SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૯] વ્રતોના અલા પાલનથી પણ સુખ ૧૦૯ પેસવાનું છિદ્ર જોવામાં આવતું નથી; તેવી રીતે તે ચોરના શરીરમાં કીડાઓના પ્રવેશ વિષે પણ જાણી લેવું. (૪) કોમળ બાળક અને કઠિન યુવાન તેઓ બન્ને અનુક્રમે બાણ છોડે તો તે નજીક અને દૂર જાય તો તેના કોમળ અને કઠિન દેહનો તફાવત સમજવો કે જે દેહ પૂર્વકર્મ વડે જ પ્રાપ્ત થયેલ છે. (૫). જેમ વાયુથી ભરેલી ઘમણ ભારે થતી નથી અને વાયુથી રહિત ઘમણ તોલમાં હલકી થતી નથી, તેમ તુલા ઉપર આરુઢ કરેલા ચોરના જીવ સહિત અને જીવ રહિત દેહ માટે સમજવું. (૬) હે રાજા! જેમ અરણીના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, પણ તેના ખંડ ખંડ કરીને જોતાં તે જોવામાં આવતો નથી, તેમ આ શરીરની અંદર પણ જીવ રહેલો છે, પણ તે શરીરના ખંડ ખંડ કરવાથી જોવામાં આવતો નથી. તેને સર્વજ્ઞ જ જોઈ શકે છે. (૭) જેમ વાયુથી પત્ર હલે છે, પણ વાયુ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી, તેમ જીવપ્રદેશના યોગે શરીર હાલે છે, પણ જીવ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. (૮). જેમ મોટા ઘરમાં મૂકેલો દીપક આખા ઘરમાં પ્રકાશ કરે છે અને નાની હાંડલીમાં મૂક્યો હોય તો તે તેટલામાં જ પ્રકાશ કરે છે; એવી રીતે જીવ પણ જેવું નાનું મોટું શરીર પામે છે તેવો નાનો મોટો થઈને રહે છે. (૯) વળી તું કહે છે કે કુળક્રમાગત આવેલો નાસ્તિક મત કેમ છોડું? પણ હે રાજા! જે પરંપરાએ આવેલી અધર્મબુદ્ધિને છોડે નહીં તે લોહને વહેનારા વેપારીની જેમ વિપત્તિઓનું સ્થાન થાય છે. તે કથા આ પ્રમાણે છે-કોઈ ચાર મિત્રો લાભ મેળવવા માટે દેશાંતરે જતા હતા. ત્યાં માર્ગમાં પ્રથમ લોઢાની ખાણ આવી, તેમાંથી તેઓએ લોઢું લીધું. ત્યાંથી આગળ ચાલ્યા એટલે રૂપાની ખાણ તેમના જોવામાં આવી, તેથી ત્રણ જણાએ તો લોઢું નાખી દઈને રૂપું લીધું પણ ચોથા માણસે કદાગ્રહથી લોઢું છોડ્યું નહીં. આગળ ચાલતાં સુવર્ણની ખાણ આવી, એટલે પેલા ત્રણ પુરુષોએ તો રૂપું છોડી સુવર્ણ લીધું, તથાપિ ચોથાએ તો લોઢું છોડ્યું નહીં. આગળ ચાલતાં રત્નોની ખાણ આવી, એટલે ત્રણ મિત્રોએ તો સુવર્ણ નાખી દઈ રત્નો લીધાં પણ ચોથાએ લોઢું છોડ્યું નહીં. પરિણામે ત્રણ મિત્રો સુખી થયા અને ચોથો દુરાગ્રહી મિત્ર જન્મ સુઘી દરિદ્રી રહેવાથી દુઃખી થયો. આ પ્રમાણે લોઢાના ભારને વહન કરનાર દુરાગ્રહીની જેમ પરંપરાએ ચાલ્યા આવતા મિથ્યાત્વને નહીં છોડનાર પુરુષો દુઃખી થાય છે. (૧૦)” આ પ્રમાણે પોતાના પ્રશ્નોના ઉત્તર અશ્વ ઉપર બેઠાં બેઠાં સાંભળી પ્રદેશ રાજા ઘર્મ પામ્યો. પછી અશ્વથી ઊતરી ગુરુને વિનયપૂર્વક નમીને કહ્યું- હે મહારાજ! પ્રભાતે તમને નમીને હું મારો અવિનય ખમાવીશ.” બીજે દિવસે પ્રભાતકાળે કોણિક રાજાની જેમ પ્રદેશી રાજાએ મોટા ઉત્સવથી આવી ગુરુને વંદના કરી અને તેમની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. પછી ગુરુએ કહ્યું-“હે રાજા! પુષ્પફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈ હમણા ઘર્મ પ્રાપ્ત કરીને તમારે અદાતા થવું નહીં, એટલે કે સુકાઈ ગયેલા વનની જેમ અરમણીય થવું નહીં, કેમકે તેમ થવાથી અમને અંતરાય લાગે અને ઘર્મની નિંદા થાય.” પ્રદેશી રાજા બોલ્યો-“હે સ્વામી! હું મારા સાત હજાર ગામની ઉપજના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ વડે મારા રાજ્યના સૈન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy