SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૪ જાતિના બનેલા આઠ આઠ હજાર કુંભ હોવાથી તેને આઠગુણા કરતાં ચોસઠ હજાર કુંભ થાય. એટલા કુંભ વડે એક એક અભિષેક થાય છે. એવી રીતે ચોસઠ ઇંદ્ર, તેમના ત્રાયશ્રિંશ દેવતા, લોકપાલ, ઇંદ્રાણીઓ અને ત્રણે પર્ષદાના દેવો વગેરેના મળીને બસો ને પચાસ અભિષેક થાય છે. તેથી ચોસઠ હજાર કુંભને બસો પચાસ અભિષેક હોવાથી તેટલા ગુણા કરતાં એક કોટી અને સાઠ લાખ કળશ વડે અભિષેક થાય છે. કલશના પ્રમાણ વિષે પૂજ્ય પુરુષો કહે છે કે “દરેક કળશ પચીશ યોજન ઊંચો, બાર યોજન પહોળો અને એક યોજનના નાળવાવાળો હોય છે. તેવા એક કોટી અને સાઠ લાખ કળશ વડે અભિષેક થાય છે.’’ સૌધર્મ ઇંદ્ર પ્રભુના જન્મ સંબંધી અભિષેક થઈ રહ્યા પછી આ પ્રમાણે સ્તુતિ કરે—‘‘હે કૃપાળુ પરમેશ્વર ! મારા જેવા અનંત ઇંદ્રો તમને પૂજે તો પણ તમારી વીતરાગપણારૂપ પૂજ્યતાને તેમ જ બાલ્યાવસ્થામાં રહેલી ઘીરતાને કહી શકવાને પણ કોઈ સમર્થ નથી. અમે આ સંસારના વિકારથી ભરેલા છીએ, તેથી જેમનો મહિમા અકળિત છે એવા તમારા એક અંગુષ્ઠમાત્ર અવયવની પૂજા કરવાને પણ શી રીતે સમર્થ થઈ શકીએ? તથાપિ નિઃસ્પૃહ એવા તમારી અમારા આત્માના હિત માટે કરેલી ભક્તિ અમને બોધિબીજના લાભ માટે થાય છે. હે ભગવન્! અમારી ઇચ્છાને અનુસરી તમે અહીં આવ્યા, તે આશ્ચર્યના વિચારમાં મગ્ન થઈ અમે ચિંતવન કરીએ છીએ કે અમોએ જે ઇંદ્રપણું પ્રાપ્ત કર્યું છે તે આજે જ સફળ થયું છે. અલોકાકાશને લોકાકાશમાં ક્ષેપવા સમર્થ એવા જિનેશ્વરના આશ્રયબળથી અમે અમારું ચિત્ત સંસારભાવમાંથી ખેંચી શકીએ છીએ.૧’ આ પ્રમાણે સ્તુતિ કરી કૃતાર્થ થયેલ સૌધર્મ ઇંદ્ર, પાંચ રૂપે પ્રભુની સેવામાં તત્પર થઈ, પ્રભુને જન્મગૃહમાં લાવી માતાની પાસે મૂકી, તેમની પ્રતિકૃતિ તથા અવસ્વાપિની નિદ્રા સંહરી લે અને બે રેશમી વસ્ત્ર તથા બે કુંડલ પ્રભુને ઓશીકે મૂકી, એક રત્નમય ઉલ્લેચ બાંથી, પ્રભુના અંગૂઠામાં ક્ષુધાની શાંતિ માટે અમૃતનું સંક્રમણ કરે. સ્તનપાન નહીં કરનારા તીર્થંકરો તે અંગૂઠો મુખમાં નાખવાથી તૃપ્ત થાય છે. પછી ઇંદ્રની આજ્ઞાથી ઘનદ, જુંભક દેવતાઓ પાસે બત્રીશ કોટી સુવર્ણની વૃષ્ટિ પ્રભુના ઘરમાં કરાવે. પછી શક્ર ઇંદ્ર ઉદ્ઘોષણા કરાવે કે ‘જે કોઈ પ્રભુનું કે તેમની માતાનું વિરૂપ ચિંતવશે તેનું મસ્તક આર્યક વૃક્ષની મંજરીની જેમ ફૂટી જશે.’ પછી બધા દેવો નંદીશ્વરદ્વીપે જઈ અષ્ટાક્ષિક ઉત્સવ કરે. તે પછીનું કાર્ય કલ્પસૂત્ર વગેરેથી જાણી લેવું. “મંદરગિરિના શિખર ઉપર અચ્યુત વગેરે ચોસઠ ઇંદ્રોએ જેમનો જન્માભિષેક કર્યો તે વખતે જે પ્રભુ બાળક છતાં કળશમાંના જળના પ્રવાહથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં તે શ્રી જિનેશ્વર ભગવંત જય પામો.’’ ------ વ્યાખ્યાન ૨૦૦ દીક્ષાકલ્યાણક હવે શ્રી જિનેશ્વર ભગવંતના છદ્મસ્થપણાનું વર્ણન કરે છે– जगदुत्कृष्टसौंदर्या, बाल्येऽप्यबालबुद्धयः । નિર્દેન્દ્રિયાઃ સ્થિરાત્માનો, યૌવનોદ્યોતિતા અવિનાશા , १ अलोकव्योम ये लोकव्योम्नि क्षेप्तुं क्षमा जिनाः । तदाश्रयबलाचित्तं कृषामि भवभावतः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy