પૂજાથી થાય છે. હજારગણું પુણ્ય સમેતગિરિની યાત્રાથી, લાખગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી, દશ લાખગણું પુણ્ય રૈવતગિરિ અને અષ્ટાપદ ગિરિની યાત્રાથી અને કોટિગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થના સ્વાભાવિક સ્પર્શથી થાય છે અને તે પણ મનવચનકાયાની શુદ્ધિપૂર્વક થાય તો અનંતગણું પુણ્ય થાય છે.” આ ભવમાં તે મહાતીર્થની યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. કહ્યું છે કે क्षेत्रानुभावतो पूज्यैः, मुक्त्यद्रेर्महिमा स्मृतः । ध्रुवं भवौघमुक्त्यर्थं, यात्रा कार्या दयाभृतैः॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૩]. શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ ૧૧૯ “પૂજ્ય પુરુષોએ એ મુક્તિગિરિનો મહિમા ક્ષેત્રના અનુભાવથી કહેલો છે તેથી દયાળુ પુરુષોએ આ ભવચક્રમાંથી મુક્ત થવાને માટે તેની યાત્રા અવશ્ય કરવી.” આ વિષે કુમારપાલ રાજાનો પ્રબંઘ છે તે આ પ્રમાણે કુમારપાલ રાજાનો પ્રબંધ એક દિવસ પાટણ નગરમાં શ્રી હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે ઉપદેશ કર્યો–“યૌવનમાં અથવા વૃદ્ધવયમાં અજ્ઞાનપણે જે પાપ કર્યું હોય તે સર્વ પાપ સિદ્ધિગિરિને સ્પર્શવાથી વિલય પામી જાય છે. વળી એક વખત ભોજન કરનારો, ભૂમિ પર સૂનારો, બ્રહ્મચર્ય પાળનારો, ઇંદ્રિયોને વશ રાખનારો, સમ્યગ્ગદર્શને યુક્ત અને છ આવશ્યક (પ્રતિક્રમણ) કરનારો પુરુષ જો સિદ્ધાચળની યાત્રા કરે તો તે સર્વ તીર્થની યાત્રાનું ફળ પામે છે. હે કુમારપાલ રાજા! આ સિદ્ધગિરિ જેવું બીજું તીર્થ ત્રણ જગતમાં નથી. તેનું પુંડરીક એવું નામ શ્રી ઋષભદેવના પહેલા ગણઘરથી પડેલું છે. તે વિષે કહેવું છે કે “ચૈત્ર સુદ પૂનમને દિવસે પાંચ કોટિ મુનિઓના પરિવાર સાથે શ્રી પુંડરીક ગણઘર જે તીર્થે નિર્મળ સિદ્ધિસુખને પામ્યા તે પુંડરીક તીર્થ જયવંતુ હો. તેથી સંપ્રતિકાળે ચૈત્ર માસની પૂર્ણિમાએ દશ, વીશ, ત્રીશ, ચાળીશ અને પચાસ પુષ્પમાલા જે ચડાવે છે તે અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે.” ઇત્યાદિ પ્રમાણ છે. તેથી શાસ્ત્રોક્ત વિધિ વડે ચૈત્રમાસની પૂર્ણિમાએ દેવવંદન અને પુંડરીક ઉદ્યાપન વગેરે ક્રિયા કરવી. યાત્રામાં પણ સંઘવીપદ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. હે રાજા! ઇંદ્રાદિક પદવી સુલભ છે, પણ સંઘપતિની પદવી દુર્લભ છે. કહ્યું છે કે આ સંઘ અરિહંત પ્રભુને પણ માન્ય અને સર્વદા પૂજ્ય છે, તેવા સંઘનો જે અધિપતિ થાય તેને લોકોત્તર સ્થિતિવાળો જ સમજવો.” આ પ્રમાણેના ગુરુમહારાજના ઉપદેશથી કુમારપાલ રાજાને સંઘયાત્રાનો મનોરથ ઉત્પન્ન થયો. તેણે તે વિચાર ગુરુમહારાજને નિવેદન કર્યો એટલે ગુરુએ આચારદિનકર વગેરે ગ્રંથમાં કહેલા વિધિથી આઠ સ્તુતિ વડે દેવવંદનપૂર્વક શાંતિક તેમજ પૌષ્ટિક ક્રિયા કરાવીને તેમને સંઘપતિની પદવીએ સ્થાપિત કર્યા. શુભમુહૂર્વે રાજાએ હસ્તીના કુંભસ્થળ ઉપર સુવર્ણનું દેવાલય મુકાવીને પ્રસ્થાન કર્યું. તે પછી બોંતેર સામંતનાં દેવાલયો, તે પછી ચોવીશ મંત્રીનાં દેવાલયો અને તે પછી અઢારસો વ્યાપારીઓનાં જિનચૈત્યો-એમ અનુક્રમે સંઘની આગળ ચાલ્યાં. કુમારપાલ રાજાએ પાટણમાંના સર્વ ચૈત્યોની પૂજા, અમારી ઘોષણા, બંદીખાનામાંથી બંદીમોચન અને સંઘભક્તિપૂર્વક યાત્રાભેરી વગડાવીને પ્રયાણ કર્યું. રસ્તામાં જેમને ભાતું ન હોય તેમને ભાતું આપતો અને સંઘમાં આવેલા લોકોને સહોદરથી અધિક ગણતો રાજા ઘીમે ઘીમે પ્રયાણ કરવા લાગ્યો. માર્ગે ચાલતા કુમારપાલે ગુરુને યાત્રાનો વિધિ પૂક્યો એટલે ગુરુ બોલ્યા__ सम्यक्त्वधारी पथि पादचारी, सचित्तवारी वरशीलधारी । भूस्वापकारी सुकृती सदैका-हारी विशुद्धां विदधाति यात्रां ॥१॥ “સમકિત ઘારણ કરી, માર્ગમાં પગે ચાલી, સચિત્તનો ત્યાગ કરી, શીલ પાળી, પૃથ્વી પર શયન કરી અને એક વખત આહાર લઈ, સુકૃતિપુરુષ વિશુદ્ધ યાત્રા કરે છે.” ૧ આ છ “રી' સમજવી, છ રી પાળીને યાત્રા કરવી તે આ પ્રમાણે સમજવી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ લોકમાં પણ કહેવાય છે કે “યાત્રામાં વાહન પર બેસવાથી અથું ફળ નાશ પામે છે, જોડા પહેરવાથી ચોથા ભાગનું ફળ નાશ પામે છે, સૌર (હજામત) કરાવવાથી ત્રીજા ભાગનું ફળ નાશ પામે છે અને પ્રતિગ્રહ (દાન) લેવાથી યાત્રાનું સર્વ ફળ નાશ પામે છે.” આ પ્રમાણે સાંભળી કુમારપાલ રાજાએ વાહનનો અને પગરખાંનો તત્કાળ ત્યાગ કરી દીધો અને ગુરુમહારાજની સાથે ચાલવા લાગ્યો. રાજાને તેમ કરતા જોઈ આચાર્ય બોલ્યા- “હે રાજ! અશ્વાદિક વાહન અને ઉપાનહ વિના તમારા દેહને ઘણી પીડા થશે.” રાજાએ કહ્યું-“પૂર્વે દુરવસ્થામાં પરવશપણાથી હું પગ વડે કાંઈ થોડું ભમ્યો નથી, પણ તે બધું વ્યર્થ ગયું છે; અને આ તો પગે ચાલવાનો હેતુ તીર્થયાત્રા છે તો તે અતિ સાર્થક છે. તેનાથી તો મારું અનેક ભવનું ભ્રમણ ટળી જશે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી ગુરુ બહુ પ્રસન્ન થયા અને રાજાને પગે ચાલવાને ઉત્સાહિત કર્યા. કુમારપાલ રાજા માર્ગમાં સ્થાને સ્થાને પ્રભાવના, પ્રભુની દરેક પ્રતિમાને સુવર્ણનાં છત્ર, દરેક જિનપ્રાસાદ ઉપર ધ્વજારોપણ, ગામે ગામ અને શહેરે શહેરે સાઘર્મિકની પૂજા, સંઘને ભોજન, અમારી ઘોષણા, બે વાર પ્રતિક્રમણ, પર્વ દિવસે પૌષઘ અને યાચકોને ઉચિત દાન ઇત્યાદિ ઘર્મક્રિયા કરતો ચાલ્યો. જ્યારે તીર્થનાં દર્શન થયાં ત્યારે તેણે તીર્થને સંઘ સહિત પંચાંગ પ્રણામ કર્યા અને તે દિવસે ત્યાં રહી શત્રુંજયને વધાવી, તીર્થસન્મુખ સુગંધી દ્રવ્યના અષ્ટમંગળ આલેખી, તીર્થોપવાસ અને રાત્રિ જાગરણ કર્યું. પ્રાત:કાળે દેવગુરુની પૂજાપૂર્વક પારણું કર્યું. અનુક્રમે ગિરિરાજની તળેટીમાં આવ્યા, એટલે સંઘ સહિત ચૈત્યવંદન કરી સર્વ આશાતના ટાળીને શ્રીગિરિરાજ ઉપર ચડવા લાગ્યા. જિનપ્રાસાદની સમીપ પહોંચ્યા એટલે તેના દ્વારને સવાશેર મોતીથી વઘાવી અંદર પ્રવેશ કર્યો. પછી પ્રદક્ષિણા કરતી વખતે રાજાએ શ્રી હેમચંદ્રાચાર્યને સરસ અને અપૂર્વ સ્તુતિ કરવા માટે પ્રાર્થના કરી. આચાર્ય મહારાજે “નય ગંતુq૦' ઇત્યાદિ ઘનપાલપંચાશિકાના પાઠ વડે ભગવંતની સ્તુતિ કરી. તે સાંભળી રાજા વગેરે બોલ્યા- “હે ભગવન્! આપ પોતે સમર્થ છો છતાં બીજાએ રચેલી આ ર તિનો પાઠ કેમ કરો છો?” ગુરુ બોલ્યા–“રાજનું! એવી અદ્ભુત ભક્તિગર્ભિત સ્તુતિ મારાથી રચી શકાય તેમ નથી.” ગુરુની આવી નિરભિમાનતા જોઈ રાજા વગેરે બહુ ખુશી થયા. પછી તેઓ ગુરુની સ્તુતિ કરતાં રાજાદની (રાયણના) વૃક્ષની નીચે આવ્યા. એટલે ગુરુએ કહ્યું- હે રાજા! સિત્તેર લાખ અને છપ્પન હજાર કોટિ વર્ષે એક પૂર્વ થાય છે. તે અંકને નવાણુગણા કરતાં ઓગણોતેર ક્રોડાક્રોડ, પંચાશી લાખ ક્રોડ અને ચુંમાળીસ હજાર ક્રોડ થાય; તેટલી વાર શ્રી આદિનાથ પ્રભુ આ વૃક્ષ નીચે સમોસર્યા છે. આ પ્રમાણે સારાવલીપયજ્ઞામાં કહેલું છે.” કુમારપાલ રાજાએ ગુરુએ કહેલા વિધિ પ્રમાણે પ્રથમ રાજાદની વૃક્ષની અને પ્રભુની પાદુકાની સમ્યક્ પ્રકારે પૂજા કરીને પછી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં જાણે ત્રણ ભુવનનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તેમ તે પરમાનંદથી વ્યાપ્ત થઈ ગયા. તે વખતે સર્વ ઇંદ્રિયોના વ્યાપારથી મુક્ત થયા હોય તેમ આંખનું મટકું પણ માર્યા વગર અને આળસુની જેમ નેત્રને સ્થિર કરીને એક ક્ષણવાર પ્રભુના મુખ ઉપર વૃષ્ટિ સ્થાપિત કરી, હર્ષના અશ્રુથી પૂરિત થઈ પાપરૂપી સર્વ તાપને દૂર કરી સ્થિત થયા. તે પછી “હે જગદીશ! તમારું પૂજન હું રંક શી રીતે કરી શકું?' ઇત્યાદિ સ્તુતિનું ઉચ્ચારણ કરતાં નવ લક્ષ મૂલ્યનાં નવ મહારત્નો વડે જીવહિંસા જે ભવભ્રમણ-જન્મમરણ તેથી મુક્ત થવા માટે પ્રભુના Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વ્યાખ્યાન ૧૮૩] શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ નવ અંગે પૂજા કરી. પછી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે धन्योऽहं मानुषं जन्म, सुलब्धं सफलं मम । यदवापि जिनेंद्राणां, शासनं विश्वपावनं ॥१॥ “હું ઘન્ય છું. મેં પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ, આ વિશ્વને પાવન કરનાર શ્રીનિંદ્રનું શાસન પ્રાપ્ત થવાથી સફળ થયો છે.” પછી ઇંદ્રમાળ પહેરવાને વખતે સર્વ સંઘ એકઠો થયો. તે વખતે મંત્રી વાગભટ્ટ ઇંદ્રમાળ પહેરવાનું ચાર લાખ દ્રવ્ય બોલ્યો, રાજા કુમારપાલે આઠ લાખ કહ્યા, મંત્રીએ સોળ લાખ કહ્યા, રાજાએ બત્રીસ લાખ કહ્યા. એમ બોલતાં કોઈ એક ગૃહસ્થે ગુપ્ત રીતે સવા ક્રોડ કહ્યા. તે સાંભળી રાજા ચમત્કાર પામીને બોલ્યા કે- તેને માળા પરિધાન કરવા આપો.” તે સમયે સામાન્ય વેષને ઘારણ કરનાર તે ગૃહસ્થ પ્રગટ થયો. સામાન્ય વેષવાળા તે જગડુશાને જોઈ રાજાએ મંત્રીને કહ્યું–“સવા ક્રોડ દ્રવ્યની ખાતરી કરીને માળા આપો.” એટલે જગડુશા જરા હૃદયમાં કષાયિત થઈ (ખેદ પામી) એક રત્ન તેટલા જ મૂલ્યનું આપતાં બોલ્યા- હે રાજા! દેવ, ગુરુ તથા સંઘપતિની આગળ કોઈ કપટ (મૃષા) વાક્ય બોલે જ નહીં.' રાજાએ તેને મિથ્યા દુષ્કત આપી આલિંગન કરીને કહ્યું–“તું મારા સંઘમાં મુખ્ય સંઘપતિ છે.” એમ સન્માન કરી તેને માળા અર્પણ કરી. જગડુશાએ અડસઠ તીર્થરૂપ પોતાની માતાને તે માળા પહેરાવી. પછી કુમારપાળે પૂજાનાં સુવર્ણમય ઉપકરણો પ્રાસાદમાં મૂકી પાંચ શસ્તવ વડે દેવવંદના કરી. ત્યાર પછી સંઘ સહિત શ્રી પુંડરીકગિરિને સર્વ તરફ પટકુળ વગેરે પરિઘાન કરાવી, અનુક્રમે નીચે ઊતરી પાદલિપ્ત નગર (પાલીતાણા)માં આવ્યા. પછી સૂરીશ્વરના મુખથી “આ શત્રુંજયગિરિનું પાંચમું શિખર ગિરનાર છે અને તેને વાંદવાથી તેટલું જ ફળ થાય છે.” એમ સાંભળી સંઘ સહિત સુખપૂર્વક અનુક્રમે પ્રયાણ કરતાં ગિરનાર આવ્યા. ત્યાં સવિસ્તર સ્નાત્રપૂજા વગેરે કરી શ્રી નેમિનાથની વજમય અને અતિશયવાળી પ્રતિમા જોઈ રાજાએ ગુરુને પૂછ્યું–‘આ પ્રતિમા ક્યારે અને કોણે કરાવી છે?” એટલે ગુરુ બોલ્યા ભરતક્ષેત્રમાં અતીત ચોવીશીમાં ત્રીજા સાગર નામના તીર્થકરના સમયમાં અવંતિ નગરીને વિષે નરવાહના નામે રાજા થયો હતો. એક વખતે તે રાજાએ પ્રભુની દેશના સાંભળીને પૂછ્યુંભગવન્! હું કેવળી ક્યારે થઈશ?” પ્રભુ બોલ્યા–“રાજ! આવતી ચોવીશીમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના વારામાં તું કેવળી થઈશ.” તે સાંભળી તે રાજાએ સંયમ લીધું અને તપસ્યા કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો ઇંદ્ર થયો. તેણે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણી શ્રી નેમિનાથનું વજમય બિંબ કરાવ્યું અને તેની સ્વર્ગમાં પૂજા કરી. આયુષ્યને અંતે શ્રી નેમિનાથના ત્રણ કલ્યાણકના સ્થાનરૂપ આ રેવતગિરિ ઉપર વજથી કોતરાવી પૃથ્વીની અંદર પૂર્વાભિમુખે પ્રાસાદ કરાવ્યો. તેમાં રૂપાના ત્રણ ગર્ભગૃહ (ગભારા) રચી તેમાં રત્ન, મણિ અને સુવર્ણના ત્રણ બિંબ સ્થાપિત કર્યા અને તેની આગળ સુવર્ણનું પબાસણ કરી પેલું વજય બિંબ સ્થાપન કર્યું. પછી તે ઇંદ્ર સ્વર્ગથી ચવી સંસારમાં ભમતાં ક્ષિતિસારનગરમાં નરવાહન નામે રાજા થયો. તે ભવમાં શ્રી નેમિપ્રભુના મુખથી પોતાનું પૂર્વસ્વરૂપ જાણી તે બિંબની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ પૂજા કરી, પ્રભુની પાસે સંયમ લઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયો. અહીં શ્રી નેમિપ્રભુનાં દીક્ષા, જ્ઞાન અને કેવળ એમ ત્રણ કલ્યાણક થયાં અને ત્યારથી અહીં ચૈત્ય તથા લેપ્યમય બિંબ લોકમાં પૂજાવા લાગ્યું. શ્રી નેમિપ્રભુના મોક્ષ પછી નવસો ને નવ વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશથી રત્ન નામે એક શ્રાવક અહીં યાત્રા માટે આવ્યો. તેણે જળથી ભરેલા કળશ વડે પેલા લેખમય બિંબને સ્નાત્ર કર્યું, તેથી તે બિંબ ગળી ગયું. તે વખતે પોતાથી તીર્થનો વિનાશ થયેલો જોઈ રત્ન શ્રાવકે બે માસના ઉપવાસ કર્યા. બે માસને અંતે અંબિકાદેવી પ્રગટ થયા. પછી અંબિકાના આદેશથી પેલા ભૂમિગત પ્રાસાદમાંથી સુવર્ણના પબાસણ ઉપરથી વજ્રમય બિંબ લાવીને અહીં સ્થાપિત કર્યું.’’ આ પ્રમાણે શ્રી ગિરનાર તીર્થની હકીકત ગુરુ પાસેથી સાંભળી સર્વ પ્રકારના મહોત્સવ કરી આત્માને કૃતાર્થ કરતો રાજા કુમારપાળ ત્યાં ઘણા દિવસ રહ્યો. ત્યાં પણ પેલા જગડુશાએ જ ઇંદ્રમાળા પહેરી. પછી રાજાએ ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત દેવપટ્ટન (પ્રભાસપાટણ) જઈ શ્રી ચંદ્રપ્રભપ્રભુની યાત્રા કરી. ત્યાં પણ જગડુશાએ જ ઇંદ્રમાળ ધારણ કરી. તે સમયે રાજાએ જગડુશાને એવાં મહામૂલ્યવાળાં રત્નોની પ્રાપ્તિનો વૃત્તાંત પૂછ્યો. ત્યારે જગડુશા બોલ્યા—“મધુમતીપુરી (મહુવા) માં પ્રાગ્ધાટ (પોરવાડ) વંશી મારા પિતા હંસરાજ રહેતા હતા. તેણે પોતાના અંતસમયે મને કહ્યું કે–‘આ પાંચ રત્ન લે, તેમાંથી સિદ્ધગિરિ, રૈવતાચલ અને દેવપાટણમાં ત્રણ રત્નો અનુક્રમે આપજે અને બાકીનાં બે રત્નોથી તારો નિર્વાહ કરજે.' તેના વચનથી મેં આ પુણ્ય કરેલું છે.' પછી સર્વ સંઘ એકઠો કરી બાકીનાં બે રત્ન આ રત્ન સંઘપતિ એવા તમને ઘટે છે' એમ કહી તેણે રાજાના હાથમાં મૂક્યાં. તે જોઈ રાજા વિસ્મય પામીને બોલ્યા—દે શ્રાવકશિરોમણિ! તમને ધન્ય છે, તમે સર્વમાં પ્રથમ પુણ્ય કરનારા છો, કારણ કે તમે ત્રણે તીર્થમાં ઇંદ્રમાળ પહેરીને ઇંદ્રપદ પ્રાપ્ત કર્યું છે.’ આ પ્રમાણે સ્તુતિ કરી જગડુશાને પોતાના અર્થાસન ઉપર બેસારી, સુવર્ણાદિકથી તેનો સત્કાર કરી દોઢ કોટિ ઘન આપીને તે બે રત્નો લીધાં; અને તે રત્નોને મધ્યમણિ (ચગદું) રૂપે નાખી બે હાર કરાવીને શ્રી શત્રુંજય અને ગિરનાર તીર્થ ઉપર પ્રભુને પહેરાવવા માટે મોકલ્યા. પછી પાટણ જઈ સર્વ સંઘનો સત્કાર કરીને પોતપોતાને સ્થાનકે સૌને વિદાય કર્યા. “કુમારપાલ રાજાની જેમ ભક્તિ સહિત વિધિપૂર્વક પાપના સમૂહને ટાળવાને માટે બીજાઓએ પણ તીર્થયાત્રા કરવી.'' વ્યાખ્યાન ૧૮૪ સ્નાન વિધિ स्नानादिसर्वकार्याणि, विधिपूर्वं विधापयन् । हिंसाभ्यो मनसा भीरुः, सर्वज्ञसेवनापरः ॥१॥ ભાવાર્થ—‘સર્વજ્ઞની સેવામાં તત્પર એવા પુરુષે મનમાં હિંસાનો ભય રાખી સ્નાનાદિ સર્વ કાર્યો વિધિપૂર્વક કરવાં.'’ સ્નાનવિધિ આ પ્રમાણે પ્રથમ જળ ઝીલવાનું પાત્ર જેની નીચે મૂકેલું હોય તેવા અને પ્રનાળિયાવાળા બાજોઠ ઉપર પૂર્વ અથવા ઉત્તરાભિમુખે બેસવું. સ્નાન કરવાની જમીન પાંચ વર્ણની નીલફુલ, કુંથવા, કીડી, Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૪] સ્નાન વિધિ ૧૨૩ મંકોડા વગેરે જ્યાં ન હોય તેવી તેમ જ જે જમીન પોલી કે પોચી ન હોય, જેમાં છિદ્ર વગેરે કાંઈ ન હોય અને જ્યાં તડકો આવેલો હોય તેવા ઉત્તમ ભૂભાગ ઉપર સ્નાન કરવા બેસવું અને સ્નાન કરવાની જમીનમાં નીચેની શિલાઓ શબ્દ કરતી હોય અર્થાત્ પથ્થર ડગમગતો ન હોય ત્યાં સ્નાન કરવા બેસવું. વળી તે સ્થાનની નીચે રહેલા જીવોની રક્ષા માટે પ્રથમ પૂંજણી વડે પ્રમાજી ચારે તરફ ચા વડે વારંવાર જોઈ તેવા સ્થાનમાં બેસી જો પોતાના પચખાણનો કાળ પૂર્ણ થયેલો જાણવામાં આવ્યો હોય તો ત્રણ નવકાર ગણી પચખાણ પારવું. જો ઉપવાસનું પચખાણ કર્યું હોય તો તઘાવન વગેરે કર્યા વિના પણ તેની શુદ્ધિ જ છે; કારણ કે તપનું મહાફળ છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે उपवासे तथा श्राद्धे, न कुर्यादंतधावनं । दंतानां काष्ठसंयोगो, हंति सप्तकुलानि च ॥१॥ “ઉપવાસ અને શ્રાદ્ધને દિવસે દંતઘાવન (દાતણ) કરવું નહીં. તે દિવસે દાંતને કાષ્ઠનો સંયોગ સાત કુળને હણે છે.” સ્નાન કરવાનું પાણી વચ્ચથી ગળેલું, પ્રાસુક (ઉષ્ણ) કરેલું, અચિત્ત થયેલું, પરિમિત અને થોડું, તેમ જ શરીર પલળે તેટલું જ લેવું. વળી જળના રેલા ચાલવાથી ત્રસ વગેરે જીવોનો નાશ ન થાય તેવી રીતે નાહવું. દ્રવ્યથી બાહ્ય મળનો નાશ કરવા માટે અને શ્રી જિનેશ્વર ભગવંતના પરમ પવિત્ર દેહનો સ્પર્શ કરવા માટે સ્નાન કરવાનું છે અને ભાવથી ક્રોધાદિ મળનો નાશ કરવા માટે સ્નાન કરવાનું છે. ગૃહસ્થને દેવપૂજા કરવા માટે જ દ્રવ્યસ્નાન કરવાનું કહેલું છે. તે દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિના હેતુરૂપ હોવાથી જ તેને સંમત કરેલું છે; બીજા કોઈ પણ કારણે સ્નાન કરવાની અનુમતિ આપેલી નથી. આ પ્રમાણે કહેવાથી દ્રવ્યસ્નાનથી પુણ્ય થાય છે એમ જેઓ કહે છે તેના કથનનો નિરાસ કરેલો છે એમ સમજવું. તીર્થસ્નાનથી પણ જીવની અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. તે વિષે કાશીખંડના છઠ્ઠા અધ્યાયમાં પણ કહેવું છે કે मृदो भारसहस्रेण, जलकुंभशतेन च । न शुद्ध्यंति दुराचाराः, स्नातास्तीर्थशतैरपि ॥१॥ जायंते च नियंते च, जलेष्वेव जलौकसः । न च गच्छंति ते स्वर्ग-मविशुद्धमनोमलाः॥२॥ રિવારVરદ્રવ્ય – પરોપરમુલાઃ | गंगाऽप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥३॥ “૧. હજારો ભાર માટીથી અને સેંકડો જળના ઘડાથી સેંકડો તીર્થમાં સ્નાન કરે તો પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. ૨. જળના જીવો જળમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ મૃત્યુ પામે છે, પણ તેમના મનનો મેલ ગયેલો ન હોવાથી તેઓ સ્વર્ગે જતા નથી. ૩. ગંગા કહે છે કે પરસ્ત્રી, પદ્રવ્ય અને પરદ્રોહથી વિમુખ રહેનાર મનુષ્યો આવીને મને ક્યારે પવિત્ર કરશે?” અહીં કોઈ શંકા કરે કે “દ્રવ્યસ્નાન અપૂકાય જીવોની હિંસાનું કારણ છે તો ગૃહસ્થ પૂજા વખતે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તિંભ ૧૩ પણ તે શા માટે કરવું જોઈએ?” તેના ઉત્તરમાં કહેવાનું કે–“સમવસરણમાં રહેલા પ્રભુના પવિત્ર દેહને મળમૂત્રનાં બિંદુ જેના શરીર પર લાગેલાં હોય છે એવો કોઈ પણ મનુષ્ય સ્પર્શ કરતો નથી, કારણ કે તે આશાતનાનો હેતુ છે. તેવી રીતે અહીં પણ સ્ત્રીની શય્યા, લઘુનીતિ, વડીનીતિ તેમ જ દુર્ગધી વાતનો સ્પર્શ વગેરે થવાથી મલિન થયેલું શરીર જિનપૂજામાં ભાવશુદ્ધિ કરનારું થતું નથી; કારણ કે હું અપવિત્ર છું, હું અપવિત્ર છું' એવું વારંવાર પૂજકને સ્મરણ થયા કરે છે અને શુદ્ધિ. કરવાથી હું શુદ્ધ છું, પ્રભુની પૂજાને યોગ્ય છું' એમ વિચાર કરતાં પૂજકને ભાવની વૃદ્ધિ થાય છે. દેવતાઓ સ્વચ્છ દેહવાળા હોય છે, તથાપિ સ્વર્ગની વાપિકામાં સ્નાન કરી, પવિત્ર થઈને શાશ્વત પ્રતિમાની પૂજા કરે છે, ત્યારે મનુષ્ય તો અવશ્ય તેમ કરવું જ જોઈએ. તેથી જે મનુષ્ય ભાવપૂર્વક યતનાથી દ્રવ્યસ્નાન કરે છે તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ભાવસ્નાન વિષે લખે છે કે–નિર્મળ બુદ્ધિના કારણભૂત ધ્યાનરૂપ જળ વડે કર્મરૂપ મળને દૂર કરવો તે ભાવ સ્નાન કહેવાય છે.” સ્નાન કર્યા પછી બાજોઠ નીચે મૂકેલી કુંડીમાં આવેલું જળ તડકાવાળી જગ્યાએ પૂંજણી વડે પૃથ્વી પૂંજીને કોઈ દક્ષ માણસ પાસે પરઠવાવવું. - સ્નાન કર્યા છતાં પણ જો શરીર પર ગડગૂમડ થવાથી રુધિર કે પરુ સ્ત્રવતું હોય તો તેણે પ્રભુની અંગપૂજા કરવી નહીં; કારણ કે તેથી આશાતના થાય છે. તુવંતી સ્ત્રીએ ચાર દિવસ સુધી દેવદર્શન કરવું નહીં અને સાત દિવસ સુધી પૂજા કરવી નહીં. તે વિષે કહ્યું છે કે तद जिणभवणे गमणं, गिहपडिमाच्चणं च सज्झायं । पुष्फवइत्थियाणं पडिनिसिद्धं जाव सत्तदिणं ॥१॥ “ઋતુવાળી સ્ત્રીને માટે સાત દિવસ સુઘી જિનભવનમાં ગમન, ગૃહપ્રતિમાની પૂજા અને સ્વાધ્યાયનો નિષેધ કરેલો છે.” કેટલાક મૂઢ લોકો ઋતુવાળી સ્ત્રીઓને પઠન-પાઠનનો નિષેઘ કરતા નથી. તેઓ સ્વકલ્પનાથી કહે છે કે “શ્રી વીરપ્રભુના પરિવારની સાધ્વીઓ ઋતુ પ્રાપ્ત થાય તો પણ પોતાની વાંચના છોડી દેતી નહોતી; કારણ કે ઋતુસ્ત્રાવ થવો એ દેહનો સ્વાભાવિક ઘર્મ છે.” આ વિષે ગુરુ કહે છે કે “એ વચન કહેવું યોગ્ય નથી, કારણ કે એ સર્વ સાધ્વીઓ છઠ્ઠું અને સાતમે ગુણઠાણે વર્તતી હોય છે, તેથી તેમને એ દોષ સંભવતો નથી એમ સાંભળ્યું છે.” ઉપર પ્રમાણે શ્રાવકનો સ્નાનવિધિ સમજવો. આદ્ય શ્લોકમાં આદિ (વગેરે) શબ્દ છે, તેથી તે પછી જે કરવાનું છે તેનો વિધિ આ પ્રમાણે– સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રવડે અંગ લૂછવું. પછી સ્નાનવસ્ત્ર છોડી બીજું પવિત્ર વસ્ત્ર પહેરવું. જળથી આÁ પગ વડે ભૂમિનો સ્પર્શ કરવો નહીં, તેમ કાષ્ઠની પાદુકા તો સર્વથા પહેરવી નહીં. પગ લૂછી પવિત્ર સ્થાને આવી, ઉત્તરાભિમુખે વગર સાંધેલા બે શ્વેત વસ્ત્ર પહેરવાં. કહ્યું છે કે न कुर्यात् संधितं वस्त्रं, देवकर्मणि भूमिप! न दग्धं न तु विच्छिन्नं, परस्य तु न धारयेत् ॥ ૧. અન્ય સ્થાને જિનપૂજાનો પાંચ દિવસ નિષેધ કરેલો છે. ૨. કાષ્ઠની પાવડી પહેરીને ચાલવાથી જીવહિંસા વધારે થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૪] સ્નાન વિધિ ૧૨૫ “હે રાજા! સાંઘેલું, દાઝેલું, ફાટેલું અને બીજાનું વસ્ત્ર દેવપૂજાને માટે ઘારણ કરવું નહીં.” પુરાણમાં પણ કહ્યું છે કે कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरीषं येन कारितं । समूत्रमैथुनं वाऽपि, तद्वस्त्रं परिवर्जयेत् ॥ જે વસ્ત્ર કટિને અડક્યું હોય અર્થાત્ પહેર્યું હોય, જે વસ્ત્ર પહેરી મલ, મૂત્ર કે મૈથુન કર્યું હોય તે વસ્ત્ર દેવકર્મમાં વર્જવું.” વળી કહ્યું છે કે एकवस्त्रो न भुंजीत, न कुर्याद्देवतार्चनं । न कंचूकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु॥ “પુરુષે એક વસ્ત્ર પહેરીને જમવું નહીં અને દેવપૂજા કરવી નહીં; અને સ્ત્રીઓએ કંચૂકી વિના દેવપૂજા કરવી નહીં.” આ ઉપરથી એમ જાણવું કે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર વિના દેવપૂજા કરવી યોગ્ય નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે–એ સાડીયં કુત્તરસંગે રે “એક વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું” તેથી ઉત્તરાસંગ અખંડ વસ્ત્રનું જ કરવું; બે ખંડવાળા વસ્ત્રનું કરવું નહીં. વળી લોકો કહે છે કે “રેશમી વસ્ત્ર વડે ભોજન વગેરે કરવામાં આવે તો પણ તે સર્વથા પવિત્ર છે.” એ લોકવચન અપ્રમાણ છે. રેશમી વસ્ત્ર પણ સુતરાઉ વસ્ત્રની જેમ ભોજન, મળ, મૂત્ર વગેરે અશુચિ સ્પર્શથી વર્જિત હોય તો જ દેવપૂજામાં ઘારણ કરવા યોગ્ય છે. પહેરેલું ઘોતિયું અલ્પકાળ જ વાપરવું. પસીનો, બડખો વગેરે પહેરેલા ઘોતિયા વડે ન નિવારવા. દેવપૂજામાં પ્રાયે કરીને પારકું વસ્ત્ર વર્જવું, તેમાં પણ બાળક, વૃદ્ધ કે સ્ત્રીનું વસ્ત્ર તો વિશેષ કરીને વર્જવું. તે વિષે એવી કથા સંભળાય છે કે એક વખતે કુમારપાળ રાજાનાં પૂજા કરવાનાં બે વસ્ત્ર બાહડ મંત્રીએ વાપર્યા, તે જોઈ રાજાએ કહ્યું-“મારે માટે નવાં વસ્ત્ર મંગાવી આપો.” મંત્રી બોલ્યો-“હે સ્વામી! આવા નવા વસ્ત્રનું સવા લાખ દ્રવ્ય મૂલ્ય બેસે છે, અને તે બંનેરા નગરીમાં જ બને છે. તે પણ ત્યાંના રાજાનું વાપરેલું–ઉચ્છિષ્ટ કરેલું અહીં આવે છે. આ પ્રમાણે સાંભળી રાજા કુમારપાળે બંબેરાના રાજા પાસે એક વસ્ત્ર નહીં વાપરેલું માગ્યું. પણ બંબેરાપુરના રાજાએ વગર વાપરેલું આપ્યું નહીં, તેથી કુમારપાળ રાજા તેના ઉપર ક્રોધાયમાન થયા. તેણે સૈન્ય સહિત બાહડ મંત્રીને તેની સાથે યુદ્ધ કરવા મોકલ્યા. ચૌદસો સાંઢણીઓ ઉપર બેઠેલા સુભટોએ ઉતાવળે ત્યાં પહોંચી રાત્રે અંબેરાપુરીને ઘેરી લીઘી. પરંતુ તે રાત્રે તે નગરીમાં સાતસો કન્યાઓના વિવાહ થતા હતા, તેમાં વિઘ ન થવા માટે રાત્રે યુદ્ધ કર્યું નહીં. પ્રભાતે કિલ્લો સર કરી સાત કોટી સુવર્ણ અને અગિયારસો અશ્વ દંડમાં લીધાં અને કિલ્લાને ચૂર્ણ કરી નાખ્યો. એ પ્રમાણે બંબેરા નગરીને કબજે કરી તે દેશમાં પોતાના સ્વામીની આજ્ઞા પ્રવર્તાવી અને સાતસો સાલવી ઉત્સવ સહિત પાટણમાં લઈ આવ્યા. પછી તે સાલવીઓની પાસે વસ્ત્રો કરાવી કુમારપાળ રાજા પૂજા વખતે દરરોજ નવું નવું ઘારણ કરવા લાગ્યા. આ પ્રમાણે બીજાએ વાપર્યા સિવાયનાં વસ્ત્ર પૂજામાં વાપરવા ઉપર સંબંઘ જાણવો. ૧ બે ખંડ એટલે બે કકડાનું સાંઘેલું અથવા બે પાટ (ફાળ)વાળું પણ નહીં. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ તેવાં શુદ્ધ વસ્ત્ર પહેર્યાં પછી ચૈત્યને પ્રમાર્જવું. પછી યતનાપૂર્વક પૂજાની સર્વ સામગ્રી મેળવવી. આ પ્રમાણે દ્રવ્યશુદ્ધિ જાણવી; અને રાગ, દ્વેષ, કષાય, આ લોક અને પરલોક સંબંઘી સ્પૃહા અને કૌતુક વગેરેનો ત્યાગ કરી એકાગ્ર ચિત્ત રાખવું તે ભાવશુદ્ધિ જાણવી. તે વિષે કહ્યું છે કે– मनोवाक्कायवस्त्रोर्वी - पूजोपकरणस्थितेः । शुद्धिः सप्तविधा कार्या, श्रीअर्हत्पूजनक्षणे ॥ १ ॥ “શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા વખતે મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાના ઉપકરણ અને સ્થિતિ એટલે ન્યાયોપાર્જિત દ્રવ્ય એ સાત પ્રકારની શુદ્ધિ કરવી.’’ ૧૨૬ ‘વિધિ વડે સ્નાનાદિ કાર્ય કરનાર પ્રાણી અનલ્પ એવું અક્ષર ફળ પામે છે. જૈનધર્મમાં ભાવ વિના માત્ર બાહ્યક્રિયા નિર્જરા માટે થતી નથી.’’ વ્યાખ્યાન ૧૮૫ વગેરે લાવવાનો વિધિ પુષ્પ पुष्पादिसर्वसामग्री, अंतर्दयापरस्तीर्थ मेलनीयार्च्चनक्षणे । નાથમત્તિમાંવિતઃ ||શા ભાવાર્થ-‘શ્રી તીર્થંકરની ભક્તિના ભારથી શોભિત એવા શ્રાવકે અંતરમાં દયાપૂર્વક જિનપૂજાને અવસરે પુષ્પાદિક સર્વ સામગ્રી મેળવવી.’’ પુષ્પ લાવવાનો વિધિ આ પ્રમાણે પુષ્પ લાવવા માટે પ્રથમ માળીને કહેવું કે જે પુષ્પ માથે ઉપાડી લાવેલાં હોય, શરીર ૫૨ના વસ્ત્રમાં બાંધીને લાવેલ હોય, કાખમાં રાખ્યાં હોય, પૃષ્ઠ ભાગે, વસ્ત્રને છેડે કે પેટ ઉપર બાંધ્યાં હોય, જીર્ણ થઈ ગયાં હોય, પાંખડી વગેરે તોડી નાખેલાં હોય, અને રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલાં હોય તેવાં પુષ્પ અમારે કામ આવતાં નથી, તેથી તેવા દોષ રહિત શુદ્ધ પુષ્પ તારે પ્રતિદિવસ લાવી આપવાં, હું તને વાંછિત મૂલ્ય આપીશ.’’ આ પ્રમાણે તેને કહેવાથી તે નિર્દોષ પુષ્પ લાવી આપે તો ઠીક, નહીં તો પછી પૂજા વખતે આમ અને સૂગ ન ચડે તેવા વેશવાળા દક્ષ પુરુષ પાસે મંગાવવાં, અથવા પોતે જ પોતાના અંગને ફરસે નહીં તેમ છાતી આગળ રાખીને લાવવાં. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “જે પુષ્પ, પત્ર કે ફળ હાથમાંથી પડી ગયેલું, પૃથ્વી પર રહેલું, પગે ચંપાયેલું, માથા ઉપર ઘરેલું, નઠારા વસ્ત્રમાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ લોકોએ અડકેલું, ઘણા જળથી હણાયેલું અને કીડાએ દૂષિત કરેલું હોય તે જિનેશ્વરના ભક્તોએ જિનેશ્વર ભગવંતની પૂજાના પ્રસંગમાં ત્યાગ કરવું અર્થાત્ વાપરવું નહીં.” વળી કહ્યું છે કે ‘‘એક પુષ્પના બે ભાગ કરવા નહીં અને પુષ્પની કળી પણ છેદવી નહીં; કારણ કે પાંખડી કે ડાંડલીના ભાંગવાથી હત્યા જેટલું પાપ થાય છે.' પછી– आमसूत्रतंतुभिः शिथिलग्रंथिना गूंथनीयो हारः । ‘કાચા સૂત્રના તંતુઓથી શિથિલ ગ્રંથિ વડે હાર ગૂંથવો.' પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરતાં એકસો ને આઠ પુષ્પનો હાર કરવો અથવા કરાવવો; અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૫] પુષ્પ વગેરે લાવવાનો વિધિ ૧૨૭ લક્ષણની સંખ્યા સંભારીને એક હજાર ને આઠ પુષ્પનો હાર કરવો; અથવા વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થંકર, ત્રણ ચોવીશીના બોતેર તીર્થકર, વિહરમાન વશ તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એકસો સિત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ એરાવત એ દશ ક્ષેત્રની દશ ચોવીશીના બસો ચાળીશ જિનેશ્વર અથવા ત્રણ કાળની ત્રણ ત્રણ ચોવીશી ગ્રહણ કરવા માટે ત્રણગણા કરતાં સાતસો ને વશની સંખ્યા થાય તેટલા તીર્થકરોને સંભારીને તે પ્રમાણે પુષ્પોના હાર કરવા. એવી રીતે અનેક પ્રકારની જિનેશ્વરની સંખ્યાનું સ્મરણ કરવાપૂર્વક તે સંખ્યા પ્રમાણે પુષ્પો લઈ હાર કરવો. જો છૂટાં પુષ્પ હોય તો ભગવંતનાં આઠ અંગ ઉપર આઠ પ્રકારનાં કર્મનાં નામોચ્ચારપૂર્વક તે તે કર્મોના અભાવની યાચના કરીને આઠ પુષ્પો મૂકવાં અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની માગણી કરવાપૂર્વક નવમું પુષ્પ ચડાવવું. આ પ્રમાણેની ભાવના સ્વબુદ્ધિથી જાણી લેવી. અહીં કોઈ શંકા કરે કે “જેમ મનુષ્યની આંગળી પેદવાથી મનુષ્યને દુઃખ થાય છે તેમ વૃક્ષનું અવયવ પુષ્પ છેદવાથી વૃક્ષને દુઃખ થાય તેથી મહાદોષ થાય, માટે પુષ્પ ચડાવવાં યોગ્ય નથી. જિનેશ્વર ભગવંત છકાયના રક્ષક છે તે એવો ઉપદેશ કેમ કરે?” આના ઉત્તરમાં ગુરુ કહે છે કે “અરે જિનાગમના અજ્ઞ પ્રાણી! તું સાંભળ. આરામિકે (માળીએ) આજીવિકા માટે વિધિપૂર્વક લાવેલાં પુષ્પ મૂલ્ય આપીને લેવામાં આવે છે, તેમાં શ્રાવકને દોષ નથી; કારણ કે જીવોની દયા માટે તે લેવામાં આવે છે. તે વિચારે છે કે જો કોઈ મિથ્યાત્વી તેની પાસેથી પુષ્પ લઈ હોમકુંડ વગેરેમાં નાખશે તો તે પુષ્યના જીવોનો સત્વર વધ થઈ જશે, તેમ વ્યભિચારી પુરુષ લઈ જશે તો સ્ત્રીના કંઠમાં, મસ્તક ઉપર અથવા પોતાના ઉરસ્થળ પર રાખશે, અથવા પુષ્પની શય્યા કરી તેની ઉપર સૂશે, અથવા તેના દડા કરી રમશે; ત્યાં સ્ત્રીપુરુષના પ્રસ્વેદ વગેરેથી પુષ્પના કોમળ જીવો એક ક્ષણમાં નાશ પામી જશે. વળી સ્ત્રીઓના કંઠ વગેરેમાં રહેલા પુષ્પના હાર જોઈ કોઈને શુભ ભાવના નહીં થાય, પણ ઊલટો પાપનો બંઘ થશે, તેથી ઉત્તમ ગૃહસ્થો પુષ્પોને દેખી એવી ભાવના કરે છે કે “જો આ પુષ્પને કોઈ પાપી પુરુષ લેશે તો તે ક્રીડામાત્રમાં સહજમાં તેને તત્કાળ હણી નાખશે, માટે તેમને અભય કરવા સારુ હું મૂલ્ય આપી ગ્રહણ કરું. હું જો એની ઉપેક્ષા કરીશ તો મને કસાઈના હાથમાં જતા બકરાને ન છોડાવવાની જેમ મહાન દોષ લાગશે.” આ પ્રમાણેની વિચારણાથી પુષ્પો ખરીદ કર્યા બાદ જો તે પુષ્પમાં તેના વર્ણ જેવા જ વર્ણના એળ કે કીડા વગેરે ત્રસજીવ જણાય તો તે પુષ્પને અગોચર સ્થાને મૂકી દેવાં કે જેથી તે જીવોની હિંસા ન થાય. ત્યારપછી ત્રસ જીવરહિત પુષ્પોનો પૂર્વે કહેલ રીતિ પ્રમાણે હાર બનાવી શ્રાવકે ભગવંતના કંઠમાં સ્થાપન કરવો. તેમ કરવાથી સ્ત્રીના કંઠમાં રહેલા હારની જેમ અશુભ ભાવના થતી નથી, પણ ઊલટો પુષ્યના જીવને અભય આપ્યાનો અને આત્માને પરમેશ્વરના પરમગુણની પ્રાપ્તિનો એમ ઉભય લાભ થાય છે. ઉત્તમ જીવોએ એમ જ ઘારવું કે આ પ્રમાણે પ્રભુને ચડાવવાથી જેટલા કાળનું તે પુષ્યના જીવોએ આયુષ્ય બાંધ્યું હશે તેટલો કાળ છેદન, ભેદન, ક્લેદન, સૂચિકારોપણ, મર્દન ૧. આમાં કેટલીક સંખ્યા બેવડાય છે તેથી તે બાદ કરતાં ૭૨૦+૧૬૦+૨૦ એમ કુલ ૯૦૦ થાય છે. એટલા નામો બેવડાતા નથી. ૨. નવમું તત્ત્વ–મોક્ષતત્ત્વ. ૩. કપાવું તે. ૪. સોયથી વિંધાવું તે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ અને પંચૅક્રિયાદિ જીવોનો સ્પર્શ એ સર્વ દુઃખ સહન કરવાનો અભાવ થવાથી તે સુખપૂર્વક જીવશે. પછી શુદ્ધ પુષ્પોની રકાબી ભરી પ્રભુની પાસે લાવી શ્રાવક આ પ્રમાણે કહે કે “હે સ્વામી! તમે ત્રણ જગતના હિતકારી છો; આ પુષ્પોના જીવોને હું હિંસકોની પાસેથી છોડાવી લાવ્યો છું; તેથી તેમને અને મને અભય આપો.” આ પ્રમાણેના શુભભાવપૂર્વક પુષ્પપૂજા કરવાથી કાંઈ પણ દોષ લાગતો નથી. અવધિજ્ઞાન અને સભ્યત્વથી યુક્ત તેમ જ જેમની અરિહંતે પ્રશંસા કરેલી છે તેવા દેવો પણ જળ તથા સ્થળનાં નીપજેલાં પુષ્પોથી જિનબિંબને પૂજે છે.” શ્રી રાજપ્રશ્નીયસૂત્રમાં તથા જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે “નંદાપુષ્કરણી નામે દેવતાની વાપિકા છે, તેમાં યાવત્ હજાર પાંખડીનાં કમળો ઊગે છે. તે વાપિકામાં પ્રવેશ કરીને દેવતાઓ તે કમળો ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે વાપિકામાંથી નીકળે છે અને જ્યાં શાશ્વતા જિનમંદિર છે ત્યાં જાય છે. ઇત્યાદિ” તથા સમવાયાંગસૂત્રમાં ચોત્રીશ અતિશયના અધિકારમાં પણ કહ્યું છે કે “પ્રભુ કેવળજ્ઞાન પામે છે ત્યારે વાયુ વડે એક યોજન ક્ષેત્રને સાફ કરી મેઘવૃષ્ટિ વડે તે જમીન ઊડતી રજ રહિત કરે છે. પછી તેની ઉપર જળ તથા સ્થળનાં ઉત્પન્ન થયેલાં દેદીપ્યમાન પુષ્કળ પંચવર્ણી પુષ્પોના જાનુ પ્રમાણ પગર ભરે છે.” અહીં કોઈ જળસ્થળનાં ઊપજેલાં પુષ્પોની જેવાં પુષ્પો” એમ કહે છે, પણ તે યોગ્ય નથી. કારણ કે ઇવ વગેરે ઉપમાવાચક શબ્દો મૂલ સૂત્રમાં ગ્રહણ કરેલા નથી. વળી રાજપ્રશ્રીય સૂત્રમાં પણ જિનપ્રતિમાની આગળ પુષ્પના પુંજ કરવા સંબંધી પાઠ છે. ત્યાં પણ જળસ્થળમાં ઉત્પન્ન થયેલાં સચિત્ત પુષ્પોનો પંજ કરે છે એમ કહ્યું છે. તેમ જ જ્ઞાતાસૂત્રમાં સમકિતઘારી દ્રૌપદીએ કરેલ જિનપૂજાનો વિધિ પણ સૂર્યાભદેવના જેવો જ વર્ણવેલો છે, કાંઈ પણ ન્યૂનાધિક કહેલ નથી, તેથી જો દેવતાઓનો કરેલો પુખનો પુંજ વિબુર્વેલો કહીએ તો દ્રૌપદીએ કરેલ જિનેશ્વર પાસેનો પુષ્પગુંજ વિકુવને શી રીતે થાય? એથી એક જ સૂત્રપાઠમાં પૂર્વાપર વિરોઘવાળો અર્થ ન કરવો. એક ઠેકાણે સાંધે ત્યાં બીજે ઠેકાણે તૂટે એવો ન્યાય ન કરવો જોઈએ. જો કે દેવતાઓમાં અનેક જાતનું સામર્થ્ય છે, તથાપિ સિદ્ધાંતમાં કપોલકલ્પિત મતિ ચલાવવી યુક્ત નથી. વળી નારકી વિના ત્રેવીશ દંડકમાં રહેલા જીવ પુષ્પપણું પણ પ્રાપ્ત કરે છે અને પુષ્યના જીવો ઈશાન દેવલોક સુધી જઈ શકે છે. પુષ્પપૂજા વિષે કુમારપાલ રાજાના પૂર્વ ભવનું વૃત્તાંત દૃષ્ટાંતરૂપે છે તે આ પ્રમાણે કુમારપાલ રાજાના પૂર્વભવનું વૃત્તાંત એક વખતે રાજા કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરીને પોતાના પૂર્વભવ વિષે પૂછ્યું, તે વખતે સૂરિશ્રીએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીને તીરે અઠ્ઠમ કરી સૂરિમંત્રના બીજા પીઠની અધિષ્ઠાત્રી દેવીની આરાઘના કરી. પછી દેવીએ આવીને કુમારપાલનો પૂર્વભવ કહ્યો; એટલે સૂરિએ રાજા તથા નગરજનો સમક્ષ આ પ્રમાણે તેના પૂર્વભવનું વૃત્તાંત કહ્યું હે રાજ! પૂર્વભવે મેવાડના સીમાડામાં જયકેશી નામે રાજા હતો. તેને નરવીર નામે એક પુત્ર હતો. તે સાત વ્યસનને સેવનારો થવાથી પિતાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે પર્વતની ૧. પુષ્યના જીવોની ઈશાન દેવલોક પર્યત ગતિ શી અપેક્ષાએ કહી છે તે સમજી શકાતું નથી. તેની ગતિ એટલે સુઘી હોતી નથી. એમાં ઊપજવાની વાત બરાબર છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૫] પુષ્પ વગેરે લાવવાનો વિધિ ૧૨૯ શ્રેણીમાં કોઈ પાળનો સ્વામી પલ્લીપતિ થયો. એક વખતે જયંતિક નામના સાર્થપતિનો તમામ સાર્થ તેણે લૂંટી લીધો. સાર્થપતિ નાસીને માળવાના રાજાને શરણે ગયો અને તેનું સૈન્ય લાવી તે પાળને ઘેરી લીધી. નરવીર ત્યાંથી નાઠો. તેની સગર્ભા સ્ત્રીને સાર્થવાહે હણી. તેના ઉદરમાંથી નીકળી બાળક પણ પૃથ્વી પર પડી મરી ગયું. પાળ ભાંગી નાખી. માળવપતિએ તે સાર્થવાહને બે હત્યાઅે કરનારો જાણી દેશમાંથી તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેથી તેને વૈરાગ્ય ઊપજતાં તાપસ થઈ તપસ્યા કરી મૃત્યુ પામી જયસિંહ નામે રાજા થયો; પરંતુ પૂર્વભવમાં કરેલી બે હત્યાના પાપથી તે અપુત્ર રહ્યો. નરવીરને દેશાંતર જતાં માર્ગમાં યશોભદ્રસૂરિ મળ્યા. સૂરિએ કહ્યું-‘અરે ક્ષત્રિય! તું ક્ષાત્રકુળમાં જન્મી જીવહિંસા કેમ કરે છે? તું ક્ષત્રિય છે, તેથી આ બાણ પાછું સંહરી લે, કારણ કે તમારા શસ્ત્રો આર્ત્ત (પીડિત) જનના રક્ષણ માટે છે. નિરપરાધી જીવોને જરા પણ પ્રહાર કરવા માટે નથી.’ તે લગ્ન પામી બોલ્યો−‘હે સ્વામી! ક્ષુધાતુર માણસ શું પાપ નથી કરતો? કેમકે ક્ષીણ પુરુષો પ્રાયે નિર્દય જ હોય છે. તે ઉપર પંચતંત્રમાં ગંગદત્તની કથા પ્રસિદ્ધ છે.’ આ પ્રમાણે કહ્યા પછી ગુરુના ઉપદેશથી તે વ્યસન રહિત થયો. ત્યાંથી ફરતો ફરતો નરવીર નવલાસ્વñલંગ નામના દેશમાં આવેલ એકશિલા નગરીમાં આવ્યો. ત્યાં ઉઢેર નામના શ્રેષ્ઠીને ઘેર ભોજનવસ્રની આજીવિકા ઉપર સેવક થઈને રહ્યો. તે નગરીમાં ઉઢેર શ્રેષ્ઠીએ શ્રી વીરપ્રભુનું એક ચૈત્ય કરાવેલું હતું. અન્યદા પર્યુષણ પર્વ આવ્યે સતે ઉઢેર શ્રેષ્ઠી તે ચૈત્યમાં કુટુંબ સહિત પૂજા કરવા ગયો; ત્યાં મોટી વિધિથી પૂજા કર્યા પછી સાથે આવેલા નરવીરને ઉઢેર શેઠે કહ્યું-‘આ પુષ્પ લે અને પ્રભુની પૂજા કર.' નરવીર તે સાંભળી વિચારવા લાગ્યો કે ‘આવા પરમેશ્વર કોઈ દિવસે મેં જોયા નથી. આ પ્રભુ અપૂર્વ જણાય છે. વળી આ પ્રભુ રાગાદિ ચિહ્નથી રહિત હોવાથી સાચા પરમેશ્વર જણાય છે. તો એવા પ્રભુની પૂજા બીજાનાં આપેલાં પુષ્પથી શા માટે કરું?’ આ પ્રમાણે વિચારી પોતાની પાસે માત્ર પાંચ કોડી હતી તેના પુષ્પ લીધાં અને નેત્રમાં આનંદનાં અશ્રુ લાવી, પ્રસન્ન થઈ ત્રિકરણ શુદ્ધિ વડે પ્રભુની પૂજા કરી. પછી પૂર્ણ રુચિવડે ભક્તિથી તે બોલ્યો−‘હે સ્વામી! તમે દયાળુ હોવાથી આ સંસારથી મને ઉદ્ધર્યો છે, કારણ કે ઇંદ્રને પણ દુર્લભ એવી ભક્તિ કરવાનો આપે મને અવકાશ આપ્યો છે.’ આ પ્રમાણે વારંવાર કહેતો તે ઉઢેર શેઠની સાથે ત્યાં પધારેલા યશોભદ્રસૂરિની પાસે આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળી. દેશના થઈ રહ્યા પછી શેઠની સાથે તેણે પણ ઉપવાસ કર્યો. અનુક્રમે મૃત્યુ પામી તું આ ત્રિભુવનપાલ રાજાનો પુત્ર થયો છે. ઉઢેર શેઠ ઉદયન મંત્રી થયો છે અને યશોભદ્રસૂરિ હતા તે હું થયો છું. અહીંથી આયુષ્ય પૂર્ણ કરી છેવટે વ્યંતર જાતિમાં મહર્ષિકપણું પ્રાપ્ત કરી, ત્યાંથી ચવી, ભરતક્ષેત્રમાં ભદ્દિલપુર નગરમાં શતાનંદ રાજાની ધારિણી નામે રાણીથી શીતબલ નામે પુત્ર થઈશ; અને તે જ ભવમાં શ્રી પદ્મનાભ પ્રભુનો અગિયારમો ગણઘર થઈ મોક્ષ પામીશ.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી કુમારપાલ પ્રસન્ન થયા. પછી પોતાના પ્રિય દૂતને ગુરુની રજા લઈ તે દેશમાં મોકલ્યો. તે દૂત ત્યાં જઈ ઉઢેર શેઠના પુત્રના મુખથી તે પ્રમાણે સર્વ ૧ સ્રીહત્યા ને બાળહત્યા. ૨. સિદ્ધરાજ જયસિંહ. [ભાગ ૩–૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ વૃત્તાંત સાંભળી પાછો આવ્યો અને તે વૃત્તાંત રાજા કુમારપાલને જણાવ્યું. તે સાંભળી રાજાએ વિશેષ પ્રસન્ન થઈ સર્વ સંઘની સમક્ષ હેમાચાર્ય ગુરુને હર્ષથી કલિકાલસર્વજ્ઞ એવું બિરુદ આપ્યું. આ વૃત્તાંત પૂજા માટે વિધિપૂર્વક પુષ્પસામગ્રી મેળવવામાં શિક્ષારૂપ છે. પૂર્વભવમાં અનુચર હતો તે રાજાપણાને પ્રાપ્ત થયો અને પૂર્વે સ્વામી હતો તે પ્રઘાનપણાને પામ્યો; તેથી થોડા કે ઘણા પુષ્પોની કાંઈ ગણતરી નથી, પરંતુ અધિક ભાવયુક્ત પૂજા કરવાથી મહાફળ થાય છે.” વ્યાખ્યાન ૧૮૯ જિનચૈત્ય કરવાની વિધિ આ મેં કર્યું છે, આ મેં બંધાવ્યું છે, આ માટે મેં જ બઘો પૈસો ખર્ચો છે' ઇત્યાદિ અભિમાન કર્યા વિના નિરભિમાનપણે જિનચૈત્ય કરાવવું જોઈએ. તે વિષે કહે છે– भव्येऽहनि शुभे क्षेत्रे, प्रासादो विधिपूर्वकम् ।। मानादिदोषमुक्तेन, कार्यते पुण्यशालिना ॥१॥ ભાવાર્થ-“શુભ દિવસે સારા ક્ષેત્રમાં અભિમાન વગેરે દોષો રહિત એવા પુણ્યશાળી પુરુષે વિધિપૂર્વક જિનચૈત્ય કરાવવું.” તેનો વિધિ આ પ્રમાણે- શ્રી જિનચૈત્ય કારાપણ વિધિ-જિનચૈત્ય કરાવનારે ચૈત્ય બંઘાવવાને માટે ઇંટો તથા ચૂનો પોતાની જાતે પકવવો નહીં, તેમ કોઈની પાસે પકાવવો પણ નહીં. તૈયાર માલ ખરીદ કરવો, લાકડાં પણ સૂકાં લેવાં, વૃક્ષોનું છેદન કરાવવું નહીં. એ વિષે પ્રાચીન ગ્રંથને આઘારે પોતાની મેળે જ વિચારી લેવું. મૂળ શ્લોકમાં માન વગેરે શબ્દ છે, તેથી કીર્તિ, દંભ વગેરે દોષો ગ્રહણ કરવા અને તે દોષોથી રહિતપણે પુણ્યવાન જીવે જિનચૈત્ય કરાવવું. તે વિષે સંપ્રતિ રાજા વગેરેના ઘણા દ્રષ્ટાંતો છે; તેમાંથી સંપ્રતિ રાજાની કથા આ પ્રમાણે : સંપ્રતિ રાજાની કથા સંપ્રતિ રાજા ત્રણ ખંડ પૃથ્વીનો વિજય કરીને સોળ હજાર રાજાઓના પરિવાર સહિત અવંતિ નગરીએ આવ્યો અને પોતાની માતાના ચરણમાં પડ્યો. તે વખતે માતાનું મુખ શ્યામ થઈ ગયું. તે જોઈ રાજાએ પૂછ્યું- હે માતા! હું ઘણા દેશ સાઘીને આવ્યો, તે છતાં તમે હર્ષ કેમ પામ્યા નહીં?” માતા બોલી–હે પુત્ર! તેં રાજ્યના લોભથી સંસાર જ વધાર્યો છે અને મસ્તક ઉપર પાપના વ્યાપારનો બોજો ઉપાડીને અહીં આવ્યો છે તેથી અત્યારે હર્ષનો અવસર નથી. મને તો તું જિનચૈત્ય વગેરે પુણ્યનાં કામ કરીને આવે તો જ હર્ષ થાય, તે સિવાય હર્ષ થાય નહીં. હે વત્સ! મેં આર્યસુહસ્તસૂરિની પાસેથી સાંભળ્યું છે કે શ્રી જિનપ્રાસાદ કરાવવાથી મોટું પુણ્ય થાય છે. કહ્યું છે કે काष्ठादीनां जिनावासे, यावंतः परमाणवः । तावंति वर्षलक्षाणि, तत्कर्ता स्वर्गभाग्भवेत् ॥ શ્રી જિનપ્રાસાદમાંના કાષ્ઠ વગેરેમાં જેટલા પરમાણુ હોય તેટલા લાખ વર્ષ સુધી તે પ્રાસાદનો કરાવનાર સ્વર્ગનાં સુખ પામે છે.” Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૬] જિનચૈત્ય કરવાની વિધિ ૧૩૧ લૌકિકમાં પરમાણુનું લક્ષણ એવું કહેલું છે કે “ઘરના છાપરામાં રહેલાં સૂક્ષ્મ છિદ્રોમાંથી આવતા સૂર્યના તડકામાં જે સૂક્ષ્મ ૨જ જોવામાં આવે છે તેનો ત્રીશમો ભાગ (વ્યવહારથી) પરમાણુ કહેવાય છે.'' વળી કહ્યું છે કે ‘‘વિવેકી પુરુષને નવો જિનપ્રાસાદ કરાવવામાં જે પુણ્ય થાય તેથી આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં થાય છે.” “અગ્નિ, જળ, ચોર, યાચક, રાજા, દુર્જન તથા ભાગીદારો વગેરેથી ઊગરેલું જેનું ઘન જિનભુવન વગેરેમાં ખરચાય છે તે પુરુષને ધન્ય છે.’ માતા કહે છે—“હે વત્સ! મેં આ પ્રમાણે તે સૂરિ પાસેથી સાંભળ્યું છે. વળી ચૈત્ય કરાવવામાં મોટું પુણ્ય છે તેનું એ પણ કારણ છે કે ચૈત્યપરિમિતક્ષેત્રને ચૈત્ય કરાવનારે સંસારારંભના વ્યાપારમાંથી દૂર કરીને ઘર્મવ્યાપારમાં જોડી દીધું છે. સાંભળ્યું છે કે “જેટલા ક્ષેત્રમાં ચૈત્ય હોય તેટલા ક્ષેત્રમાં ચૂલા માંડવા નહીં, તેમજ રાંઘવું, પીસવું, વિષયસેવન કરવું, દ્યુતક્રીડા કરવી અને ખેત્ર ખેડાવવાં વગેરે અધર્મ કાર્ય કરવાં નહીં; ચૈત્યક્ષેત્રને તેવાં કાર્યથી દૂર રાખવું. લોકોનાં સ્થાનકો પાપક્રિયાની પ્રવૃત્તિવાળાં હોય છે, તેથી આ સ્થાન તેવું કરવું નહીં; પુણ્યબુદ્ધિએ ધર્મક્રિયાનું જ તે સ્થાન કરવું.’’ વળી હે વત્સ! ચૈત્ય કરાવનારે કુંતલાદેવીની જેમ મત્સર કરવો નહીં. કુંતલાની કથા—અવનીપુરમાં જિતશત્રુ નામે રાજાને કુંતલા નામે પટ્ટરાણી હતી. તે અર્હત ઘર્મમાં નિષ્ઠાવાળી હતી. તેના ઉપદેશથી તેની બીજી સપત્નીઓ(શોક્યો) પણ ધર્મવાળી થઈ હતી. તે બધી કુંતલાને બહુ માન આપતી હતી. એક વખતે બીજી સર્વ સપત્નીઓએ જિનેશ્વર ભગવંતના નવીન ચૈત્ય કરાવ્યાં; તે જોઈ અત્યંત મત્સરભાવવાળી કુંતલાએ પોતાનો જિનપ્રાસાદ તેમનાથી વિશેષ ભવ્ય કરાવ્યો. તેમાં પૂજા નાટ્ય વગેરે પણ વિશેષપણે કરાવવા લાગી અને સપત્નીઓના પ્રાસાદ વગેરે ઉપર દ્વેષ રાખવા લાગી. સરલ હૃદયની સપત્નીઓ તો તેના કાર્યની નિત્ય અનુમોદના કરવા લાવી. કુંતલા એ પ્રમાણેના મત્સરભાવમાં ગ્રસ્ત થઈ સતી દુદૈવયોગે કોઈ સખત વ્યાધિ ઉત્પન્ન થવાથી મૃત્યુ પામી અને ચૈત્યપૂજાના દ્વેષથી શુની (કૂતરી) થઈ. પૂર્વના અભ્યાસથી પોતાના ચૈત્યના દ્વાર આગળ જ બેસી રહેવા લાગી. એક વખતે કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા, તેમને કુંતલાની સપત્નીઓએ પૂછ્યું–‘કુંતલા કઈ ગતિમાં ગઈ છે?' જ્ઞાનીએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી તે રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો. પછી પેલી શુની થયેલી કુંતલાને તેઓ સ્નેહથી ખાવાનું આપતી સતી કહેવા લાગી કે ‘હે પુણ્યવતી બહેન! તેં ઘર્મિષ્ઠ થઈને વ્યર્થ દ્વેષ શા માટે કર્યો કે જેથી તને આવો ભવ પ્રાપ્ત થયો?’ આ પ્રમાણે રોજ સાંભળતાં કુંતલાને જાતિસ્મરણ થયું, તેથી તે પરમ વૈરાગ્ય પામી પ્રભુની પ્રતિમા સન્મુખ પોતાનું પાપ આલોચી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. તેથી હે વત્સ! ઉત્તમ કાર્ય કરીને તે સંબંધી મત્સરભાવ કરવો નહીં.’’ આ પ્રમાણે માતાના મુખથી શિક્ષા પામી સંપ્રતિ રાજાએ ઘણાં ચૈત્યો નવાં કરાવવા માંડ્યાં. એકદા સંપ્રતિ રાજાએ ગુરુના મુખથી સાંભળ્યું કે પોતાનું આયુષ્ય સો વર્ષનું છે, તેથી તેણે એવો નિયમ લીધો કે પ્રતિદિન એક એક જિનપ્રાસાદ ઉપર કળશ ચડેલો સાંભળ્યા પછી અન્ન જમવું. આવા નિયમ પ્રમાણે સો વર્ષના ૩૬૦૦૦ દિવસો થાય તે પ્રમાણે છત્રીશ હજાર જિનચૈત્યો તેણે નવાં કરાવ્યાં. એક વખતે રાજાએ ગુરુના મુખથી આ પ્રમાણે દેશના સાંભળી– Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તંભ ૧૩ अप्पा उद्धरिओ च्चिय, उद्धरिओ तहय तेण नियवंसो । अन्ने य भव्वसत्ता, अणुमोयंता य जिणभवणं ॥१॥ જિનભુવનના કરાવનારે પોતાના આત્માનો, પોતાના વંશનો અને તેની અનુમોદના કરનાર બીજા ભવ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો એમ સમજવું.” આ પ્રમાણેની દેશના સાંભળી સંપ્રતિ રાજાએ બીજા નેવ્યાસી (૮૯) હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા. એકંદર સર્વમળીને સવાલાખ જિનચૈત્ય થયાં. એક વખત તેણે ગુરુના મુખથી આ પ્રમાણે સાંભળ્યું કે “સર્વ લક્ષણવાળી અને સર્વ અલંકારોથી યુક્ત એવી પ્રાસાદમાં રહેલી પ્રતિમાને જોઈ જેમ જેમ મન હર્ષ પામે તેમ તેમ કર્મની નિર્જરા થાય છે. તેથી તેવાં જિનબિંબો મણિ, રત્ન, સુવર્ણ, રૂપું, કાષ્ઠ, પાષાણ અને મૃત્તિકાનાં અથવા ચિત્રમાં કરાવવાં.” વળી “મેરુ ગિરિ જેવો બીજો ગિરિ નથી, કલ્પવૃક્ષ જેવું બીજું વૃક્ષ નથી; તેમ જ જિનબિંબ નિર્માણ કરવા જેવો બીજો કોઈ મોટો ઘર્મ નથી.” “જો ઘન ખરચવાની શક્તિ હોય તો પાંચસો ઘનુષ્ય પ્રમાણવાળી પ્રતિમા કરાવવી; તેવી શક્તિ ન હોય તો એક આંગળનું પણ બિંબ કરાવેલું હોય તો તે ભક્તના સુખને અર્થે થાય છે.” કહ્યું છે કે “જે પુરુષ શ્રી ઋષભદેવથી વીરભગવંત સુધી ગમે તે પ્રભુનું અંગુષ્ઠપ્રમાણ પણ બિંબ કરાવે છે તે સ્વર્ગમાં પ્રઘાન એવી વિશાળ સમૃદ્ધિનાં સુખ ભોગવ્યા પછી પ્રાંતે અનુત્તર પદ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગુરુમહારાજનો ઉપદેશ સાંભળી સંપ્રતિ રાજાએ શિલ્પગ્રંથોમાં લખ્યા પ્રમાણે સિત્તેર ભાગ પ્રમાણ બરાબર સવાકોટી જિનબિંબ કરાવ્યાં. એક વખતે આર્યસહસ્તસૂરિને જોઈ રાજાએ જાતિસ્મરણજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણ્યો, તેથી ગુરુને ઓળખી, નમસ્કાર કરી પોતાના પૂર્વભવ મૂક્યો. એટલે ગુરુએ શ્રુતજ્ઞાનના બળથી ક–“હે રાજન્! પૂર્વે તું ભિક્ષક હતો. એક વખતે મોટી કિંમતના અલંકારયુક્ત રાજા, મંત્રી, શ્રેષ્ઠી વગેરેને મોટી સમૃદ્ધિ સાથે અમારાં ચરણને વંદના કરતાં જોઈ તને વિચાર થયો કે-હું પણ આ સૂરિરાજના ચરણકમળને સેવું. પછી તે અમારા શિષ્ય પાસે ભોજન માગ્યું ત્યારે તે મુનિએ કહ્યું-“જો તું અમારા જેવો થાય તો અમે તને ભોજન આપી શકીએ.” એટલે તેં દીક્ષા લીધી, પણ ગળા સુધી અન્ન ખાધું, તેથી તને તત્કાળ અજીર્ણ થઈ આવ્યું. તે સમયે તેં અનેક મુનિઓના મુખથી ઘર્મવાક્યો સાંભળ્યાં, તેથી તે તેની અનુમોદના કરી અને તારું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું એટલે ત્યાંથી મૃત્યુ પામી એક દિવસની દીક્ષાને પ્રભાવે તું ત્રણ ખંડનો રાજા થયો.” આ પ્રમાણે સાંભળી પ્રતિબોઘ પામીને તેણે દેશવિરતિ ઘર્મ ગ્રહણ કર્યો. “ઘર્મબુદ્ધિથી શ્રી જિનેશ્વર ભગવંતના ચૈત્યાદિ કાર્યની વિધિ સહિત ક્રિયા સર્વ રીતે યોજવી અને તેમાં શ્રી સંપ્રતિ રાજાનું દ્રષ્ટાંત અવઘારવું.” વ્યાખ્યાન ૧૮૭ જિનપ્રતિમા જિનસારખી આ વ્યાખ્યાનમાં જિનેશ્વર ભગવંતની સ્થાપનાનું વર્ણન કરે છે– जिनमूर्तिर्जिनैस्तुल्या, विज्ञेया विधिपूर्वकम् । द्विधा सूत्रोक्तयुक्तिभ्यां, स्थापना स्वर्गसौख्यदा ॥१॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૭]. જિનપ્રતિમા જિનસારખી ૧33 ભાવાર્થ-“જિનેશ્વર ભગવંતની પ્રતિમા જિનેશ્વરભગવંતની સમાન જાણવી. સૂત્રોક્ત આઘાર અને યુક્તિ એમ બન્ને પ્રકાર વડે તેની વિધિપૂર્વક સ્થાપના સ્વર્ગના સુખને આપનારી છે.” તેમાં પ્રથમ સૂત્રોક્ત રીતે સ્થાપનાનું પ્રમાણપણું બતાવે છે. શ્રી ઠાણાંગસૂત્રના ત્રીજા ઠાણામાં આ પ્રમાણે કહ્યું છે કે-તિવિ સ નામન્વે ટવષે વૈધ્વસ “ત્રણ પ્રકારે સત્યનામસત્ય, સ્થાપના સત્ય અને દ્રવ્યસત્ય” એમ સૂત્રમાં સ્થાપના સત્ય કહેલ છે. યુક્તિ વડે સ્થાપનાનું પ્રમાણપણું આ પ્રમાણે-જેમ મહાવ્રતધારી મુનિએ ચિત્રમાં આલેખેલ પૂતળી પણ જોવી નહીં, કારણ કે તે રાગજનક છે એમ કહ્યું છે તે અનુસાર જિનપ્રતિમા હમેશાં જોવી; કારણ કે તે વૈરાગ્યનું કારણ છે. જેમ બાળક મુખે અક્ષર બોલે છે, પણ તેની આકૃતિ ઓળખીને નિર્ધાર કર્યા વગર કકાર વગેરે અક્ષરો જોઈને જેમ તેમ પ્રલપે છે પણ જો તેણે વર્ણાકૃતિ નેત્રથી નિર્ધારી હોય તો પછી સર્વ કાર્યમાં કકારાદિ વર્ણ જોઈ આ “ક” છે એમ ઓળખે છે, તેમ જિનેશ્વરના ચોવીશ નામનું ઉચ્ચારણ કરે પણ તેમની આકૃતિ જોયા વિના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરાદિની મૂર્તિઓથી તેમની ભિન્નતા અને સ્વરૂપનું યથાર્થ અવઘારણ કેવી રીતે થાય? માટે જિનેશ્વરની સ્થાપના કરવી એ ન્યાયયુક્ત છે. લૌકિક શાસ્ત્રમાં પણ મૂર્તિસેવાથી કાર્યસિદ્ધિ કહેલી છે; તે વિષે મહાભારતમાં એક દ્રષ્ટાંત કહેલ છે તે આ પ્રમાણે એકલવ્યનું દ્રષ્ટાંત પાંડવાદિક દ્રોણાચાર્યની પાસે ઘનુર્વિદ્યા શીખતા હતા. તેમાં અર્જુને તે વિદ્યા સત્વર શીખી લીધી. પછી અર્જુને ગુરુના ચરણમાં નમીને કહ્યું- હે ગુરુ! તમે જેવી વિદ્યા મને શીખવી છે તેવી વિદ્યા બીજાને શીખવવી નહીં.” દ્રોણાચાર્યે ખુશીથી તેમ કરવા કબૂલ કર્યું. એક વખતે કોઈ એકલવ્ય નામના ભીલે ઘનુર્વિદ્યા શીખવાની ઇચ્છાથી દ્રોણાચાર્ય પાસે આવી પોતાને શીખવવાની માગણી કરી, ત્યારે દ્રોણાચાર્ય મૌન ધરી રહ્યા. પછી ભક્તિવાળા ભીલે ગુરુબુદ્ધિએ દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવી, શુદ્ધ સ્થાનમાં સ્થાપિત કરી અને પ્રતિદિન પ્રભાતકાળે તેના ચરણમાં નમીને કહેતો—‘હે ગુરુજી! પ્રસન્ન થઈને મને વિદ્યા આપો.” પછી તે ગુરુની આગળ હાથમાં ઘનુષ્ય લઈ તેમાં બાણ યોજી ચિંતવેલા પત્રોને વીંધતો હતો અને એવી રીતે પત્રમાં હાથી, ઘોડા વગેરેનાં રૂપ પણ બાણ વડે કોતરતો હતો. એક વખતે અર્જુન તે વનમાં આવી ચઢ્યો. તેણે તે કોતરેલાં પત્રો જોઈ વિચાર્યું કે જરૂર ગુરુએ પોતાની પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરીને કોઈને ઘનુર્વિદ્યા આપી લાગે છે; નહીં તો આવું અદ્ભુત કાર્ય કોણ કરી શકે? પછી અર્જુને ગુરુ પાસે આવી કહ્યું– ભગવન્! આપે પ્રતિજ્ઞા તોડી લાગે છે.” ગુરુ દ્રોણ બોલ્યા- “અર્જુન! મારી પ્રતિજ્ઞા મૃત્તિકાની રેખા જેવી અચલ છે.' પછી સંશનિવારણ માટે તે બન્ને વનમાં ગયા. ત્યાં મૃત્તિકાની દ્રોણાચાર્યની પ્રતિમા તેમના જોવામાં આવી. પેલો ભીલ પ્રાતઃકાળે તે પ્રતિમા પાસે આવી નમીને કહેવા લાગ્યો-“ગુરુજી! અર્જુનના જેવી મને ઘનુર્વિદ્યા આપો.” એમ કહી તે વૃક્ષના પત્રને બાણથી કોતરવા લાગ્યો; તે જોઈ તેઓએ ભીલને પૂછ્યું-“તારા ગુરુ કોણ છે?” ભીલે કહ્યું–“મારા ગુરુ દ્રોણાચાર્ય છે.” એમ કહી તેણે મૃત્તિકાની મૂર્તિ બતાવી અને કહ્યું કે “આ પ્રતિમાએ મને ઘનુર્વિદ્યા શીખવી છે. ભક્તિથી શું Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ નથી બનતું?” તે જોઈ અર્જુનને ખેદ થયો. પછી દ્રોણાચાર્યે ભીલને કહ્યું–મારા પ્રસાદથી તને વિદ્યાની સિદ્ધિ થઈ, માટે હું જે માગું તે ગુરુદક્ષિણા તરીકે મને આપ.” તે બોલ્યો-ગુરુજી! આ શરીર જ તમારું છે, તેથી જે રુચે તે માગી લો.” દ્રોણાચાર્યે તેના હાથનો અંગૂઠો માગ્યો. ગુરુભક્ત ભીલે તરત જ અંગૂઠો કાપી આપ્યો. ત્યારથી તે ભીલ એકલવ્ય તરીકે પ્રસિદ્ધ થયો. અંગૂઠો જવાથી તેની ઘનુર્વિદ્યા અર્જુન કરતાં કાંઈક ન્યૂન થઈ ગઈ, તથાપિ એ ભીલને દ્રોણાચાર્ય ઉપર જરા પણ ખેદ થયો નહીં. આ પ્રમાણે પ્રતિમાની સ્થાપનાથી કાર્યની સિદ્ધિ કહેલી છે. લોકોત્તર શાસ્ત્ર (જૈન શાસ્ત્ર) માં પણ પ્રતિમાથી કાર્યસિદ્ધિ કહેલી છે. જ્ઞાતાસૂત્રમાં કથા છે કે–મલ્લિકુમારીએ પોતાની પ્રતિકૃતિ તરીકે કરાવેલી સુવર્ણમય સ્ત્રીની પૂતળી વડે પૂર્વભવના મિત્ર એવા છ પુરુષોને વૈરાગ્ય પમાડ્યો હતો. અભયકુમારે કરાવેલી કૃતપુણ્ય શેઠની પ્રતિમા જોઈ તેના પુત્રો મોહ પામ્યા અને વારંવાર તેના ઉત્સંગમાં જઈને બેસવા લાગ્યા. આ પ્રમાણે સર્વ દ્રષ્ટાંતોથી સિદ્ધ થાય છે કે મૂર્તિ વડે કાર્યસિદ્ધિ થાય છે. વળી જિનપ્રતિમા જોવાથી પણ ગુણકારી થાય છે. તે ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે– દેવદત્તની કથા પૃથ્વીપુર નામના નગરમાં જિનદાસ નામે એક પરમ શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામે એક પુત્ર હતો. તે સાત વ્યસનોનો સેવનારો હતો. જિનદાસ તેને પ્રતિદિવસ ઘર્મશિક્ષા આપતો, પણ શઠપણાથી તે બિલકુલ ગ્રહણ કરતો નહીં, કારણ કે તે સ્વભાવે જ વક્ર હતો. અન્યદા તેના પર કૃપા લાવીને તેના પિતાએ ગૃહપ્રવેશના દ્વારની સામે જ શુભ સ્થળ ઉપર એક જિનમૂર્તિ સ્થાપના કરી અને પ્રતિદિવસ તેની પૂજા કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો કે “હે ત્રણ જગતના આધાર પ્રભુ! તમારી પ્રતિમા મને આત્મસ્વરૂપનું દર્શન કરાવવામાં દર્પણરૂપ છે અને મારી અનાદિકાળની ભ્રાંતિને તે નિવારે છે. જેમ કોઈ હંસનું બાળક બગલાના ટોળામાં આવી ચડ્યું અને બગલાની સાથે ઘણો કાળ રહી ઊછરીને મોટું થયું. એકદા કોઈ રાજહંસ ત્યાં આવી ચડ્યો. તેને જોઈ હંસનું બાળક વિચારવા લાગ્યું કે “અહો! આ પક્ષીની કાંતિ, સ્વરૂપ, વર્ણ, સ્વર અને ગતિ મારી સાથે મળતાં આવે છે, તેમાં કાંઈ પણ ભેદ જણાતો નથી.” આ પ્રમાણે વિચાર કરી તેણે તેના અને પોતાના સ્વરૂપના અભેદપણાનો નિર્ણય કર્યો અને પોતાની બુદ્ધિથી પોતાની જાતિના આચાર વગેરેથી સર્વથા ભિન્ન જાણી બકકુળનો ત્યાગ કર્યો અને રાજહંસની સાથે પોતાનું રાજહંસપણું મેળવી તેનો સ્વીકાર કર્યો. આ કથાનો ઉપનય એવો છે કે “રાજહંસને સ્થાને જિનેશ્વર જાણવા. હંસનું બાળક એ જીવ સમજવો. સંસારમાં ભમાવનારાં આઠ કર્મ અને મિથ્યાત્વ માર્ગને બતાવનારા કુગુરુરૂપ બગલાનું ટોળું સમજવું. જીવ અનાદિ કાળના ભવાભ્યાસથી તેમની સાથે વૃદ્ધિ પામે છે (ઊછરી રહ્યો છે). તેવામાં કાંઈક લઘુકમપણું પ્રાપ્ત થવાથી શ્રી જિનપ્રતિમારૂપ રાજહંસને જોઈ તેનું સ્વરૂપ પોતાની સાથે સરખાવી સ્વપરવિવેચન વડે સ્વઘર્મને પ્રગટ કરે છે.” આ પ્રમાણે સ્વબુદ્ધિથી જોડી લેવું. હે વીતરાગ! હંસના બાળકની જેમ મારો ઉદ્ધાર કરવાને માટે તમારી સ્થાપના સંસારનો અંત કરનારી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠી નિત્ય તે જિનેશ્વરની સ્તુતિ કરતા હતા. તેનો પુત્ર તે પ્રતિમાને જોતો, પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૮]. દેવીઓ સમક્ષ જીવવઘ અકર્તવ્ય ૧૩૫ સ્તુતિ કરતો નહીં અને વંદના પણ કરતો નહીં. પછી શ્રેષ્ઠીએ ગૃહનું દ્વાર નીચું કર્યું એટલે તેનો પુત્ર નીચો નમી ગૃહમાં જતો અને સન્મુખ જિનબિંબને જોતો હતો. એવી રીતે શ્રેષ્ઠીએ પુત્રને દ્રવ્યથી વંદના કરાવી, પણ ભાવથી કરાવી શક્યા નહીં, કારણ કે ભાવ આત્માને જ આઘીન છે. પછી તે શ્રેષ્ઠીપુત્ર આયુષ્યના ક્ષયથી મૃત્યુ પામી છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રને વિષે મત્સ્યપણાને પ્રાપ્ત થયો. ત્યાં સમુદ્રમાં ભમતાં ભમતાં અન્યદા એક જિનપ્રતિમા જેવી આકૃતિવાળો મત્સ્ય તેના જોવામાં આવ્યો. “નળીઆ અને વલયના આકાર સિવાય નર વગેરે અનેક પ્રકારની આકૃતિવાળા મસ્યો થાય છે” એમ વૃદ્ધો કહે છે. તે મત્સ્યની જિનબિંબ જેવી આકૃતિ જોઈ તેને જાતિસ્મરણ થઈ આવ્યું, તેથી પૂર્વભવનું સ્મરણ થતાં તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “અહો! મારા પિતાએ મને અનેક રીતે બોઘ કર્યો, તથાપિ હું બોઘ પામ્યો નહીં. મને ધિક્કાર છે! મેં અનેક દોષથી મુક્ત એવા જિનેશ્વર ભગવંતની પણ આરાધના કરી નહીં. હવે હું તિર્યંચ થયો છું તેથી શું કરી શકું? તથાપિ આ તિર્યંચના ભાવમાં પણ બની શકે એટલો ઘર્મ કરું.” આવું વિચારી તેણે સૂક્ષ્મ મત્સ્ય અને સચિત્ત જળની હિંસા ન કરવાનો નિયમ લીધો. પછી ઘીમે ઘીમે જળની બહાર નીકળી ચોવીશ પહોરનું અનશન સારી રીતે પાળી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવપદને પ્રાપ્ત થયો. ત્યાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવનું સર્વ સ્વરૂપ જાણી જિનબિંબના દર્શનનો મહાન્ ઉપકાર લોકોને દર્શાવવાને માટે ભાવજિનની આગળ આવી બાર પર્ષદાની સમક્ષ બોલ્યો-“હે વિતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત્ પ્રભુની (તમારી) જેમ જ ઉપકાર કરનારી છે. મેં આ બરાબર અનુભવ્યું છે. આ પ્રમાણે કહી તેણે સ્વર્ગને અલંકૃત કર્યું. તેના ગયા પછી પર્ષદાએ તેનું વૃત્તાંત પૂછ્યું એટલે પ્રભુએ તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સર્વ સભા જિનપ્રતિમાની વંદના વગેરે કરવામાં તત્પર થઈ. શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમા જેવી તેવી રીતે જોઈ હોય તો પણ તે જિનેશ્વર ભગવંતની જેમ આગામી કાળે સુખ કરનારી થાય છે, તે યુક્તિથી અહીં સ્થાપનાની સ્તુતિ કરેલી છે.” વ્યાખ્યાન ૧૮૮ દેવીઓ સમક્ષ જીવવધ અકર્તવ્ય ઘણા મિથ્યાત્વી લોકો નવરાત્રના દિવસોમાં અષ્ટમીને દિવસે ચંડી, દુર્ગા, બહુચરા, ભવાની વગેરે દેવીઓની પૂજા માટે અનેક પ્રાણીઓનો વઘ કરે છે. તેઓ માને છે કે દેવીને પશુનો બલિ ચઢાવવાથી દેવી પ્રસન્ન થાય છે. પણ આ માન્યતા ખોટી છે. માટે દેવી સમક્ષ જીવહિંસાનો નિષેઘ કરવા ઉપર યશોઘર નૃપની કથા કહે છે. मेषादिघातैस्तनुते कृपाघ्नोः, दुर्गादिपूजां नवरात्र्यहस्सु । मात्राज्ञया पिष्टककुर्कुटं घ्रन्, यशोधरः सांब दधौ भवौघम् ॥१॥ ભાવાર્થ-“નિર્દય લોકો નવરાત્રિના દિવસોમાં બકરા પ્રમુખનો ઘાત કરી દુર્ગા વગેરેની પૂજા કરે છે, પરંતુ યશોઘરે માતાની આજ્ઞાથી માત્ર લોટનો બનાવેલો કૂકડો હણ્યો હતો તો પણ તેને માતા સહિત ઘણા ભવ ભટકવું પડ્યું હતું.” તેની કથા આ પ્રમાણે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૩ યશોધરરાજાની કથા રાજપુર નગરમાં મારીદત્ત નામે રાજા હતો. ચંડમારી નામે તેની ગોત્રદેવી હતી. રાજા મારી દત્ત તે ગોત્રદેવીની પ્રતિદિવસ પુષ્પાદિકથી પૂજા કરી સ્તવના કરતો હતો. આશ્વિનમાસ આવે ત્યારે શુક્લ પડવેથી માંડી નવમી સુધી કંદમૂલ, દૂધ, ઘી અને ફળાદિકનો જ આહાર કરી તેની આગળ બેસી રહેતો હતો. લૌકિકમાં કહેવાતા નવરાત્રિના પર્વમાં તે જ્યારે તેની આરાઘના કરતો ત્યારે ગોત્રદેવીની તૃપ્તિ માટે હોમબલિદાન અર્થે એક લાખ બકરા વગેરે જીવોને હણતો હતો અને બે માણસોનો પણ વઘ કરતો હતો, તેમાં પણ આઠમને દિવસે તો જીવનો હોમ વિશેષે કરતો હતો. એક વખતે તે નગરમાં ગુણઘર નામે આચાર્ય ચાતુર્માસ રહ્યા હતા. તેમને અભયરુચિ નામે એક મહાત્મા (સાધુ) શિષ્ય હતો અને અભયમતિ નામે એક સંયમ, તપ અને ક્રિયામાં તત્પર સાધ્વી શિષ્યા હતી. મહા તપોઘન અને શીલરૂપ પવિત્રતાથી યુક્ત અભયરુચિ મુનિ એક દિવસ ચાર પ્રકારનો અભિગ્રહ કરી નગરમાં આહાર માટે ફરતા હતા, તેવામાં રાજપુરુષો તેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ અભયરુચિ મુનિને પૂછ્યું-“શાસ્ત્રોપદેશક મુનિ! તમારા શાસ્ત્રમાં નવરાત્રિના દિવસોમાં ગોત્રદેવીની પૂજાનું ફળ શું કહ્યું છે અને હોમક્રિયા કેવી રીતે કરવાનું વર્ણવેલું છે?” સંયમી અભયરુચિ બોલ્યા–“રાજેંદ્ર! મેં પૂર્વભવે એક પિષ્ટનો કૂકડો માત્ર માર્યો હતો, તે પાપે હું સાત ભવ સુધી ઘણું દુઃખ ભોગવતો ભટક્યો હતો તો તમારી શી ગતિ થશે?” રાજાએ તેમના સાત ભવનું સ્વરૂપ પૂછ્યું, એટલે અભયરુચિ બોલ્યા અવંતિનગરીમાં યશોધર નામે રાજા હતો. તેને ચંદ્રવતી નામે માતા હતી અને નયનાવલી નામે રાણી હતી. તેને ગુણઘર નામે પુત્ર થયો હતો. એક વખતે સંસારથી ઉદ્વેગ પામેલા અને વૈરાગ્યમાં તત્પર યશોઘર રાજાએ પોતાની રાણી નયનાવલીને કહ્યું- પ્રિયે! હું દીક્ષા લઈશ.” દૈવયોગે તે જ રાત્રિએ રાજાને સ્વપ્ન આવ્યું કે “સાતમા માળના ગોખ ઉપરથી તેની માતાએ તેને પૃથ્વી ઉપર પાડી નાખ્યો.” પ્રભાતે તે વાત તેણે પોતાની માતાને જણાવી. માતાએ કહ્યું-વત્સ! એવા માઠા સ્વપ્નના નિવારણ માટે તું ચામુંડાદેવીને બકરા વગેરેનું બલિદાન આપ.” રાજાએ કહ્યું–પ્રાણ જાય તો પણ હું તેવું કાર્ય કરું નહીં.” તે સાંભળી માતાએ અનેક ઉપાલંભ આપી તેને શરમાવી દીધો અને બળાત્કારે એક પિષ્ટનો કૂકડો કરીને તેને આપ્યો કે જેને હણીને તેણે શક્તિને ચડાવ્યો. આ બાજુ રાણી નયનાવલી કોઈ ગાયન કરતા કૂબડા પુરુષને જોઈ તેની ઉપર મોહ પામી, તેથી તેણે પ્રપંચ કરી રાજાની આજ્ઞા મેળવીને તે પુરુષને પોતાના આવાસ પાસે રાખ્યો. રાત્રે રાજા સૂઈ ગયા પછી વખત મેળવી રાણી તેની સાથે સ્વેચ્છાએ વિલાસ કરવા લાગી. એક સમયે રાજાએ તે વાત જાણી અને નજરે પણ દીઠી; તથાપિ તેણે ક્ષમા રાખી અને મૌન રહ્યો. બીજે દિવસે પ્રાતઃકાળે ગુણધર પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લેવા ઉજમાળ થયો. તે જોઈ રાણીએ ચિંતવ્યું કે જરૂર મારું ચરિત્ર સ્વામીના જાણવામાં આવ્યું છે, તેથી હું તેને ભોજનમાં વિષ આપી મારી નાખું; નહીં તો તે પુત્રને મારી વાત કહીને આ કૂબડા પુરુષના સુખથી મને ભ્રષ્ટ કરશે.” આવો વિચાર ફરી તેણે ભોજનમાં વિષ નાખી રાજાને ખવરાવ્યું અને વિષ ચડવાથી રાજા આકુળવ્યાકુળ થયો એટલે તેણે ગળે અંગૂઠો દઈને તેને મારી નાખ્યો. ત્યારપછી થોડા દિવસે તેની માતા પણ મૃત્યુ પામી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વ્યાખ્યાન ૧૮૮]. દેવીઓ સમક્ષ જીવવઘ અકર્તવ્ય રાજા ત્યાંથી મરીને મયૂર થયો અને તેની માતા શ્વાન થઈ. દૈવયોગે કોઈ વનચરે તે બન્નેને પકડી ક્રીડા માટે ગુણઘર રાજાને ભેટ કર્યા. રાજા તેથી ખુશી થયો. મયૂરને પાંજરામાં પૂર્યો અને શ્વાનને બાંધીને રાખ્યો. એક વખતે મયૂરે નયનાવલીને પેલા કૂબડા નરની સાથે ભોગવિલાસ કરતી જોઈ, તેથી તત્કાળ તે મયૂરને જાતિસ્મરણ થઈ આવ્યું. પછી જ્યારે નયનાવલી તે મયૂરને હાથ વડે પકડવા જતી તે વખતે તે મયૂર દ્વેષથી તેને ચાંચનો બહુ પ્રહાર કરતો હતો. એક વખત રાજમાતા નયનાવલીએ ચંચૂનો પ્રહાર કરતા તે મોરને આભૂષણથી માર્યો, તેથી તે ગોખ ઉપરથી પડી ગયો. તે વખતે રાજાની પાસે બેઠેલા શ્વાને કટીથી તેને પકડ્યો. તેને છોડાવવા રાજાએ ઘણી મહેનત કરી, પણ શ્વાને છોડ્યો નહીં એટલે રાજાએ શ્વાનને સોગઠાથી માર્યો. તેથી બન્ને મૃત્યુ પામ્યા. પછી મયૂર મૃત્યુ પામીને નોળિયો થયો અને શ્વાન સર્પ થયો. ત્યાં પણ તેઓ યુદ્ધ કરીને મરણ પામ્યા. ત્યાંથી તે બન્ને સિપ્રા નદીમાં મત્સ્ય થયા. ચંદ્રવતીમત્સ્યના જીવને માછીઓએ મારી નાખ્યો અને ત્યાર પછી કેટલેક વખતે યશોઘરમભ્યને પકડીને માછીઓએ નયનાવલી તથા ગુણધરને અર્પણ કર્યો. નયનાવલીએ તેને રંધાવ્યો. ત્યાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. મસ્યપણામાંથી મૃત્યુ પામીને ચંદ્રવતી ગુણઘર રાજાના પશુપાળને ઘેર બકરીપણે ઉત્પન્ન થઈ. યશોઘર તે બકરીનો પુત્ર બકરો થયો. તરુણવયે તે પોતાની માતા બકરી સાથે વિષયભોગ કરવા લાગ્યો. તે જોઈ પશુપાળે તેને મારી નાખ્યો. તે મૃત્યુ પામીને પોતાના જ વીર્યમાં ઉત્પન્ન થયો. તે ગર્ભિણી બકરીને ગુણથરે સેવક પાસે મગાવીને હણાવી અને તેના ગર્ભમાંથી બકરાને ખેંચી લઈ ઘરે પાળ્યો. એક દિવસે ગુણઘરે પૂર્વજના મૃત્યુદિવસે પંદર પાડાઓ માર્યા અને બ્રાહ્મણોને જમાડ્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યો કે “તમારો પિતા સ્વર્ગમાં ક્રીડા કરો.” તે સાંભળી બકરાને જાતિસ્મરણ થઈ આવ્યું. તે અરસામાં પાપના ઉદયથી નયનાવલીને કુષ્ઠનો વ્યાધિ ઉત્પન્ન થયો. તેને વ્યાધિથી દુઃખી જોઈ પેલો બકરો હર્ષ પામવા લાગ્યો. એક વખતે રાજાના ભોજનસમયે પેલા બકરાને પુષ્ટ થયેલો જોઈ રસોઈયાએ તેને મારી પકાવી રાજાને પીરસ્યો. ચંદ્રવતીનો જીવ કલિંગદેશમાં પાડો થયો હતો. તે સાર્થવાહના સાથ ભેગો ઉજ્જયિની નગરીએ આવ્યો, ત્યાં રાજાનો અશ્વ નદીમાં પાણી પીવા આવતો હતો તેને તે પાડાએ મારી નાખ્યો, તેથી રાજાએ ક્રોઘ કરી તે પાડાને બાંઘી અગ્નિવડે ભૂંજી નાખ્યો. ત્યાર પછી છઠ્ઠું ભવે તે બન્ને પાછા કૂકડા થયા. કોઈ પુરુષે તે ગુણઘર રાજાને અર્પણ કર્યા. રાજા તેમને પરસ્પર યુદ્ધ કરાવતો હતો અને તે જોઈને રાજી થતો હતો. એમ કરતાં કરતાં તેઓ રાજાને વલ્લભ થઈ પડ્યા. એક વખત રાજા વનમાં ક્રીડા કરવા ગયો હતો તે વખતે કાળદંડ નામનો કોટવાળ પણ તે બન્ને કૂકડાને લઈને વનમાં ગયો. વનમાં કોઈ એક મુનિને જોઈ બન્ને કૂકડા જાતિસ્મરણ પામ્યા. પછી પૂર્વાભ્યાસથી તેમને વંદન કરી બોલ્યા–“સ્વામી! અમોએ અજ્ઞાનથી કરેલાં કર્મનાં ફળ બહુ ભોગવ્યાં. હવે આ સંસારદુઃખની પરંપરામાંથી મુક્ત થવા માટે અમને વ્રત આપો. તમને જોઈ અમે સંસારથી ઉદ્વેગ પામ્યા છીએ.” મુનિએ તે બન્ને કૂકડાને અનશન આપ્યું. તેવામાં ગુણઘર રાજાએ તે જ વનમાં એકાંતમાં રાણી સાથે બેઠા સતા શબ્દવેધી બાણ વડે તે બન્નેને મારી નાખ્યા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સંભ ૧૩ ત્યાંથી મરણ પામી તેઓ સાતમે ભવે ગુણઘર રાજાની સ્ત્રી જયાવલીના ઉદરમાં ઉત્પન્ન થયા. યશોઘરનો જીવ અભયરુચિ નામે પુત્ર થયો અને ચંદ્રવતીનો જીવ અભયમતિ નામે પુત્રી થયો. તે બન્ને પરસ્પર સ્નેહવાળા અને વિયોગને નહીં સહન કરતા એવા આઠ વર્ષના થયાં. રાજા ગુણધર તેમને સાથે લઈ એકદા વનમાં મૃગયા રમવા ગયો. ત્યાં સસલા પ્રમુખ જીવને મારવા માટે શિકારી કૂતરા છોડવામાં આવ્યા. તે વનમાં ધ્યાનમાં તત્પર એવા કોઈ મુનિને જોઈ તેમના પ્રભાવથી તે કૂતરાઓની શક્તિ હણાઈ ગઈ. અનેક રીતે પ્રેરણા કર્યા છતાં પણ તેઓ પાછા ફરવા લાગ્યા. તે જોઈ રાજા શરમાઈ ગયો અને વિચાર કરવા લાગ્યો કે “અહો! આ પશુથી પણ હું વિશેષ પાપાત્મા છું કે આ શ્વાન જીવવઘ કરવાને ઇચ્છતો નથી, તથાપિ હું તેને વારંવાર પ્રેરણા કરું છું.” એવામાં અર્વદત્ત નામે કોઈ શ્રાવક મુનિને વાંદવા જતો હતો, તેને જોઈ રાજાએ પૂછ્યું-ભદ્ર!ક્યાં જાય છે? તેણે કહ્યું- હું મુનિ પાસે ઘર્મ સાંભળવા જાઉં છું.' રાજાએ કહ્યું-“ચાલ, હું પણ તારી સાથે આવું.” પછી તેઓ મુનિની પાસે આવ્યા. તે શ્રાવક પાંચ અભિગમ સાચવી, ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વાંદીને મુનિ પાસે બેઠો. રાજા પણ તે પ્રમાણે વંદનવિધિ કરીને બેઠો. પછી તેમણે આ પ્રમાણેની દેશના સાંભળી–“અહો! દૈવ મિત્રની જેમ કોઈ વાર દયા કરે છે અને કોઈ વાર શત્રની જેમ નિઃશંક થઈ મારી નાખે છે.' ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી રાજાએ મુનિને પોતાના માતાપિતાની ગતિ વિષે પ્રશ્ન કર્યો. મુનિ બોલ્યા–“રાજ! તું શું પૂછે છે? તારું ચરિત્ર તને લા ઉત્પન્ન કરનારું છે. તેં તારા પિતા અને પિતામહીને તેમનાં મૃત્યુના દિવસે જ અનેક વાર ભક્ષણ કર્યા છે.” એમ કહી યશોઘર અને ચંદ્રવતીના સાતે ભવનો વૃત્તાંત મુનિએ કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા મૂચ્છ પામ્યો અને દુઃખથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. અભયરુચિ અને અભયમતિ જાતિસ્મરણ પામ્યા અને પોતે અનુભવેલું પ્રત્યક્ષ જાણી ગુણધર રાજાને કહેવા લાગ્યા કે “અમે બન્ને હવે દીક્ષા લઈશું.” રાજાને પણ વૈરાગ્યે થયો. પછી પુત્ર અને પુત્રી સહિત તેમ જ યશોઘરનું વૃત્તાંત સાંભળી સંસારથી ઉદ્વેગ પામેલા બીજા પાંચ હજાર સામંતાદિકથી પરિવૃત્ત થઈ, પુત્રને રાજ્ય ઉપર બેસારી પુત્રે કરેલા નિષ્ક્રમણોત્સવ વડે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. સર્વે મહા તપ કરવા લાગ્યા. તે ગુણઘર આચાર્ય હમણા આ નગરીમાં પઘાર્યા છે. આ પ્રમાણે અભયરુચિ મુનિના મુખથી સાંભળીને મારી દત્ત રાજા બોલ્યો-“હે અણગાર! તે ગુણઘર મારા બનેવી થાય છે અને તમે મારા ભાણેજ થાઓ છો. અહો! તેવા ગુરુનો યોગ ન મળવાથી મેં પાપીએ નવરાત્રના દિવસોમાં ગોત્રદેવીની આગળ લાખો જીવો મારી નાખ્યા. પછી તે વખતે બલિદાન માટે એકઠા કરેલા એક લાખ જીવ ગુરુવચનથી રાજાએ છોડી મૂક્યા અને નગરમાં અમારી ઘોષણા કરાવી. અભયરુચિના ઉપદેશથી ચંડમારી દેવી પણ શ્રાવિકા થઈ. “અહો! કંદ, ફળ અને મદ્યના લેનારા શાક્ત લોકો નવરાત્રના દિવસોમાં દેવીના બલિદાન ખાઈ બોલે છે કે “અમે ઉપવાસ કર્યા છે' આ કેવું આશ્ચર્ય!” તે દિવસોમાં ઘણી હિંસા થતી હોવાથી જ બાર દિવસની અસક્ઝાય કહેવાય છે અને તે દિવસે સાધુ કૃતપાઠ કરતા નથી. આ પ્રમાણે મિથ્યાત્વના પર્વને જાણીને મારી દત્ત પ્રમુખ જૈનોએ તેનો ત્યાગ કર્યો અને તેમ કરવાથી તેઓ પાછળથી આત્મઘર્મને પામ્યા.” Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૯] ચૈત્ય શબ્દનો અર્થ વ્યાખ્યાન ૧૮૯ ચૈત્ય શબ્દનો અર્થ प्राहुः जिनौकस्तद्धिंबं चैत्यशब्देन सूरयः । अतस्तद्भावतो वंद्यं बह्वात्मनां गुणप्रदम् ॥ १॥ ભાવાર્થ-‘વિદ્વાન સૂરિઓ ચૈત્ય શબ્દનો અર્થ જિનાલય અને જિનબિંબ કહે છે, એથી ઘણા આત્માને ગુણ પ્રાપ્ત કરી આપનાર ચૈત્ય ભાવથી વંદન કરવા યોગ્ય છે.’’ વિશેષાર્થ–પોતાનાં અને પારકાં શાસ્ત્રના શબ્દાર્થને નહીં જાણનારા કેટલાક લોકો ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન, મુનિ, વન વગેરે કલ્પનાથી કહે છે, પણ તે અસત્ય છે; કારણ કે કોશપ્રમુખ કે શબ્દશાસ્ત્રથી ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા જ થાય છે. તે આ પ્રમાણે— ૧૩૯ વ્યાકરણમાં વિતિ સંજ્ઞાને એવો થાતુ છે. તે ઉપરથી ‘જેનાથી કાષ્ઠાદિકની પ્રતિકૃતિ (પ્રતિમા) જોઈ સંજ્ઞા ઉત્પન્ન થાય કે ‘આ અરિહંતની પ્રતિમા છે' તે ચૈત્ય કહેવાય છે, એમ વ્યુત્પત્તિ થાય છે. તથા ધાતુપાઠવૃત્તિમાં ‘“વિત્ યને” એ ધાતુનો ચૈત્ય એવો પ્રયોગ થાય છે. તથા નામમાળામાં લખે છે કે ‘દૈત્ય વિજ્ઞારે બિનક્ષપ્રનિ’' ચૈત્ય શબ્દ વિહાર અને જિનાલય માટે વપરાય છે.’’ તે ગ્રંથની સ્વોપજ્ઞ વૃત્તિમાં “ચીયતે રૂતિ વિત્તિઃ તત્યમાવઃ ચૈત્યું” એવી વ્યુત્પત્તિ કરી ‘ભાવે ય’ પ્રત્યય આવ્યો છે એમ લખ્યું છે. વળી અમરકોશમાં “ચૈત્યમાયતનું પ્રોń” એમ કહેલું છે. હૈમ અનેકાર્થ સંગ્રહમાં ચૈત્ય બિનૌસ્તક્રિવ, ચૈત્યમુદ્દેશપાવવઃ” ચૈત્ય એટલે જિનાલય, જિનબિંબ અને ઉદ્દેશવૃક્ષ' એમ ત્રણ અર્થ કહ્યા છે. આગમમાં પણ કહ્યું છે કે ચેડ્યરે નિજ્ઞદ્ધિ ય ગળિસિહં (પં) વવિનં રેફ્ । તેની ટીકામાં કહ્યું છે કે—ચૈત્ય એટલે જિનપ્રતિમા—તેનો અર્થ એટલે પ્રયોજન તે. નિર્જરાનો અર્થ કર્મક્ષયની ઇચ્છાએ વૈયાવૃત્યને યોગ્ય ક્રિયા વડે ઉપદંભન કરે (કીર્તિ વગેરેની ઇચ્છા વિના નિરપેક્ષપણે). એવો અર્થ શ્રી પ્રશ્નવ્યાકરણની વૃત્તિમાં કહ્યો છે. તે જ સૂત્રમાં આસવદ્વારમાં પણ ચૈત્ય શબ્દ કહેલો છે. ત્યાં એમ સમજવું કે સંસારના હેતુરૂપ કીર્તિ વગેરેની અપેક્ષાએ જે ચૈત્યાદિ કરાવવા તેનો આસ્રવમાં અંતર્ભાવ થાય છે, અથવા કુદેવનાં ચૈત્ય વગેરે કરાવવાં તે આસ્રવ કહેવાય છે. સૂત્રમાં સર્વ સ્થળે જિનાદિકની વંદના કરવામાં ઉત્સુક એવો ભાવુક હૃદયમાં એવું વિચારે છે કે—યતોહં કફ્રલ્લાણં મંગલ દેવયં ચેઇયં વિણઊંણં પશુવાસામિ, “હું કલ્યાણકારી, મંગલમય, દેવતાના ચૈત્યની જેમ વિનયથી સેવા કરું.' આ સૂત્રપાઠનો અર્થ કેટલાક અજ્ઞાની એવો કરે છે કે “દેવ એટલે ધર્મદેવ–સાધુ, તેને ચૈત્ય એટલે છેલ્લું જ્ઞાન (કેવળજ્ઞાન) થયું હોય ત્યારે દેવતા તેને જેવી રીતે સ્તવે છે તેમ હું સ્તવું છું.” આ તેમનો કલ્પિત અર્થ યુક્તિવાળો નથી. તેનું ખંડન આ પ્રમાણે—પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં તામિલ શ્રેષ્ઠીએ આવી રીતે ચિંતવ્યું કે “મારા સગાસંબંઘીને અઢાર જાતિનાં શાક કરી રજમાડું, કલ્યાણકારી મંગલકારી દેવતાના ચૈત્યની જેમ વિનય વડે સેવા કરું.’’ આ સ્થાને પૂર્વે કહેલ અજ્ઞાનીનો અર્થ શી રીતે ઘટે? કારણ કે એ શ્રેષ્ઠી ૧ જેની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વૃક્ષ અથવા સમવસરણમાં રહેલું મધ્યવૃક્ષ. ૨. આ અર્થ સંદેહવાળો છે. તે પાઠનું સ્થાન જોઈ યથાર્થ અર્થ વિચારવો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૩ મિથ્યાત્વી હતો. તે જૈનધર્મની પ્રશંસા કરવા યોગ્ય વાર્તા શી રીતે જાણે? એથી આબાલગોપાલ પ્રસિદ્ધ એવો જ અર્થ કરવો તે આ પ્રમાણે-“દેવ એટલે સ્વાભીષ્ટ ઈશ્વર, તેનું ચૈત્ય એટલે બિંબ તેની જેમ હું પૂજા કરું વા સ્તુતિ કરું.” આ અર્થ સર્વ રીતે ઘટિત છે. કોઈ મિથ્યાત્વી એમ બોલે કે “જીવની વિરાઘના ઘર્મને માટે પણ જે કરે તેને મંદબુદ્ધિ કહેલો છે.” દશમા અંગ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહ્યું છે કે પ્રતિમાને ઘડવા કે પૂજવાના સમયે જે જીવ હિંસા કરે તે મંદબુદ્ધિ પુરુષ છે.” આવો અર્થ તેઓ કરે છે, પણ તેનો એ અર્થ અયુક્ત છે. અહીં મંદબુદ્ધિ તો તેને જ સમજવા કે જેઓ યજ્ઞાદિ કાર્યમાં જીવ અજીવને નહીં જાણનારા ઘર્મબુદ્ધિથી બકરા પ્રમુખનો વઘ કરે છે. અરે મુગ્ધ! જો તું એ અર્થને અહીં જિનચૈત્યાદિ શુભ ક્રિયામાં લગાડે છે તો તને પૂછવાનું કે નદી ઊતરવામાં, વિહાર કરવામાં, ઘર્મક્રિયા કરવામાં, ગુરુવંદના કરવા માટે જવામાં અને ઉપાશ્રય પ્રમુખ ઘર્મસ્થલ કરાવવામાં સર્વત્ર જીવવઘ થાય છે કે નહીં? જો થાય છે તો તું પણ મંદબુદ્ધિ થઈ ગયો. તે વિષે કહ્યું છે કે “જતનાપૂર્વક પ્રવૃત્તિ કરતાં જે વિરાઘના થાય તે સૂત્ર અનુસારે ચાલવાના કારણથી કર્મક્ષયરૂપ નિર્જરાનું કારણ થાય છે અને તેથી આત્મસ્વરૂપની શુદ્ધિ થાય છે. આ ગાથાનો અર્થ બરાબર ઘારવો. જે પોતાના કુટુંબાદિકને કારણે પણ આરંભ કરે નહીં તેવા પડિમા વહેનારાને જિનબિંબનું વિઘાન કરવાનું નથી. તેને માત્ર પ્રતિમા માનવા યોગ્ય છે. શ્રાવકને યોગ્ય એવી તે પ્રતિમાવિઘાનાદિ ક્રિયા દ્રવ્યને આધીન છે. તે બારવ્રતધારી શ્રાવકને કરવા યોગ્ય છે. દ્રવ્યપૂજા વગેરે પાંચ મહાવ્રતમાં નથી; કારણ કે મુનિને પરિગ્રહનો અભાવ છે. બાકી શિક્ષાવ્રતની જેમ સમતિમાં પણ તે કર્તવ્ય છે. આ વિષે શ્રીઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવ્રાજકનો આલાવો છે. તેનો અર્થ આ પ્રમાણે-“બીજા ચરકાદિક પરિવ્રાજકો (ગુરુઓ), બીજા તીર્થના હરિહરાદિક દેવો અને અન્યતીર્થી તાપસ વગેરેએ પોતાના ચૈત્યમાં સ્થાપ્યા હોય–પોતાના હરિહરાદિ દેવપણે માનેલા હોય એવા અરિહંતના બિંબ વાંદવા, પૂજવા, તેની પર્યાપાસના કરવી તે અંબડને કહ્યું નહીં.” શ્રી ભગવતીસૂત્રમાં આરંભ વડે પણ ઘર્મની પ્રાપ્તિ કહેલી છે તે આ પ્રમાણે –“હે ભગવ! શ્રાવક તથા પ્રકારના શ્રમણ એટલે મુનિમહારાજને અપ્રાસક (સચિત્ત) અને અષણીય એવા અશનાદિક વડે પ્રતિલાભે તો તે શું ઉપાર્જે?” “હે ગૌતમ! તે ઘણી કર્મની નિર્જરા કરે અને અતિ અલ્પ પાપ બાંધે.” વળી સૂત્રમાં ગ્લાન વગેરે સાધુઓને આઘાકર્મી આહારની પણ આજ્ઞા આપેલી છે, તો તે જીવહિંસા વિના થતો નથી; તેવી જ રીતે જિનબિંબ વગેરેમાં પણ જાણી લેવું. અથવા કોઈ મુનિના દેહમાં કીડા પડેલા જોવામાં આવે તો શ્રાવક અનુબંઘહિંસાને અભાવે જીવાનંદ વૈદ્યની જેમ સાવદ્ય ઔષઘ કરે. તે પ્રમાણે અહીં ચૈત્ય વિષે પણ જાણી લેવું. અહીં કોઈ શંકા કરે કે “સાધુઓ પોતે ચૈત્યાદિ કરતા નથી પણ શ્રાવકોની તે ક્રિયા અનુમોદે છે અને ચૈત્યક્રિયામાં તેને પ્રેરે છે. તો કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે પ્રકારે સર્વને સરખું ફળ મળે છે, તેથી જે આ ત્રિકનો સંયોગ કહેલ છે તેમાં બે આદરે ને એક ન આદરે–ચૂન કરે તો તે માર્ગના લોપક થાય છે. ગુરુ કહે છે–“અરે નિબિડ જડતારૂપ અંઘકારથી વ્યાસ પુરુષ! આવી શંકા કરવી યોગ્ય નથી; કારણ કે ચાર પ્રકારના ઘર્મમાં દાનધર્મ પ્રથમ કહેલ છે, તે દાન મુનિ પોતે Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮૯] ચૈત્ય શબ્દનો અર્થ ૧૪૧ આપતા નથી, પણ દાતાને અનુમોદે છે અને તે ક્રિયામાં શ્રાવકને પ્રેરે છે તે વાત તેં કેમ અંગીકાર કરી? તે પ્રમાણે અહીં પણ સમજવું. વળી કોઈ ચડીમાર કે માછી મત્સ્યાદિકની હિંસામાં તત્પર હોય તે વખતે કોઈ મુનિ પાત્રમાં ભોજન લઈને જતા હોય તેને જોઈ તે હિંસક કહે કે ‘હે મુનિ! મને ભોજન આપો તો આ સર્વ જીવ હું છોડી મૂકું અને પાછા જીવતાં જળમાં મૂકી દઉં, નહીં તો તેને મારી નાખીશ.' આ પ્રમાણે સાંભળી તેમાં અનેક લાભ જુએ, તથાપિ ભગવંતની આજ્ઞાના લોપના ભયથી તેને પોતાના આહારમાંથી કિંચિત્ પણ ન આપે અને શ્રાવકોને તે કાર્ય માટે પ્રેરણા કરે, તેમ જ અનુમોદના કરે. તેમ અહીં પણ અર્થ જોડી લેવો. વળી કોઈ એવી શંકા કરે કે ‘‘પાષાણની પ્રતિમાની પૂજાદિક કરવામાં શો લાભ છે? કારણ કે પૂજાદિક કરવાથી કાંઈ તે તૃપ્ત કે સંતુષ્ટ થતી નથી અને જે વૃક્ષ કે સંતુષ્ટ ન થાય તેવા દેવ પાસેથી ફળની પ્રાપ્તિ પણ થતી નથી.’’ તેના ઉત્તરમાં કહેવાનું કે અચેતન એવા ચિંતામણિ રત્ન વગેરેથી પણ ફળપ્રાપ્તિનો વિરોધ નથી અર્થાત્ ફળપ્રાપ્તિ થાય છે. તે વિષે વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે– अप्रसन्नात्कथं प्राप्यं फलमेतदसंगति । चिंतामण्यादयः किं न, फलंत्यपि विचेतनाः ॥१॥ “પ્રસન્ન ન થાય તેવાની પાસેથી ફળ શી રીતે મળે? એમ માનવું અસંગત છે; કારણ કે અચેતન એવા ચિંતામણિ વગેરે પણ શું ફળ નથી આપતા?’’ શ્રી જિનપ્રતિમામાં વીતરાગના સ્વરૂપનો અધ્યારોપ કરીને પૂજાવિધિ કરવા યોગ્ય છે. તે વિષે શ્રી ભગવતી અંગમાં ચારણશ્રમણના અધિકારમાં કહ્યું છે કે “હે ભગવંત! વિદ્યાચારણ મુનિનો તીરછો ગતિવિષય કેટલો કહ્યો છે?'' ભગવંત કહે છે-“અહીંથી એક ઉત્પાદે (એક પગલે) માનુષોત્ત૨ પર્વતપર જઈને સમવસરણ કરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે; બીજે ઉત્પાદે ત્યાંથી નંદીશ્વર દ્વીપે સમવસરે અને ત્યાં રહેલા ચૈત્યને વાંદે; ત્યાંથી પાછા વળતાં એક ઉત્પાદે અહીં આવે અને અહીંના ચૈત્યને વાંદે.” “હે ભગવંત! વિદ્યાચરણ મુનિનો ઊર્ધ્વલોકમાં ગતિવિષય કેટલો છે?’' ભગવંત કહે છે-“ઠે ગૌતમ! એક ઉત્પાદે અહીંથી નંદનવનમાં સમવસરે, ત્યાંના ચૈત્યને વાંદે; બીજે ઉત્પાદે પાંડુકવને પહોંચે, ત્યાંના ચૈત્યને વાંદે. પાછા એક ઉત્પાદે અહીં આવે ને અહીંના ચૈત્યને વાંદે.’’ તેમાં તે દ્વીપાદિકને વિષે શાશ્વત ચૈત્ય લેવાં. અહીં બહુવચન છે, તેથી ચૈત્ય શબ્દ વડે જિનબિંબ જ જાણવાં. ઇત્યાદિ અનેક યુક્તિથી ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન થતો નથી અને તેથી જ કોષકારે કહ્યું છે કે ‘ચૈત્ય એટલે જિનાલય અથવા જિનબિંબ.' તે યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. આ પ્રસંગમાં વધારે કહેવાની હવે જરૂર નથી. હવે તે ચૈત્ય એટલે જિનબિંબ ભાવથી વાંદવા યોગ્ય છે, તેની પૂજા કરવા યોગ્ય છે. જિનબિંબને જીવંત શ્રી વીતરાગ પરમાત્મા જાણીને તેની સ્તુતિ તથા પૂજા કરવા યોગ્ય છે. વંદનાનું ફળ શ્રી પદ્મચરિત્રમાં આ પ્રમાણે કહેલું છે—ચૈત્યનું એટલે જિનબિંબનું દર્શન કરવા જવાનું મનમાં ચિંતવન કરવાથી ચતુર્થભક્તનું ફળ થાય છે, ત્યાં જવા માટે ઊઠવાથી છઠ્ઠનું ફળ થાય છે, જવાનો આરંભ કરવાથી અઠ્ઠમનું ફળ થાય છે; થોડું જવાથી દશમ (ચાર ઉપવાસ)નું ફળ થાય છે; જરા વધારે ચાલવાથી પાંચ ઉપવાસનું ફળ થાય છે, માર્ગના મધ્યમાં આવવાથી પક્ષ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૩ ઉપવાસનું ફળ થાય છે, જિનભુવનને દેખવાથી માસ ઉપવાસનું ફળ થાય છે, જિનભવનને પ્રાપ્ત થયેલો મનુષ્ય છમાસી તપનું ફળ મેળવે છે, તેના દ્વાર પાસે પહોંચતાં સંવત્સર તપનું ફળ મળે છે, પ્રદક્ષિણા કરવાથી સો વર્ષના ઉપવાસનું ફળ મળે છે, જિનબિંબને પૂજવાથી હજાર વર્ષના તપનું ફળ મળે છે અને જિનેશ્વરની સ્તુતિ કરવાથી અનંતું ફળ મળે છે.” વળી કહ્યું છે કે “જિનબિંબનું પ્રમાર્જન કરવાથી સોગણું, વિલેપન કરવાથી સહસ્ત્રગણું, પુષ્પમાળા ચડાવવાથી લાખગણું અને ગીતવાદિત્રથી અનંતગણું પુણ્ય થાય છે.” આ જિનબિંબનું દર્શન ઘણા જીવોને અનેક પ્રકારે ગુણકારી છે. તે વિષે શ્રી દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે કે “જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબોઘ પામેલા, મનકનાં પિતા અને દશવૈકાલિકના કથક એવા શäભવ ગણધરને હું વાંદું છું. તેમનો સંબંઘ આ પ્રમાણે છે શ્રી શય્યભવસૂરિની કથા શ્રી જંબુસ્વામીની પાટે પ્રભવસૂરિ થયા હતા. તેમણે શ્રુતજ્ઞાન વડે પોતાના પદને યોગ્ય એવા કોઈ મુનિ પોતાના ગચ્છમાં દીઠા નહીં. પછી તેમણે પોતાની શ્રુતદ્રષ્ટિથી જોયું તો, રાજગૃહી નગરીમાં શથંભવ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પદને યોગ્ય જોવામાં આવ્યો. પછી ગુરુ રાજગૃહી નગરીમાં આવ્યા. તે શઠંભવ બ્રાહ્મણ અનેક બ્રાહ્મણોને એકઠા કરી યજ્ઞકર્મ કરાવતો હતો. તેને બોઘ કરવાને માટે બે ચતુર સાધુઓને યજ્ઞસ્થળે મોકલ્યા. સાઘુઓ ત્યાં જઈ આ પ્રમાણે શ્લોકનાં બે પદ બોલ્યા–“હો hષ્ટમથો ખું, તત્ત્વ ર જ્ઞાતિ પર” “અહો! કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે, પણ પરમ તત્ત્વને જાણતા નથી.” આ પ્રમાણેના બે પદ કહી તેઓ સત્વર પાછા વળ્યા. તે સાંભળી શય્યભવ વિપ્રે વિચાર્યું કે “આ સાધુ જરૂર મૃષાભાષી ન હોય, માટે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછું.” આવું વિચારી તેણે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછ્યું. યજ્ઞાચાર્યે કહ્યું–“યજ્ઞ જ તત્ત્વ છે.” તથાપિ સંશયને પામેલો શäભવ સત્વર તે સાઘુની પાછળ ચાલ્યો અને પ્રભવસૂરિ પાસે જઈ તેણે સૂરિને તે વિષે પૂછ્યું એટલે સૂરિ બોલ્યા–“ભદ્ર! જો તું ભય દેખાડીશ તો તે યજ્ઞાચાર્ય જ તને તત્ત્વ કહેશે.” તેણે પાછા આવી પડ્યું ખેંચીને યજ્ઞાચાર્યને કહ્યું–‘તત્ત્વ કહો, નહીં તો આ ખન્ન વડે તમારા શિરનો છેદ કરી નાખીશ.” પછી યજ્ઞગુરુએ ભય પામી યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથજિનની મૂર્તિ તેને કાઢી બતાવી. મૂર્તિ જોઈ તે વિચારમાં પડ્યો કે અહો! આ મૂર્તિ નિરુપમ છે. પછી તે મૂર્તિ લઈ તે શય્યભવ બ્રાહ્મણ સૂરિની પાસે આવ્યો અને તે દેવનું સ્વરૂપ પૂછ્યું. સૂરિના એક જ ઉપદેશથી પ્રતિબોધ પામીને શય્યભવે પરંપરાગત મિથ્યાત્વ છોડી આશાતના વગરની ભૂમિ ઉપર મૂર્તિ સ્થાપિત કરી, દીક્ષા લઈ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. સૂરિએ તેને પોતાના પદ ઉપર સ્થાપિત કર્યા. શäભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. તેણે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં મનક નામના પુત્રને જન્મ આપ્યો. મનક આઠ વર્ષનો થયો એટલે બાળકોની સાથે ક્રીડા કરતાં બાળકો તેને અપિતૃક (નબાપો) કહી તિરસ્કાર કરવા લાગ્યા. મનકે લા પામી પોતાની માતાને તે વિષે પૂછ્યું. માતાએ ગદ્ગદ્ સ્વરે કહ્યું-“વત્સ! તારા પિતાએ કોઈ જૈનગુરુ પાસે દીક્ષા લીધી છે. હું શું કરું? કોઈ શ્વેતાંબરીએ કાંઈક કહીને તેને ઘૂતી લીધા છે. અને તે મુનીશ્વર થયેલા છે અને Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૦] જિનપૂજાવિધિ ૧૪૩ પાટલીપુત્ર નગરમાં હાલ વિચરે છે.” તે સાંભળી મનક તત્કાળ માતાની આજ્ઞા લઈ પિતાને જોવા ઉત્સુક થઈ તે નગરમાં આવ્યો અને માર્ગે ચાલ્યા જતા મુનિઓના સમૂહમાં જઈને પૂછ્યું-“શäભવ મુનિ કોણ છે?” તેવું પૂછતાં જ શયંભવસૂરિએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેને પોતાનો પુત્ર જાણી લીઘો. પછી ઉપાશ્રયમાં લાવી તેને દીક્ષા દીધી, પરંતુ તેનું આયુ માત્ર છ માસનું જ અવશિષ્ટ રહેલું જાણી દ્વાદશાંગીમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક નામે સૂત્ર રચી તેને ભણાવ્યું. તે સૂત્રનું અધ્યયન કરી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને તે દેવતા થયો. તેના મૃત્યુ વખતે સૂરિને આંખમાં આંસુ આવ્યા. તે જોઈ બીજા મુનિઓ કહેવા લાગ્યા“હે સ્વામી! જ્યારે તમારા જેવા મોહરૂપ રાક્ષસથી ગ્રસ્ત થઈ અગ્રુપાત કરશે તો પછી ઘીરતા ક્યાં રહેશે?” સૂરીશ્વર બોલ્યા-“હું મોહવશ થઈ અગ્રુપાત કરતો નથી, પણ આ મારો પુત્ર અલ્પ સમયનું ચારિત્ર પાળી સ્વર્ગ ગયો છે. જો તેનું આયુષ્ય લાંબું હોત તો તે તેથી પણ અધિક મહતુપદ પ્રાપ્ત કરત. આવા વિચારથી મને ખેદ થયો હતો.” તે જાણી સર્વ મુનિઓને વિસ્મય ને વિષાદની અનુભૂતિ થઈ. તેઓએ ગુરુને કહ્યું કે “આપના પુત્ર હતા તો તે અમને અગાઉથી જણાવવું તો હતું, અને તેની બરાબર વૈયાવચ્ચ કરત.” ગુરુએ કહ્યું- તેવું જણાવવાથી તેના આત્માનું કાર્ય સિદ્ધ ન થાત.” યુગપ્રઘાન શäભવ સૂરિ ચિરકાળ ભવ્યશ્રેણીને પ્રતિબોઘ આપી પ્રાંતે સ્વર્ગે ગયા. પ્રાજ્ઞ પુરુષોએ ચૈત્ય શબ્દ વડે જિનેંદ્ર મૂર્તિ કહેલ છે તે સત્ય છે, કેમ કે શય્યભવ મુનિ ચૈત્યને જોઈ તે શબ્દમાં રહેલ ઘાતુનો અર્થ ચિત્તમાં ઘારી ઉત્તમ ગતિ પામ્યા છે.” વ્યાખ્યાન ૧૯૦ જિનપૂજાવિધિ कल्याणकानि पंचापि, स्मर्त्तव्यान्यर्चणक्षणे । पंचैवाभिगमा धार्या, विध्यनुल्लंघ्य पूजनम् ॥१॥ ભાવાર્થ-“પૂજા વખતે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું, પાંચ અભિગમ ઘારવા અને પૂજાના વિધિનું ઉલ્લંઘન કરવું નહીં.” વિશેષાર્થ-પૂજા વખતે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું તે આ પ્રમાણે-પૂજા કર્યા પહેલાં બે હાથ જોડી મનમાં ઘારેલા પ્રભુ સંબંધી અવનકલ્યાણક આ પ્રમાણે વિચારવું–હે જિનેંદ્ર! તમે અમુક વિમાનમાંથી ચવી અમુક માતાના ઉદરમાં અવતર્યા. અમારા જેવા જીવોને તારવા તમે મનુષ્યસ્વરૂપ ઘારણ કર્યું છે. અહો! અમારા મોટાં ભાગ્ય છે. આ પ્રમાણે ચિંતવી પ્રભુના દેહ ઉપરથી નિર્માલ્ય વગેરે દૂર કરવા અને તે પણ જ્યાં કુંથુવા વગેરે જીવો ઉત્પન્ન ન થાય તે સ્થળે મૂકવાં. પછી મોરપીંછ વડે પ્રભુના અંગને પ્રમાજી સુગંધી જળથી ભરેલ કળશ હાથમાં લઈ પ્રભુને સ્નાન કરાવવું. તે વખતે જન્મકલ્યાણક સંબંધી સર્વ સ્વરૂપ ભાવવું. પછી શુભ વસ્ત્રથી અંગ લૂંછવું અને નવણનું જળ જ્યાં જીવહિંસા તથા આશાતના ન થાય તે સ્થળે નાખવું. અંગ લૂક્યા પછી પ્રભુની સન્મુખ ઊભા રહી દાઢી મૂછ વગેરેથી રહિત એવું પ્રભુનું અંગ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ જોઈ ‘અહો! આ જિનેશ્વરે આટલા સાધુઓ સાથે સંસાર છોડી, કેશલોચ કરી દીક્ષા લીધી’ ઇત્યાદિ દીક્ષાકલ્યાણક સંબંધી ભાવના ભાવવી. પછી અંગપૂજા કરી છત્ર, ચામર, ભામંડળ, આસન વગેરે સર્વ સમૃદ્ધિ જોઈ અષ્ટ પ્રાતિહાર્યયુક્ત એવા કેવળજ્ઞાન કલ્યાણકની હૃદયમાં ભાવના કરવી. પછી ચૈત્યવંદનાદિકને સમયે પર્યંકાસનવાળી અથવા કાયોત્સર્ગાદિ અવસ્થાવાળી પ્રતિમા જોઈ ‘‘અહો ! આ પ્રભુ પર્યંકાસને અથવા કાઉસગ્ગ મુદ્રાએ ચિદાનંદમય સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે’’ એમ મોક્ષકલ્યાણકની ભાવના કરવી. આ પ્રમાણે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું. પ્રભુની આગળ પાંચ અભિગમ ઘારવા. તે આ પ્રમાણે– ૧ પ્રભુના મંદિરમાં ગમન કરતાં પુષ્પ, તાંબૂલ, સોપારી, બદામ, છરી, કટારી, સૂડી, મુગટ અને વાહન વગેરે સચિત્ત અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. ૨ મુગટ સિવાય બાકીના આભૂષણાદિ અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો નહીં. ૩ એકવડા અને પહોળા વસ્ત્રનો ઉત્તરાસંગ કરવો. ૪ પ્રભુના દર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડી ‘જિનાય નમઃ’ એમ કહી નમસ્કાર કરવો અને ૫ મનમાં એકાગ્રતા કરવી. વિધિનું ઉલ્લંઘન કર્યા વગર પ્રભુની પૂજા કરવી એમ કહ્યું છે તે વિધિ પૂર્વસૂરિઓએ આ પ્રમાણે કહેલો છે—‘૧. સ્નાન કરી, ઘરદેરાસરની નજીક જઈ પ્રથમ ભૂમિનું પ્રમાર્જન કરવું. પછી યોગ્ય વસ્ત્ર પહેરી મુખકોશ બાંધવું. ૨. પુરુષે પૂજાવિધિમાં સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહીં, અને સ્ત્રીએ પુરુષનું વસ્ત્ર પહેરવું નહીં, કારણ કે તે વજ્ર કામરાગને વધારનાર છે. ૩. શલ્ય વગરના શુદ્ધ સ્થાનમાં બુદ્ધિમાન પુરુષે દેવાલય કરાવવું અને તે ઘરમાં જતાં ડાબી તરફ જમીનથી દોઢ હાથ ઊંચું કરવું. ૪. ચારી વિદિશા અને દક્ષિણદિશા છોડીને કરવું અને પૂજકે પૂજા કરવા માટે પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે બેસવું. ૫-૬. દિશાઓનાં ફળ આ પ્રમાણે કહેલાં છે—પૂર્વદિશા સામે બેસવાથી લક્ષ્મી મળે છે, અગ્નિ દિશામાં સંતાપ થાય છે, દક્ષિણમાં મૃત્યુ થાય છે, નૈઋત્યદિશામાં ઉપદ્રવ થાય છે, પશ્ચિમદિશામાં પુત્રનું દુઃખ થાય છે, વાયવ્યદિશામાં સંતતિ થતી નથી, ઉત્ત૨માં મહાલાભ થાય છે અને ઈશાનમાં ધર્મવાસના વધે છે. ૭. વિવેકી પુરુષોએ પ્રથમ પ્રભુનાં ૐચરણ, જાનુ, હાથ, ‘ખભા અને મસ્તક ઉપર અનુક્રમે પૂજા કરવી. ૮. ચંદન સહિત કેશર વિના પૂજા કરવી નહીં અને પોતાના શરીર પર લલાટે, કંઠે, હૃદયે અને ઉદરે એમ ચાર સ્થાને તિલક કરવાં. ૯. પ્રભાતે સુવાસ (વાસક્ષેપ)થી, મધ્યાહ્ને પુષ્પોથી અને સંધ્યાકાળે ધૂપદીપથી વિવેકી પુરુષોએ પ્રભુની પૂજા કરવી. કદી જો એ પ્રમાણે ત્રિકાળ જિનપૂજા ન થઈ શકે તો શ્રાવકે ત્રિકાલ દેવવંદના કરવી. તે વિષે આગમમાં કહ્યું છે કે “હે દેવાનુપ્રિય! આજથી જાવજીવ સુધી ત્રિકાળ એકાગ્રચિત્તે ચૈત્યવંદના કરવી. આ અશુચિ, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યાવતારમાં એ જ સાર છે. તેથી દિવસના પ્રથમ પહોરે જ્યાં સુધી ચૈત્યને અને સાધુને ૧ પુષ્પ, તાંબૂલાદિ પોતાના ઉપયોગના સમજવા. ૨ મુગટ-પાઘડીની ઉપર શિરપેચની જેમ બંધાય છે તે સમજવો. ૩ પગના અંગૂઠા. ૪ પ્રથમના ચારે અંગયુગ્મ જાણવાં. ૫ પુષ્પોથી એટલે અષ્ટપ્રકારી પૂજા સમજવી. Page #154 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૦] જિનપૂજાવિધિ ૧૪૫ વંદના ન કરાય ત્યાં સુધી જલપાન પણ ન કરવું, મધ્યાહ્ને જ્યાં સુધી ચૈત્યવંદના ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું અને તેવી જ રીતે અપરાહ્ન માટે પણ જાણી લેવું.” અર્હતના દક્ષિણ ભાગે દીપક મૂકવો, તેમ જ ધ્યાન અને ચૈત્યવંદન પણ દક્ષિણે ભાગે કરવાં. ડાબી બાજુએ ધૂપ મૂકવો. વળી કહ્યું છે કે ‘પ્રાતઃકાળે કરેલી જિનપૂજા રાત્રિના પાપને હણે છે, મધ્યાહ્નકાળે કરેલી જિનપૂજા જન્મથી માંડીને કરેલા પાપને હણે છે અને રાત્રે કરેલી જિનપૂજા સાત જન્મના પાપને હણે છે.’’ વળી કહ્યું છે કે, ‘જે પ્રાણી ત્રિકાળ જિનપૂજા કરે છે તે સમ્યક્ત્વને શુદ્ધ કરે છે અને શ્રેણિક૨ાજાની જેમ તીર્થંકરનામકર્મનો બંધ કરે છે.’ આ જિનપૂજાનો વિઘિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. ચૈત્યવંદનભાષ્ય અથવા પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલ “વતિય હિમપળનું' ઇત્યાદિ ગાથામાં બતાવેલાં ચોવીશ મૂળ દ્વાર અને તેના બે હજાર તે ચુંમોતેર ઉત્તરભેદ દ્રવ્યભાવપૂજાની વિધિમાં યોજવા યોગ્ય છે. તેના ઉત્તરભેદ જો પૂજા કરનારે પોતાના નામની જેમ કંઠે કરી રાખેલ હોય તો તે પૂજકને પૂજામાં મોટું ફળ પ્રાપ્ત થાય છે. વિધિપૂર્વક કરેલા દેવપૂજનાદિ સર્વ અનુષ્ઠાન અતિશય પ્રશંસનીય છે અને સાતિચાર કરવામાં આવે તો અપાયાદિકની` પણ પ્રાપ્તિ થાય છે. અવિધિએ કરેલ ચૈત્યવંદનાદિકનું આગમમાં પ્રાયશ્ચિત્ત પણ કહેલું છે. મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં આ પ્રમાણે સૂત્ર છે. “અવિધિથી ચૈત્યવંદના કરે તેને તેનું પ્રાયશ્ચિત્ત બતાવવું, કેમકે અવિધિથી ચૈત્યવંદના કરનારો બીજાને અશ્રદ્ઘા ઉત્પન્ન કરે છે.” માટે દેવપૂજા વખતે વિધિમાં સાવધાન રહેવું. મુખ્ય વૃત્તિએ તે વખતે મૌન રાખવું. જો મૌન રહી શકાય નહીં તો પાપહેતુવચનનો તો સર્વથા ત્યાગ કરવો, કારણ કે જે વખતે નિસિહી કહેલી છે તે વખતે જ ગૃહાદિકના વ્યાપારનો નિષેધ કરેલો છે. વળી તે સમયે પાપહેતુ કોઈ સંજ્ઞા પણ ન કરવી. તે વિષે ઘોળકાના નિવાસી જિનદાસ શ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– જિનદાસ શેઠની કથા ઘેાળકામાં જિનદાસ નામે નિર્ધન શ્રેષ્ઠી રહેતો હતો. ઘીનાં કુડલાં અને કપાસના બોજ ઉપાડવાની તે મજૂરી કરતો. એક વખતે તે શેઠે ઉત્કટ ભાવથી ભક્તામરસ્તોત્રનું સ્મરણ કર્યું. તેથી સંતુષ્ટ થયેલ શાસનદેવીએ તેને વશીકરણ રત્ન આપ્યું. એક વખતે માર્ગમાં તેને દુષ્ટ કર્મથી વિખ્યાત થયેલા ત્રણ ચોર મળ્યા. એટલે તેણે બીજાં બાણ ભાંગી નાંખ્યા અને ચોરની સંખ્યા પ્રમાણે ત્રણ બાણ રાખ્યાં. તે ચોર જ્યારે તેને ઉપદ્રવ કરવા આવ્યા ત્યારે પેલા રત્નના પ્રભાવે ત્રણ બાણ મારીને તેણે ત્રણેને મારી નાખ્યા. તે અરસામાં પાટણ નગરમાં ભીમદેવ રાજા રાજ્ય કરતો હતો. તેણે આ અદ્ભુત વૃત્તાંત સાંભળી તે શેઠને બોલાવ્યો અને બહુમાનપૂર્વક દેશની રક્ષા માટે ખડ્ગ આપીને તેને કોટવાળ બનાવ્યો. તે વખતે શત્રુશલ્ય નામે સેનાપતિ ઈર્ષ્યાથી બોલ્યો કે ૧ કષ્ટ વગેરેની. ૨ એમ બતાવવા માટે કે ચોર ત્રણ છે, તેથી વધારે બાણ નકામા છે. આમાં તેણે પોતાનું પરાક્રમ સૂચવ્યું છે. [ભાગ ૩–૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૩ खांभो तास समप्पिए, जसु खांडे अभ्यास । जिणहाकुं समप्पिए, तुल चेलउ कपास ॥१॥ “હે રાજા! ખડ્ઝ તેને આપીએ કે જેને ખગ્ન રાખવાનો અભ્યાસ હોય; જિણહાને (જિનદાસને) તો તોલાં, વસ્ત્ર ને કપાસ આપીએ.” શેઠે તેના ઉત્તરમાં કહ્યું કે असिधर धणुधर कुंतधर, सत्तिधरावि बहुअ । सत्तुसल्ल जे रणसूर नर, जणणि ते विरल पसुअ॥१॥ “હે શત્રુશલ્ય! ખર્ગઘારી, ઘનુષ્યઘારી, ભાલાઘારી અને શક્તિઘારી તો ઘણા છે; પણ જે રણમાં શૂરા રહે તેવા પુરુષને કોઈ વિરલ માતા જ જન્મ આપે છે.” વળી કહ્યું છે કે “અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, નર અને નારી તે પુરુષવિશેષને પ્રાપ્ત કરીને જ યોગ્ય અથવા અયોગ્ય થાય છે.” આવાં વચનથી હર્ષ પામી રાજાએ તેને કોટવાળ બનાવ્યો. તે વાત સાંભળીને જ ચોર માર્ગે ચોરી કરવી તજી દીધી. એક વખતે કોઈ સૌરાષ્ટ્ર દેશના જૈની ચારણે શેઠનું મન પૂજામાં કેવું છે એની પરીક્ષા કરવા માટે કોઈ ઊંટડીની ચોરી કરી. ગ્રામરક્ષકોએ તેની શોધ કરતાં તે ઊંટડી પેલા ચારણના ઘરમાં જોઈ. એટલે તે ચારણને બાંધી સુભટો જિણહા શેઠ (કોટવાળ)ની પાસે સવારની દેવપૂજાને વખતે લાવ્યા. શેઠ પૂજા કરતા હતા, તેથી પુષ્પના ડીંટને તોડવાની સંજ્ઞા વડે તેણે સેવકોને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તે વખતે અવસર જાણી ચારણ બોલ્યો जिणहा ने जिणवरह, न मिलें तारोतार । जिण करे जिनवर पूजीए, ते किम मारणहार ॥१॥ “જિનદાસ શેઠ ને જિનેશ્વર એકરૂપ થયા નથી; નહીં તો જે હાથે જિનવરની પૂજા થાય તે હાથ બીજાને મારવાની સંજ્ઞા કેમ કરે?” વળી ચારણે કહ્યું કે चारण चोरी किम करे, जे खोलडे न समाय । तुं तो चोरी ते करे, जे त्रिभुवनमां न माय ॥२॥ હે શેઠ! વિચાર તો કર કે પોતાના ખોરડામાં માય નહીં તેવા ઊંટની ચોરી ચારણ કેમ કરે? પણ તેં તો ત્રણ ભુવનમાં ન માય તેવી ચોરી કરી છે.” આવા ચારણના વાક્યથી જિનદાસ શેઠ લજ્જ પામી વિચારવા લાગ્યો-“અહો! મેં જિનેશ્વર ભગવંતની આજ્ઞા લોપી. આટલા કાળ સુધી મેં માત્ર દ્રવ્યપૂજા જ કરી, પણ જે તત્ત્વ આ ચારણે કહી બતાવ્યું તેનો મેં કદી પણ આદર કર્યો નહીં, મને ધિક્કાર છે!” પછી તે ચારણને ગુરુની જેમ માની શેઠે કહ્યું- હે ઉપકારી પુરુષ! તમે સમ્યક્ પ્રકારે મારો આ ભવકૂપમાંથી ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી જ્યારે જિનદાસ શેઠ પૂજા કરવા બેસતો ત્યારે વિધિપૂર્વક અને ભાવસંયુક્ત પૂજા કરતો હતો. અન્યદા અવિધિએ કરેલ પૂજાનું પ્રાયશ્ચિત્ત સાધુની પાસે લઈને તે નિર્મળ થયો. “સબુદ્ધિવાળા પુરુષો જેમ પ્રાયશ્ચિત્ત ન આવે તેમ જ પ્રવૃત્તિ કરે છે. આજ્ઞાપૂર્વક વિધિથી જ ભવ્ય પુરુષોની ભક્તિ સંભવે છે.” ૧ ખગ. Page #156 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય વ્યાખ્યાન ૧૯૧ જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય ઘણા લોકો એમ કહે છે કે, “અવિધિએ કરવા કરતાં ન કરવું સારું.'' પણ તે ઉત્સૂત્રવચન છે; કારણ કે ‘નહીં કરવાથી ભારેકર્મી અને અવિધિએ કરવાથી લઘુકર્મી થાય છે.” સૂત્રમાં પણ તેવું જ કહેલું છે— अविहिकया वरमकयं, उस्सुयवयणं भणति समयन्नु । पायच्छित्तं अकए गुरु अंवितहं कए लहुअं ॥ १ ॥ વ્યાખ્યાન ૧૯૧] “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું' એવું જે વચન તે ઉત્સૂત્રવચન છે એમ સમયજ્ઞ પુરુષો કહે છે, કારણ કે ક્રિયા કર્યા વિના ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને અવિધિએ ક્રિયા કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે.” તેથી સર્વદા ધર્મક્રિયા કરવી. પણ તે કરતાં કરતાં સર્વ શક્તિથી વિધિપૂર્વક કરવાનો યત્ન કરવો. કહ્યું છે કે– धन्नाणं विहिजोंगो, विहिपक्खाराहगा सया धन्ना । विहिबहुमाणा धन्ना, विहिपक्खादुसगा धन्ना ॥ १ ॥ ૧૪૭ ‘વિધિનો યોગ ઘન્ય પુરુષોને થાય છે, વિધિપક્ષનું આરાઘન કરનારા સર્વદા ઘન્ય છે, વિધિનું બહુમાન કરનારા પણ ધન્ય છે અને વિધિપક્ષને દોષ નહીં આપનારા પણ ધન્ય છે.” ખેતી, વેપાર, આહાર, પૌષધ અને દેવતાદિકનું સેવન તે જો વિધિથી કર્યું હોય તો અવશ્ય ફળ આપે છે. તે વિષે એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે– વિધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાંત સાકેતપુર નામના નગરમાં સુરપ્રિય નામે એક યક્ષ હતો. તે સત્યદેવ તરીકે ઓળખાતો હતો. પ્રતિવર્ષે તેની યાત્રા (મેળો) ભરાતી, તે વખતે તેની મૂર્તિને ચીતરવામાં આવતી હતી, પણ ચીતર્યા પછી તે યક્ષ ચિત્રકારને મારી નાખતો હતો અને જો ચીતરાવે નહીં તો તે લોકોને મારતો હતો. એવી રીતે તે યક્ષે ઘણા ચિત્રકારોને મૃત્યુ પમાડી દીધા. આથી ત્રાસ પામીને સાકેતપુરના સર્વ ચિત્રકારો પલાયન કરી બીજે ગામ જતા રહ્યા. તે વાત જાણીને રાજાએ વિચાર્યું કે ચિત્રકાર નહીં હોવાથી જો યક્ષનું ચિત્ર નહીં ચીતરવામાં આવે તો તે પ્રજાને હેરાન કરશે. એ ભયથી સુભટો મોકલી તે ચિત્રકારોને પાછા બોલાવ્યા અને તે બધાના નામની ચિઠ્ઠીઓ કરીને એક ઘડામાં ભરી. પછી પ્રતિવર્ષે તેમાંથી એક ચિઠ્ઠી કુમારી કન્યા પાસે કઢાવે અને તેમાં જેનું નામ નીકળે તે યક્ષની મૂર્તિ ચીતરે. આ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો. એક વખત કૌશાંબી નગરીથી કોઈ ચિત્રકારનો પુત્ર પોતાની ચિત્રકલાની કુશળતા સિદ્ધ કરવા માટે ત્યાં આવ્યો અને જેને એક જ પુત્ર છે એવા કોઈ ચિત્રકારની વૃદ્ધા સ્ત્રીને ઘેર ઊતર્યો. તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની ચિઠ્ઠી પેલા ઘડામાંથી નીકળી. એટલે યમરાજના આમંત્રણપત્રની જેમ તે વાત સાંભળીને ડોશી કરાઘાત વડે ઉરસ્થળને કૂટવા લાગી અને ઘણું રુદન કરવા લાગી. તે જોઈ પેલા ચિત્રકારકુમારે વૃદ્ધાને પૂછ્યું ‘માતા! કેમ રુઓ છો?” વૃદ્ધાએ સત્ય હકીકત કહી. એટલે કૌશાંબીથી આવેલ ચિત્રકારકુમાર બોલ્યો—માતા! સ્વસ્થ થાઓ, હું પણ તમારો જ પુત્ર છું, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ તેથી તમારા પુત્રને બદલે હું જઈશ.’ વૃદ્ધા બોલી−હે વત્સ! તું મારો પ્રાણો છે, તને મરવા માટે કેમ મોકલાય?’ એમ યુક્તિપૂર્વક ડોશીએ તેને ઘણું સમજાવ્યો, પણ તે સમજ્યો નહીં અને તે વૃદ્ધાના પુત્રના વારામાં ગયો. ત્યાં જઈ પ્રથમ તો તેણે છઠ્ઠું તપ કર્યું. પછી સ્નાન કરી, અંગે વિલેપન કરી બે ઘોયેલાં વસ્ત્ર પહેર્યાં. પછી સુંદર એવા ચંદન, કસ્તૂરી, કપૂર અને અગરથી મિશ્ર કરેલા રંગનાં નવાં કચોળાં ભરી, નવી પીંછીઓ કરી, મુખ ઉપર અષ્ટપુટ વસ્ત્ર બાંઘી, તે ચિત્રકાર નિર્ભય અને સ્વસ્થચિત્ત થઈ યક્ષને ચીતરવા લાગ્યો. જ્યારે તે ચીતરી રહ્યો ત્યારે યક્ષને નમસ્કાર કરી તેના પગમાં પડ્યો અને આ પ્રમાણે વિનયપૂર્વક બોલ્યો—“હે યક્ષદેવ! તમારા યોગ્ય ચિત્ર કરવાને કોઈ પણ સમર્થ નથી, તેથી મેં જે કાંઈ અયુક્ત કર્યું હોય તેને માટે ક્ષમા કરજો.'' ઇત્યાદિ સ્તુતિવચનો કહી પુનઃ યક્ષના ચરણમાં પડ્યો. આ પ્રમાણે કરવાથી તે યક્ષ પ્રસન્ન થયો અને બોલ્યો—‘હે ચિત્રકાર પુત્ર! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તારી જે ઇચ્છા હોય તે માંગી લે.' તે બોલ્યો—હે તાત! આ નગરમાંથી મરકીનું નિવારણ કરો અને સર્વ ચિત્રકારોને અભયદાન આપો, એટલું પરહિત થવાથી જ હું ખુશી છું.’’ યક્ષ બોલ્યો-‘હે પરોપકારી! આજથી આ નગરીના લોકોને અને ચિત્રકારોને મારો ભય નહીં રહે અને તેમનું કલ્યાણ થશે; પણ તું તારે માટે કાંઈક માગી લે.’’ યુવાન ચિત્રકાર બોલ્યો—“હે નાથ! જો મારી ઉપર સંતુષ્ટ હો તો મને એવું વરદાન આપો કે કોઈ મનુષ્યના શરીરનો એક ભાગ જોવાથી હું તેનું આખું રૂપ યથાર્થ ચીતરી શકું.’’ યક્ષે ‘તથાસ્તુ’ એમ કહી વર આપ્યો અને પછી તે અંતર્ધાન થઈ ગયો. ચિત્રકારકુમાર વરદાનની પ્રાપ્તિ થવાથી મનમાં હર્ષ પામતો સતો પાછો કૌશાંબી નગરીએ આવ્યો. એક દિવસે કોઈ દૂત શતાનિક રાજાની સભામાં આવ્યો. તેણે દૂર દેશના સમાચાર કહ્યા. તે સમયે રાજાએ તેને પૂછ્યું-‘અરે દૂત! બીજા રાજ્યોથી મારા રાજ્યમાં શી ન્યૂનતા છે તે કહે.’ छूत બોલ્યો—‘હે સ્વામી! તમારા રાજ્યમાં બધું છે, પણ એક ચિત્રસભા નથી, તો દેવસભા જેવી એક ચિત્રસભા કરાવો.’ તેનું આ વચન સાંભળી રાજાએ પોતાના રાજમહેલની પાસે સુધર્મા સભા જેવી એક સભા કરાવી. પછી તે સભા સર્વ ચિત્રકારોને ચિત્ર કરવા વહેંચી આપી. યક્ષના વરદાનને પ્રાપ્ત કરનાર પેલા ચિત્રકારને અંતઃપુરની નજીકનો ભાગ આપ્યો. દૈવયોગે મૃગાવતી રાણીની દિવ્ય આકૃતિમાંથી દેદીપ્યમાન એવો તેના પગનો અંગૂઠો જાળીઆમાંથી ચિત્રકારના જોવામાં આવ્યો. માત્ર અંગૂઠો જોવાથી તે ચિત્રકારે મૃગાવતીનું સર્વ રૂપ યથાર્થ આલેખી લીધું. તેનું રૂપ ચીતરતી વખતે તેના સાથળ ઉપર ષિનું એક ટીપું પડ્યું. ચિત્રકારે તેને લૂછી નાખ્યું. તો પણ ફરી વાર પડ્યું. એમ બે ત્રણ વાર પડવાથી ચિત્રકારે જાણ્યું કે દેવીને આ અંગ ઉપર આવું લાંછન હશે. પછી તેણે ત્યાં લાંછન કર્યું અને જેવી મૃગાવતી હતી તેવી જ આલેખી. દિવ્ય પ્રભાવથી તેમાં કાંઈ પણ ન્યૂનાધિકપણું થયું નહીં. ચિત્રકાર તેને આલેખીને બપોર થવાથી ભોજન કરવા માટે ઘેર ગયો. તેવામાં શતાનિક રાજા ચિત્રસભા જોવા માટે ત્યાં આવ્યો. તે ચિત્રસભા જોઈ રાજા ઘણો ખુશી થયો. તેવામાં ત્યાં રાણી મૃગાવતી સર્વાંગે ચીતરેલી તેના જોવામાં આવી. જ્યાં જંઘાના ભાગ પર નજર ગઈ તો તે ઠેકાણે ષિનું લાંછન જોઈ રાજાને કોપ ચડ્યો. ‘અરે આ શું! આ ચિત્રકારે મારી રાણીની જંઘા પરનું લાંછન શી રીતે Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૧] જિનપૂજા વિધિપૂર્વક કર્તવ્ય ૧૪૯ જાણ્યું? જરૂર એ પાપીએ મારી સ્ત્રીને ભોગવી હશે, નહીં તો જંઘાનું લાંછન શી રીતે જાણે?” પછી ક્રોથથી સેવકોને આજ્ઞા કરી કે “હે સેવકો! આ ચિત્રકારને ઘેલીએ ચડાવી દો.' તે સાંભળી સર્વ ચિત્રકારોએ એકઠા થઈ રાજાને વિનંતિ કરી કે “હે સ્વામી! આને કયા અપરાઘથી આપ હણો છો?” રાજાએ કહ્યું–‘તેણે મૃગાવતી રાણીની જંઘા પરનું લાંછન શી રીતે જાણ્યું?” ચિત્રકારો બોલ્યા- “હે સ્વામી! યક્ષના વરદાનથી તે ચિત્રકાર કોઈના રૂપનો એક ભાગ જોયો હોય તો તેનું સ્વરૂપ યથાસ્થિત આલેખી શકે છે. તેણે રાણી મૃગાવતીના પગનો અંગૂઠો જોયેલો તે ઉપરથી તેણે મૃગાવતીનું આખું રૂપ આલેખ્યું છે.” તે સાંભળી રાજાએ તેની પ્રતીતિ કરવા માટે કોઈ કુબ્બા દાસીનું મુખ ગોખમાંથી બતાવ્યું, એટલે તે અનુસારે તેણે કુબ્બાનું યથાર્થ સ્વરૂપ આલેખી દીધું. તથાપિ રાજાએ તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો છેદી નાખ્યો. ચિત્રકારે ફરી વાર પેલા યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ ડાબા હાથ વડે ચિત્ર કરવાની સિદ્ધિ આપી. ત્યારથી તે ચિત્રકાર ડાબા હાથે ચિત્ર કરવા લાગ્યો. એક વખતે તે ચિત્રકારે મનમાં વિચાર્યું કે “મારા જ્ઞાનને ધિક્કાર છે કે જેથી હું નિરપરાધી છતાં રાજાએ મારા જમણા હાથનો અંગૂઠો છેદી મને વૃથા હેરાન કર્યો. તેથી જો આ રાજાને મૂળમાંથી ઉખેડી નાંખું તો જ મારું નામ ચિત્રકાર; જો કે હું અશક્ત છું પણ બુદ્ધિમાન છું, તેથી એ શક્તિસંપન્ન રાજાને મૂળમાંથી ઉખેડી નાખીશ; કારણ કે બુદ્ધિવાનની આગળ ઇંદ્ર પણ શી ગણતરીમાં છે?” આ પ્રમાણે ચિંતવી તે ચિત્રકારે પટ ઉપર મૃગાવતીનું રૂપ ચીતર્યું. પછી પોતાના પરિવાર સાથે કૌશાંબી નગરીમાંથી બહાર નીકળ્યો અને અવંતિનો રાજા પ્રચંડ શાસનવાળો ચંડપ્રદ્યોત શતાનિક રાજાનો બળવાન શત્રુ છે એમ જાણી તે અવંતિનગરીએ ગયો. ચંડપ્રદ્યોત રાજાની આગળ મૃગાવતીનું સુંદર ચિત્ર મૂકી, નમન કરી તે ઊભો રહ્યો. ચંડપ્રદ્યોત પટમાં આલેખેલી મૃગાવતીને જોઈને મોહ પામી ગયો અને મનમાં તેના રૂપનું વર્ણન કરવા લાગ્યો-“અહો! રંભાથી પણ અધિક રૂપ! ચમત્કારી લાવણ્ય! અને અતિ સુંદર આકૃતિ! પછી રાજાએ ચિત્રકારને પૂછ્યું-“હે ચિત્રકાર! તેં પોતાની કળાની કુશળતા દર્શાવવા માટે આ સુંદરીનું રૂપ આલેખ્યું છે? વા કોઈની નકલ કરી છે? સત્ય હોય તે કહે.” ચિત્રકાર બોલ્યો-“રાજેંદ્ર!મેં કોઈ સ્ત્રીના રૂપની આ પ્રતિકૃતિ આલેખેલી છે; પરંતુ તેનું જેવું રૂપ છે તેવું રૂપ આલેખવાને બ્રહ્મા પણ સમર્થ નથી તો મારા જેવો મનુષ્ય તે કોણ માત્ર!” ચંડપ્રદ્યોતે કહ્યું ત્યારે કહે તે કઈ સ્ત્રીનું રૂપ છે?” ચિત્રકાર બોલ્યો-“હે રાજન્! શતાનિક રાજાની સ્ત્રી મૃગાવતીનું આ રૂપ છે. ઇંદ્રની ઇંદ્રાણીથી પણ તે રૂપમાં અધિક છે. તે આપ જેવા મહારાજાને જ યોગ્ય છે; પણ વિધિના વિપરીતપણાથી તે શતાનિક રાજાને મળી છે. હવે દૈવની અનુકૂળતાથી તે તમારી પત્ની થશે.” આ પ્રમાણે કહી ચિત્રકાર પટ ઉપર ચીતરેલી મૃગાવતી તેને આપીને પોતાને સ્થાનકે ગયો. અહીં ચંડપ્રદ્યોતે તે દિવસથી નિશ્ચય કર્યો કે આ મૃગાવતી શતાનિક રાજાને સમજાવીને અથવા બળાત્કારે મારે ગ્રહણ કરવી. પછી તેણે શતાનિકની ઉપર એક પત્ર લખી કેટલીક શિખામણ દઈને વજજંઘ નામના દૂતને મોકલ્યો. તેણે કૌશાંબીમાં આવી શતાનિકને નમી ચંડપ્રદ્યોતનો આ પ્રમાણે સંદેશો કહ્યો-“હે રાજેંદ્ર! મારા સ્વામીનો સંદેશો સાંભળો. વૃક્ષને જેમ મણિ શોભે નહીં તેમ તારી પાસે મૃગાવતી શોભતી નથી, તેથી તેને મારી તરફ મોકલી દે; Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ કારણ કે મણિ ચરણમાં શોભે નહીં, મુગટમાં જ શોભે. વળી જો જીવવાની અને રાજ્યની ઇચ્છા હોય તો મૃગાવતીને અહીં મોકલીને તેની રક્ષા કર, કારણ કે વિચક્ષણ પુરુષોએ એક અંશનો નાશ કરીને પણ સર્વ અંશનો નાશ થતો અટકાવવા યોગ્ય છે.” આ પ્રમાણેનાં દૂતનાં વચન સાંભળી શતાનિક રાજા ક્રોધાયમાન થઈ રક્ત લોચનવાળો થયો સતો દૂત પ્રત્યે બોલ્યો-“હે દૂત! શું તારો સ્વામી વિકલ થઈ ગયો છે? અથવા તારા સ્વામીને જીવવા ઉપર શું કંટાળો આવ્યો છે? અથવા મારે હાથે મૃત્યુ પામીને શું નરકમાં જવાની તેની ઇચ્છા છે? કે જેથી તે મૃગાવતીની માંગણી કરે છે.” આ પ્રમાણે કહી દૂતનો અત્યંત તિરસ્કાર કરી “તું દૂત હોવાથી અવધ્ય છે' એમ કહી તેને પાછળની બારીએથી કાઢી મૂક્યો. શતાનિકે અપમાન કરી કાઢી મૂકેલો તે લોહજંઘ દૂત ચંડપ્રદ્યોતની પાસે આવ્યો અને શતાનિકે જે કહ્યું હતું તે બધું નિવેદન કર્યું. પછી ચંડપ્રદ્યોતે ચૌદ રાજાઓ સહિત પોતાનું લશ્કર લઈ કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. તેનું સૈન્ય ચાલતાં દિશાઓમાંથી એટલી રજ ઊડી કે સૂર્ય નિસ્તેજ થઈ ગયો; તેમ જ તે સૈન્યના ભાર વડે પૃથ્વી કંપવા લાગી. એવી રીતે અવિચ્છિન્ન પ્રયાણ કરતો ચંડપ્રોત થોડા દિવસમાં જ કૌશાંબી નગરીની નજીક આવી ગયો. રાજા શતાનિક તેને આવેલો જાણી અત્યંત ભયભીત થઈ ગયો. તેને એવો ભય લાગ્યો કે જેથી તેને અતિસારનો મહાવ્યાધિ થયો અને થોડા વખતમાં તે યમદ્વારમાં પહોંચી ગયો. અહો! કોઈનાથી પણ મરણનું ઉલ્લંઘન થઈ શકતું નથી. કહ્યું છે કે “દિવ્ય જ્ઞાનના ઘરનારા, ત્રણ જગતને વંદન કરવા યોગ્ય, અનંત વીર્યવાળા અને દેવેંદ્ર તથા અસુરવૃંદ જેમના ચરણમાં નમી રહ્યા છે એવા જિનેશ્વરો, પરાક્રમી ચક્રવર્તીઓ, બલવાન વાસુદેવો, બલભદ્રો અને પ્રતિવાસુદેવો પણ યમરાજાના મુખમાં અશરણ થઈને પ્રવેશ કરે છે. ખરેખર વિધિ અનુલ્લંધ્ય છે. પાતાળમાં રહેનારા ભુવનપતિ દેવતાઓ, સ્વેચ્છાચારી વ્યંતરો, જ્યોતિષ્ક વિમાનમાં વસનારા ચંદ્રથી માંડી તારા સુધીના દેવતાઓ અને સૌઘર્મ વગેરે દેવલોકમાં સુખે રહેનારા વૈમાનિક દેવતાઓ તે સર્વે પણ યમરાજના નિવાસમાં જઈને વસે છે તો પછી શાનો શોક કરવો?” ચંડપ્રદ્યોતના ભયથી શતાનિક રાજા મૃત્યુ પામ્યો એટલે મૃગાવતીએ વિચાર્યું કે “મારો પુત્ર બાળક છે અને અલ્પ બળવાળો છે, તેથી કાંઈક પ્રપંચ કરીને શીલની તથા પુત્રની રક્ષા કરું.” આવું વિચારી તેણે અવંતિપતિને જણાવ્યું કે “હવે હું તમારે આધીન છું. પણ મારો પુત્ર હજુ બાળક છે તેથી આસપાસના સીમના રાજાઓ મારું રાજ્ય લઈ લેશે; માટે મારા નગરને ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો અને આ નગરી અન્ન તથા જળ વગેરેથી ભરપૂર કરાવી દો.” રાજાએ મૃગાવતી પરના મોહથી અવંતિથી ઇંટો મગાવીને કૌશાંબી ફરતો મજબૂત કોટ કરાવી દીઘો અને તે નગરી અન્ન તથા જળથી પૂર્ણ કરી દીધી. પછી રાણીએ પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું–“આ કિલ્લો બાર વર્ષ સુધી કોઈથી લઈ શકાય નહીં તેવો થયો છે, માટે હવે મારા શીલની રક્ષા માટે દુર્ગરોઘ કરો અર્થાત્ દરવાજા બંઘ કરી દો.” મંત્રીઓએ તે પ્રમાણે કર્યું. હવે પ્રદ્યતન રાજાએ મૃગાવતીને તેડાવી એટલે મૃગાવતીએ કહેવરાવ્યું કે-“હે રાજા! હું ચેટક રાજાની પુત્રી હોવાથી સ્વપ્ન પણ એવું અકાર્ય નહીં કરું.” તે સાંભળી ચંડપ્રદ્યોત વિલખો Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૨] દેવદ્રવ્ય ભક્ષણના દોષ - ૧૫૧ થઈ વિચારવા લાગ્યો કે “અહો! આણે છળ કરીને મારું સર્વસ્વ લઈ લીધું, હવે તે યુદ્ધ કરવા સજ્જ થયેલી છે, તેથી હાલ પાછો મારે નગરે જઈ સજ્જ થઈને ફરી આવું.” આમ નિશ્ચય કરી રાજા પોતાને નગરે ગયો અને ફરી તૈયારી કરીને તે નગરીને મોટા સૈન્ય વડે ઘેરી લીધી. તે સમયે મૃગાવતીએ ચિંતવ્યું કે “આ સમયે જો શ્રી વિરપ્રભુ અહીં પઘારે તો સારું.” તેના પુણ્યબળથી શ્રી વિરપ્રભુ તે જ અરસામાં ત્યાં પધાર્યા. મૃગાવતી મહાન સમૃદ્ધિ સહિત ભગવાનને વાંદવા ગઈ. ત્યાં ચંડપ્રદ્યોત પણ આવ્યો. તે અવસરે અનુકૂળ વખત જોઈ મૃગાવતીએ પોતાના પુત્રને ચંડપ્રદ્યોતના ખોળામાં સોંપી, તેની તેને જ ભલામણ કરી પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી અને તે જ ભવે કેવળજ્ઞાન પામીને મુક્તિપદને પ્રાપ્ત થઈ. આ દૃષ્ટાંતમાં પાછળની કથા તો પ્રસંગોચિત લખવામાં આવી છે. બાકી અહીં તો તેના પ્રારંભના ભાગ ઉપરથી એટલી જ શિખામણ લેવાની છે કે “યક્ષ દુષ્ટ હતો, પણ વિધિ વડે પૂજવાથી પ્રસન્ન થયો હતો. તેથી પૂજ્ય સર્વજ્ઞ પ્રભુએ માન્ય કરેલો અત્યંત શુદ્ધ વિધિ જ જિનપૂજાને વિષે જોડવો.” વ્યાખ્યાન ૧૨. દેવદ્રવ્ય ભક્ષણના દોષ હવે દેવદ્રવ્ય ઓળવવાથી જે દોષ લાગે છે તે કહે છે अक्षतादिकद्रव्यस्य, भक्षको दुःखमाप्नुयात् । तत्ततो यत्नतो रक्ष्यं, देवद्रव्यं विवेकिना ॥१॥ ભાવાર્થ-“અક્ષત વગેરે દેવદ્રવ્યને ભક્ષણ કરનારા દુઃખ પામે છે, તેથી વિવેકી પુરુષોએ દેવદ્રવ્યનું યત્નથી રક્ષણ કરવું.” આનો સ્પષ્ટાર્થ નીચેની શુભંકર શ્રેષ્ઠીની કથાથી જાણવો. શુભંકર શ્રેષ્ઠીની કથા કાંચનપુર નામના નગરમાં શુભંકર નામે એક ઘનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તે નિત્ય જિનપૂજા અને ગુરુવંદના કરતો હતો. એક વખતે તે જિનમૂર્તિ આગળ નમીને ઊભો રહ્યો. તે સમયે કોઈ દેવતાએ ભગવંતની આગળ દિવ્ય અક્ષતના ત્રણ ઢગલા પૂર્વે કરી રાખેલા તે તેના જોવામાં આવ્યા. તે રાંધ્યા વગરના છતાં અત્યંત સુગંધ આપતા હતા. તે જોઈને જીભના સ્વાદને વશ થયેલા શુભંકર શેઠે પોતાને ઘેરથી તેનાથી ત્રગણા બીજા ચોખા મંગાવીને ત્યાં મૂક્યા અને તે દિવ્ય ચોખા પોતાને ઘેર લઈ જઈ તેની ખીર કરાવી. તે વખતે તેની સુગંઘ સર્વત્ર પ્રસરી રહી. તેવામાં કોઈ માસક્ષપણી સક્રિયાવાન મુનિ તે શ્રેષ્ઠીને ઘેર ભિક્ષા માટે આવી ચડ્યા. શ્રેષ્ઠીએ તે ખીરમાંથી થોડી તેમને વહોરાવી. મુનિ પરમાર્થ જાણ્યા સિવાય તે ક્ષીર ઝોળીમાં લઈ આગળ ચાલ્યા. તે મુનિ સુડતાળીશ દોષથી રહિત એવા આહારને લેનારા હોવાથી શુદ્ધ ઉદરવાળા હતા, પરંતુ આ અયોગ્ય આહારની સુગંઘ માત્ર ગ્રહણ કરવાથી તે મુનિ વિચારવા લાગ્યા કે–“અહો! આ શ્રેષ્ઠીનો અવતાર અમારાથી શ્રેષ્ઠ છે; કારણ કે તે આવું અતિ મનોહર ભોજન યથેચ્છપણે નિત્ય ખાય છે. અનુચિત આહારના ગંઘમાત્રથી મુનિનું ચારિત્રધ્યાન દૂર ચાલ્યું ગયું, તેથી આવું દુર્ગાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તિંભ ૧૩ કરતા ગુરુ પાસે આવ્યા. વળી ત્યાં વિચારવા લાગ્યા કે “આવા મનોજ્ઞ આહારની ગુરુ સમક્ષ આલોચના કરવાની શી જરૂર છે? કેમ કે આજે અતિ મનોહર આહાર મળ્યો છે, તેથી કદી સ્વાદના લોભે ગુરુ પોતે જ બધો ખાઈ જાય તો પછી હું શું કરું? માટે આલોચના કરવાથી સર્યું.” આવો માઠો વિચાર કરી ગુરુને બતાવ્યા વગર તે મુનિ સત્વર ભોજન કરવા બેઠા. ભોજન કરતાં ચિંતવ્યું કે “અહો! આનો સ્વાદ દેવતાને પણ દુર્લભ છે. આજે ખરેખરી જન્મની સાર્થકતા થઈ. આટલા વખત સુધી મેં દેહનું દમન વૃથા કર્યું અને શરીરને ફોગટ શોષિત કર્યું. આવો આહાર જેને નિત્ય મળે છે તેનો જ જન્મ સફળ છે.” આવી રીતે ચિંતવતા સતા તે આહાર જમી સુખે સુઈ રહ્યા. તેમને એવી નિદ્રા આવી કે આવશ્યક ક્રિયાના સમયે પણ તે ઊઠ્યા નહીં. એટલે સૂરિએ વિચાર્યું કે–“આ શિષ્ય સર્વદા સુવિનીત છતાં આજે જ પ્રમાદી થયો છે તેનું કારણ તેણે અશુદ્ધ આહાર કર્યો લાગે છે.' તેવામાં પ્રાતઃકાળ થવાથી પેલો શ્રાવક ગુરુને વાંદવા આવ્યો. ત્યાં તે મુનિને સૂતેલા જોઈ તેણે કારણ પૂછ્યું, એટલે સૂરિ બોલ્યા- હે શ્રાવક! કાલે આ મુનિ આહાર કરીને સૂતા છે તે ઉઠાડ્યા પણ ઊઠતા નથી.” તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો-“હે પૂજ્ય! કાલે મારે ઘેરથી જ તેમણે આહાર વહોર્યો છે.” ગુરુ બોલ્યા- હે શેઠ! તમે વહોરાવેલો આહાર સર્વ દોષથી રહિત હતો કે નહીં?” શેઠે કહ્યું –દોષ તો મારા જાણવામાં આવ્યા નથી, પણ મેં જે ચોખા રંઘાવ્યા હતા તે મારા ઘરના ત્રગણા ચોખા મૂકી જિનમંદિરના ચોખા લાવીને રાંધ્યા હતા.” આ પ્રમાણે સત્ય વૃત્તાંત તેણે ભદ્રિકભાવે કહી દીધો. તે સાંભળી ગુરુ બોલ્યા- “હે શ્રાવક! તેં એ કાર્ય યોગ્ય કર્યું નહીં, કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે “જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું જો શ્રાવક ભક્ષણ કરે તો તે અનંતસંસારી થાય છે; તેમ જ શ્રાવક જો તેવા જિનદ્રવ્યનું રક્ષણ કરે તો પરિત્તસંસારી થાય છે.” તે વિષે એક દ્રષ્ટાંત છે તે સાંભળ – કોઈ નગરમાં એક ઘનાઢ્ય શેઠ રહેતો હતો. તે પોતાના એક પાડોશીને નિરંતર પીડા કરતો હતો; તેથી તે નિર્ધને વિચાર્યું કે કોઈ પણ પ્રકારે આ ઘનાટ્ય શ્રેષ્ઠી મારા જેવો નિર્ધન થાય તેમ કરું. એકદા તે શ્રેષ્ઠી નવું ઘર ચણાવતો હતો તે જોઈ પેલા નિર્ણને જિનચૈત્યની ઇંટોના ખંડ લાવી ગુપ્ત રીતે તેમાં ચણી દીધા. દેવદ્રવ્યનો ઉપયોગ થવાથી તે ઘનાઢ્ય શ્રેષ્ઠી અનુક્રમે તે ઘરમાં રહેવાથી નિર્ધન થઈ ગયો. અન્યદા પેલા નિર્દને કહ્યું–“મને વિડંબના કરવાનું ફળ તેં આવું પ્રાપ્ત કર્યું, આ બધું મારું કૃત્ય જાણજે.” પછી તે શ્રેષ્ઠીએ સામવાક્યથી તેને સંતુષ્ટ કર્યો એટલે તેણે પોતાનું કરેલું કૃત્ય જણાવ્યું. તે જાણી શ્રેષ્ઠીએ પોતાના ઘરની ભીંતમાંથી પેલા ઇંટોના ખંડ કાઢી નખાવ્યા અને તેના પ્રાયશ્ચિત્તમાં એક નવું ચૈત્ય કરાવ્યું. પછી તે પાછો સુખી થયો.” આ પ્રમાણેની કથા કહીને સૂરિએ કહ્યું- હે શ્રેષ્ઠી! તે દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે; તેથી તને મોટું પાપ લાગ્યું છે.' તે સાંભળી ભય પામેલો તે શ્રેષ્ઠી બોલ્યો-“મને પણ ગઈ કાલે જ ઘણા દ્રવ્યની હાનિ થઈ છે.' સૂરિ બોલ્યા- હે શેઠ! તારું તો બાહ્ય ઘન ગયું, પણ આ મુનિનું તો અંતરંગ ઘન ગયું. હવે તેની આલોચનામાં તારે એટલું કરવું યોગ્ય છે કે તારા ઘરમાં અત્યારે જેટલું દ્રવ્ય છે તે વડે જિનચૈત્ય કરાવવું.” શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. પછી આચાર્યે પેલા મુનિને રેચક પાચક ઔષઘો Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૨ દેવદ્રવ્ય ભક્ષણના દોષ ૧૫૩ પાઈને તેનો કોઠો શુદ્ધ કર્યો અને જે પાત્રમાં તેણે આહાર લીધો હતો તે પાત્રને છાણ તથા રક્ષાનો (રાખનો) લેપ કરી ત્રણ દિવસ સુઘી તડકે રાખ્યું, ત્યાર પછી તે ગ્રહણ કરવા યોગ્ય થયું. તે મુનિએ સૂરિ પાસે પાપની આલોચના કરી અને તપસ્યા વડે શુદ્ધ થઈ સંયમ વડે આત્મસાઘન કર્યું. આ કથા ઉપરથી સાર એ ગ્રહણ કરવો કે ‘શ્રાવકે અધિક દ્રવ્ય આપીને પણ દેવદ્રવ્ય લેવું નહીં, તેમ જ શ્રાવકોને પરસ્પર દેવદ્રવ્ય ધીરવું કે આપવું નહીં.’’ વળી દેવદ્રવ્ય સંબંધી જ દોષ કહે છે– दीपं विधाय देवानां पुरतो गृहमेधिना । તેન રીપેન નો ગેહે, વર્તનઃ પ્રતધ્વનઃ ॥શા ભાવાર્થ-શ્રાવકે દેવ સમક્ષ દીપક કરીને તે દીપક વડે ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહીં.’’ દેવદીપક સંબંધી કથા ઇંદ્રપુર નામના નગરમાં દેવસેન નામે એક ઘનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર એક ઊંટડી હમેશાં આવતી હતી. ભરવાડ તેને મારીને પોતાને ઘેર લઈ જતો હતો, છતાં પુનઃ તે ઊંટડી પેલા શેઠને ઘેર આવતી હતી. એક વખતે શેઠે ગુરુને પૂછ્યું–‘આ ઊંટડી મારે જ ઘેર પ્રીતિથી આવે છે તેનું શું કારણ?' સૂરિ બોલ્યા—“આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી. તે પ્રતિદિન જિનેશ્વરની આગળ દીવો કરીને પછી તે દીવા વડે ઘરનાં કામ કરતી અને ઘૂપના અંગારા વડે ચૂલો સળગાવતી હતી. તે પાપથી આ ભવે તે ઊંટડી થઈ છે. પૂર્વભવે તારી માતા હોવાથી તને પુત્રને અને પોતાના ઘરને જોઈ તે તારે ઘેર આવવાથી ખુશી થાય છે. હવે તું તેની પાસે જઈ તેને પૂર્વભવના નામથી બોલાવી તેના કાનમાં દેવદ્રવ્યને વિનાશ કરવાની હકીકત કહીશ તો તે જાતિસ્મરણજ્ઞાન અને બોધ પામશે.’’ શેઠે ગુરુના કહેવા પ્રમાણે કર્યું એટલે તે તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામી, પછી ગુરુની સાક્ષીએ સચિત્ત વગેરેનો નિયમ લઈ, મનના પશ્ચાત્તાપ વડે પૂર્વના પાપ બાળી દઈ તે ઊંટડી દેવપણાને પ્રાપ્ત થઈ. આટલા માટે જ પૂર્વસૂરિઓએ કહ્યું છે કે “જિનેશ્વર ભગવંતની પૂજાભક્તિને નિમિત્તે દીપ, ધૂપ કરીને પછી જે મૂઢ તેના વડે મોહથી પોતાનું કાર્ય કરે છે તે બહુ વાર તિર્યંચપણું પામે છે.’ માટે દેવસંબંધી દીપકથી સંસારી લેખ વાંચવા નહીં, (ઘરના) સાવદ્ય નાણાની પરીક્ષા કરવી નહીં અને તે દીપ વડે પોતાના કામનો બીજો દીપક પણ સળગાવવો નહીં. ઉપલક્ષણથી દેવસંબંધી કેશરચંદનમાંથી પોતાને લલાટે તિલક કરવું નહીં અને દેવજળથી પોતાના હાથ પણ ઘોવા નહીં, પણ જો કોઈ સ્નાનાદિક માટે જળ લાવીને ચૈત્યમાં મૂકે તો તેના વડે હાથ ધોવામાં દોષ નથી. એ પ્રમાણે સર્વ કાર્યમાં વિવેક કરવો. હવે ચૈત્યદ્રવ્ય શીઘ્ર આપી દેવું તે વિષે કહે છે– चैत्यायत्तीकृतं द्रव्यं, दातव्यं शीघ्रमेव च । वृद्धिश्च देवद्रव्यस्य, निष्पाद्यो शुद्धबुद्धिभिः ॥ १ ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૩ અર્થ-“ચૈત્ય નિમિત્તે બોલેલું કે આપવા કહેલું દ્રવ્ય સત્વર આપી દેવું અને શુદ્ધ બુદ્ધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” આનો ભાવાર્થ એવો છે કે દેવદ્રવ્ય એક ક્ષણ પણ રાખવું નહીં. બીજાનું કરજ હોય તે આપવામાં પણ વિવેકી પુરુષો જ્યારે સર્વથા વિલંબ કરતા નથી તો પછી દેવદ્રવ્ય આપવામાં તો કેમ જ વિલંબ કરે? જો સદ્ય આપવાને અસમર્થ હોય તો પ્રથમથી જ પખવાડીઆ કે અઠવાડીઆ પછી આપવાનો સ્ફટ રીતે અવઘિ કરવો. પછી તે અવધિનું ઉલ્લંઘન થાય તો પૂર્વોક્ત દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ આવે. વિલંબ કરવાથી સારા શ્રાવકને પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તે વિષે નીચેનું દ્રષ્ટાંત જાણવું. ઋષભદત્ત શ્રેષ્ઠીની કથા મહાપુર નગરમાં ઋષભદત્ત નામે પરમ આહંતુ શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે પર્વ દિવસે તે ચૈત્યમાં ગયો. ત્યાં શ્રાવકો જીર્ણ ચૈત્યના ઉદ્ધાર માટે એક ટીપ કરતા હતા. તેમાં ઋષભદત્ત પાસે દ્રવ્ય નહીં હોવાથી ઉઘારે આપવાનું કહી કાંઈક દ્રવ્ય નોંઘાવ્યું. પછી અનેક કામની વ્યગ્રતાને લીધે તત્કાળ તે આપી શકાયું નહીં. અન્યદા દૈવયોગે તેના ઘરમાં ચોરીની ઘાડ પડી. તેનું સર્વસ્વ લુંટાઈ ગયું. તેમાં શેઠે ભય બતાવવા શસ્ત્ર હાથમાં લીધું એટલે ચોરોના શસ્ત્રઘાતથી હણાઈને તે મૃત્યુ પામ્યો અને તે જ નગરમાં રહેનારા કોઈ નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા મહિષવાહકને ઘેર પાડો થયો. તે ભિસ્તી નિરંતર પ્રત્યેક ઘેર તે પાડા પાસે જળ વગેરેનો ભાર વહન કરાવવા લાગ્યો. તે નગરની બાંઘણી ઊંચા ટેકરા ઉપર હોવાથી તે પાડાને અહોરાત્ર જળાદિ ભાર લઈને ઊંચે ચડવું પડતું હતું તેથી અને નિરંતર સુઘાતુર રહેવાથી અને તે સાથે ચાબુક વગેરેના પ્રહારથી તે મહાવ્યથા પામતો હતો. એક વખતે કોઈ નવું ચૈત્ય બંઘાતું હતું. તેના કિલ્લાને માટે તે જળ વહન કરવા ગયો. ત્યાં ચૈત્યપૂજા વગેરે જોઈ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે હૃદયથી ચૈત્યભક્તિ કરવા લાગ્યો. પછી જ્ઞાનીનાં વચનથી તેને પોતાના પિતાનો જીવ જાણી તેના પૂર્વભવના પુત્રે દ્રવ્ય આપીને છોડાવ્યો અને પૂર્વભવે દેવું રહેલ દેવદ્રવ્ય હજારગણું આપીને તેને અનૃણી કર્યો. પાડો અનશન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે દેવદ્રવ્ય આપવામાં વિલંબ કરવા વિષે દ્રષ્ટાંત જાણવું. દેવદ્રવ્યની વૃદ્ધિ ડાહ્યા માણસોએ નિર્દોષવૃત્તિથી કરવી. એટલે તે દ્રવ્યથી પંદર કર્માદાન તથા નઠારા વ્યાપાર કર્યા સિવાય શુભવ્યવહારાદિકથી જ દેવદ્રવ્ય વઘારવું. કહ્યું છે કે “પ્રભુની આજ્ઞા વિનાના કાર્ય વડે દેવદ્રવ્ય વઘારતાં છતાં પણ કેટલાક મૂઢ જીવો મોહ વડે અજ્ઞાની હોઈને ભવસાગરમાં ડૂબે છે.” શ્રાવકોને તો દેવદ્રવ્ય વ્યાજે પણ દેવું નહીં, તેમ શ્રાવકે લેવું પણ નહીં. શ્રાવક સિવાય બીજાને કાંઈક અધિક કિંમતનું ઘરેણું વગેરે રાખીને વ્યાજ વડે તેની વૃદ્ધિ કરવી યોગ્ય છે. સમ્યકત્વસત્તરીની ટીકામાં શંકાશની કથા પ્રસંગે તે પ્રમાણે કહેલું છે. દેવદ્રવ્ય વિનાશ પામતું જોઈ જે કોઈ તેની રક્ષા ન કરે તેને પણ દોષ લાગે છે. કહ્યું છે કે શ્રાવક જો દેવદ્રવ્ય ખાય અથવા તે ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે તો તે બુદ્ધિહીન થાય અને Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૩] દેવદ્રવ્ય-ભક્ષણના દોષ ૧પપ પાપકર્મ વડે લેપાય.” વળી દેવદ્રવ્ય ભક્ષણ કરવું તે ઉત્કૃષ્ટી આશાતનામાં ગણાય છે. પ્રતિમાને ધૂપઘાણું વગેરે અથડાઈ જવું અથવા શ્વાસ લાગવો કે વસ્ત્રનો છેડો અડી જવો ઇત્યાદિ જઘન્ય આશાતના કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે “ત્યારે તો પ્રભુની પ્રતિમા ઉપર વાળાÉચી ઘસવાથી પણ અવજ્ઞા (આશાતના) થવી જોઈએ.” આ કહેવું બરાબર નથી, કેમ કે કાશાતના કેમ થાય છે તેનો અભિપ્રાય જાણ્યા વિનાની આ શંકા છે. લોકપ્રસિદ્ધિથી પણ એમ છે કે અપમાન કે તિરસ્કારની બુદ્ધિથી જે ક્રિયા કરવી તે આશાતના છે, પણ સત્કાર કે હિત વગેરેની બુદ્ધિથી જે ઉચિત ક્રિયા કરાય તે આશાતના નથી. એથી જ ઇંઢે કરેલું સ્નાત્ર તે પૂજા છે અને કમઠે કરેલું સ્નાત્ર તે આશાતના છે. લોકમાં પણ રાજા વગેરેના ચરણને સેવક તેલ વડે મર્દન કરે, મુષ્ટિથી તાડન કરીને ચાંપે તે અપમાન કહેવાતું નથી. એવી રીતે અહીં પણ વાળાÉચી ઘસવી, વસ્ત્રાથી મર્દન કરવું (લૂંછવું) અને જલસ્પર્શ કરવો (જળ નાખવું) વગેરેથી આશાતનાનો સંભવ નથી. એક જ જાતનું આચરણ અભિપ્રાયના જુદાપણાથી અમૃતરૂપ અને વિષરૂપ થાય છે. ઘોયા વગરના વસ્ત્રથી પૂજન કરવું, પ્રમાદથી બિંબનું પૃથ્વી પર પડી જવું વગેરે મધ્યમ આશાતના છે અને પ્રતિમાને પગ લગાડવો, બડખા વગેરેનો છાંટો લગાડવો, દેવદ્રવ્ય ઓળવવું, બિંબ ભાંગવું અને તેની હેલના કરવી ઇત્યાદિ ઉત્કૃષ્ટ આશાતના છે. કદી કોઈ શ્રાવક જ્ઞાતિસંબંધે આમંત્રણ કરે અને તે શ્રાવક દેવદ્રવ્યનો ભક્ષક હોય છતાં તેને ઘરે કદી ખાવું પડે તો જેટલી કિંમતનું ભોજન કર્યું હોય તેટલું દ્રવ્ય જિનાલયમાં મૂકી દેવું, તો તેથી ભોજન કરનાર નિષ્પાપ થાય એમ વૃદ્ધવચન છે. પોતાના દ્રવ્યથી જેમ બને તેમ યત્ન વડે દેવદ્રવ્યની રક્ષા કરવી અને તેવી જ રીતે વૃદ્ધિ કરવી. એમ કરવાથી જિનાજ્ઞાનો આરાઘક થવાય છે.” વ્યાખ્યાન ૧૩. દેવદ્રવ્ય-ભક્ષણના દોષ હવે દેવદ્રવ્ય અલ્પ પણ લેવાથી દોષ લાગે છે, તે કહે છે– देवस्वभक्षणे दोषः, अहो कोऽपि महात्मनः । सागरश्रेष्ठिनो ज्ञातं, धार्य देवस्वरक्षकैः॥१॥ ભાવાર્થ-“દેવદ્રવ્યનું ભક્ષણ કરવામાં અહો! કેટલો દોષ! તે ઉપર મહાત્મા સાગરશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત દેવદ્રવ્યના રક્ષકોએ ઘારી રાખવા યોગ્ય છે.” સાગશ્રેષ્ઠીની કથા સાકેતનગરમાં સાગર નામે શ્રેષ્ઠી હતો. તેને સુઘર્મી (સારી નિષ્ઠાવાળો) જાણી, બીજા શ્રાવકોએ ચૈત્યદ્રવ્ય સોંપીને કહ્યું-“આ દ્રવ્યમાંથી ચૈત્યનું કામ કરનારા સુતાર વગેરે માણસોને તમારે પગાર ચૂકવવો.” લોભથી પરાભવ પામેલો તે શેઠ સુતાર વગેરે મજૂરોને રોકડું દ્રવ્ય ન આપતાં આટો, ગોળ વગેરે ચીજો દેવદ્રવ્યથી સંગ્રહ કરીને આપવા લાગ્યો અને તેનો જે લાભ આવે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તિંભ ૧૩ તે પોતે રાખવા લાગ્યો; એવી રીતે કરતાં એક રૂપિયાનો એંશીમો ભાગ કાંકણી કહેવાય છે તેવી એક હજાર કાંકણી તેણે એકઠી કરી, પરંતુ એવી રીતના દ્રવ્યસંચયથી તેણે ઘોર દુષ્કર્મ બાંધ્યું. અંતકાળે આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે સમુદ્રમાં જલમનુષપણું પામ્યો. સમુદ્રમાં રહેલા જળચર જંતુઓના ઉપદ્રવ ટાળવા માટે જાતિવંત રત્નના ઇચ્છકોએ તેને માંસાદિકથી લોભાવી વજની ઘંટીમાં નાખીને પીલી નાખ્યો અને તેના અંગમાંથી નીકળેલ અંડગોળી ગ્રહણ કરી. જળમનુષ્ય મૃત્યુ પામીને ત્રીજી નરકે ગયો, ત્યાંથી નીકળી પાંચસો ઘનુષ્યના પ્રમાણવાળો મહામસ્ય થયો. ત્યાં માછીએ કરેલી કદર્થનાવડે મરણ પામ્યો. મરીને ચોથી નરકે ગયો. એવી રીતે એક, બે વગેરે ભવને અંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો. દેવદ્રવ્યની એક હજાર કાંકણી દ્રવ્ય ખાધેલ હોવાથી તે આંતરે આંતરે અથવા આંતરા વિના હજાર વાર શ્વાન થયો. તેમ જ એક હજાર ભાવ ડુક્કરના, એક હજાર ભવ બકરાના, એક હજાર ભવ ગાડરના, એક હજાર ભવ મૃગલાના, એક હજાર ભવ સસલાના, એક હજાર ભવ સાબરના અને એક હજાર ભવ શૃંગાલના કર્યા. તેવી જ રીતે હજાર હજાર વખત માર્નાર, ઉંદર, ગરોળી, ઘો અને સર્પ થયો. પાંચ થાવર તથા વિકસેંદ્રિયમાં હજારો ભવ કરી એકંદર લાખો ભવ સંસારમાં ભમ્યો. તેમાં પણ પ્રાયે કરીને બઘા ભાવમાં શસ્ત્રઘાત વગેરેની પીડા સહન કરીને જ મૃત્યુ પામ્યો. એવી રીતે ઘણાં દુષ્કર્મો ક્ષીણ થવાથી કાળક્રમે તે વસંતપુરમાં કોટિધ્વજ એવા વસ્તુદત્ત શેઠને ઘેર પુત્રપણે જન્મ્યો. તે ગર્ભમાં આવતાં જ તેના પિતાનું સર્વ દ્રવ્ય નષ્ટ થઈ ગયું. જન્મને દિવસે પિતા મૃત્યુ પામ્યો અને પાંચ વર્ષનો થયો એટલે માતા મૃત્યુ પામી. આથી લોકોએ તેનું નિષ્ણુણ્ય એવું નામ પાડ્યું. અનુક્રમે ભિખારી ને રાંકની જેમ તે મોટો થયો. એકદા દયા આવવાથી તેના મામા તેને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં રાત્રે ચોરોએ તેનું ઘર લૂંટી લીધું. પછી તે અભાગીઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અગ્નિ વગેરે ઉપદ્રવ થવા લાગ્યા. એટલે લોકો તે આવે એટલે મહાઉત્પાત આવ્યો એમ કહેવા લાગ્યા. એવી અસહ્ય નિંદાથી ઉદ્વેગ પામીને તે દેશાંતર ગયો. અનુક્રમે તામ્રલિમિ નગરીએ પહોંચી વિનયંઘર નામના કોઈ ઘનાઢ્ય શેઠને ઘેર તે સેવક થઈને રહ્યો. તે જ દિવસે તેના ઘરમાં લાય લાગી, એટલે શેઠે તેને ઘરબહાર કાઢી મૂક્યો. તેથી કંટાળીને તે પોતાના પૂર્વ કર્મને નિંદવા લાગ્યો. કહ્યું છે કે પ્રાણી કર્મ સ્વવશપણે કરે છે, પણ તેના ઉદયને વખતે તે પરવશ થાય છે. જેમ ઝાડ ઉપર માણસ સ્વેચ્છાથી ચડે છે, પણ પડે છે ત્યારે પરવશ થઈને પડે છે.' અન્યદા તે કોઈ મહેભ્યને વહાણે ચડ્યો અને તે ઘનાટ્ય શ્રેષ્ઠીની સાથે કુશળક્ષેમે પરદ્વીપે પહોંચ્યો. ત્યારે તેણે ચિંતવ્યું કે “અહો! હવે મારું ભાગ્ય જાગ્યું જણાય છે કે જેથી આ વહાણ ભાંગ્યું નહીં; અથવા મારું દુર્દેવ મને ભૂલી ગયેલ લાગે છે. હવે અહીંથી પાછા વળતાં જો દૈવ મને ભૂલી જાય તો બહુ સારું.” આવો મનોરથ કરતો તે પાછો વળ્યો, તેવામાં તેના દુર્દવથી તેના મનોરથ સહિત તે વહાણ ભાંગી સો કકડા થઈ ગયું. આયુષ્યને બળે તેને પાટિયું હાથ લાગ્યું. તેના વડે તરીને તે સમુદ્રને તીરે કોઈ ગામમાં આવ્યો અને તે ગામના ઠાકોરની સેવા કરવા લાગ્યો. દુર્દેવયોગે તે ઠાકોરના ઘર ઉપર ચોરલોકોએ ઘાડ પાડી અને તે નિષ્પષ્યને ઠાકોરનો પુત્ર જાણી બાંધીને ૧ સાડાબાર રૂપિયા. ૨ મનુષ્ય આકૃતિનો મત્સ્ય. Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૩] દેવદ્રવ્ય-ભક્ષણના દોષ ૧૫૭ પોતાની પાળમાં લઈ ગયા. તે જ દિવસે બીજી પાળના સ્વામીએ તે પાળને ભાંગી, એટલે તેઓએ એ અપશુકનીઆને ત્યાંથી પણ કાઢી મૂક્યો. કહ્યું છે કે “ગમે તેટલા ઉપાયો કરો, પણ ભાગ્ય વિના ફળ પ્રાપ્ત થતું નથી. જુઓ! રાહુ ચંદ્રના અમૃતનું પાન કરે છે તો પણ તેનાં અંગ પલ્લવિત થતાં નથી.” એવી રીતે તે નિષ્ણુણ્ય નવસો ને નવાણું સ્થાનોમાં ફર્યો અને તે બધે ઠેકાણે ચોર, અગ્નિ તથા જળના ઉપદ્રવ થવાથી તેને કાઢી મૂકવામાં આવ્યો. આથી મહાદુઃખ પામતો સતો તે એક અટવીમાં આવ્યો. ત્યાં સેલક નામના યક્ષનું તેણે આરાઘન કરવા માંડ્યું. એકવીશ ઉપવાસ કર્યા એટલે તે યક્ષ સંતુષ્ટ થઈ બોલ્યો-“હે ભદ્ર! દરરોજ સંધ્યાકાળે મારી આગળ સુવર્ણના હજાર પીંછાંવાળો એક મોટો મયૂર આવીને નૃત્ય કરશે અને પ્રતિદિવસ તેની કળામાંથી કનકનાં પીંછાંઓ અહીં પડશે તે તારે લઈ લેવાં.” એ પ્રમાણે પ્રતિદિન લેતાં તેની પાસે નવસો પીંછાં એકઠાં થયાં. સો બાકી રહ્યાં એટલે દુષ્કર્મથી પ્રેરાયેલા એવા તેણે ચિંતવ્યું કે હવે એકસો પીંછાં લેવા માટે આ જંગલમાં મારે ક્યાં સુધી રોકાવું? તેથી આજે મોર આવે ત્યારે એક મુષ્ટિથી બઘાં પીંછાં લઈ લઉં.” પછી તે દિવસે મોર આવ્યો એટલે તેનાં બઘાં પીંછાં એક મુષ્ટિથી લેવા માટે જેવો તે પ્રવર્યો તેવો જ તે મયૂર કાગડો થઈ ઊડી ગયો અને પૂર્વે ગ્રહણ કરેલાં પીંછાંઓ પણ નષ્ટ થઈ ગયાં. કહ્યું છે કે “દૈવને ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે તે કાર્ય સફળ થતું નથી. બપૈયો સરોવરનું જળ પીએ તો તે ગળાના છિદ્રમાંથી નીકળી જાય છે.” પછી તેણે ચિંતવ્યું કે “મને ધિક્કાર છે! મેં વૃથા ઉદ્યમ કર્યો.” આ પ્રમાણે ખિન્ન થયો તો તે આમ-તેમ ભમવા લાગ્યો. તેવામાં કોઈ એક જ્ઞાની મુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાં જ વંદન કરીને તેણે પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાર્થ કહી આપ્યું. તે સાંભળી તેણે દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિએ કહ્યું–‘પ્રથમ ઉપભોગમાં લીધેલા દેવદ્રવ્યથી અધિક દ્રવ્ય પાછું આપવું અને દેવદ્રવ્યની રક્ષા કરવી; તેથી દુષ્કર્મનો નાશ થશે.” પછી તેણે મુનિ પાસે એવો નિયમ લીઘો કે “લીઘેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય દેવભક્તિમાં આપવું અને તે પૂરું થતાં સુઘી વસ્ત્ર, આહાર વગેરે નિર્વાહ ઉપરાંત કાંઈ પણ દ્રવ્ય એકઠું કરવું નહીં.” ત્યાર પછી તે જે વ્યાપાર કરે તેમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો અને તે દેવદ્રવ્યમાં આપવા લાગ્યો. એવી રીતે થોડા દિવસમાં તેણે પૂર્વે વાપરેલી હજાર કાંકણીને સ્થાને દશ લાખ કાંકણી દેવદ્રવ્યમાં આપી અને દેવનો અનૃણી થયો. પછી અનુક્રમે ઘણું દ્રવ્ય મેળવી પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે મુખ્ય શેઠીઓ કહેવાયો. પછી નવાં ચૈત્ય કરાવવાં, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય યુક્તિથી તે વઘારવું ઇત્યાદિ વડે અદ્ભુત પુણ્ય ઉપાર્જન કરી તેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. અવસરે દીક્ષા લઈ પહેલું અરિહંત સ્થાનક ઉગ્રતપ વડે આરાધી અર્ધન્નામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં અહંતની સમૃદ્ધિ ભોગવી સિદ્ધિપદને પ્રાપ્ત થયો. દેવદ્રવ્ય ગ્રહણ કરવાથી અત્યંત દોષ લાગે છે, એમ પૂર્વ સૂરિઓએ કહેલું છે તેને જાણીને શ્રાવક દેવદ્રવ્યની કિંચિત્ પણ સ્પૃહા કરતા નથી.” Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ વ્યાખ્યાન ૧૯૪ સાવધવચનનું ફળ ચૈત્ય કરાવવાં તે સાવદ્ય છે, એમ કહેનારાને શિક્ષાવચન કહે છે— सावद्यवचनं नोच्यं मुनिभिर्धर्मज्ञायकैः । तद्वाक्येन महद्दुःखं, सावद्याचार्यवल्लभेत् ॥१॥ " ભાવાર્થ ધર્મના જાણ એવા મુનિઓએ સાવદ્ય વચન બોલવું નહીં. સાવદ્ય વચન કહેવાથી સાવદ્યાચાર્યની જેમ જીવ મહા દુઃખને પામે છે.’’ આ અર્થ સ્પષ્ટ છે, તેમાં સૂચવેલ સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે– ૧૫૮ સાવધાચાર્યની કથા એક વખતે શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને મિથ્યા બોલવાના ફળ વિષે પૂર્વના દૃષ્ટાંતયુક્ત કહેતા હતા કે—‘હે ગૌતમ! પૂર્વે અનંતકાળ અગાઉ જે અનંતી ચોવીશી થઈ ગઈ તેમાં વર્તમાન અવસર્પિણી જેવી આજથી અનંતમી અવસર્પિણીમાંની એક ચોવીશીમાં મારા જેવા ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થંકર થયા હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્ય થયા હતા. તેમાંના અસંયતિ પૂજારૂપ આશ્ચર્યમાં અનેક અસંયતિઓ શ્રાવક પાસેથી દ્રવ્ય લઈ પોતપોતાના કરાવેલા ચૈત્યમાં વસતા હતા અને તેના માલિકપણે વર્તી આનંદ માનતા હતા. ત્યાં કુવલયપ્રભ નામે એક તપસ્વી મુનિ આવ્યા. તેમને પેલા ચૈત્યવાસીઓએ નમીને કહ્યું–‘તમે અહીં એક ચાતુર્માસ રહો, જેથી તમારા ઉપદેશ વડે અનેક ચૈત્યો થશે.’ તેમણે કહ્યું “અહીં જે જિનાલયો છે તે બધાં સાવદ્ય છે; તેથી તેવા સાવદ્ય કાર્યને માટે હું ઉપદેશ કરીશ નહીં.’’ આવું દૃઢતાપૂર્વક સત્ય વચન કહેવાથી તેમણે જિનનામકર્મ ઉપાર્જન કર્યું અને આ સંસારરૂપ સમુદ્ર એકભવાવશેષ કર્યો, અર્થાત્ એક ભવ જ કરવો પડે તેવો કરી દીધો. પેલા વેષધારીઓએ તેમનું સાવદ્યાચાર્ય એવું નામ પાડ્યું, તથાપિ તેમને ક્રોધ થયો નહીં. તેથી મુનિઓએ ‘ચૈત્યાદિ કરાવવામાં મહાલાભ છે' એમ કહેવું. પણ ‘આ ચૈત્ય, ઉપાશ્રય કે ઊનું પાણી કરો' એમ કહેવું નહીં. એવો ઉપદેશ કરવો, પણ આદેશ કરવો નહીં. આ પ્રમાણે સાધુએ વિવેક રાખવો. [સ્તંભ ૧૩ એક વખતે પેલા વેષઘારીઓમાં પરસ્પર શાસ્ત્ર સંબંધી વિવાદ થયો. કોઈ બોલ્યા કે ‘જો ગૃહસ્થનો અભાવ હોય તો સાધુ ચૈત્યની રક્ષા કરે, ચૈત્યને સમારે, તે સંબંઘી બીજો પણ આરંભ કરે, તો પણ સાધુને દોષ લાગે નહીં.' કોઈ બોલ્યા કે ‘સંયમ જ મોક્ષે લઈ જનાર છે, માટે બીજું કાંઈ ન કરે.' કેટલાક બોલ્યા કે ‘ચૈત્યપૂજા પણ મોક્ષે લઈ જનાર છે માટે કરે.’ તેમનો આ વિવાદ ભાંગ્યો નહીં. એટલે તે સર્વેએ મળીને કુવલયપ્રભસૂરિને બોલાવ્યા. તેમણે જે સત્ય મુનિનો આચાર હતો તે કહી બતાવ્યો. ન એક વખતે કોઈ સાધ્વીએ તે આચાર્યને પ્રદક્ષિણા કરી, પગમાં શ્રદ્ધાથી મસ્તક મૂકી સ્પર્શ કરવાપૂર્વક વંદના કરી. તે પેલા લિંગીઓએ નજરોનજર જોયું. ત્યાર પછી એક વખતે વ્યાખ્યાનમાં મહાનિશીથ સૂત્રની આ ગાથા આવી કે—‘કોઈ મુનિ કારણ પ્રાપ્ત છતાં નીરાગીપણે સ્ત્રીના હસ્તનો સ્પર્શ કરે તો પણ હે ગૌતમ! તું નિશ્ચય જાણજે કે તેના મૂળગુણની હાનિ થઈ છે.’’ આનો ભાવાર્થ Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૪] સાવદ્યવચનનું ફળ ૧૫૯ એવો છે કે જે ગચ્છમાં નીરાગી સાધુ પણ કોઈ કારણ પ્રાપ્ત થયા છતાં પણ સ્ત્રીનો સ્પર્શ કરે તો તેના મૂળગુણની હાનિ થાય છે. આ પ્રમાણેની ગાથા કહી તેનો અર્થ વિસ્તારમાં સૂરિએ વિચાર્યું કે “પ્રથમ આ લિંગઘારીઓએ તેમનાં ચૈત્યોને માત્ર સાવદ્ય કહેવાથી મારું નામ સાવદ્યાચાર્ય તો પાડેલું છે. હવે આ ગાથાનો અર્થ સાંભળીને તો વળી કાંઈ વિરૂપ કરશે, પણ જે થવાનું હોય તે થાઓ. આ ગાથાનો અર્થ તો યથાર્થ જ કહેવો, કેમ કે જો અન્યથા કહું તો મહાદોષ લાગે.” આમ વિચારી તે ગાથાની યથાર્થ વ્યાખ્યા કરી. તે સાંભળી પેલા લિંગઘારીઓએ તેમને અડીને સાધ્વીને વંદન કરતાં જોયેલ તે વૃત્તાંત કહીને કહ્યું કે “ત્યારે તો તું પણ મૂળગુણહીન સાઘુ જ છે.' તે વખતે સૂરિ અપકીર્તિના ભયથી બોલ્યા કે–“અયોગ્યને ઉપદેશ આપવો જ યોગ્ય નથી. કહ્યું છે કે કાચા ઘડામાં નાખેલું જળ જેમ તે ઘડાનો વિનાશ કરે છે તેમ અલ્પમતિ પાસે કહેલું સિદ્ધાંતનું રહસ્ય વિનાશ પામે છે.” તેઓ બોલ્યા–“તું જ મિથ્યાભાષી છે, માટે અમારા દ્રષ્ટિમાર્ગથી દૂર જા.” સૂરિ બોલ્યા- સ્યાદ્વાદ મતમાં ઉત્સર્ગ અને અપવાદ એવા બે માર્ગ છે, તે તમે જાણતા નથી. કહ્યું છે કે એકાંતવાદ તે મિથ્યાત્વ છે અને અનેકાંતવાદ તે સ્યાદ્વાદ માર્ગ છે.” લિંગઘારીઓએ તે વચન માન્ય કર્યું, પરંતુ એ વાક્ય બોલવાથી લાગેલું પાપ આલોચ્યા વગર મૃત્યુ પામીને તે સૂરિ વ્યંતર થયા. તે દેવ ત્યાંથી અવીને પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રી કે જેનો પતિ પરદેશ ગયેલો છે તેની કુક્ષિમાં અવતર્યો. કલંકથી ભય પામેલાં તેનાં માતાપિતાએ તેને દેશમાંથી કાઢી મુકાવી. પરદેશ જઈને તે કોઈ કુંભારને ઘેર દાસીપણે રહી. ત્યાં ચોરી કરી માંસ વગેરે ખાવા લાગી; એટલે રાજાની આજ્ઞા લઈ ચોરીને માટે તેને વઘકારકને સોંપી. તેણે પ્રસવ થતાં સુધી તેને જીવતી રાખી. પ્રસવ થયો એટલે બાળકને છોડીને તે નાસી ગઈ. અનુક્રમે તે બાળક પાંચસો કસાઈઓના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી છેલ્લા નરકને છેલ્લે પાથડે ઉત્પન્ન થયો. ત્યાંથી એકોરુકુ નામના અંતરદ્વીપમાં સર્પ થયો. ત્યાંથી મૃત્યુ પામી પાડો થયો. પછી પાછો મનુષ્ય થયો. તે પછી વાસુદેવ થયો. મરીને નરકે ગયા પછી ગજકર્ણી મનુષ્ય થયો. મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળીને પાડો થયો. ત્યાંથી કોઈ બ્રાહ્મણની વિધવા સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ત્યાં ગર્ભપાત કરવા માટે માતાએ ખાઘેલાં ક્ષાર ઔષધોથી ગલતકોઢવાળો થઈ તે ગર્ભમાંથી નીકળ્યો. તે ભવમાં સાતસો વર્ષ, બે માસ અને ચાર દિવસ જીવી વ્યંતર થયો. પછી કસાઈનો અઘિપતિ થયો. મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળીને બળદ થયો. એવી રીતે અનંતકાળ ભમી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામ્યો. તે ભવમાં લોકની અનુવૃત્તિએ જિનેશ્વરને પ્રણામ કરતાં તે પ્રતિબોધ પામ્યો. પછી દીક્ષા લઈ પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સિદ્ધિપદને પ્રાપ્ત થયો. આ પ્રમાણે શ્રી વીરપ્રભુના મુખથી સાંભળી ગૌતમે પૂછયું-“હે સ્વામી! તે સૂરીએ એવું મહાપાપ શું કર્યું હતું? તેણે મૈથુન તો સેવ્યું નહોતું.” પ્રભુ બોલ્યા–“હે ગૌતમ! તે સૂરીએ “ઉત્સર્ગ તથા અપવાદ વડે સિદ્ધાંતની મર્યાદા છે' એમ કહીને પોતાનો મિથ્યા બચાવ કરવાથી મહાપાપ ઉપાર્જન કર્યું હતું, કારણ કે સ્યાદ્વાદ માર્ગમાં પણ સચિત્ત જળનો ભોગ, અગ્નિનો સમારંભ અને મૈથુન એટલાં તો ઉત્સર્ગ વડે નિષિદ્ધ કરેલાં છે, તેથી તેમાં ઉત્સર્ગ અને અપવાદ બન્નેની સ્થાપના કરવી યોગ્ય નહોતી.” Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ અહીં ઉત્સર્ગ અને અપવાદના સંયોગ વડે છ ભાંગા થાય છે, તે આગળ લખવામાં આવશે. વળી તે સૂરિએ સાધ્વીનો સ્પર્શ થતાં પગ સંકોચ્યા નહોતા; ઇત્યાદિ વડે અનંત ભવ વધાર્યા હતા. હવે ઉત્સર્ગ અને અપવાદનું સ્વરૂપ કહે છે. કષ્ટ વગે૨ે આવી પડતાં જો હૃદયમાં ધૈર્ય ન રહે તો અપવાદ માર્ગ સેવે. બાકી કેટલાક તો તેવે પ્રસંગે પણ ઉત્સર્ગ માર્ગ સેવે છે.’’ ભાવાર્થ એવો છે કે કષ્ટ આવી પડે તે વખતે કાર્તિક શ્રેષ્ઠીની જેમ કોઈ નિષિદ્ધ એવા અપવાદ માર્ગને આચરે છે અને કોઈ પુરુષ કામદેવ શ્રાવકની જેમ ઉત્સર્ગ માર્ગને જ સેવે છે. તે બન્નેના સંયોગે છ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-૧ ઉત્સર્ગ, ૨ અપવાદ, ૩ ઉત્સર્ગસ્થાને અપવાદ, ૪ અપવાદસ્થાને ઉત્સર્ગ, ૫ ઉત્સર્ગ–ઉત્સર્ગ, ૬ અપવાદ—અપવાદ. (૧) ઉત્સર્ગનો દાખલો– ૧૬૦ न किंचि वि अणुण्णायं पडिसिद्धं वा जिणवरिंदेहिं । मुत्तुणं मेहुणभावं न तं विणा रागदोसेहिं ॥ १ ॥ “પ્રભુએ મૈથુનસેવન સિવાય બીજી કોઈ પણ બાબતની (એકાંતે) આશા દીધી નથી, તેમ એકાંતે નિષેધ કર્યો નથી, માત્ર મૈથુન સેવનનો જ એકાંતે નિષેધ કરેલો છે, કારણ કે તે રાગદ્વેષ વિના થતું જ નથી.’’ (૨) અપવાદનો દાખલો– सवथ्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुंचइ अइवायाओ पुणो विसोहि तथा विरई ॥२॥ “સર્વથા સંયમનું રક્ષણ કરવું. સંયમથી પણ આત્માને બચાવવો. જો આત્મા બચ્યો હોય તો આલોયણા વગેરેથી તેની શુદ્ધિ થઈ શકે છે અને પાછી વિરતિ પ્રાપ્ત થાય છે.’’ (૩) ઉત્સર્ગમાં અપવાદનો દાખલો उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ । अववाये पुण पत्ते उस्सग्गनिसेवओ भयणा ॥३॥ ‘“ઉત્સર્ગને ઠામે અપવાદ સેવે તો તે વિરાધક થાય છે અને અપવાદ પ્રાપ્ત થયે સતે ઉત્સર્ગ સેવે તો વિરાધક થાય; કિંવા ન પણ થાય—ભજના છે.’ (૪) અપવાદમાં ઉત્સર્ગનો દાખલો પણ ઉપલી ગાથામાંથી જ સમજી લેવો. (૫) ઉત્સર્ગ–ઉત્સર્ગનો દાખલો શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલ છે તે આ પ્રમાણે– पुण गोयमा तं मेहुणं एगंतेणं निच्छयओ बाढं तहा आउ । तेउ समारंभं च सव्वपयारेहि संजयं विवज्जेजा । “ભગવંત કહે છે કે હે ગૌતમ! જે કારણ માટે વળી તે મૈથુન એકાંતે નિશ્ચયથી અત્યંતપણે વર્ષવું, તેમ જ સંયમીએ અકાય તેઉકાય જીવનો સમારંભ પણ સર્વ પ્રકારે વર્જવો.’’ (૬) અપવાદે અપવાદનો દાખલો–કોઈ સાધ્વી નદીમાં ડૂબી જતી હોય ને સાધુ તેના Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૪] સાવદ્યવચનનું ફળ ૧૬૧ અંગને સ્પર્શીને બહાર કાઢે તો તેની શુદ્ધિ અલ્પ આલોચનાથી થાય છે. અથવા મેઘ વર્ષતો હોય તેવે સમયે કોઈ વેશ્યા ઉપાશ્રયમાં પેસી ગઈ, પછી રાત્રે પણ ત્યાંથી ગઈ નહીં. એટલે ગુરુની આજ્ઞાથી કોઈ વૃદ્ધ સાધુએ તેને સ્તંભ સાથે બાંધી લીઘી. પ્રાતઃકાલે રાજા પાસે ફરિયાદ થતાં રાજાએ ગુરુને પૂછ્યું, એટલે ગુરુએ કહ્યું–‘રાજન્! સપ્તાંગલક્ષ્મીથી ભરેલા રાજાના ભંડારમાં ચોર પેસે તો તેને રાજા બંઘન વગેરે કરે કે નહીં? તેવી રીતે અમારા શિષ્યો તે જ્ઞાનાદિ રત્નના ભંડાર છે તેનું હરણ કરવાને માટે આવેલ આ વેશ્યાને અમે બાંધી લીઘી હતી.’ તે સાંભળી સત્ય ન્યાય જોઈ રાજા ખુશી થયો અને અત્યંત સંતોષ પામ્યો. ઉપર પ્રમાણે ઉત્સર્ગ અપવાદના છયે ભાંગા ચિત્તમાં અવધારી—વિચારીને બોલવું. તે વિષે પ્રાકૃતરૂપમાળામાં કહ્યું છે કે ‘‘આ પ્રમાણે છ ભાંગા હોવાથી કોઈ મુનિને આક૨ી ભીડમાં નારીનો પ્રસંગ થઈ ગયો તો તે આલોયણ લેવાથી છૂટશે, પણ જો તેનું સ્થાપન કરશે તો અનંત સંસાર વધારશે.’’ જો કે પ્રવચનમાં ઉત્સર્ગ-અપવાદને વિષે અનેકાંતની સ્થાપના છે, તથાપિ મૈથુનસેવન વગેરે તો એકાંતે નિષિદ્ધ કરેલું છે, તેથી તેમાં અપવાદનું સ્થાપન કરવાથી સૂત્રનું ઉલ્લંઘન થાય અને ઉન્માર્ગ પ્રગટ થાય છે. તેથી જિનાજ્ઞાનો ભંગ થતાં અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે. વળી જે પોતાના હીન આચાર વગેરે દોષ ગોપવવા માટે જિનાગમની અનેક યુક્તિઓ લઈને પોતાનું પાપ ગોપવે છે અને પોતાના ગુણ પ્રગટ કરે છે તે માયાવી ઉપર કહેલા સાવદ્યાચાર્યની જેમ બહુલસંસારી જ થાય છે. જે મુનિ ચૈત્યક્રિયામાં પાપ છે એમ કહે છે તે અનંતસંસારી થાય છે, કારણ કે તે ઉત્સૂત્રવચન છે. જુઓ, સાવદ્યાચાર્યે તીર્થંકરનામકર્મનાં દળી ઉપાર્જન કરેલ તે પણ નાશ પામ્યાં. આવું ઉત્સૂત્ર પ્રરૂપણાનું તાંડવ છે.’’ G વ્યાખ્યાન ૧૯૫ નવકારમંત્રનું ફળ હવે નવકાર ગણવાનો કાળ અને તેનું ફળ કહે છે- तुर्ये यामे त्रियामाया, ब्राह्मे मुहूर्ते कृतोद्यमः । मुंचेन्निद्रां सुधीः पंचपरमेष्ठिस्तुतिं पठेत् ॥ १ ॥ ભાવાર્થ “રાત્રિના ચોથા પહોરે બ્રાહ્મમુહૂર્તમાં (ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે) સદ્ગુદ્ધિવાળા પુરુષે ઊઠવાનો ઉદ્યમ કરી નિદ્રા છોડી દેવી અને પંચપરમેષ્ઠીની સ્તુતિ કરવી.’’ ભાગ ૩–૧૧ ભાવાર્થ એવો છે કે નિદ્રાના વશપણાથી કદી રાત્રિના ચોથે પહોરે ઊઠી ન શકાય તો પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યપણે ચૌદમા બ્રાહ્મમુહૂર્તમાં તો ઊઠવું જ. પછી શય્યાનાં વસ્ત્ર તજી દઈ બીજાં શુદ્ધ વસ્ત્ર પહેરવાં. પછી પવિત્ર ભૂમિ ઉપર ઊભા રહી અથવા બેસી વા પદ્માસન કરી શ્રાવકે ઈશાનદિશા તરફ રહીને જાપ કરવો. જાપના ત્રણ પ્રકાર છે : ૧ ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ અને ૩ જધન્ય. તેમાં પદ્માદિ વિધિ વડે કરવામાં આવે તે ઉત્કૃષ્ટ છે અને જપમાળાથી કરવામાં આવે તે મધ્યમ છે. પદ્માદિ વિધિ આ પ્રમાણે—ચિત્તની એકાગ્રતા થવાને માટે હૃદયમાં અષ્ટદળ કમળ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૩ સ્થાપિત કરવું, તેની મઘ્ય કર્ણિકામાં પ્રથમ પદ, પૂર્વાદિ ચાર દિશાઓમાં બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પદ અને અગ્નિ વગેરે ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદની સ્થાપના કરવી. પછી તે ક્રમ પ્રમાણે જાપ કરવો તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે. જપમાળા (નવકારવાળી) વગેરેથી જે જાપ કરવો તે તેથી ન્યૂન મધ્યમ જાપ કહેવાય છે. ઉત્કૃષ્ટ જાપનું મોટું ફળ છે. તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે— त्रिशुद्ध्या चिंतयन्नस्य, शतमष्टोत्तरं मुनिः । भुंजानोऽपि लभत्येव, चतुर्थतपसः फलं ॥ १ ॥ ભાવાર્થ—“ત્રિકરણ શુદ્ધિ વડે એકસો આઠ વાર ઉપર બતાવ્યા પ્રમાણે (અષ્ટદળકમળની સ્થાપના કરીને) જાપ કરનાર મુનિ ભોજન કરતાં છતાં પણ ચતુર્થતપ (ઉપવાસ)નું ફળ પામે છે.’’ હવે જધન્ય જાપનું સ્વરૂપ કહે છે– विना मौनं विना संख्यां, विना चित्तनिरोधनं । विना स्नानं विना ध्यानं, जघन्यो जायते जपः ॥ ભાવાર્થ–મૌન વિના, સંખ્યા વિના, મનનો રોઘ કર્યા વિના, સ્નાન વિના અને ધ્યાન વિના જે જાપ કરવામાં આવે તે જઘન્ય જાપ કહેવાય છે.’’ જપ કરવાથી આ લોક આશ્રયી ફળ શું થાય તે કહે છે. ‘‘વીંછી, સર્પ વગેરે ડસેલ હોય અથવા દાનવ (વ્યંતરાદિ તુચ્છ દેવો) તરફથી ઉપદ્રવ થયો હોય તો પંચ નમસ્કાર (નવકાર મંત્ર) વ્યાવવાથી સર્વ દુઃખમાંથી મુક્ત થવાય છે.'' અહીં એટલું વિશેષ સમજવાનું છે કે વીંછી વગેરેનું વિષ ઉતારવા માટે પશ્ચાનુપૂર્વીએ એકવીશ વગેરે વાર નવકારમંત્રનો જાપ કરવો ઇત્યાદિ આમ્નાય છે તે ગુરુગમથી જાણી લેવો. નવકારમંત્રના જાપ વડે રાક્ષસના ઉપદ્રવથી રક્ષા થવા વિષે નીચે પ્રમાણે કથા છે— નવકારના જાપ ઉપર કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં બલ નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખતે નવીન મેઘ વર્ષવાથી નદીમાં પૂર આવ્યું. એટલે તે જોવાને માટે લોકો એકઠા મળ્યા. તેવામાં જળની અંદર એક મોટું બિજોરું પાણી ઉપર તરતું જોવામાં આવ્યું. કોઈ તરીઆ પુરુષે જળમાં પડીને તે લઈ લીધું અને તે રાજાને અર્પણ કર્યું. સુગંધી અને મધુર રસવાળું તે બિજોરાનું ફળ રાજાએ ચાખ્યું, એટલે બહુ હર્ષિત થઈ રાજાએ તેને પૂછ્યું—‘આ ફળ તમને ક્યાંથી મળ્યું?’ તેણે કહ્યું-‘સ્વામી! નદીના પૂરમાંથી તણાઈ આવતું આ ફળ મળેલું છે.' તે સાંભળી રાજાએ કહ્યું–‘અરે પુરુષ! તે નદીના તટ ઉપર જ્યાંથી આ ફળ આવ્યું છે ત્યાં તું જા અને બીજાં ફળ લાવ.’’ પેલો પુરુષ તે તટ પૂછતો પૂછતો ત્યાં ગયો. પછી જેવો તેમાં પ્રવેશ કરવા તે તત્પર થયો એટલે નજીકના લોકોએ કહ્યું–‘અરે ભદ્ર! અહીં પ્રવેશ કરીશ નહીં. જે કોઈ પુરુષ અહીં પ્રવેશ કરી ફળપુષ્પાદિ લેવા જાય છે તે ત્યાં જ મૃત્યુ પામી જાય છે.’ લોકોનાં આવાં વચન સાંભળી તે પાછો વળ્યો અને તે વૃત્તાંત રાજા પાસે આવી નિવેદન કર્યું. તે સાંભળી રસલંપટ રાજા બોલ્યો—“અરે કોટવાલ! તું નગરમાં જઈ સર્વ મનુષ્યોનાં નામની ચિઠ્ઠીઓ લખી લાવ અને તે સર્વ ચિઠ્ઠીઓ Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૫] નવકારમંત્રનું ફળ ૧૬૩ એક ઘડામાં મૂકી પ્રભાતકાળે કોઈ કુમારિકા પાસે તેમાંથી એક ચિઠ્ઠી કઢાવ. પછી જેની ચિઠ્ઠી આવે તેને ફળ લેવા મોકલ.” રાજાની આવી આજ્ઞા થવાથી તેણે તેમ કર્યું. પછી જેના નામની ચિઠ્ઠી ઘડામાંથી નીકળે તે જીવવાની આશા છોડી કંપવા લાગે. કોટવાલના પુરુષો, ભયભ્રાંત એવા તેને પકડી પેલા નદીના તટ પાસેની વાપિકામાં મોકલે. તે ત્યાંથી એક બિજોરું છેદી નદીમાં તરતું મૂકે; એટલે તે વખતે નગરના દ્વાર આગળ રહેલો કોટવાલ તે લઈ રાજાને આપે અને પેલો પુરુષ તો ત્યાં જ મૃત્યુ પામી જાય. આ પ્રમાણે પ્રવર્તન થવાથી તે નગરના રહેનારાઓને તે નગર ઝેર જેવું થઈ ગયું, પણ રાજાના હૃદયમાં કાંઈ પણ દયા આવી નહીં અને વિષમપણું ટયું નહીં. એકદા તે નગરનિવાસી જિનદાસ શ્રાવકના નામની પત્રિકા નીકળી. તે પત્રિકા લઈ જિનદાસ નિર્ભયપણે પોતાને ઘેર આવ્યો અને સ્નાન કરી ઘરના દેવાલયમાં તથા મોટા મંદિરમાં દેવપૂજા કરી. પછી સર્વ સ્વજનવર્ગને ખમાવી, સાગારી અનશન અંગીકાર કરી તે વનમાં ગયો. ત્યાં ઊંચે સ્વરે નવકારમંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં તેણે પ્રવેશ કર્યો. તે અવસરે વનના અધિષ્ઠાયક વ્યંતરદેવે નવકારમંત્ર સાંભળી વિચાર્યું કે “અહો! આવા અક્ષરો મેં પૂર્વે સાંભળ્યા છે. પછી જ્ઞાનનો ઉપયોગ દેતાં તેણે પોતાનો પૂર્વભવ દીઠો, એટલે વિચારવા લાગ્યો કે “અહો! મેં પૂર્વભવે દીક્ષા લીધી હતી, પણ બરાબર આરાધી નહીં તેથી મૃત્યુ પામીને હું વ્યંતર થયો છું. પ્રમાદને વશ થઈ હું વૃથા દીક્ષા હારી ગયો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી તે જિનદાસ શ્રાવકની સમક્ષ આવ્યો અને બે હાથ જોડી તેની પાસે ઊભો રહી ચરણમાં નમીને બોલ્યો-“હે સપુરુષ! તમે મને ઘર્મસ્થાને જોડ્યો તેથી તમે મારા ગુરુ છો માટે કાંઈક વરદાન માગો.” શ્રેષ્ઠી બોલ્યો-“હે ભદ્ર! તમે સર્વ જીવની હિંસા નિવારો એ જ મારો વર છે. જો પ્રસન્ન થયા હો તો એ વર આપો.” રાક્ષસ બોલ્યો-“હે શ્રેષ્ઠી! તમે એ વરદાન તો મારા આત્માનું હિત થવા માટે માગ્યું છે. જૈનઘર્મથી વાસિત અંતઃકરણવાળા તમારા જેવા ગુરુના દર્શન વિના મેં આટલો વખત ફક્ત વિનોદ માટે જ અનેક જીવોની હિંસા કરી અને કરાવી છે. હવે હું હિંસા કરીશ નહીં અને કરાવીશ પણ નહીં. ફળ ગ્રહણ કરવાના મિષથી તમે અહીં આવીને મારા હૃદયમાં અનેકાંત ઘર્મને દ્રઢ કરાવ્યો છે, પણ અવિરતિના ઉદયથી દેવતાને શ્રાવકધર્મ ઉદય આવતો નથી; તથાપિ તમારા દર્શનથી મારા અંતઃકરણમાં સમક્તિ ગુણ ઉદયમાં આવ્યો છે, તેથી સર્વ સારું થશે. હે પૂજ્ય ગુરુ! તમારે હવે અહીં આવવાનો પ્રયાસ લેવો નહીં. હું દરરોજ પ્રભાતે તમારા દર્શન માટે આવીશ અને તે વખતે વૃક્ષ ઉપરથી જે ફળ પક્વ થઈને તાજું ઊતરેલું હશે તે તમારી આગળ ભેટ કરીશ.” આ પ્રમાણે કહી તેણે એક ક્ષણમાં શ્રેષ્ઠીને એક ફળ સહિત તેને ઘેર મૂકી દીઘો. શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ તે ફળ રાજાને આપ્યું. તેને જોઈ રાજાએ પૂછ્યું- હે ભદ્ર! તું અક્ષત શરીરે શી રીતે આવ્યો?” શેઠે કહ્યું- હે સ્વામી!નવકારમંત્રના મહિમાથી શું શું સિદ્ધ નથી થતું?” રાજા બોલ્યો-“મને તે મહામંત્ર શીખવો.” તે બોલ્યો–સમય આવશે ત્યારે શીખવીશ.' અન્યદા કોઈ જ્ઞાની આચાર્ય ત્યાં સમોસર્યા. શ્રેષ્ઠી રાજાને લઈને તેમને વાંદવા ગયો. પછી શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું- હે પૂજ્ય! અમારા રાજાને નવકારમંત્રનું ફળ સંભળાવો.” ગુરુએ આ પ્રમાણે નવકારમંત્રનું ફળ કહ્યું–“નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ટાળે છે, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૩ નવકારનું એક પદ પચાસ સાગરોપમનું પાપ ટાળે છે અને સમગ્ર નવકાર પાંચસો સાગરોપમનું પાપ ટાળે છે. જે પ્રાણી એક લાખ નવકાર ગણે અને નવકારમંત્રની વિધિથી પૂજા કરે તે તીર્થંકરનામગોત્રને બાંધે છે તેમાં જરા પણ સંદેહ નથી. જે કોઈ આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠ સો ને આઠ નવકાર ગણે તે ત્રીજે ભવે સિદ્ધિપદને પામે છે. હમેશાં નવકારની છૂટી પચાસ માળા ગણે તો સાડા પાંચ વર્ષે એક કોટી જાપ થાય છે અને બાંધેલી છ માળા ગણે તો પાંચ વર્ષે એક કોટી જાપ થાય છે. તેની સંખ્યાની ઘારણા બરાબર કરવી. આ લોક સંબંધી ફળ આ પ્રમાણે છે–અવળી રીતે (પશ્ચાનુપૂર્વી વડે) એક લાખ નવકાર ગણવાથી તત્કાળ સાંસારિક ક્લેશનો નાશ થઈ જાય છે. જો માત્ર હાથ વડે જાપ વગેરે કરવામાં અશક્ત હોય તો તેણે સૂત્ર વા રત્નાદિકની જપમાળા (નવકારવાળી) હૃદયની સમશ્રેણીએ રાખી, પહેરવાના વસ્ત્રને ફરસે નહીં તેમ, મેરુનું ઉલ્લંઘન કર્યા વગર-ઇત્યાદિ વિધિ વડે જાપ કરવો. પૃથ્વી પ્રમાર્જી, કટાસણે બેસી અને મુખે વસ્ત્ર રાખી જો જાપ કર્યો હોય તો તે જાપ સ્વાધ્યાયની ગણનામાં આવે છે. જાપના સંબંઘમાં કહ્યું છે કે અંગુલીના અગ્ર ભાગ વડે, મેરુનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્રચિત્તે જે જાપ કર્યો હોય તેનું ફળ પ્રાયે અલ્પ થાય છે. જાપ કરતાં થાકી જવાય તો ધ્યાન કરવું, ધ્યાન કરતાં થાકી જવાય તો જાપ કરવો અને બન્નેથી થાકી જવાય તો સ્તોત્રપાઠ કરવો એમ ગુરુએ કહેલું છે. અનાનુપૂર્વી વડે નવકાર ગણવાથી . ક્ષણમાં છમાસી તપ વગેરેનું પુણ્ય પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નવકારમંત્રના જાપનું ફળ મુનિમહારાજના મુખેથી સાંભળી રાજા શ્રાવક થયો. પછી નવકારમંત્રને ગણવામાં તત્પર રહેતો તો તે સ્વર્ગે ગયો. જેમાં શ્રી જિનેશ્વર ભગવંત અગ્રે વિરાજે છે એવો નવકારમંત્ર આ લોક અને પરલોકમાં સુખદાયક છે. આ પ્રમાણે જાણીને જે શ્રાવક નવકારમંત્રના પદને જપે છે તે ગુણવંત પ્રાણી આખા વિશ્વને વંદન કરવા યોગ્ય થાય છે.” I ત્રયોદશ રdભ સમાપ્ત . ૧ આ ગણતરીમાં પદપ્રમાણ જાપ ગણેલો હોવો જોઈએ. તેમ ગણવાથી જ સંખ્યાપૂર્તિ થાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્તંભ ૧૪ વ્યાખ્યાન ૧૯૬ તીર્થંકરનામકર્મના હેતુ તીર્થંકરનામકર્મને ઉપાર્જન કરવાના હેતુઓ કહે છે– सर्वे तीर्थंकरास्तु स्युरितस्तृतीयजन्मनि । विंशत्या सेवितैः स्थानैस्तीर्थकृन्नामहेतुभिः ॥ ભાવાર્થ-સર્વે તીર્થંકરો તીર્થંકરનામકર્મના હેતુરૂપ વીશસ્થાનક તપના સેવવાથી ત્યાર પછીના ત્રીજે ભવે તીર્થંકર થાય છે.’’ વિશેષાર્થ-સર્વ એટલે પૂર્વે અતીત કાળે થઈ ગયેલા અનંતા તીર્થંકરો તે સર્વે પાછલે ત્રીજે ભવે વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર થયા છે; એટલે જે જીવ તીર્થંકરનામગોત્રને બાંધે છે તે એ વીશ સ્થાનકમાંથી એક બે ત્રણ વગેરે સ્થાન અથવા સર્વ સ્થાન સેવવાથી તીર્થંકરનામકર્મ ઉપાર્જે છે. તે જીવો એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદવાળા જીવો સમજવા. તેમાં નપુંસક કૃત્રિમ સમજવા, સ્વભાવથી નપુંસકવેદી સમજવા નહીં. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “નિશ્ચયે મનુષ્યગતિમાં વર્તતો સ્ત્રી, પુરુષ અથવા નપુંસકવેદી વિશુદ્ધ લેશ્યાવાળો કોઈ પણ જીવ ઘણા પ્રયાસે વીશ સ્થાનકમાંના કોઈ પણ પદને આરાધવાથી જિનનામ ઉપાર્જે છે.’” તે વીશ સ્થાનક શ્રી જ્ઞાતાસૂત્રમાં આ પ્રમાણે કહેલાં છે—અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય (ગુરુ), સ્થવિર, ઉપાધ્યાય (બહુશ્રુત) અને તપસ્વી એટલે સાધુ; આ સાત પદ તથા આઠમું જ્ઞાન, નવમું દર્શન, દશમું વિનય, અગિયારમું ચારિત્ર, બારમું શીલ (બ્રહ્મચર્ય), તેરમું નિરતિચાર ક્રિયા, ચૌદમું તપ, પંદરમું દાન, સોળમું વૈયાવૃત્ય, સત્તરમું સમાઘિ, અઢારમું અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ, ઓગણીશમું શ્રુતભક્તિ અને વીશમું શાસનની પ્રભાવના–આ વીશે સ્થાનક આરાઘવાથી જીવ તીર્થંકરપણું પામે છે. અરિહંત નામાદિ ચાર નિક્ષેપા વડે સેવવા, તથા નિષ્પન્ન થયેલા ગુણવાળા, કર્મમળથી રહિત, પાછું ફરીને સંસારમાં આવવું ન પડે તેવી ગતિને પામેલા, સર્વ કાર્ય પતાવી, ઉદ્યોગમાત્ર પૂર્ણ કરી, નિશ્ચિંત થઈને સુખે સૂનાર ગૃહસ્થની જેમ ફરીને ન કરવાં પડે તેવી રીતે સંસારનાં સર્વ કાર્ય સમાપ્ત કરી, પરમ સુખનો અનુભવ કરવાને માટે શાશ્વતપદને જે પ્રાપ્ત થયેલા છે તે સિદ્ધ જાણવા. તેવા સિદ્ધનું ધ્યાન કરવું. પ્રવચન એટલે સર્વશ્રુતના આધારભૂત ચાર પ્રકા૨નો સંઘ સમજવો. ગુરુ એટલે બારસો ને છઠ્ઠું ગુણથી અલંકૃત એવા આચાર્ય મહારાજ જાણવા. સ્થવિર એટલે વૃદ્ધ. તે ત્રણ પ્રકારના છે. જેમની વય સાઠ વર્ષની થઈ હોય તે વયસ્થવિર, દીક્ષા લીધા વીશ વર્ષ થયાં હોય તે પર્યાયસ્થવિર અને જે સમવાયાંગ સૂત્રના અર્થ પર્યંત જાણનાર હોય તે શ્રુતસ્થવિર—એમ ત્રણ પ્રકારના સ્થવિર જાણવા. બહુશ્રુત એટલે તે સમયમાં વર્તતા એવા ઘણા શ્રુતને જાણનાર અથવા ઉપ એટલે જેની સમીપે રહીને અધ્યયન થાય તે ઉપાધ્યાય અથવા વાચક જાણવા. અનશન વગેરે વિચિત્ર પ્રકારના ઉગ્ર તપ કરનાર મુનિ તે સાધુ જાણવા. આ સાત સ્થાનનું Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ વાત્સલ્ય કરવું એટલે તેમના યથાર્થ ગુણનું વર્ણન કરવું અને તેમના પર ભક્તિરાગ રાખવો. હમેશાં જ્ઞાનનો ઉપયોગ ઘારણ કરવો તે આઠમું સ્થાનક. તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે સમ્યક્દર્શન, વિનય, આવશ્યક ક્રિયામાં વર્તવું તે ચારિત્ર, શીલવ્રત, તેરમું ક્ષણલવ (નિરતિચાર ક્રિયા) નામે સ્થાન, એટલે પ્રતિક્ષણે પ્રતિલવે વૈરાગ્યભાવયુક્ત ક્રિયા કરવી તે. તપ અનેક પ્રકારના સમજવા. ત્યાગ (દાન) સ્થાન તે ગૌતમ વગેરેને યથાયોગ્યપણે અન્નાદિ આપવું. બાલ, ગ્લાન વગેરેની સેવા તે વૈયાવૃત્ય નામે સોળમું સ્થાન. તે વિષે શ્રી પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે કે “કઈ રીતે એ વ્રતને આરાધે તે કહે છે—ઉપઘિ, ભાત, પાણી વગેરેના સંગ્રહમાં તથા દાનમાં કુશળ એવો મુનિ અત્યંત બાળ, દુર્બળ, વૃદ્ધ, ક્ષપક, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, સાધર્મી, તપસ્વી, કુળ, ગણ, સંઘ ને ચૈત્ય–એ સર્વ મળી તેર પદની દશ પ્રકારની વૈયાવચ્ચ અવિશ્રાંતપણે બહુ રીતે કરે.’’ અહીં કોઈ શંકા કરે કે જિનપ્રતિમાને ઉપઘિ વગેરેનું દાન દેવાનો સંભવ નથી તો ચૈત્યનું વૈયાવૃત્ય શી રીતે કરે? તેના સમાધાનમાં કહેવાનું કે ‘કોઈ યક્ષ મારી વૈયાવૃત્ય કરે છે તેથી તેણે આ કુમારોને હણ્યા છે.’’ આવું હરિકેશી મુનિનું વચન છે તે પ્રમાણે ચૈત્યની અવજ્ઞા કરતા હોય તેમને નિવારવાથી પણ ચૈત્યનું વૈયાવૃત્ય થાય છે. સત્તરમું સમાધિ સ્થાન એટલે દુર્ધ્યાન છોડી ચિત્તની સ્વસ્થતા કરવી. તે સ્વસ્થતા ચારિત્ર, વિનય વગેરેથી થાય છે. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાનો આદર તે અઢારમું સ્થાન છે. શ્રુતનું બહુમાન કરવું તે ઓગણીશમું સ્થાન છે અને પ્રવચનની પ્રભાવના કરવી, તીર્થનો ઉદ્યોત કરવો તે વીશમું સ્થાન છે. એ સ્થાન વડે જીવ પ્રભુપણાને પામે છે. એ તપનો વિધિ સંપ્રદાયથી આ પ્રમાણે છે–‘વીશ સ્થાનકનું તપ કરવું હોય તો વીશ ઉપવાસ કરવાથી તે તપની એક પંક્તિ સમાપ્ત થાય છે. જો ઉપરાઉપરી વીશ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો આંતરે આંતરે ઉપવાસ કરી છ માસની અંદર તો એક પંક્તિ પૂર્ણ કરવી જ જોઈએ. એવી એકંદર વીશ પંક્તિ વડે એ તપ પૂર્ણ થાય છે, એટલે તેમાં એકંદર ચારસો ઉપવાસ થાય છે. એ પ્રમાણે શક્તિને અનુસારે વીશ વીશ છઠ્ઠ, અઠ્ઠમ વગેરેથી માંડીને વીશ વીશ માસક્ષપણ કરવા સુધીનું તપ પ્રાજ્ઞ પુરુષો કરે છે. તે તપમાં જે દિવસે તપ કરે તે દિવસે પાંચ નમ્રુત્યુર્ણના પાઠવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન અવશ્ય વિધિ વડે કરવું જોઈએ. તેની એક એક પંક્તિમાં એક એક દિવસ વડે ભક્તિપૂર્વક એકેક સ્થાનક આરાધીને એકંદર વીશે સ્થાનકની આરાધના કરવી. પ્રથમ દિવસે “નમોડóભ્યઃ’’ એ પદના બે હજાર જાપ કરવા અને અદ્વૈતની ભક્તિ સ્તવન વગેરેથી વિશેષપણે કરવી. બીજા દિવસોમાં પ્રથમ કહેલા સિદ્ધ વગેરે સ્થાનો ક્રિયા, જ્ઞાન તથા જ્ઞાનાભ્યાસના આદર વગેરેથી આરાધવાં. કેટલાક તો એક એક પંક્તિથી (વીશે દિવસ) એક એક સ્થાન એમ વીશ પંક્તિ વડે વીશ સ્થાનક આરાઘે છે. સાંપ્રતકાળે તે જપ કરવાના પદ સંપ્રદાયથી જાણી લેવા. જો સંપૂર્ણ તપ કરવાને અશક્ત હોય તો એક સ્થાન, બે સ્થાન અથવા બધા સ્થાનો સ્કુરાયમાન ભક્તિ વડે શ્રેણિક રાજા વગેરેની જેમ યથાશક્તિ સેવવાં. એવી રીતે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા આ સ્થાનકોને આરાધવાથી તીર્થંકરપણાની ઉત્તમ સંપત્તિને પામે છે.’ જિતેંદ્રના ભવની પૂર્વે ત્રીજા ભવમાં તીર્થંકરગોત્ર બાંધ્યાં પછી ક્યાં જાય તે કહે છે—તીર્થંકરપદને ઉપાર્જન કર્યું છે જેણે એવા જીવ વૈમાનિક દેવતા થાય છે. પરંતુ કોઈ જીવ પૂર્વે Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૭] ચ્યવનકલ્યાણક વર્ણન ૧૬૭ આયુષ્ય બાંધ્યું હોય છે તો તે નરકભૂમિમાં પણ જાય છે.’’ આનો ભાવાર્થ એવો છે કે અરિહંતપદ સમ્યક્ત્વ છતે જ બંધાય છે, તેથી તે જીવ મરણ પામીને વૈમાનિક દેવતા જ થાય છે, પણ સમ્યક્ત્વ અને જિનપદની પ્રાપ્તિ થયા અગાઉ કોઈ જીવે નારકીનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તો તે દશારસિંહ (કૃષ્ણ), સત્યકી અને શ્રેણિક વગેરેની જેમ નરકે પણ જાય છે અને ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. જીર્ણસંગ્રહણીમાં કહ્યું છે કે પહેલી ત્રણ નરકથી નીકળેલા જીવ તે પછીના ભવમાં તીર્થંકર થાય છે; બાકીની ચાર નરકમાંથી નીકળેલા તીર્થંકર થતા નથી. ચોથી નરકમાંથી નીકળી સામાન્ય કેવળી થાય છે, પણ જિવેંદ્ર થતા નથી. પાંચમી નરકમાંથી નીકળી સર્વવિરતિરૂપ સાધુપણું પામે છે પણ કેવળજ્ઞાન પામતા નથી. છઠ્ઠી નરકમાંથી નીકળી પાંચમું ગુણઠાણું (શ્રાવકપણું) પામે, પણ મુનિપણું પામતા નથી. સાતમી નરકમાંથી નીકળી સમ્યક્ત્વ–સમ્યગ્દર્શન પામે છે પણ બીજો ગુણ પામતા નથી.'' આ અર્થને જ વિશેષે કરીને કહે છે-“પહેલી નરકમાંથી નીકળી ચક્રવર્તી થાય છે. બીજી નરકમાંથી નીકળી વાસુદેવ બળદેવ થાય છે, ત્રીજીમાંથી નીકળી જિન થાય છે. ચોથી નરકમાંથી નીકળી ભવાંત કરે છે અર્થાત્ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. પાંચમીમાંથી નીકળી મનુષ્યપણું ને સાધુપણું પામે છે. છઠ્ઠી નરકમાંથી નીકળેલાને અનંતરભવે મનુષ્ય થવાની ભજના છે. કોઈ મનુષ્ય થાય છે અને કોઈ નથી પણ થતા. જે મનુષ્ય થાય છે તે પણ સર્વ સંયમના લાભથી રહિત થાય છે, દેશવિરતિ થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલા નિશ્ચયે નરપણું પામતા જ નથી, પણ તિર્યંચયોનિમાં અવતરે છે ત્યાં સમતિ પામી શકે છે. (આ પ્રસંગે લખવામાં આવ્યું છે.)’’ અહીં પ્રશ્ન થાય છે કે ચાર દેવનિકાયમાં કયા નિકાયમાંથી આવેલા જિન થાય? તેના ઉત્તરમાં કહેવાનું કે—વૈમાનિક નિકાયમાંથી જ આવીને જિન થાય. કહ્યું છે કે “બળદેવ ને ચક્રવર્તી સર્વ દેવનિકાયમાંથી આવીને થાય છે અને અરિહંત તથા વાસુદેવ એ માત્ર વિમાનવાસીમાંથી આવીને જ થાય છે. વાસુદેવના ચિરત્ર (વાસુદેવહિંડ)માં તો નાગકુમારમાંથી નીકળી અનંતરભવે એરાવતક્ષેત્રે આ અવસર્પિણી કાળમાં જિન થયેલા વર્ણવ્યા છે. તત્ત્વ શાની જાણે. ‘‘જેણે સ્કુરાયમાન તીર્થંકરનામકર્મ મેળવ્યું હોય છે તે તે કર્મના ઉદયથી અહીં મનુષ્યગતિમાં જગત્પતિ જિનેશ્વર થાય છે.’’ વ્યાખ્યાન ૧૯૭ ચ્યવનકલ્યાણક વર્ણન હવે તીર્થંકરોનું ચ્યવનકલ્યાણક વર્ણવે છે— देवभवं च तत्सौख्यं मुक्त्वा च्युत्वेह सत्कुले । श्रीमतो भूपतेर्भार्याकुक्षावुत्पद्यते जिनः ॥ १ ॥ ભાવાર્થ—“દેવતાનો ભવ અને દેવગતિ સંબંધી સુખ મૂકી ત્યાંથી ચવીને કોઈ પણ રાજાની ઉત્તમ રાણીની કુક્ષિમાં જિનેશ્વરનો જીવ ઉત્પન્ન થાય છે.’’ વિશેષાર્થ જે જીવ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરે છે તે દેવભવ સંબંધી સુખ મૂકી ત્યાંથી ચવીને આ મનુષ્યક્ષેત્રને વિષે કર્મભૂમિમાં ઉત્તમ કુળની અંદર ધનાઢ્ય રાજાની શીલ વગેરે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ ગુણોથી સંપન્ન એવી રાણીની કુક્ષિમાં અવતરે છે. જો કે દરેક દેવતાનું જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે છે ત્યારે તેને આ પ્રમાણે ચિહ્ન થાય છે—પુષ્પની માળા ગ્લાનિ પામે, કલ્પવૃક્ષ કંપે, લક્ષ્મી તથા લજ્જાનો નાશ થાય, વસ્ત્ર મેલાં દેખાય, દીનપણું આવે, આલસ થાય, કામ–રાગ વધે, અંગ ભાંગે, સૃષ્ટિમાં ભ્રમ થાય, શરીર કંપે અને અરિત ઊપજે; તથાપિ તીર્થંકર થનારા દેવતા તો પુણ્યના ઉત્કર્ષપણાથી ઊલટા વિશેષ કાંતિ વિજ્ઞાનાદિયુક્ત થાય છે. કહ્યું છે કે “તીર્થંકર થનારા દેવતાનું તેજ ચ્યવવા સુધી વધતું જાય છે. બીજા દેવતાઓની જેમ તેમને ચ્યવન સંબંઘી દૂષિત ચિહ્નો થતાં નથી.'' બીજા દેવતાઓમાંથી કેટલાક ઉપર કહેલાં ચિહ્નો જ્યારે જુએ છે ત્યારે આ પ્રમાણે ચિંતવે છે—‘અહો! અમારું આવું સુખ ચાલ્યું જશે? દુર્ગંધથી ભરેલું ગર્ભ વગેરેનું દુઃખ પ્રગટ થશે? અરે ! આ અમારી દેવાંગનાનો સ્વામી કોણ થશે?’’ આ પ્રમાણે ચિંતવીને તેઓ આક્રંદ કરે છે અને શોકમગ્ન થાય છે. જેઓ પરમાર્થને જાણનારા સુલભબોઘી હોય છે તેઓ પોતાના આત્માની તેવા પ્રકારની વિડંબના કરતા નથી. કેટલાક તો ભાવીભાવ માનીને આ પ્રમાણે ચિંતવે છે કે ‘ક્યારે અમે મનુષ્યપણું પામીને જિનમાર્ગને અનુસરીશું?’ અહીં એટલું વિશેષ જાણવાનું કે ચ્યવવાનો કાળ એક સમયનો હોવાથી સૂક્ષ્મ છે અને છદ્મસ્થપણાના જ્ઞાનનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્તનો હોય છે, તેથી ચ્યવનના સમયની ખબર પડતી નથી. હવે ચ્યવનકલ્યાણકનો મહિમા કહે છે–તીર્થંકરનો જીવ ચ્યવવાનો હોય છે ત્યારે પૃથ્વી ઉપર અશિવ ઉપદ્રવ વગેરે શમી જાય છે અને નારકીનો જીવ પણ ક્ષણવાર સુખ મળવાથી હર્ષ પામે છે. જ્યારે તીર્થંકરરૂપ સૂર્ય ઉદય થવાને સન્મુખ થાય છે ત્યારે ઇંદ્રો આસનકંપથી તે હકીકત જાણીને હર્ષ પામે છે. પછી તત્કાળ સિંહાસન ઉપરથી ઊઠી, વિનયથી પાદુકા છોડી દઈ, શ્રી જિનેશ્વરની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ચાલે છે. પછી પંચાંગ પ્રણિપાત વડે શ્રી જગદીશ્વરને નમી અંજલિ જોડી શક્રસ્તવ વડે સ્તુતિ કરે છે. શ્રી આવશ્યકની વૃત્તિમાં શ્રી ઋષભપ્રભુના ગર્ભાવતારના સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે “શકેંદ્ર આસનકંપથી પ્રભુ ચવ્યા એમ જાણી સત્વર ત્યાં આવે અને યાવત્ જિનેશ્વરની માતાને કહે કે તમારો પુત્ર ધર્મચક્રવર્તી થશે.'' કેટલાક કહે છે કે બત્રીશ॰ ઇંદ્ર આવીને તે પ્રમાણે કહે.’ એવી રીતે પ્રથમ કલ્યાણકના ઉત્સવની પદ્ધતિ બહુશ્રુત વિદ્વાનો પાસેથી જાણી લેવી. હવે ગર્ભવાસમાં જિનેશ્વર આવતાં તેમની માતાને જે થાય તે કહે છે—તે અવસરે સ્વર્ગભવન જેવા વાસગૃહમાં સ્વર્ગની શય્યા જેવી શય્યા ઉપર મૃગાક્ષી જિનમાતા સૂતા હોય છે. તેઓ નીરોગી અને સમઘાતુપણામાં પ્રસન્ન ચિત્તથી રાત્રે સાક્ષાતૂની જેમ ચૌદ સ્વપ્ર જુએ છે. તે ચૌદ સ્વપ્રનું વર્ણન પ્રખ્યાત છે, તેથી અહીં લખતા નથી. બીજા ઉત્તમ પુરુષોની માતા કેટલાં સ્વપ્રો જુએ છે, તે વિષે કહેલું છે કે ચક્રવર્તીની માતા જિનેશ્વરની માતાની જેમ તે જ ચૌદ સ્વપ્નો જુએ છે પણ તે જિનમાતાની અપેક્ષાએ કંઈક ન્યૂન કાંતિવાળા જુએ છે. જેનો પુત્ર એક જ જન્મને વિષે ચક્રી અને તીર્થંકર થવાનો હોય તેની માતા તે ચૌદ સ્વપ્નો બે વાર જુએ છે, એમ પૂર્વાચાર્યોએ કહેલું ૧. અહીં બત્રીશ ઇંદ્ર વ્યંતર સિવાયની ત્રણ નિકાયના જાણવા. Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૮] જન્મકલ્યાણક વર્ણન ૧૬૯ છે. શાંતિનાથ પ્રભુના શીલવતી માતા અચિરાએ રાત્રિના શેષ ભાગે બે વાર ચૌદ સ્વપ્નો જોયા હતાં, એમ વૃદ્ધ શત્રુંજયમાહાત્મ્યમાં કહેલું છે. વાસુદેવની માતા એ ચૌદ સ્વપ્નમાંથી કોઈ પણ સાત સ્વપ્ન જુએ છે, બલદેવની માતા તેમાંથી ચાર સ્વપ્ન જુએ છે, માંડલિક રાજાની માતા તેમાંથી એક સ્વપ્ન જુએ છે, પ્રતિવાસુદેવની માતા તેમાંથી ત્રણ સ્વપ્ન જુએ છે અને કોઈ મહાત્મા મુનિની માતા તેમાંથી એક સ્વપ્ન જુએ છે, જેમ મેધકુમાર વગેરેની માતાએ જોયું હતું તેમ સ્વબુદ્ધિથી જાણી લેવું. હવે પ્રસ્તુત વિષયના સંબંધમાં કહે છે કે “ત્રણ જ્ઞાનવાળા શ્રી જિનેશ્વર ભગવંત પણ ગર્ભરૂપે આવીને રહે છે. અહો! જગતનો પ્રવાહ જિનેશ્વરોએ પણ ઉલ્લંઘન કર્યો નથી.’’ સ્વર્ગથી ચવીને જો કે ગર્ભમાં ગુપ્તપણે રહે છે તો પણ આખા વિશ્વમાં પ્રગટ થાય છે અને ઇંદ્રાદિ તેમની સ્તુતિ કરે છે. ~500 વ્યાખ્યાન ૧૯૮ જન્મકલ્યાણક વર્ણન સર્વે જિન ત્રણ જ્ઞાનસહિત જન્મે છે તે વિષે કહે છે– स्वर्गाद्वा नरकाद्वा ये, यस्मादायांति तीर्थपाः । ज्ञानत्रयं ते तत्रैत्य, बिभ्रते गर्भगा अपि ॥ १ ॥ ભાવાર્થ-તીર્થંકર સ્વર્ગથી કે નરકથી આવે પણ તે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા હોય છે.’’ અહીં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમજવા. તે ત્રણ જ્ઞાન બીજા દેવતાઓ કરતાં તીર્થંકર થનારા દેવતાઓને અનંતગુણ શ્રેષ્તર હોય છે અને તેવા ત્રણ જ્ઞાન સાથે જ તે ગર્ભમાં આવીને અવતરે છે. જ્યારે જિનેશ્વર ગર્ભમાં અવતરે ત્યારે તે ગર્ભના પ્રભાવથી માતાનું શરીર સ્વચ્છ પુદ્ગલમય તથા સુગંધમય થાય છે. બીજી માતાઓની જેમ ગર્ભસ્થળ બિભત્સ દેખાતું નથી. જિનેશ્વરને ઉત્પન્ન થવા યોગ્ય ગર્ભસ્થાન કસ્તૂરી બરાસ કરતાં પણ અત્યંત સુગંધી હોય છે. ત્યાં પ્રભુનો જીવ મુક્તાફળ અથવા હીરાની જેમ ઉત્પન્ન થાય છે. તે સ્થાનકે અશુભ પુદ્ગલની સ્થિતિ કે સંચય થતો નથી. માતા જે આહાર લે છે તે પણ શુભ રૂપે પરિણામ પામે છે. પ્રભુના પ્રભાવથી, મેઘે ગ્રહણ કરેલ ક્ષાર જળ પણ જેમ મઘુર થાય છે તેમ સર્વ પુદ્ગલ નિર્મળ થઈ જાય છે. વળી પ્રભુ ગર્ભમાં આવી ગયા પછી તે માતાના ગર્ભમાં પુનઃ બીજો જીવ ઉત્પન્ન થતો નથી અર્થાત્ ત્યાર પછી ગર્ભસ્થિતિ જ થતી નથી. તેથી સ્તુતિને અગોચર દિવ્યરૂપ એવા યોનિક્ષેત્રમાં બીજી અસંખ્યાત સ્ત્રીઓને તજી દઈને પ્રભુ ઊપજે છે. અર્થાત્ પુણ્યના પાત્રરૂપ, ઉભય કુળ શુદ્ધ, ધર્મધ્યાનમાં તત્પર, અનંત ધર્મકાર્યના પ્રભાવે જેણે સ્ત્રીપણું પ્રાપ્ત કરેલ છે, જે અગણિત પુણ્યવાળી તથા લાવણ્યવતી છે અને જે બાલ્યવયથી શીલધર્મની ધુરાને ઘરનારી હોય છે તેવી સ્ત્રીને જ જિનેશ્વર માતારૂપે સ્વીકારે છે અને તે જિનમાતા પણ એવા પ્રભાવિક પુત્રને પ્રગટ કરવા માટે પ્રબળ પુણ્યાઢ્યા હોવાથી જ જગત્ પતિજનનીનું બિરુદ ધારણ કરે છે. તે વિષે શ્રી ભક્તામરસ્તોત્રમાં કહેલું છે કે– स्त्रीणां शतानि शतशो जनयंति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । - Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ सर्वा दिशो दधति भानि सहस्ररश्मिं प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालं ॥ ‘‘હે સ્વામી! સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પણ તમારા જેવા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપતી નથી. દૃષ્ટાંત કે સર્વ દિશાઓ, નક્ષત્રોને તો ઘારણ કરે છે, પણ સ્ફુરાયમાન કિરણોવાળા સૂર્યને તો પૂર્વદિશા જ ઘારણ કરે છે.’’ અહીં કોઈ શંકા કરે કે બીજા જીવોની જેમ પ્રભુને પણ ગર્ભમાં દુઃખ થતું હશે; પણ તે શંકા અહીં લાવવી નહીં. કહ્યું છે કે ‘ગર્ભમાં આવેલા જિનેંદ્ર ત્યાં કાંઈ પણ દુઃખ પામતા નથી અને પ્રસવાદિકમાં પણ તેમને કે માતાને કિંચિત્ પણ દુઃખ થતું નથી.' બીજા જીવોને ગર્ભમાં અત્યંત દુઃખ થાય છે એમ શાસ્ત્રોમાં કહેલું છે તે આ પ્રમાણે—“હે ગૌતમ! સોયને અગ્નિમાં તપાવી રોમેરોમે પ્રવેશ કરાવવાથી જીવને જેવું દુઃખ થાય તેથી આઠગણું દુઃખ પ્રાણીને ગર્ભમાં થાય છે અને ગર્ભમાંથી નીકળતાં યોનિયંત્રમાં પીલાતી વખતે તેથી લાખગણું અથવા કોટિગણું દુઃખ થાય છે.'' ભાવાર્થ એવો છે કે કોઈ દેવતા સાડાત્રણ કરોડ સોયને અગ્નિમાં તપાવી પ્રાણીનાં સાડાત્રણ કરોડ રૂંવાડામાં એક સાથે સમકાળે વીંધે, તે વડે તેને જેવું દુઃખ થાય તેથી આઠગણું દુ:ખ જીવને ગર્ભમાં થાય છે. એવાં સર્વપ્રકારનાં દુઃખજાળથી મુક્ત તીર્થંકરનો ગર્ભ હોય છે એમ કહેલું છે; તેનું તત્ત્વ તો કેવલી જાણે. ૧૭૦ જિનેશ્વર પોતાનો ચ્યવનસમય જાણી શકતા નથી, કારણ કે તે કાળ અતિસૂક્ષ્મ છે. કહ્યું છે કે—જિનેશ્વર ભગવંત અતીત, અનાગત કાળના અસંખ્યાતા સમયની વાત જાણે, પણ ચ્યવનની વાત ન જાણે; કારણ કે ચ્યવનનો કાળ એક સમયનો હોવાથી અતિસૂક્ષ્મ છે. એટલે પ્રભુ ચ્યવીશ એમ જાણે, ચ્યવનક્ષણ ન જાણે, ચ્યવ્યા પછી ચવ્યો એમ જાણે. આ પ્રમાણે પ્રભુના ગર્ભોત્પત્તિકાળનો મહિમા વર્ણવ્યો. [સ્તંભ ૧૪ હવે જિનજન્મનો ઉત્સવ વર્ણવે છે—જગત્ સર્વ હર્ષવંત હોય અને નિમિત્ત-શકુનાદિક સારાં થતાં હોય તે સમયે અર્ધરાત્રે પૃથ્વી જેમ નિધાનને પ્રસવે તેમ જિનમાતા જિનને જન્મ આપે છે. તે સમયે સર્વ દિશાઓ હર્ષિત થઈ હોય તેમ પ્રસન્ન દેખાય છે અને જ્યાં નિરંતર અંધકાર રહે છે તેવા નરકમાં પણ ક્ષણમાત્ર પ્રકાશ થાય છે. તે વિષે ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે ‘અરિહંતના જન્મ વખતે, દીક્ષા લેતી વખતે, જ્ઞાનપ્રાપ્તિને સમયે અને મોક્ષે જાય ત્યારે—એ ચાર વખતે સર્વલોકમાં ઉદ્યોત થાય.’ જન્મસમયે તત્કાળ છપ્પન દિક્કુમારીઓ આસનકંપ થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ જાણી ત્યાં આવે છે. તે છપ્પન દિક્કુમારીઓનું કૃત્ય આ પ્રમાણે છે— ભોગંકરા વગેરે અઘોલોકવાસી આઠ દિક્કુમારીઓ પરસ્પર બોલાવીને કહે કે ‘અહીં રહેનારી ત્રણે કાળની દિક્કુમા૨ીઓનો એવો આચાર છે કે તેમણે જિનેશ્વર ભગવંતનો જન્મોત્સવ કરવો; માટે ચાલો, આપણે પણ ત્યાં જઈએ. આપણા જીવિતને ધન્ય છે કે સર્વથી પહેલાં શ્રી જિનપતિના દર્શન આપણને જ થશે.' આવો નિશ્ચય કરી પ્રત્યેક કુમારિકા પોતપોતાના સેવકદેવતા પાસે યોજનપ્રમાણ વિમાન કરાવી પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવતા, ચાર મહત્તરા, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સાત પ્રકારના કટકનો પરિવાર લઈ, પોતપોતાના વિમાનમાં બેસી, અરિહંતના જન્મગૃહ સમીપે આવી, વિમાનમાંથી ઊતરે છે. પછી Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૮] જન્મકલ્યાણક વર્ણન ૧૭૧ જિનેશ્વરને તથા જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી ભગવંત તથા ભગવંતની માતાની આ પ્રમાણે સ્તુતિ કરે છે–“હે વિશ્વદીપિકા! તમે ત્રિભુવનને તારવાને સમર્થ એવા શ્રી અર્હત પ્રભુની માતા થયા છો, એથી તમે કૃતાર્થ છો.” ઇત્યાદિ સ્તુતિ કરીને કહે છે કે “હે માતા! તમે બીશો નહીં, અમે અમારા જેવા અસંખ્ય જીવોના સ્વામી એવા તમારા પુત્રનો જન્મોત્સવ કરવા માટે આવેલ છીએ.” આમ કહીને સંવર્તક વાયુ વડે પ્રભુના જન્મગૃહથી એક યોજન પ્રમાણ ક્ષેત્રને રજ, અસ્થિ, કેશ તથા તૃણાદિકથી રહિત કરી સ્વકાર્ય બજાવી ગાયન કરતી ઊભી રહે છે. બીજી પણ દિકકુમારીઓના આગમનની પદ્ધતિ એવી રીતે જ છે. તેના કાર્યમાં જે કાંઈ વિશેષ છે તે કહીએ છીએ. મેઘંકરા વગેરે આઠ ઊર્ધ્વલોકવાસી દિકુમારીઓ, જેઓ આ સમભૂતલા પૃથ્વીથી પાંચસો યોજન ઊંચા નંદનવનમાં પાંચસો યોજન ઊંચા શિખર ઉપર રહેનારી છે તે ત્યાંથી પૂર્વવત્ આવી, સુગંઘી મેઘને વિદુર્વી, પ્રથમ સાફ કરેલા યોજનપ્રમાણ ક્ષેત્રને સુગંધી જળઘારા વડે શીતળ કરે છે. પછી જાનુપ્રમાણ ઊંચી પંચવર્ણ પુષ્યની વૃષ્ટિ એક યોજનપ્રમાણ ક્ષેત્રમાં કરે છે તથા ચારે તરફ સુગંધી ધૂપ કરે છે. પછી નંદોત્તરા પ્રમુખ આઠ પૂર્વચકનિવાસી દિકુમારીઓ ત્યાં આવી જિનને તથા જિનમાતાને નમી હાથમાં દર્પણ લઈ ગાતી ગાતી ઊભી રહે છે. સમાહારા વગેરે આઠ દક્ષિણરુચકવાસી દિધુમારીઓ હાથમાં પૂર્ણ કળશ રાખી પ્રભુની દક્ષિણ તરફ ગીત ગાતી ઊભી રહે છે. ઇલાદેવી વગેરે આઠ દિકુમારીઓ પશ્ચિમ રુચકથી આવી, હાથમાં પંખા લઈ, પ્રભુની પશ્ચિમે ઊભી રહીને ગાયન કરે છે. અલંબૂસા વગેરે આઠ દિકુમારીઓ ઉત્તર રુચકથી આવી પ્રભુની ઉત્તરે રહી ચામર વીંજે છે. ચિત્રા વગેરે ચાર દિઠ્ઠમારીઓ વિદિશાના રુચકથી આવી પ્રભુને તથા માતાને નમી હાથમાં દીપિકા લઈ ચારે વિદિશાઓમાં ગાયન કરતી ઊભી રહે છે અને રૂપા વગેરે ચાર દિકુમારીઓ મધ્ય ચકથી પરિવાર સહિત આવી પ્રભુનું નાળ ચાર આંગળ વર્જીને વઘેરે છે અને તે નાળને પૃથ્વીમાં નાખી તે ખાડાને ઉત્તમ રત્નોથી પૂરી દે છે. પછી અરિહંતના અંગને આશાતના ન થાય એવી બુદ્ધિથી તે સ્થાન ઉપર પીઠ બાંધી દૂર્વાના અંકુર વાવે છે. પછી પશ્ચિમ સિવાય ત્રણે દિશાઓમાં કદલીનાં ત્રણ ઘર વિદુર્વા તે પ્રત્યેકમાં એકેક સિંહાસનવાળું ચતુશાલ વિદુર્વે છે. તે પછી જિનને કરસંપુટમાં લઈ જિનમાતાને હાથનો ટેકો આપી આગળ કરી દક્ષિણ દિશાના ઘરમાં લઈ જાય છે. ત્યાં ભદ્રાસન ઉપર બેસાડી દિવ્ય તૈલથી અત્યંગ કરી સુગંધી દ્રવ્યથી તેમના અંગને ઉદ્વર્તન કરે છે. તે પછી પૂર્વના કદલીગૃહમાં પૂર્વની જેમ લાવી સિંહાસન ઉપર બેસાડી સુગંધી પુષ્પથી વાસિત જળ વડે નવરાવે છે; પછી તેમને અલંકારથી ભૂષિત કરે છે. ત્યાર પછી ઉત્તર તરફના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન ઉપર જિનમાતાના ઉલ્લંગમાં પ્રભુને બેસાડે છે. પછી સેવકદેવતા પાસે ગોશીર્ષ ચંદનનાં કાષ્ઠ મંગાવી, અરણિ કાષ્ઠના મથન વડે અગ્નિ ઉત્પન્ન કરી, તેમાં ચંદન કાષ્ઠનો હોમ કરી રક્ષા પાડે છે. તે પછી જિન તથા જિનમાતા બન્નેના હાથ ઉપર પ્રેત વગેરેનો દોષ હણવા માટે રક્ષાપોટલી બાંધે છે. પછી ગોળ બે પાષાણ અફળાવી “તમે ૧ સમભૂતલાથી ૯૦૦ યોજન પર્યંત તિર્ફીલોક છે. ત્યાર પછી ઊર્ધ્વલોક ગણાય છે, તેથી આને ઊર્ધ્વલોકવાસી ગણી છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૪ પર્વતના જેવા આયુષ્યવાળા થાઓ' એમ આશિષ આપે છે. પછી તેમને જેમ લાવ્યા હતા તેમ લઈ જઈ, જન્મગૃહમાં શય્યા પર બેસાડી, તેમની સમીપે ભક્તિથી ગીતગાન કરે છે. આ દેવીઓ ભુવનપતિ જાતિની છે એમ બહુશ્રુત પુરુષોએ નિશ્ચય કરેલો છે, કારણ કે શ્રી ઠાણાંગસૂત્રમાં કેટલીક દિક્કુમારીઓનું વર્ણન કરતાં તેમની સ્થિતિ એક પલ્યોપમની કહેલી છે. સમાન જાતિને લીધે આ દેવીઓનું આયુષ્ય પણ તેટલું જ સંભવે છે. આ દેવીઓ અપરિગૃહીતા છે, તેથી તેમને દિકુમારી કહે છે. આ પ્રમાણે દિક્કુમા૨ીઓએ કરેલો પ્રભુનો જન્મોત્સવ શ્રીજંબુદ્રીપપન્નતિમાંથી લઈને અહીં સંક્ષેપથી લખ્યો છે. વ્યાખ્યાન ૧૯૯ ઇંદ્રકૃત જન્મોત્સવ सिंहासनं सुरेंद्रस्य, कंपते युधि भीरुवत् । अवधिनाऽर्हतां जन्म, ज्ञात्वा तदुत्सवं चरेत् ॥ १॥ ભાવાર્થ “પ્રભુના જન્મવખતે ઇંદ્રનું આસન, રણભૂમિમાં ભીરુ જન કંપે તેમ કંપાયમાન થાય છે, તેથી ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ જાણી તેમના જન્મનો ઉત્સવ કરે છે.’’ વિશેષાર્થ-ઇંદ્રકૃત જિનજન્મોત્સવનો પ્રકાર આ પ્રમાણે છે–ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રભુની ઉત્પત્તિ જાણી સિંહાસનથી ઊભા થઈ, સાત-આઠ પગલાં પ્રભુની દિશા તરફ ચાલી, વિનયથી શક્રસ્તવવડે સ્તુતિ કરી, પાછા આવી, પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી આ પ્રમાણે ચિંતવે કે ‘અહીં ત્રિકાળ ઉત્પન્ન થતા ઇંદ્રનો એવો આચાર છે કે તેમણે અરિહંત પ્રભુનો જન્માભિષેક કરવો.' આમ નિશ્ચય કરી પાયદળ સેનાના નાયક હરિણગમેષી દેવને બોલાવી કહે કે ‘તું સુઘોષા ઘંટા વગાડ અને આપણા સ્વર્ગના સર્વ દેવતાઓને અમારું પ્રસ્થાન જણાવ.' પછી તે દેવ ઇંદ્રની આજ્ઞા માથે ચઢાવી યોજનપ્રમાણ મંડળવાળી સુઘોષા ઘંટાને ત્રણ વાર વગાડે. તે વગાડતાં જ બત્રીશ લાખ વિમાનની બત્રીશ લાખ ઘંટાઓ દિવ્ય પ્રભાવથી એક સાથે વાગે. તેમનો ધ્વનિ શાંત થતાં તે દેવ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરે કે‘હે દેવતાઓ! તમે ઇંદ્ર સાથે જિનેશ્વર ભગવંતના જન્મકલ્યાણકના ઉત્સવ માટે તત્પર થઈ ચાલો. સત્વર સજ્જ થઈ જાઓ.’’ આ પ્રમાણેની ઉદ્ઘોષણા સાંભળી સર્વ દેવતાઓ પોતપોતાનાં વાહન તૈયાર કરી જિનભક્તિ માટે જવા ઉત્સુક થાય. પછી ઇંદ્ર પાલક નામના યાન વિમાનના સ્વામી દેવને વિમાન સજ્જ કરવા આજ્ઞા કરે. તે દેવ જંબુદ્વીપ જેવડું (લાખ યોજનનું) પાંચસો યોજન ઊંચું પાલક નામનું વિમાન સજ્જ કરી ત્યાં લાવે. શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે ‘‘ચાર વસ્તુ લોકને વિષે સમાન છે—સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસો, જંબુદ્વીપ, પાલક નામનું યાન વિમાન અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન–આ ચારે વાનાં લક્ષયોજન પ્રમાણનાં છે.’’ આ ઉપરથી પાલક વિમાન પ્રમાણાંગુલ નિષ્પન્ન લક્ષ યોજનનું જાણવું. તે વિમાનમાં પશ્ચિમ સિવાય ત્રણ દિશાએ ત્રણ ત્રણ પગથીઆવાળા એકેક દ્વાર હોય છે. મધ્યમાં અનેક રત્નમય સ્તંભોથી પૂર્ણ પ્રેક્ષાગૃહમંડપ હોય છે. તેની મધ્યે રત્નપીઠિકા ઉપર ઇંદ્રનું સિંહાસન હોય છે. તેનાથી વાયવ્ય કોણમાં, ઉત્તરમાં અને ઈશાન કોણમાં ચોરાશી હજાર સામાનિક દેવતાનાં Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૯]. ઇંદ્રકૃત જન્મોત્સવ ૧૭૩ ૮૪૦૦૦ સિંહાસન હોય છે. પૂર્વ દિશામાં ઇદ્રની આઠ અગ્રમહિષી (ઇંદ્રાણી)નાં આઠ સિંહાસન હોય છે. અગ્નિકોણમાં બાર હજાર અત્યંતર પર્ષદાના દેવોનાં ૧૨૦૦૦ સિંહાસન હોય છે. દક્ષિણમાં મધ્ય પર્ષદાના સોળ હજાર દેવોનાં ૧૬૦૦૦ સિંહાસન હોય છે અને પશ્ચિમમાં સાત કટકના સ્વામીનાં સાત સિંહાસન હોય છે. બીજા વલયમાં ઇંદ્રના આત્મરક્ષક દેવતાનાં ચોરાશી ચોરાશી હજાર સિંહાસન ચારે દિશાઓમાં હોય છે. સર્વ સંખ્યાએ ત્રણ લાખ ને છત્રીસ હજાર આત્મરક્ષક દેવતાઓનાં તેટલા જ સિંહાસનો હોય છે. આ પ્રમાણે વિમાન તૈયાર થયા પછી હર્ષ પામતો ઇંદ્ર અર્હતની સેવાને યોગ્ય રૂપ કરી, વિમાનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ દિશાના ત્રણ સોપાનવાળા માર્ગે તેમાં પ્રવેશ કરી પૂર્વાભિમુખે બેસે. સામાનિક દેવતાઓ ઉત્તરદિશાના સોપાનમાર્ગે પ્રવેશ કરી પોતાના આસને બેસે અને બીજાઓ દક્ષિણદિશાના સોપાનમાર્ગે પ્રવેશ કરી પોતપોતાને યોગ્ય સ્થાને બેસે. આ પ્રમાણે તૈયાર થયેલું વિમાન ચાલતાં તેની આગળ આઠ મંગલિક તથા એક સહસ્ત્ર યોજન ઊંચો અને નાની નાની હજાર ધ્વજાવાળો મહેંદ્રધ્વજ વગેરે ચાલે. દુંદુભિના ધ્વનિ સાથે તે વિમાન આકાશમાંથી ઉત્તર બાજુને માર્ગે ઊતરે. કહ્યું છે કે-“જિનજન્મોત્સવાદિ પ્રસંગે ઇંદ્ર, તેની પ્રશંસા કરનારા ઘણા જીવોને સમકિતનો લાભ થવા માટે, તે માર્ગે થઈને નીકળે છે.” પછી અસંખ્ય દ્વીપસમુદ્રના મધ્યે મઢે થઈ સત્ર ચાલતું તે વિમાન નંદીશ્વર દ્વીપમાંના રતિકર પર્વત ઉપર આવે. ત્યાં તે વિમાનને સંક્ષેપીને સૌઘર્મેન્દ્ર પ્રભુના નગરમાં અને તેમના જન્મગૃહમાં આવે. ત્યાં સાથે લાવેલા લઘુ વિમાન વડે પ્રભુના ઘર ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી, ઇંદ્ર ઈશાનદિશામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચું તે વિમાન મૂકી ઘરમાં પ્રવેશ કરે. પછી જિનેશ્વર ભગવંતને માતા સહિત નમસ્કાર કરી ત્રણ પ્રદક્ષિણા દઈને કહે કે “હે જગતુપૂજ્ય! તમને નમસ્કાર હો. હે માતા! તમે ઘન્ય છો. તમે પૂર્વે પુણ્ય કરેલાં છે કે જેથી તમારી કુક્ષિમાં આ જગત્પતિ ઉત્પન્ન થયા છે. હે માતા! મને આજ્ઞા આપો. મારાથી જરા પણ ભય પામશો નહીં. અમે તમારા પુત્રનો જન્મોત્સવ કરીશું.” આ પ્રમાણે કહી પ્રભુની માતાને અવસ્થાપિની નિદ્રા આપી પ્રભુની પ્રતિકૃતિ તેમના પડખામાં મૂકે. પ્રભુની પ્રતિકૃતિ પડખામાં મૂકવાનો હેતુ એવો છે કે-ઇંદ્ર પોતે જન્મોત્સવમાં વ્યગ્ર હોય તે પ્રસંગે કોઈ કુતુહલી દુષ્ટ દેવ વખતે જિનમાતાની નિદ્રા હરી લે અને તે કાળે પુત્રને પાસે ન જોવાથી માતા અથવા તેમનો પરિવાર દુઃખી થાય. તેથી તેઓ દુઃખથી ખેદ પામે નહીં તેવા હેતુથી ઇંદ્રનો આ ઉદ્યમ છે.” પછી ઇંદ્ર પાંચ રૂપ કરી એક રૂપે ઘોયેલા, પવિત્ર અને ધૂપિત કરેલા હાથમાં પ્રભુને ગ્રહણ કરે, એક રૂપે છત્ર ઘરે, બે રૂપે બે બાજુ ચામર વિજે, અને પાંચમા રૂપે હાથમાં વજ લઈ સેવકની જેમ પ્રભુની આગળ ચાલે. તેનું વિમાન પછવાડે ખાલી ચાલ્યું આવે. ઇંદ્ર અનેક દેવોના પરિવારે પરવરેલો હોય છે; છતાં પોતે જ પાંચ રૂપ વિકર્વે છે તે ત્રિજગતગુરુની પરિપૂર્ણ સેવા કરવાની ઇચ્છાથી જ વિફર્વે છે. પછી અનેક દેવતાઓથી પરવાર્યો સતો ઇંદ્ર મંદરગિરિના શિખર ઉપર જઈ પાંડુક વનમાં પાંડુકબલા શિલાની ઉપર અભિષેક કરવાનું જે શાશ્વત સિંહાસન છે તેની ઉપર પૂર્વાભિમુખે પ્રભુને ઉત્સંગમાં લઈને બેસે. ૧ મંદરગિરિ એટલે મેરુપર્વત. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ એવી રીતે ઈશાન ઇંદ્ર પણ લઘુપરાક્રમ નામે પોતાના સેનાપતિદેવ પાસે મહાઘોષા નામની ઘંટા વગડાવે. પછી પુષ્પક નામના દેવતાની પાસે પુષ્પક નામનું વિમાન તૈયાર કરાવી તેમાં બેસી શક્ર ઇદ્રની જેમ આવે. તે દક્ષિણ બાજુના માર્ગે આકાશમાંથી ઊતરી નંદીશ્વરદ્વીપ ઉપરના ઉત્તરપૂર્વ વચ્ચેના રતિકર પર્વત ઉપર આવે. ત્યાં તે વિમાનનો સંક્ષેપ કરી મેરુગિરિ ઉપર આવી શક્ર ઇંદ્રની જેમ પ્રભુની સ્તુતિ કરી શ્રી જિનેશ્વર ભગવંતને સેવે. એવી રીતે બાકીના ઇદ્રોનું પણ મેરુપર્વત ઉપર આગમન શક્ર ઇંદ્રની જેમ જાણી લેવું. આ ઉત્સવમાં સર્વ ઇદ્રોનું એકી સાથે આગમન થાય છે. બઘા મળીને ચોસઠ ઇંદ્રો આવે છે. તે આ પ્રમાણે–વૈમાનિકના દશ ઇદ્રો, ભુવનપતિના વીશ ઇંદ્રો, વ્યંતરોના બત્રીશ ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર-એમ ચોસઠ ઇદ્રો જાણવા. જ્યોતિષ્કના જોકે અસંખ્યાતા ઇંદ્રો આવે છે તથાપિ જાતિની અપેક્ષાએ સૂર્ય ને ચંદ્ર એ બે જ ગણેલા છે. સમવાયાંગસૂત્રમાં તો વ્યંતરના ૩૨ ઇદ્રો સિવાયના બત્રીશ દ્રો આવે એમ કહેવું છે. તેમાં નવમા દશમા કલ્પનો એક ઇંદ્ર અને અગિયારમા બારમા કલ્પનો એક ઇંદ્ર હોવાથી વૈમાનિકના દશ ઇંદ્રો જાણવા. વૈમાનિક ઇંદ્રોનો પરિવાર આ પ્રમાણે છે–પહેલા કહ્યું ચોરાશી હજાર સામાનિક દેવતા, બીજે એંશી હજાર, ત્રીજે બોંતેર હજાર, ચોથે સિત્તેર હજાર, પાંચમે સાઠ હજાર, છટ્ટે પચાસ હજાર, સાતમે ચાળીશ હજાર, આઠમે ત્રીસ હજાર, નવમા ઇંદ્રના વીશ હજાર અને દશમા ઇંદ્રના દશ હજાર સામાનિક દેવતા હોય છે અને તેથી ચાર ચારગણા અંગરક્ષક દેવ હોય છે. ઇત્યાદિ તેમનો પરિવાર જાણવો. પહેલા બીજા સિવાય બાકીના દેવલોકની ઘંટાઓનાં નામ આ પ્રમાણે છે–ત્રીજે, પાંચમે, સાતમે અને દશમે કલ્પે સુઘોષા નામની ઘંટા છે અને તેનો વાદક હરિણગમેષી દેવ હોય છે અને ચોથે, છઠે, આઠમે અને બારમે ઘંટા તથા સેનાનીનાં નામ વગેરે પૂર્વે કહેલા ઈશાન ઇંદ્રની પ્રમાણે છે, એટલે ઘંટા મહાઘોષા નામે અને વગાડનાર લઘુપરાક્રમ નામે સેનાપતિ છે. વૈમાનિક દશ ઇંદ્રોનાં વિમાનનાં નામ અનુક્રમે પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવાસ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર છે અને વિમાનમાં નામ પ્રમાણે તે વિમાનના અધ્યક્ષદેવતા છે. ભુવનપતિમાં ચમરેંદ્રને ઓઘસ્વરા નામે ઘંટા, દ્રુમ નામે સેનાની અને પાલક વિમાનથી અર્થ પ્રમાણવાળું વિમાન છે તથા તેનો ધ્વજ પણ મહેંદ્રધ્વજથી અર્થ પ્રમાણવાળો હોય છે. એવી રીતે બલદ્રને મહૌઘસ્વરા નામે ઘંટા અને મહાદ્રુમ નામે સેનાપતિ છે. બાકીના દક્ષિણ નિકાયના નવ ઇંદ્રોનો ભદ્રસેન નામે સેનાપતિ છે અને ઉત્તરના નવ ઇદ્રોનો દક્ષ નામે સેનાપતિ છે. તેમના વિમાન અને ધ્વજ ચમરેંદ્રથી અર્થ પ્રમાણવાળા હોય છે; તથા નાગકુમારાદિ નવે નિકાયમાં ઘંટા મેઘસ્વરા, હંસસ્વરા, ક્રૌંચસ્વરા, મંજુસ્વરા, મંજુઘોષા, સુસ્વરા, મઘુસ્વરા, નંદિસ્વરા અને નંદિઘોષા નામે અનુક્રમે છે. - દક્ષિણ બાજુના વ્યંતરેંદ્રોની ઘંટા મંજુસ્વરા નામે છે અને ઉત્તર બાજુના ઇદ્રોની ઘંટા મંજુઘોષા નામે છે. તેમનાં વિમાન એક હજાર યોજન વિસ્તારવાળાં અને ધ્વજ એકસો પચીશ યોજન ઊંચાં હોય છે. જ્યોતિષીમાં ચંદ્રની સુસ્વરા નામે ઘંટા અને સૂર્યની સુસ્વરનિઘોષા નામે ઘંટા છે. બાકીનું ૧ નવમા દશમાનો ને અગિયારમા બારમા દેવલોકનો ઇંદ્ર એકેક હોવાથી તેની ઘંટા દશમા ને બારમા દેવલોકમાં જ હોય છે. ઈંદ્રોની સભા પણ ત્યાં જ હોય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯૯]. ઇંદ્રકૃત જન્મોત્સવ ૧૭૫ વ્યંતરેંદ્ર પ્રમાણે છે. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કના ઇદ્રોને વિમાન રચનાર ખાસ દેવતા હોતા નથી, પણ તેના આભિયોગિક દેવતા વિમાન રચે છે. હવે સૌઘર્મ ઇદ્ર સર્વ સમૃદ્ધિ સાથે ઉત્સંગમાં ઊંચા કરેલા બે હાથમાં પ્રભુને લઈને બેસે. ત્યાર પછી અય્યત ઇંદ્ર પોતાના આભિયોગિક દેવતાઓને કહે કે “હે દેવતાઓ! તમે અહંતના જન્મને યોગ્ય એવી સામગ્રી તૈયાર કરો.” તેવી આજ્ઞા થતાં તે દેવતાઓ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણરત્નના, રૂપારત્નના, રૂપાસોનાના, સોના રૂપા અને રત્નના તેમ જ મૃત્તિકાના પ્રત્યેકે એક હજાર ને આઠ આઠ કલશ વિદુર્વે. તે સાથે પંખા, ચામર, તેલના દાબડા, પુષ્પગંગેરી તથા દર્પણ વગેરે વસ્તુ પણ પ્રત્યેક જાતિની એક હજાર ને આઠ આઠ રચે. પછી આભિયોગિક દેવતા તે કુંભ વગેરે લઈને ક્ષીરસાગર તથા ગંગાદિ તીર્થનાં જળ તથા કમળ વગેરે લાવે. તે વિષે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞતિસૂત્રમાં કહ્યું છે કે “ક્ષીરસાગરમાંથી ક્ષીરોદક ગ્રહણ કરે, ગ્રહણ કરીને ત્યાં ઉત્પન્ન થયેલાં કમળ તથા સહસ્ત્રદળ કમળ લે; તે લઈ પુષ્કરોદધિમાંથી અને યાવત્ ભરત, એરવતમાંનાં માગઘપ્રમુખ તીર્થોએથી જળ તથા મૃત્તિકા ગ્રહે.” પછી તે દેવતાઓ નંદનવન વગેરેમાંથી ગોશીષચંદનાદિ લઈ સર્વ એકઠું કરી અમ્રુત ઇંદ્ર પાસે રજૂ કરે. એટલે અમ્યુરેંદ્ર પુષ્પમાળાથી શોભિત કંઠવાળા અને કમળથી ઢાંકેલા મુખવાળા આઠ હજાર ને ચોસઠ કળશોથી ભવસાગરનો પાર પામવા માટે પોતાના પરિવાર સહિત અહંત પ્રભુને પૂર્વે વર્ણવેલા જળપુષ્પાદિકથી અભિષેક કરે. તે વખતે ઈશાન ઇંદ્ર વગેરે ઇંદ્રો ઊભા રહીને પ્રભુને સેવે. કેટલાક દેવતા પ્રભુ આગળ ગાયન કરે, કેટલાક નૃત્ય કરે અને કેટલાક અશ્વ તથા ગજેંદ્રના જેવી ગર્જના કરે. એવી રીતે અભિષેક કરી પ્રભુને નમીને અય્યત ઇંદ્ર ગંઘકાષાયિક વસ્ત્ર વડે પ્રભુનું અંગ લૂછે. પછી પ્રભુને અલંકાર ઘારણ કરાવી તેમની આગળ સુવર્ણના પટ્ટ ઉપર રૂપ્યમય ચોખાથી અષ્ટમંગળ આલેખે. પછી બત્રીશ પ્રકારનું નાટક કરી, પ્રભુની સમીપે પુષ્યનો પ્રકર ઘરી, ધૂપ કરીને એકસો આઠ કાવ્ય વડે પ્રભુની સ્તવના કરે. શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં તે વિષે કહ્યું છે કે “પ્રભુને ધૂપ કરી સાત આઠ પગલાં પાછા ઓસરી દશ આંગળીના નખ એકઠા થાય તેમ અંજલિ જોડી મસ્તકે પ્રણામ કરે. પછી અપુનરુક્ત એવા ૧૦૮ વિશુદ્ધ શ્લોક ગૂંથવા વડે સ્તુતિ કરે. યાવતુ કહે કે–તે સિદ્ધ, બુદ્ધ, નિષ્કર્મ, તપસ્વી, રાગદ્વેષ રહિત, નિર્મમ, ઘર્મચક્રવર્તી એવા પ્રભુ!તમને નમસ્કાર હો.” ઇત્યાદિ સ્તુતિ ભક્તિ કરીને વિનયથી પ્રભુની આગળ ઊભો રહે.” એવી રીતે સૌઘર્મેન્દ્ર સિવાય ત્રેસઠ ઇદ્રો અનુક્રમે એ વિધિથી પ્રભુનો અભિષેક કરે. પછી ઈશાન ઇંદ્ર પાંચ રૂપ વિકર્વી એક રૂપે પ્રભુને ઉત્સંગમાં લઈ શક્ર ઇંદ્રને સ્થાને બેસે, એક રૂપે છત્ર ઘરે, બે રૂપે બે બાજુ ચામર વજે અને એક મૂર્તિએ ત્રિશુલ લઈ પ્રભુની આગળ કિંકરની જેમ ઊભો રહે. એટલે શક્ર ઇંદ્ર પૂર્વની જેમ સર્વ સામગ્રી તૈયાર કરે. તેમાં એટલું વિશેષ કે ચાર વૃષભનાં રૂપ વિકર્વી પ્રભુની ચારે દિશામાં રાખી તેના આઠ શીંગડામાંથી નીકળતી જળની આઠ ઘારા ઊંચે ઊછળી એકઠી થઈ પ્રભુના મસ્તક ઉપર પડે તેમ કરે. પછી શકેંદ્ર અમ્યુરેંદ્રની જેમ પરિવાર સાથે કૃત્રિમ ને અકૃત્રિમ–એમ બન્ને પ્રકારના કુંભ વડે પ્રભુને અભિષેક કરે, યાવત્ ૧૦૮ શ્લોક વડે સ્તવના કરી “નમસ્કાર થાઓ” પર્યત કહે. વૃદ્ધોનાં મુખથી કલશ વગેરેની સંખ્યા આ પ્રમાણે પણ સાંભળવામાં આવે છે-“એક એક Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૪ જાતિના બનેલા આઠ આઠ હજાર કુંભ હોવાથી તેને આઠગુણા કરતાં ચોસઠ હજાર કુંભ થાય. એટલા કુંભ વડે એક એક અભિષેક થાય છે. એવી રીતે ચોસઠ ઇંદ્ર, તેમના ત્રાયશ્રિંશ દેવતા, લોકપાલ, ઇંદ્રાણીઓ અને ત્રણે પર્ષદાના દેવો વગેરેના મળીને બસો ને પચાસ અભિષેક થાય છે. તેથી ચોસઠ હજાર કુંભને બસો પચાસ અભિષેક હોવાથી તેટલા ગુણા કરતાં એક કોટી અને સાઠ લાખ કળશ વડે અભિષેક થાય છે. કલશના પ્રમાણ વિષે પૂજ્ય પુરુષો કહે છે કે “દરેક કળશ પચીશ યોજન ઊંચો, બાર યોજન પહોળો અને એક યોજનના નાળવાવાળો હોય છે. તેવા એક કોટી અને સાઠ લાખ કળશ વડે અભિષેક થાય છે.’’ સૌધર્મ ઇંદ્ર પ્રભુના જન્મ સંબંધી અભિષેક થઈ રહ્યા પછી આ પ્રમાણે સ્તુતિ કરે—‘‘હે કૃપાળુ પરમેશ્વર ! મારા જેવા અનંત ઇંદ્રો તમને પૂજે તો પણ તમારી વીતરાગપણારૂપ પૂજ્યતાને તેમ જ બાલ્યાવસ્થામાં રહેલી ઘીરતાને કહી શકવાને પણ કોઈ સમર્થ નથી. અમે આ સંસારના વિકારથી ભરેલા છીએ, તેથી જેમનો મહિમા અકળિત છે એવા તમારા એક અંગુષ્ઠમાત્ર અવયવની પૂજા કરવાને પણ શી રીતે સમર્થ થઈ શકીએ? તથાપિ નિઃસ્પૃહ એવા તમારી અમારા આત્માના હિત માટે કરેલી ભક્તિ અમને બોધિબીજના લાભ માટે થાય છે. હે ભગવન્! અમારી ઇચ્છાને અનુસરી તમે અહીં આવ્યા, તે આશ્ચર્યના વિચારમાં મગ્ન થઈ અમે ચિંતવન કરીએ છીએ કે અમોએ જે ઇંદ્રપણું પ્રાપ્ત કર્યું છે તે આજે જ સફળ થયું છે. અલોકાકાશને લોકાકાશમાં ક્ષેપવા સમર્થ એવા જિનેશ્વરના આશ્રયબળથી અમે અમારું ચિત્ત સંસારભાવમાંથી ખેંચી શકીએ છીએ.૧’ આ પ્રમાણે સ્તુતિ કરી કૃતાર્થ થયેલ સૌધર્મ ઇંદ્ર, પાંચ રૂપે પ્રભુની સેવામાં તત્પર થઈ, પ્રભુને જન્મગૃહમાં લાવી માતાની પાસે મૂકી, તેમની પ્રતિકૃતિ તથા અવસ્વાપિની નિદ્રા સંહરી લે અને બે રેશમી વસ્ત્ર તથા બે કુંડલ પ્રભુને ઓશીકે મૂકી, એક રત્નમય ઉલ્લેચ બાંથી, પ્રભુના અંગૂઠામાં ક્ષુધાની શાંતિ માટે અમૃતનું સંક્રમણ કરે. સ્તનપાન નહીં કરનારા તીર્થંકરો તે અંગૂઠો મુખમાં નાખવાથી તૃપ્ત થાય છે. પછી ઇંદ્રની આજ્ઞાથી ઘનદ, જુંભક દેવતાઓ પાસે બત્રીશ કોટી સુવર્ણની વૃષ્ટિ પ્રભુના ઘરમાં કરાવે. પછી શક્ર ઇંદ્ર ઉદ્ઘોષણા કરાવે કે ‘જે કોઈ પ્રભુનું કે તેમની માતાનું વિરૂપ ચિંતવશે તેનું મસ્તક આર્યક વૃક્ષની મંજરીની જેમ ફૂટી જશે.’ પછી બધા દેવો નંદીશ્વરદ્વીપે જઈ અષ્ટાક્ષિક ઉત્સવ કરે. તે પછીનું કાર્ય કલ્પસૂત્ર વગેરેથી જાણી લેવું. “મંદરગિરિના શિખર ઉપર અચ્યુત વગેરે ચોસઠ ઇંદ્રોએ જેમનો જન્માભિષેક કર્યો તે વખતે જે પ્રભુ બાળક છતાં કળશમાંના જળના પ્રવાહથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં તે શ્રી જિનેશ્વર ભગવંત જય પામો.’’ ------ વ્યાખ્યાન ૨૦૦ દીક્ષાકલ્યાણક હવે શ્રી જિનેશ્વર ભગવંતના છદ્મસ્થપણાનું વર્ણન કરે છે– जगदुत्कृष्टसौंदर्या, बाल्येऽप्यबालबुद्धयः । નિર્દેન્દ્રિયાઃ સ્થિરાત્માનો, યૌવનોદ્યોતિતા અવિનાશા , १ अलोकव्योम ये लोकव्योम्नि क्षेप्तुं क्षमा जिनाः । तदाश्रयबलाचित्तं कृषामि भवभावतः ॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૦] દીક્ષા કલ્યાણક ૧૭૭ ભાવાર્થ-જગતમાં સર્વોત્કૃષ્ટ સૌંદર્યવાળા અને બાલ્યવયમાં પણ અબાળ બુદ્ધિવાળા પ્રભુ યૌવનવયથી પ્રકાશિત થયા છતાં પણ જિતેંદ્રિય અને સ્થિર આત્માવાળા હોય છે.” તેઓ સંસારના સુખમાં આસક્ત થતા નથી. કહ્યું છે કે बहिरागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् । प्राप्तेऽपि चक्रभृद्राज्ये, न व्यासक्ता भवंति ते ॥१॥ “તેઓ બહારથી રાગ દર્શાવે છે, પણ અંતઃકરણમાં પ્રવાળાની જેમ નિર્મળ હોય છે. કદી ચક્રવર્તીનું રાજ્ય મળે તથાપિ તેઓ તેમાં આસક્ત થતા નથી.” હવે લોકાંતિક દેવતાનું કૃત્ય કહે છે–તીર્થકરો પોતાની દીક્ષાનો અવસર જ્ઞાનથી જાણે છે, તથાપિ તે સમયે લોકાંતિક દેવતા આવી નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે– હે જગદ્ગુરુ! તમે જય પામો અને ત્રણ લોકના ઉપકાર માટે ઘર્મતીર્થ પ્રવર્તાવો.” - હવે વર્ષીદાનનો વિધિ કહે છે–દીક્ષા લેવાના દિવસને એક વર્ષ બાકી રહે એટલે તીર્થંકર પ્રભુ ચાર પ્રકારના ઘર્મમાં દાનઘર્મને મુખ્ય માની વાર્ષિક દાન આપે છે. તે દાન આપવાનો પ્રકાર આ પ્રમાણે હોય છે–જ્યારે ભગવંત વર્ષીદાન આપવાનો વિચાર કરે તે અવસરે આસનકંપથી શક્ર ઇદ્ર અવધિજ્ઞાન વડે તે વિચાર જાણે. પછી ત્રણે કાળમાં ઉત્પન્ન થતા ઇકોનો એવો આચાર છે કે “પ્રભુને દીક્ષા અવસરે વાર્ષિક દાન આપવા માટે ત્રણસો ને અઠ્યાસી કોટી તથા એંશી લાખ સુવર્ણ તેમને પૂરું પાડવું' એવો નિશ્ચય કરી કુબેરને તેટલું દ્રવ્ય પૂરવા આજ્ઞા આપે. પછી ઘનદની આજ્ઞાથી જંભક દેવતાઓ તેટલું દ્રવ્ય પ્રભુના ઘરમાં લેપન કરે. અહીં વૃદ્ધ પુરુષોનાં મુખથી એમ પણ સાંભળ્યું છે કે એંશી રતિનો એક સોનૈયો થાય છે, તેમાં પ્રભુનું પોતાનું અને પિતાનું નામ હોય છે. એક દિવસના દાનમાં આપેલા સોનૈયાનું તોલ નવ હજાર મણ થાય છે. ચાળીશ મણનું એક ગાડું ભરાય છે, તેથી બસો ને પચીશ ગાડાં ભરાય તેટલાં સુવર્ણનું દાન દરરોજ આપે છે. એટલે હમેશાં એક કોટી ને આઠ લાખ સુવર્ણનું દાન આપે છે. વાર્ષિક દાનમાં જોઈએ તેટલા સોનૈયા ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રવણ લોકપાળ આઠ સમયમાં તૈયાર કરી તીર્થંકરના ગૃહમાં સ્થાપન કરે છે. દાનના છ અતિશય છે તે આ પ્રમાણે-(૧) દાન દેતી વખતે પ્રભુના હાથમાં સૌઘર્મ ઇંદ્ર દ્રવ્ય આપે છે કે જેથી દાન આપતાં પ્રભુને શ્રમ ન થાય. જો કે જિનેંદ્ર ભગવાન તો અનંત બળવાળા હોય છે, તથાપિ ભક્તિની બુદ્ધિથી ઇંદ્ર એ પ્રમાણે કરે છે. (૨) ઈશાન ઇંદ્ર હાથમાં સુવર્ણની યષ્ટિકા લઈને પાસે ઊભા રહે છે, તે ચોસઠ ઇંદ્રો સિવાય બીજા દેવોને દાન લેતાં નિવારે છે અને દાન લેનારનું કેવું ભાગ્ય હોય છે તેવું જ તેના મુખથી વાક્ય ઉચ્ચરાવે છે, (માગણી કરાવે છે) (૩) ચમરેંદ્ર અને બલીંદ્ર પ્રભુની મુષ્ટિમાં રહેલા સોનૈયામાં દાન લેનારા પુરુષોની ઇચ્છાનુસાર જૂનાવિકતા કરે છે. જો યાચકની ઇચ્છાથી અધિક હોય તો ન્યૂન કરે છે અને ઇચ્છાથી ન્યૂન હોય તો અધિક કરે છે. (૪) બીજા ભુવનપતિઓ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને દાન લેવા માટે ખેંચી લાવે છે. (૫) વાણવ્યંતર દેવતાઓ દાન લઈને જનારા માણસોને પાછા નિર્વિઘ સ્વસ્થાને પહોંચાડે છે. (૬) જ્યોતિષ્ક દેવતાઓ વિદ્યાઘરોને વાર્ષિક દાનનો સમય જણાવે છે. ૧ વૈશ્રવણ, ઘન, કુબેર એ ત્રણે પર્યાયી નામ ઇંદ્રના એક લોકપાલના છે. ૨ આઠ સમયમાં કરી શકવાનું છાને માટે અશક્ય લાગે છે. [ભાગ ૩–૧રો Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ આ સમયે તીર્થંકરના પિતા ત્રણ મોટી શાળાઓ કરાવે છે. એક શાળામાં ભરતખંડમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો આવે તેને અન્નાદિ આપે છે, બીજી શાળામાં વસ્ત્ર આપે છે અને ત્રીજી શાળામાં આભૂષણ આપે છે. ૧૭૮ ચોસઠ ઇંદ્રોને પ્રભુને હાથે દાન લેવાનો એવો મહિમા છે કે તે દાનના પ્રભાવથી તેમને બે વર્ષ સુધી કલહ ઉત્પન્ન થતો નથી. ચક્રવર્તી જેવા રાજાઓના ભંડાર દાનમાં આવેલા સોનૈયાના પ્રભાવથી બાર વર્ષ સુઘી અક્ષય રહે છે. રોગીઓને દાન લેવાથી બાર વર્ષ પર્યંત નવીન રોગ ઉત્પન્ન થતો નથી. તે કાળે સર્વ ઠેકાણે એવી ઉદ્ઘોષણા થાય છે કે ‘સર્વે ઇચ્છિત વર માગી લો.’ અહીં કોઈ ઢૂંઢક મતવાળા કહે છે કે ‘જો પ્રભુ દાન દે તો દાન દેવાનું ફળ અવશ્ય ભોગવવું પડે; તે સિવાય ફળના બંધનો અભાવ થાય માટે તીર્થંકરો દાન આપતા નથી.’ પણ તેમનું એ કહેવું અયુક્ત છે, કારણ કે છઠ્ઠા અંગ (જ્ઞાતાસૂત્ર)માં શ્રી મલ્લિનાથના અધ્યયનમાં પ્રગટ રીતે તેવા અક્ષરો છે. વળી જિનેશ્વર ભગવંત કીર્તિ માટે દાન આપતા નથી. તે વિષે કહ્યું છે કેधर्मप्रभावनाबुद्ध्या, लोकानां चानुकंपया । जिना ददति तद्दानं, न तु कीर्त्यादिकांक्षिणः ॥ १ ॥ “ધર્મની પ્રભાવના કરવાની બુદ્ધિથી અને લોકો ઉપરની અનુકંપાથી તીર્થંકર ભગવંત દાન આપે છે; કીર્તિ વગેરેની ઇચ્છાથી આપતા નથી.’’ હવે દીક્ષા કલ્યાણકનું વર્ણન કરે છે– प्राप्यानुज्ञां ललौ दीक्षां पित्रादेस्तदनु प्रभुः । शक्रभूपादिभिर्भक्त्या, कृतनिष्क्रमणोत्सवः ॥ १ ॥ ‘‘દાન દીધા પછી માતાપિતાની અનુજ્ઞા લઈને જેમનો શક્ર ઇંદ્ર તથા રાજા વગેરેએ ભક્તિથી નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પ્રભુ દીક્ષા લે છે.’’ ઇંદ્ર અને રાજા વગેરેએ કરેલો દીક્ષામહોત્સવ આ પ્રમાણે હોય છે. દીક્ષાને દિવસે સ્વજનો બઘું નગર ઘ્વજશ્રેણી વગેરેથી અલંકૃત કરાવે છે. તે અવસરે ચોસઠ ઇંદ્રો આસનકંપથી પ્રભુનો દીક્ષાસમય જાણી ત્યાં આવે છે. પછી પૂર્વે કહ્યા પ્રમાણે આઠ જાતિના કળશ તથા પૂજાનાં ઉપકરણો આઠ આઠ હજાર કરાવે છે. પ્રભુનો સ્વજનવર્ગ પણ આઠે પ્રકારના કળશ કારીગરો પાસે કરાવે છે. તે મનુષ્યકૃત કળશની અંદર દિવ્ય કળશ પ્રવેશ કરે છે એટલે દિવ્યશક્તિથી તે ઘણા શોભે છે. પછી ઇંદ્રો તથા સ્વજનો દેવતાઓએ લાવેલાં તીર્થજળ ઔષધિ તથા મૃત્તિકા વગેરેથી પ્રભુને અભિષેક કરે છે. પછી ગંધકષાયી વસ્ત્ર વડે પ્રભુનાં અંગ પૂંછે છે. પછી યથાસ્થાને પ્રકાશિત આભૂષણો પહેરાવી લક્ષ્ય મૂલ્યનાં સદશ` વસ્ત્ર ધારણ કરાવે છે. પછી સેંકડો રત્નમય સ્તંભવાળી એક પાલખી સ્વજનો કારીગર પાસે કરાવે છે. દેવતાઓએ કરેલી દિવ્ય પાલખી તે પાલખીમાં મિશ્ર થઈ જવાથી અધિક શોભે છે. પછી છઠ્ઠ વગેરે તપથી અલંકૃત એવા પ્રભુ તે પાલખીમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેસે છે. પ્રભુની દક્ષિણ બાજુએ કુળની વડીલ સ્ત્રી બેસે છે, વામ બાજુ હંસના ચિત્રવાળું વસ્ત્ર હાથમાં લઈ ઘાવમાતા બેસે છે. પૃષ્ઠ ભાગે એક તરુણ સ્ત્રી છત્ર ધરીને બેસે છે. ઈશાનકોણમાં એક રમણી પૂર્ણ કળશ લઈને બેસે છે. પછી સ્વજનની આજ્ઞાથી સરખેસરખા વેશ અને શરીરવાળા સહસ્ર પુરુષો તે શિબિકાને ઉપાડે છે. ૧ બન્ને બાજુ છેડાવાળા. Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક ૧૭૯ તે વખતે શિબિકાની દક્ષિણ તરફની ઉપલી બાંહ્ય શક્ર ઇંદ્ર વહન કરે છે, ઉત્તર તરફની ઉપલી બાંહ્ય ઈંશાન ઇંદ્ર વહન કરે છે, દક્ષિણ તરફની નીચલી બાંહ્ય ચમરેંદ્ર વહન કરે છે અને ઉત્તર તરફની નીચલી બાંહ્ય બીંદ્ર વહન કરે છે, પછી દેવો તે બાંહ્ય ગ્રહણ કરે છે એટલે સૌધર્મેન્દ્ર ને ઈશાનેંદ્ર બે બાજુ ચામર વીંઝે છે. બાકીના દેવતાઓ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ વગેરે કરતાં જાય છે. આ પ્રમાણે અનેક પ્રકારના મહોત્સવથી પ્રભુ દીક્ષા લેવા નીકળે છે. તે સમયે સર્વે મનુષ્યો ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરે છે—“હે જગત્પ્રભુ! તમે સર્વ કર્મરૂપ શત્રુઓને જીતી સત્વર કેવલજ્ઞાનને પ્રાપ્ત કરો.’’ ઇત્યાદિ સ્તુતિ કરાતાં પ્રભુ વનમાં જાય છે. ત્યાં અશોક વગેરે વૃક્ષ નીચે શિબિક્રા મૂકે છે. એટલે પ્રભુ તેમાંથી ઊતરી આભૂષણો ઉતારે છે. તે સમયે કુળની વડેરી હંસલક્ષણ પટશાટકમાં તે ગ્રહણ કરીને આ પ્રમાણે હિતશિક્ષા આપે છે—“હે વત્સ! તમે ઊંચમાં ઊંચ ગોત્રના ઉત્તમ ક્ષત્રિય છો, તેથી ચારિત્રમાં પ્રમાદ કરશો નહીં; પ્રમાદ ન કરવાથી તમારું વાંછિત શીઘ્ર સિદ્ધ થશે.’’ પછી ભગવાન એક મુષ્ટિથી દાઢી મૂછના અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો લોચ કરે છે. પાંચ ઇંદ્રિય તથા ચાર કષાય એમ નવ પ્રકારનો ભાવલોચ કરે છે અને કેશના ત્યાગરૂપ દશમો દ્રવ્યલોચ કરે છે. શક્ર ઇંદ્ર તે કેશ લઈ પ્રભુને જણાવી ક્ષીરસાગરમાં ક્ષેપન કરી આવે છે. પછી લક્ષ મૂલ્યનું દેવદૃષ્ય વસ્ર ઇંદ્ર પ્રભુના સ્કંધ ઉપર નાખે છે. તે સમયે ઇંદ્રના વાક્યથી દેવતા તથા નરનારીઓનો ઘોંઘાટ શાંત થઈ જાય છે એટલે પ્રભુ ‘નમો સિદ્ધાણું’ એમ કહી સામાયિકનો પાઠ ભણે છે. આ પાઠમાં ‘ભંતે’ એ પદ જિનેશ્વર ભગવંત બોલતા નથી, કારણ કે તેમને બીજા ભગવંત (પૂજ્ય) હોતા નથી. ‘નમો સિદ્ધાણં’ એ પદ તો આચાર માટે માત્ર ભણે છે. કારણ કે તેમના પણ સર્વ અર્થ સિદ્ધ થયા છે, એમ તત્ત્વાર્થવૃત્તિમાં અપેક્ષાએ જણાવ્યું છે. ચારિત્ર આદર્યા પછી તરત જ પ્રભુને ચોથું જ્ઞાન ઊપજે છે. સંયમ લીધા પછી પ્રભુ તે જ દિવસે વિહાર કરે છે. દ્રવ્યાદિ કોઈ વસ્તુનો પ્રતિબંધ રાખતા નથી. અહીં સચિત્ત વગેરે વસ્તુ તે દ્રવ્ય, ગ્રામગૃહાદિ તે ક્ષેત્ર, માસ વર્ષ વગેરે કાળ અને રાગદ્વેષ વગેરે ભાવ સમજવો. તે ચારેનો પ્રતિબંધ પ્રભુને નથી. પછી પ્રભુ પ્રથમ પારણું જેને ત્યાં કરે છે ત્યાં દેવતા પાંચ દિવ્ય વિસ્તારે છે. તે પાંચ દિવ્ય આ પ્રમાણે—સુગંધી જળની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, સુવર્ણવૃષ્ટિ, આકાશમાં દિવ્ય દુંદુભિનો ધ્વનિ અને ‘અહો વાન, બહો વાન' એવી ઉદ્ઘોષણા. તે વખતે હર્ષ પામેલા દેવતાઓ મનુષ્યજન્મની અનુમોદના કરે છે અને ઉત્કૃષ્ટથી સાડાબાર કરોડ સોનૈયાની અને જઘન્યથી સાડાબાર લાખ સોનૈયાની વૃષ્ટિ કરે છે. ‘શક્રાદિ દેવતાઓ એવી રીતે પ્રભુની સેવા કરવા માટે દીક્ષા કલ્યાણક વગેરેમાં મુખ્ય ભાગ લે છે. તેમના હસ્તમાં અને મસ્તક પર અદ્ભૂત પ્રભુ વિરાજે છે.’’ વ્યાખ્યાન ૨૦૧ કેવળજ્ઞાન કલ્યાણક આ વ્યાખ્યાનમાં પ્રભુને કેવળજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય અને પછી દેવતાઓ સમવસરણની કેવી રચના કરે તે સંબંધી વર્ણન છે– Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ आद्येऽथ शुक्लध्यानस्य ध्याते भेदद्वयेऽर्हताम् । घातिकर्मक्षयादाविर्भवेत्केवलमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-“શુક્લ ધ્યાનના પહેલા બે ભેદ ધ્યાતાં અહંતુ પ્રભુને ઘાતિકર્મનો ક્ષય થવાથી ઉજવલ કેવલજ્ઞાન પ્રગટ થાય છે.” આઠ પ્રકારના કર્મમળને શોધે તે શુક્લ અથવા શોકનો નાશ કરે તે શુક્લ કહેવાય છે. શુક્લ એવું જે ધ્યાન તે શુક્લધ્યાન. તેના પહેલા બે ભેદ ધ્યાતાં જિનેશ્વર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમ ભેદ પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર નામે છે. તેમાં એક દ્રવ્યની અંદર ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ પર્યાયના વિસ્તાર વડે જુદા જુદા ભેદથી જે વિચાર કરવો એટલે વિવિધ પ્રકારના નયને અનુસારે જીવ અજીવ ભિન્ન કરીને વિતર્ક કરવો અર્થાત્ ગુણપર્યાયનો વિચાર કરવો તે પ્રથ–વિતર્કસપ્રવિચાર. એટલે આત્મસત્તાનું ધ્યાન કરવું તે શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ છે. એ ભેદ આઠમા ગુણઠાણાથી માંડીને અગિયારમા ગુણઠાણા સુધી લભ્ય થાય છે. શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્કઅવિચાર નામે છે; જેમાં જીવના ગુણપર્યાય આત્મામાં એકપણે રહે છે–ભિન્નપણે રહેતા નથી એવું ધ્યાન કરે છે. તેમ જ “મારો જીવ સિદ્ધસ્વરૂપમય હોવાથી એક જ છે' એમ ચિંતવન કરે છે. તે વિષે પૂજ્ય પુરુષો લખે છે કે “એક દ્રવ્યને અવલંબી રહેલા અનેક પર્યાયમાંથી એક પર્યાયનો જ આગમ અનુસાર વિચાર કરવો અને મન વગેરે યોગમાં પણ એકથી બીજાનો વિચાર જેમાં નથી તે એકત્વવિતર્કઅવિચાર નામે શુક્લધ્યાનનો બીજો ભેદ છે. આ ધ્યાન યોગની ચપલતા રહિત એક પર્યાયમાં ચિરકાળ પર્યત ટકે છે. તેથી પવન વિનાના મકાનમાં દીપકની જેમ તેની સ્થિરતા થાય છે. આ બીજો ભેદ બારમે ગુણઠાણે સંભવે છે. એ ધ્યાનથી ઘનઘાતી ચાર કર્મનો ક્ષય કરી જીવ નિર્મળ એવા કેવળજ્ઞાનને મેળવે છે. સયોગી કેવલી ગુણઠાણે ધ્યાનાંતરિકા થાય છે. તે જ્ઞાન વડે અનંત ઘર્મવાળા સર્વ પદાર્થ જાણી શકાય છે. કહ્યું છે કે “આ ત્રણ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે શ્રી જિનેશ્વર ભગવંત જાણતા નથી અને દેખતા નથી. એથી જ તે અર્હત ત્રણ જગતને પૂજ્ય થાય છે.” તીર્થંકરપદ પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા છતાં જ ભોગ્ય થાય છે. કહ્યું છે કે यत्तृतीयभवे बद्धं, तीर्थकृन्नामकर्म तत् । प्राप्तोदयं विपाकेन, जिनानां जायते तदा ॥१॥ “જિનેશ્વર ભગવંતે ત્રીજે ભવે જે તીર્થંકરનામકર્મ બાંધેલું છે તે તેમને વિપાકપણે ત્યારે જ ઉદય આવે છે.” હવે પ્રભુને કેવલજ્ઞાન થયા પછી દેવતો શું કરે છે તે કહે છે-“તે સમયે ઇંદ્ર આસનકંપથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણી ત્યાં આવી જ્ઞાનોત્પત્તિ મહોત્સવ કરે છે.' જ્યારે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ચોસઠ ઇંદ્રો આવી પ્રભુના જ્ઞાનકલ્યાણકનો મહોત્સવ કરે છે તે આ પ્રમાણે–વાયુકુમાર દેવો એક યોજન પ્રમાણ ભૂમંડળને શોધે છે. પછી મેઘકુમાર દેવતા તે ભૂમિને સુગંધી જળથી સિંચન કરે છે. છ ઋતુના અધિષ્ઠાયક દેવતા પુષ્પ વડે તે પૃથ્વીની પૂજા કરે છે. વ્યંતરદેવતા ભૂમિતલથી સવા કોશ ઊંચું સુવર્ણ રત્નમય પીઠ રચે છે. પછી ભુવનપતિ દેવો પૃથ્વીથી દશ હજાર પગથિયાં વડે પહોંચી શકાય તેવો સુવર્ણના કાંગરાવાળો Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક રૂપાનો કિલ્લો કરે છે. એક એક પગથિયું એક હાથ પહોળું ને એક હાથ ઊંચું હોય છે. તેથી પહેલો ગઢ પૃથ્વીથી સવા કોશ ઊંચો થાય છે. તે રૂપાના કિલ્લાની ભીંત પાંચસો ઘનુષ્ય પ્રમાણ જાડી અને તેત્રીશ ઘનુષ્ય ને બત્રીશ આંગળ પહોળી હોય છે. તે કિલ્લામાં પૂતળીઓ અને આઠ મંગલિકવાળા ચાર દ્વારા રચે છે. કિલ્લાને ચારે ખૂણે જમીન પર ચાર વાપિકા રચે છે. પહેલા ગઢના પૂર્વદ્વાર ઉપર તુંબરુ નામે દેવ દ્વારપાળ હોય છે, દક્ષિણદ્વારે પાંગ નામે દેવ દ્વારપાળ હોય છે, પશ્ચિમધારે કપાળી નામે દેવ દ્વારપાળ હોય છે અને ઉત્તરદ્વારે જટામુગુટધારી નામે દેવ દ્વારપાળ તરીકે રહે છે. પહેલા ગઢની મધ્યે પેસતાં ચારે દ્વાર પાસે પચાસ પચાસ ઘનુષ્યપ્રમાણ સરખી ભૂમિ હોય છે. આ ગઢની અંદર દેવતાઓનાં તથા મનુષ્યોનાં વાહન રહે છે. બીજો સુવર્ણનો ગઢ કે જે રત્નમય કાંગરાથી અલંકૃત જ્યોતિષી દેવો કરે છે તે પાંચ હજાર સોપાનથી ચડી શકાય તેટલો ઊંચો કરે છે. તે ગઢની ભીંતનું તથા ચાર દ્વાર વગેરેનું માન પૂર્વની જેમ જાણી લેવું. તેના પૂર્વદ્યારે હાથમાં અભયમુદ્રા ઘરનારી શ્વેતવર્ણની જયા નામે બે દેવી રહે છે. દક્ષિણદ્વારે રત્ન જેવા વર્ણવાળી વિજયા નામે બે દેવી હાથમાં અંકુશ ઘરીને ઊભી રહે છે. પશ્ચિમદ્વારે પીળા વર્ણવાળી અને હાથમાં પાશ ઘરનારી અજિતા નામે બે દેવી રહે છે અને ઉત્તરદ્વારે નીલ વર્ણવાળી અને હાથમાં મગર નામે શસ્ત્ર ઘરનારી અપરાજિતા નામે બે દેવી રહે છે. પચાસ ઘનુષ્યપ્રમાણ તે ગઢમાં પેઠા પછી પણ સમાન ભૂમિભાગ હોય છે. તે ગઢમાં સિંહ, વ્યાધ્ર, મૃગ વગેરે તિર્યંચો રહે છે. અહીં ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે. વ્યાખ્યાનના ઉત્તરકાળે દેવતાઓએ સેવેલા પ્રભુ તે ઉપર આવીને બેસે છે. તેની ઉપર પાંચ હજાર સોપાન ચઢીએ ત્યારે પૂર્વની જેટલી ભીંતની જાડાઈના તથા ઊંચાઈના પ્રમાણવાળો અને ચાર ધારવાળો મણિમય કાંગરાથી સુશોભિત રત્નનો ત્રીજો ગઢ વૈમાનિક દેવતા. કરે છે. તેના પૂર્વ દ્વારે સોમ નામે પીત વર્ણવાળો વૈમાનિક દેવ હાથમાં ઘનુષ્ય લઈ દ્વારપાળ થઈને રહે છે. દક્ષિણમાં હાથમાં દંડ ઘરનાર ગૌરવર્ણ યમ નામે વ્યંતરદેવતા ઊભો રહે છે. પશ્ચિમમાં રક્તવર્ણી પાશઘારી વરુણ નામે જ્યોતિષી દેવ રહે છે અને ઉત્તરમાં શ્યામવર્ણી કુબેર નામે ભુવનપતિ દેવ હાથમાં ગદા લઈ દ્વારપાલ થઈને ઊભો રહે છે. તે રત્નમય વપ્રની મધ્યે સરખી ભૂમિનું પીઠ હોય છે. તે એક કોશ ને છસો ઘનુષપ્રમાણ વિસ્તારવાળું હોય છે. એટલું જ વિસ્તારનું માન પહેલા અને બીજા તથા બીજા ને ત્રીજા કિલ્લાના મધ્ય ભાગનું પણ બન્ને પાસાનું મળીને જાણવું. તે આ પ્રમાણે રૂપાના ગઢમાં પેઠા પછી પચાસ ઘનુષ્ય પ્રતર છે અને તેની આગળ બારસો ને પચાસ ઘનુષ્યમાં ૫૦૦૦ સોપાન હસ્ત હસ્ત પ્રમાણના છે. એવી રીતે બન્ને મળીને તેરસો ઘનુષ્ય એક એક તરફ રૂપાના તથા સુવર્ણના ગઢનું અંતર હોય છે તે પ્રમાણે બન્ને પાર્શ્વનો વિસ્તાર એકત્ર કરતાં એક કોશ અને છસો ઘનુષ્યનું માન થાય છે. બીજા ત્રીજા કિલ્લાના મધ્યનું પ્રમાણ પણ એ જ પ્રમાણે જાણી લેવું. એમ ત્રણ ગઢના મધ્યભાગના વિસ્તારનું માન એકત્ર કરતાં ત્રણ કોશ અને અઢારસો ઘનુષ્ય થાય છે. ત્રણ ગઢની બે બાજુની મળીને છ ભીંતો હોય છે. તે એક એક ભીંતનો વિસ્તાર તેત્રીશ ઘનુષ્ય અને બત્રીશ આગળ હોય છે, તેથી તેત્રીશ ઘનુષ્યને છગુણા કરતાં એકસો અઠ્ઠાણું ઘનુષ્ય થાય અને બત્રીશ આંગળને છગુણા કરતાં એકસો બાણું આંગળ થાય. તેના બે ઘનુષ્ય થાય. તે એકસો અઠ્ઠાણુમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ નિયોજિત કરતાં બસો ઘનુષ્ય થાય છે. તેને પૂર્વના અઢારસોમાં મેળવતાં એક કોશ થાય છે. તે કોશમાં ત્રણ કોશ મેળવતાં એક યોજન થાય છે તે પ્રમાણે એક યોજનનું વૃત્ત સમવસરણ હોય છે. આ સમવસરણમાં ચારે દિશાએ પ્રથમ દશ હજાર સોપાન હોય છે. તે યોજનની બહાર સમજવા. પ્રભુના નીચેના ભાગથી (મધ્યબિંદુથી) બહારના સોપાન પર્વતની ભૂમિ બન્ને તરફ સવા ત્રણ સવા ત્રણ કોશ હોય છે. આ સમવસરણ ભૂમિથી અધર કરવામાં આવે છે. તેમાં ઊંચે ઊંચે સોપાનની રચના કરેલી હોય છે. આ પ્રમાણે વૃત્ત (ગોળાકાર) સમવસરણની વ્યાખ્યા સમજવી. ચોરસ સમવસરણનું સ્વરૂપ લોકપ્રકાશ ગ્રંથથી જાણી લેવું. હવે ત્રીજા ગઢમાં જે પ્રથમ સરખું ભૂતળ કહ્યું તેની મધ્યમાં મણિરત્નમય પીઠ પ્રભુના દેહપ્રમાણ ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ સોપાનયુક્ત હોય છે. તે લંબાઈ તથા પહોળાઈમાં બસો ઘનુષ્ય પ્રમાણ હોય છે, અને પૃથ્વીથી અઢી કોશ ઊંચી હોય છે. તે વિષે કહ્યું છે કે “એકેક હાથ ઊંચા વીશ હજાર પગથિયાં ચડ્યા પછી આવતું હોવાથી પ્રભુનું સિંહાસન જમીનથી અઢી કોશ ઊંચું થાય છે.” આ પ્રમાણ સિંહાસનની નીચેની ભૂમિથી પીઠિકા સુધી સમશ્રેણીએ ઊંચાઈ ગણતાં થાય છે. એ પીઠના મધ્ય ભાગે એક યોજનાના વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે જિનેશ્વર ભગવંતના શરીરના માનથી બારગણું ઊંચું હોય છે. તે વિષે કહ્યું છે કે-“શ્રી ઋષભદેવ પ્રભુને ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઊંચું હોય છે અને તે જ પ્રમાણે બાકીના તીર્થકરોને શરીરમાનથી બારગણું ઊંચું હોય છે.” ચૈત્યવૃક્ષ એ ભગવંતને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે વૃક્ષનું નામ છે. તે અશોક વૃક્ષની ઉપર રહે છે. અશોક વૃક્ષની નીચે અહંતનો દેવછંદો હોય છે. ત્યાં ચારે દિશાએ ચાર સુવર્ણનાં સિંહાસન આવેલાં હોય છે. તેમની આગળ એક એક રત્નમય પાદપીઠ હોય છે. તેની ઉપર પ્રભુ ચરણ ઘરે ત્યારે તે ઉલ્લાસવાળું થયું હોય તેમ શોભે છે. પ્રત્યેક સિંહાસન ઉપર ત્રણ ત્રણ છત્ર હોય છે. તે બઘાં મોતીની શ્રેણીઓથી અલંકૃત હોય છે. પ્રત્યેક સિંહાસનની બન્ને બાજુ બળે ચામરઘારી દેવતા ઊભા રહે છે. સિંહાસનની આગળ ચારે દિશાએ સુવર્ણકમળ ઉપર સૂર્યના તેજને જીતે તેવું એક એક ઘર્મચક્ર આવેલું હોય છે. તે અહંતપ્રભુના ત્રિભુવનના ઘર્મચક્રીપણાને સૂચવનારું તથા મત્સરી જનના મદને ટાળનારું હોય છે. તથા ચારે દિશાએ હજાર હજાર યોજન ઊંચા, નાની નાની ઘંટિકાઓવાળા ચાર મહાધ્વજ હોય છે. તે પૂર્વમાં ઘર્મધ્વજ, દક્ષિણમાં માનધ્વજ, પશ્ચિમમાં ગજધ્વજ અને ઉત્તરમાં સિંહધ્વજ કહેવાય છે. અહીં જે ઘનુષ્ય તથા કોશ વગેરેનું માને કહ્યું છે તે તે સમયના તીર્થકરના આત્માગુલ પ્રમાણે જાણવું. મણિપીઠ, ચૈત્યવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર તથા દેવછંદો વગેરે વ્યંતરદેવતાઓ રચે છે. આ સમવસરણ ચારે નિકાયના દેવતાઓને સાઘારણ છે, કારણ કે તે સર્વે મળીને કરે છે. બાકી કોઈ મહાન ઉત્તમ દેવતા ઘારે તો તે એકલો પણ આવું સમવસરણ રચી શકે છે. ત્યાં વૈમાનિક દેવતા હર્ષથી સિંહનાદ અને દુંદુભિના શબ્દો કરે છે. સૂર્યોદય વખતે પ્રભુ સુવર્ણના કમળ ઉપર ચરણ મૂકતાં મૂકતાં આવીને પૂર્વદ્વાર વડે સમવસરણમાં પ્રવેશ કરે છે. પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, પાદપીઠ ઉપર ચરણ મૂકી “નમો તીર્થાય” એમ કહી સિંહાસન ઉપર બેસે છે. તીર્થ એટલે શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણઘર સમજવા કે જેના વડે Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૧] કેવળજ્ઞાન કલ્યાણક ૧૮૩ આ સંસારસાગર તરી શકાય છે. અર્હતને શ્રુતજ્ઞાનપૂર્વક અર્હતપણાની પ્રાપ્તિ છે, માટે તે તીર્થશબ્દે શ્રુતજ્ઞાનને નમે છે. લોકમાં અર્હત પૂજ્ય હોવાથી અને પૂજ્ય જેને પૂજે તે તો અવશ્ય પૂજનિક હોવાથી લોકમાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ પૂજાય છે. કૃતકૃત્ય થયેલા અદ્ભુત પ્રભુ પણ તીર્થને નમે છે અને પછી ધર્મ કહે છે તેમ સર્વ લોક તીર્થને નમે છે. પછી સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે. ભગવંતના એકેક વચન વડે ઘણા જીવોના સંશય છેદાય છે. જો સંશયોનો છેદ અનુક્રમે થાય તો સંશય કરનાર પ્રાણીઓ અસંખ્ય હોવાથી અસંખ્યાતકાળે પણ તેમના સંશયનો છેદ થઈને અનુગ્રહ થઈ શકે નહીં; પરંતુ પ્રભુની શબ્દશક્તિ વિચિત્ર છે. તેઓ એક વાક્યમાં એક સાથે ઘણા પ્રાણીઓના સંશયના ઉત્તર આપી શકે છે. આવી શક્તિને પુષ્ટિ આપનારું એક લૌકિક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે બુઢણ આહીરનું દ્રષ્ટાંત સંગઘર નામના ગામમાં ઘન, કણ તથા સુવર્ણથી ભરપૂર બુઢણ નામે એક આહીર રહેતો હતો. તેને પુષ્પવતી વગેરે પંદર સ્ત્રીઓ હતી. તે બઘી પરસ્પર સ્નેહવાળી હતી. એક વખતે બુઢણ ગાયો ચારવા વનમાં ગયો. મધ્યાહ્નકાળ થયો એટલે તે ભોજન કરવા બેઠો. તે સમયે વનની શોભા જોવા ઉત્સુક થયેલી તેની સ્ત્રીઓ તેની પાસે આવી. પછી તે સર્વે અનુક્રમે પુષ્પવતીને આ પ્રમાણે પૂછવા લાગી. પહેલીએ કહ્યું-‘આજે આટલી બધી ખીચડી કેમ રાંધી છે?’ બીજી બોલી–‘આજે છાશમાં મીઠાશ કેમ થોડી છે?' ત્રીજી બોલી-પેલી દાઢી મૂછવાળી સ્ત્રી ઘેર છે?' ચોથી બોલી—‘આજે તમારે શરીરે શાંતિ છે?’ પાંચમી બોલી–‘આજે કંકોડાનું શાક આખું કેમ રાંધ્યું છે?’ છઠ્ઠી બોલી−‘આ કૂતરી કેમ ઘૂરકે છે?” સાતમી બોલી—તે ભેંસ ગાભણી થઈ છે?' આઠમી બોલી–‘આ આગળ દેખાતી સ્ત્રી થાકી ગઈ છે કે નહીં?’ નવમી બોલી–‘આજે સદાવ્રતમાં ભોજન આપે છે?' દશમી બોલી‘આજે આ જલપ્રવાહમાં ઘણું જળ કેમ વહે છે?' અગિયારમી બોલી–‘તમારો ચોટલો સમાર્યો છે?’ બારમી બોલી–‘કાનમાં કુંડળ પહેર્યાં છે કે નહીં?” તેરમી બોલી—આ ગહ્લરમાં ભય કેમ લાગતો નથી?’ ચૌદમી બોલી−‘આ ફળ લેશો?” પંદરમી બોલી—‘આ બકરીઓ ગણી છે કે નહીં?' આ પ્રમાણે અનુક્રમે પૂછતી તે બધી સ્ત્રીઓને સર્વમાં માન્ય એવી પુષ્પવતીએ એક જ શબ્દમાં ઉત્તર આપ્યો કે ‘પાલી નથી.' એટલે પહેલીએ પૂછ્યું કે ખીચડી આટલી બધી કેમ રાંધી છે? તેના ઉત્તરમાં કહ્યું કે ધાન્ય માપવાની પાલી મારી પાસે નથી; તેથી વધારે રંઘાઈ ગઈ છે. ધાન્યનું માપ કરનારા લોકો તે માપવાના પાત્રને પાલી કહે છે. બીજીએ પૂછ્યું કે છાશમાં મીઠાશ થોડી કેમ છે? તેના ઉત્તરમાં પણ ‘પાલી નથી' એમ કહ્યું એટલે છાશ કરવાનો વારો નથી, તેથી કાલની છાશ હોવાથી મીઠાશ ઓછી છે, અથવા બોરડી, બાવલ વગેરે જે તિર્યંચનો ચારો છે તેને લોકમાં પાલી અથવા પાલો કહે છે તે ન નાખવાથી છાશમાં મીઠાશ ઓછી છે. ત્રીજીએ પૂછ્યું કે પેલી દાઢીમૂછવાળી સ્ત્રી ઘેર નથી? શું તે નાપિતને ઘેર ગઈ છે? તેને ઉત્તરમાં કહ્યું કે આજે હજામતની પાલી નથી, એટલે ઘેર છે. ચોથીએ પૂછ્યું કે આજે તમને શરીરે શાંતિ છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, એટલે એકાંતરો તાવ આવતો હતો તેની આજે પાલી (વારો) નથી તેથી શાંતિ છે. પાંચમીએ પૂછ્યું કે કંકોડાનું શાક આખું કેમ કર્યું છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, એટલે કે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૪ સુઘારવાની છરી નથી. છઠ્ઠીએ કહ્યું કે આ કૂતરી કેમ ઘુરકે છે? તેના ઉત્તરમાં પણ કહ્યું કે પાળી નથી, એટલે તે કૂતરીને કોઈએ પાળેલી નથી, તેથી તે ઘરકે છે. સાતમીએ પૂછ્યું કે આ ભેંસ ગાભણી છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી. ગાય ભેંસ વગેરેને ગર્ભ રહેવાના સમયને લોકો પાલી કહે છે તે નથી. આઠમી સ્ત્રીએ પૂછ્યું કે પેલી સ્ત્રી શું માર્ગમાં થાકી ગઈ છે? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી, અર્થાત્ તે પગપાળે ચાલતી નથી, રથમાં બેસીને આવી છે, તેથી થાકેલી નથી. નવમી સ્ત્રીએ પૂછ્યું કે આજે સદાવ્રતમાં ભોજન અપાય છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાળી નથી.” એટલે આજે દાન દેવાનો વારો નથી. કેટલાક સદાવ્રત અમુક દિવસે અપાતાં હોય છે. દશમીએ પૂછ્યું કે આ પ્રવાહમાંથી વિશેષ જળ કેમ વહે છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.' એટલે તેની પાળ બાંધેલી નથી, તેથી વઘારે જળ વહે છે. અગિયારમીએ પૂછ્યું કે ચોટલો તૈયાર કરેલો છે? તેના ઉત્તરમાં પણ કહ્યું કે “પાલી નથી.' અહીં પાલી કહેતાં જૂ સમજવી, એટલે મારા મસ્તકમાં જૂ પડી નથી, તેથી કેશપાશ તૈયાર છે. બારમીએ પૂછ્યું કે કાનમાં કુંડલ પહેર્યા છે કે નહીં? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.” અહીં કાનમાં છિદ્ર પડાવીને ઉછેરે તેને કાન પાળ્યો કહે છે તે પાળ્યા વિના કુંડળ શી રીતે પહેરાય? તેરમીએ પૂછ્યું કે આ ગહરમાં ભય કેમ નથી? તેના ઉત્તરમાં કહ્યું કે પાલી નથી.' એટલે આ વનની સમીપમાં ચોર લોકોની પાલી નથી, તેથી ભય નથી. ચોર લોકોના રહેવાના સ્થાનને પાલ કહે છે. ચૌદમીએ પૂછ્યું કે આ ફળ ગ્રહણ કરશો? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી. એટલે મારે ખોળો નથી. તેથી શેમાં ફળ લેવાય? પંદરમીએ પૂછ્યું કે આ બકરીઓ ગણી છે? તેના ઉત્તરમાં કહ્યું કે “પાલી નથી.' અહીં પાલી એટલે પ્રાંત (છેડો અથવા આડશ કરેલી) નથી, તેથી એટલી બધી બકરીઓની ગણના શી રીતે થાય? આ પ્રમાણે પુષ્પવતીએ સર્વ સ્ત્રીઓના પ્રશ્નોનો ઉત્તર એક શબ્દમાં આપ્યો અને તે બથી સમજી ગઈ; તેથી તેનો પતિ પણ ખુશી થયો. જ્યારે એક સાધારણ માણસમાં ઉત્તર આપવાની આવી શક્તિ હોય છે, તો પછી નિંદ્રના એક વચનથી સર્વના સંશયનો અભાવ કેમ ન થાય? “અહંતનું એક વચન સમકાળે અનેક લોકોની સંશયશ્રેણીને એક સાથે હરી લે છે, તે ઉપર બુઢણ આહીરની સ્ત્રીઓનું દ્રષ્ટાંત સાંભળીને વિચારવું કે તેમાં શું આશ્ચર્ય છે? કાંઈ આશ્ચર્ય નથી.” વ્યાખ્યાન ૨૦૨ સમવસરણ પ્રભુની દેશના સમયે જે થાય તે કહે છે जिनवाक्यात्प्रबुद्धा ये दीक्षां गृह्णति ते मुदा । तेषु गणिपदार्हास्तान्, यच्छंति त्रिपदी जिनाः॥१॥ ભાવાર્થ-“જે શ્રી જિનેશ્વરભગવંતની વાણીથી પ્રતિબોધ પામે છે તે હર્ષથી દીક્ષા લે છે. તેમાંથી જે ગણિપદને યોગ્ય હોય તેમને શ્રી ભગવંત ત્રિપદી આપે છે.” તેઓ ત્રિપદીનું અધ્યયન કરી મુહૂર્તમાત્રમાં બુદ્ધિબીજ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. પછી જિનેશ્વર ભગવંત તેમને ગણત્થરપદ આપે છે. મહાબુદ્ધિવાળા ગણધરો સૂત્ર ગૂંથે છે. અરિહંતભગવંત તો પ્રાયે અર્થ પ્રકાશે છે. ગણથરો ભવ્યજનના ઉપકાર માટે જ સૂત્ર રચે છે એમ સમજવું. જેમ કોઈ પુરુષ આમ્રવૃક્ષ Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૨] સમવસરણ ૧૮૫ ઉપર ચડી નીચે રહેલા લોકોના ઉપકાર માટે ઉપરથી ફળની વૃષ્ટિ કરે છે અને નીચે ઊભા રહેલા લોકોમાંથી કોઈ ને પડતા ફળોને વસ્ત્રમાં ઝીલી લે છે અને પછી તેવડે પોતાને અને બીજાઓને પ્રસન્ન કરે છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંત જ્ઞાનરૂપ કલ્પવૃક્ષ ઉપર રહી ભવ્ય પ્રાણીઓના હિત માટે અર્થની વૃષ્ટિ કરે છે. તેમાંથી કાંઈક ગણઘરો બુદ્ધિરૂપ વસ્ત્રમાં ઝીલી લે છે. પછી તેના વડે દ્વાદશાંગીની રચના કરી તેઓ પોતાના આત્માનો અને બીજાઓનો અનુગ્રહ કરે છે. જેમ ફળ જુદાં જુદાં પડ્યાં હોય તે નીચે રહેલા સર્વનો એક સરખો ઉપકાર ન કરે પણ ભેળાં કરીને આપવાથી સર્વનો ઉપકાર કરે તેમ જુદા જુદા અર્થને એકત્ર સૂત્રરૂપે ગૂંથવાથી તે સર્વનો ઉપકાર કરે છે. હવે સમવસરણમાં પ્રભુના કેટલાં રૂપ થાય છે તે કહે છે-“પૂર્વ દિશાએ પ્રભુ મૂળ રૂપે બિરાજે છે અને બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓ પ્રભુના મહિમાથી ભગવંતના જેવાં જ ત્રણ બીજાં રૂપ રચે છે.” જો કે બાકીની દિશાઓમાં દેવતા અહંતની પ્રતિકૃતિ રચે છે તો પણ તે રૂપ એવાં હોય છે કે જોનારને તે કૃત્રિમ છે કે અકૃત્રિમ છે તેની ખબર પડતી નથી, કારણ કે તે મૂળસ્વરૂપથી કિંચિત્ પણ ભિન્ન હોતાં નથી. તે રૂ૫ કૃત્રિમ છતાં જિનેશ્વરના જેવાં જ થાય છે, એ જિનેશ્વરનો જ પ્રભાવ છે. અન્યથા સર્વ દેવ એકઠા થાય અને સર્વ શક્તિ વાપરે તો પણ પ્રભુના અંગૂઠા જેવું રૂપ પણ તેમનાથી થઈ શકે નહીં. તે વિષે શ્રી ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે यैःशांतरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूतः। तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपरं नहि रूपमस्ति । હે ત્રિભુવનમાં અદ્વિતીય તિલકરૂપ પ્રભુ! શાંતરાગરુચિવાળા જે પરમાણુઓથી તમે નિર્માણ થયેલા છો તે પરમાણુ પૃથ્વીમાં તેટલાં જ છે, જેથી તમારા સમાન બીજું કોઈ રૂપ પૃથ્વી પર છે નહીં.” પ્રભુના રૂપનું વર્ણન શ્રી આવશ્યકનિર્યુક્તિમાં પણ કરેલું છે. તેમાં કહ્યું છે કે “અહંતનું સ્વરૂપ વાણીથી અગોચર છે. (કહી શકાય તેમ નથી.) તેથી અનંતગુણહીન એવું ગણઘરનું સ્વરૂપ હોય છે. તેમનાથી આહારક શરીર અનંતગુણહીન હોય છે. તેનાથી અનંતગુણહીન અનુત્તર વિમાનના દેવતાઓનું શરીર હોય છે. તેથી અનુક્રમે ઊતરતાં ઊતરતાં વ્યંતર દેવતા સુધીનું શરીર અનંત અનંતગુણહીન હોય છે. તેમનાથી ચક્રવર્તીનું, તેમનાથી વાસુદેવનું, તેમનાથી બલદેવનું અને તેમનાથી મંડલિક રાજાનું શરીર અનંત અનંત ગુણહીન સમજવું. તેથી બાકી રહેલા રાજાઓ અને સર્વ લોકોના શરીરમાં પરસ્પર છ સ્થાન પડે છે તે આ પ્રમાણે-અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનંત ગુણહીન હોય છે.” શ્રી તીર્થંકરનું સ્વરૂપ સર્વને વૈરાગ્ય ઉત્પન્ન કરનારું હોય છે; રાગાદિ વઘારનારું હોતું નથી. હવે સમવસરણમાં પર્ષદાનાં સ્થાન કહે છે-“દેશના સાંભળવાની સ્પૃહાવાળી અને મનવચન-કાયાના પ્રશસ્ત યોગથી પ્રકાશિત એવી બાર પર્ષદા સમવસરણમાં પોતપોતાને સ્થાનકે બેસે છે. તે પર્ષદાને બેસવાનાં સ્થાન આ પ્રમાણે છે–જ્યેષ્ઠ અને બીજા ગણધરો હોય છે તે પ્રભુની સમીપે અગ્નિકોણમાં સર્વની આગળ બેસે છે. કેવળી, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી તીર્થને નમસ્કાર કરી પોતાનું ગૌરવ સાચવીને પદસ્થ એવા ગણઘરોની પાછળ બેસે છે. તેઓ પ્રભુને વાંદતા નથી, તેના કારણમાં કહ્યું છે કે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ સ્તંભ ૧૪ कृतकृत्यतया तादृक्-कल्पत्वाच्च जिनेश्वरान् । न नमस्यंति तीर्थं तु, नमंत्यर्हन्नमस्कृतम् ॥ “તેઓ (કેવળી) કૃતાર્થપણાને પામેલા હોવાથી તેમ જ પોતાનો તેવો આચાર છે તેથી તીર્થકરને વાંદતા નથી. પણ અહં નમેલા એવા તીર્થને વાંદે છે.” તે વિષે શ્રી ઋષભસ્તોત્રમાં ઘનપાળે પણ કહેલું છે કે “હે પ્રભુ! તમારી સેવા વડે મોહનો છેદ થાય એ તો નિશ્ચય છે, પણ તે (કેવળી) અવસ્થામાં તમને વંદના થતી નથી, તેથી હું મારા હૃદયમાં ખેદ પામું છું.” કેવળીની પૃષ્ઠ ભાગે લબ્ધિવાળા અને લબ્ધિ વિનાના સર્વ સાધુઓ અહંત, તીર્થ તથા ગણઘર વગેરેને નમી અનુક્રમે વિનયથી બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવતાની દેવીઓ અર્વત વગેરેને નમીને બેસે છે અને તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. આ ત્રણ પર્ષદા પૂર્વતારવડે સમવસરણમાં પ્રવેશ કરી અહંતને પ્રદક્ષિણા કરી અગ્નિકોણમાં બેસે છે. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની દેવીઓ એ ત્રણ પર્ષદા દક્ષિણદ્વારે પેસી નૈઋત્યકોણમાં ઊભી રહે છે. ભુવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવતા પશ્ચિમ દ્વારે પેસી વાયવ્યકોણમાં બેસે છે. વૈમાનિક દેવતા, નર અને નારીઓ ઉત્તરદ્વારે પેસી અહંત વગેરેને નમી ઈશાનકોણમાં બેસે છે. ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહીને દેશના સાંભળે છે. સર્વ દેવતા, નર તથા નારીઓ અને સાધુઓ બેસીને સાંભળે છે. આવશ્યકની વૃત્તિમાં આ પ્રમાણે કહેલું છે અને તેની ચૂર્ણમાં લખે છે કે “સાઘુઓ ઉત્કટિક આસને બેસીને સાંભળે છે અને સાધ્વીઓ તથા વૈમાનિક દેવતાની દેવીઓ ઊભી રહીને સાંભળે છે.” પ્રભુના પ્રભાવથી બાલ, ગ્લાન અને જરાપીડિત વૃદ્ધ લોકોને પણ પગથિયાં ચડતાં કિંચિત્. પણ શ્રમ કે વ્યાધિ થતો નથી. કોઈને વૈરભાવ પણ પ્રકટ થતો નથી. બીજા ગઢમાં પોતાના જાતિવૈરને પણ ભૂલી જઈ બઘા તિર્યંચો સાથે બેસીને દેશના સાંભળે છે. હવે દેશના થઈ રહ્યા પછી જે થાય છે તે કહે છે–શ્રી જિનેશ્વર ભગવંત પહેલી પોરસી પૂર્ણ થતાં સુધી ઘર્મદેશના આપે છે. તે સમયે લોકો ચોખા વડે પ્રભુને વધાવવાનો વિધિ કરે છે. અહીં લોકો એટલે ચક્રવર્તીથી માંડીને સામાન્ય રાજા પર્યત જે દેશના સાંભળવા આવેલ હોય તે અથવા શ્રાવક કે નગરજન સમજવા. તેઓ શાળિ વડે વર્થાપન વિધિ કરે છે. વર્થાપનનો વિધિ આ પ્રમાણે-કલમશાળિના ચોખા અત્યંત સુગંધી, ફોતરાં વગરના, ઉજ્વળ અને અખંડિત ચાર પ્રસ્થ અથવા એક આઢકપ્રમાણ, શુદ્ધ જળથી ઘોઈને રાંઘવા વડે અર્વા ફૂલેલા હોય તેવા. રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર ધારણ કરેલી સુવાસિની સ્ત્રીના મસ્તક પર ઘારણ કરાવે. તેમાં દેવતાઓ સુગંધી દ્રવ્ય નાખે, જેથી તે બલિ અત્યંત સુગંઘી થાય. પછી અનેક પ્રકારનાં ગીતવાદ્ય સાથે તે બલિ પ્રભુ પાસે શ્રાવકો લઈ જાય. પૂર્વ દ્વાર વડે તેનો સમવસરણમાં પ્રવેશ કરાવે. તે બલિનું પાત્ર આવે ત્યારે ભગવંત ક્ષણવાર દેશના દેતાં વિરમે. પછી ચક્રવર્તી પ્રમુખ શ્રાવકો તે બલિ સાથે ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુના ચરણ પાસે આવે. ત્યાં પૂર્વ દિશામાં ઊભા રહી સર્વ દિશાઓમાં પ્રૌઢ મુષ્ટિવડે તે બલિ ફેંકે, તેમાંથી અર્ધ ભૂમિ પર પડે તે પહેલાં આકાશમાંથી જ દેવતાઓ ગ્રહણ કરે, બાકીના અર્થમાંથી અર્ધભાગ તે બલિના કર્તા જે આગેવાન હોય તે લે અને તેથી અવશિષ્ટ રહે તે બીજા લોકો જેમ મળી શકે તેમ લઈ લે. તે બલિનો એક કણમાત્ર માથે મૂકવાથી સર્વ રોગ શમી જાય છે અને છ માસ સુધી નવો રોગ થતો નથી. આ પ્રમાણે બલિનો વિધિ પૂર્ણ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૩] ભગવંતની દેશના ૧૮૭ પછી શ્રી જિનેશ્વર પહેલા ગઢમાંથી ઊતરી બીજા ગઢમાં ઈશાનકોણમાં દેવછંદા ઉપર આવી અનેક દેવતાઓથી પરિવૃત થઈ સુખે બેસે છે. બીજી પોરસીમાં રાજા વગેરેએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસી ગણઘર ઘર્મદેશના આપે છે. બીજી પોરસી પૂર્ણ થાય એટલે સૌ સ્વસ્થાનકે જાય છે. પુનઃ પાછલી (ચોથી) પોરસીએ પ્રભુ સિંહાસન ઉપર બેસી દેશના આપે છે. જ્યાં આવું સમવસરણ પ્રથમ ન થયું હોય ત્યાં ચાર પ્રકારના દેવતાઓ મળીને ઉપર કહ્યા પ્રમાણે સમવસરણ કરે છે અને કોઈ મહર્તિક દેવતા પ્રભુને નમવા આવે તો તે એકલો પણ સમવસરણ કરી શકે છે. 'હવે સમવસરણ વિના પણ નિયમા પ્રભુની સહચારી સંપત્તિ હોય તે કહે છે–“જ્યારે સમવસરણ ન હોય ત્યારે પણ પ્રભુની પાસે અવશ્ય આઠ પ્રતિહાર્ય હોય છે.” એ આઠ પ્રતિહાર્યનું વર્ણન પ્રથમ સ્તંભમાં લખવામાં આવ્યું છે. આ પ્રમાણે અનંત ગુણરત્નથી સુશોભિત એવા અહંતનું વર્ણન શાસ્ત્રારૂપ સમુદ્રમાંથી ઉદ્ધરીને અહીં કહેલું છે. તેને અનુસાર પ્રવૃત્તિ કરીને ઘાર્મિક જનોએ પોતાના આત્માનું હિત કરવું.” વ્યાખ્યાન ૨૦૩ ભગવંતની દેશના શ્રી જિનેંદ્રભગવાન સમવસરણમાં બેસી દેશના આપે છે તે વિષે કહે છે– बहवोऽविरता जीवास्तेभ्योऽल्पास्तु सुदृष्टयः । સ્વલ્પતરાસ્તતિઃ શ્રાદ્ધ સાધવોડાતમસ્તથા II ભાવાર્થ-જગતમાં ઘણા જીવો તો અવિરત છે. તેમનાથી બહુ અલ્પ જીવ સમ્યકત્વઘારી હોય છે, તેમનાથી અતિ અલ્પ દેશવિરતિ (શ્રાવક) હોય છે અને તેમનાથી અતિશય અલ્પ સર્વવિરતિ (સાઘુઓ) હોય છે.” અવિરત એટલે બાર પ્રકારની વિરતિથી રહિત એવા જીવ ઘણા છે, કારણ કે સમસ્ત વિશ્વમાં મિથ્યાત્વી જીવ જ ઘણા હોય છે. તેમનું પણ અહીં ગ્રહણ કરવાનું છે. તે બાર અવિરતિ આ પ્રમાણે–મન અને પાંચ ઇંદ્રિયોનો અનિયમ–એ છ તથા છ કાયના જીવનો વઘ–એ છ મળી બાર પ્રકારની અવિરતિ છે. તેવા અવિરતિ જીવોથી સમ્યત્વઘારી જીવો અલ્પ હોય છે. તેમનાથી દેશવિરતિ શ્રાવકો અતિ અલ્પ હોય છે. તેઓ અગિયાર અવિરતિના નિયમથી રહિત, માત્ર બારમા ત્રસકાયને ન હણવાના નિયમવાળા (પચખાણ કરવાવાળા) હોવાથી વિરતિના એક દેશને ઘરનારા હોય છે, તેથી તે દેશવિરતિ કહેવાય છે. તેમનાથી સર્વવિરતિ સાધુઓ અતિશય અલ્પ હોય છે. અહીં આ પ્રમાણે ભાવના છે–આ સંસારમાં જીવોની ચાર પંક્તિઓ છે. તેમાં પહેલી પંક્તિમાં સર્વે એકેંદ્રિયપ્રમુખ જીવો છે કે જે અવિરતિની પંક્તિના છે. તેમાં એકેંદ્રિય જીવો પાંચ આસ્રવથી વિરત થયા નથી, તેથી તેવડે ઉત્પન્ન થતાં કર્મનો બંધ તે પ્રાપ્ત કરે છે; માટે તેઓ વિરત કહેવાય નહીં. જેમ સૂતેલા, પ્રમાદી અને મૂચ્છિત વગેરે જીવો શક્તિચેતનાના અભાવ વડે કદી હિંસાદિ કરતા નથી, તથાપિ તે વ્રતી કહેવાય નહીં, કારણ કે તેમનામાં વિરતિના પરિણામનો અભાવ છે. તેવી જ રીતે મૂંગા વગેરે અસત્ય બોલતા નથી, તથાપિ તે સત્યવાદી ન કહેવાય. ટૂંઠા ને પાંગળાઓ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ અદત્ત ગ્રહણ કરતા નથી, તથાપિ તે અદત્તાદાનના ત્યાગવાળા ન કહેવાય. ન કહેવાય. કૃત્રિમ, અકૃત્રિમ નપુંસક એવા તિર્યંચ ને મનુષ્ય મૈથુન સેવે નહીં, તથાપિ તે બ્રહ્મચારી ન કહેવાય અને પશુ, દરિદ્રી વગેરે વિશેષ ઘનવસ્ત્રાદિકના અભાવવાળા હોવા છતાં તે કાંઈ નિગ્રંથ ન કહેવાય. તેઓ કાંઈ વિરતિનું ફળ પ્રાપ્ત કરતા નથી. તેવી રીતે એકેંદ્રિય જીવને પણ સમ્યકત્વાદિના અભાવથી અવિરત જાણવા. કહ્યું છે કે “એકેંદ્રિયને બીજું સાસ્વાદન ગુણઠાણું પણ ન હોય.” એવી જ રીતે વિકલેંદ્રિય અને સંમૂર્ણિમ પંચંદ્રિય વગેરે જીવોમાં પણ અવિરતિપણું જાણવું, કારણ કે ત્યાં સાસ્વાદન ગુણઠાણું હોય છે પણ તે ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટ માત્ર છ આવલિકા સુઘીની જ છે. હિંસા-હવે એકેંદ્રિય જીવોમાં કાંઈક વિશેષ હિંસાદિ આસ્રવ છે તે દર્શાવે છે–વૃક્ષપ્રમુખ પોતપોતાના આહાર તરીકે જળ, પવન વગેરે સચિત્ત વસ્તુને ગ્રહણ કરે છે, તેથી તેમને જળ અને પવનની વિરાઘના સ્પષ્ટપણે છે. કહ્યું છે કે “જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ હોય, જ્યાં વનસ્પતિ હોય ત્યાં અગ્નિ હોય અને તેઉકાય, વાયુકાય તો સંઘાતે જ હોય છે અને ત્રસજીવ પ્રત્યક્ષ હોય છે.” વનસ્પતિ વગેરેને પણ આહાર ગ્રહણ કરવામાં સૂક્ષ્મ વૃત્તિએ વિરાઘના રહેલી છે અને બાદરવૃત્તિ વડે તો કેટલાક કંથેર, બોરડી વગેરે વૃક્ષ મરુદેવાદિકના જીવની જેમ કદલી વગેરેને હણે છે. થોર વગેરે વૃક્ષો પોતાનાં મૂળના ક્ષાર તથા કટુરસ વગેરેથી પૃથ્વીકાય વગેરે છ કાયની હિંસા કરે છે. કીડામાર તથા કિંપાક વગેરે ફળો મનુષ્ય તથા પશુપ્રમુખને મારે છે. ભેડાગારી વગેરેનાં વૃક્ષો મનુષ્યને ઉચ્ચાટન કરે છે. કેટલીક વનસ્પતિ મનુષ્યને પશુ કરે છે ને પશુને મનુષ્ય કરે છે. વાંસ ને શર વગેરે વૃક્ષો ઘનુષ્ય ને બાણરૂપે થઈ ઘણા જીવોને મારે છે. ઘનુષ્યપ્રમુખના જીવોને ઉત્સર્ગથી અવિરત પરિણામ હોવાને લીધે તેના અચેતન થયેલા શરીર વગેરેથી પણ બંધ થાય છે. જિનપૂજાને યોગ્ય પુષ્પ, ફળ તથા આભૂષણ વગેરેના તથા મુનિના પાત્રરૂપે થયેલા પદાર્થના જીવને તેનું શરીર ઉત્તમ સાઘનરૂપ થયા છતાં પુણ્યબંઘ થતો નથી, કારણ કે તેના હેતુરૂપ વિવેકનો અભાવ છે. એવી રીતે મહારંભની પ્રવૃત્તિના હેતુરૂપ ગાડાં, હળ વગેરે જે જીવોનાં શરીરોથી થયાં હોય તે જીવોને હિંસાના હેતુરૂપ જાણી લેવાં. આ પ્રમાણે હિંસા બતાવી. હવે અસત્યાદિ ઘટાવે છે– અસત્ય-એકેંદ્રિયાદિ જીવોને સત્ય અધ્યવસાયનો અભાવ હોવાથી અસત્ય લાગે છે. વળી તે લોકોને અસત્ય બોલાવવાના હેતુરૂપ થાય છે, તેથી પણ તેને અસત્યનું પાપ લાગતું જોવામાં આવે છે. જેમ કેટલીક ઔષધિને યોગે સત્ય ને અસત્ય પણ બોલાય છે. જેવી રીતે કાજલી વગેરેમાં કન્યા વગેરે અસત્ય બોલે છે તે પ્રમાણે સમજવું. તેમ જ મોહનવલ્લી વગેરે મોહ ઉત્પન્ન કરીને લોકોને વિપરીત માર્ગ વગેરે બતાવે છે; ઇત્યાદિ અનેક રીતે અસત્યનો પ્રકાર કહેલો છે. અદત્તાદાન–હવે અદત્તાદાન ઘટાવે છે–વૃક્ષઆશ્રયી સર્વે જીવો સચિત્ત આહાર ગ્રહણ કરે છે. તે આહારમાં રહેલા જીવો સંબંધી જીવાદર લાગે છે. વળી વનસ્પતિમાં બીજાના અદત્તાદાનનું ( ૧ અપર્યાપ્તાવસ્થામાં હોય છે, પરંતુ અલ્પકાલીન હોવાથી તે વિવસ્યું નથી. ર મરુદેવા માતાનો જીવ નિગોદમાંથી નીકળી પ્રત્યેક વનસ્પતિકાયમાં કેળના વૃક્ષમાં ઉત્પન્ન થયો હતો. ત્યાં સમીપે રહેલા કંથેરના વૃક્ષના કાંટા વારંવાર ભોંકાવાથી થતી વેદના સમ્યગૂ ભાવે સહન કરવાથી અકામ નિર્જરા વડે મનુષ્યપણાને પામ્યો ને તે જ ભવમાં મોક્ષે ગયો. Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૩] ભગવંતની દેશના ૧૮૯ હેતુપણું સ્પષ્ટ જણાય છે. કોકાસ સૂત્રધારે (સુતારે રચેલ કાષ્ઠના શુક, પારેવા વગેરેએ રાજાના કોઠારમાંથી અદત્તાદાનરૂપ શાલિ વગેરે ગ્રહણ કર્યાની હકીકત શાસ્ત્રમાં સંભળાય છે. તે કાષ્ઠના સુકાદિને અદત્તાદાનનું પાપ પૂર્વે કહેલ વાંસના ઘનુષ્ય વગેરેની જેમ લાગે છે. વળી ઔષઘના અંજન વડે લોક પરધનને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરતાં જોવામાં આવે છે. ઇત્યાદિ. મૈથુન–એવી રીતે મૈથુનનું પાપ પણ વિરતિભાવના અભાવથી તેને લાગે છે. તેવી જાતના પુષ્પના આરામ વગેરે મનુષ્યો પ્રતિ કામરાગના હેતુરૂપ છે. અફીણ વગેરે કેફી વસ્તુઓથી પ્રાણીને મૈથુનની પ્રવૃત્તિ વિશેષ થાય છે; તથા લોકમાં કમલકંદ, આમ્રમંજરી, જાઈનાં ફૂલ, ચંપાનાં ફૂલ અને બપોરીયાનાં ફૂલ એ પાંચ કામદેવના પાંચ બાણ કહેવાય છે; કારણ કે તે મૈથુનરાગના જનક છે. કેટલાક વૃક્ષોમાં તો સાક્ષાત્ કામસંજ્ઞા દેખાય છે. તે વિષે કહ્યું છે કે “સ્ત્રીના ચરણઘાતથી અશોક વૃક્ષ (આસોપાલવ) ખીલે છે, મધુ (મદિરા)નો કોગળો નાખવાથી બકુલનું વૃક્ષ (બોરસલી) પ્રફુલ્લિત થાય છે, આલિંગન કરવાથી કુબકનું વૃક્ષ વિકાસ પામે છે અને સ્ત્રીના જોવાથી તિલક વૃક્ષ કળીઓ વડે શોભતું થઈ જાય છે.” પરિગ્રહ-તે વૃક્ષોને વિરતિના અભાવે પરિગ્રહ પણ છે. કેટલાક વૃક્ષો મૂર્છાથી દ્રવ્યના નિથિને મૂળ વડે વિટાઈ વળે છે; તેથી તેમને પરિગ્રહનું પાપ સ્પષ્ટ છે. વળી વૃક્ષોને બાહ્યથી એકેંદ્રિયપણું છે, પણ ભાવથી પંચેંદ્રિયપણાનો સદ્ભાવ છે. તેમ જ તેમને દશ સંજ્ઞા વડે કર્મનો બંધ થાય છે. તે દશ સંજ્ઞાના નામ આ પ્રમાણે-૧ આહાર, ૨ ભય, ૩ પરિગ્રહ, ૪ મૈથુન, ૫ ક્રોઘ, ૬ માન, ૭ માયા, ૮ લોભ, ૯ લોક ને, ૧૦ ઓઘ. એ જીવની દશ સંજ્ઞા છે. વૃક્ષઆશ્રયી તે આ પ્રમાણે–વૃક્ષોને જળાદિનો આહાર તે આહાર સંજ્ઞા, લજ્જાળુ વેલ વગેરે ભય વડે સંકોચાય છે તે ભયસંજ્ઞા, પોતાના તંતુઓ વડે વેલાઓ વૃક્ષને વીંટાય છે તે પરિગ્રહસંજ્ઞા, સ્ત્રીના આલિંગનથી કુરુબક વૃક્ષ ફળે છે તે મૈથુનસંજ્ઞા, કોકનદનો કંદ કોઈ સાથે અથડાય છે ત્યારે હુંકારો કરે છે એ ક્રોધસંજ્ઞા, રુદંતિ વેલ ઝર્યા કરે છે તે માનસંજ્ઞા, લતા પત્રપુષ્પફળાદિકને ઢાંકે છે એ માયાસંજ્ઞા, બલ્લી તથા પલાશનાં વૃક્ષ દ્રવ્ય (ઘન) ઉપર મૂળિયાં નાખે છે એ લોભસંજ્ઞા, રાત્રે કમલ સંકોચ પામી જાય છે એ લોકસંજ્ઞા અને વેલડીઓ માર્ગને તજીને વૃક્ષ ઉપર ચડે છે તે ઓઘસંજ્ઞા. આવી રીતે દશ સંજ્ઞા હોય છે. આ પ્રમાણે વનસ્પતિને આશ્રયીને અવિરતિદોષ બતાવ્યો. તે જ પ્રમાણે પૃથ્વીકાયના જીવોને માટે પણ જાણી લેવું–હડતાલ, સોમલ, ક્ષાર વગેરેથી વિકલૈંદ્રિય, તિર્યંચ તથા મનુષ્યોનો વઘ પ્રત્યક્ષ જોવામાં આવે છે એ હિંસા અને કૂવામાં રહેલો પારો અશ્વ ઉપર બેસીને આવેલી સ્ત્રીનું મુખ જોઈ ઊછળીને તેની પાછળ દોડે છે એ કામચિહ્ન સ્પષ્ટ છે. બાકી પૂર્વની જેમ જાણવું. જળ પણ ક્ષાર પ્રમુખના વિશેષપણાથી મીઠા જળના અને પૃથ્વીકાય વગેરેના જીવોને હણે છે. નદીઓના પૂર વખતે મનુષ્ય તથા પશુપ્રમુખનો મોટો વઘ થાય છે. અગ્નિ, તાપ તથા શોષણ વગેરેથી જળના જીવોને હણે છે. તે સર્વ તરફ ઘારવાળા શસ્ત્રરૂપ હોવાથી તેનામાં સર્વને દહન કરવાની શક્તિ છે, તેથી તેને જે પ્રાપ્ત થાય તે સર્વને તે હણી નાખે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ એવી રીતે વાયુ પણ ઉષ્ણ થઈ શીત પ્રમુખ વાયુના જીવોને હણે છે અને દીપક વગેરેમાં રહેલા અગ્નિના જીવોને હણે છે. વળી લૂ લાગવા વગેરેથી મનુષ્યપ્રમુખનું મૃત્યુ થતું પણ જોવામાં આવે છે. એવી રીતે એકેંદ્રિય જીવને પાંચ આસ્રવાદિનું અવિરતપણું રહેલું છે. વિકલેંદ્રિયમાં પણ તેવું જ અવિરતિપણું રહેલું છે તે આ પ્રમાણે—પૂરા, શંખ વગેરે બેઇંદ્રિય જીવો જીવનો જ આહાર કરે છે. જૂ, કીડી, માંકડ અને ખજૂરા પ્રમુખ તેઇંદ્રિય જીવો પણ જીવનો આહાર કરે છે. કાનખજૂરા કાનમાં પેસી અતિ ઉદ્વેગ કરાવે છે. ચોરિંદ્રિય વીંછી, ભમરી વગેરે જીવો એળ પ્રમુખને મારે છે. ડાંસ મચ્છરાદિ જો હાથીના કાનમાં પેઠા હોય તો હાથીને મારે છે અને સિંહના નાકમાં પેઠા હોય તો સિંહને હણે છે. ૧૯૦ પંચેંદ્રિય જીવોમાં મત્સ્ય વગેરે જલચર પ્રાણી મત્સ્યનો જ આહાર કરનારા છે. વ્યાઘ્ર, સિંહ તથા સર્પપ્રમુખ થળચર પ્રાણી પણ માંસનો આહાર કરનારા છે. બાજ, ગીઘ વગેરે ખેચર પ્રાણીઓ પણ બહુધા હિંસા કરનારા હોય છે. વળી થળચરાદિ સર્વને કામ સેવા તો સ્પષ્ટ જ છે. એમની હિંસાદિ જનિત ગતિ પણ અશુભ થાય છે. કહ્યું છે કે ‘સ્થાવર તથા વિકલેંદ્રિય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં અવતરે છે.” અસંજ્ઞી જીવ પહેલી નરકે જાય છે, ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય છે, પક્ષી ત્રીજી નરક સુધી જાય છે, સિંહ ચોથી નરક સુધી જાય છે, ઉપરિસર્પ પાંચમી નરક સુધી જાય છે, સ્ત્રી છઠ્ઠી નરક સુધી જાય છે અને મનુષ્ય તથા મત્સ્ય સાતમી નરક સુધી જાય છે. એમ ક્રમે ઉત્કૃષ્ટપણે ત્યાં સુધી જાય છે. એવી રીતે અનંતા જીવો અવિરતિની પંક્તિમાં જ પ્રવેશ કરે છે. મનુષ્યમાં ભિલ્લ, કસાઈ, માછી, કુંભાર તથા યવનાદિ અધર્મીઓ તથા રાજા, મંત્રી પ્રમુખ ઉત્તમ છતાં જૈનધર્મથી વિમુખ હોય તો તે અવિરત જ છે. તથા દ્વિપાયન વગેરે દેવતા થયેલા છતાં હિંસાદિક આસ્રવના કરનારા હોવાથી અવિરત જ છે. દેવતાઓ સુવર્ણાદિકના લોભની બુદ્ધિથી અસત્ય બોલે છે. અદત્ત એવા પારકા નિધાનપ્રમુખના અધિષ્ઠાયક થાય છે, મૈથુનમાં પારકી દેવાંગનાની કામના રાખે છે અને પરિગ્રહમાં તો વિમાન વગેરેની અપરિમિત લક્ષ્મી તેમની માલિકીમાં હોય છે, તેથી દેવતા પણ અવ્રતી છે. તેવી રીતે ૫૨મતે ઈશ્વર (શિવ)ને જગતના સંહારક કહ્યા છે, તેથી તે તેમ જ કૃષ્ણ, બ્રહ્મા વગેરે પણ આસ્રવપરાયણ છે. લૌકિક ઋષિઓ પણ શાપ, અનુગ્રહ અને સ્ત્રી પ૨ની આસક્તિ વગેરેથી અવિરતિની પંક્તિમાં જ આવે છે. વિશ્વામિત્રને પોતાને બ્રહ્મર્ષિ ન કહેવાથી ક્રોધ ઉત્પન્ન થયો, તેથી તેણે વસિષ્ઠની સ્રી અરુંધતીને તથા તેના પુત્રોને મારી નાખ્યા, એમ અન્યમતિનાં શાસ્ત્રોમાં કહેલ છે. એવી રીતે વિષયી પારાશરે કામવિહ્નલ થઈ દિવસે પણ ઘૂસર વિકુર્તી મત્સ્યગંધા નામની માછીની પુત્રીને સેવી હતી. ઇત્યાદિ અનેક વૃત્તાંત અન્યમતિઓના ગ્રંથમાંથી જાણી લેવા. વળી અભવ્ય એવા તિર્યંચ તથા મનુષ્યો કેટલાક દ્રવ્યથી દેશશિવરિત તથા સર્વવિરતિ લાગે છે, પણ તે અવિરતિ જ છે. નારકીના જીવો પણ ક્રોધે ધમધમ્યા થકા વૈક્રિયશક્તિ વડે અનેક પ્રકારનાં શસ્ત્રો વિકુર્તી તેનાથી તેમજ વજ્રતુંડ જીવો વગેરેથી પરસ્પર મહાવેદના ઉત્પન્ન કરે છે. તેઓ પણ અવિરતિની પંક્તિમાં જ આવે છે. એવી રીતે ચરાચર (ત્રસ ને થાવ૨) જીવો ઘણે ભાગે પ્રત્યાખ્યાન વગરના જ હોય છે; તેથી સૌથી મોટી પંક્તિ અવિરતિ જીવોની છે. www.jainelibrary.erg Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૪] યોગ્યતા પ્રમાણે વ્રત-પરિણમન ૧૯૧ હવે બીજી પંક્તિ અવિરત સમ્યગ્દષ્ટિ જીવોની છે. શ્રેણિક રાજા, સત્યકી તથા વાસુદેવ (કૃષ્ણ) પ્રમુખ કેટલાક મનુષ્યો, દેવતા તથા નારકીનો અસંખ્યાતમો ભાગ અને તિર્યંચનો અનંતમો ભાગ એ બધા અવ્રતી છે, તથાપિ તેમનો મિથ્યાત્વદોષ ગયેલો હોવાથી તે પ્રથમના ભેદ કરતાં બહુ શ્રેષ્ઠ છે. કેટલાક દેવતાઓ કે જેઓ સમિકતી છે તેઓ આ ભેદમાં આવે છે, તો પણ પૂર્વે કહેલા જીવોથી આ પંક્તિ બહુ અલ્પ છે. ઉપ૨ કહેલા જીવો કરતાં અસંખ્યાતમા ભાગના જીવો વિરત અવિરત એટલે દેશવિરતિમય ત્રીજી પંક્તિમાં આવે છે. આ પંક્તિમાં કેટલાક ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચનો અસંખ્યાતમો ભાગ આવે છે. એટલે અસંખ્યાતા તિર્યંચો ચંડકોશિક સર્પ, સમલિકા વિહારવાળી સમળી, બલભદ્રનો ભક્ત મૃગ તથા મેઘકુમારના પૂર્વભવી હાથી વગેરે જેઓ જાતિસ્મરણથી શ્રાવકધર્મને પ્રાપ્ત થયેલા હોય તે આ પંક્તિમાં આવે છે, બીજા આવતા નથી. તે વિષે એવું વચન છે કે “સમકિતી અને દેશવિરતિ જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે.'' પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય છે તેટલા દેશવિરતિ લભ્ય થાય છે. તેનો અસંખ્યાતમો ભાગ તે સર્વવિરતિ મનુષ્યમય ચોથી પંક્તિ છે; કારણ કે ઉત્કૃષ્ટ પંદર કર્મભૂમિમાં બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી જ મુનિવરો પ્રાપ્ત થાય છે, અધિક હોતા નથી. આ ચાર પંક્તિઓમાં પહેલી પંક્તિ વિના આગળની ત્રણે પંક્તિઓ અતિ અલ્પ છે અને અનુક્રમે અલ્પતમ તેમ જ દુર્લભ છે. સમ્યક્ત્વવાળા જીવ ચારે ગતિઓમાં લભ્ય થાય છે. દેશવિરતિ તો તિર્યંચ તથા મનુષ્ય બે ગતિમાં પ્રાપ્ત થાય છે અને સર્વવિરતિ જીવ તો એકલી મનુષ્યગતિમાં જ મળે છે. “આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ભવ્ય જીવો વિરતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને તેથી ધન્ય પુરુષો લોકોત્તર અને અક્ષય એવી સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.’’ e વ્યાખ્યાન ૨૦૪ યોગ્યતા પ્રમાણે વ્રત-પરિણમન ગ્રહણ કરેલું વ્રત જીવના ભેદે ચાર પ્રકારે પરિણમે છે. शालिकणसंबंधोऽत्र, धार्यो व्रताभिलाषिभिः । भवेज्जीवविशेषेण, चतुर्द्धा व्रतविस्तरः ॥१॥ ભાવાર્થ—‘વ્રતની અભિલાષાવાળા પુરુષોએ શાલિકણનો સંબંધ હૃદયમાં ઘા૨વો, કા૨ણ જીવના વિશેષ વડે વ્રતનો વિસ્તાર ચાર પ્રકારે પરિણમે છે.’’ શાલિના કણ સંબંધી પ્રબંધ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ નામનો દેશ હતો. તેમાં રાજગૃહ નામનું નગર હતું. તે નગરમાં ઘન નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને ધારિણી નામે રૂપવતી સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિથી ઘનશેઠને ધનપાલ, ઘનદેવ, ધનગોપ અને ઘનરક્ષિત નામે ચાર પુત્રો થયા હતા. તે યૌવનવયને પામ્યા એટલે તેઓને ઘન શેઠે કોઈ ધનાઢ્યની એકેક કન્યા પરણાવી. તેમાં પહેલીનું નામ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૪ ઉક્ઝિકા, બીજીનું નામ ભક્ષિકા, ત્રીજીનું નામ રક્ષિકા અને ચોથીનું નામ રોહિણી હતું. તેમની સાથે સુખ ભોગવતા તેઓ દેવતાની જેમ ગતકાળને પણ જાણતા નહોતા. એક વખતે શ્રેષ્ઠીએ પ્રાતઃકાળે ઘર્મધ્યાન કરી ગૃહચિંતા કરવા માંડી. તેને વિચાર થયો કે “આ ચાર પુત્રવધૂમાંથી મારા ગૃહનો નિર્વાહ કઈ વધૂ કરશે? તેનો નિર્ણય કરવા માટે હું તેમની પરીક્ષા કરું.” આવું વિચારી પ્રાતઃકાલની ક્રિયા કરી ભોજન કર્યા પછી પોતાના બંઘુપુત્રાદિકની સમક્ષ તે ચારે વધૂઓને બોલાવી અને તેમને પાંચ પાંચ અખંડ શાલિકણ આપ્યા અને કહ્યું કે, જ્યારે હું માગું ત્યારે પાછા આપ. પહેલી પુત્રવધૂ મંદ બુદ્ધિવાળી હતી. તેણે એકાંતમાં જઈને ચિંતવ્યું કે “મારા સસરાની બુદ્ધિ વિપરીત થઈ લાગે છે કે જેથી તેણે સર્વ જનની સમક્ષ માત્ર પાંચ શાલિના દાણા મારા હાથમાં આપ્યા; માટે હું તો તેને ફેંકી દઉં છું. મારે તેનું શું પ્રયોજન છે? જ્યારે માગશે ત્યારે હું બીજા લાવી આપીશ.” આમ વિચારી તેણે તે દાણા નાખી દીધા. બીજી વઘૂએ વિચાર્યું કે સસરાએ આપેલા આ દાણા શા માટે ફેંકી દેવા? એ તો હું ખાઈ જાઉં. જ્યારે માગશે ત્યારે બીજા લાવી આપીશ.” આમ વિચારી તે ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે “સસરાએ આ દાણા આપ્યા છે તેમાં કાંઈ પ્રયોજન હશે, માટે તે રાખી મૂકું.” આવું ચિંતવી તેણે તે દાણા પોતાના આભૂષણના દાબડામાં ગોપવી રાખ્યા અને પ્રતિદિન તે તપાસવા લાગી. ચોથી બુદ્ધિશાળી વઘૂએ એકાંતે જઈ વિચાર્યું કે “મારા સસરા બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન છે. તેમણે સર્વ જનની સમક્ષ મને પાંચ શાલિના દાણા આપ્યા છે તેમાં કાંઈક વિશેષ હેતુ હશે; માટે હું આ દાણાનો વધારો કરું.” આ પ્રમાણે હૃદયમાં વિચારી તેણે તે દાણા પોતાના પિયરમાં ભાઈઓ ઉપર મોકલી દીધા અને સંદેશો કહેવરાવ્યો કે “તમે આ દાણા તમારા સારા ક્ષેત્રમાં ઘરના દાણાની જેમ ગણી જુદા વાવજો.” બહેનના કહેવાથી ભાઈઓએ વર્ષાકાળમાં તે પાંચ દાણા સારી જગ્યાએ વાવ્યા. તે ઊગી નીકળ્યા. એટલે તેમાંથી એક પ્રસ્થ (બે શેર) જેટલા દાણા પ્રથમ વર્ષે થયા. બીજે વર્ષે આઢક પ્રમાણ થયા. ત્રીજે વર્ષે દ્રોણ પ્રમાણ થયા. ચોથે વર્ષે સો ખારી (કળશી) થયા અને પાંચમે વર્ષે લાખ પાલી (માણા) થયા. પાંચ વર્ષ વીતી ગયા પછી એક દિવસે શ્રેષ્ઠીએ ફરીથી સ્વજનોની સમક્ષ ચારે વધૂઓને બોલાવી. પ્રથમ જ્યેષ્ઠા એટલે મોટી વહુને કહ્યું-“મારા આપેલા પાંચ શાલિકણ લાવો.' તેણે ઘરમાંથી બીજા પાંચ શાલિના દાણા લાવીને આપ્યા. તે જોઈ શ્રેષ્ઠી બોલ્યા–“વત્સ! આ શાલિના દાણા મેં આપ્યા હતા તે નથી.” તે બોલી –‘તાત! તે તો મેં ફેંકી દીધા હતા.” તે સાંભળી શ્રેષ્ઠીએ રોષ કરીને કહ્યું-“આ પાપી વધૂએ ઘણું અઘટિત કામ કર્યું છે કે મારા આપેલા દાણા ફેંકી દીઘા છે, તેથી એ વહુ તો ઘરનું વાસીદું કરનારી તથા છાણકચરો વગેરે ફેંકી દેવા સંબંધી કામને યોગ્ય થાઓ.” પછી શેઠે બીજી વહુ પાસે શાલિકણ માગ્યા કે “વત્સ! તમને આપેલા શાલિકણ લાવો.' તે બોલી–પિતાજી! હું તો તે ખાઈ ગઈ છું.” શ્રેષ્ઠી બોલ્યા-“આ સ્ત્રી ઘરના રસોડાનું કામ કરનારી થાઓ.” પછી ત્રીજી વઘૂ પાસે માગ્યા, એટલે તેણે તત્કાળ સાચવી રાખેલા તે શાલિકણ લાવીને આગળ ઘર્યા. શ્રેષ્ઠીએ કહ્યું-“આ વહુ ઘરમાં ઘનઘાન્યનું રક્ષણ કરનારી થાઓ.” પછી શ્રેષ્ઠીએ ચોથી વધૂને કહ્યું– વત્સ! શાલિકણ લાવો.” તે બોલી–પિતાજી! ગાડાં લાવી આપો એટલે લાવું.” શ્રેષ્ઠીએ કહ્યું-“ગાડાંનું શું કામ છે?” વહુ બોલી–મારા ભાઈ પાસે વવરાવીને મેં તે શાલિકણ ઘણા Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૫] નિર્વાણ કલ્યાણક ૧૯૩ વઘાર્યા છે.” પછી શ્રેષ્ઠીએ ગાડાં લાવી આપ્યાં. એટલે તે ગાડાં ભરીને લાવી. તે જોઈ સર્વ લોકોની સમક્ષ શ્રેષ્ઠીએ તેના વખાણ કરી તેને ઘરની સ્વામિની બનાવી અને કહ્યું કે જે આ વધૂની આજ્ઞા માનશે નહીં તેનું મારે પ્રયોજન નથી.” સર્વેએ શ્રેષ્ઠીનું એ વચન સ્વીકાર્યું. પછી શ્રેષ્ઠી નિશ્ચિત થઈ ઘર્મકાર્યમાં સાવધાન થયા. હે શિષ્યો! આ કથાનો ભાવાર્થ સાંભળો. ઉપરોક્ત કથામાં જે રાજગૃહ નગર કહ્યું છે તે મનુષ્યભવ સમજવો. ઘનશ્રેષ્ઠી તે ગુરુ સમજવા. ચાર વધૂ તે શિષ્યો સમજવા. પાંચ શાલિકણ તે પાંચ મહાવ્રત સમજવાં. સ્વજનવર્ગ તે ચતુર્વિઘ સંઘ સમજવો. શાલિકણનું દાન તે પંચ મહાવ્રતનું આરોપણ સમજવું. પહેલી વહુએ કરેલો જે શાલિકણનો ત્યાગ તે મહાવ્રત પામીને તેનો ત્યાગ સમજવો. એવી રીતે પાંચ મહાવ્રતોનો ત્યાગ કરનાર આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. બીજી વઘુ જેવા મુનિ, તે વ્રત લઈને માત્ર આજીવિકા કરનારા, તપસ્યા વગેરે ન કરનારા સમજવા. ત્રીજી વઘૂએ જેમ શાલિકણ જાળવીને રાખી મૂક્યા તેમ મુનિએ પંચ મહાવ્રતને અતિચારથી રક્ષિત રાખવા જોઈએ, તેવા મુનિ તે ત્રીજી વઘૂ સમાન સમજવા અને ચોથી રોહિણીએ જેમ શાલિકણ વધાર્યા તેમ જે મહાવ્રત લઈને ગુણવૃદ્ધિ કરે તે તેના જેવા શાસનના ઘોરી સમજવા. તે વિષે ચાર દૃષ્ટાંત છે. પ્રથમ સ્ત્રીનું દ્રષ્ટાંત કુંડરીક મુનિ છે, બીજીનું દ્રષ્ટાંત ઠુમક ઋષિ અથવા આધુનિક વેષધારી મુનિ છે, ત્રીજીનું દૃષ્ટાંત મનક મુનિ છે અને ચોથીનું દ્રષ્ટાંત ગૌતમાદિ મહામુનિઓ છે. . “આ શાલિકણનો સંબંઘ શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવંતે કહેલો છે. તેનો ઉપનય વ્રતના સંબંઘમાં બરાબર ચિંતવી મનમાં ઉતારવો.” વ્યાખ્યાન ૨૦૫ નિર્વાણકલ્યાણક હવે ભગવંતના નિર્વાણકલ્યાણકનું વર્ણન કરે છે– देशनां विविधां दत्त्वा, निजायुः प्रांतदेशके । पुण्यक्षेत्रे जिनाः सर्वे, कुर्वंत्यनशनादिकम् ॥१॥ ભાવાર્થ-“સર્વે જિનેશ્વર ભગવંત વિવિધ પ્રકારની દેશના આપી પોતાના આયુષ્યના અંતકાળે પુણ્યક્ષેત્રમાં જઈ અનશનાદિ કરે છે.” અહીં અનશન એટલે આહારનો ત્યાગ સમજવો. “આદિ' શબ્દથી શુક્લધ્યાનના બે છેલ્લા ભેદનું ધ્યાન કરે. એટલે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ નામે ધ્યાન જે યોગનિરોઘનું નિમિત્ત છે તેનું ધ્યાન કરે. છવાસ્થને ધ્યાને કરીને મનની સ્થિરતા થાય છે અને કેવળીને ધ્યાન શરીરનું સ્વૈર્ય કરનાર થાય છે. કેવળી ભગવંત શુક્લધ્યાનના ત્રીજા પાયા વડે તરતમાં પર્યાપ્તપણું પામેલા પર્યાપ્ત સંજ્ઞીજીવનો તે સમયવર્તી જઘન્ય મનોયોગ જેટલા પ્રમાણવાળો હોય તે કરતાં અસંખ્યાતમા ભાગ જેટલો મનોયોગ સમયે સમયે રુંધી અસંખ્યાત સમયે સર્વ મનોયોગને સંઘે છે. તેમ જ તરતમાં પર્યાપ્તપણે પામેલા પર્યાપ્ત બે ઇંદ્રિયને જેટલા પ્રમાણનો જઘન્ય વચનયોગ હોય તેના અસંખ્યાતમા ભાગ જેટલો વચનયોગ સમયે સમયે સંઘી અસંખ્યાત સમયે સર્વ વચનયોગને સંઘે [ભાગ ૩–૧૩) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ છે. તથા આદ્યસમયનિષ્પન્ન સૂક્ષ્મ પનકનો આદ્ય સમયે જેટલો જઘન્ય કાયયોગ હોય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા કાયયોગને સમયે સમયે રુંધી દેહના ત્રીજા ભાગને છોડતાં અસંખ્યાતા સમયે સર્વ કાયયોગને રુંધે છે. એવી રીતે શુક્લધ્યાનના ત્રીજા ભેદમાં વર્તતાં યોગનિરોધ કરી પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચાર પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે પર્વતની જેવી નિશ્ચલ કાયાવાળા કેવળીને શુક્લધ્યાનનો ચોથો ભેદ પરિણમવારૂપ શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે. તે અયોગીકેવળી નામના ચૌદમા ગુણઠાણે સમુચ્છિન્નક્રિયારૂપ ચોથું ધ્યાન પ્રાપ્ત થાય છે; જેમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા પણ ઉચ્છિન્ન (બંધ) થઈ જાય છે. છેલ્લા ગુણસ્થાનના છેલ્લા બે સમયમાંના પહેલા સમયે પંચ્યાશી પ્રકૃતિની સત્તા હોય છે, તેમાંથી ૭૨ ખપતાં, ઉપાંત્ય સમયે તેર પ્રકૃતિની સત્તા હોય છે અને અંત્ય સમયે કર્મસત્તારહિત નિષ્કર્મ થઈ તે જ સમયે લોકાંતને પામે છે. તે અસ્પર્શમાન ગતિ વડે એક સમયથી અધિક સમયને સ્પર્ધા વગર સિદ્ધિએ જાય છે. અહીં શિષ્ય પૂછે છે કે ‘ગુરુમહારાજ! નિષ્કર્મ આત્માવાળા સિદ્ધની લોકાંત સુધી ગતિ કેવી રીતે થાય?' ગુરુ ઉત્તર આપે છે—‘ભદ્ર! પૂર્વપ્રયોગથી ગતિ થાય છે. અચિંત્ય એવા આત્માના વીર્ય વડે ઉપાંત્યના બે સમયે પંચ્યાશી કર્મપ્રકૃતિનો ક્ષય કરવાને માટે જે વ્યાપાર પૂર્વે પ્રયુક્ત કરેલ, તેના પ્રયત્નથી સિદ્ધની ગતિ લોકાંત સુધી થાય છે. અહીં દૃષ્ટાંત છે કે જેમ કુંભારનું ચક્ર, હિંડોળો, બાણ અને ગોફણનો ગોળો પૂર્વના પ્રયોગબળે ગતિ કરે છે એટલે કે કુંભારનું ચક્ર એક વખત ઘુમાવ્યા પછી તે વગર પ્રયત્ને પણ ફરતું રહે છે અને હિંડોળો એકવાર ધક્કો માર્યા પછી હીંચ્યા કરે છે, તેમ પૂર્વપ્રયોગના બળે સિદ્ધની ગતિ થાય છે; અથવા કર્મ સંગના અભાવથી ગતિ થાય છે. જેમ કોઈ તુંબડા ઉપર મૃત્તિકાના આઠ લેપ કરેલા હોય તે લેપ ગયા પછી તુંબડાની ઊર્ધ્વ ગતિ થાય છે, તેમ કર્મરૂપ લેપના અભાવથી સિદ્ધની ઊર્ધ્વ ગતિ થાય છે; અથવા બંધમોક્ષના કારણથી ગતિ થાય છે. જેમ એરંડાના ફળની અંદર રહેલાં બીજ વગેરેની બંધ તૂટવાથી ઊર્ધ્વ ગતિ થાય છે, તેમ કર્મબંધના છેદથી સિદ્ધની ઊર્ધ્વ ગતિ થાય છે; અથવા સ્વભાવના પરિણામથી પણ સિદ્ધાત્માની ઊર્ધ્વગતિ થાય છે. જેમ પાષાણનો સ્વભાવ નીચે પડવાનો, વાયુનો સ્વભાવ આડા જવાનો અને અગ્નિનો સ્વભાવ ઊંચે જવાનો છે તેમ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે. સિદ્ધ પોતાના સ્થાનથી ચલિત થતા નથી. તે વિષે સ્પષ્ટીકરણ કરે છે—ગૌરવના (ભારેપણાના) અભાવથી સિદ્ધ નીચે પડે નહીં, પ્રેરક વિના આડાઅવળા જાય નહીં અને ઘર્માસ્તિકાયના અભાવથી લોક ઉપર પણ ચાલ્યા જાય નહીં. હવે જીવનું સિદ્ધગતિમાં ગમન કેવી રીતે થાય તે કહે છે–સિદ્ધિ વિષે જતા સંયમી મહાત્માનો ચેતનાત્મા શરીરરૂપ પાંજરામાંથી સર્વ અંગ વડે નીકળી જાય છે. તે વિષે શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં કહ્યું છે કે “જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે. ૧ પગે કરી, ૨ જંઘાએ કરી, ૩ પેટે કરી, ૪ મસ્તકે કરી અને ૫ સર્વાંગે કરી–એમ પાંચ માર્ગે જીવ નીકળે છે. જે જીવ પગે નીકળે તે નારકી થાય, જંઘાએ નીકળે તે તિર્યંચ થાય, પેટે નીકળે તે મનુષ્ય થાય, મસ્તકે નીકળે તે દેવતા થાય અને સર્વાંગે નીકળે તે મોક્ષે જાય છે.'' ૧ સૂક્ષ્મ વનસ્પતિકાય. www.jainelibrary.arg Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૫] નિર્વાણ કલ્યાણક ૧૯૫ જિનેશ્વર ભગવંત નિર્વાણ પામે તે પછી દેવતાનું કૃત્ય કહે છે– ઇદ્ર અવધિજ્ઞાને પ્રભુનો મોક્ષ જાણી, ત્યાં આવી, વિધિપૂર્વક મોક્ષકલ્યાણકનો ઉત્સવ ભક્તિથી કરે છે. જ્યારે આસનકંપ વડે ઇંદ્ર પ્રભુનો મોક્ષ જાણે છે ત્યારે પ્રથમ તો ખેદ સહિત કહે છે કે “અરે! જગતપતિનું નિર્વાણ થયું!” પછી વિચારે છે કે “હવે અમારે સત્વર તેનો ઉત્સવ કરવો જોઈએ' આમ વિચારી પૂર્વની જેમ પાદુકા છોડી ત્યાં જ રહીને ભાવથી પ્રભુને વાંદે છે. કહ્યું છે કે “ઇદ્રો પ્રભુના નિર્જીવ શરીરને પણ વાંદે છે, તેથી સમક્તિવૃષ્ટિ જીવોને પ્રભુના દ્રવ્યનિક્ષેપો પણ વાંદવા યોગ્ય છે.” પછી ઇંદ્ર પરિવાર સહિત પ્રભુના નિર્વાણ સ્થાને આવી અશ્રુપૂર્ણ નેત્ર વડે ખેદ સહિત તથા ઉત્સાહ રહિત શોક કરતા સતા પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુને નમી આ પ્રમાણે કહે છે–“હે નાથ! અમે આપના ઘર્મસેવક છીએ; તો અમને આપ પૂર્વની જેમ કેમ જોતા નથી? આ અકસ્માતુ શું કર્યું? નિરપરાધી એવા અમારો ત્યાગ કરવો આપને યોગ્ય નથી. આ ભવાટવીમાં આપના જેવા વિશ્વપતિને આમ એકલપેટાપણું ઘટે છે કે જેથી આપ અમને છોડી એકલા અનંત સુખ ભોગવશો? હે નાથ! આ રમણીય ક્ષેત્ર આપના વિના રાત્રે દીવા વગરના ગૃહની જેમ અને દિવસે સૂર્ય વિનાના આકાશની જેમ શૂન્ય લાગે છે. હે સ્વામી! જો કે આપ તો અનંત સુખને ભજનારા થયા છો, પણ અમે તો અમારા સ્વાર્થને માટે શોક કરીએ છીએ.” આ પ્રમાણે વિલાપ કરીને પછી ઇંદ્ર આભિયોગિક દેવતાઓની પાસે નંદનવનમાંથી ગોશીષચંદનનાં ઘણા કાષ્ઠો મંગાવે છે. દેવતાઓ ચંદન કાષ્ઠો લાવીને તે વડે અર્હત માટે, ગણઘર માટે અને સાધુઓ માટે એમ ત્રણ ચિતાઓ રચે છે. તેમાં પૂર્વદિશામાં ભગવંતની ચિતા વર્તુલાકારે કરે છે, દક્ષિણ દિશામાં ગણઘરોની ચિતા ત્રિકોણી કરે છે અને પશ્ચિમ દિશામાં યતિઓની ચિતા ચોરસ કરે છે. પછી ઇંદ્ર ક્ષીરસાગરમાંથી લાવેલા જળ વડે પ્રભુના દેહને નવરાવી, ચંદન વડે વિલેપન કરી, હંસલક્ષણવાળાં વસ્ત્ર પહેરાવી, સર્વ અલંકારથી વિભૂષિત કરે છે. બીજા દેવતાઓ ગણઘરોનાં શરીરને અને મુનિઓનાં શરીરને તે પ્રમાણે નવરાવીને પૂજે છે. પછી ઇંદ્રના વચનથી દેવતાઓ ત્રણ પાલખીઓ કરે છે. તેમાંની એકમાં શક્ર ઇંદ્ર પોતે પ્રભુના દેહને સ્થાપે છે. બીજા દેવતાઓ ગણઘર તથા મુનિઓનાં શરીરને બીજી બે શિબિકાઓમાં મૂકે છે. પછી ઇંદ્ર તથા દેવતાઓ તે ત્રણે શિબિકાઓ ઉપાડીને અનુક્રમે ત્રણ ચિતાઓમાં મહોત્સવ સાથે મૂકે છે. પછી શક્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતા સાથુનયને તે ચિતામાં અગ્નિ મૂકે છે. વાયુકુમાર દેવો પોતાના ઇંદ્રની આજ્ઞાથી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે. બીજા દેવતાઓ ઇંદ્રના વચનથી ઘીનાં કુંભનો અગ્નિને પ્રદીપ્ત કરવા માટે હોમ કરે છે. પછી જ્યારે શરીરને દગ્ધ કરતાં અસ્થિ માત્ર બાકી રહે છે ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવતા તે ચિતાને ક્ષીરસમુદ્રાદિકથી લાવેલા જળની વૃષ્ટિ વડે બુઝાવે છે. પછી શક્ર ઇંદ્ર પ્રભુની જમણી તરફની ઉપરની દાઢ ગ્રહણ કરે છે. અમરેંદ્ર જમણી તરફની નીચેની દાઢ ગ્રહણ કરે છે, કારણ કે તેઓ તે દિશાના સ્વામી છે. ઈશાન ઇદ્ર ડાબી તરફની ઉપરની દાઢ ગ્રહણ કરે છે અને બલિ ઇંદ્ર ડાબી બાજુની નીચેની દાઢને સ્વીકારે છે. બાકીના દેવતાઓ તેમનાં અવશિષ્ટ અસ્થિને ગ્રહણ કરે છે. કેટલાક દેવતાઓ પોતાનો આચાર જાણીને લે છે અને કેટલાક ભક્તિથી તેમ કરે છે. એનું માહાભ્ય એવું છે કે નવીન ઉત્પન્ન થવાને લીધે સૌઘર્મ અને ઈશાન ઇંદ્રને વિમાન માટે જ્યારે વિવાદ થાય છે ત્યારે તેઓ વચ્ચે મોટું યુદ્ધ થઈ પડે છે; તે નિવારવા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ માટે વૃદ્ધ દેવતા આ જિનદંષ્ટ્રાનો અભિષેક કરી તે જળ વડે છાંટા નાખે છે, એટલે તે વિગ્રહ શાંત થઈ જાય છે. ચિતાની ભસ્મ વિદ્યાધર વગેરે ગ્રહણ કરે છે, કારણ કે તે સર્વ ઉપદ્રવને નિવારવાને ઔષધરૂપ છે. વળી લોકો ‘હું પહેલો લઉં, હું પહેલો લઉં' એમ સ્પર્ધાથી તે લે છે. તેથી તે સ્થાને મોટો ખાડો પડી જાય છે. પછી પ્રભુની ચિતાને સ્થાને, બીજા લોકોના ચરણસ્પર્શથી આશાતના ન થાય તે માટે, અને તે વડે તીર્થની પ્રવૃત્તિ થાય તેવા હેતુથી, શક્ર ઇંદ્ર ત્યાં ચૈત્યસ્તૂપ રચાવે છે. તેમ જ ગણધરો અને મુનિઓની ચિતાને સ્થાને પણ ઇંદ્ર બે સ્તૂપ કરાવે છે. એવી રીતે ચતુર્વિધ દેવતા પ્રભુનો નિર્વાણોત્સવ કરી નંદીશ્વરદ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાનકે જાય છે. ત્યાં તે પ્રભુની દાઢોને પોતપોતાની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભને અવલંબીને રહેલા દાબડામાં મૂકી પ્રતિદિન પૂજે છે; તેમ જ તેની આશાતના થવાના ભયથી દેવતાઓ તે સુધર્માસભામાં કામક્રીડા પણ કરતા નથી. હવે સિદ્ધને કેવું સુખ છે તે કહે છે—‘અવ્યય પદને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને કે દેવતાઓને નથી. તે સુખના માધુર્યને જાણનારા કેવળી પણ મૂંગો માણસ જેમ ગોળ વગેરે મિષ્ટ પદાર્થ ખાઘા છતાં તેનું માધુર્ય કહી શકતો નથી તેમ તેને કહી શકતા નથી. સિદ્ધ, બુદ્ધ, પારંગત, પરંપરાગત એવા મુક્ત જીવો અનંતો અનાગત કાળ સુખપૂર્વક લીલામાં વ્યતીત કરે છે.’ “અરૂપી છતાં ઉત્કૃષ્ટ રૂપને પ્રાપ્ત કરનારા, અનંગ છતાં અનંગ (કામ)થી મુક્ત થયેલા અને અનંત અક્ષર છતાં અશેષ વર્ણ, રસ, ગંધ, સ્વર્ગાદિથી રહિત થયેલા તેમ જ વચનને અગોચર એવા સિદ્ધના જીવોને અમે સ્તવીએ છીએ.’’ ---- વ્યાખ્યાન ૨૦૬ કાળનું સ્વરૂપ अवसर्पिण्युत्सर्पिण्योः, स्वरूपं जिननायकैः । यथा प्रोक्तं तथा वाच्यं, भव्यानां पुरतो मुदा ॥ १ ॥ ભાવાર્થ-જિનેશ્વર ભગવંતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું સ્વરૂપ જેવું કહેલું છે તેવું ભવ્યજનોની આગળ હર્ષથી કહેવામાં આવે છે.’ કાળનું સ્વરૂપ આ પ્રમાણે છે—અવસર્પિણી અને ઉત્સર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. તે કાળચક્રમાં બાર આરા હોય છે. તેમાં પહેલા આરાની આદિમાં–પૃથ્વી ઉપર પ્રથમ પ્રવર્તેલા કાળચક્રના અગિયારમા આરાને પ્રાંતે જુદા જુદા સાત સાત દિવસ સુધી વિદ્યુત અને વિષાદિકની થયેલી વર્ષાથી તૃણ અને અન્નાદિકનો નાશ થયેલો હોય છે અને મનુષ્યો રથના માર્ગ જેટલા વિસ્તારવાળી, ઘણા મત્સ્યથી આકુળ એવી ગંગા તથા સિંધુ નદીના કિનારા પર રહેલા વૈતાઢ્યગિરિની બન્ને બાજુ આવેલા નવ નવ બિલ મળી કુલ બોંતેર બહુ રોગાદિથી વ્યાસ એવા બિલમાં વસેલા હોય છે. તેઓ માંસાહારી હોવાથી પ્રાયે દુર્ગતિગામી, નિર્લજ્જ, નગ્ન, દુર્ભાષી, કુળધર્મરહિત, ક્રૂરકર્મા, સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથના શરીરવાળા હોય છે. સ્ત્રીઓ Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૧૯૭ પણ છ વર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, ઘણાં સંતાનવાળી અને દુઃખે પ્રસવનારી થાય છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં હળવે હળવે તે બિલમાંથી મનુષ્યો બહાર નીકળે છે. એમ કાળ નિર્ગમન થતાં ઉત્સર્પિણીના પહેલા આરાને અંતે પુષ્કરરસ, ક્ષીર૨સ, ઘૃતરસ, અમૃતરસ અને સર્વ૨સ નામે પાંચ જાતિના મેઘ જુદા જુદા સાત સાત દિવસ વરસે છે, તેથી પૃથ્વી સર્વ પ્રકારના ધાન્યાદિના રસવાળી થાય છે. ઉત્સર્પિણીના પ્રારંભથી માણસોના દેહ તથા આયુષ્ય ઘીમે ઘીમે વધવા માંડે છે; તે ત્યાં સુધી વધે છે કે પહેલા આરાની પ્રાંતે તેમનાં શરીર બે હાથના પ્રમાણવાળાં અને આયુષ્ય વીશ વર્ષનું થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષનો પહેલો દુષમદુષમ નામનો આરો વીત્યા પછી બીજા દુષમ આરાનો આરંભ થાય છે. તેના પ્રારંભમાં તો મનુષ્યનાં શરીર બે હાથનાં અને આયુષ્ય વીશ વર્ષનું હોય છે, પણ તે હળવે હળવે વૃદ્ધિ પામતા બીજા આરાના પ્રાંત ભાગે માણસનાં શરીર સાત હાથ પ્રમાણ અને આયુષ્ય એકસો વીશ વર્ષનું થાય છે. બીજા આરામાં જાતિસ્મરણથી નગર વસાવવા વગેરે સર્વ મર્યાદાના કરનારા સાત કુલકરો થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પ્રમાણ બીજો દુષમ નામનો આરો વ્યતીત થયા પછી દુષમસુષમ નામના ત્રીજા આરાનો આરંભ થાય છે. તે ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા વ્યતીત થયા પછી પહેલા તીર્થંકર સાત હાથની કાયાવાળા અને બોંતેર વર્ષના આયુષ્યવાળા થાય છે. તે સર્વ પ્રકારના રૂપાતિશયવંત અને સુવર્ણ જેવી કાંતિવાળા, વીરપ્રભુ જેમ કુંડગ્રામમાં ઉત્પન્ન થયા હતા તેવા થાય છે. અહીં નગરનું નામ વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરને આશ્રયીને કહેલું છે, બાકી તેની નગરીનું નામ તો અન્ય પણ હોય છે. દિવાળીકલ્પમાં પદ્મનાભ જિનની ઉત્પત્તિનું સ્થાન શતદ્વા૨ નામે નગર કહેલું છે. એવી રીતે આગળ બીજા તીર્થંકરો માટે પણ જાણી લેવું. તે જિનેશ્વર પાંચમા કલ્યાણકે મુક્તિ પામ્યા પછી અમુક અંતરે બીજા તીર્થંકર નવ હાથના શરીરવાળા, નીલ વૈડુર્ય મણિ જેવા શ૨ી૨ના વર્ણને ઘ૨ના૨ા અને સો વર્ષના આયુષ્યવાળા થાય છે. તે પ્રભુ પહેલા તીર્થંકરની ઉત્પત્તિના સમયથી બસો ને પચાસ વર્ષ જતાં જાણે શાંતરસની મૂર્તિ હોય તેવા ઉત્પન્ન થાય છે. તે પ્રભુ પણ વારાણસી નગરીમાં પાર્શ્વ પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું હતું તેમ તીર્થ પ્રવર્તાવી અનુક્રમે મોક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં સાત ધનુષની કાયાવાળા, સાતસો વર્ષના આયુષ્યવાળા અને સુવર્ણના જેવી કાંતિવાળા પ્રથમ ચક્રવર્તી કાંપિલ્ય નગરમાં બ્રહ્મદત્ત ચક્રી થયા હતા તેવા ઉત્પન્ન થાય છે. તેઓ ભરતક્ષેત્રના છ ખંડને સાથે છે, નવ મહાનિધિ અને ચૌદ રત્નોના સ્વામી થાય છે, પચીશ હજાર યક્ષો તેને સેવે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ અને એક લાખ ને અઠ્યાવીશ હજાર વારાંગનાઓ તેને આનંદ આપે છે અને છન્નુ કોટિ ગામના તે અધિપતિ હોય છે. તેમના મરણ પામ્યા પછી બીજા તીર્થંકરના જન્મથી ત્યાશી હજાર ને સાડાસાતસો વર્ષ વીત્યા પછી ત્રીજા તીર્થંકર શૌર્યપુરમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક હજાર વર્ષના આયુષ્યવાળા, દશ ધનુષ્યની કાયાવાળા અને શ્યામ કાંતિવાળા હોય છે. એ સમયે પહેલા વાસુદેવ ઉદ્ભવે છે. તેઓ ચક્રથી વૈતાઢ્યગિરિ પર્યંત ત્રિખંડ પૃથ્વીને સાધે છે. તે અર્ધચક્રી પ્રતિવાસુદેવના ચક્ર વડે જ તેનો અંત કરે છે. સોળ હજાર મુગટબદ્ધ રાજાઓ તેમના ચરણને સેવે છે. જ્યારે તે ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા સાત સ્વપ્ન જુએ છે. તે વાસુદેવ ચક્ર વગેરે સાત રત્નોના અધિપતિ, એક હજાર વર્ષના આયુષ્યવાળા, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ પીતાંબરઘારી, ધ્વજમાં ગરુડના ચિહ્નવાળા, શ્યામમૂર્તિ અને દશ ઘનુષ્યની કાયાવાળા હોય છે. તેના જ્યેષ્ઠ બંધુ બલદેવ હોય છે. તે ઉઠ્ઠલવણ કાયાવાળા, ગર્ભમાં આવે ત્યારે ચાર સ્વપ્નથી સૂચિત થનારા, નીલ વસ્ત્ર ઘરનારા, ધ્વજમાં તાલવૃક્ષના ચિહ્નવાળા, હલમુશલાદિ શસ્ત્રને ઘારણ કરનારા, બારસો વર્ષના આયુષ્યવાળા, મૃત્યુ પામીને સ્વર્ગ કે મોક્ષે જનારા અને પોતાના અનુજ બંધુ સાથે પરમ સ્નેહાકુળ એવા ઉત્પન્ન થાય છે. તે સમયે પ્રથમ નારદમુનિ પણ થાય છે, જે ઘણા કલાપ્રિય, આકાશગામી વિદ્યાવાળા, સર્વ રાજાઓ વગેરેથી પૂજાસત્કાર મેળવનારા અને વૃઢશીલવાળા હોય છે. તે સંયમે તથા કેવળજ્ઞાને કરીને તે જ ભવે મોક્ષગામી થાય છે. એવી રીતે ત્રીજા તીર્થકરના વારામાં ચાર ઉત્તમ પુરુષો થાય છે. ત્રીજા જિન મુક્તિ પામ્યા પછી કેટલોક કાળ વ્યતીત થતાં રાજગૃહ નગરમાં બીજા ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. તેની સુવર્ણ જેવી કાંતિ, બાર ઘનુષની કાયા અને ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. તેના સર્વ વૈભવનો વિસ્તાર પહેલા ચક્રવર્તી જેવો હોય છે. ત્રીજા તીર્થકરના જન્મથી પાંચ લાખ વર્ષ વીત્યા પછી ચોથા તીર્થંકર ઉત્પન્ન થઈ મિથિલાપુરીને પવિત્ર કરે છે. તેમનું આયુષ્ય દશ હજાર વર્ષનું, કાયા પંદર ઘનુષ્યની અને દેહનો વર્ણ સુવર્ણના જેવો હોય છે. એ અવસરે કાંડિલ્યપુરમાં ત્રીજા ચક્રવર્તી થાય છે. તેનો વૈભવ વગેરે સર્વ પહેલા ચક્રવર્તી પ્રમાણે હોય છે. એવી રીતે આગળ થનારા ચક્રવર્તીઓ માટે પણ સમજી લેવું. તે ચક્રવર્તીઓની ગતિ આશ્રયીને એમ સમજવું કે જે પરિગ્રહની અત્યંત આસક્તિથી અંત અવસ્થા સુઘી ચક્રવર્તીપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અધોગતિમાં (નરકે) જાય છે અને જેઓ ઘર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્રઘર્મને આચરે છે તેઓ અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાંથી એક ગતિને પામે છે. ચોથા તીર્થકર મોક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં બીજા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બળદેવ તથા નારદમુનિ થાય છે. તેમનો વૈભવ તથા મૃત્યુ પછીની ગતિ વગેરે પૂર્વવત્ જાણી લેવાં. સર્વે અર્થચક્રી (વાસુદેવ) પૂર્વજન્મે ઉપાર્જન કરેલ સુકૃતમાં નિયાણું કરવાથી તેની સંપત્તિ પ્રાપ્ત કરી મૃત્યુ પછી નરકે જાય છે. પ્રતિવાસુદેવ પણ તે જ રીતે નરકે જાય છે અને બલદેવ પૂર્વભવે નિયાણા વિના ઘર્માવઘાન કરવાથી સમૃદ્ધિના વિસ્તારને સંપાદન કરી સંયમ લઈ ઊર્ધ્વ ગતિમાં જ જાય છે. સર્વ નારદ પ્રાંતે શુદ્ધ ચારિત્ર લઈ મોક્ષે જ જાય છે. (આવો નિરધાર અન્યત્ર કહેલ નથી.) ઉપર કહેલા બીજા અર્ધચક્રીનું શરીર સોળ ઘનુષ્ય પ્રમાણ હોય છે અને આયુષ્ય બાર હજાર વર્ષ પ્રમાણ હોય છે અને બલદેવનું આયુષ્ય પંદર હજાર વર્ષનું હોય છે. એ ચાર પુરુષો કીર્તિશેષ થયા પછી ચોથા તીર્થંકરના જન્મથી છ લાખ વર્ષ વીતતાં રાજગૃહ નગરમાં પાંચમા તીર્થંકર થાય છે. તેઓ શ્યામ કાંતિવાળા, ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા અને વિશ ઘનુષ્યની કાયાવાળા હોય છે. તે અવસરે વારાણસી નગરીમાં વીશ ઘનુષ્યની કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા ચોથા ચક્રવર્તી થાય છે. પાંચમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમની ઉત્પત્તિના સમયથી ચોપન લાખ વર્ષ વ્યતીત થતાં છઠ્ઠા તીર્થંકર મિથિલાનગરીમાં ઉત્પન્ન થાય છે. તેમની કાયા પચીશ ઘનુષ્યની, આયુષ્ય પંચાવન Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૧૯૯ હજાર વર્ષનું અને શરીરની કાંતિ મરકત મણિના જેવી હોય છે. તે પણ પ્રથમના પાંચ પ્રભુની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુર્યને પ્રાપ્ત કર્યા પછી એટલે નિર્વાણ પામ્યા પછી કેટલોક કાળ જતાં ત્રીજા વાસુદેવાદિ ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમનું સર્વ સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે તે ત્રીજા વાસુદેવનું શરીર છવ્વીશ ઘનુષ્ય પ્રમાણ અને આયુષ્ય છપ્પન હજાર વર્ષનું હોય છે અને બલરામનું આયુષ્ય પાંસઠ હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષો વ્યતીત થયા પછી કેટલોક કાળ જતાં પાંચમા ચક્રવર્તી હસ્તિનાપુરમાં ઉત્પન્ન થાય છે. તેના શરીરનું પ્રમાણ અઠ્ઠાવીશ ઘનુષ્યનું અને આયુષ્ય સાઠ હજાર વર્ષનું હોય છે. તે પાંચમા ચક્રવર્તી થયા પછી કેટલોક કાળ વ્યતીત થતાં ચોથા બલદેવાદિ ચાર પુરુષો થાય છે, તેમનું સ્વરૂપ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ચોથા અર્ધચક્રીના શરીરનું પ્રમાણ ઓગણત્રીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પાંસઠ હજાર વર્ષનું હોય છે. બલદેવના આયુષ્યનું માન પંચાશી હજાર વર્ષનું હોય છે. તે ચાર પુરુષ કાળ કરી ગયા પછી છઠ્ઠી તીર્થકરના જન્મથી એક હજાર કોટી વર્ષ વ્યતીત થતાં દિલ્લી નગરમાં સુવર્ણવર્ણ સાતમા તીર્થંકર ઉદ્ભવે છે. તે અવસરે તે જ નગરમાં ચક્રવર્તીનો પણ પ્રસવ થાય છે. તે ચક્રવર્તી અને ભગવંતના શરીરનું પ્રમાણ ત્રીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચોરાશી હજાર વર્ષનું હોય છે. તે સાતમા તીર્થકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી એક હજાર ક્રોડ વર્ષે જૂન પલ્યોપમના ચોથા ભાગ જેટલો કાળ વ્યતીત થતાં આઠમા તીર્થંકર હસ્તિનાપુરને પોતાના અવતારથી પવિત્ર કરે છે. તેમના શરીરનું પ્રમાણ પાંત્રીશ ઘનુષ્યનું, આયુષ્યનું પ્રમાણ પંચાણું હજાર વર્ષનું અને શરીરની કાંતિ સુવર્ણ જેવી હોય છે. તે અવસરે તે જ નગરમાં સાતમા ચક્રવર્તી પણ થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થકર જેટલું હોય છે. આઠમા તીર્થંકર મોક્ષે ગયા પછી તેમના જન્મથી અર્ધપલ્યોપમ સમય વ્યતીત થતાં તે જ નગરમાં નવમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે જ સમયે તે જ નગરમાં આઠમા ચક્રવર્તી પણ ઉત્પન્ન થાય છે. તે બન્નેના શરીરનું પ્રમાણ ચાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ એક લાખ વર્ષનું હોય છે. તેઓ નિવૃત્તિ પામ્યા પછી કેટલોક કાળ જતાં હસ્તિનાપુરમાં નવમા ચક્રવર્તી થાય છે. તેમના શરીરનું માન સાડીએકતાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું માન ત્રણ લાખ વર્ષનું હોય છે. તે નવમા ચક્રવર્તી કથાશેષ થયા પછી કેટલોક સમય જતાં સાવત્થી નગરીમાં દશમાં ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું માન સાડીબેંતાળીશ ઘનુષ્યનું અને આયુષ્યનું માન પાંચ લાખ વર્ષનું હોય છે. દશમાં ચક્રવર્તી થઈ ગયા પછી રત્નપુર નગરમાં સુવર્ણ કાંતિવાળા દશમા તીર્થંકર નવમા તીર્થકરના જન્મથી પોણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે થાય છે. તેમના શરીરનું પ્રમાણ પિસ્તાળીશ ઘનુષ્યનું, આયુષ્યનું પ્રમાણ દશ લાખ વર્ષનું હોય છે. તે સમયે બલદેવાદિ ચાર પ્રઘાન પુરુષ અવતરે છે. તેમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે પાંચમા વાસુદેવના આયુષ્ય તથા શરીરનું માન તે સમયના જિનના જેટલું જાણવું અને બલદેવના આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું જાણવું. દશમા તીર્થંકર મુક્તિરૂપ પતિવ્રતાના સ્વામી થયા પછી તેમના જન્મથી ચાર સાગરોપમ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૪ જેટલો સમય વીત્યા બાદ અયોધ્યા નગરીમાં અગિયારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે, શરીરનું પ્રમાણ પચાસ ઘનુષ્યનું હોય છે અને આયુષ્યનું પ્રમાણ ત્રીસ લાખ વર્ષનું હોય છે. એમના સમયમાં છઠ્ઠી બલદેવ વગેરે ચાર પુરુષો ઉદ્ભવે છે. તેમાં અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનની જેટલું સમજવું અને બલદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું જાણવું. અગિયારમા તીર્થંકર પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી નવ સાગરોપમ પ્રમાણ કાળ વીત્યા બાદ કંપિલપુરમાં બારમા તીર્થંકર ઉભવે છે. તેમના શરીરનું પ્રમાણ સાઠ ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ વર્ષનું હોય છે. એ સમયે સાતમા બળદેવાદિ ચાર પુરુષ ઉત્પન્ન થાય છે. તેમનું સર્વ સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. વિશેષ એટલે કે સાતમા અર્ધચક્રીના શરીર ને આયુનું પ્રમાણ તે સમયના જિનના જેટલું અને બળદેવના આયુષ્યનું પ્રમાણ પાંસઠ લાખ વર્ષનું જાણવું. બારમા જિનેશ્વર મુક્તિ પામ્યા પછી તેમના જન્મથી ત્રીશ સાગરોપમ ગયા પછી તેરમા તીર્થકર ચંપાનગરીમાં ઉત્પન્ન થાય છે. એમનું શરીર સિત્તેર ઘનુષ્યનું અને આયુ બોતેર લાખ વર્ષનું હોય છે. દેહનો વર્ણ સુવર્ણ સમાન હોય છે. તેમના સમયમાં આઠમા બળદેવાદિ ચાર પુરુષો પ્રગટે છે. તેમાં વાસુદેવના આયુષ્ય તથા શરીરનું પ્રમાણ તે કાળના જિનની જેટલું હોય છે અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પંચોતેર લાખ વર્ષનું હોય છે. તેરમા તીર્થંકર મહાનંદપદની મહદ્ધિને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી ચોપન સાગરોપમ જેટલો સમય વ્યતીત થતાં સિંહપુરમાં ચૌદમા તીર્થંકર ઉદ્ભવે છે. તેમના શરીરની શોભા સુવર્ણની પ્રભાને હસી કાઢે તેવી હોય છે. તેમના આયુષ્યનું પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હોય છે અને શરીરનું પ્રમાણ એંશી ઘનુષ્યનું હોય છે. એ અવસરે નવમા બલદેવ વગેરે ચાર શ્રેષ્ઠ નરો ઉત્પન્ન થાય છે. તેમાં અર્ધચક્રીના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થંકરના જેટલું હોય છે અને તેના અગ્રજ બંધુના આયુષ્યનું પ્રમાણ પચાશી લાખ વર્ષનું હોય છે. ચૌદમા તીર્થકર મુક્તિરૂપ નવોઢાને આલિંગન કરવારૂપ અતિ રમણીય સુખને પ્રાપ્ત કર્યા પછી તેમના જન્મથી છાસઠ લાખ ને છવીશ હજાર વર્ષે અધિક એવા સો સાગરોપમે ન્યૂન એક કોટી સાગરોપમનો કાળ વીત્યા પછી પંદરમા તીર્થકર ભક્િલપુરમાં અવતરે છે. તેમના આયુષ્યનું પ્રમાણ એક લાખ પૂર્વનું, શરીરનું પ્રમાણ નેવું ઘનુષ્યનું અને શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે. છજીવનિકાયના સ્વામી એવા તે પ્રભુ શિવપદને પામ્યા પછી નવ કોટી સાગરોપમ કાળ વ્યતિત થતાં સોળમા તીર્થંકર કાકંદી નગરીમાં ઉત્પન્ન થાય છે. તેમના શરીરનો વર્ણ ચંદ્ર જેવો, કાયાનું પ્રમાણ સો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ બે લાખ પૂર્વનું હોય છે. તે બોધિબીજદાયક પ્રભુ મુક્તિ પામતાં તેમના જન્મથી નેવું કરોડ સાગરોપમ કાળ જતાં ચંદ્રપુરીમાં સત્તરમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું, શરીર મૂર્તિમાન ચંદ્ર જેવું અને શરીરનું પ્રમાણ દોઢસો ઘનુષ્યનું હોય છે. તે ભગવંત તીર્થને પ્રવર્તાવી કર્મમલને દૂર કરી મહાનંદપદને પ્રાપ્ત થતાં, તેમની ઉત્પત્તિના Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૬] કાળનું સ્વરૂપ ૨૦૧ સમયથી નવસો કોટિ સાગરોપમપ્રમાણ કાળ જતાં વારાણસી નગરીમાં અઢારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે સુવર્ણવર્ણ પ્રભુના આયુષ્યનું પ્રમાણ વીશ લાખ પૂર્વનું અને કાયાનું પ્રમાણ બસો ઘનુષ્યનું હોય છે. તે પ્રભુ પણ સૂર્યની જેમ યથાર્થ મોક્ષમાર્ગનો પ્રકાશ કરી શિવસુખને પ્રાપ્ત થતાં તેમના પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વ્યતીત થતાં, કૌશાંબી નગરીમાં ઓગણીશમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ અઢીસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ત્રીશ લાખ પૂર્વનું હોય છે. સર્વ પૃથ્વીમંડલને પ્રબોઘ આપીને તે પ્રભુ સિદ્ધિરૂપ મહેલનું સુખ સંપાદન કરતાં તેમના પછી નેવું હજાર ક્રોડ સાગરોપમ કાળ વ્યતીત થતાં, વશમા તીર્થંકર અવતરી કોશલા નગરીને પવિત્ર કરે છે. તે જગતુવત્સલ અને સુવર્ણવર્ણ પ્રભુના શરીરનું માન ત્રણસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ચાળીશ લાખ પૂર્વનું હોય છે. તે ત્રિકાલવેત્તા અને કેવલજ્ઞાન વડે સર્વ મૂર્ત અમૂર્ત પદાર્થને પ્રકાશિત કરનારા પ્રભુ મુક્તિસુંદરીના પતિ થતાં તે પછી નવ લાખ કોટિ સાગરોપમનો કાળ જતાં, વિનીતાનગરીમાં મોટા રાજાના કુળમાં એકવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ એવા તે પ્રભુના શરીરનું પ્રમાણ સાડાત્રણસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પચાશ લાખ પૂર્વનું હોય છે. દેહ સુવર્ણવર્ણ હોય છે. એ પ્રભુ પણ જ્ઞાનાદિ ત્રણ રત્નના દાનથી અનેક ભવ્યજનને ઉપકાર કરી સિદ્ધિપદને પામ્યા પછી દશ લાખ કોટિ સાગરોપમ કાળ જતાં, શ્રાવસ્તી નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા બાવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ ચારસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ સાઠ લાખ પૂર્વનું હોય છે. - તે પ્રભુ પણ જન્મમૃત્યુનો ઉચ્છેદ કરી મુક્તિને પ્રાપ્ત થતાં તેમના જન્મથી ત્રીશ લાખ કોટિ સાગરોપમનો સમય વીત્યા પછી, અયોધ્યા નગરીમાં સુવર્ણ સમાન કાંતિવાળા ત્રેવીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ સાડા ચારસો ઘનુષ્યનું ને આયુષ્યનું પ્રમાણ બોંતેર લાખ પૂર્વનું હોય છે. તે સમયમાં અગિયારમાં ચક્રવર્તી તે જ નગરીમાં અવતરે છે. તેમના દેહ તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના જિન જેટલું હોય છે. અજિતનાથ સમાન એ પ્રભુ સર્વ ભવપ્રપંચને દૂર કરી મોક્ષે જતાં તેમની ઉત્પત્તિના સમયથી પચાસ લાખ કોટિ સાગરોપમનો સમય વિત્યા પછી દુષમસુષમા નામે ત્રીજો આરો સમાપ્ત થાય છે. એ આરામાં ત્રેવીસ તીર્થકરો, અગિયાર ચક્રવર્તીઓ અને છત્રીસ પ્રતિવાસુદેવ વગેરે કુલ સિત્તેર (નવ નારદ સહિત) ઉત્તમ પુરુષો ઉત્સર્પિણી નામના કાળચક્રના દળમાં ઉત્પન્ન થાય છે. આ ત્રીજા આરાના પ્રારંભ સમયે મનુષ્યનું આયુષ્ય એક સો વીશ વર્ષનું હોય છે, તે ત્યાં સુધી વધે છે કે ત્રીજા આરાને પ્રાંતે ક્રોડ પૂર્વનું આયુષ્ય થાય છે. આ ત્રીજા આરાનું પ્રમાણ બેંતાળીશ હજાર વર્ષ ઊણા એક કોટાકોટિ સાગરોપમનું પૂજ્યપુરુષોએ કહેલું છે. દુષમસુષમા નામે ત્રીજા આરામાં ઉત્સર્પિણીને વિષે ત્રેવીશ તીર્થંકરો થશે. તેઓ સદા સંઘને ઉત્તમ લક્ષ્મીના આપનારા થાઓ.” (ભાગ ૩-૧૪). Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૪ વ્યાખ્યાન ૨૦૭ ભાવી ચોથા આરાનું સ્વરૂપ सुषमदुषमासंज्ञः, तुर्यारको निगद्यते । नाभेयसन्निभो भावी, चतुर्विंशतमो जिनः॥१॥ ભાવાર્થ-“ઉત્સર્પિણીમાં સુષમદુષમા નામે ચોથો આરો કહેવાય છે. તેમાં શ્રી ઋષભદેવ જેવા ચોવીસમા તીર્થંકર થશે.” ઉત્સર્પિણીના ચોથા આરાના સાડાઆઠ માસે અધિક ત્રણ વર્ષ વીત્યા પછી સુવર્ણવર્ણ ચોવીસમા તીર્થંકર વિનીતા નગરીને અલંકૃત કરશે. તેમના શરીરનું માન પાંચસો ઘનુષ્યનું અને આયુષ્યનું માન ચોરાશી લાખ પૂર્વનું હોય છે. ત્રણ જગતના લોકને પૂજવા યોગ્ય એવા એ પ્રભુના વારામાં બારમા ચક્રવર્તી થાય છે. તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ જિનેશ્વર ભગવંતના જેટલું જ હોય છે. એ પ્રભુ મુક્તિરૂપી સ્ત્રીના ભર્તા થયા પછી તેમની પટ્ટપરંપરાએ શ્રી જિનપ્રવચનના તત્ત્વવિચારને કરનારા શ્રીયુગપ્રધાન મુનિપતિ ઘણા સમય સુધી આ ભરતખંડના ભૂમંડળને પવિત્ર કરશે. પછી હળવે હળવે સુખી સમય વૃદ્ધિ પામતાં યુગલીઆ મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય નજીક આવવાને લીધે સુખના પ્રચુરપણાથી પ્રથમ સાધુસંતતિનો ઉચ્છેદ થઈ છેવટે તીર્થનો પણ ઉચ્છેદ થશે. યુગલીઆ મનુષ્યના સમયમાં અગ્નિનો પણ અભાવ થાય છે. તે સાથે સ્વામી, સેવક, વર્ણ, વ્યાપાર અને નગરાદિકની વ્યવસ્થા પણ ઉચ્છેદ પામે છે. યુગલીઆનું સ્વરૂપ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચોથા આસ્રવદ્વારને વિષે વર્ણવેલું છે. ત્યાં લખે છે કે “તે કાળમાં ભોગસુખ ઘણું હોવા છતાં અને તેને ભોગવિષય કર્યા છતાં પણ યુગલીઆ જીવો તૃમિ પામ્યા વગર જ કાળધર્મના ગ્રાસ થઈ પડે છે.” દેવકુરુ તથા ઉત્તરકુરુક્ષેત્રના યુગલીઆ સંબંધી વર્ણન કરતાં લખે છે કે “દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલીઆઓ વનમાં વિચરે છે, પગે ચાલે છે, તેઓ ભોગીમાં શ્રેષ્ઠ હોય છે, ભોગનાં લક્ષણને ઘરનારા હોય છે, તેમનાં રૂપ વર્ણન કરવા યોગ્ય અને ચંદ્રની જેમ નીરખવા યોગ્ય હોય છે અને તેઓ સર્વ અંગમાં સુંદર હોય છે” ઇત્યાદિ પાઠ ત્યાંથી જોઈ લેવો. વળી તે યુગલીઆ (સ્ત્રીઓ અને પુરુષો) આદ્ય સંહનન તથા આદ્ય સંસ્થાનવાળા હોય છે. તેમનાં અંગ ઉપાંગના ભાગ કાંતિ વડે પ્રકાશિત હોય છે. તેમના શ્વાસમાં કમળ જેવી સુગંધ હોય છે. તેમના ગુહ્ય ભાગ ઉત્તમ અશ્વની પેઠે ગુપ્ત હોય છે. તેઓને ક્રોઘ, લોભાદિ કષાય અત્યંત પાતળા હોય છે. મણિમૌક્તિકાદિક પદાર્થો તથા હાથી, ઘોડા વગેરે છતાં તેના ઉપભોગથી પરાડુ મુખ હોય છે. વળી વર વગેરે રોગ, ગ્રહ, ભૂત, મારી અને વ્યસનથી વર્જિત હોય છે. તેમનામાં સ્વામીસેવકભાવ ન હોવાથી તેઓ બધા અહમિંદ્ર હોય છે. તેમના ક્ષેત્રમાં વાવ્યા વગર સ્વભાવે જ જાતિવંત શાલિ વગેરે ઘાન્ય પુષ્કળ થાય છે, પણ તે તેમના ભોગમાં આવતા નથી. તે ક્ષેત્રમાં પૃથ્વી સાકરથી પણ અનંતગણા માઘુર્યવાળી હોય છે. તેઓ કલ્પવૃક્ષના પુષ્પફળનું આસ્વાદન કરે છે. તે ચક્રવર્તીના ભોજનથી પણ અત્યંત અધિક માઘુર્યવાળું હોય છે. તેઓ પૃથ્વીનો તેમ જ કલ્પવૃક્ષનાં ફળાદિકનો તથાપ્રકારનો આહાર ગ્રહણ કરીને પ્રાસાદાદિના આકારવાળા જે ગૃહાકાર Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૭] ભાવી ચોથા આરાનું સ્વરૂપ ૨૦૩ કલ્પવૃક્ષો હોય છે તેને વિષે સુખે કરીને રહે છે. તેમને ખાન, પાન, પ્રેક્ષણ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષોથી પ્રાપ્ત થયા કરે છે. ત્યાં ડાંસ, જૂ, માંકડ અને મક્ષિકા વગેરે દેહને ઉપદ્રવ કરનારાં જંતુઓ ઉત્પન્ન જ થતાં નથી. વાઘસિંહાદિ હિંસક પશુઓ ત્યાં હિંસ્યહિંસકભાવે વર્તતા નથી. તે ક્ષેત્રમાં ઘોડા, હાથી વગેરે ચોપગાં પ્રાણી, ઘો વગેરે ભુજપરિસર્પ, સર્પ વગેરે ઉરપરિસર્પ તથા ચકોર, હંસ વગેરે પક્ષીઓ-સર્વે યુગલીઆરૂપે જ થાય છે. આ બધા જુગલીઆઓ મરણ પામીને પોતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા અથવા ઓછા આયુષ્યવાળા દેવતા થાય છે; અધિક આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થતા નથી. ઉત્સર્પિણીના ચોથા આરામાં થયેલા યુગલીઆના દેહની ઊંચાઈ તે આરાને પ્રાંતે એક ગાઉની હોય છે અને આયુષ્યનું પ્રમાણ એક પલ્યોપમનું હોય છે. તેઓ એકાંતરે આમળાના ફળ જેટલો આહાર કરે છે. તેમને ચોસઠ પાંસળીઓ હોય છે. એ આરામાં યુગલીઆ ઓગણાશી દિવસ સંતતિનું પાલન કરે છે. પછી શ્વાસોશ્વાસ, બગાસું, ખાંસી કે છીંક વગેરેથી પ્રાણ છોડી દે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે બે કોટાકોટિ સાગરોપમનો સુષમદુષમા નામે ચોથો આરો વ્યતીત થયા પછી સુષમા નામે પાંચમો આરો ઉદ્ભવે છે. તે આરાની આદિમાં જુગલીઆઓ ચોથા આરાના પ્રાંત સમયે ઉત્પન્ન થયેલા જુગલી જેવા હોય છે, પરંતુ હળવે હળવે તેમનાં શરીર તથા આયુષ્ય ત્યાં સુધી વધે છે કે યાવતું તે આરાને અંતે શરીરનું પ્રમાણ બે ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ બે સાગરોપમનું થાય છે. તેમની પૃષ્ઠભાગની પાંસળીઓ પણ ત્યાં સુધી વધે છે કે તેની સંખ્યા એકસો ને અઠ્યાવીસની થાય છે. તેમનો આહાર ઘટતો ઘટતો ત્યાં સુધી ઘટે છે કે બે દિવસને આંતરે બદરીફળ (બોર)ના જેટલો આહાર કરે છે અને સંતતિને તેઓ ચોસઠ દિવસ સુધી પાળે છે. આ પ્રમાણે ત્રણ કોટાકોટિ પ્રમાણવાળો પાંચમો આરો વ્યતીત થયા પછી છઠ્ઠો આરો આવે છે. આ છઠ્ઠી આરાના પ્રારંભમાં જુગલીઆઓનાં શરીર વગેરેનું પ્રમાણ પાંચમા આરાના પ્રાંતે જન્મેલા જુગલીઆના જેટલું હોય છે, પરંતુ તેમનાં શરીર તથા આયુષ્યનું પ્રમાણ ત્યાં સુધી વૃદ્ધિ પામે છે કે યાવતુ તે આરાને અંતે શરીરનું પ્રમાણ ત્રણ ગાઉનું અને આયુષ્યનું પ્રમાણ ત્રણ પલ્યોપમનું થાય છે. તેમના પૃષ્ઠની પાંસળીઓની સંખ્યા બસો ને છપ્પનની થાય છે. તેમના આહારની હાનિ એટલે સુધી થાય છે કે ત્રણ દિવસને આંતરે તુવર જેટલો આહાર કરે છે. તેઓ સંતતિનું પાલન ઓગણપચાસ દિવસ કરે છે. એ આરામાં હાથીનું આયુષ્ય મનુષ્ય જેટલું, અશ્વાદિકનું આયુષ્ય મનુષ્યના ચોથે ભાગે, મેંઢા વગેરેનું આઠમે અંશે, ગાય, ભેંસ, ખર, ઊંટ વગેરેનું પાંચમે અંશે, શ્વાન વગેરેનું દશમે અંશે, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પનું એક ક્રોડ પૂર્વનું, પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને જલચરોનું એક પૂર્વ કોટિનું હોય છે. તિર્યંચ પંચેદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આ જ આરામાં હોય છે. (યુગલિક તો ચતુષ્પદ ને પક્ષીઓ જ થાય છે.) ભુજપરિસર્પના શરીરનું માન ગાઉ પૃથક્વ, ઉરપરિસર્પના શરીરનું પ્રમાણ એક હજાર ૧ ભુજપરિસર્પ ને ઉરપરિસર્પ યુગલીઆ થતા નથી. ચતુષ્પદ ને ખેચર પક્ષીઓ જ થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૪ યોજનનું, ખેચરોનું ઘનુષ્ય પૃથક્વ અને હાથી વગેરેનાં શરીરનું પ્રમાણ છ ગાઉનું હોય છે. આહારનું ગ્રહણ બે દિવસને આંતરે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયના શરીરનું ઉત્કૃષ્ટ માન એ જ આરામાં જાણવું. બાકી રહેલ જીવોના શરીર તથા આયુષ્યાદિના પ્રમાણ સૂત્રથી જાણી લેવા. આ પ્રમાણેનો છઠ્ઠો સુષમસુષમા નામનો આરો ચાર કોટાકોટિ સાગરોપમ વડે સમાપ્ત થાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળ સંબંઘી છ આરા જાણવા. અવસર્પિણી કાળના પણ છ આરા હોય છે. તેમાં એટલું વિશેષ કે તે આરા પ્રથમના આરાથી વિપરીત હોય છે તે આ પ્રમાણે–જે ઉત્સર્પિણીને છટ્ટે આરે કહેલું છે તે અવસર્પિણીને પહેલે આરે, જે પાંચમે આરે કહેલ છે તે બીજે આરે, જે ચોથે આરે કહેલ છે તે ત્રીજે આરે, જે ત્રીજે આરે કહેલ છે તે ચોથે આરે, જે બીજે આરે કહેલ છે તે પાંચમે આવે અને જે પહેલે આરે કહેલ છે તે છટ્ટે આરે એમ જાણી લેવું. વળી તીર્થકર વગેરેનું દેહ આયુનું પ્રમાણ વગેરે કહેલું છે તે પણ વિપરીત રીતે જાણવું. તે આ પ્રમાણે–ઉત્સર્પિણીમાં જે ચોવીસમા તીર્થંકરનું સ્વરૂપ તે અવસર્પિણીમાં પહેલા તીર્થકરનું જાણવું. એવી રીતે બીજામાં પણ વિપરીતપણે સમજવું. ચક્રવર્તી વગેરેમાં એમ જ સમજવું. એવી રીતે બાર આરા મળીને એક કાળચક્ર થાય છે. આ કાળની વ્યવસ્થા પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવત ક્ષેત્રમાં સરખી જ જાણવી; વિદેહ ક્ષેત્રમાં એ પ્રમાણે સમજવી નહીં. કેમકે ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળની વર્તના નથી. ત્યાં તો સર્વદા મનુષ્યોનાં શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટ પાંચસો ઘનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પૂર્વ કોટિનું હોય છે. ત્રીશ અકર્મભૂમિમાં પણ સનાતન-એક સરખો સમય વર્તે છે. તેનું વર્ણન અન્ય સ્થાનકથી જાણી લેવું. વ્યાખ્યાન ૨૦૮ વર્તમાન પાંચમા આરાનું વર્ણન હાલમાં વર્તતા પાંચમા દુષમા નામના આરાનું લક્ષણ કહે છે– __ वर्तमानारके भावि-स्वरूपं ज्ञानिनोदितम् । स्वप्नादिभिः प्रबंधैश्च, विज्ञेयं श्रुतचक्षुषा ॥१॥ ભાવાર્થ-“વર્તમાન આરાનું જે ભાવિસ્વરૂપ જ્ઞાની મહારાજે કહેલું છે તે સ્વપ્નાદિક પ્રબંધ વડે આગમવૃષ્ટિથી જાણવું.” સોળ સ્વપ્નનો પ્રબંઘ વ્યવહારચૂલિકામાં કહેલો છે તે આ પ્રમાણે- તે કાળ તે સમયને વિષે પાટલિપુત્ર નગરમાં શ્રાવકઘર્મમાં તત્પર ચંદ્રગુપ્ત નામે રાજા હતો. એક વખતે તે રાજા પાખીને દિવસે અહોરાત્રનો પોસહ લઈ રાત્રિએ ઘર્મજાગરણાએ જાગતો હતો. તેવામાં મધ્યરાત્રે અલ્પ નિદ્રા આવતાં સુખે સૂતેલા એવા તે રાજાને સોળ સ્વપ્ન જોવામાં આવ્યાં, એટલે તે તત્કાળ જાગી ઊઠ્યો. તેને ચિંતા થઈ કે આ શું? પછી અનુક્રમે સૂર્યોદય થતાં તેણે પોસહ પાર્યો. હવે તે સમયને વિષે સંભૂતિવિજયના ગુરુભાઈ યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી પાંચસો સાધુઓ સાથે વિચરતા પાટલિપુત્રના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા તેમને વાંદવા નીકળ્યો. તેણે કોણિક રાજાની જેમ છત્રચામરાદિ દૂર કરી, પાંચ અભિગમ સાચવી ગુરુમહારાજને વાંદીને ઘર્મ સાંભળ્યો. પછી તેણે સ્વપ્નમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૮] વર્તમાન પાંચમા આરાનું વર્ણન ૨૦૫ કલ્પવૃક્ષની શાખા ભાંગી’ વગેરે સોળ સ્વપ્ન દીઠાં હતાં તેનો અર્થ સ્વામીને પૂછ્યું કે “હે ભગવંત! મેં આ સ્વપ્ન જોયાં છે, તેને અનુસારે શાસનમાં શું શું થશે? તે કહો.” શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી સર્વ સંઘની સમક્ષ બોલ્યા–“હે ચંદ્રગુપ્ત રાજા! તેનો અર્થ સાંભળ પ્રથમ સ્વપ્નમાં તેં કલ્પવૃક્ષની શાખા ભાંગેલી જોઈ, તેનું ફળ એવું છે કે આજ પછી કોઈ રાજા ચારિત્ર લેશે નહીં. બીજે સ્વપ્ન તેં સૂર્યને અસ્ત થતો જોયો, તેનું ફળ એવું છે કે હવે કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. ત્રીજે સ્વપ્ન તેં ચંદ્રમાં છિદ્ર થયેલાં જોયાં, તેનું ફળ એવું છે કે એક ઘર્મમાં અનેક માર્ગ ચાલશે. ચોથે સ્વપ્ન તેં ભૂતને નાચતાં જોયાં, તેનું ફળ એ છે કે કુમતિ લોકો ભૂતની જેમ નાચશે. પાંચમે સ્વપ્ન તેં બાર ફેણવાળો કાળો સર્પ જોયો, તેનું ફળ એ છે કે બારવર્ષ દુકાળ પડશે, કાલિકસૂત્ર પ્રમુખનો વિચ્છેદ થશે, દેવદ્રવ્યભક્ષી સાધુઓ થશે, લોભથી માલાનું આરોપણ, ઉપથાન, ઉજમણા પ્રમુખ ઘણાં તપના ભાવ પ્રકાશશે અને જે ખરા ઘર્મના અર્થી સાધુ હશે તે વિધિમાર્ગને પ્રરૂપશે. છઠ્ઠું સ્વપ્ન તેં આકાશમાંથી આવતું વિમાન ચલિત થતું જોયું તેનું ફળ એ છે કે ચારણલબ્ધિવંત સાધુ ભરત એરવતક્ષેત્રમાં આવશે નહીં. સાતમે સ્વપ્ન કમળને ઉકરડા ઉપર ઊગેલું જોયું, તેનું ફળ એ છે કે ચાર વર્ણમાં વૈશ્યને હાથે ઘર્મ રહેશે, તે વણિકજનો અનેક માર્ગે ચાલશે, સિદ્ધાંત ઉપર સચિવાળા અલ્પ જનો થશે. આઠમે સ્વપ્ન આગીઆને ઉદ્યોત કરતો જોયો, તેનું ફળ એ છે કે રાજમાર્ગ (જૈન માર્ગ) મૂકી બીજા માર્ગ ખજુવાની જેમ પ્રકાશ કરશે અને શ્રમણ–નિગ્રંથનો પૂજાસત્કાર ઓછો થશે. નવમે સ્વપ્ન મોટું સરોવર સૂકું જોયું અને તેમાં દક્ષિણ દિશાએ થોડું જળ જોયું, તેનું ફળ એ છે કે જ્યાં જ્યાં પ્રભુનાં પાંચ કલ્યાણક થયાં છે તે તે દેશમાં પ્રાયે ઘર્મની હાનિ થશે અને દક્ષિણદિશાએ જિનમાર્ગની કંઈક પ્રવૃત્તિ રહેશે. દશમે સ્વપ્ન સુવર્ણના થાળમાં શ્વાનને દૂઘ પીતો જોયો, તેનું ફળ એ છે કે ઉત્તમ કુળની સંપત્તિ મધ્યમને ઘેર જશે અને કુળાચાર કર્મને તજી દઈને ઉત્તમ મનુષ્યો નીચ માર્ગે પ્રવર્તશે (હિંસામાં ઘર્મ માનશે). અગિયારમે સ્વપ્ન હાથી ઉપર વાનર બેઠેલો જોયો, તેનું ફળ એ છે કે પારઘી વગેરે અઘમ લોકો સુખી થશે અને સુજન દુઃખી થશે; વળી ઉત્તમ એવા ઇક્વાકુ તથા હરિવંશ કુળમાં રાજ્ય રહેશે નહીં. બારમે સ્વપ્ન સમુદ્ર મર્યાદા મૂકી એમ જોયું, તેનું ફળ એ છે કે રાજા ઉન્માર્ગચારી થશે અને ક્ષત્રિયો વિશ્વાસઘાત કરશે. તેરમે સ્વપ્ન મોટે રથે નાનાં વાછરડાં જોડેલાં જોયાં, તેનું ફળ એ છે કે પ્રાયે વૈરાગ્યભાવે કોઈ સંયમ લેશે નહીં, જે વૃદ્ધ થઈને લેશે તે મહાપ્રસાદી થશે અને ગુરુકુળવાસને તજી દેશે; અને જે બાળભાવે સંયમ લેશે તે લwથી ગુરુકુળવાસને છોડશે નહીં. ચૌદમે સ્વપ્ન મોટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત જોયું તેનું ફળ એ છે કે ભરત તથા એરવત ક્ષેત્રમાં સાઘુઓ ક્લેશ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ ઉપજાવનારા, અવિનયી અને ઘર્મ ઉપર અલ્પ સ્નેહવાળા થશે. પંદરમે સ્વપ્ન રાજકુમારને પોઠીઓ ઉપર બેઠેલો જોયો, તેનું ફળ એ છે કે રાજકુમારો રાજ્યભ્રષ્ટ થશે અને હલકાં કાર્ય કરશે. સોળમે સ્વપ્ન બે કાળા હાથીને ઝૂઝતા દીઠા, તેનું ફળ એ છે કે આગામી કાળમાં પુત્રો તથા શિષ્યો અલ્પ બુદ્ધિવાળા ને અવિનયી થશે, દેવગુરુ અને માતાપિતાની સેવા કરનારા થશે નહીં અને ભાઈઓ અંદરોઅંદર ઈર્ષ્યા-કલહ કરશે. હે રાજા! એ પ્રમાણે સોળ સ્વપ્નનું ફળ છે. શ્રી જિનેશ્વરભગવંતનાં કહેલાં વચન અન્યથા થતાં નથી. તેમણે કહ્યું છે કે આ દુષમ આરો લોકોને મહાદુઃખદાયક થશે.'. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૪ આ પ્રમાણે સાંભળી ચંદ્રગુપ્તરાજા વૈરાગ્યથી સંયમ લઈ દેવલોકને પ્રાપ્ત થયો. એ સ્વપ્નપ્રબંઘ જાણવો. “આદિ' શબ્દથી બીજું ભાવિ સ્વરૂપ કલ્કીના સંબંઘથી જાણવું તે નીચે પ્રમાણે છે– શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ચારસો ને સિત્તેર વર્ષ ગયા બાદ વિક્રમ રાજાનો સંવત્સર થયો. તે પછી ઓગણીશસો ને ચૌદ વર્ષ જતાં પાટલીપુર નગરમાં સ્વેચ્છકુળને વિષે યશા નામની ચાંડાલિનીની કુક્ષિમાં તેર માસ રહીને ચૈત્ર સુદિ આઠમને દિવસે કલ્કીનો જન્મ થશે. તે કલ્કી, રુદ્ર અને ચતુર્મુખ એવાં ત્રણ નામને ધારણ કરશે. તેનું શરીર ત્રણ હાથ ઊંચું થશે. તેના મસ્તક પરના કેશ કપિલવર્ણા (કાબરા) અને નેત્ર પીળાં થશે. જન્મથી પાંચમે વર્ષે તેના ઉદરમાં રોગ ઉત્પન્ન થશે. અઢારમે વર્ષે કાર્તિક માસના શુક્લ પડવાને દિવસે તેનો રાજ્યાભિષેક થશે. તે મૃગાંક નામે મુગટ, અદંત નામે અશ્વ, દુર્વાસ નામે ભાલો અને દૈત્યસૂદન નામે ખગ ઘારણ કરશે. તેને સૂર્ય, ચંદ્ર નામે બે પગનાં કડાં અને ગૈલોક્યસુંદર નામે સુંદર વાસગૃહ થશે. તે સુવર્ણનું પુષ્કળ દાન આપી વિક્રમના સંવત્સરને ઉત્થાપી પોતાનો સંવત્સર ચલાવશે. તેને ચાર પુત્રો થશે. તેમાં દત્ત નામનો પુત્ર રાજગૃહ નગરીમાં, વિજય નામનો પુત્ર અણહિલપુરપાટણમાં, મુંજ નામનો પુત્ર અવંતિ દેશમાં અને અપરાજિત નામનો પુત્ર બીજા દેશમાં પોતપોતાની રાજધાની સ્થાપિત કરશે. તે કલ્કીના રાજ્યસમયમાં આ પૃથ્વી મ્લેચ્છોના અને ક્ષત્રિય રાજાઓના રુધિરપ્રવાહથી સ્નાન કરશે. તેના દ્રવ્યભંડારમાં નવાણું કોટિ સોનૈયા એકઠા થશે. તેની સેનામાં ચૌદ હજાર હાથી, ચારસો પચાસ હાથણી, સત્યાશી લાખ ઘોડા અને પાંચ કોટિ પેદલ થશે. આકાશમાં ખેલે તેવા ત્રિશૂલને ઘારણ કરનારો, પાષાણના અશ્વનું વાહન કરનારો અને અતિ નિર્દય એવો એ કલ્કી છત્રીસ વર્ષની વયે ત્રિખંડ ભારતનો સ્વામી થશે. તેના રાજ્યના સમયમાં મથુરાનગરીમાં વાસુદેવ તથા બલદેવના પ્રાસાદ અકસ્માત્ પડી જશે. અનુક્રમે તે કલ્કી અતિલોભથી પોતાના નગરને ખોદાવી સર્વ તરફથી દ્રવ્ય કઢાવીને ગ્રહણ કરશે. એ પ્રમાણે ખોદતાં લોકોની ભૂમિમાંથી પાષાણમય લવણદેવી નામે પ્રભાવિક ગાય નીકળશે. તેને ચૌટામાં સ્થાપન કરશે. ત્યાં ઊભી રહી સતી તે ગાય ભિક્ષા માટે ફરતા સાધુઓને દિવ્યશક્તિ વડે પોતાનાં શીંગડાં વડે મારવા ઘસશે. તે જોઈ સાઘુઓ તે નગરમાં જળનો ભાવી ઉપસર્ગ જાણી વિહાર કરી જશે. ત્યાર પછી સત્તર અહોરાત્ર સુધી અખંડ મેઘવૃષ્ટિ થશે. તેથી કલ્કીનું નગર ડૂબી જશે. કલ્કી નાસીને કોઈ ઊંચે સ્થળે જતો રહેશે. પછી જળના પૂરથી ઉપરની માટી ઘોવાઈ જવાથી નંદરાજાએ કરાવેલા સુવર્ણના ગિરિ ઉઘાડા થયેલા જોઈ તે અર્થનો (ઘનનો) અત્યંત લોલુપી થશે. તેથી પુનઃ ત્યાં નવું નગર વસાવી બ્રાહ્મણ વગેરે સર્વની પાસે કર ઉઘરાવશે. તે સમયે પૃથ્વી પરથી સુવર્ણનાણું નાશ પામશે અને ચામડાના નાણાથી તે વ્યવહાર ચલાવશે. લોકો કંબલ તથા ઘાસનાં વસ્ત્ર પહેરશે. કલ્કીના ભયથી સંભ્રાંત થયેલા લોકો પત્રાવલી વગેરેમાં ભોજન કરશે. એક વખતે કલ્કી રાજમાર્ગમાં ફરતા સાઘુઓને ભિક્ષા લઈ જતાં જોઈ તેમની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ માગશે, એટલે સાઘુઓ કાયોત્સર્ગ કરીને શાસનદેવીને બોલાવશે, જે તેને તેમ કરતાં નિવારશે. પછી પચાસમે વર્ષે તેને ડાબી જંઘામાં અને જમણી કુક્ષિમાં પ્રહાર થશે, તથાપિ પાછો કલ્કી સાધુઓની ભિક્ષાનો છઠ્ઠો ભાગ લેવા માટે તેમને ગાયના વાડામાં પૂરશે. તેમાં પ્રાતિપદ નામના આચાર્ય પણ આવી જશે. પછી સર્વ સંઘના સ્મરણથી શાસનદેવી આવી તેને સમજાવશે Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૮] વર્તમાન પાંચમા આરાનું વર્ણન ૨૦૭ તથાપિ તે સમજશે નહીં, એટલે આસનકંપથી તે હકીકત જાણી ઇંદ્ર વૃદ્ધ બ્રાહ્મણને રૂપે ત્યાં આવી તેને આ પ્રમાણે કહેશે-‘હે રાજા! આવા નિગ્રંથને પીડવા તે તને યોગ્ય નથી.' ત્યારે કલ્કી કહેશે કે ‘મારા રાજ્યમાં બીજા સર્વ ભિક્ષુકો કર આપે છે અને આ સાધુઓ કાંઈ પણ કર આપતા નથી, તેથી મેં તેમને વાડામાં રોક્યા છે.' પછી ઇંદ્ર તેને બે ત્રણ વાર સમજાવશે; તે છતાં જ્યારે તે નહીં સમજે ત્યારે ઇંદ્ર ક્રોધથી લપડાક મારી તેને હણી નાખશે. કલ્કી ચાશી વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને નરકે જશે. પછી ઇંદ્ર તેના પુત્ર દત્તને કેટલીક શિખામણ દઈ રાજ્યે બેસારી ગુરુને નમીને સ્વર્ગે જશે. દત્ત પિતાને મળેલા તેના પાપના ફળને જાણીને બઘી પૃથ્વીને જિનચૈત્યથી મંડિત કરશે તથા શત્રુંજયનો ઉદ્ધાર કરશે. ત્યાર પછી જિનધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામશે. આવા સમયમાં પણ કેટલાક ધર્મના રાગી થશે. કહ્યું છે કે જેમ શૃંગી મત્સ્ય ખારા સમુદ્રમાં રહ્યા સતા પણ મિષ્ટ જળ પીએ છે તેમ આવા કાળમાં પણ પ્રાજ્ઞપુરુષો ધર્મતત્ત્વમાં તત્પર હોય છે.’ એ દુષમા આરામાં યુગપ્રધાન સૂરિવરો થશે, ચતુર્વિધ સંઘ ધર્મમાં વર્તશે અને રાજાઓ ધર્મકર્મમાં તત્પર થશે. યુગપ્રધાન વગેરેની સંખ્યા દેવેંદ્રસૂરિકૃત કાલસિત્તરી પ્રકરણમાં આ પ્રમાણે કહેલી છે— “દુષમા કાળમાં અગિયાર લાખ અને સોળ હજાર રાજાઓ જિનેશ્વરના ભક્ત થશે અને અગિયાર ક્રોડ જૈનશાસનના પ્રભાવક થશે. તથા સુધર્માસ્વામીથી છેલ્લા દુપ્પસહસૂરિ પર્યંત ત્રેવીશ ઉદયમાં બે હજાર ને ચાર યુગપ્રધાન† થશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્ય થશે.’’ બે હજાર ને ચાર યુગપ્રધાનમાં સુધર્માસ્વામી અને જંબુસ્વામી તે જ ભવે સિદ્ધિપદને પામશે અને બાકીના સર્વ એકાવતારી થશે. તે પ્રભાવકના આઠ ગુણને ઘારણ કરનાર મુનિ મહારાજા જ્યાં વિહાર કરશે ત્યાં ચારે દિશામાં અઢી અઢી યોજન પર્યંત દુષ્કાલ, મરકી પ્રમુખ ઉપદ્રવ નાશ પામશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્યો પ્રાવચની, ધર્મકથી ઇત્યાદિ જ્ઞાનક્રિયાગુણવાળા અને યુગપ્રધાન જેવા થશે. દિવાળીકલ્પમાં ત્રણ પ્રકારના સૂરિ થશે એમ કહેલું છે. તેમાં પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર અને પાંચસો સૂરિ ઉત્કૃષ્ટક્રિયાવાળા ઉત્તમ સમજવા. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો ને એકાણું સૂરિ મધ્યમક્રિયાવાળા હોવાથી મધ્યમ સમજવા અને પંચાવન કોટિ, પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન સૂરિ પ્રમાદી અને અનાચારી હોવાથી જઘન્ય સમજવા. હવે ઉપાધ્યાયની સંખ્યા કહે છે—પંચાવન ક્રોડ, પંચાવન લાખ ને પંચાવન હજાર ઉત્તમ, ચોપન ક્રોડ મધ્યમ અને ચુંમાળીસ ક્રોડ, ચુંમાળીસ લાખ અને ચુંમાળીસ હજાર જઘન્ય એટલા ઉપાધ્યાય પાંચમા આરામાં થશે એમ સમજવું. હવે સાધુઓની સંખ્યા કહે છે–સિત્તેર લાખ ક્રોડ અને નવ હજાર હજાર ક્રોડ ઉત્તમ, સો ક્રોડ મધ્યમ અને એકત્રીશ કોટિ, એકવીશ લાખ ને સાઠ હજાર જઘન્ય એટલા સાધુઓ થશે. હવે સાધ્વીઓની સંખ્યા કહે છે—દશ હજાર નવસો ને બાર ક્રોડ, છપ્પન લાખ, છત્રીશ હજાર, એક સો ને નવાણું એટલી ઉત્તમ સાધ્વીઓ થશે. હવે શ્રાવકની સંખ્યા કહે છે—સોળ લાખ ત્રણ હજાર ત્રણસો ને સત્તર ક્રોડ અને ચોરાશી લાખ એટલા શ્રાવકો ૧ તે સમયમાં વર્તતા સર્વ સૂત્રના પારગામી હોય તેને યુગપ્રધાન કહેવામાં આવે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ થશે. હવે શ્રાવિકાની સંખ્યા કહે છે—પચીશ લાખ, બાણુ હજાર પાંચસો બત્રીશ ક્રોડ ઉપર બાર એટલી શ્રાવિકા થશે. આ પ્રમાણે દુષમા આરામાં ચતુર્વિધ સંઘનું પ્રમાણ કહેલું છે. અહીં કેટલાક કહે છે કે આ પ્રમાણ જંબુદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી જાણવું. કેટલાક કહે છે કે આ પ્રમાણ શ્રી વીરપ્રભુએ પ્રતિબોધ પમાડેલા ચતુર્વિધ સંઘ સહિત જાણવું. વળી કેટલાક કહે છે કે તે પાંચે ભરતક્ષેત્ર સંબંધી એકઠું પ્રમાણ જાણવું. તેનો ખુલાસો દુષમ આરાના યંત્રપટથી તથા બહુશ્રુતના મુખથી જાણી લેવો. હવે પાંચમા આરાને અંતે ઉત્પન્ન થનારા ચતુર્વિધ સંઘના નામ કાલસિત્તરીને અનુસારે લખવામાં આવે છે‘સ્વર્ગથી ચ્યવીને થયેલા દુપ્પસહસૂરિ નામે સાધુ, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગિલ શ્રેષ્ઠી નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા એ ચરમ સંઘ જાણવો.’’ સંબોધસત્તરીમાં કહ્યું છે કે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ જાણવો અને શેષ આજ્ઞારહિતને અસ્થિનો સંઘ જાણવો.’' તે કાળે મુનિ દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદી એટલા સૂત્રના પાઠી થશે. તેમને ઇંદ્ર નમસ્કાર કરશે. આ સાધુઓ ઉત્કૃષ્ટ પણે છઠ્ઠ તપના કરનારા થશે. દુપ્પસહસૂરિ બે હાથના દેહવાળા, બાર વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, ચાર વર્ષ સુધી વ્રતધારી થઈ, ચાર વર્ષ આચાર્યપદ ધારણ કરી, અંતે અષ્ટમ તપ વડે કાળધર્મ પામી, એક સાગરોપમના આયુષ્યવાળા દેવપણાને પામી ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં જ સિદ્ધિપદને પામશે. પાંચમા આરાના પ્રાંતસમયે પૂર્વાહ્નકાળે શ્રુત, સૂરિ, સંધ અને ધર્મ વિચ્છેદ પામશે. રાજા વિમલવાહન, મંત્રી સુધર્મા અને ન્યાયધર્મ મધ્યાહ્ને નાશ પામશે અને અગ્નિ સાયંકાલે નાશ પામશે. શ્રી વીરસ્વામીથી કેટલા કાળ સુધી પાંચમા આરામાં શ્રી જૈનધર્મની પ્રવૃત્તિ રહેશે તે કહે છે–વીશ હજાર ને નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પહોર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર એટલો કાળ જિનધર્મની પ્રવૃત્તિ રહેશે. ‘આ પ્રમાણે સોળ સ્વપ્રપ્રબંધથી અને વૈકલ્કી રાજાની કથાથી કાળનું સર્વ સ્વરૂપ જાણીને પ્રાજ્ઞ પુરુષો શ્રી યુગપ્રધાન મુનીશ્વરોની તથા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું વિરાધન કરતા નથી.’ વ્યાખ્યાન ૨૦૦ ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન भाविनां पद्मनाभादि - जिनानां प्राग्भवास्तथा । नामानि स्तूयंतेऽस्माभिः प्राप्य पूर्वोक्तशास्त्रतः ॥१॥ ભાવાર્થ-‘ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે તીર્થંકરોનાં પૂર્વ ભવ અને નામ પૂર્વોક્ત શાસ્ત્રથી જાણીને અહીં સ્તવવામાં આવે છે.’’ ભાવિજિનના પૂર્વભવ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ૧ આમાં જણાવેલી સંખ્યા દિવાળીલ્પ સાથે બરાબર મળતી નથી. વળી આ ભાષાંતર જેના ઉપરથી થાય છે તે પ્રત પણ અશુદ્ધ ને તેમાં સંખ્યા અસ્તવ્યસ્ત હોવાથી આ સંખ્યા ઉપર આધાર રાખી શકાય તેમ નથી. ૨ હાડકાંનો સમૂહ, ૩ કલ્કીનું વૃત્તાંત સંવતના સંબંધમાં મેળ ખાતું નથી, તેથી તેનો ખુલાસો બહુશ્રુતથી જાણી લેવો. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦૯]. ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન ૨૦૯ ઉત્સર્પિણીનો બીજો આરો શ્રાવણ વદિ એકમે બેસશે. ત્યારથી અનુક્રમે સાત સાત દિવસ સુધી પાંચ જાતિના મેઘ વરસશે. તેમાં પ્રથમ પુષ્પરાવર્ત નામે મેઘ પૃથ્વીના સર્વ તાપને દૂર કરશે. બીજો ક્ષીરોદ મેઘ સર્વ ઔષધિનાં બીજને ઉપજાવશે. ત્રીજો વૃતોદમેઘ સર્વ ઘાન્યાદિમાં સ્નેહ–રસ ઉત્પન્ન કરશે. ચોથો શુદ્ધોદક મેઘ સર્વ ઔષધિને પરિપક્વ કરશે. પાંચમો રસોદકમેઘ પૃથ્વી ઉપર ઇક્ષ વગેરેમાં રસ ઉપજાવશે. એવી રીતે પાંચ મેઘ પાંત્રીસ દિવસ સુધી વૃષ્ટિ કરશે, તેથી વૃક્ષ, લતા, ઔષધિ, ઘાન્ય વગેરે સર્વ પોતાની મેળે ઉત્પન્ન થશે. તે જોઈને બિલમાં જઈને વસેલા સર્વ જીવો બહાર નીકળશે. અનુક્રમે બીજા આરાના અંતભાગે મધ્યદેશની પૃથ્વીમાં સાત કુલકર થશે. તેઓમાં પહેલા કુલકર વિમળવાહન જાતિસ્મરણથી રાજ્ય વગેરેની સ્થિતિને સ્થાપિત કરશે. તે પછી ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા ગયા પછી શતદ્વાર નગરમાં સાતમા કુલકર સમુચિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાંથી ચ્યવનને શ્રી વીરપ્રભુના ચ્યવનને દિવસે અને તે જ વેળાએ અવતરશે અને શ્રી વીરપ્રભુના જન્મદિવસે જ તેનો જન્મ થશે. તે શ્રી પદ્મનાભ જિન મહાવીર જેવા પહેલા તીર્થંકર થશે. શ્રી વીરપ્રભુ અને પદ્મનાભ પ્રભુનો અંતર શ્રી પ્રવચનસારોદ્ધારમાં આ પ્રમાણે કહેલ છે. “ચોરાશી હજાર, સાત વર્ષ અને પાંચ માસનું શ્રી વીર પ્રભુના નિર્વાણ અને પદ્મનાભ પ્રભુના ચ્યવન વચ્ચેનું અંતર જાણવું.” તેમનું નિર્વાણ કલ્યાણક દિવાળીને દિવસે થશે. બીજા તીર્થકર સુરદેવ નામે થશે. તેમના શરીરનો વર્ણ, આયુષ્ય, લાંછન, દેહની ઊંચાઈ અને પંચકલ્યાણકના દિવસ વગેરે પાર્શ્વનાથ પ્રભુની પ્રમાણે થશે. શ્રી વીરસ્વામીના કાકા સુપાર્શ્વનો જીવ બીજા તીર્થકર થશે. ત્રીજા સુપાર્શ્વ નામે તીર્થકર શરીરકાંતિ વગેરેથી બાવીશમા જિન શ્રી નેમિનાથના જેવા થશે. તે પાટલીપુત્રના રાજા ઉદાયનનો જીવ જાણવો. તે શ્રેણિકરાજાના પૌત્ર અને કોશિકરાજાના પુત્ર જેનો પૌષઘગૃહમાં વિનયરત્ન નામના અભવ્ય સાથુથી ઘાત થયો હતો તેનો જીવ ત્રીજા તીર્થકર થશે. ચોથા સ્વયંપ્રભ નામે તીર્થકર એકવીશમા શ્રી નમિનાથ જિનના જેવા થશે. તે પોટિલમુનિનો જીવ જાણવો. પાંચમા સર્વાનુભૂતિ નામે તીર્થકર કે જે દ્રઢાયુ શ્રાવકનો જીવ છે તે વશમાં મુનિસુવ્રત પ્રભુની સમાન થશે. છઠ્ઠા તીર્થંકર દેવસુત નામે થશે, તે કાર્તિક શેઠનો જીવ જાણવો. તેમાં વિશેષ જાણવાનું એટલું છે કે હમણા જે કાર્તિક શ્રેષ્ઠીનો જીવ બે સાગરોપમને આઉખે સૌઘર્મેદ્રપણું અનુભવે છે તેનો જીવ એ નહીં. એ સરખા આંતરામાં કોઈ બીજા કાર્તિક શેઠ થયેલા છે તેનો જીવ સમજવો. તે દેવસુત જિન મલ્લિનાથની જેવા થશે પણ સ્ત્રીવેદવાળા થશે નહીં. સાતમા ઉદય નામે તીર્થકર શંખ શ્રાવકનો જીવ થશે, પણ તે ભગવતીમાં વર્ણવેલો શંખ શ્રાવક નહીં, આ કોઈ બીજો જીવ છે. તે તીર્થંકર અઢારમા અરનાથ પ્રભુની જેવા થશે. અહીં વિશેષ એટલું છે કે તેમના ચક્રવર્તીપણાનો નિશ્ચય જાણવો નહીં. આઠમા પેઢાલ નામે તીર્થંકર થશે. તે આનંદ નામના શ્રાવકનો જીવ છે. અહીં વિશેષ એટલું જાણવાનું છે કે સાતમા અંગમાં કહેલ આનંદ શ્રાવક તે આ નહીં. તે તો મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામનાર છે. એથી કુંથુનાથ પ્રભુના જેવા આ તીર્થકર તે કોઈ બીજા આનંદનો જીવ જાણવો. ૧ વચ્ચે પાંચ કુલકર સુઘર્મ, સંગમ, સુપાર્શ્વ, દત્ત અને સુમુખ એ નામના થશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ નવમા તીર્થંકર પોટિલ નામે સુનંદા શ્રાવિકાનો જીવ થશે તે શાંતિનાથ પ્રભુની સમાન થશે. દશમા શતકીર્તિ નામે તીર્થકર થશે. તે શતક શ્રાવકનો જીવ અને ઘર્મનાથ પ્રભુની સમાન થશે. આ શતક પુષ્કલી એવા બીજા નામથી ભગવતીજીમાં કહેલ શ્રાવકનો જીવ સમજવો. અગિયારમા સુવ્રત નામે તીર્થંકર દશારસિંહ જે કૃષ્ણ તેની માતા દેવકીનો જીવ થશે. તે અનંતનાથની તુલ્ય થશે. બારમા અમમ નામે ભગવંત નવમા વાસુદેવ કૃષ્ણનો જીવ થશે. તે તેરમા વિમલનાથ પ્રભુની સમાન થશે. સમવાયાંગસૂત્રમાં કહેલું છે કે કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. તત્ત્વ બહુશ્રુત જાણે. તેરમા નિષ્કષાય નામે તીર્થકર સત્યકી વિદ્યાઘરનો જીવ થશે. તે સુજ્યેષ્ઠા સાધ્વીનો પુત્ર અને જે લોકમાં અગિયારમા રુદ્ર (સદાશિવ) એવા નામથી પ્રસિદ્ધ થયેલો છે તેનો જીવ જાણવો. સમવાયાંગ સૂત્રમાં તે બારમા જિન થશે એમ કહેલું છે. તત્ત્વ બહુશ્રુત જાણે. તે પ્રભુ વાસુપૂજ્ય સ્વામી સમાન થશે. ચૌદમા તીર્થંકર નિષ્પલાક નામે બળદેવનો જીવ થશે. પણ આ બળદેવ કૃષ્ણના બંઘુ બળભદ્ર સમજવા નહીં, કારણ કે તે બલદેવ માટે શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી નેમિચરિત્રમાં કહ્યું છે કે બલભદ્રનો જીવ કૃષ્ણના તીર્થમાં સિદ્ધિ પામશે, તેથી આ બળદેવ બીજા સમજવા. તે તીર્થકર શ્રેયાંસ પ્રભુની સમાન થશે. પંદરમા તીર્થકર નિર્મમ નામે સુલતાનો જીવ થશે. આ સુલસા શ્રાવિકા તે સમજવી કે જેના પ્રત્યે શ્રી વિરપ્રભુએ અંબડને મુખે થર્મલાભ કહેવરાવ્યો હતો. તે પ્રભુ શીતલનાથની સમાન થશે. સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર બલભદ્રની માતા રોહિણીનો જીવ થશે. તે સુવિધિનાથજીની સમાન થશે. સત્તરમા સમાધિ નામે તીર્થંકર થશે. તે રેવતી શ્રાવિકાનો જીવ જાણવો; જે રેવતીએ બિજોરાપાક વહોરાવીને ગોશાલે મૂકેલી તેજોલેશ્યાથી શ્રી વિરપ્રભુના દેહમાં થયેલ વ્યાધિને શમાવ્યો હતો. તે તીર્થંકર ચંદ્રપ્રભુની સમાન થશે. અઢારમા સંવર નામે તીર્થકર શતાલી શ્રાવકનો જીવ થશે, જે સુપાર્શ્વપ્રભુની તુલ્ય થશે. ઓગણીસમા યશોધર નામે તીર્થકર દ્વિપાયનનો જીવ થશે. તે પદ્મપ્રભુની સમાન થશે. આ દ્વિપાયન લોકમાં વેદવ્યાસ એવા નામે પ્રસિદ્ધ છે તે સમજવા. વશમા વિજય નામે પરમેષ્ઠી કર્ણરાજાનો જીવ થશે. તે સુમતિનાથની સમાન થશે. કેટલાક આ કર્ણને પાંડવકૌરવનો ભાઈ કહે છે અને કેટલાક તેને ચંપાનગરીના પતિ વાસુપૂજ્યના વંશનો કહે છે. તત્ત્વ કેવળી જાણે. એકવીસમા મલ્લ નામે તીર્થકર નારદનો જીવ થશે. તે અભિનંદન પ્રભુની સમાન થશે. કેટલાક આ નારદને ભગવતીસૂત્રમાં વર્ણવેલ નિગ્રંથ કહે છે અને કેટલાક રામલક્ષ્મણના સમયમાં થયેલા નારદ કહે છે. બાવીશમા દેવ નામે તીર્થંકર અંબાનો જીવ થશે. તે સંભવનાથની સમાન થશે. ઔપપાતિક સૂત્રમાં જે અંબડને વર્ણવ્યો છે તે તો મહાવિદેહમાં સિદ્ધિ પામશે એમ કહેલું છે, તેથી આ અંબડ સુલસાની પરીક્ષા કરનાર જણાતો નથી. તત્ત્વ કેવળી જાણે. ત્રેવીસમા અનંતવીર્ય નામે તીર્થંકર અમરનો જીવ થશે; તે અજિતનાથની સમાન થશે. ચોવીશમા ભદ્રંકર નામે તીર્થકર બુદ્ધનો જીવ થશે. તે શ્રી ઋષભપ્રભુની સમાન થશે. ૧ આમાં પૂર્વભવના જીવોનાં નામો શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૧૦મા પર્વમાં કહેલાં નામોથી ઘણા જુદાં છે, તેથી તેનો ખુલાસો બહુશ્રુતથી જાણી લેવો. શ્રી લોકપ્રકાશમાં જુદાં જુદાં નામો વગેરે આધાર સાથે બતાવેલાં છે. જુઓ સર્ગ ૩૪ મો. Page #220 -------------------------------------------------------------------------- ________________ - - - વ્યાખ્યાન ૨૧૦] દીપોત્સવી પર્વનું વર્ણન ૨૧૧ એ સર્વ તીર્થકરોનાં દેહનું અને આયુષ્યનું પ્રમાણ, કલ્યાણક તિથિઓ, લાંછન, વર્ણ અને અંતર વગેરે પશ્ચાનુપૂર્વીથી વર્તમાન તીર્થકરોની સમાન જાણવું. વ્યાખ્યાન ૨૧૦ દીપોત્સવી પર્વનું વર્ણન विश्वे दीपालिकापर्व, विख्यातं केन हेतुना । पृष्टः संप्रतिभूपेनार्यसुहस्ती गुरुर्जगौ ॥४॥ ભાવાર્થ-સંપ્રતિ રાજાએ આર્યસહસ્તસૂરિને પૂછ્યું કે લોકમાં દિવાળીનું પર્વ કયા હેતુથી પ્રચલિત થયેલું છે?” ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે કહ્યું ઉજ્જયિની નગરીમાં મોટા સંઘથી પરિવૃત થયેલા આર્યસહસ્તી ગુરુને આવેલા જાણી સંપ્રતિ રાજા તેમની પાસે ગયા અને ગુરુને નમીને પૂછ્યું કે “હે પૂજ્ય! તમે મને ઓળખો છો? ગુરુ બોલ્યા- હે સંપ્રતિ રાજા! તને કોણ ન ઓળખે? તું તો આ દેશનો સ્વામી છે.” રાજા બોલ્યો- હે સ્વામી! એવા અલ્પ હેતુથી ઓળખવા માટે હું પૂછતો નથી; મને આપ કોઈ વિશેષ પ્રકારે ઓળખો છો? એમ પૂછું છું.” પછી દશ પૂર્વધારી ગુરુ શ્રુતજ્ઞાનના બળથી તેના પૂર્વભવનું સ્વરૂપ જાણી બોલ્યા- હે રાજા! તું પૂર્વભવે અમારો શિષ્ય હતો. માત્ર એક દિવસની દીક્ષાના મહિમાથી તું અહીં રાજા થયો છે.” ગુરુનાં આવાં વચનને સત્ય માની તે બોલ્યો-“હે સ્વામી! તમારા પ્રભાવથી આ રાજ્ય મને મળ્યું છે, તો હવે આ રાજ્ય તમે ગ્રહણ કરો અને તે ગ્રહણ કરીને મારી ઉપર અનુગ્રહ કરી મને અનૃણી કરો.” એમ કહી પગમાં પડી વારંવાર વિજ્ઞપ્તિ કરવા લાગ્યો. એટલે ગુરુ બોલ્યા-”હે રાજા! સંયમરૂપ સામ્રાજ્યના જેવું આ રાજ્ય નથી, તેથી અમારે તેનો ખપ નથી. વળી તેં ઘર્મના યોગે આ રાજ્ય પ્રાપ્ત કર્યું છે, તો હવે ઘર્મમાં ઉજમાલ થા.” આ પ્રમાણે ગુરુએ કહ્યું, એટલે રાજા ઘર્મમાં સાવધાન થયો. અન્યદા તેને સંશય ઉત્પન્ન થવાથી તેણે ગુરુને પૂછ્યું–“હે પૂજ્ય! જૈનઆગમમાં છ અણહિક પર્વ તો કહેલાં છે, તથાપિ લોકમાં તથા જિનમાર્ગમાં દિવાળીનું પર્વ જે વિખ્યાત છે તે શા કારણથી થયું? કેમ કે તે દિવસે તો લોકો વિવિધ વસ્ત્ર પહેરે છે અને પશુ, ઘર, હાટની શ્રેણી તથા વૃક્ષ વગેરે શણગારે છે.” ગુરુ બોલ્યા- “હે રાજા! સાંભળ. શ્રી વીરપ્રભુ દશમા દેવલોકમાંથી ચવ્યા. તેમનું ચ્યવન કલ્યાણક આષાઢ માસની શુક્લ છઠ્ઠીએ થયું. ચૈત્ર માસની શુક્લ ત્રયોદશીએ મધ્યરાત્રે તેમનું જન્મકલ્યાણક થયું. ત્રીશ વર્ષ ગૃહવાસે રહી છઠ્ઠનું તપ કરી માગશર વદ દશમીએ તેમણે સંયમ ગ્રહણ કર્યું. તે સમયે તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તે પછી દુસ્તપ તપસ્યા કરતાં વૈશાખ માસની શુક્લ દશમીએ ઘાતકર્મનો અભાવ થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કાંઈક ન્યૂન ત્રીશ વર્ષ સુધી કેવલજ્ઞાનના પર્યાયે રહ્યા. પ્રાંતે શ્રી વિરપ્રભુએ પોતાનું આયુષ્ય અલ્પ જાણી અપાપા નગરીમાં આવી હસ્તીપાલ રાજાની સભામાં છેલ્લું ચાતુર્માસ કર્યું. તે અવસરે અનેક ભવ્યજીવોના સંશયને નિવારી ભાવભાવનું સ્વરૂપ કહી સોળ પ્રહર સુધી લોકની અનુકંપાએ તેમણે છેલ્લી દેશના આપી. પોતાના નિર્વાણ સમયે પ્રભુએ તેમના મુખ્ય ગણઘર ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોઘ આપવા અને પોતાના ઉપરના પ્રેમબંધનો વિચ્છેદ કરવા મોકલ્યા. કાર્તિક Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ માસની અમાવાસ્યાને દિવસે` છઠ્ઠ તપ કરી પ્રભુ પર્યંકાસને બેઠા. રાત્રિના છેલ્લા પહોરે સ્વાતિનક્ષત્રનો યોગ થતાં ઇંદ્રે પ્રભુને કહ્યું–“ભગવન્! તમે એક ક્ષણવાર આયુષ્ય વધારો અને તમારા જન્મનક્ષત્ર પર સંક્રમણ થતા ભસ્મરાશિગ્રહને જુઓ, કે જેની બે હજાર વર્ષની સ્થિતિ છે તે અધુના જ બેસશે; તેથી આપના પછી તીર્થની ઉન્નતિ થશે નહીં, પણ જો તમારી દૃષ્ટિ તેની ઉપર પડશે તો તેના પ્રભાવથી તે ભસ્મરાશિગ્રહનો ઉદય નિષ્ફળ થશે.'' પ્રભુ બોલ્યા “હે ઇંદ્ર! આયુષ્યકર્મનાં પુદ્ગલો જે પૂર્વભવે બાંધેલાં હોય છે તેમાં ન્યૂનાધિકપણું કરવાને જિનેશ્વર પણ સમર્થ નથી. વળી અભાવી કાંઈ પણ થતું નથી અને ભાવી ભાવનો નાશ થતો નથી.’’ અંતસમયે પ્રભુએ પંચાવન અઘ્યયન શુભ ફળવિપાકનાં કહ્યાં અને પંચાવન અધ્યયન અશુભ ફળવિપાકનાં કહ્યાં. તેમ જ ગણઘર, સાધુ કે શ્રાવકે પૂછ્યા વગર માત્ર લોકની અનુકંપા માટે છત્રીશ અધ્યયન કહ્યાં. પછી શ્રી વીરપ્રભુ યોગનિરોધ કરી, શૈલેશીકરણ આચરી સિદ્ધિસૌધને પ્રાપ્ત થયા. તે સમયે અતિસૂક્ષ્મ ઉદ્ઘરી ન શકાય તેવા કુંથુવા ઘણા ઉત્પન્ન થવાથી હવે સંયમ પાળવું મુશ્કેલ પડશે એમ ઘારી ઘણા સાધુઓએ અનશન ગ્રહણ કર્યું. પ્રભુના નિર્વાણકાળે સર્વ સંઘ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો—“હે જગબંધુ! હે કૃપાસિંધુ! તમે દયાળુ તરીકે વિખ્યાત છો, તે છતાં અમને મહાદુ:ખ આપીને તમે મહાનંદને કેમ પ્રાપ્ત થયા? હે નાથ ! તમે શરીર છોડતાં મહા અધમ એવા નારકીઓ પણ કિંચિત્ હર્ષને પામ્યા છે તો અમને ખેદ કેમ કરાવો છો? વળી હે ત્રણ વિશ્વના આધાર! હે કૃપાનિધિ! અમારી એક વિજ્ઞપ્તિ સાંભળો. તમને અહીંથી જતાં શ્રી સંઘનો તમારા પરનો અત્યંત રાગ અને વિવિધ પ્રકારનો અનુભાવ તમને વિઘ્રકારી કેમ ન થયો? હે સ્વામી! હવે અમે ‘વીર! વીર!’ એમ કહીને કોની પાસે પૃચ્છા કરીશું અને અમારા સંશયો ટાળીશું કે જેથી તમે અમને મુગ્ધોને આશ્વાસન આપીને મોક્ષે ચાલ્યા ગયા? હે નાથ! અધુના આ પૃથ્વી પર તમારા જેવો સંઘની નિઃસ્પૃહપણે સારવાર કરનારો કોઈ નથી. હવે ભાવનેત્રને આપનાર અને જીવોના નાયક એવા તમારા અમોઘ નામને કોણ ઘારણ કરશે? હે પૂજ્ય! તમે અમારા ત્રાતા છો તો લોકોના ચિત્તની ગતિને જાણતાં છતાં અમારી ઉપેક્ષા કેમ કરો છો? હવે મૂર્તિમાન જ્ઞાન વડે સંસારનું સ્વરૂપ અમે કેવી રીતે જાણીશું?’’ આ પ્રમાણે લોકો વિલાપ કરતા હતા તે અવસરે કાશી અને કોશલ દેશના ચેટક રાજાની આજ્ઞામાં વર્તનારા અને નવ મલ્લકીજાતિના તથા નવ લચ્છકીજાતિના કુલ અઢાર રાજાઓ કોઈ કાર્યપ્રસંગે ત્યાં એકઠા થયા હતા. તેઓ અમાવાસ્યાને દિવસે પૌષધ સહિત ઉપવાસ કરી જિનવાણી સાંભળતા હતા. રાત્રિને સમયે શ્રી વીરજિનનું નિર્વાણકલ્યાણક થતાં તે રાજાઓએ પાછલી રાત્રિએ શ્રી વીરપ્રભુરૂપ ભાવઉદ્યોત અસ્ત થઈ જવાથી વ્યાપી ગયેલા બન્ને પ્રકારના અંધકારને સહન ન કરી શકવાથી દ્રવ્યઉદ્યોત કરનારા દીવા કર્યા. તેમજ જતા આવતા દેવદેવીઓથી તે રાત્રિ જ્યોતિર્મય થઈ ગઈ. તે સમયે દેવતાના ગણ અંધકારને હરનારાં પ્રકાશિત રત્ન હાથમાં લઈ ત્યાં આવવા લાગ્યા અને પ્રભુ પ્રત્યે કહેવા લાગ્યા કે ‘હે પ્રભુ! અમે આપની આરતી ઉતારીએ છીએ.’ એથી સર્વ સ્થલે મે આરાન્ડ્સ (અમારી આરતી) એવો શબ્દ લોકોમાં પ્રસરી ગયો. એટલે લોકો પણ હાથમાં દીપાવળી લઈ ‘આ અમારી આરતી' એમ કહેતા ત્યાં આવ્યા. આ પ્રમાણે પરસ્પર સર્વ ૧ ગુજરાતી મિતિ પ્રમાણે આસો વદી અમાવાસ્યા. Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧૦] દીપોત્સવી પર્વનું વર્ણન ૨૧૩ સ્થળે દીવા થવા લાગ્યા. સૌએ દ્રવ્યઉદ્યોત કરનાર દીપશ્રેણી કરવાથી દીપોત્સવી નામનું પર્વ ત્યારથી લોકમાં પ્રવર્ત્યે. ભસ્મરાશિગ્રહ ભગવંતના જન્મનક્ષત્રે સંક્રમ્યો ત્યારથી મિથ્યાત્વી દેવતાઓ વગેરે વીરભગવંતના શાસન પ્રત્યે દુષ્ટતા કરવા લાગ્યા. તેમના કરેલા દુષ્ટ ફળને હણવા માટે મેરાયાં થવા લાગ્યાં એટલે ‘શ્રી વીરપ્રભુના સંઘની આર્તિ–પીડા દૂર થાઓ.' એવી ધારણાને લઈને રૂઢિથી એ પર્વમાં મેરાયાં॰ કરવાનું પણ પ્રવર્ત્યે. હવે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપીને પ્રભાતે ગૌતમગણઘર શ્રી વીરપ્રભુને વાંદવા તેમની પાસે આવવા ચાલ્યા. ત્યાં માર્ગમાં નિરુત્સાહી અને નિરાનંદી એવા ઘણા દેવ, મનુષ્યો તથા ના૨ીઓને જોઈ ગૌતમસ્વામીએ પૂછ્યું કે ‘અત્યારે તમે સૌ આમ આનંદ રહિત કેમ થઈ ગયા છો?' ત્યારે દેવતાઓએ કહ્યું–‘શ્રી વીરપ્રભુ મુક્તિ પામ્યા, તેથી અમે દિલગીર થયેલા છીએ.’ તે સાંભળી જેમનાં નેત્ર સ્તંભિત થઈ ગયાં છે એવા ગૌતમગણધર મનમાં ચિંતવવા લાગ્યા—‘અહો! જગચ્ચક્ષુ શ્રી વીરપ્રભુ ચાલ્યા ગયા! હવે મારા જેવા ભિક્ષુઓને ઇક્ષુરસ જેવી મીઠી વાણીથી કોણ પ્રતિબોધ આપશે? હે નાથ! આવા સમયે તમારા વડે જ જીવનારા આશ્રિતને દૂર કરવો તે યોગ્ય નહોતું. ઠે સ્વામી! તમે મને અંતરાળે મૂકીને મોક્ષે ચાલ્યા ગયા! મને પાસે રાખ્યો હોત તો શું હું તમારા વસ્ત્રનો છેડો પકડીને બાળચેષ્ટા કરત? હે પ્રભુ! તમે મોહાદિ મહાયોદ્ધાઓથી ભય પામ્યા નહીં અને આ અલ્પ શિશુથી કેમ ભય પામ્યા? અથવા શું મારા આવવાથી મારી અવગાહના વડે મોક્ષસ્થાન સાંકડું થઈ જાત? તે સ્થાનકે તો અનંતગુણપર્યાયવાળા સ્વસ્વધર્મયુક્ત અનંત જીવો પરસ્પર બાધાસંઘટ્ટ વગર રહેલા છે અને આગામી કાળે રહેવાના છે. આવી સિદ્ધની સ્થિતિનું વર્ણન તો તમે જ કરેલું છે. હે પ્રભુ! તમે સહસા વિયોગ કેમ કર્યો? હે વીતરાગ! તમારા દર્શન વિના હું બઘી યોનિઓમાં અનંતીવાર ભમ્યો છું; એમ ભમતાં ભમતાં મહા ભાગ્યયોગે તમારું દર્શન પ્રાપ્ત થયેલું છે, તો હવે મારે વિયોગ થવો ન જોઈએ. હે વીતરાગ! જે સમયે તમને વંદના કરવાનો મહોત્સવ મને પ્રાપ્ત થયો તે દિવસ સફળ હતો અને તે ક્ષણ સર્વ કામનાને પૂરનારી હતી. હે સ્વામી! આ બાળકને મિષ્ટ વચનથી લોભાવી તમારે ચાલ્યું જવું તે યોગ્ય નહોતું. હવે ‘હે ગોયમ!’ એવા મધુર વચન વડે તમારા આગમનું રહસ્ય કોણ બતાવશે? હે જિનનાથ! મને દર્શન આપો! હવે વિલંબ કરો છો તે તમને શોભતું નથી. હે ભગવન્! પોતાનો આગ્રહ છોડી દો, નહીં તો પછી તા૨ક એવી તમારી વિખ્યાતિ શી રીતે ઘટશે? હે પ્રભુ! હવે હું કોના ચરણકમળને વાંદીશ? મેં તો મારું જીવિત તમારામાં જ સ્થાપન કરેલું છે. વળી હે સ્વામી! તમે મને યુક્તિથી અને વિવિધ પ્રકારના નિશ્ચયથી તમારો જ કરેલો છે; માટે હે દેવ! મારી રક્ષા કરો.'' આ પ્રમાણે પ્રશસ્ત રાગથી જેમનું ચિત્ત રંજિત થયેલું છે અને જે ક્ષયોપશમભાવે રત્નત્રયીને ધારણ કરે છે એવા ગૌતમગણઘર કાંઈક ઉપાલંભ આપ્યા પછી વીતરાગ એ શબ્દના અર્થને ચિંતવતા ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. પૂર્વે કેવલજ્ઞાન માટે અનેક ઉપાય કર્યાં હતા, પણ આવો ભાવ આવ્યો નહોતો. અનંતાનંત કાળ ભમતાં જ્યાં અને જ્યારે કેવળજ્ઞાન થવાનું હોય તે જ ક્ષેત્રે અને તે જ કાળે તેવો ભાવ ઉત્પન્ન થાય છે, તેથી આ વખતે તેમને કેવળજ્ઞાન થયું. ૧ મે આરાઇયંનો અપભ્રંશ મેરાયા સમજવો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ શકેંદ્ર પ્રથમ શ્રી વીરપ્રભુનો મોક્ષમહિમા કર્યો અને પછી પ્રાતઃકાળે શ્રી ગૌતમગણઘરનો કેવળજ્ઞાનઉત્સવ કર્યો. તે સમયે એક હજાર ને આઠ પત્રવાળા સુવર્ણના કમળ ઉપર પદ્માસને બેસી સ્ફરણાયમાન લબ્ધિથી વિભૂષિત એવા શ્રી ગૌતમસ્વામીએ ઘર્મદેશના આપી. શ્રી ગૌતમસ્વામીએ કહેલા સૂરિમંત્રના આરાઘક સૂરિઓ અદ્યાપિ પણ એ દિવસે શ્રી ગૌતમસ્વામીની ભક્તિ કરે છે. શ્રી વીરપ્રભુથી રહિત એવી પૃથ્વીને જોઈ મોહરૂપી મહા ચોર સર્વ સ્થળે ઘર્મરૂપી દ્રવ્યને લૂંટવા લાગ્યો; તે જોઈને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયેલા શ્રી ગૌતમગણઘરે તે ચોર પ્રત્યે કહ્યું કે “અરે મોહ! તું એમ જાણે છે કે શ્રી વિરપ્રભુ મોક્ષે ગયા એટલે હું ઘર્મને લૂંટી લઈશ? પણ તેમના સ્થાપેલા ઘર્મરાજ્ય ઉપર હું બેઠો છું તે તું જાણતો નથી? અરે પાપી! તું હમણા મૃત્યુને વાંછતો જણાય છે, હવે ક્યાં જાય છે? કેટલેક દૂર જઈશ? હમણા જ લોકો તને શોધવાનું મિષ કરી હાથમાં દીપક લઈ પોતાના ઘરમાંથી સુપડા વડે તારા જેવા ચોરને ત્રાસ આપી કાઢી મૂકે છે.” ભાવાર્થ એવો છે કે દિવાળીપર્વમાં લોકો મોહ તથા અવિરતિરૂપ અળસને જ કાઢે છે અને ગૌતમસ્વામીને થયેલા જ્ઞાનરૂપી મહાલક્ષ્મીને પોતાના મંદિરમાં સ્થાપે છે. આ દિવાળીપર્વના દિવસોમાં એક ઉપવાસ કરવાથી સહસ્ત્રગણું પુણ્ય થાય છે અને જો અઠ્ઠમ તપ કરે તો કોટિગણું પુણ્ય થાય છે; કારણ કે દિવાળી પર્વના દિવસોમાં સર્વ લોકો પંચેંદ્રિય સુખના વિશેષ અભિલાષી થાય છે. મોટા કર્મબંઘનાં કારણો રચે છે અને ભોગોત્સુક થાય છે; તેવા દિવસોમાં ઇંદ્રિયોના ભોગનો ત્યાગ કરી પરમાર્થ જાણનારને અને સેવનારને મહાલાભ થાય એ ઉઘાડી વાત છે. આ પર્વમાં ચતુર્દશી ને અમાવાસ્યા એ બે દિવસનો સોળ પ્રહરનો પૌષઘ કરવો અથવા બે ઉપવાસ કરી ચંદન, અક્ષત વગેરેથી અને કોટિપુષ્પથી શ્રીવીરપ્રમુખ જિનેશ્વરોની તથા પિસ્તાળીસ આગમની પૂજા કરવી અને “શ્રીવીરસ્વામીસર્વજ્ઞાય નમઃ” એ મંત્રનો જાપ કરવો. અમાવાસ્યાની રાત્રે છેલ્લે અર્થે પહોરે “શ્રીવીરપારંગતાય નમ:' એ મંત્રનો જાપ કરવો અને પડવાની સવારે “શ્રીગૌતમસ્વામીવજ્ઞાનાય નમ:' એ મંત્રનો જાપ કરવો. એક હજાર પાંખડીવાળા સુવર્ણના કમળ ઉપર પધાસને બેઠેલા, ભગવંતે દીક્ષા દીઘેલા પચાસ હજાર સાધુસાધ્વી તથા પોતે દીક્ષા દીધેલાં સંખ્યાબંધ મુનિઓની પર્ષદાએ યુક્ત એવા ગૌતમસ્વામીનું ચિત્તમાં સ્મરણ કરવું તથા પ્રભુની આગળ અને ગૌતમસ્વામી આગળ પચાસ હજાર અખંડ અક્ષત વડે સ્વસ્તિક કરી, અખંડ દીવો પ્રગટાવી ગૌતમસ્વામીનું ધ્યાન કરવું, તેથી મહાફળ થાય છે.” આ પ્રમાણે શ્રી આર્યસુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજાની આગળ ઉપદેશ આપ્યો, તે સાંભળી સંપ્રતિ રાજા પણ દિવાળીપર્વના આરાઘનમાં તત્પર થયો. “જે પર્વમાં શ્રી વર્ધ્વમાનસ્વામી મોક્ષને પ્રાપ્ત થયા અને શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયા, તથા જે દિવસે રાજાઓએ દીપમાળા રચી તેવા દિવાળીપર્વ સમાન બીજું કોઈ પર્વ આ પૃથ્વી ઉપર નથી.” || ચતુર્દશ જીભ સમાપ્ત .. ઇતિ તૃતીય ખંડ) Page #224 -------------------------------------------------------------------------- ________________ VVVO જ ન ટે ઇ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 ૨૧૫ (પરિશિષ્ટ) કથા તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા 'કથાનું નામ પૃષ્ઠ | કથાનું નામ પૃષ્ઠ અનર્થદંડ પર કથા ૫ | દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત અતિમુક્ત મુનિની કથા ૬૧ | નાગશ્રીની કથા અંબિકા શ્રાવિકાની કથા ૬૮ દાનના અનુમોદકની કથા આમરાજાની કથા ૮૯ તેતલિપુત્રની કથા ૧૦૧ એકલવ્યનું દ્રષ્ટાંત ૧૩૩ દશાર્ણભદ્રની કથા ૧૧૪ કૃત પુણ્યની કથા દેવદત્તની કથા ૧૩૪ ઘનાવશ્રેષ્ઠીની કથા દેવદીપક સંબંધી કથા ૧૫૩ કુમારપાળ નૃપ કથા | નવકારના જાપ પર કથા કુમારપાળની કથા ૧૧૦ મહણસિંહની કથા કુમારપાળનો પ્રબંધ ૧૧૯ પૃથ્વીપાસ રાજાની કથા (શત્રુંજય યાત્રાપર) પહેલા તથા બીજા પર્યાય પર કથા કુમારપાળ રાજાના પૂર્વાભવ ૧ ૨૮ મહાશતક શ્રેષ્ઠીની કથા કુંતલાની કથા ૧૩૧ | મુનિદાનમાં બિંદુપાત પર કલ્કીનું વર્ણન ૨૦૬ ઘર્મદોષનું દ્રષ્ટાંત ચિત્ર ગુસકુમારની કથા | મૂળદેવની કથા ચાર ચોરની કથા | પરદેશી રાજાની કથા ચંદ્રાવતંસ રાજની કથા બુઢણઆહિરનું દૃષ્ટાંત જટીલના મૂર્ખ શિષ્યની કથા લોહજંઘની કથા છેલ્લા ઉદયન રાજર્ષિની કથા લક્ષ્મણા સાધ્વીની કથા ચંપક શ્રેષ્ઠીની કથા રચૂડની કથા જિનદાસ શેઠની કથા ૧૪૫ યશોધર રાજાની કથા જિનપૂજાવિધિ પર ચિત્રકારનું દ્રષ્ટાંત ૧૪૭ ઋષભદત્ત શ્રેષ્ઠીની કથા શાલિનાકણ સંબંધી પ્રબંધ ૧૯૧ શૂરસેન અને મહિસેનનું દ્રષ્ટાંત સાંતમંત્રીની કથા સામાયિક પર એક ડોશીનું દ્રષ્ટાંત ૮૯ શત્રુંજય પરના ઉદ્ધારોનું વર્ણન સામાયિકના મહિમા પર કેશરી ચોરની કથા ૨૧ સંપ્રતિરાજાની કથા ૧૩૦ ! સુમિત્રની કથા શષ્ય ભવસૂરિની કથા સંખ શ્રાવકની કથા ૧૪૨ સાગર શ્રેષ્ઠીની કથા હીરવિજયસુરિનો પ્રબંઘ ૧૫૫ સાવદ્યા ચાર્યના કથા સૂર્યયથાનું વૃત્તાંત દ્રમકમુનિનો પ્રબંધ સાગરચંદ્રની કથા સંગમની કથા ત્રણ પ્રકારની યાત્રા નંદ મણિકારની કથા સંભવનાથપ્રભુનું દૃષ્ટાંત શુભંકર શ્રેષ્ઠીની કથા છ ૩ ઇ છ o می می છ U દે # می = # به o ન જ ૧૧૫ ૦ له - છે જ ૧ هه می هم می © 2 * Page #225 -------------------------------------------------------------------------- ________________ આપનાં સંતાનોને જૈન ધર્મની યથાર્થ પરિચય-ઝલક આપતું અને આપને જૈન‘હોવાના ગૌરવથી તર-બ-તર કરી મૂકતું જૈન ધર્મનું સર્વોત્કૃષ્ટ, આદરણીય નજરાણું MEE જેને તમામ ફિરકાના જૈન આચાર્ય ભગવંતો શ્રી ત્રિષષ્ટિ શલાકા) અને વિદ્વાનોએ પુરુષ ચરિત્ર પ્રશિષ્ટ કૃતિ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત ૨૪ તીર્થંકર દેવો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો, ૯ પ્રતિવાસુદેવો ઇત્યાદિ ૬૩ શલાકા પુરુષોના જીવન-ચરિત્રની શબ્દે શબ્દે આધ્યાત્મિક સૌરભ છલકાવતા મહાકાવ્યનું ગદ્ય રૂપાંતર ઃ આકર્ષક મુદ્રણ બહુરંગી તસવીરો વિનમ્ર આદર આપ્યો..... શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પંદરસોથી વધુ પૃષ્ઠો ચાર ભાગ યુગે યુગે અણમોલ ઓજસ બિછાવતા આ ગ્રંથનો ગુજરાતીમાં આસ્વાદ્ય ગદ્યાનુવાદ કર્યો છે પ્રકાંડ પંડિત, ધર્મજ્ઞ શ્રી કુંવરજી આણંદજીએ... પ્લાસ્ટિકના અશુદ્ધિની આશાતના રહિત મજબૂત કવર સાથે આવાં કિંમતી પ્રકાશનો અઢળક પુરુષાર્થથી તૈયાર થાય છે. અત્યંત ખર્ચાળ પણ હોય છે. વારંવાર તેમનું પ્રકાશન શક્ય બનતું નથી. તદ્દન વાજબી કિંમતે આપના પરિવારને તેનાથી વંચિત ન રહેવું પડે......! આ ઉપરાંત જ્ઞાનના ભંડાર સરીખાં, જૈન ધર્મનાં પ્રાણવાન તમામ પ્રકાશનો ખરીદવાનું વિશ્વસનીય પુસ્તક તીર્થ : શ્રી જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ-૧ ફોન ઃ ૫૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ 'જિન વચનામૃતની પરબ જિનેશ્વર ભગવંતની વાણીનું અમૃત સંસારના ઝેરને ઉતારનારું છે આ ગ્રંથમાં 360 દિવસ પાન કરી શકાય તેવું અમૃત ભર્યું છે આ પરબ છે જિનવચનામૃતની ' દરરોજ એક પ્રવચન શાંતચિત્તે વિચાર પૂર્વક વાંચવામાં આવે તો આત્મા સમ્યકની નજીક પહોંચી જાય તો મોક્ષ પણ નજીક આવે તેથી પ્રત્યેક મુમુક્ષે આ વાણીનું નિત્યપાન કરવું જોઈએ शिदिदिखामलिंग काश्मयागरणएवं जम्म्मत्यापक उरमसिस्कियवार मामामालिन सनिमोदिदिवामरिकमाइसगामिमियाणचारिमाइंपोगण दिवामामढीमया तिवारमयागारागिदिन्यमबासम्मम रणगिदिन्यमहाडमा याऽवाश्मयागरणयवांवदियारोवारमादियार्णबारमायारंदियामसिरिदियागांवारमामम्मियनिरियम રજવિરાજ निधिमयसिन्धान मन्दाजमासयााएकबामएकदिवामरिमितिारामाचम्ममयंगदिवमेगांउरिमिद्यनियिमय मिया विश्कराणामिनि मिरामयादियान्दवामिनपादामदासह विविदयमंमियाणिचाचा सुयादवयागणमिामान यादवयापयमिमा पमायणमिस्कियखातीर्णपचाणादविमंतिकरितंयाममामिलानंनवज। संवतयश्वर्षकार्तिक वृदि / तरयमवर्चकानिकद પશ્ચિમમામક્રિાઝિશ્ચિનાવિનંëas futત્રીetal - iદિર * અમદાવાદ- જૈન પ્રકાશન માટ Use of Jain Education Inemalon