SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ વૃત્તાંત સાંભળી પાછો આવ્યો અને તે વૃત્તાંત રાજા કુમારપાલને જણાવ્યું. તે સાંભળી રાજાએ વિશેષ પ્રસન્ન થઈ સર્વ સંઘની સમક્ષ હેમાચાર્ય ગુરુને હર્ષથી કલિકાલસર્વજ્ઞ એવું બિરુદ આપ્યું. આ વૃત્તાંત પૂજા માટે વિધિપૂર્વક પુષ્પસામગ્રી મેળવવામાં શિક્ષારૂપ છે. પૂર્વભવમાં અનુચર હતો તે રાજાપણાને પ્રાપ્ત થયો અને પૂર્વે સ્વામી હતો તે પ્રઘાનપણાને પામ્યો; તેથી થોડા કે ઘણા પુષ્પોની કાંઈ ગણતરી નથી, પરંતુ અધિક ભાવયુક્ત પૂજા કરવાથી મહાફળ થાય છે.” વ્યાખ્યાન ૧૮૯ જિનચૈત્ય કરવાની વિધિ આ મેં કર્યું છે, આ મેં બંધાવ્યું છે, આ માટે મેં જ બઘો પૈસો ખર્ચો છે' ઇત્યાદિ અભિમાન કર્યા વિના નિરભિમાનપણે જિનચૈત્ય કરાવવું જોઈએ. તે વિષે કહે છે– भव्येऽहनि शुभे क्षेत्रे, प्रासादो विधिपूर्वकम् ।। मानादिदोषमुक्तेन, कार्यते पुण्यशालिना ॥१॥ ભાવાર્થ-“શુભ દિવસે સારા ક્ષેત્રમાં અભિમાન વગેરે દોષો રહિત એવા પુણ્યશાળી પુરુષે વિધિપૂર્વક જિનચૈત્ય કરાવવું.” તેનો વિધિ આ પ્રમાણે- શ્રી જિનચૈત્ય કારાપણ વિધિ-જિનચૈત્ય કરાવનારે ચૈત્ય બંઘાવવાને માટે ઇંટો તથા ચૂનો પોતાની જાતે પકવવો નહીં, તેમ કોઈની પાસે પકાવવો પણ નહીં. તૈયાર માલ ખરીદ કરવો, લાકડાં પણ સૂકાં લેવાં, વૃક્ષોનું છેદન કરાવવું નહીં. એ વિષે પ્રાચીન ગ્રંથને આઘારે પોતાની મેળે જ વિચારી લેવું. મૂળ શ્લોકમાં માન વગેરે શબ્દ છે, તેથી કીર્તિ, દંભ વગેરે દોષો ગ્રહણ કરવા અને તે દોષોથી રહિતપણે પુણ્યવાન જીવે જિનચૈત્ય કરાવવું. તે વિષે સંપ્રતિ રાજા વગેરેના ઘણા દ્રષ્ટાંતો છે; તેમાંથી સંપ્રતિ રાજાની કથા આ પ્રમાણે : સંપ્રતિ રાજાની કથા સંપ્રતિ રાજા ત્રણ ખંડ પૃથ્વીનો વિજય કરીને સોળ હજાર રાજાઓના પરિવાર સહિત અવંતિ નગરીએ આવ્યો અને પોતાની માતાના ચરણમાં પડ્યો. તે વખતે માતાનું મુખ શ્યામ થઈ ગયું. તે જોઈ રાજાએ પૂછ્યું- હે માતા! હું ઘણા દેશ સાઘીને આવ્યો, તે છતાં તમે હર્ષ કેમ પામ્યા નહીં?” માતા બોલી–હે પુત્ર! તેં રાજ્યના લોભથી સંસાર જ વધાર્યો છે અને મસ્તક ઉપર પાપના વ્યાપારનો બોજો ઉપાડીને અહીં આવ્યો છે તેથી અત્યારે હર્ષનો અવસર નથી. મને તો તું જિનચૈત્ય વગેરે પુણ્યનાં કામ કરીને આવે તો જ હર્ષ થાય, તે સિવાય હર્ષ થાય નહીં. હે વત્સ! મેં આર્યસુહસ્તસૂરિની પાસેથી સાંભળ્યું છે કે શ્રી જિનપ્રાસાદ કરાવવાથી મોટું પુણ્ય થાય છે. કહ્યું છે કે काष्ठादीनां जिनावासे, यावंतः परमाणवः । तावंति वर्षलक्षाणि, तत्कर्ता स्वर्गभाग्भवेत् ॥ શ્રી જિનપ્રાસાદમાંના કાષ્ઠ વગેરેમાં જેટલા પરમાણુ હોય તેટલા લાખ વર્ષ સુધી તે પ્રાસાદનો કરાવનાર સ્વર્ગનાં સુખ પામે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy