SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વ્યાખ્યાન ૧૪૯]. ત્રીજું શિક્ષાવ્રત-પૌષથોપવાસ પૂર્વના દુષ્કર્મથી ઢોલ તેના કંઠમાં આવીને વળગ્યો. ત્યારે દેવીઓ બોલી–પ્રાણેશ! શરમાઓ નહીં, આપણા કુળને ઉચિત કામ કરો.' પછી વિદ્યુમ્ભાળી દેવે ઢોલ વગાડવા માંડ્યો અને દેવીઓ ગાયન કરવા લાગી. એ પ્રમાણે દેવતાઓની આગળ ચાલ્યા. તે સમયે તે વિદ્યુમ્ભાળીનો પૂર્વ ભવનો મિત્ર નાગિલ દેવતા પણ યાત્રાર્થે જતો હતો. તેણે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના મિત્ર વિદ્યુમ્ભાળીને જોઈને ઓળખ્યો; એટલે તેણે તેને બોલાવ્યો કે “ભદ્ર! તું મને ઓળખે છે?” તે બોલ્યો-“હે તેજસ્વી દેવ! હું તમને ઓળખતો નથી કે તમે કોણ છો?” પછી તેણે પોતાનું પૂર્વભવનું શ્રાવકનું રૂપ બતાવીને પોતાનું તથા તેના પૂર્વભવનું સ્વરૂપ અને જે ઘર્મથી પોતાને દેવપણું પ્રાપ્ત થયું તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી કુમારનંદી બોલ્યો-“હે મિત્ર! હવે હું શું કરું?” અય્યત દેવે કહ્યું– મિત્ર! ગૃહસ્થપણે ચિત્રશાળામાં કાયોત્સર્ગે રહેલા ભાવસાઘુ શ્રી વીર ભગવંતની પ્રતિમા તું કરાવ, તેથી તેને બોધિબીજ ઉત્પન્ન થશે.” તેનું કહેવું અંગીકાર કરી તેણે ગૃહમાં કાયોત્સર્ગ કરીને રહેલા શ્રી વીરપ્રભુને જોયા. પછી હિમવંતગિરિએ જઈ ગોશીર્ષ ચંદન લાવી, તે વડે જેવી જોઈ હતી તેવી વીરપ્રભુની કાષ્ઠમય મૂર્તિ અલંકાર સહિત તેણે કરાવી. પછી જાતિવંત ચંદનની એક પેટી કરાવી, કપિલ કેવળી પાસે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને તે પેટીમાં મૂકી. તે સમયે કોઈ મુસાફરનું વહાણ સમુદ્રમાં ઉત્પાત યોગ છ માસથી ભમ્યા કરતું હતું. કુમારનંદી દેવે તે જોઈ તેની પીડા દૂર કરીને પ્રતિમાની પેટી તેને આપી કહ્યું કે-“અહીંથી વીતભય પાટણ જઈ, આ પેટી બતાવીને એવી આઘોષણા કરજે કે “આમાં પરમાત્માની પ્રતિમા છે તેને ગ્રહણ કરો.” ” દેવ આ પ્રમાણે કહીને ગયા પછી તે પ્રતિમાના પ્રભાવથી પેલો શેઠ વીતભય પાટણે નિર્વિધ્ર પહોંચ્યો. ત્યાં જઈને તેણે દેવના કહ્યા પ્રમાણે ઉદ્ઘોષણા કરી; એટલે નગરનો રાજા, બ્રાહ્મણો, તાપસો વગેરે અનેક એકઠા થયા. તેઓએ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને તે પેટી ઉઘાડવા માંડી પણ ઊઘડી નહીં; તેમ કરતાં મધ્યાહ્નકાળ થયો, એટલે રાણીએ ભોજન માટે રાજાને બોલાવવા દાસીને મોકલી. રાજાએ બધો વૃત્તાંત કહેવરાવ્યો, એટલે રાણી પ્રભાવતી ત્યાં આવી. તેણે વિચાર્યું કે આમાં પરમાત્મા જે દેવાધિદેવ તેની પ્રતિમા છે, એમ કહેવામાં આવે છે તો દેવાધિદેવ તો અરિહંત છે, બીજા બ્રહ્માદિક દેવતા નથી; તેથી અરિહંતના સ્મરણથી પેટી ઊઘડવી જોઈએ. આમ વિચારી તે સંપુટની ચંદનાદિકથી પૂજા કરીને તે આ પ્રમાણે બોલી प्रातिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषणः । देयान्मे दर्शनं देवाधिदेवोऽर्हन् ! त्रिकालवित् ॥१॥ ભાવાર્થ-“અષ્ટ પ્રાતિહાર્ય વડે યુક્ત, રાગાદિ દૂષણને અત્યંતપણે દૂર કરનાર અને ત્રિકાલજ્ઞાની એવા હે દેવાધિદેવ શ્રી અરિહંત ભગવાન!મને દર્શન આપો.” એટલું કહેતાં જ તે સંપુટ ઊઘડી જઈ જિનપ્રતિમા સ્વતઃ પ્રકટ થઈ. પછી પ્રભાવતી રાણી પ્રતિમાને પોતાના ચૈત્યગૃહમાં સ્થાપીને તેની ત્રિકાળ પૂજા કરવા લાગી. એક વખતે દ્રવ્યપૂજા કર્યા પછી રાણી પ્રસન્નચિત્તે ભગવંતની આગળ નૃત્ય કરતી હતી અને રાજા વીણા વગાડતો હતો. તે વખતે રાજાએ મસ્તક વગરનું રાણીનું ઘડ નાચતું જોયું. તે અનિષ્ટ જોઈ રાજા ક્ષોભ પામતાં તેના હાથમાંથી વીણા પડી ગઈ. તે સમયે રાણી ક્રોઘ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy