SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ सर्वा दिशो दधति भानि सहस्ररश्मिं प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालं ॥ ‘‘હે સ્વામી! સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પણ તમારા જેવા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપતી નથી. દૃષ્ટાંત કે સર્વ દિશાઓ, નક્ષત્રોને તો ઘારણ કરે છે, પણ સ્ફુરાયમાન કિરણોવાળા સૂર્યને તો પૂર્વદિશા જ ઘારણ કરે છે.’’ અહીં કોઈ શંકા કરે કે બીજા જીવોની જેમ પ્રભુને પણ ગર્ભમાં દુઃખ થતું હશે; પણ તે શંકા અહીં લાવવી નહીં. કહ્યું છે કે ‘ગર્ભમાં આવેલા જિનેંદ્ર ત્યાં કાંઈ પણ દુઃખ પામતા નથી અને પ્રસવાદિકમાં પણ તેમને કે માતાને કિંચિત્ પણ દુઃખ થતું નથી.' બીજા જીવોને ગર્ભમાં અત્યંત દુઃખ થાય છે એમ શાસ્ત્રોમાં કહેલું છે તે આ પ્રમાણે—“હે ગૌતમ! સોયને અગ્નિમાં તપાવી રોમેરોમે પ્રવેશ કરાવવાથી જીવને જેવું દુઃખ થાય તેથી આઠગણું દુઃખ પ્રાણીને ગર્ભમાં થાય છે અને ગર્ભમાંથી નીકળતાં યોનિયંત્રમાં પીલાતી વખતે તેથી લાખગણું અથવા કોટિગણું દુઃખ થાય છે.'' ભાવાર્થ એવો છે કે કોઈ દેવતા સાડાત્રણ કરોડ સોયને અગ્નિમાં તપાવી પ્રાણીનાં સાડાત્રણ કરોડ રૂંવાડામાં એક સાથે સમકાળે વીંધે, તે વડે તેને જેવું દુઃખ થાય તેથી આઠગણું દુ:ખ જીવને ગર્ભમાં થાય છે. એવાં સર્વપ્રકારનાં દુઃખજાળથી મુક્ત તીર્થંકરનો ગર્ભ હોય છે એમ કહેલું છે; તેનું તત્ત્વ તો કેવલી જાણે. ૧૭૦ જિનેશ્વર પોતાનો ચ્યવનસમય જાણી શકતા નથી, કારણ કે તે કાળ અતિસૂક્ષ્મ છે. કહ્યું છે કે—જિનેશ્વર ભગવંત અતીત, અનાગત કાળના અસંખ્યાતા સમયની વાત જાણે, પણ ચ્યવનની વાત ન જાણે; કારણ કે ચ્યવનનો કાળ એક સમયનો હોવાથી અતિસૂક્ષ્મ છે. એટલે પ્રભુ ચ્યવીશ એમ જાણે, ચ્યવનક્ષણ ન જાણે, ચ્યવ્યા પછી ચવ્યો એમ જાણે. આ પ્રમાણે પ્રભુના ગર્ભોત્પત્તિકાળનો મહિમા વર્ણવ્યો. [સ્તંભ ૧૪ હવે જિનજન્મનો ઉત્સવ વર્ણવે છે—જગત્ સર્વ હર્ષવંત હોય અને નિમિત્ત-શકુનાદિક સારાં થતાં હોય તે સમયે અર્ધરાત્રે પૃથ્વી જેમ નિધાનને પ્રસવે તેમ જિનમાતા જિનને જન્મ આપે છે. તે સમયે સર્વ દિશાઓ હર્ષિત થઈ હોય તેમ પ્રસન્ન દેખાય છે અને જ્યાં નિરંતર અંધકાર રહે છે તેવા નરકમાં પણ ક્ષણમાત્ર પ્રકાશ થાય છે. તે વિષે ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે ‘અરિહંતના જન્મ વખતે, દીક્ષા લેતી વખતે, જ્ઞાનપ્રાપ્તિને સમયે અને મોક્ષે જાય ત્યારે—એ ચાર વખતે સર્વલોકમાં ઉદ્યોત થાય.’ જન્મસમયે તત્કાળ છપ્પન દિક્કુમારીઓ આસનકંપ થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ જાણી ત્યાં આવે છે. તે છપ્પન દિક્કુમારીઓનું કૃત્ય આ પ્રમાણે છે— ભોગંકરા વગેરે અઘોલોકવાસી આઠ દિક્કુમારીઓ પરસ્પર બોલાવીને કહે કે ‘અહીં રહેનારી ત્રણે કાળની દિક્કુમા૨ીઓનો એવો આચાર છે કે તેમણે જિનેશ્વર ભગવંતનો જન્મોત્સવ કરવો; માટે ચાલો, આપણે પણ ત્યાં જઈએ. આપણા જીવિતને ધન્ય છે કે સર્વથી પહેલાં શ્રી જિનપતિના દર્શન આપણને જ થશે.' આવો નિશ્ચય કરી પ્રત્યેક કુમારિકા પોતપોતાના સેવકદેવતા પાસે યોજનપ્રમાણ વિમાન કરાવી પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવતા, ચાર મહત્તરા, સોળ હજાર આત્મરક્ષક દેવો અને સાત પ્રકારના કટકનો પરિવાર લઈ, પોતપોતાના વિમાનમાં બેસી, અરિહંતના જન્મગૃહ સમીપે આવી, વિમાનમાંથી ઊતરે છે. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy