SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ જેણે આ ધૂર્તનગરના લોકો પાસેથી પણ દ્રવ્ય લીધું.” આ પ્રમાણે વિસ્મય પામેલા રાજાએ રત્નચૂડને બોલાવીને કહ્યું- હે ભદ્ર! હું તારી ઉપર સંતુષ્ટ થયો છું, તેથી તારી જે ઇચ્છા હોય તે કહે.” રત્નચૂડે રાજા પાસે રણઘંટા ગણિકા માગી. રાજાએ આજ્ઞા આપવાથી તે તેની સ્ત્રી થઈને રહી. આ પ્રમાણે લાભ મેળવી રત્નચૂડ કરિયાણાથી વહાણ ભરીને પોતાની નગરીએ આવ્યો અને માતાપિતાના ચરણમાં પ્રણામ કરી સર્વ વૃત્તાંત પિતાને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠીના મનમાં અધિક હર્ષ થયો. રત્નચૂડની ખ્યાતિ સાંભળી સૌભાગ્યમંજરી વેશ્યા તેને જોવા આવી. રત્નચૂડે તે વેશ્યાને કહ્યું– ભદ્ર! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને આ લક્ષ્મી સંપાદન કરેલી છે.' પછી રાજાની આજ્ઞા મેળવીને સૌભાગ્યમંજરી પણ રત્નચૂડની પત્ની થઈ. ત્યારપછી રત્નચૂડ બીજી પણ ઘણી સ્ત્રીઓ પરણી સ્વોપાર્જિત દ્રવ્ય વડે દાન અને ઉપભોગ કરવા લાગ્યો. ચિરકાળ સાંસારિક ભોગ ભોગવી, પોતાના પુત્રોને ગૃહભાર સોંપી, સદ્ગુરુની પાસે અહિંસામૂળ જિનધર્મ સાંભળી, વૈરાગ્ય પામીને રત્નચૂડે દીક્ષા ગ્રહણ કરી અને રૂડી રીતે દીક્ષા પાળી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. અનુક્રમે તે મહાનંદપદને પામશે. આ કથાનો ઉપનય આ પ્રમાણે છે-“વણિકપુત્ર રત્નચૂડ તે ભવ્યજીવ સમજવો. તેના પિતા તે ઘર્મદાયક ગુરુ જાણવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાઘર્મિકનાં વચનો સમજવાં; તેથી થયેલા ઉત્સાહથી તે પુણ્યલક્ષ્મીનો સંચય કરવા ઉદ્યમવંત થયો. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુદત્ત ચારિત્ર સમજવું. અનીતિપુરે જવાનો નિષેધ કર્યો તે અનીતિમાર્ગે જવાનો નિષેધ સમજવો. વહાણ તે સંયમ જાણવું, તેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે. ભવિતવ્યતાના યોગથી અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ જાણવી. અન્યાયપ્રિય રાજા તે મોહ સમજવો. કરિયાણાને ખરીદ કરનારા ચાર વણિક તે ચાર કષાય સમજવા. પ્રાણીને સુમતિ આપનારી પૂર્વે કરેલાં કર્મની પરિણતિ તે અક્કા સમજવી. તેના પ્રભાવથી પ્રાણી સર્વ અશુભને ઉલ્લંઘન કરી, રત્નચૂડ જન્મભૂમિએ આવ્યો તેમ ઘર્મમાર્ગમાં પાછો આવે છે એમ સમજવું.” આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોએ યથાયોગ્ય ઉપનય ઉતારવો. આ પ્રબંઘનો ઉપનય વિચારી અજ્ઞાન વડે થયેલા વિકારભાવને છોડી જીવ પુનઃ ઘર્મમાર્ગે આવે છે, અને તે માર્ગે ગમન કરવા વડે મનુષ્યજન્મને સફળ કરે છે.” વ્યાખ્યાન ૧૭૯ વ્રતોના અલ્પ પાલનથી પણ સુખ શ્રાવકના આ બાર વ્રતો અલ્પકાળ ઘારણ કર્યા હોય તો પણ તે સુખ આપે છે. કહ્યું છે કે अल्पकालं धृतान्येतद्, व्रतानि सौख्यदानि हि । अतः प्रदेशिवद् ग्राह्या-ण्येतानि तत्त्ववेतृभिः॥१॥ ભાવાર્થ-“આ વ્રત અલ્પકાળ સુધી ગ્રહણ કર્યા હોય તો પણ સુખને આપનારાં થાય છે, તેથી પરદેશી રાજાની પેઠે તત્ત્વવેત્તાઓએ આ વ્રત (અવશ્ય) ઘારણ કરવાં.” ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy